Tuesday, October 13, 2026
Home Blog Page 121

જામનગર PGVCLના હંગામા પ્રકારણ નગરસેવિકા વિરુદ્ધ ગુનો નોંધાયો

0

જામનગર ની પીજીવીસીએલ ની કચેરીમાં વધુ બિલ આવવાના મુદ્દે મહિલા કોંગી કોર્પોરેટર નો હંગામો : ડે. ઈજનેરે ફરિયાદ નોંધાવી

  • ઘરમાં સોલાર લગાવ્યા બાદ પણ વધુ વીજ બીલ આવતાં નારાજ થયેલા મહિલા કોર્પોરેટર દંડા સાથે કચેરીએ પહોંચતાં ભારે તંગ વાતાવરણ

  • પોલીસ ટુકડીએ પહોંચી મામલો થાળે પાડ્યો : વીજ તંત્ર દ્વારા પણ સમગ્ર ઘટના મામલે પોલીસ ફરિયાદ નોંધાવી

  • તમામ વીજ અધિકારી નો કાફલો પોલીસ મથકે પહોંચ્યો : સમગ્ર ઘટનાનો શહેરમાં Video વાયરલ થયો હતો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧ ઓકટોબર ૨૪, જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ચારના કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા, કે જેઓએ તાજેતરમાં પોતાના ઘેર સોલાર ફીટ કરાવ્યું હોવા છતાં પણ આ વખતે તેનું વધારે વીજ બિલ આવતાં તેઓ નારાજ થયા હતા, અને ગુસ્સામાં આવી જઇ દંડા સાથે વીજ કચેરીએ પહોંચ્યા હતા.

જ્યાં હાજર રહેલા સ્ટાફ સાથે ભારે ઉગ્ર બોલાચાલી કરી હતી. એક તબક્કે રચનાબેન નંદાણીયાએ પોતાને મળેલા ઊંચા વીજ બિલ સંદર્ભમાં ઉગ્ર રજૂઆત કરી હતી, જે દરમિયાન સેન્ટ્રલઝોન સબ ડિવિઝનની કચેરીના અધિકારીની ટેબલ પરની ફાઈલ તથા મોબાઈલ ફોન વગેરે રફેદફે થયા હતા.

આ મામલાની પોલીસને જાણકારી થતાં મહિલા સહિતનો પોલીસ કાફ્લો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો, અને રચનાબેન નંદાણીયા ને પોલીસ જીપમાં બેસાડીને સિટી બી. ડિવિઝન પોલીસ મથકે લઈ જવાયા હતા અને તેઓ મોડો સાંજ સુધી ત્યાં જ બેઠા રહ્યા હતા.

પીજીવીસીએલ માં આ બનાવના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા, અને બીજ કચેરીના તમામ અધિકારીઓ અને સ્ટાફ વગેરે મોટી સંખ્યામાં સિટી બી. ડિવિઝન પોલીસ મથકે પહોંચી જઈ સમગ્ર બનાવ બાબતે પોલીસ ફરિયાદ નોંધવા કવાયત કરી હતી, અને સેન્ટ્રલ ઝોન સબ ડીવીઝન ના નાયબ ઇજનેર અજય પરમાર ની ફરિયાદ ના આધારે કોર્પોરેટર રચનાબેન નંદાણીયા સામેBNS કલમ -૧૯૨ ,૩૫૩ (૧) ,૨૨૪ ,૨૨૬ ,૧૩૨ , ૩૫૧ (૨) ,૩૨૪(૨) ,૨૨૧ ,૩૦૯ (૪) , તથા એટ્રોસીટી એક્ટની કલમ ૩(૧)(આર), ૩(૨)(૫), ૩(૨)(૫ એ) મુજબ  ફરજમાં રૂકાવટ સહિતની જુદી જુદી કલમમાં હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ બનાવ ના કેટલાક વિડીયો બન્યા હતા, અને વીજ કચેરીમાં રચનાબેન નંદાણીયા દ્વારા કરાયેલું વર્તન અને ઉગ્ર રજૂઆત સહિતના વિડીયો આજે સમગ્ર દિવસ દરમિયાન વાયરલ થયા હતા. ત્યારે સીટી બી ડિવિઝન પોલીસ મથકે પહોંચેલા અધિકારીઓ ની મોટી ટીમ અને સ્ટાફનો પણ વિડીયો બન્યો હતો, અને તે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

જામનગરમાં માનતા પૂરી કરવા જતા પાંચ કુટુંબી ભાઈઓને વાહને અડફેટ લેતા બે ના મોત

0

સોયેલ ટોલનાકા નજીક અજાણ્યા વાહન ચાલકે પદયાત્રીઓને હડફેટમાં લેતાં બે પદયાત્રીઓના અંતરિયાળ મૃત્યુ નીપજતાં ભારે કરુણંતીકા

  • જામનગરના પાંચ કુટુંબી ભાઈઓને સણોસરા ગામે માનતા પૂરી કરવા જતી વેળાએ રાત્રિના ચાર વાગ્યે અજ્ઞાત વાહન ચાલકે કચડી નાખતાં ભારે અરેરાટી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૦ઓક્ટોબર ૨૪ જામનગરના હાપા વિસ્તારમાં રહેતા પાંચ કુટુંબી ભાઈઓ કે જેઓ ગઈકાલે રાત્રે પદયાત્રા કરીને જામનગર થી ધ્રોલના સણોસરા ગામે પોતાના કુળદેવીએ દર્શનાર્થે જઈ રહ્યા હતા, જે દરમિયાન સોયલ ટોલનાકા નજીક કોઈ અજ્ઞાત વાહન ના ચાલકે પાંચેય પદયાત્રીઓને હડફેટમાં લઈ લેતાં બે પિતરાઈ ભાઈઓના અંતરિયાળ મૃત્યુ નીપજ્યા છે, જ્યારે અન્ય ત્રણ ઘાયલ થયા છે, તે પૈકી એક ની હાલત અત્યંત નાજુક ગણાવાઈ રહી છે. આ બનાવને લઈને મૃતકના પરીજનોમાં ભારે કરુણંતીકા છવાઈ છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર રાજકોટ ધોરી માર્ગ પર સોયલ ટોલનાકા નજીક રાત્રિના ચારેક વાગ્યાના અરસામાં કોઈ અજ્ઞાત ભારે વાહન ના ચાલકે જામનગર થી સણોસરા તરફ જઈ રહેલા પાંચ પદયાત્રીઓને હડફેટે લઈ લીધા હતા. જે ગંભીર અકસ્માતના બનાવવામાં જામનગરના હાપા વિસ્તારમાં રહેતા કુણાલ દીપકભાઈ પીપરીયા (૧૬ વર્ષ) અને સુરેશ વિનોદભાઈ પીપરીયા (૧૭ વર્ષ) બે પીતરાઇ ભાઈઓના ઘટના સ્થળે કમ કમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા હતા.

આ ઉપરાંત તેઓની સાથે જ પદયાત્રા કરી રહેલા જામનગરના ચિરાગ દિલીપભાઈ પીપરીયા (૧૭), જયદીપ દિલીપભાઈ પીપરીયા (ઉમર વર્ષ ૧૮) અને રોહિત રમેશભાઈ પીપરીયા (ઉંમર વર્ષ ૧૫) કે જે ત્રણેયને નાની મોટી ઈજા થઈ હોવાથી ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જે પૈકી ચિરાગ પીપરીયા ની હાલત અત્યંત નાજુક ગણાવાઇ રહી છે.

આ અકસ્માતના બનાવની જાણ થતાં ધ્રોળ પોલીસ ની ટુકડી ઘટના સ્થળે તેમજ જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં દોડી ગઈ હતી, અને બંને મૃતદેહોનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અજાણ્યા વાહનના ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ ચલાવાઇ રહી છે.

જામનગરના હાપા વિસ્તારમાં રહેતા કોળી પરિવારના પાંચ પિતરાઈ ભાઈઓ કે જેઓ જામનગર થી પદયાત્રા કરીને સણોસરા ગામે આવેલા પોતાના કુળદેવીએ નવરાત્રીએ શીશ નમાવવા માટે જઈ રહ્યા હતા જ્યાં આઠમ ના તહેવારને લઈને માતાજીના દર્શન કરે તે પહેલાજ પરિવારમાં ભારે ગમગીની છવાઈ હતી, અને બે ભાઈઓએ જીવ ગુમાવ્યા છે.

જામનગરના દરેડમાં પ્રેમ લગ્નમાં હાથ પગ , માથા ફુંટયા

0

જામનગર નજીક દરેડ ગામે રહેતા એક ચારણ યુવાનને પ્રેમ લગ્ન કરવા ભારે પડ્યા

  • પ્રેમિકાના બે ભાઈઓ દ્વારા પ્રેમી યુવાન અને તેના બે ભાઈઓ પર હિચકારો હુમલો: ત્રણેયના હાથ પગ અને માથું ફુટ્યું

  • સામા પક્ષે વળતી ફરિયાદ નોંધાતા પોલીસે ડાયાભાઈ આલાભાઇ ગુજરીયા, ગોવિંદ આલાભાઇ ગુજરીયા અને આલાભાઇ ગુજરીયા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૦ ઓક્ટોબર ૨૪ જામનગર નજીક દરેડ વિસ્તારમાં રહેતા અને માલધારીનો વ્યવસાય કરતા એક યુવાનને પ્રેમ લગ્ન કરવા ભારે પડ્યા છે. પ્રેમિકાના બે ભાઈઓએ ઉસકેરાઇ જઇ પ્રેમી યુવાન તથા તેના બે ભાઈઓ પર ધારદાર હથીયાર વડે હુમલો કરી દઇ હાથ પગ માં ફ્રેકચર સહિતની ઈજા થઈ છે, તેમજ માથા કૂટ્યા છે, અને ટાંકા લેવા પડ્યા છે. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે જયારે દરેડના કુટુંબી ભાઈઓ વચ્ચેના પ્રેમ લગ્ન બાદ ઝઘડા ના કીસ્સામાં સામા પક્ષે મેઘરાજ જેઠાભાઇ હાજાણીએ પોતાના ઉપર તેમજ પોતાના ભાઈ પર હુમલો કરી માથું ફોડી નાખવા અંગે સામા પક્ષના ડાયાભાઈ આલાભાઇ ગુજરીયા, ગોવિંદ આલાભાઇ ગુજરીયા અને આલાભાઇ ગુજરીયા સામે વળતી ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક દરેડ માં રહેતા અને માલધારી નો વ્યવસાય કરતા ડાયાભાઈ આલાભાઇ ગુજરીયા નામના ૨૪ વર્ષના ચારણ યુવાને પોતાના ઉપર તેમજ પોતાના બે ભાઈઓ રણછોડભાઈ તેમજ ગોવિંદભાઈ પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડવા અંગે પોતાની પ્રેમિકાના ભાઈઓ દરેડ માં રહેતા આલાભાઇ જેઠાભાઇ હાજાણી તેમજ મેઘરાજ જેઠાભાઇ હાજાણી સામે પંચકોશી બી. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આજથી ત્રણ વર્ષ પહેલાં ફરિયાદી યુવાને આરોપી આલાભાઈ ની બહેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, જે બાબતે બંને પરિવારો વચ્ચે અગાઉ સમાધાન થયું હતું, જેઓ એકબીજાના દૂરના કુટુંબીઓ પણ થાય છે.પરંતુ ત્યારબાદ ફરીથી વાંધો રાખીને સૌપ્રથમ રણછોડભાઈ પર લોખંડના પાઇપ લાકડી વડે હુમલો કરી માથું ફોડી નાખતાં તેને સાત ટાંકા લેવા પડ્યા છે. ઉપરાંત હાથ પગમાં ફ્રેક્ચર થયા છે.

ત્યારબાદ આ બનાવની જાણ થવાથી ફરિયાદી ડાયાભાઈ અને તેના ભાઈ ગોવિંદભાઈ કે જેઓ બંને આરોપીઓને રસ્તામાં ભેગા થઈ જતા તે બંનેને પણ માર મારી ઈજા પહોંચાડી હોવાથી ફરિયાદી ને પગમાં ટાંકા લેવા પડ્યા છે, જ્યારે ગોવિંદભાઈ ને માથામાં ૧૦ ટાંકા લેવા પડ્યા છે. જે મામલે પંચકોશી બી. ડિવિઝન પોલીસ તપાસ ચલાવે છે.

જામનગરના જાણીતા બિલ્ડરને 2 વર્ષની સજા : 28 લાખનો દંડ

0

“જામનગરના જાણીતા બિલ્ડરને ચેક રીટર્નના કેશમાં ર વર્ષની સજા અને ર૮ લાખનો દંડ ફરમાવતી નામ.અદાલત”

  • “૧૪ લાખના ચેક સામે ૨૮ લાખ ચુકવવાનો હુકમ અને ર વર્ષની પુરેપુરી સજા ફરમાવતી નામ.અદાલત”

  • ઉલટ તપાસમાં એવો બચાવ કરાયો કે આરોપીની પેઢી તે ભાગીદારી પેઢી છે તેમાં આરોપી , ફરીયાદી બંને ભાગીદાર છે.

  • કોર્ટમાં ચાલેલ કાનૂની જંગમાં આરોપી અરવિંદભાઈ કટારમલે માત્ર મૌખીક રીતે બચાવ લીધેલ છે, કોઈ સ્પષ્ટ અને સચોટ પુરાવો રજુ ન કરતા સજા ફટકારવામાં આવી

દેશ દેવી ન્યૂઝ તા. ૧૦ ઓક્ટોબર ૨૪ આ કેશની હકિક્ત એવી છે કે, લાલપુર તાલુકાના ડેરાછીકારી ગામે વસવાટ કરતા નિલેશગીરી છત્રગીરી ગૌસ્વામી ત્યા અરવિંદભાઈ રમેશભાઈ કટારમલ વચ્ચે મિત્રતાનો સંબંધ હોય, આરોપી અરવિંદભાઈ કટારમલ અને ફરીયાદી નિલેશગીરી ગૌસ્વામી બંન્ને કંન્ટ્રકશનના ધંધા સાથે સંકળાયેલા હોય, જેથી આરોપી સાથે પરીચય હોય, જેથી આરોપીએ ફરીયાદી પાસેથી ૧૪ લાખ રૂપિયા હાથ ઉછીના માંગેલા, અને ફરીયાદીએ આરોપીને રૂા.૧૪ લાખ તેમની માંગણી મુજબ આપેલ ત્યારબાદ થોડો સમય બાદ આરોપી પાસેથી રકમની પરત માંગણી કરતા આરોપીએ તેમની પેઢીના ખાતાનો ચેક ફરીયાદીના નામ જોગનો આપેલ હતો.

જે ચેક મુદત તારીખે ફરીયાદીએ તેમના ખાતામાં જમાં કરાવતા મજકુર ચેક ‘અપુરતા ભંડોળ’ના કારણે પરત ફરેલ જેથી આરોપીને લીગલ નોટીસ આપેલ જેનો આરોપીએ કોઈ જવાબ આપેલ નહીં અને ફરીયાદીની કાયદેસરની લેણી રકમ પણ ચુકવેલ ન હોય, જેથી આરોપીએ નામદાર અદાલત સમક્ષ નેગોશ્યેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ તળે ફરીયાદ દાખલ કરી હતી

જે ફરીયાદમાં આરોપી હાજર થયેલ અને તેમને ફરીયાદીની ઉલટ તપાસ કરેલ અને કેશ ચાલેલ ત્યારબાદ કેશ દલીલ ઉપર આવતા ફરીયાદી ધ્વારા એવી દલીલો કરવામાં આવેલ કે, આરોપીની પેઢી તે ભાગીદારી પેઢી છે, તેમાં હાલના આરોપી અરવિંદભાઈ કટારમલ અને પ્રતાપભાઈ ગોરાણીયા બંન્ને ભાગીદારો છે, અને હાલના ફરીયાદી અને આરોપી વચ્ચે કોઈ વ્યવહાર થયેલ નથી , પરંતુ ફરીયાદીના પિતા અને આરોપીના ભાગીદાર પતાપભાઈ ગોરાણીયા વચ્ચે વ્યવહાર થયેલ હોય , જે વ્યવહારમાં ફરીયાદીના પિતાએ અલગથી કેશ પણ કરેલ છે , પરંતુ હાલનો ચેક તે આરોપી અરવિંદભાઈ કટારમલના ભાગીદાર પ્રતાપભાઈ ધ્વારા તેમની જાણ વગર આપવામાં આવેલ છે અને કોઈ કાયદેસરનું લેણું ફરીયાદીનું નથી નીકળતું અને તેવો કોઈ આધાર પણ આ કેશમાં ફરીયાદીએ રજુ કરેલ નથી અને ૧૪ લાખની રકમ આપવા માટે હાલના ફરીયાદી સક્ષમ જ નથી તેવી દલીલો કરવામાં આવેલ

જેની સામે આરોપી પક્ષે દલીલો કરવામાં આવેલ કે, હાલના ફરીયાદીના પિતા અને આરોપીના ભાગીદાર સાથે જે વ્યવહાર છે, તે અલગ વ્યવહાર છે અને તે વ્યવહાર અંગે અલગ કેશ ચાલે છે અને તે કેશમાં અલગ બચાવ લેવામાં આવેલ છે, અને આરોપી તે વાતનું એડમીશન આપે છે કે, હાલના ફરીયાદી તેમના પિતા આરોપી અને આરોપીના ભાગીદારો વચ્ચે વ્યવહાર તો થયેલ છે, હવે વાત ચેકની આવે છે તે ચેકમાં એવો બચાવ લેવામાં આવેલ છે કે, આ ચેક તે હાલના આરોપીના ભાગીદારે જાણ બહાર આપી દીધેલ છે, તે કથન માત્ર કરવાથી કેશ સાબીત થાય નહી. કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છે કે, આરોપી જે બચાવ લે છે તેનો સ્પષ્ટ અને સચોટ પુરાવો રજુ કરવો જોઈએ, પરંતુ આ કામે તેવો કોઈ પુરાવો રજુ કરવામાં આવેલ નથી, વધુમાં આ ફરીયાદી અને આરોપી બંન્ને વચ્ચે એક લખાણ પણ થયેલ છે, સમગ્ર ટ્રાયલ દરમ્યાન આ લખાણ બાબતે કોઈ જ તકરાર લેવામાં આવતી નથી આ લખાણ તે આરોપીનું બાહેંધરી ખત છે અને તેમાં આરોપીએ બાહેંધરી આપેલ છે કે, તેઓ રકમ ચુકવવા માટે બંધાયેલ છે, તે હકિક્ત ધ્યાને લેતા આરોપીએ આ ચેક તેમનું કાયદેસરનું દેણું ચુકવવાના આધારમાં આપેલ હોવાનું પુરવાર નિઃશંક પણે થાય છે અને ફરીયાદી આ રકમ ચુકવવા માટે સક્ષમ નથી તેવો જે બચાવ લેવામાં આવેલ છે, તેની સામે આરોપીએ જ સાક્ષી આ કેશમાં બોલાવેલ છે, તેનાથી ફરીયાદીની સક્ષમતા રેકર્ડમાં સાક્ષી ધ્વારા જ લેવામાં આવેલ છે,

તે તમામ સંજોગો ધ્યાને લેવામાં આવે તો, હાલના કેશમાં આરોપીએ માત્ર મૌખીક રીતે બચાવ લીધેલ છે, કોઈ સ્પષ્ટ અને સચોટ પુરાવો રજુ કરેલ નથી અને ફરીયાદ પક્ષના કેશમાં કોઈ જ રીતે શંકા ઉત્પન્ન કરેલ નથી, જેથી આ કામે ફરીયાદ પક્ષે કેશ નિઃશંક પણે સાબીત કરેલ છે, ખરી હકિકતમાં નેગોશ્યેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટમાં ફરીયાદીએ પોતાનો કેશ નિઃશંક પણે સાબીત કરવાનો રહેતો નથી તેમ છતાં આ કેશમાં ફરીયાદ પક્ષે કેશ નિ:શંક સાબીત કરેલ છે, તે સંજોગો ધ્યાને લઈ અને આ કામના આરોપીએ ગુન્હો કરેલ છે, અને ફરીયાદી પાસેથી મોટી રકમ મેળવી અને ત્યારબાદ ચેક આપી અને મુદત તારીખે ખાતામાં પુરતું ભંડોળ રાખેલ નથી તેથી આ પ્રકારના આરોપીઓને દાખલો બેસે તે રીતે સીમ્હા રૂપ ચુકાદો આપી આરોપીને મહતમ સજા અને ચેકથી ડબલ રકમનો દંડ કરવા અંગેની દલીલો કરવામાં આવેલ, જે તમામ સંજોગો ધ્યાને લઈ અને નામ.અદાલતે આરોપી અરવિંદભાઈ કટારમલ તે શ્રીરામ કંન્ટ્રકશનના ભાગીદારને ૨ વર્ષની પુરેપુરી સજા અને ચેકની રકમ ૧૪ લાખથી ડબલ એટલે રૂા.૨૮ લાખ દંડ ફરીયાદીને ચુકવવા માટે હુકમ કરેલ અને રૂા.૧૪ લાખ ફરીયાદીને વળતર પેટે ચુકવવા હુકમ કરેલ અને આ હુકમનું પાલન ન કરે તો વધુ ૬ માસની સજાનો હુકમ કરેલ છે, આ કેશમાં ફરીયાદી નિલેશગીરી છત્રગીરી ગૌસવામી તરફે  વિદ્વવાન ધરાશાસ્ત્રી વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય.જાની , હરદેવસીહ આર. ગોહીલ , રજનીકાંત આર.નાખવા, નિતેશ જી.મુછડીયા રોકાયેલા હતા.

જામનગર માં હોસ્પિટલના બ્રધર અને કારચાલક વચ્ચે તકરાર : સામસામે ફરિયાદ

0

જામનગરની જી.જી. હોસ્પિટલના બ્રધર અને એક કાર ચાલક વચ્ચે વાહન અથડાવવા બાબતે તકરાર : બંને પક્ષે સામ સામે હુમલા ની ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૯ ઓક્ટોબર ૨૪, જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં બ્રધર તરીકે ફરજ બજાવતો એક યુવાન બાઈક લઈને પસાર થતો હતો, ત્યારે એક કાર ચાલક સાથે સામસામે આવી જવાના મુદ્દે તકરાર થઈ હતી, અને બંને પક્ષે સામ સામે હુમલા કરાયાની પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

આ બનાવ ની વિગત એવી છે કે જામનગરમાં વિનાયક સોસાયટીમાં રહેતો અને જીજી હોસ્પિટલમાં બ્રધર તરીકે ફરજ બજાવતો હેમલગિરી વિજયગીરી ગોસ્વામી, કે જે ગઈ કાલે જયંત સોસાયટી વિસ્તારમાંથી પોતાનું બાઈક લઈને પસાર થતો હતો. જે દરમિયાન સામેથી આવેલી એક કારના ચાલકે સામ સામે આવી ગયા પછી તેની સાથે જીભા જોડી કરી હતીઝ અને બંને વચ્ચેના મારામારી ના દ્રશ્ય સર્જાયા હતા.

ત્યારબાદ આ મામલાને સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને બ્રધર હેમલગીરી ગોસ્વામી એ પોતાને માર મારવા અંગે કારના ચાલક રૂપેશ વૃજલાલભાઈ તન્ના સામે ફરિયાદ નોંધાવી છે. જયારે સામા પક્ષે પણ કાર ચાલક રૂપેશ તન્ના એ હુમલા અંગેની વળતી ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને શખ્સોની અટકાયત કરી લીધી છે.

જામનગરમાં સુવિખ્યાત જલાની જારની ૩૨૧ વર્ષ જુની ગરબીમાં આવતી કાલે ઈશ્વર વિવાહનું આયોજન

0

જામનગર મા સુવિખ્યાત જલાની જારની ૩૨૧ વર્ષ જુની ગરબીમાં આવતી કાલે ઈશ્વર વિવાહનું આયોજન

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૮ ઓકટોબર ૨૪, જામનગર શહેરમાં જલાની જારના ચોકની ગરબી પ્રાચીન ગરબી છે, જ્યાં આજ સુધી આધુનિક્તાનો સ્પર્શ થયો નથી. આ ગરબીમાં લાઉડ સ્પીકર નહીં, સંગીતના કોઈ વાજીંત્રો નહીં, માત્ર ને માત્ર નોબત ના તાલે પુરુષો દ્વારા ગરબા લેવાય છે. પુરુષો લાલ-પીળા-કેશરી, અબોટિયા પહેરીને અહીં માતાજીના ગુણગાન ગાય છે.

જલાની જારના ચોકની આ ગરબીમાં ૩ર૧ વર્ષથી પરંપરાગત્ રીતે એકપણ ક્ષણના વિરામ વગર સતત સાડાત્રણ કલાક સુધી સ્વકંઠે ઈશ્વર વિવાહ ગવાય છે અને એક અલગ જ સ્ટાઈલના સ્ટેપ્સ સાથે રમવામાં આવે છે.

આ વર્ષે તા. ૦૯-૧૦-ર૦ર૪ ના આસો સુદ સાતમના રાત્રે ૧ર-૩૦ વાગ્યાથી કવિ દેવીદાસ રચિત ઈશ્વર વિવાહનો કાર્યક્રમ યોજાશે. આ ઈશ્વર વિવાહની એક અલગ ખૂબી છે કે તેની એક-એક પંક્તિ ચાર-ચાર વખત ગાવામાં આવે છે. દર વર્ષે અહીંના ઈશ્વર વિવાહને સાંભળવા-નિહાળવા ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિકો, નગરજનો ઉમટી પડે છે.

જામનગરમાં ભંગારના વેપારીને ‘લૂંટેરી દુલ્હન’ નો ભેટો : ૧.૬૦ લાખનું બુચ , બે મહિલા દલાલ પકડાઈ

0

જામનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં લૂંટેરી દુલ્હન અંગેનો બીજો કિસ્સો સામે આવ્યો

  • જામનગરના ભંગારના એક વેપારી લૂંટેરી દુલ્હન ની ચૂંગાલ માં ફસાયા પછી રૂપિયા ૧.૬૦ લાખ ગુમાવ્યા

  • જામનગરની બે મહિલા દલાલ સાથે સોદો કર્યા પછી દુલ્હન એક રાત રોકાઈને લગ્નના કરાર કર્યા પછી ફરાર થઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૭ ઓક્ટોબર ૨૪, જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં લૂંટેરી દુલ્હનનો એક કિસ્સો બન્યા પછી જામનગર શહેર નો પણ વધુ એક કિસ્સો સામે આવ્યો છે, અને ભંગારનો એક વેપારી લુંટેરી દુલ્હન ની ચુંગાલ માં ફસાયો છે, અને એક લાખ સાઈઠ હજારની રકમ ગુમાવવાનો વારો આવ્યો છે. જે મામલે બે દલાલ અને લુટેરી દુલ્હન સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં કિસાન ચોક વિસ્તારમાં રહેતા અને ભંગારનો વેપાર કરતા વિકી ભાઈ પ્રવીણભાઈ નંદા નામના યુવાને પોતાની સાથે કરાર આધારિત લગ્ન રજીસ્ટર કરાવ્યા પછી એક રાત રોકાઈને નાસી છૂટવા અંગે અને પોતાની પાસેથી રૂપિયા એક લાખ સાઈઠ હજાર ની રકમ પડાવી લેવા અંગે મૂળ નાગપુરની આરતી જગેશ્વર કોનેકર તેમજ જામનગર ને બે દલાલ મહિલાઓ સીમાબેન રાજેશકુમાર જોશી અને શીલાબેન મહેતા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જામનગરના સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાનને લગ્ન કરવાના હોવાથી ગત તારીખ ૧૪.૧૧.૨૦૨૨ ના દિવસે જામનગરની બે દલાલ મહિલાઓ સીમાબેન જોશી અને શીલાબેન મહેતા ના સંપર્કમાં આવ્યા પછી નાગપુરની આરતી કોનેકર સાથે મેરેજ કર્યા હતા, અને તેની લગ્નની નોંધણી જામનગર મહાનગર પાલિકામાં કરાવી હતી. જે લગ્ન કરાવવા માટે તેણે ૧.૬૦ લાખ ની રકમ ચૂકવી હતી.

જેમાં બંને દલાલ મહિલાઓને વિસ વિસ હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા, જયારે ૧.૨૦ લાખની રકમ આરતીએ પોતાની પાસે રાખી હતી. તે લગ્નની પ્રથમ રાત્રે જામનગર રોકાયા બાદ બીજે દિવસે રફુચક્કર થઈ ગઈ હતી. જેથી તેની શોધ ખોળ કરી હતી, ઉપરાંત બન્ને દલાલ મહિલાઓની સાથે પણ વાતચીત કરી હતીઝ અને પોતાના પૈસા પરત આપવાની માંગણી કરી હતી.

આટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં પોતાના પૈસા પરત મળ્યા ન હતા, અથવા તો લુટેરી દુલ્હન પણ મળી ન હોવાથી આખરે મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને લૂંટેરી દુલ્હન આરતી તેમજ બે દલાલ મહિલાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં સીટી એ. ડિવિઝન ના પોલીસ હેડ કોન્સ્ટેબલ એમ આર પરમારે બે દલાલ મહિલાઓ સીમાબેન તથા શીલાબેન ની અટકાયત કરી છે, જ્યારે આરતી કોનેકરની શોધખોળ હાથ ધરી છે.

જામનગરના ધ્રોલમાં ખેડુતના ડાયરેક્ટ ‘લંગરીયા’ માં ચાર શ્રમિકો દાઝ્યા

0

ધ્રોલ તાલુકાના લૈયારા નજીક વીજ પોલ પર સમારકામ કરી રહેલા ચાર શ્રમિકો ગંભીર સ્વરૂપે દાઝી જતાં સારવારમાં ખસેડાયા

  • જ્યોતીરગ્રામમાંથી સ્થાનિક ત્રણ ખેડૂતોએ પાવર ચોરી કરવા માટે લંગરીયા વિજજોડાણ નાખતાં તેમાંથી વીજ આંચકો લાગ્યો

  • અધિકારીઓની ટુકડીઓ દોડતી થઈ ત્રણેય ખેડૂતો સામે ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૭ ઓક્ટોબર ૨૪ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લૈયારા ગામ પાસે પીજીવીસીએલ દ્વારા ખાનગી કોન્ટ્રાક્ટર કંપની મારફતે થાંભલા પર નવી વીજલાઈન ઉભી કરવા અને સમારકામનું કામ કરાવવામાં આવી રહ્યું હતું.

જે દરમિયાન થાંભલા પર ચડેલા ચાર પર પ્રાંતિય શ્રમીકોને વીજ આંચકો લાગ્યો હતો, અને ચારેય શ્રમિક દાઝી ગયા પછી નીચે પટકાયા હતા, અને તેઓને સૌપ્રથમ ધ્રોલની સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યા છે.

જે ચારેય શ્રમિકો પૈકી બે શ્રમિકોની હાલત વધુ ગંભીર ગણાવાઇ રહી છે. તેઓને ઇલેવન કેવીની લાઈન માંથી વીજ આંચકો લાગ્યો હતો, તેમજ નીચે પટકાઈ પડવાથી ઈજાગ્રસ્ત પણ બન્યા હતા. આ બનાવની જાણ થતાં વિજ તંત્રની ઉચ્ચ અધિકારીઓની ટુકડી દોડતી થઈ હતી, અને તપાસ કરતાં જ્યોતિર ગ્રામમાંથી સ્થાનિક ત્રણ ખેડૂતોએ લંગરીયા નાખીને પાવર ચોરી કરી હોવાથી જ્યારે શ્રમિકોને પાવર ચોરી થવાના કારણે વીજ પ્રવાહ રિટર્ન થતાં વીજ આંચકો લાગ્યો હતો, અને નીચે પટકાઈ પડ્યા હતા.

વિજ તંત્રની ટીમ દ્વારા આ બાબતેનું સર્વે કર્યા પછી ત્રણેય ખેડૂતોના લંગરીયા વીજ જોડાણ કાપીને કબજે કરવામાં આવ્યા છે, જ્યારે ત્રણેય ખેડૂતો સામે વીજ ચોરી કરવા અંગે અને બેદરકારી દાખવી શ્રમિકોને ઇજાગ્રસ્ત બનાવવા અંગે ફરિયાદ નોંધવામાં આવી રહી છે. આ બનાવને લઈને વીજ તંત્રમાં ભારે દોડધામ થઈ છે.

જામનગરમાં આર્મીની નોકરી છોડીને પરત આવી ગયેલા જવાને ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

0

જામનગર નજીક નાઘેડીમાં રહેતા અને આર્મીની નોકરી છોડીને પરત આવી ગયેલા જવાનાનો ગળાફાંસા દ્વારા આપઘાત

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૬ ઓક્ટોબર ૨૪, જામનગર નજીક નાઘેડી માં રહેતા અને ભારતીય આર્મીમાં ફરજ બજાવતા એક જવાને પોતાની નોકરી છોડીને ઘેર પરત આવી ગયા પછી દારૂની લતના કારણે ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જીવાદોરી ટૂંકાવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના લાવડીયા ગામના વતની અને આર્મીમાં ફરજ બજાવતા મહાવીરસિંહ ઉર્ફે મુન્નાભાઈ જાડેજા (૪૧) કે જેઓ જમ્મુ કાશ્મીરના આખનુર વિસ્તારમાં ભારતીય આર્મીમાં નોકરી કરતા હતા, અને એકાએક નોકરી છોડીને પરત આવી ગયા હતા, દરમિયાન તેઓ સતત દારૂનો નશો કરતા હતા, અને ઘર પરિવારના તમામ સભ્યોને હેરાન પરેશાન કરી મનમાની કરતા હોવાનું પોલીસ સમક્ષ જાણવા મળ્યું છે.પોતાની દારૂ પીવાની લતના કારણે ગઈકાલે પોતાના હાથે પંખા ના હુકમાં દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે.

આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ હરદેવસિંહ જાડેજાએ પોલીસને જાણ કરતાં પંચપોથી બી ડિવિઝનના પ્રોબેશન પી.એસ.આઇ એચ વી રોયલા સમગ્ર મામલ ની ઊંડાણ પૂર્વકની તપાસ શરૂ કરી છે.

જામનગર : જાખર ગામે ભાભીની હત્યા નિપજાવનાર દિયર પોલીસ સંકજામાં

0

જામનગર: લાલપુર ના ઝાખર ગામમાં નવરાત્રીની પ્રથમ રાત્રે ભાભીની હત્યા નિપજાવનાર આરોપી દિયર ઝડપાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૫ ઓક્ટોબર ૨૪, જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના જાખર ગામમાં નવરાત્રીની પ્રથમ રાત્રે અઘતીટ બનાવ બન્યો છે. એક યુવાને અનૈતિક સંબંધોમાં પોતાની ભાભીની હત્યા નીપજાવી હતી, અને ફરાર થયો હતો, જે આરોપીને પોલીસે ઝડપી લીધો છે, અને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવ ની વિગત એવી છે કે લાલપુર તાલુકા ના જાખર ગામમાં સોસાયટી વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા બળવંતસિંહ પ્રેમસંગજી સોઢા નામના ૩૬ વર્ષના રાજપૂત યુવાને પોતાની પત્ની રીનાબા ની હત્યા નીપજાવવા અંગે પોતાના જ નાનાભાઈ વિજયસિંહ પ્રેમસંગજી સોઢા સામે મેઘપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

દિયર ભાભી વચ્ચેના અનૈતિક સંબંધોની પતિને જાણ થયા પછી પત્નીને ઠપકો આપતાં પત્નીએ દિયર સાથેના સંબંધ તોડ્યા હતા. પરંતુ દિયર સંબંધ રાખવા માંગતો હોવાથી દબાણ કર્યું હતું, અને આખરે નવરાત્રીની પ્રથમ રાત્રીએ રીનાબાના માથા પર પથ્થરના ઘા ઝીંકી દઈ હત્યા નીપજાવી હતી, અને ભાગી છુટ્યો હતો. ત્યારબાદ ગઈ રાતે મેઘપર પોલીસે આરોપી વિજયસિંહ ને ઝડપી લીધો હતો, અને તેનો મોબાઇલ ફોન તેમજ લોહીવાળા કપડા કબજે કર્યા છે.

પોતે બાઈક પર ભાગ્યો હોવાથી બાઈક અન્ય સ્થળે સંતાડેલું હોવાથી તે કબ્જે લેવા માટે તેમજ વધુ પૂછપરછ માટે આરોપીને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.