Tuesday, October 13, 2026
Home Blog Page 120

જામનગર : લાલપુર પંથકમાં વરસાદી વીજળીના કહેરમાં બે માનવ જિંદગી હોમાઇ

0

જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં વરસાદી વીજળીના કહેરમાં બે માનવ જિંદગી હોમાઇ

  • અન્ય છ વ્યક્તિઓ વરસાદી વીજળીથી દાજી ગઈ : જ્યારે અન્ય ત્રણ પશુઓના પણ વીજળીથી મોત

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૪ ઓક્ટોબર ૨૪, જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં સોમવારે સાંજે ભારે ગાજવીજ સાથે પડેલા વરસાદમાં વીજળી નો કહેર જોવા મળ્યો હતો, અને વરસાદી વીજળીમાં બે માનવ જિંદગી હોમાઈ ગઈ હતી, જ્યારે અન્ય ત્રણ બળદોના મૃત્યુ નીપજ્યા હતા. ઉપરાંત છ વ્યક્તિઓ પણ વરસાદી વીજળીના કારણે દાઝી ગઈ છે.

આ ઘટનાની વિગતો એવી છે કે જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં સોમવારે સાંજે ૬.૦૦ વાગ્યા બાદ ભારે કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો આકાશમાં ભારે ગાજવીજ થઈ હતી, અને લાલપુર તાલુકાના ગજણા ગામના ખેડૂત આદમભાઈ જુમાભાઈ ની વાડીમાં ખેત મજૂરી કામ કરી રહેલા પરબતભાઈ દાનાભાઈ સોલંકી નામના ૪૫ વર્ષના યુવાન તેમજ તેના સાળા ના દીકરા રવિ પુનાભાઈ વાઘેલા નામના સાત વર્ષના બાળક કે જે બંનેના વરસાદી વીજળી પડવાના કારણે અંતરિયાળ મૃત્યુ નીપજ્યા હતા. જે મામલે લાલપુર મામલતદારને જાણ થવાથી લાલપુર પોલીસને જાણકારી અપાય હતી અને લાલપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ અજયસિંહ જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા અને બંનેના મૃતદેહો નો કરજો સંભાળી સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ ઉપરાંત લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં વરસાદી વીજળીના કારણે એકી સાથે પાંચ વ્યક્તિઓ દાજી હતી, અને તે તમામને લાલપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે તમામની હાલત સુધારા પર છે.આ ઉપરાંત લાલપુર તાલુકાના મોટા ખડબા ગામમાં પણ વરસાદી વીજળી પડવાના કારણે તુલસીબેન વસાવા નામની ૧૬ વર્ષની તરુણી પણ વરસાદી વીજળીના કારણે દાઝી ગઈ હતી, અને તેણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

વરસાદી વિજલી પશુઓ માટે પણ જોખમકારક બની હતી, અને લાલપુર તાલુકાના ગોવાણા ગામના રમેશભાઈ ભાદરકા નામના ખેડૂત ની વાડીમાં ભેંસ ઉપર વીજળી પડવાથી મૃત્યુ નીપજયું છે. ઉપરાંત મોટા ખડબા ગામના કિશોરભાઈ ડાંગરિયા નામના ખેડૂતની વાડીમાં પણ વરસાદી વીજળી પડવાથી એક બળદનું મોત થયું છે. તે જ રીતે લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં દલપતભાઈ નાથાભાઈ ની વાડીમાં પણ વરસાદી વીજળી પડવાથી એક બળદનું મૃત્યુ થયું છે.

જામનગરના ચકચારી કરોડોના સાઇબર ફ્રોડ કેસમાં આરોપીઓને ગણતરીના દિવસોમાં જામીન મુક્ત કરતી અદાલત

0

જામનગરમાં કરોડોની સાયબર ફ્રોડ કરવાના કોભાંડમાં સંડોવાયેલા આરોપીઓને ગણતરીના દિવસોમાં જામીન મુકત કરતી નામ.અદાલત 

  • બોગસ બેન્ક અકાઉન્ટ ખોલી જુદા જુદા નાગરીકો પાસેથી કરોડોની ઠગાઈમાં સંડોવાયેલા આરોપીઓને જામીન ઉપર મુક્ત કરતી નામ.અદાલત

  • કમીશનની લાલચ આપી સાયબર કોભાંડ કરતી ટોળકી દ્વારા આરોપીઓને સંડોવી દેવામા આવેલ તેવી ધારદાર દલીલો થઇ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૪ ઓક્ટોબર ૨૪ આ ચકચારી કેશની વિગત એવી છે કે, જામનગર સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદી તરીકે સાયબર પોલીસ સ્ટેશનના ફરીયાદી ખુદ ફરીયાદી બની એવી ફરીયાદ જાહેર કરેલ કે, આરોપીઓ (૧) મયુર મનહરલાલ સોઢા (૨) મહેન્દ્ર રામજીભાઈ કણજારીયા (૩) દેવરાજ બાબુભાઈ ચોવટીયા (૪) આનંદ હિતેશભાઈ ચોથાણી વિગેરે દવાારા પુર્વ આયોજીત કાવતરૂ રચી પોતાનો એક સમાન ઈરાદો પાર પાડવા અને લોકો સાથે ઈન્ટરનેટના માધ્યમથી ઠગાઈ કરવા પોતાની ખોટી ઓળખ ઉભી કરી સાયબર ક્રાઈમના ગુન્હા આચરી ગેર કાયદેસર આર્થીક લાભ મેળવવા સારૂ આરોપીઓ દવારા પોતાના નામના બેંક અકાઉન્ટ ખોલાવડાવી ફરીયાદીમાં જણાવેલ ઇસમોને બેંક અકાઉન્ટ ઓનલાઈન આર્થીક ઠગાઈના ગુન્હાઓ આચરવા માટે એકાઉન્ટ કીટ સહીત આપી જે દરેક બેંક અકાઉન્ટ દીઠ જુદી જુદી રકમના કમીશનો મેળવી એક બીજાની મદદગારી કરી નાગરીકો સાથે છેતરપીંડી કરી પોતાના અંગત ઉપયોગ માટે નાણા મેળવી આશરે રૂા.૪,૦૦,૦૬,૪૮૨/- જેટલી રકમના અનઓથોસાઈઝડ ટ્રાંન્ઝેકશન કરી નાણા સગેવગે કરી હોવાની ફરીયાદ નોંધાઈ હતી

જેથી આરોપીઓને નામ. અદાલત સમક્ષ રજુ કરતા આરોપીઓ તરફે જામીન અરજી કરવામાં આવેલ અને દલીલ કરાઈ કે આરોપીઓ કોઈ હાર્ડકોર ક્રિમીનલ ન હોય, વેપારી વર્ગના વ્યક્તીઓ હોય, જામીન મુક્ત કરવા દલીલો કરવામાં આવેલ અને દલીલ કરાયેલ કે આરોપીઓ પોતે ભોગબનનાર છે, કમીશનની લાલચ દઈ અને સાયબર કોભાંડ કરતી ટોળકી દવારા આરોપીઓને સંડોવી દેવામા આવેલ છે

અને આરોપી ધ્વારા તપાસ કરનારને સંપુર્ણ સહકાર આપવાની તૈયારી બતાવેલ છે, જે સંજોગો ધ્યાને લઈ અને આ કામે આરોપીનો કોઈ જ રોલ ન હોય, જેથી જામીન મુક્ત કરવા જોઈએ તેવી ધારદાર દલીલો કરવામાં આવેલ, આમ, નામ.અદાલતે તમામ હકિકતો અને રેકર્ડ ધ્યાને લઈ અને આરોપી પક્ષે થયેલ રજુઆતો માન્ય રાખી અને આરોપી (૧) મયુર મનહરલાલ સોઢા (૨) મહેન્દ્ર રામજીભાઈ કણજારીયા (૩) દેવરાજ બાબુભાઈ ચોવટીયા (૪) આનંદ હિતેશભાઈ ચોથાણીને જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કરેલ આ કેશમાં આરોપી તરફે વિદ્ધાન ધારાશાસ્ત્રી રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવીંહ આર.ગોહીલ, ૨જનીકાંત આર. નાખવા, નિતેશ જી. મુછડીયા રોકાયેલા હતા.

જામનગરમાં સમર્પણ ESRA ઝોન હેઠળ મંગળવારે પાણી વિતરણ બંધ રહેશે

0

જામનગરના સમર્પણ ઇ એસ આર એ ઝોન વિસ્તારમાં મંગળવારે પાણી વિતરણ બંધ રહેશે

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૧૪ ઓક્ટોબર ૨૪, જામનગર મહા નગરપાલિકાના સમર્પણ ઇ એસ આર મા પંપિંગ મશીનરી મેન્ટેનન્સનું કામ કરવાનું હોવાથી મંગળવાર તારીખ ૧૫ ના રોજ સમર્પણ ઇ એસ આર હેઠળ નાં એ ઝોન વિસ્તાર મા પાણી વિતરણ બંધ રાખવામાં આવનાર છે .આ વિસ્તાર ને બીજા દિવસે પાણી વિત્રણ કરવામાં આવશે.

જામનગર તા.૧૫/૧૦/૨૦૨૪ ના રોજ વોટર વર્કસ શાખા ના સમર્પણ ઈ.એસ.આર. ખાતે પમ્પીંગ મશીનરી નું મેઈન્ટેનન્સ કામ કરવા નું હોવા થી સમર્પણ ઝોન-એ હેઠળ આવતા વિસ્તારો શિવમ સોસાયટી, પટેલ નગરી, ઋષિ બંગ્લોઝ, ગજાનન સોસાયટી, ઓસવાળ ૨.૩ અને ૪, મહાવીર પાર્ક, ગોકુલધામ, સિદ્ધિ પાર્ક, મેહુલ નગર, કેવાલીયા વાડી, શિવમ પાર્ક, પંડિત દિન દયાળ આવાસ, જોઇસર પાર્ક, દેવ પાર્ક, દવા બજાર, હનુમાન ચોક, ધનંજય પાર્ક, ચેમ્બર કોલોની, હીરા પાર્ક, અજંતા સોસાયટી, મયુર પાર્ક, વાસાવીશ, રેવન્યુ કોલોની, હાટકેશ્વર સોસાયટી, મયુર વિલા, કુબેર પાર્ક, સરલાબેન ત્રિવેદી ભવન, ફૂલચંદ તંબોલી ભવન, ધરારનગર-૧, સદગુરૂ કોલોની, ફોરેસ્ટ ક્વાટર, હાઉસિંગ બોર્ડ, સલીમબાપુના મદ્રાસા વિગેરે વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. ઉપરોક્ત વિગતે પ્રથમ બંધ રહેલ ઝોન વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવશે .તથા બીજા દિવસે રૂટીન લગત ઝોનમાં પાણી વિતરણ કરવામાં આવશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા કાર્યપાલક ઈજનેર (વોટર વર્કસ શાખા ,મહા નગર પાલિકા જામનગર) ની યાદી મા જણાવાયું છે.

જામનગર LCB ટીમે કુખ્યાત ધાડ પાડુ ગેંગના પાંચ સભ્યોને ઝડપી લીધા

0

કાલાવડ ના રણુજા નજીક ના રોડ પરથી એલસીબી ની ટુકડીએ કુખ્યાત ધાડ પાડુ ગેંગના પાંચ સભ્યોને ઝડપી લીધા

  • આસપાસના વિસ્તારમાં લૂંટ-ધાડ કરવાના ઇરાદે ધારદાર હથિયારો સાથે ઉતરેલી ગેંગને સમયસર ઝડપી લેવાઇ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૪ ઓક્ટોબર ૨૪ જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં લૂંટ-ધાડ કરવાના ઇરાદે ઉતરેલી ગેંગના પાંચ સભ્યોને એલસીબી ની ટુકડીએ ગઈ રાત્રે અનેક ધારદાર હથિયારો સાથે ઝડપી લીધા છે. જેઓ લૂંટ- ધાડની ઘટનાને અંજામ આપે તે પહેલાં જ પોલીસે તમામને અટકાયતમાં લઈ લીધા હતા.

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે કાલાવડ પંથકમાં ચોરી-લૂંટ-ધાડ ના ઇરાદે ઉતરેલી ચોક્કસ ગેંગ કે જે આસપાસના વિસ્તારમાં મોડી રાત્રે ઘૂમી રહી છે, જે બાતમીના આધારે કાલાવડના રણુજા રોડ પર એલસીબી ની ટુકડીએ મોડી રાત્રે વોચ ગોઠવી હતી. જે દરમિયાન રણુજા રોડ પરથી પાંચ જેટલા શખ્સો શંકાસ્પદ હાલતમાં જણાયા હતા તેઓને અટકાવીને તલાસી લીધી હતી.

જે તલાસી દરમિયાન તેઓ પાસેથી ધાર દાર હથીયારે એવા લોખંડના પાઇપ, લાકડી, છરી, ગણશીયા, ડીશમિસ, કટર જેવા ધારદાર અને જીવલેણ હથિયારો મળી આવ્યા હતા. ઉપરાંત ત્રણ નંગ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા અડધા લાખની માલમતા પોલીસ દ્વારા કબજે કરી લેવા આવી હતી.

તેઓના નામ પૂછતા એક શખ્સ નું નામ કમલેશ બદીઆભાઈ પલાસ- આદિવાસી અને મૂળ દાહોદ પંથકનો વતની હોવાનું અને હાલ કાલાવડ તાલુકાના મોટી માટલી ગામમાં એક ખેડૂતની વાડીમાં રહીને મજૂરી કામ કરવા આવ્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેની સાથે આવેલા અન્ય ચાર શખ્સો અજય ધીરુભાઈ પલાસ, ગોરધન ધીરુભાઈ પલાસ, પંકજ મથુરભાઈ પલાસ અને રંગીત બાદરભાઈ નીનામા સહિત પાંચ શખ્સોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવા આવી છે, અને તે તમામ સામે કાલાવડ ટાઉન પોલીસ મથકમાં જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, અને વધુ પૂછપરછ શરૂ કરાઈ છે.

ચોરીનો ભેદ ઉકેલાયો : જામનગર LCB એ 4 લાખના દાગીના સાથે પરપ્રાંતિયને દબોચી લીધો

0

જામનગર શહેરમાં જુદા જુદા બે રહેણાક મકાનોમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

  • LCB ની ટીમે રૂપિયા ૪ લાખ ની કિંમત ના સોના ચાંદીના દાગીના સાથે એક પરપ્રાંતિય શખ્સને ઝડપી લીધો

  • નવાગામ ઘેડ મધુરમ સોસાયટી ,ગોકુલ નગર વિસ્તારમાં ચોરી કર્યાની કબુલાત આપી

  • મકાન માલિકના પરિવાર દ્વારા ચાવી છુપાવીને રખાતી હતી તે શોધીને ચોરી કર્યા ની કબુલાત

દેશ દેવી ન્યુઝ  જામનગર તા ૧૪ ઓક્ટોબર ૨૪, જામનગર શહેરમાં મધુરમ સોસાયટી તેમજ ગોકુલ નગર વિસ્તારમાં બે રહેણાક મકાનના થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબીની ટીમને સફળતા સાંપડી છે, અને મૂળ ઉત્તર પ્રદેશના વતની એવા એક તસ્કરને રૂપિયા ચાર લાખની કિંમતના ચોરાઉ માલસામાન સાથે ઝડપી લીધો છે.

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમેં શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ જામનગરમાં મહાપ્રભુજીની બેઠક વિસ્તારમાં રહેતા કરણસિંગ રાજકુમારસિગ ચૌહાણ નામના એક શખ્સને ઝડપી લીધો હતો, અને તેની પાસેથી અંદાજે રૂપિયા ચાર લાખની કિંમતના અલગ અલગ ૧૫ જેટલા સોનાના દાગીના વગેરે કબજે કર્યા હતા, જે અંગે તેની પૂછપરછ કરતાં તેણે જામનગરમાં નવાગામ ઘેડ મધુરમ સોસાયટીમાં થોડા દિવસ પહેલાં એક રહેણાક મકાનમાંથી ૩,૩૫,૦૦૦ ની માલમતાની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. જયારે જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રામનગર શેરી નંબર સાતમાં આવેલા એક રહેણાક મકાનને નિશાન બનાવી લઈ રૂપિયા સવા લાખની માલમતા ની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.

જે બંને મકાનમાં કરેલી ચોરી પૈકી ની ચોરાઉ સામગ્રી નું વેચાણ કરવા જતાં એલસીબીના હાથે પકડાઈ ગયો હતો.

મકાન માલિકો પોતાના ઘરની ચાવી સંતાડવા બાબતે ચેતે

ઉપરોક્ત તસ્કર કે જે બંધ રહેણાંક મકાન દેખાય તેની આસપાસ પોતે ચેક કરતો રહેતો હતો, અને બંધ મકાનના બાથરૂમ તેમજ ઘરની બહાર રહેતા બુટ- ચંપલ, ઝુમમર સહિતના સ્થળોમાં ચાવી સંતાડવામાં આવેલી હોય તો તેની ચકાસણી કરતો હતો. જેના આધારે બંને મકાનોની સંતાડેલી ચાવી તેણે શોધી લીધી હતી, અને તે ચાવી વડે મકાનનો દરવાજો ખોલી નાખી અંદરથી ચોરી કરી લીધા ની કબુલાત આપી હતી.

જામનગર જિલ્લામાં અઢી ઈંચ વરસાદ : અનેક સ્થળોએ રાસ ગરબા ના કાર્યક્રમો અટક્યા

0

જામનગર જિલ્લાના જામજોધપુરમાં ધોધમાર અઢી ઇંચ વરસાદ: જ્યારે કાલાવડમાં પણ અડધો ઇંચ વરસાદ

  • જામનગર શહેર- ધ્રોળ અને જોડીયામાં વરસાદી ઝાપટાં વરસી જતાં અનેક સ્થળોએ રાસ ગરબા ના કાર્યક્રમો અટક્યા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ ઓક્ટોબર ૨૪ જામનગર જિલ્લામાં શનિવારે સાંજે એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો, અને જામજોધપુરમાં મેઘરાજાએ સટાસટી બોલાવી દીધી હતી, અને રાત્રિના આઠ વાગ્યાથી ૧૦.૦૦ વાગ્યા સુધીના બે કલાકના સમયગાળા દરમિયાન ધોધમાર અઢી ઇંચ વરસાદ પડી ગયો હતો. જેના કારણે ફરીથી નદીનાળા માં પુર આવ્યા હતા. આ ઉપરાંત કાલાવડ પંથકમાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

શનિવારે સાંજથી વાતાવરણમાં બદલાવ આવ્યા બાદ જામનગર શહેર – ધ્રોળ અને કાલાવડમાં રાત્રિના નવ વાગ્યા પછી છૂટાછવાયા વરસાદની ઝાપટા શરૂ થઈ ગયા હતા, તેના કારણે નવરાત્રીના આયોજનમાં ભંગાણ પડ્યું હતું. અને સ્થળોએ નવરાત્રીના અંતિમ દિવસ કે જેમાં મેઘરાજા ની રાસલીલા જોવા મળી હતી.

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં અર્વાચીન રાસ મહોત્સવ ચાલી રહ્યા છે, તે તમામ રાસ મહોત્સવ ના કાર્યક્રમ બંધ રાખવા પડ્યા હતા. નાની શેરી ગલી ના ગરબા મહોત્સવમાં પણ વરસાદ વેરી બન્યો હતો, અને નવરાત્રીના કાર્યક્રમ વેલા આટોપી લેવાનો વારો આવ્યો હતો. જોકે આજે રવિવારે સવારથી ઉઘાડ નીકળી ગયો હોવાથી સમગ્ર જિલ્લામાં ક્યાંય વરસાદના વાવડ મળ્યા નથી.

જામનગરના જોગવડ ખાતે યોજાયેલ ક્ષત્રિયોના શસ્ત્ર પૂજનમાં ક્ષત્રિયાણીઓ જોડાઈ નવી કેડી કંડારી

0

જામનગરના  જોગવડ ખાતે 3 હજારથી વધુ ક્ષત્રિયોએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ શસ્ત્ર પૂજન કર્યું

  • આ વર્ષે ક્ષત્રિય બહેનોએ પણ બહોળી સંખ્યામાં શસ્ત્ર પૂજનમાં જોડાઈ એક નવીન કેડી કંડારી

દેશ દેવી ન્યૂઝ તા. ૧૨ ઓક્ટોબર ૨૪ જામનગરના જોગવડમાં ક્ષત્રિય રાજપૂત સમાજ જામનગર દ્વારા શસ્ત્ર પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં ત્રણ હજારથી વધુ ક્ષત્રિય યુવાનોએ ઉપસ્થિત રહી શાસ્ત્રોક્ત વિધિ મુજબ શસ્ત્ર પૂજન કર્યું હતું. દર વર્ષે જોગવડ ખાતે માં આશાપુરાના સાનિધ્યમાં રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજનનું દબદબાભેર આયોજન કરવામાં આવે છે.જેમાં દશેરાના પાવન પર્વે 3 હજારથી વધુ ભાઈઓએ ઉપસ્થિત રહી ક્ષત્રિય પરંપરાનું વહન કર્યું હતું.

આ વર્ષે આ પરંપરાને આગળ વધારતાં બહેનો પણ શસ્ત્ર પૂજનમાં જોડાયા હતા અને એક નવી કેડી કંડારી હતી.કાર્યક્રમમાં આ વર્ષે ક્ષત્રિયોએ માત્ર પરંપરાગત શસ્ત્રોનું જ નહીં પરંતુ આજના આધુનિક શસ્ત્રો એવાં લેપટોપ, ભારતીય સંવિધાન, બોલપેન તેમજ આધુનિક ઉપકરણોનું પણ પૂજન કર્યું હતું.જોગવડમાં આશાપુરા માતાજીના મંદિરે શસ્ત્ર પૂજનના કાર્યક્રમ સાથે સમાજના આગેવાનો વગેરેએ સમૂહ ભોજનનો લાભ લીધો હતો. સમૂહ ભોજન સાથે ઉપસ્થિત સૌએ સંતો મહંતોના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા.કાર્યક્રમમાં ક્ષત્રિય ભાઈઓ બહેનોની સ્વયં શિસ્તતા પણ ઉડીને આંખે વળગે એવી રહી હતી.સમગ્ર કાર્યક્રમનું આયોજન દોલુભા એમ.જાડેજા, પ્રદેશ ઉપ પ્રમુખ રાજપૂત કરણી સેના ગુજરાત તથા ક્ષત્રિય યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.

જામનગર પોલીસ દ્વારા પરંપરાગત શસ્ત્રપુજન કરવામાં આવ્યું

0

જામનગર પોલીસ પરિવાર દ્વારા વિજયા દશમી નિમીતે  હેડ ક્વાર્ટર ખાતે શસ્ત્રપુજન કરવામાં આવ્યું

  • જામનગર જિલ્લા પોલિસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું 

દેશ દેવી ન્યૂઝ તા. ૧૨ ઓક્ટોબર ૨૪ જામનગરમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં પરંપરાગત શસ્ત્રપૂજા કરાયું હતું, પોલીસતંત્રો દ્વારા રિવોલ્વર,રાઈફલ, મશીનગન તેમજ પોલીસ અશ્વોની પણ પૂજા કરાઈ હતી

વિજ્યા દશમીએ ભગવાન રામે શસ્ત્રનો ધર્મરક્ષા માટે પ્રયોગ કરીને રાવણનો વધ કર્યો અને મા દુર્ગાએ શસ્ત્રોથી અત્યાચારી અસુર મહિષાસુરનો વિનાશ નોતર્યો તે પ્રાચીન પ્રસંગોના સ્મરણ સાથે આજે સૌરાષ્ટ્રભરમાં ખૂબ ઉત્સાહ અને શ્રધ્ધાપૂર્વક પરંપરાગત શસ્ત્રપૂજા યોજાઈ હતી. પોલીસતંત્રો દ્વારા હેડ ક્વાર્ટરમાં રિવોલ્વર, રાઈફલ, મશીનગન વગેરેની પૂજા કરાઈ હતી આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું , નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા એલસીબી પીઆઈ લગારીયા સહિતના ઉપસ્થિત રહી શસ્ત્રપૂજન કર્યું હતું

જામનગરમાં ખુનની કોશીષ કેસમાં શરત ભંગ થતા આરોપીના જામીન કેન્સલ

0

જામનગરમાં ખુનની કોશીષ ના ગુનામાં સેશન કોર્ટમાંથી જામીન પર છુટેલા આરોપીએ શરત ભંગ કરતાં જામીન કેન્સલ કરાવી જેલ હવાલે કરતી પોલીસ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧ ઓક્ટોબર ૨૪ જામનગર ની જેલ માંથી શરતી જામીન ઉપર મુક્ત થયેલા આરોપીએ કોર્ટ ની શરત નો ભંગ કરતાં આરોપી સામે ના જામીન રદ કરી ને તેને ફરી થી જેલ હવાલે કરવામાં આવ્યો છે.

જામનગર જીલ્લામાં ગુનાહીત પ્રવ્રુતી આચરતા ઈસમો કોર્ટ માંથી સમયાંતરે જામીન મુકત થતા હોય તેઓ કોર્ટ દ્વાર રાખવામાં આવેલી શરતોનુ પાલન કરે તે જોવા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ એ સુચના કરેલ હતી. ગત તા.૨૫/૦૩/૨૦૨૪ ના રોજ નોંધાયેલ ગુનામાં આરોપી રોહીત વિશાલભાઇ શીંગાળા ની ધરપકડ કરી કોર્ટ હવાલે કરતાં કોર્ટે જયુડીશ્યલ કસ્ટડીમાં લઈ જીલ્લા જેલ જામનગર ખાતે મોકલી આપેલ હતો. ત્યાર પછી આરોપી એ જામીન મુકત થવા સેશન કોર્ટમાં અરજી કરતા સેશન કોર્ટે તા.૨૩/૦૭/૨૦૨૪ ના રોજ યોગ્ય રકમના જામીન અને અમુક શરતો ઉપર જામીન મુકત કરેલ હતો છે.

આ શરતો માં આરોપી એ ત્રણ મહિના સુધી દર મહિના ની ૧૦ મી તારીખે લગત પોલીસ સ્ટેશનમા હાજરી પુરાવવાની રહેશે , આરોપીએ આ કામેના મુળ ફરીયાદી તથા સાહેદો તપાસાઇ ન જાય ત્યાં સુધી પોલીસ સ્ટેશનમા હાજરી પુરાવવા તથા કોર્ટમા હાજર રહેવાના પ્રસંગો સિવાય જામનગર શહેર ની હદમા પ્રવેશ કરવો નહી , તેવી શરતો રાખેલ હતી. આરોપી જામીન મુકત થયા બાદ કોર્ટ ની શરત મુજબ પોલીસ સ્ટેશન મા હાજરી પુરાવેલ નહી, અને તા.૨૧/૦૮/૨૦૨૪ ના રોજ કમાન્ડ એન્ડ કંટ્રોલના સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજમા બાઇક સાથે જામનગર શહેરમાં પ્રવેશ કરેલ જે કમાન્ડ એન્ડ કંટ્રોલ ના સીસીટીવી કેદ થયેલ જે સી.સી.ટી.વી કેમેરા વીડીઓ ફુટેજ મેળવી તથા અન્ય પૂરાવા ભેગા કરી કોર્ટ દ્વારા રાખવામા આવેલ શરતો નો ભંગ કરેલ હોય મજકુરના જામીન રદ્દ કરવા સેશન કોર્ટ માં અરજી દાખલ કરાવી હતી.

જેમાં કોર્ટે દલીલો અને રજુઆત માન્ય રાખી આરોપી રોહીત વિશાલભાઇ શીંગાળા એ કોર્ટે રાખેલ શરતોનો ભંગ કરેલ હોય જામીન મુકત કરતો હુકમ રદ કરી ફરી પકડવા હુકમ કરતા પોલીસે આરોપી ને પકડી કોર્ટ માં રજુ કરતા ફરી જીલ્લા જેલ હવાલે કરવાનો હુકમ કરેલ છે.આરોપી સામે દારૂ ,જુગાર વગેરે અંગે નાં કુલ પાંચ કેસ નોંધાયા છે.

જામનગરના નાગનાથ જંકશનનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ : મ્યુનિ. કમિશનરનું જાહેરનામું

0

જામનગર ના નાગનાથ જંકશન નો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ: મ્યુનિ. કમિશનરનું જાહેરનામું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૧ ઓક્ટોબર ૨૪, જામનગર મહાનગપાલિકા ના કમિશનર ડી.એન. મોદી એ જાહેરનામુ પ્રસિદ્ધ કરી , નાગનાથ ગેટ નો રસ્તો તારીખ ૧૨ ઓક્ટોબર થી ૩૦ નવેમ્બર સુધી વાહન વ્યવહાર માટે બંધ કર્યો છે. જામનગર મહાનગર પાલિકાની હદમાં સાત રસ્તા થી સુભાષ બ્રીજ સુધીના માર્ગ પર ફોર લેન એલીવેટેડ ફ્લાયઓવર બ્રીજ બનાવવાની કામગીરી અંતર્ગત નાગનાથ જંકશન પર પીવાના પાણીની લાઈન શીફટીંગ અને નાગનાથ જંકશન ક્રોસ અન્ડરપાસ આર.સી.સી. બોક્ષ ની કામગીરી અનુસંધાને નાગનાથ જંકશન ક્રોસિંગ સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી તા. ૧૨/૧૦/૨૦૨૪ થી ૩૦/૧૧/૨૦૨૪ સુધીના સમયગાળા દરમ્યાન તમામ વાહન વ્યવહાર માત્ર ક્રોસિંગ બંધ કરવા માટે જાહેર નોટીસ બહાર પાડવામાં આવે છે.

જેનો અમલ કરવા નો કમિશનરે હુકમ ફરમાવ્યો છે. જે કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે ધ બી.પી.એમ.સી. એક્ટ ની કલમ અનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવશે.નાગનાથ જંકશન ક્રોસિંગ બંધ રહેશે, જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે સ્મશાન અને સુભાષ બ્રીજ તરફ જવા નાગનાથ જંકશનની ડાબી સાઈડ બ્રીજના બે ગાળાઓની નીચેથી અને સ્મશાન અને સુભાષ બ્રીજ તરફથી ત્રણ દરવાજા અને અંબર જંકશન તરફ જવા માટે શિવમ હોટલ પાસેના ડીવાઈડર ઓપનીંગથી જઈ શકાશે.

જ્યારે ભારે વાહનો માટેની વૈકલ્પિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા માટે સાત રસ્તા સર્કલથી લાલ બંગલો સર્કલ થઇ ટાઉનહોલ થઇ તીનબત્તી સર્કલ થઇ કે.વી. રોડ પર થી સુભાષબ્રીજ પર જઈ શકાશે.અને સુભાષબ્રીજથી ત્રણ દરવાજા સર્કલ થઇ ટાઉનહોલ થઇ લાલબંગલા સર્કલ થઇ સાત રસ્તા સકલ જઈ શકાશે.તેમ કમિશનર જામનગર મહાનગર પાલિકા ની યાદી મા જણાવાયું છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.