Tuesday, October 13, 2026
Home Blog Page 118

જામનગર સહિત રાજયભરમાં ચક્ચારી વાહન કૌભાંડોમાં આરોપીને જામીન મુકત કરવા કોર્ટનો આદેશ

0

વાહન કૌભાંડોમાં સૌ-પથમ હુકમ : ભુલી જવાની ગાડીના આરોપીને જામીન મુકત કરતી નામ.અદાલત”

  • ફાયનાન્સ કંપની પાસેથી કરોડો રૂપિયાના વાહનો લોન ઉપર લઈ અને માથાભારે ગેંગને કબજો સોંપી આપવાના કેસમાં આરોપીને જામીન મુકત કરતી જામનગર કોર્ટ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૫ ઓક્ટોબર ૨૪ આ કેસની હકિક્ત એવી છે કે, ચોલા મંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાયનાન્સ ઓફીસના કર્મચારી દિપક જયપ્રકાશ ભટ્ટનાગર વાળાઓએ જામનગર સીટી ‘બી’ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી જેમા  જણાવ્યું હતું કે ફરીયાદી ની કંપની લોન આપવાનું કામ કરતી હોય અને તેમાં આરોપીઓએ ગુનાહીત કાવતરૂ રચી અને કાવતરાના ભાગરૂપે અલગ અલગ આરોપીઓએ અલગ અલગ વાહનો ખરીદ કરેલ હોય અને વ્યાજ સહિતની કુલ રકમ ૬ કરોડ આસપાસની લોનના હપ્તાઓ બાકી હોય, અને આ વાહનો લોન ઉપર ખરીદ કરી અને રજાક ઉર્ફે સોપારી ચાવડા અને તેમના સાગરીકોને વાહન વેંચાણ કરી અને અડધી કિંમત તેમના પાસેથી લઈ અને વાહનો તેમના હવાલે કરી આપેલ આ આરોપીઓ વાહનો ઉપર ધંધો કરતા હોય, અને આ વાહન જો કોઈ સીઝર રોકે કે, કંપનીના કોઈ કર્મચારી રોકી અને વાહનનોના હપ્તાઓ ભરવા માટે જણાવે કે, સીઝની કાર્યવાહીઓ કરવાનું કહે તો તેમને અને તેમના પરીવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હોય, અને દબાણ કરતા હોય, તે બાબતની ફરીયાદ પોલીસ મથકમાં નોંધાઇ હતી

આ ફરીયાદમાં કુલ ૨૩ આરોપીઓ સામે ગુન્હો દાખલ કરવામાં આવેલ અને આરોપીઓને જેલ હલાવે કરવામાં આવેલ અને બળજબરીથી મિલ્કત પડાવી લેવા બાબતના ગંભીર આરોપ તળે ફરીયાદ દાખલ કરવામાં આવેલ હતી, તેમાં આરોપી હીરાભાઈ મચ્છાભાઈ સરસીયાની ધરપકડ કરવામાં આવેલ તેમને નામ.ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સાહેબ સમક્ષ જામીન અરજી દાખલ કરતા, તેમાં તપાસ કરનાર અને સરકાર પક્ષે દલીલો કરવામાં આવેલ કે, હાલના આરોપીએ બે ઈકો લીધેલી જેના કુલ રૂપીયા નવ લાખના હપ્તા ભરેલ નથી , તે કબજે કરવામાં આવેલ છે અને તેઓએ સને ૨૦૧૮માં આ કાર લોન લઈ અને ૧૨ થી ૧૩ હપ્તાઓ ભરેલ બાદમાં આમીન બ્લોચને એક લાખમાં વેંચાણ કરી નાખેલ હોય, અને આ આરોપીઓએ આ રીતે બે મોટરકાર ખરીદ કરેલી હતી,

આ રીતે કાર માથાભારે શખ્સોને વેંચાણ કરેલ છે અને આ પ્રકારે એક ગેંગ ચાલે છે અને કરોડો રૂપિયાની કાર બારોબાર વેંચાણ આ રીતે કરવામાં આવેલ છે, આ આરોપીઓને રોકવામાં આવે તો ધમકીઓ આપે છે અને પરીવારને મારી નાખવાની ધમકીઓ આપે છે, આ પ્રકારે અનેક ગાડીઓ હજુ જાહેરમાં ફરે છે, અને આ રીતે એક પડયંત્ર થાય છે અને ફાયનાન્સ કંપનીની હાલ કરોડો રૂપિયાની રીકવરી આ રીતે બાકી રહી ગયેલ છે અને દેશના અર્થતંત્રને આ રીતે ખુબજ નુકશાન પહોંચાડવાનું કૃત્ય કરવામાં આવે છે,

આ પ્રકારના આરોપીઓને જામીન મુક્ત કરવા જોઈએ નહીં, જેથી ના મંજુર કરવા બાબતે દલીલો કરવામાં આવેલ, જેની સામે આરોપી પક્ષે દલીલો કરવામાં આવેલ કે, આ કામના આરોપી કોઈ ગેંગનો સભ્ય નથી અને તેમને કરોડો રૂપિયાનું વાહન લીધેલા નથી અને તેમને જે વાહન લીધેલ છે, તે સીઝ થઈ ગયેલ છે અને કબજે કરવામાં આવેલ છે, અને આ વાહન વેંચાણ કરી નાખેલ હોય, તેવો કોઈ પુરાવો રેકર્ડ ઉપર આવેલ નથી અને આ પ્રકારનો પુરાવો રેકર્ડ ઉપર આવેલ હોય, તો પણ તે પુરાવાનો વિષય છે, આરોપીને જામીન મુક્ત થવાનો અધીકાર છે, અને આ કેશમાં જે રીવરીના આશયથી ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે,

આ પ્રકારે રીકવરી કરવા માટેનો અધિકાર પોલીસને નથી, સીવીલ પ્રકારના કેશને ફોજદારી રૂપ આપી અને ફરીયાદ જાહેર કરવામાં આવેલ છે, પ્રથમદર્શનીય રીતે કોઈ જ ચાર્જ ટકવાને પાત્ર નથી, તે તમામ સંજોગો ધ્યાને લઈ અને આ કામના આરોપીને જામીન મુક્ત કરવા જોઈએ,

આમ, નામ.અદાલતે તમામ દલીલો રજુઆતો અને રેકર્ડ ધ્યાને લઈ અને આરોપી પક્ષે થયેલ દલીલો માન્ય રાખી અને આરોપી હીરાભાઈ મચ્છાભાઈ સરસિયાને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ આ કેશમાં આરોપી તરફે વકીલ રાજેશ ડી.ગોસાઈ , વિશાલ જાની, હરદેવસિંહ આર. ગોહિલ , રજનીકાંત આ૨.નાખવા, નિતેષ જી.મુછડીયા રોકાયેલા હતા.

જામનગર પોલીસ મથકમાં ઝેરી દવા પીનાર આધેડનું સારવારમાં મોત

0

જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં પુત્રના ત્રાસથી વ્યથિત પિતાએ ઝેર પી લીધા પછી સારવારમાં મૃત્યુ નિપજતાં ભારે ગમગીની

  • મારામારીના કેસમાં ફરાર થઈ ગયેલા પુત્રની પૂછપરછ માટે માતા-પિતાને પોલીસ મથકે બોલાવ્યા બાદ પિતાએ ઝેર પી લીધું હતું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૫ ઓક્ટોબર ૨૪, જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં મારામારીના કેસમાં ફરાર થયેલા પુત્ર વ્યથીત બનેલા પિતાએ ઝેરી દવા પી લીધા પછી તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં ભારે ગમગીની ફેલાઈ છે. જે સમગ્ર મામલે પોલીસ દ્વારા ઊંડાણ પૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં રણજીતનગર જુનો હુડકોમાં મકાન નંબર ૮૯૭ માં રહેતા અરવિંદભાઈ હરીશભાઈ સોલંકી નામના ૫૮ વર્ષના મોચી જ્ઞાતિના આઘેડ કે જેઓએ ગત ૧૬ મી તારીખે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં પોલીસના બોલાવવાથી પહોંચ્યા હતા, અને ત્યાં પોતાના પુત્રથી વ્યથીત બનીને ઝેર પી લીધું હતું,

જેથી તેઓને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. જે બનાવ બાદ સિટી બી. ડિવિઝન પોલીસ દ્વારા મૃતક અરવિંદભાઈ ના પત્ની હંસાબેન કે જેઓનું નિવેદન નોંધવામાં આવ્યું હતું, ત્યારબાદ પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસ માંથી પ્રાપ્ત વિગતો અનુસાર મૃતક અરવિંદભાઈ સોલંકી કે જેના પુત્ર જયદીપ સામે તાજેતરમાં સીટી સી. ડિવિઝન પોલીસમાં મારા મારીનો એક કેસ નોંધાયો છે, જેમાં પોતે ફરાર હતો, અને તેની શોધખોળ માટે તેમજ વિશેષ પૂછપરછ માટે જયદીપ ના માતા પિતા હંસાબેન તેમજ અરવિંદભાઈ ને સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં બોલાવવામાં આવ્યા હતા, અને ગત ૧૬ મી તારીખે ૧૧.૦૦ વાગ્યાના અરસામાં અરવિંદભાઈએ પોલીસ મથકમાં ઝેર પી લીધું હતું.
પોતાનો પુત્ર કે જે કહયામાં ન હોવાથી અને પોલીસ સમક્ષ હાજર થતો ન હોવાથી મનમાં લાગી આવતાં ઝેર પી લીધુ હોવાનો જાહેર કરાયું હતું. આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

જામનગરના ખોજાનાકા વિસ્તારમાં મેમણ વેપારી પર 4 શખ્સોનો હુમલો

0

જામનગરમાં ખોજા ગેઇટ વિસ્તારમાં રહેતા કાપડના વેપારી યુવાન પર જૂની અદાવતનું મન દુઃખ રાખીને હીચકારો હુમલો

  • ચાર શખ્સોએ લોખંડ ના પાઇપ નો પ્રહાર કરી માથું ફોડી નાખી પગમાં પણ બે ફ્રેક્ચર કરી નાખ્યાની પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ  જામનગર તા ૨૪ ઓક્ટોબર ૨૪, જામનગરમાં ખોજા ગેઇટ વિસ્તારમાં રહેતા અને કાપડનો વ્યવસાય કરતા એક વેપારી યુવાન પર જૂની અદાવત નું મનદુ:ખ રાખીને ચાર શખ્સોએ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી માથું ફોડી નાખ્યું હતું. જેથી માથામાં પાંચ ટાંકા લેવા પડ્યા છે. ઉપરાંત પગમાં બે ફ્રેક્ચર થઈ ગયા છે. જે મામલે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસ તમામ આરોપીઓને શોધી રહી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખોજા ગેઇટ વિસ્તારમાં રહેતા અને કાપડની દુકાન ચલાવતા સાકીબ બસીરભાઈ વહેવારીયા નામના ૩૫ વર્ષના મેમણ વેપારી યુવાન પર ટીટોડી વાડી વિસ્તારમાં રહેતા સાહિદ ઈમ્તિયાઝ ખફી અને તેના અન્ય ત્રણ સાગરીતો એ જૂની અદાવતનું મન દુઃખ રાખીને લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરી દીધો હતો.

જે હુમલામાં તેનું માથું ફાટી ગયું હતું, અને માથામાં પાંચ ટાંકા લેવા પડ્યા છે. ઉપરાંત એક સાઇડનો કાનનો પડદો પણ તૂટી ગયો છે. આ ઉપરાંત તેના જમણા પગમાં પણ બે ફેક્ચર થઈ ગયા છે, અને તેની જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ફરિયાદી સાકીબ અને આરોપી સાહિદ વચ્ચે થોડા સમય પહેલા અગાઉ તકરાર થઈ હતી. જેમાં ફરિયાદીની ભાણેજ ની આરોપી મજાક મસ્કરી કરતો હોવાથી તેને રોકવા જતાં ઝઘડો થયો હતો. પરંતુ ત્યારે જ્ઞાતિજનોએ સમજાવટ કરીને મામલો થાળે પાડ્યો હતો. પરંતુ આરોપીએ તે વાતનું મન દુઃખ રાખ્યું હતું, અને પોતાના સાગ્રીતો સાથે મળીને હીચકારો હુમલો કરી દીધો હતો. જે તમામ આરોપીઓ હાલ ભાગી છૂટ્યા હોવાથી પોલીસ તેઓને શોધી રહી છે.

જે સ્થળે બનાવ બન્યો હતો ત્યાં સીસીટીવી કેમેરા પણ લગાવેલા હોવાથી પોલીસે તે ફૂટેજ ના આધારે આરોપીઓની ઓળખ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરના ગુલાબનગર વિસ્તાર માં વિજ ચેકિંગ હાથ ધરાયું : વિજચોરો માં ફફડાટ

0

જામનગરના ગુલાબનગર નજીક રવિ પાર્ક વિસ્તારમાં વીજચોરીના મામલે તંત્ર દ્વારા પુનઃવિજ ચેકિંગ

  • વીજ ચોરી કરનાર તત્વો ને વિજ ચોરીના બિલ ફટકારાયા હોવાથી વિજ ચોરી કરતા તત્વોમાં ફકડાટ

  • લાંબા સમયથી રોકાતા નાણા પણ ભરપાઈ કરાયા : જ્યારે લંગરીયા જોડાણ કટ કરાયા બાદ નવું વિજ મીટર મેળવવા પણ કાર્યવાહી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૩ ઓક્ટોબર ૨૪, જામનગરમાં ગુલાબ નગર નજીક રવિ પાર્ક વિસ્તારમાં વીજ રીપેરીંગ કરવા ગયેલી ટુકડીને રીપેરીંગ દરમિયાન વિજ ચોરી થતી હોવાનું સામે આવ્યા પછી તંત્ર દ્વારા ગઈકાલે પુન: વિજ ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને કેટલાક વિજચોરોને પુરવણી બીલ અપાયા છે. જેથી વીજ ચોરી કરનારા તત્વોમાં ફફડાટ મચી ગયો છે. કેટલાક બાકીદારોએ તાત્કાલિક વીજ બિલની બાકી રકમ ભરપાઈ કરવાનું શરૂ કર્યું છે. સાથો સાથ નવું વિજ જોડાણ અને વિજ મિટર મેળવવા માટે પણ વીજ કચેરીએ ધામા નાખ્યા છે.

પીજીવીસીએલના દરબારગઢ સબ ડિવિઝન હેઠળ આવતા રવિ પાર્ક એરિયા માં ગત ૧૯ મી તારીખે એક ઘર માં પાવર બંધની ફરિયાદ મળતા, દરબારગઢ સબડિવિઝનનો સ્ટાફ સ્થળ પર પહોચ્યો અને સ્થાનિક લોકો દ્વારા તેમની સાથે ગેરવર્તણૂક કરી અને માથાકૂટ કરાઈ હતીજેથી ઉપલા અધિકારીને જાણ કરતા વિજ તંત્રની ટીમ બનાવના સ્થળે પહોંચી હતી જ્યાં કેટલા ઘરોમાં લંગરીયા વિજ જોડાણ ધ્યાનમાં આવ્યા હોવાથી તાત્કાલિક અસરથી ગેરકાયદે લંગરિયા ની સર્વિસ ઉતારી લઇ કબજે કરી લેવામાં આવી હતી. દરમિયાન ત્યારે પણ હંગામા થયો હતો અને સ્થળ પર પહોંચેલી ટીમ દ્વારા તમામને પોતાના ઘરમાં નવુ વીજ મીટર મેળવી લેવા વિજતંત્રનો સંપર્ક કરવા સમજાવાયા હતા.

જેના સકારાત્મક પરિણામ સ્વરૂપ; છેલ્લા ઘણા મહિનાઓથી પેન્ડિંગ વીજચરીની ૭૩,૫૦૦ ની રકમ ની ભરપાઈ કરી અને નવા મીટર માટેની અરજી ગ્રાહક દ્વારા કરાઈ છે.ત્યારબાદ ગઈકાલે તા. ૨૨/૧૦/૨૦૨૪ ના રોજ આ તમામ ઘટના સંદર્ભ માં દરબારગઢ ડે.ઈજનેર શ્રી એસ. આર. પરમાર અને જુ.ઈજનેર શ્રીમતી કોમલ આર. ચંદારાણા દ્રારા રવિ પાર્ક એરિયામાં ચેકિંગ હાથ ધરાયું હતું, અને વીજ ચોરી કરતા ઇસમો વિરુદ્ધ પગલાં લઈ આવા વીજ ચોરો સામે કાયદેસરની કાર્યવાહી કરી વીજ ચોરીના બિલો ફટકારાયા છે. આ સમગ્ર ઘટના ના ભાગ સ્વરૂપ વીજ ચોરો માં ફફડાટ ફેલાયો છે.

જામનગર સહિત અલગ- અલગ રાજ્યોમાં તરખાટ મચાવનાર ગેંગ ઝડપાઈ

0

જામનગર સહિત અલગ અલગ રાજ્ય મા બેન્ક એ.ટી.એમ. મા છેડછાડ કરી ૫૦ થી વધુ ચોરી કરનાર ઝડપાયા

  • આંતર રાજય ગેંગ વિરૂધ્ધ ગેંગ કેસ હેઠળ કાર્યવાહી કરતી–જામનગર એલ.સી.બી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૨ ઓક્ટોબર ૨૪, જામનગર સહિત ગુજરાતના અનેક જિલ્લા અને દેશના અનેક રાજ્યમાં એટીએમ માં છેડછાડ કરીને પૈસા કાઢી લેતી ગેંગના ત્રણ સભ્યોને જામનગર એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે. આ આંતરરાષ્ટ્રીય ટોળકી વિરુદ્ધ હેઠળ જામનગર પોલીસે કાર્યવાહી કરી છે અને તેની પાસેથી રોકડ રકમ હથિયાર વગેરે નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ગેંગ દ્વારા જામનગર માં બે ગુના સહિત અલગ અલગ રાજ્ય માં કુલ ૫૦ કેટલા ગુના ને અંજામ આપવામાં આવ્યો હતો.

દેશના અનેક રાજ્યમાં છેલ્લા થોડા સમયથી એટીએમ મશીનમાં છેડછાડ કરી રૂપીયા કાઢી લેતા હોવાના બનાવો બનતા હોય તે ગુનાઓ શોધી કાઢવા જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વી.કે.પંડયા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. વી.એમ.લગારીયા તથા પો.સ.ઇ .પી.એન.મોરી તથા પો.સ.ઇ અને .એ.કે.પટેલ તથા એલ.સી.બી.સ્ટાફ ના માણસો,સાથો સાથ ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરી,જામનગર જીલ્લામા બનેલ વણશોધાયેલ મિલ્કત સબંધી ગૂનાઓ શોધી કાઢવા તથા મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા માટે કાર્યરત હતા

આ દરમ્યાન એલ.સી.બી.સ્ટાફ નાં સ્ટાફ ને બાતમીદારોથી હકિકત મળેલ કે, એ.ટી.એમ. ના ’’કેસ ડીસ્પેન્સર મા’’ છેડછાડ કરી રૂપીયાની ચોરી કરતી ગેંગના ત્રણ ઇસમો રીઢા ચોરની સંગઠીત ટોળી બનાવી કાર નંબર.જી.જે.૧૮ બીએમ ૬૮૬૯ ની લઇને જામનગર શહેરમાં પંચવટી કોલેજના ખુણા પાસે ગોલ્ડન ક્રાઉન હોટલ પાસે રોડ ઉપર આવેલ એસ.બી.આઇ બેન્ક ના એ ટી.એમ મા થી પૈસાની ચોરી કરવાની તૈયારી કરી ગુનો કરવાના ઇરાદે આટાફેરા કરી રહેલ છે,જે બાતમી આધારે પોલીસે ત્રણ ઇસમોને ચોરીના મુદામાલ તથા ચોરી કરવાના સાધનો , કાર સાથે પકડી પાડવામાં આવ્યા હતા.જેમાં પુનમખાન ડયાલખાન માલીયા ( રહે. કલ્યાણસર ગામ તા.ડુંગરગઢ જી-બિકાનેર – રાજસ્થાન ), રામપ્રકાશ રામકરન ગોદારા ( રહે. કલ્યાણસર ગામ તા. ડુંગરગઢ જી-બિકાનેર – રાજસ્થાન ) અને ગૌરીશંકર ગીરધારલાલ સુથાર ( રહે. બાડસર ગામ તા. સુજાનગઢ જી-ચૂરુ – રાજસ્થાન ) નો સમાવેશ થાય છે.જ્યારે જામનગર જીલ્લા ના ગુનામા સંડોવાયેલ

આરોપી હરમનરામ નથુરામ ભાકર ( રહે. ધાનેરૂગામ તા..ડુંગરગઢ જી.બીકાનેર રાજસ્થાન ) ને પોલીસ શોધી રહી છે.પોલીસે આરોપીઓ પાસે થી રૂપિયા ૪૭,૫૦૦ ની રોકડ રકમ , જી.જે.૧૮ બીએમ ૬૮૬૯ નંબર ની.રૂ. ૧૦,૦૦,૦૦૦ ની કીમત ની મોટર , ડીસમીસ,સેલો ટેપ,કટ્ટર બે નંગ,.,ફેવીકવીક,એટીએમ મા કેશ ડીસ્પેન્સર ઉપર લગાડવાની પીવીસી પટ્ટીઓ, એ.ટી.એમ કાર્ડ ,ત્રણ નંગ મોબાઇલ ફોન વગેરે કબ્જે કાર્ય છે.આમ જામનગર મા પણ એ ટી.એમ માંથી પૈસા કાઢી લેવાં નાં બે ગુના નો ભેદ ઉકેલાયો છે.

ઉપરોકત તમામ આરોપીઓએ અલગ અલગ રાજયમા ૫૦ થી વધુ એ.ટી.એમ મશીનમાં છેડછાડ કરી આશરે રૂ.૪,૫૦,૦૦૦ થી વધુ રકમની ની ચોરી કરી છે. આરોપીઓ ભેગા મળી કોઇ એટીએમ ને ટાર્ગેટ કરે પછી તે એટીએમ ના કેસ ડીસ્પેન્સર પર તેના માપની તથા તેના કલરને મળતી આવતી પ્લાસ્ટીકની પટ્ટી ફેવીકવીક વડે ચોંટાડી દેતા બાદ કોઇ એટીએમ કાર્ડ ધારક એટીએમ રૂમમાં રૂપીયા ઉપાડવા કાર્ડ નાખતા રૂપીયા કેસ ડીસ્પેન્સર માંથી પૈસા બહાર ન નીકળતા, એટીએમ કાર્ડ ધારક એટીએમ રૂમ માંથી બહાર નીકળી જાય પછી આરોપીઓ એટીએમ રૂમમા જઇ પોતે લગાવેલ પ્લાસ્ટીકની પટ્ટી ઉખાડી એટીએમના કેસ ડીસ્પેન્સર માં રહેલા રૂપીયા લઇ ચોરી કરી લેતા હતા.

જામનગર પોલીસે ઝડપી પાડેલા ત્રણ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે ફરાર આરોપી અંગે પણ શોધખોળ ચલાવાઇ રહી છે.

જામનગરમાં એકલવાયા જીવનથી કંટાળી જઇ વૃદ્ધ મહિલાએ તળાવમાં ઝંપલાવી જીવન લીલા સંકેલી

0

જામનગરના લાખોટા તળાવમાંથી વૃદ્ધ મહિલાનો મૃતદેહ ફાયરે બહાર કાઢ્યો

  • એકલવાયા જીવનથી કંટાળી જઇ વૃદ્ધ મહિલાએ તળાવમાં ઝંપલાવી જીવન લીલા સંકેલી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૨ ઓકટોબર ૨૪, જામનગરમાં લાખોટા તળાવના પાછલા ભાગમાંથી ગઈકાલે બપોરે એક વૃધ્ધાનો મૃતદેહ મળી આવતાં ફાયરની ટીમે બહાર કાઢીને પોલીસને સોંપ્યો હતો. વૃધ્ધાએ એકલવાયા જીવન અને બીમારીથી કંટાળી જઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

જામનગરમાં ગાંધીનગર નજીક મોમાઈનગર શેરીનં-પમાં ભાડાના મકાનમાં રહેતા જેઠીબેન ઉત્તમચંદ ગોકલાણી (ઉ. વ.૮૦) નામના વૃધ્ધા એકલવાયુ જીવન જીવતા હોય અને તેમનો પુત્ર અમદાવાદ રહેતો હોય અને પુત્રના લગ્ન પછી તે જામનગર શહેરમાં જ રહે છે. જે વૃધ્ધાએ એકલવાયા જીવન તેમજ વૃધ્ધાવસ્થાના અને બીમારી ના કારણે જિંદગીથી તંગ આવી જઇ રવિવારની રાત્રે પોતાના ઘેરથી નીકળી ગયા હતા, અને તળાવમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી.

જેઓનો મૃતદેહ ગઈકાલે બપોરે પાણીમાં તરતો હોવાનું ધ્યાનમાં આવતા ત્યાંથી પસાર થનારી વ્યક્તિએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેથી ફાયર ની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને વૃદ્ધ મહિલા ના મૃતદેહ ને બહાર કાઢી પોલીસને સુપ્રત કર્યો હતો. આથી પોલીસે તેનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગર માં કાકાના ઘેર આવેલા યુવાન પર ચાર શખ્સોનો હુમલો

0

જામનગરમાં પોતાના કાકાના ઘેર દેવભૂમિ દ્વારકા થી આવેલા એક યુવાન પર છરી વડે હુમલો: ચાર સામે ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૧ ઓક્ટોબર ૨૪, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રહેતો એક યુવાન જામનગરમાં તેના કાકા ને ઘેર આવ્યો હતો, દરમિયાન યુવતી સાથે મોબાઈલમાં વાત કરવાના પ્રશ્ને ચાર શખ્સોએ છરી વડે હુમલો કર્યો, જે અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.

આ બનાવની વિગત એવી છે કે દેવભૂમિ દ્વારકામાં રહેતો પરેશ દિનેશભાઈ શુક્લા નામનો ૨૦ વર્ષનો યુવાન ગઈકાલે જામનગરના ગાંધીનગર નજીક મોમાઈનગરમાં રહેતા પોતાના કાકા મુકેશભાઈ ને ઘેર આવ્યો હતો.ત્યાં તેના પાડોશમાં રહેતો મનીષભાઈ શેખા નામના શખ્સ પરેશભાઈ ની બહેન સાથે મોબાઇલ ફોનમાં વાત કરતો હતો.

જેને વાત કરવાની ના પાડવા બાબતે સમજાવવા જતાં આરોપી મનીષ થતા તેની સાથેના દિનેશભાઈ સેખા, ટપુભાઈ શેખા અને ચિરાગભાઈ શેખા વગેરે ઉસકેરાઈ ગયા હતા, અને છરી વડે હુમલો કરી દઈ ઇજા પહોંચાડી હતી. જે મામલે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે.

જામનગરમાં 20 ચોરીને અંજામ આપનાર ‘ચાલબાજ’ સહિત બે પકડાયા : મુદ્દામાલ કબજે

0

જામનગર શહેરમાં તાજેતરમાં થયેલી ઘરફોડ ચોરી ના બે ગુનામાં સંડોવાયેલા બે આરોપી ઝડપાયા

  • રૂપિયા પાંચ લાખ નાં સોના ના ઘરેણા તથા ૨,૪૭,૦૦૦ ની રોકડ રકમ કબજે લેવાઈ

  • એક આરોપી અન્ય ૨૦ ચોરીઓમાં જ્યારે બીજો બે ચોરીમાં સંડોવાયેલો હોવાની કબૂલાત

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૧ ઓક્ટોબર ૨૪ જામનગર શહેર માં બનતા ઘરફોડ ચોરી ના અનડિટેક્ટ ગુન્હા શોધવા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ ની સુચના મુજબ પોલીસે તપાસ હાથ ધરી ને બે નામચીન આરોપી ને ઝડપી લીધા હતા. અને બંને પાસે થી રૂ. સાડા સાત લાખ ની કિંમત નો મુદ્દામાલ કબ્જે લેવાયો છે.

જામનગર સીટી ‘ એ ‘ ડીવી. પો.સ્ટે. ના પોલીસ ઇન્સપેકટર એન.એ.ચાવડા ના માર્ગદશન મુજબ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પોલીસ સ્ટાફ ને બાતમી મળી હતી કે છ એક મહી ના પહેલા ની જામનગર મા ઘરફોડ ચોરી નો બનાવ નો આરોપી એજાજ ઉર્ફે એજલો ચાલબાજ શેખ તથા તોહીતખાન ઉર્ફે પપ્પુ ફીરોજખાન શેખ હાલ મોરકંડા રોડ સનસીટી-૧ સોસાયટી ના ગેઇટ પાસે કોઇ ગુન્હાને અંજામ આપવા ઉભા છે. તે હકીકત ના આધારે પોલીસે દરોડો પાડી બંને ને ઝડપી લીધા હતા. બંને આરોપીઓ ની પુછપરછમાં પોતે બન્ને એ થોડા દિવસ પહેલા જ ચોરી નાં એક બનાવ ને અંજામ આપ્યો હોવા ની કબુલાત અપી હતી.

બન્ને આરોપીઓ પાસે થી કુલ રોકડા રૂ. ૨,૪૭,૦૦૦ તથા સોનાના બે ચેન તથા સોના નો ઢાળીયો મળી કુલ કિ.રૂ. ૫,૦૩,૬૦૦ ના સોનાના દાગીના તથા મો.ફોન નંગ-૬ કિ.રૂ. ૧૯,૨૦૦ મળી કુલ ૭,૬૯,૮૦૦ ની કિંમત નો મુદ્દામાલ પોલીસે કબ્જે લીધો છે.આમ ચોરી નાં બે ગુના નો ભેદ ઉકેલાયો છે.

પોલિસે પકડેલા બે આરોપીઓ પૈકી નો આરોપી એજાજ ઉર્ફે એજલો કાદરભાઇ શેખ કે જેના વિરૂધ્ધ ૨૦ ગુનાઓ દાખલ થયેલ છે. જેણે જામનગર શહેર રાજકોટ અને અમદાવાદમાં ૨૦ જેટલી ઘર-ફોડ ચોરી કરી હોવાની કબુલાત આપી છે.જ્યારે બીજા આરોપી તોહિતખાન સામે પણ જામનગર શહેરમાં ચોરી અંગેના બે ગુના નોંધાઈ ચૂક્યા છે.

જામનગરના પુનીતનગરમાં ‘શંકા વહેમ’ રાખી યુવાનને છરીઓના ધા ઝીંકાયા

0

જામનગરના પુનિત નગર વિસ્તારમાં રહેતા યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કરી દેવા અંગે નું ચકચારી પ્રકરણ

  • તું મારી પત્ની સામે શું કામ કતરાઈને જુએ છે, તેમ કહી છરી વડે હુમલો કરી પગની નસ કાપી, ફેફસામાં નુકસાન પહોંચાડ્યું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૧ ઓક્ટોબર ૨૪, જામનગરના પુનિત નગર વિસ્તારમાં રહેતા એક યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કરી દેવા અંગેના પ્રકરણમાં આરોપીની પત્ની સામે ફરિયાદી યુવાન કતરાઈને જુએ છે, તેવો શક-વહેમ રાખીને હુમલો કરી પગની નસ કાપી નાખ્યાની તેમજ ફેફસામાં નુકસાન પહોંચાડ્યા ની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી મહેન્દ્રસિંહ હરિસિંહ જાડેજા નામના ૫૫ વર્ષના પ્રૌઢે પોતાના પુત્ર મયુરસિંહ જાડેજા ઉપર છરી વડે જીવલેણ હુમલો કરી પગની નસ કાપી નાખવા અંગે તેમજ ફેફસામાં તેમજ શરીરના અન્ય ભાગોમાં નુકસાન પહોંચાડવા અંગે પુનિતનગર વિસ્તારમાં જ રહેતા મયુરસિંહ સજુભા જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ઈજા પામનાર યુવાન મયુરસિંહ કે જે આરોપી મયુરસિંહ જાડેજા ની પત્ની સામે કતરાઈને જુએ છે એવી શંકા અને વહેમ રાખીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. જેમાં યુવાનની પગની ધોરી નસ કપાઈ છે. તેમજ ફેફસા વગેરેમાં પણ ઈજા થઇ છે, અને હાલ જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જયાં તેની હાલત નાજુક ગણાવાઈ રહી છે.

જામનગરમાં ટ્રાફીક પોલીસની મેગા ડ્રાઇવ : ૧૦૦ થી વધુ વાહનો ડીટેઇન

0

જામનગર શહેરમાં દિવાળીના તહેવારો દરમિયાન ટ્રાફિકની સમસ્યાના સર્જાય તે માટે પોલીસની મેગા ડ્રાઈવ

  • શહેરની ટ્રાફિક શાખા સહિતની પોલીસ ટુકડી દ્વારા ટ્રાફિકને અડચણ રૂપ ૧૦૦ થી વધુ વાહનો ડીટેઇન કરી લેવાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૦ ઓક્ટોબર ૨૪, જામનગર શહેરમાં ખાસ કરીને દિવાળીના દિવસો દરમિયાન શહેર અને આસપાસના વિસ્તારના લોકો ખરીદી કરવા આવતા હોય છે, ત્યારે તેઓને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જે સમસ્યાના નિવારણ અર્થે જામનગર ના જિલ્લા પોલીસવડા ની રાહબરી હેઠળ ટ્રાફિક શાખા સહિતની પોલીસ દ્વારા સંયુક્ત મેગા ડ્રાઇવ રાખવામાં આવી હતી, અને એકીસાથે ૧૦૦ થી વધુ નાના-મોટા વાહનો ડીટેઇન કરી લેવામાં આવ્યા છે.જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસૂખ ડેલુ, શહેરવિભાગ નાયબ પોલિસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા ના માર્ગદર્શન મુજબ ગઈકાલે ટ્રાફિક શાખાના પો. ઈન્સ. એમ. બી. ગજ્જરની આગેવાનીમાં પો. સબ. ઈન્સ. આર. એલ. કંડોરીયા , આર. સી. જાડેજા તથા પો. સબ. ઈન્સ. એ. એચ. ચોવટ વગેરેએ અલગ અલગ ટીમો બનાવી આવનારા દિવાળીના તહેવાર નિમિત્તે આજુ બાજુના ગામડાના લોકો ખૂબ મોટા પ્રમાણમાં ખરીદારી કરવા માટે આવતા હોય છે, જે અન્વયે લોકોને તથા શહેરી પ્રજાજનોને કોઈ ટ્રાફીકની સમસ્યા ન સર્જાય તે માટે મેગા ડ્રાઇવ રાખવામાં આવી હતી.જેમાં ખાસ કરીને શહેરના સાત રસ્તા સર્કલ, ખોડિયાર કોલોની, દિગજામ સર્કલ, સમર્પણ સર્કલ, એસ. ટી. રોડ, જી. જી. હોસ્પિટલ રોડ, સુભાષ બ્રિજ જેવા મહત્વના સ્થળો ઉપર જાહેર માર્ગ પર અડચણરૂપ ટ્રાફિક કરતા ગેર કાયદેસર પેસેન્જરો ભરતા, અડચણ રૂપ વાહનો, ડ્રાઈવિંગ લાયસન્સ વગરના વાહન ચાલકો વિરૂધ્ધ ખાસ મેગા ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરાયું હતું.

આ ખાસ ટ્રાફિક ડ્રાઇવ દરમ્યાન રિક્ષા, ખાનગી ટ્રાવેલ્સની બસો, ઇકોકાર, તેમજ અન્ય પેસેન્જર વાહનો મળી કુલ ૧૦૦ થી વધુ વાહનો ડીટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.