Tuesday, October 13, 2026
Home Blog Page 117

જામનગર : બુજુર્ગ મહિલા પર દિવાલ ધસી પડતા દટાઈ જવાથી મોત

0

કાલાવડના ધુનધોરાજી ગામમાં ૭૦ વર્ષના બુજુર્ગ મહિલા પર દિવાલ ઘસી પડતાં દટાઈ જવાથી અપમૃત્યુ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪ નવેમ્બર ૨૪, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામમાં રહેતા કાંતાબેન અરજણભાઈ ટીંબડીયા નામના ૭૦ વર્ષના બુઝુર્ગ મહિલા, કે જેઓ પોતાની વાડીએ પાણી ભરવાના હોજની દીવાલની બાજુમાં બેઠા હતા, જે દરમિયાન અચાનક હોજની પાકી દિવાલ તૂટીને ધસી પડી હતી.

જે દિવાલની નીચે દટાઈ જવાના કારણે ગંભીર ઇજા થઇ હતી, અને તેઓને સારવાર માટે કાલાવડ ની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જયાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આબનાવ અંગે એ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર પંથકમાં દિવાળીના તહેવારના દિવસે મારામારીના છ બનાવ

0

જામનગર શહેર લાલપુર અને કાલાવડમાં દિવાળી ના તહેવારના દિવસે મારામારીના છ બનાવ

  • લાલપુરના એડવોકેટ ને માર મારી હડધૂત કરાયા

  • જામનગરના બે યુવાનોને માર મારી વાહનમાં તોડફોડ કરાયાની ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪ નવેમ્બર ૨૪, જામનગર શહેર- લાલપુર અને કાલાવડ પંથકમાં મારામારીના છ બનાવો બન્યા છે. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. લાલપુર તાલુકાના પીપળી ગામમાં એક એડવોકેટ પર હુમલો કરાયો છે. જામનગરમાં બે યુવાનો પર હુમલો કરી તેઓના વાહનમાં તોડફોડ અને આગચંપી કરીને નુકસાન પહોંચાડ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

લાલપુર તાલુકાના પીપળી ગામમાં રહેતા એડવોકેટ જયદીપભાઇ ભીખાભાઈ મકવાણાએ પોતાના ઉપર હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે તેમજ સમાજમાં હલકા પાડવા માટે હડધૂત કરવા અંગે જગદીશભાઈ ઉર્ફે જગાભાઈ પાલાભાઈ ઝાપડા સામે ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસે એસ્ટ્રોસિટી સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

જામનગરમાં ખોજાવાડ વિસ્તારમાં રહેતા સમીર રફિકભાઈ ખત્રી નામના ૨૧ વર્ષના વેપારી-યુવાન પર જૂની અદાવત નું મન દુઃખ રાખીને હિતેશ કનખરા, કાનો તેમજ તેના અન્ય બે સાગરીતોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી વાહનમાં તોડફો કરી નુકસાન પહોંચાડયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.

જામનગરમાં ધરાર નગર વિસ્તારમાં રહેતા અજય મુકેશભાઈ રામાનંદી નામના ૨૪ વર્ષના બાવાજી યુવાને વિમલ ગુટખા લઈ આપવાના મામલે તકરાર કરી પોતાના ઉપર લાકડી વડે હુમલો કરી માથામાં ઇજા પહોચાડવા અંગે રજાક સંઘાર સામે ફરિયાદ નોંધાવી છે, જયારે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જીજી હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

જામનગરમાં હર્ષદ મિલની ચાલી વિસ્તારમાં રહેતા અને સેન્ટીંગ કામ કરતા વિજય મૂળજીભાઈ પાંડાવદરા નામના ૨૬ વર્ષના યુવાને પોતાના ઉપર હુમલો કરી માર મારવા અંગે તેમજ પોતાનું વાહન સળગાવી નાખવા અંગે મયુર ચાવડા અને પ્રકાશ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે. મોટરસાયકલ સાઈડમાં ચલાવવા બાબતે તકરા૨ થયા પછી આ હુમલો કરાયો હતો.

જામનગરમાં મયુર નગર વિસ્તારમાં રહેતા વિનુભાઈ વૃજલાલ રાજ્યગુરુ નામના ૫૦ વર્ષના બ્રાહ્મણ જ્ઞાતિના આધેડ ઉપર જુની અદાવતનું મનદુઃખ રાખી ડને પાડોશી કેશુભાઈ નગાભાઈ જોગલ અને તેના ભાઈ સહિત બે શખ્સો એ તલવાર વડે હુમલો કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. જયારે ઈજાગ્રસ્ત ને જી.જી.. હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે

કાલાવડ તાલુકા ના બેડીયા ગામમાં રહેતા મનસુખભાઈ મોહનભાઈ વોરા નામના ૫૨ વર્ષના ખેડૂત બુઝુર્ગ ઉપર બાજુમાં જ વાડી ધરાવતા પ્રતિપાલસિંહ ઉર્ફે પિન્ટુ સુખદેવસિંહ જાડેજા અને મહાવીરસિંહ ગંભીરસિંહ જાડેજાએ મજૂરો મોકલવાના પ્રશ્ને ધોકાવાડે હુમલો કરી ઇજા પહોંચાડયા ની ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

જામનગર જીલ્લામાં ટ્રેકટરની ટ્રોલીની ચોરી કરનાર તસ્કર બેલડી LCB ના સકંજામાં

0

જામનગર જીલ્લામાં ટ્રેકટરની ટ્રોલી ની ચોરી કરનાર તસ્કર બેલડી એલ.સી. બી. ના સકંજામાં: ૧૪ ચોરીઓનો ભેદ ઉકેલાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૯ ઓક્ટોબર ૨૪ જામનગર જિલ્લામાં જુદા જુદા ૧૪ જેટલા સ્થળોએ થી છેલ્લા એકાદ વર્ષના સમયગાળા દરમિયાન ૧૪ જેટલા ટ્રેક્ટરની ટ્રોલીની ઉઠાંતરી થઈ ગઈ હતી, જે અંગેની પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ એલસીબી ની ટીમ હરકતમાં આવી હતી, અને ઊંડાણપૂર્વકની તપાસના અંતે તસ્કર બેલડીને સકંજામાં લઈ લીધી છે, અને કુલ ૧૪ જેટલી ટ્રેક્ટર ટ્રોલીની ચોરીના ભેદ ઉકેલાઈ ગયા છે.

જામનગર-લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમના પેટ્રોલીંગ ,દરમ્યાન સંયુકત રીતે બાતમીદારોથી હકિકત મળલી કે, જામનગર જીલ્લાના લાલપુર,જામજોધપુર, શેઠ વડાળા, કાલાવડ પંચ-એ તથા પંચ બી ડીવી પોલીસ સ્ટેશન વિસ્તાર ના ગામડામા દોઢેક વર્ષના સમય ગાળા દરમ્યાન ટ્રેકટર તથા ટ્રોલી (લારી) ચોરીના બનાવ બનેલાં છે.જે ચોરી ઘેલુભા નારૂભા જેઠવા અને અરશીભાઈ પુંજાભાઈ કંડોરીયા એ સાથે મળી કરેલી છે.

જે બન્ને હાલે ચોરી કરવા માટે લાલપુર બાયપાસ થી દરેડ જતા પુલીયા પાસે રોડ ઉપર મળી ઉભેલ છે. જે બાતમી આધારે બન્નેને પકડી વિશ્વાસમા લઇ પુછપરછ કરતાં તેઓએ દોઢ વર્ષના સમયગાળા દરમિયાન ૧૪ જેટલી ટ્રેકટર ની ટ્રોલી ની ચોરી કરી લીધાની કબુલાત આપી હતી.

હેપી ની ટીમ દ્વારા બંનેની અટકાયત કરી લેવામાં આવી છે અને તેને ચોરી કરેલી ટ્રોલી સહિતનો મોઢાવાળા કબજે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ બનાવની વધુ તપાસ પંચ એ ડિવિઝન પોલીસના તકમાં દેવામાં આવી છે જે બંનેને રિમાન્ડ પર લેવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે.

બન્ને આરોપીઓનો ચોરી કરવાનો નુસખો

એલસીબી ની ટુકડીએ પકડેલા બંન્ને આરોપીઓ ભેગા મળી પોતાના મોટર સાયકલમા જામનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમા ટ્રેકટર/ટ્રોલી (લારી) ની ચોરી કરવા સારૂ દિવસ દરમ્યાન રેકી કરતા હતા, અને દિવસ દરમ્યાન આરોપીઓને કોઇ ટ્રેકટર કે ટ્રોલી ખુલ્લા ખેતરોમા કે લોકોની અવર જવર ન હોય તેવી જગ્યાએ જોવા મળે તો રાત્રીના સમયે કોઇ વ્યકિત પાસેથી ટ્રેકટર મેળવી તે ટ્રેકટર વડે ટ્રોલીઓની ચોરીઓ કરતા હતા, અને આજુબાજુના ખેડુતોને આ ટ્રેકટરની ટ્રોલીના કાગળો પછી આપીશુ તેમ જણાવી વેચાણ કરતા હતા,

આમ મજકુર બન્ને ઇસમોને પકડી પાડી જામનગર અલગ અલગ પોલીસ સ્ટેશના ૧૪ ટ્રેકટર/ટ્રોલી (લારી) ચોરીઓના ગુનાઓનો ભેદ ઉકેલવામા આવ્યો છે.

જામનગરમાં લાખોના ‘કોપર વાયર ‘ ચોરીનો ભેદ ઉકેલાયો : 4 પકડાયા

0

જામનગરની લાખો રૂપિયાના કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીઓ ઝડપાયા

  • ચોરાયેલા કોપર કેબલ- વાહન- અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૬ ૯૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો

  • આરોપી : રાધેભા માણેક, દનાભા સુમણીયા, બાબુભા માણેક અને લુણાભા સુમણીયા

  • નિર્મળસિંહ જાડેજા , હરદેવસિંહ ઝાલા ,જયદીપસિંહ જાડેજા ચેતન ઘાઘરેટીયાની સંયુક્ત બાતમી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૨૯ઓક્ટોબર ૨૪, જામનગર શહેરમાં થયેલી લાખો રૂપિયાના કોપર કેબલની ચોરીના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને ઝડપી લીધા છે” અને તેઓની પાસેથી ચોરાયેલો કોપર કેબલ, વાહન અને મોબાઈલ ફોન મળી કુલ ૬.૯૦.૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાત રાજ્યના પોલીસ મહાનિરીક્ષક અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા અનડિટેક્ટ ચોરીના ગુન્હાઓને ઝડપથી ઉકેલવા માટે પોલીસ કર્મચારીઓને સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને પંચકોષી એ. ડીવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે ખાનગી બાતમીના આધારે ચોરીમાં સંડોવાયેલા ચાર આરોપીઓને ધુવાવ ગામથી સમરસ હોસ્ટેલ તરફ જતા રસ્તે પુલની બાજુમાંથી ચોરી કરેલ કેબલ, સ્વીફ્ટ કાર અને મોબાઇલ સાથે ઝડપી પાડ્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં રાધેભા માણેક, દનાભા સુમણીયા, બાબુભા માણેક અને લુણાભા સુમણીયાનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાના રહેવાસી છે. પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે ૧,૭૫,૦૦૦ રૂપિયાનું કોપર કેબલ, ૫૦૦૦૦૦ રૂપિયાની કિંમતની સ્વીફ્ટ કાર અને ૧૫,૦૦૦ રૂપિયાના મોબાઇલ ફોન મળી કુલ ૬,૯૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ સમગ્ર કાર્યવાહીમાં પંચકોષી ‘એ’ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન.શેખ, પ્રો.પો.સબ ઇન્સ્પેક્ટર એ.આર.પરમાર, પ્રો.પો.સબ ઇન્સ્પેક્ટર એચ.વી.ગોહિલ, પો.હેડ.કોન્સ. નિર્મળસિંહ. બી.જાડેજા, પો.કોન્સ હરદેવસિંહ મગળસિંહ ઝાલા, જોડાયા હતા.

જામનગરમાં રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણીના ભાગ રૂપે ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ યોજાયો

0

રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણીના ભાગરૂપે જામનગરમાં ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ યોજાયો

  • આ દોડમાં મહાનુભાવો, પદાધિકારીઓ, હોમગાર્ડ્સ યુનિટ, વિદ્યાર્થીઓ સહિત નગરજનો ઉત્સાહભેર સહભાગી થયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૨૯ ઓક્ટોબર ૨૪, દેશમાં દર વર્ષે તા.૩૧ ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજ રોજ જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે શહેરના રણમલ તળાવ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મેયરશ્રી વિનોદભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેયરશ્રી ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી નિલેશભાઈ કગથરા, ધારાસભ્યશ્રી દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા કલેક્ટરશ્રી બી.કે.પંડ્યા, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી ડી.એન.મોદી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રી ઝાલા, કોર્પોરેટરશ્રી કિશનભાઈ માડમ સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ દોડમાં જામનગર જિલ્લા હોમગાર્ડ્સ કમાન્ડન્ટશ્રી જી.એલ.સરવૈયા, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી બી.જે.રાવલિયા, જામનગર જિલ્લા પોલીસ, એન.સી.સી.કેડેટ્સ, હોમગાર્ડ્સ યુનીટ, વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, શહેરીજનો વગેરે ઉત્સાહભેર સહભાગી થયા હતા.આ દોડ રણમલ તળાવ ગેઇટ નં.1 ના પાર્કિંગથી શ્યામજી કૃષ્ણવર્મા સ્ટેચ્યુથી મયુર મેડિકલ થઈ લેઉઆ પટેલ સમાજ ખાતે પૂર્ણ થઈ હતી. જ્યાં મહાનુભાવો અને પદાધિકારીશ્રીઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ એકતા શપથ લીધા હતા.

જામનગર : સ્ટેન્ડિંગ કમિટીમાં વિવિધ વિકાસ કામો માટે રૂ. ૩૦ કરોડ ૯૧ લાખ ના તોતિંગ ખર્ચ મંજુર

0

જામનગર મહાનગપાલિકા ની સ્ટેન્ડિંગ કમિટી માં વિવિધ વિકાસ કામો માટે રૂ. ૩૦ કરોડ ૯૧ લાખ ના તોતિંગ ખર્ચ મંજુર

  • ટાઉન હોલ નાં રીનોવેશન અને અન્ય સુવિધા માટે ત્રણ કરોડ નું આંધણ

  • ખાનગી સિક્યોરિટી એજન્સી ને સુરક્ષા સેવા નાં નામે રૂપિયા ૧ કરોડ ૯૦ લાખ ચૂકવાશે

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ર૮ ઓક્ટોબર ૨૪ જામનગર શહેરમાં વિવિધ વિકાસ કામો માટે રૂ. ૩૦ કરોડ ૯૧ લાખ ના ખર્ચ ને સ્ટેન્ડીંગ કમિટી એ બહાલી આપી છે. રૂ. ર કરોડ ૮૦ લાખ ના ખર્ચે ૩ નવા ઘનિષ્ઠ વનીકરણ (ગાર્ડન) બનાવાશે. અદ્યતન ટાઉનહોલ માટે રૂ. ર કરોડ ૯૭ લાખનો ખર્ચ તેમજ બે વર્ષ માટેનો સિક્યોરીટી નો રૂ. ૧ કરોડ ૯૦ લાખ નો ખર્ચ મંજુર કરાયો છે.

જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજે ચેરમેન નિલેષ કગથરાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં મેયર વિનોદ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી, ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા, એ.એમ.સી. ભાવેશ જાની અને જીગ્નેશ નિર્મળ તથા ૧૦ સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.

ગુલાબનગર ઓવર બ્રીજથી સુભાષ બ્રીજ સુધીના રોડને આસ્ફાલ્ટ રીકાર્પેટ કાર્ય કરવા માટે સ્ટાર રેઈટ ચૂકવવા માટે રૂ. ૪૬.૭૧ લાખનું ખર્ચ મંજુર તેમજ ટાઉનહોલ રીનોવેશન રિપેરીંગ અને એડીશન અલ્ટ્રેશન કરવા માટે રૂ. ર કરોડ ૯૦ લાખનો મસમોટો ખર્ચ મંજુર કરાયો હતો.

શહેરના વોર્ડ નં. ૧ થી ૮ ના મુખ્ય અને આંતરિક રસ્તાઓના આસ્ફાલ્ટ રીકાર્પેટ રીંગ કામ માટે રૂ. ૧ કરોડ ૯પ લાખ અને વોર્ડ નં. ૯ થી ૧૬ માટે રૂ. ૪ કરોડ ૧૧ લાખનો ખર્ચ મંજુર કરાયો છે. શહેરના મુખ્ય તેમજ આંતરિક રસ્તાઓ ઉપર હોટ એપ્લાઈડ થર્મો પ્લાસ્પેટ ઈન્ટ, પાર્કિંગ પટા ઓ તથા રોડ સાઈનેજીસ ના કામ માટે રૂ. ૪૮ લાખ ૬પ હજારનું ખર્ચ મંજુર થયું છે.

વિભાપર ગામના રસ્તા પર પાણીની પાઈપલાઈન લેઈંગ અન્વયે તોડવામાં આવેલ રસ્તારમાં જેએમસી શાળાથી વિભાપર હેલ્થ સેન્ટરથી વિભાપર સ્મશાન સુધીના ટ્રેન્થમાં ડામર ચરેડાના કામ માટે રૂ. ૧૪ લાખ ર૮ હજારનો ખર્ચ કરવા નિર્ણય કરાયો હતો. બિલ્ડીંગ મેઈન્ટનથી સ્વભંડોળમાં જોગવાઈ કરી જાપવાની દરખાસ્તને માન્યરાખી સ્વભંડોળ કેપીટલ હેડે ખર્ચ બુક કરવા મંજુર કરાયું હતું.

જામનગર-રાજકોટ હાઈ-વે માં હોન્ડા શોરૂમ પાસે, મહાપ્રભુજી બેઠક માર્ગે અન્નપૂર્ણા મંદિર પાસે તથા સોનલ નગરમાં ગ્રીન સ્પેશ એન્ડ પાર્કસ પ્રોજેકટ ડેવલોપ માટે રૂ. ર કરોડ ૮૦ લાખનું ખર્ચ મંજુર કરાયું છે. અહીં ચારેય સ્થળે ધનિષ્ઠ વનિકરણ ગાર્ડન બનાવવામાં આવશે. વોર્ડ નંબર ૧૬ માં ખાનગી સોસાયટી, ગુજ. હાઉસીંગ બોર્ડની વસાહતમાં લોકભાગીદારી માળખાકિય સુવિધા અન્વયે સીસી રોડ, સીસી બ્લોકના કામ માટે રૂ. ર૦૦ લાખ, વોર્ડ નંબર-૧૫ માં પણ રૂ. ર૦૦ લાખનું ખર્ચ મંજુર કરાયું હતું.

વોર્ડ નંબર ૧૦,૧૧ અને ૧૨ માં મેટલ, મોરમ, ગ્રીટ સપ્લાય કરી પાથરી આપવાના કામ માટે રૂ. પાંચ લાખનું ખર્ચ મંજુર કરાયું છે. આંતર માળખાકિય સુવિધાની ગ્રાન્ટ અન્વયે મંજુર થયેલ કામને ર૦ર૧-ર૦રર માં લેવા અંગેની દરખાસ્ત અન્વયે રૂ. ૧૩ કરોડ રર લાખનો ખર્ચ આંતર માળખાકીય સુવિધાની ગ્રાન્ટ હેડે. બુક કરવા મંજુર કરાયુ ંહતું.

શાલીગ્રામ હોસ્પિટલથી બાયપાસ સુધીના રોડ તથા હર્ષદમીલ ચાલીથી મારૂતિ પાર્ક રોડના નવા રોડમાં સેન્ટ્રલ લાઈટીંગના કામ માટે રૂ. ૧૪.૪૭ લાખ વર્ષ ર૦ર૪-૨૦૨૫ માટે જેસીબી (ડોઝર) તથા ટ્રેકટર વીથ ટ્રોલી ભાડે થી સપ્લાય કરવાના કામ માટે વાર્ષિક રૂ. ૪ લાખ પ૦ હજારનું ખર્ચ મંજુર કરાયું હતું.

મહાનગર સેવા સદનની માલ મિલ્કતના રક્ષણ માટે ખાનગી સિક્યોરીટીના બે વર્ષ માટેના રૂ. ૧ કરોડ ૯૦ લાખનું ખર્ચ મંજુર કરાયું હતું. સ્પોર્ટ્સ કોમ્પ્લેકસમાં લેડીઝ જીમ ટ્રેનરની જગ્યા ૧૧ માસના કોન્ટ્રાકટ ધોરણે રાખવા મંજુર કરાયું છે. ગોકુલનગર જકાતનાકાથી સમર્પણ સર્કલ સુધીના ૩૦ મીટર પહોળા ડીપી રોડના અમલીકરણ માટેની દરખાસ્ત મંજુર કરી અમલવારી કરવા નિર્ણય લેવાયો હતો.

મહાનગરપાલિકાના જુદા જુદા લોકેશનમાં સફાઈ કામગીરીની દરખાસ્તમાં વહીવટી ભવન, ન્યુ વહીવટી ભવન, સ્પોર્ટ્સ સંકુલ, ટાઉનહોલ અને શાક માર્કેટની સફાઈ માટે વાર્ષિક રૂ. પ૮ લાખ ર૦ હજારનું ખર્ચ મંજુર કરાયુ છે. આમ આજની સ્ટેન્ડીગ કમિટીની બેઠકમાં કુલ રૂ. ૩૦ કરોડ ૯૧ લાખના ખર્ચની દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી.

જામનગર : તું મારા સામે કેમ જોશ, તેમ કહી યુવાન પર હુમલો

0

જામનગર નજીક અલિયાબાડા માં રહેતા આહીર યુવાન પર હીચકારો હુમલો

  • તું મારા સામે કેમ જોશ, તેમ કહી પાંચ થી છ શખ્સો છરી સહિતના હથિયારો સાથે તૂટી પડ્યા

દેશ દેવી ન્યૂઝ  જામનગર તા ૨૮ ઓક્ટોબર ૨૪, જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાં રહેતા એક આહીર યુવાન પર જુનુ અદાવતનું મન દુઃખ રાખીને તું મારી સામે કતરાઈને શું કામ જુએ છે, તેમ કહી પાંચથી છ શખ્સો એ છરી સહિતના હથિયારો વડે હુમલો કરી દેતાં ઘાયલ યુવાન ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. જે મામલે પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ કરાઈ છે.

જામનગર તાલુકા ના આલીયાબાડા ગામના કિશન ભરતભાઇ મકવાણા નામના આહીર યુવાન પર જૂની અદાવતનો ખાર રાખીને ૫ થી ૬ લોકો દ્વારા છડી વડે ઘાતક હુમલો કરાયો હતો. આથી ઇજાગ્રસ્ત કિશન ને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે સરકારી જી.જી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ ની જાણ થતાં પંચકોષી-એ. ડિવિઝનની પોલીસ ની ટુકડી અલીયાબાડા ગામે તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગઈ હતી, અને ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

જામનગર માં મોડી રાત્રે ભંગારના વાડામાં ભિષણ આગથી ભારે દોડધામ

0

જામનગરમાં જુના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલા એક ભંગારના વાડામાં મોડી રાત્રે અકસ્માતે આગ લાગતાં દોડધામ

  • ફાયર બ્રિગેડની ટુકડીએ પાણીના બે ટેન્કર વડે આગને સમયસર કાબુમાં લઈ લેતાં આગ વધુ પ્રસરતી અટકી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૮ ઓક્ટોબર ૨૪, જામનગરમાં જુના રેલવે સ્ટેશન પાસે ભીમવાસના ઢાળિયા નજીક એક ભંગારના વાડામાં ગઈકાલે મોડી રાત્રે અકસ્માતે આગ લાગી હતી, અને ભંગારનો માલસામાન સળગવા લાગતાં દૂર સુધી આગના લબકારાઓ દેખાયા હતા. અંદાજે રાત્રીના પોણા ચાર વાગ્યાના સમયે ત્યાંથી પસાર થઈ રહેલા જામનગરના પીજીવીસીએલના દરબારગઢ સબ ડિવિઝનના જુનિયર ઇજનેર કોમલબેન ચંદારાણા અને તેમના પતિ રવિભાઈ ચંદારાણા કે જેઓએ પોતાની કાર થોભાવીને તુરત જ જામનગર મહાનગર પાલિકાની ફાયર શાખાને જાણ કરી હતી. જેથી માત્ર ચાર મિનિટના સમય ગાળામાં જ ફાયર બ્રિગેડની ટુકડી બનાવના સ્થળે પહોંચી હતી, અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી.

ભંગારના વાડામાં જુના ટાયર, પ્લાસ્ટિક વગેરેનો મોટો જથ્થો પડ્યો હોવાથી તેમાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું, તેથી વધુ એક ફાયર ફાઈટર ને બોલાવવાની જરૂર પડી હતી, અને બે ફાયર ફાઈટર ની મદદથી સમયસર આગને કાબુમાં લઈ લેવાતાં ભંગારના વાડામાં પડેલો અન્ય જથ્થો તથા આસપાસના વિસ્તારમાં આગ પ્રસરતી અટકાવી શકાઇ હતી.

મોડી રાત્રે આગ ના લબકારા જોઈને આસપાસના વિસ્તારના રહેવાસીઓ, તેમજ જુના રેલ્વે સ્ટેશન પાસેથી મોડી રાત્રે પસાર થનારા લોકો એકત્ર થઈ ગયા હતા. આગનું ચોક્કસ કારણ અને નુકસાની નો અંદાજ જાણી શકાયો નથી. ભંગારના વાડાના માલિક હરીશભાઈ રાઠોડ કે જેઓને જાણકારી મળતાં તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા.

જામનગરની બજારમાં દિવાળી પર્વની રોનક : ખરીદીનો માહોલ

0

જામનગરમાં બજારમાં દિવાળી પર્વની રોનક

  • રંગોળીથી લઇ પોશાક ને લાઈટ ડેકોરેશન સુધી ખરીદીનો માહોલ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૮ ઓકટોબર ૨૪, જામનગરમાં દિવાળી પર્વની ઉજવણીનો થનગનાટ પ્રજામાં જોવા મળી રહ્યો છે. પરંપરાગત રીતે રંગોળી, સ્ટીકર વગેરે નાની નાની પરંતુ શુકનરૂપ વસ્તુઓની ખરીદી સાથે જ લોકો નવા પોશાકની પણ પસંદ અને બજેટ અનુસાર ખરીદી કરી રહ્યા છે. જેને પગલે દરજીથી લઇ બ્રાન્ડેડ શોરૂમ્સ સુધી તેજીનુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. એ જ રીતે લાઇટ ડેકોરેશન અને સુશોભનની વસ્તુઓ પણ લોકો ખરીદી રહ્યા છે. ધમાકેદાર ઉજવણી માટે ફટાકડા તો જોઇએ જ ને, શહેરમાં આ વર્ષે પણ પ્રદર્શન ગ્રાઉન્ડમાં તંત્ર દ્વારા ફટાકડા બજારનું આયોજન કરવામાં આવ્યું છે.

જેને પગલે એક જ સ્થળે લોકોને ફટાકડાઓની વિશાળ રેન્જ મળી રહે. ગૃહ સુશોભનની વસ્તુઓ માટે સત્યમ કોલોની નજીક જે.એમ.સી. ગ્રાઉન્ડમાં આયોજીત સરસ મેળાને પણ સરસ જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે. સમૃદ્ધ લોકો નવા વાહનની શુકનવંતા દિવસોમાં ડિલીવરી મેળવવા બુકીંગ કરાવી લીધું છે.રજાનો માહોલ જામતા શોપીંગનાં મૂડમાં ગૃહિણીઓ કિચનમાં પણ હોલીડે ઉજવે છે અને પરીણામે હોટેલ – રેસ્ટોરન્ટસમાં પણ હાઉસફુલની સ્થિતિ જોવા મળી રહી છે. ટૂંકમાં દરેક રીતે બજારમાં ખરીદીનો માહોલ જામતા અર્થતંત્રને પણ વેગ મળતા ખરા અર્થમાં દિવાળી આવી હોવાનું જણાઇ રહ્યું છે.

લાલપુરના ગોવાણા ગામે યુવાન પર સગા ભાઈ ભાભીનો ધાતક હુમલો

0

લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં ખેતી કામ કરતા યુવાન પર સગા ભાઈ ભાભી નો જીવલેણ હુમલો

  • માથામાં લોખંડનો પાઇપ ફટકારી દેતાં માથું ફાટી ગયું: હેમરેજ થવાથી ૧૨ ટાંકા લેવા પડ્યા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૬ ઓક્ટોબર ૨૪ , જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણાંમ ગામમાં રહેતા અને ખેતી કામ કરતા એક યુવાન પર તેના જ સગા ભાઈ ભાભી એ માથામાં લોખંડનો પાઇપનો પ્રહાર કરી માથું ફાડી નાખ્યું હતું. આ હુમલમાં ફરીયાદી ગંભીર ઇજારસ્ત થઈ જતાં માથામાં બાર ટાંકા લેવા પડ્યા છે તે માંગલે દંપત્તિ જામ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી કે લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ચેતનપરી શિવપરી ગોસાઈ નામના, શ્રમિક ખેડૂત યુવાને પોતાના માથામાં  ઇજા પહોંચાડવા અંગે પોતાના જ ભાઈ દિલીપપરી સીવપરી ગોસાઈ અને ભાભી પ્રફુલાબેન દિલીપપરી ગોસાઈ સામે ફરિયાદ નોંધાવી છે.

જે ફરિયાદના અનુસંધાને પોલીસે આરોપી દંપત્તી સામે હુમલા અંગેની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોધાયો થયો છે, અને વધુ તપાસ હાથ ધરી છે. અને જીપીએસ કલામ ૧૩૫ એપ મુજબ ગુનો નોંધે છે અને તપાસ શરૂ કરી છે કે જે ખેતી કામ કરતો હતો અને તેના ભાઈ ભાભી પાછી કરતા ફરીએ દીવાને પોલીસને જાણ કરી હોવાથી પોલીસે દંપતિ સામે હુમલા અંગે ગુનો નોધ્યો છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.