Tuesday, October 13, 2026
Home Blog Page 116

જામનગરમાં યુવતિ સાથે ફ્લેટ અને ફાર્મ હાઉસમાં 3 શખ્સોએ આચર્યું સામુહિક દુષ્કર્મ

0

જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં ગેંગરેપની ઘટના સામે આવતાં ભારે હાહાકાર

  • એક યુવતિને ઘરકામ માટે ઘેર બોલાવ્યા પછી તેના નગ્ન ફોટા પાડી લીધા બાદ ત્રણ નરાધમોએ વારંવાર દુષ્કર્મ ગુજાર્યું

  • પંચેશ્વર ટાવર નજીક ફ્લેટમાં અને મોટા થાવરીયા ના ફાર્મ હાઉસમાં પણ ગેંગરેપ ગુજાર્યાની ઘટના સામે આવી

  • પોલીસ દ્વારા ગેંગરેપનો ગુનો નોંધી ત્રણેય નરાધમોની અટકાયત : પોલીસે બંને સ્થળનું પંચનામું કર્યું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૭ નવેમ્બર ૨૪, જામનગરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં એક ફ્લેટમાં યુવતી ને ઘરકામ માટે બોલાવ્યા પછી તેણીના નગ્ન ફોટા પાડી લીધા બાદ તેણીને બ્લેકમેલ કર્યા પછી ત્રણ નરાધમો દ્વારા ગેંગરેપ આચાર્યની ઘટના સામે આવતાં ભારે ચકચાર જાગી છે. પંચેશ્વર ટાવરના ફ્લેટમાં તથા મોટા થાવરીયા ના ફાર્મ હાઉસમાં એકથી વધુ વખત ગેંગરેપ ગુજાર્યાનું સામે આવતાં પોલીસે ત્રણેયની અટકાયત કરી લીધી છે.

આ ચકચારજનક ઘટનાની વિગત એવી છે કે જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં ફ્લેટ ધરાવતો હુસેન ગુલમામદ શેખ કે જેણે પોતાના મકાનમાં એક યુવતી ને ઘરકામ માટે બોલાવી હતી, ત્યારબાદ બાથરૂમમાં નહાતી સમય કોઈપણ રીતે યુવતીના નગ્ન ફોટા પાડી લીધા હતા, જે ફોટા ના આધારે પોતે બ્લેકમેલ કરતો હતો, અને યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.

ત્યારબાદ વધુ બ્લેકમેલ કરીને પોતાના અન્ય બે સાગરીતો આમિરખાન જાફરખાન તેમજ ફૈઝલ લતીફ દરવાર કે જે બંને એ પણ યુવતી સાથે ગેંગરે આચર્યો હતો. જે અંગેની પોલીસને જાણકારી મળતાં સિટી ડી.વાય.એસ.પી. જે.એન.ઝાલા તેમજ સીટી એ. ડિવિઝન ના પી.આઈ. એન.એ. ચાવડા કે જેઓ તાબડતોબ બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને પંચેશ્વર ટાવર વિસ્તારમાંથી ભોગ બનનાર યુવતી ની ફરિયાદ ના આધારે આરોપીઓ હુસેન ગુલમામદ શેખ તેમજ તેના અન્ય બે સાગરીતો હમીરખાન અને ફૈઝલ દરવાન ની અટકાયત કરી લીધી હતી.

જે ત્રણેય આરોપીઓને સિટી એ. ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા, અને ત્રણેની ઘનિષ્ઠ પૂછપરછ કરતાં ભોગ બનનાર યુવતિને મોટા થાવરીયા ગામે આવેલા પોતાના ફાર્મ હાઉસમાં પણ એકથી વધુ વખત યુવતી સાથે ગેંગરેપ ગુજાર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને સ્થળ નું પંચનામુ કર્યું છે, ભોગ બનનાર યુવતી ને તબીબી ચકાસણી માટે જી.જી. હોસ્પિટલમાં મોકલી આપી છે. આ બનાવને લઈને જામનગર શહેરમાં ભારે હલચલ મચી ગઈ છે. અને પંચેશ્વર ટાવર વિસ્તારમાં પોલીસની હાજરી સમય લોકોના ટોળા એકત્ર થયેલા જોવા મળ્યા હતા.

મુખ્ય સૂત્રધાર આરોપી હુસેન હથિયાર તેમજ ડ્રગ્સના ગુનામાં પકડાઈ ચૂક્યો છે

ગેંગરેપના ગુનામાં પકડાયેલા આરોપીઓ પૈકીના મુખ્ય આરોપી હુસેન ગુલમામદ શેખની પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવી હતી, દરમિયાન મુખ્ય સૂત્રધાર હુસેન અગાઉ હથિયાર તેમજ નશીલા પદાર્થના ગુનામાં પણ પકડાઈ ચૂક્યો છે, અને સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં તેની સામે અલગ અલગ બે ગુના નોંધાઈ ચૂક્યા છે.  હાલ ત્રણેય આરોપીઓને સીટી એ.ડીવિઝન પોલીસ મથકમાં રાખવામાં આવ્યા છે, અને પોલીસ દ્વારા વધુ પૂછપર ચલાવવામાં આવી રહી છે.

જામનગરમાં પંચવટી વિસ્તારમાં વકીલના બંધ મકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

0

જામનગરમાં પંચવટી વિસ્તારમાં દિવાળીના તહેવારમાં એડવોકેટના મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

  • સોના ચાંદીના ઘરેણા અને રોકડ સહિત ચાર લાખથી વધુ ની માલમતા સાથે તસ્કર બેલડીને ઝડપી લીધી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૬ નવેમ્બર ૨૪ જામનગર મા પંચવટી સોસાયટી વિસ્તારમાં રહેતા એક એડવોકેટના બંધ મકાનને દિવાળીના તહેવારોમાં તસ્કરે નિશાન બનાવ્યું હતું, અને રોકડ રકમ તેમજ દાગીના સહિતની માલમતા ચોરી ગયા હતા. જે ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબી ની ટીમને મહત્વની સફળતા સાંપડી છે, અને જામનગરની તસ્કર બેલડી ને ઝડપી લીધી છે, અને તેઓ પાસેથી રોકડ રકમ તથા સોના ચાંદી દાગીના સહિત રિપિયા ચાર લાખ થી વધુ ની માલમતા કબજે કરી છે.

જામનગરના પંચવટી વિસ્તારમાં રહેતા એડવોકેટ કેતનભાઇ જોશી ના રહેણાંક મકાનમાં તાજેતરમાં દિવાળીના તહેવારો દરમિયાન ચોરી થઈ હતી. જેવો પોતાના ભાઈને ઘેર મીઠાપુર ગયા હતા, ત્યારે પાછળથી કોઈ તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી લીધું હતું, અને રોકડ તથા દાગીના વગેરેની ચોરી કરી ગયા હતા.

જે અંગેની પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ એલસીબી ની ટિમ હરકતમાં આવી હતી, અને જામનગરમાં દિગજામ ફાટક પાસે ના પૂલ નીચેથી બે તસ્કરો દિનેશ ગંભીરભાઈ પરમાર, તેમજ સુનિલ ઉર્ફે ખાનભાઈ રાજુભાઈ પરમાર ની અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી રૂપિયા દસ હજારની રોકડ રકમ, તેમજ અલગ અલગ કંપનીની ઘડિયાળ, તેમજ રૂપિયા ૩,૩૫,૭૫૦ ની કિંમતના સોનાના દાગીના તેમજ રૂપિયા ચોપન હજાર ની કિંમતના ચાંદીના દાગીના સહિતની માલમતા કબજે કરી લીધી છે. જે બંનેની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.

જામનગરના મહિલા પોલીસ કર્મચારીના મૃત્યુના આધાતમાં પતિએ ડેમમાં ઝંપલાવી દીધું

0

જામનગરના મહિલા પોલીસ કર્મચારીનું હૃદય બંધ પડી જતાં મૃત્યુ થયા બાદ તેના આઘાતમાં પતિએ પણ ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લેતાં ભારે અરેરાટી

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૬ નવેમ્બર ૨૪, જામનગરના મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવતા એક મહિલા પોલીસ કર્મચારી કે જેઓ પ્રસ્તુતિ અર્થે પોતાના ભાઈના ઘેર આવ્યા હતા, જ્યાં ભાઈબીજના દિવસે તેઓનું હૃદય બંધ પડી જતાં મૃત્યુ નિપજ્યું હતું, જેના આઘાતમાં મહિલા પોલીસ કર્મચારીના પતિએ પણ વિજરખી ડેમ માં ઝંપલાવી આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે.

આ ભારે ગમગીની ફેલાવનારા બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગોકુલ નગર નજીક શ્યામ નગર શેરી નંબર -૨ માં રહેતા અને મહિલા પોલીસ મથકમાં મહિલા પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવતા સેજલબેન જોગેશભાઈ નકુમ કે જેઓ તાજેતરમાં જ મેટરનીટી લીવ પર ઉતર્યા હતા, અને છેલ્લા બે મહિનાથી તેઓ પોતાના માવતરે પ્રસુતિ અર્થે ગોકુલ નગર રહેવા માટે આવ્યા હતા.

જ્યાં ભાઈબીજના તહેવારના દિવસે જ સવારે ૧૧.૩૦ વાગ્યાના અરસામાં બાથરૂમમાં નાહવા માટે જતાં તેઓને હૃદય રોગનો હુમલો આવી ગયો હતો, અને સેજલબેન નું મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ પછી તેના પતિ જોગેશભાઈ પરસોત્તમભાઈ નકુમ (૨૯) કે જેઓ પણ આઘાતમાં ચાલ્યા ગયા હતા, અને લાભ પાંચમના તહેવારના દિવસે બપોરે ૪.૩૦ વાગ્યાના અરસામાં વિજરખી ડેમ પર પહોંચ્યા હતા, અને ત્યાં ડેમના પાણીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ભારે અરેરાટી ફેલાઇ છે.

આ બનાવની જાણ થતાં પંચકોષી એ. ડિવિઝનના પોલીસ કર્મચારી હરદેવસિંહ ઝાલા વગેરે બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાની ટીમની મદદ લીધી હતી, અને જોગેશભાઈ નકુમના મૃતદેહ ને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. પોલીસે જેનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

જોગેશભાઈ પરસોત્તમભાઈ કે જેઓ જૂના નાગના રોડ ઉપર નાગેશ્વર પાર્ક વિસ્તારમાં રહેતા હતા, અને પોતાના પત્ની મહિલા પોલીસ કર્મચારીના હાર્ટ એટેક થી નિધનને લઈને છેલ્લા બે ત્રણ દિવસથી આઘાતમાં સરી પડ્યા હતા, અને તેઓના વિયોગમાં આજે પોતે પણ પત્નીની અનંત વાટે ચાલ્યા જવા માટે આત્મહત્યાનું પગલું ભરી લેતાં પતિ અને પત્ની બંનેના મૃત્યુના સમાચારને લઈને સમગ્ર પરિવાર સ્તબ્ધ બની ગયો છે. તેમજ સતવારા સમાજમાં ભારે શોકનું મોઝું ફરી વળ્યું છે, અને જુના નાગના રોડ નાગેશ્વર પાર્ક વિસ્તારમાં ભારે ગમગીની ફેલાઈ છે.

જાંબુડા ગામના ચેક ડેમમાં કપડા ધોવા ગયેલી યુવતીનું અકસ્માતે ડૂબી જતાં કરુણ મૃત્યુ

0

જામનગર નજીક જાંબુડા ગામના ચેક ડેમમાં કપડાં ધોવા ગયેલી યુવતીનું અકસ્માતે ડૂબી જતાં કરુણ મૃત્યુ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૬, નવેમ્બર ૨૪ જામનગર નજીક જાંબુડા ગામમાં ચેક ડેમમાં કપડાં ધોવા ગયેલી એક યુવતીનું ડેમમાં નાહવા માટે પડતાં અકસ્માતે ડૂબી જવાથી કરુણ મૃત્યુ નીપજ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના જાંબુડા ગામમાં રહેતી દિવ્યાબેન મનોજભાઈ ચાવડા નામની ૧૯ વર્ષની યુવતી કે જે ગઈકાલે પોતાના ગામના ડેમમાં કપડાં ધોવા માટે ગઈ હતી. ત્યારબાદ નાહવા માટે ડેમમાં ઉતરતાં અકસ્માતે ઉંડા પાણીમાં ગરકાવ થઈ જવાથી ડૂબવા લાગી હતી, અને બેશુદ્ધ બની હતી. જેને સારવાર માટે જાંબુડા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાઇ હતી, પરંતુ ત્યાં તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે મૃતક ના પતિ મનોજભાઈ પોલાભાઈ ચાવડાએ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં રણમલ તળાવ સામે આવેલ દુકાનોમાં આગની ઘટનાથી દોડધામ

0

જામનગરમાં લાભ પાંચમ ની સવારે રણમલ તળાવ સામે પીઝા પાર્લર અને જ્યુસ તેમજ સોડા શોપ માં આગ લાગવાથી અફડા તફડી

  • ફાયર બ્રિગેડની ટુકડીએ ઘટના સ્થળે દોડી જઈ સમયસર આગને કાબુમાં લઈ લેતાં આગ વધુ પ્રસરતી અટકી

  • મ્યુનિ કમિશનર તળાવ ની પાળે વોકિંગ માં નીકળતાં આગની ઘટના અંગે જાણકારી મળવાથી ફાયર ઓફિસરને દોડાવ્યા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૬ નવેમ્બર ૨૪, જામનગર શહેરમાં આજે લાભ પાંચમના તહેવારની સવારે તળાવની પાળે આગજની ની ઘટના બની હતી, અને સોડા શોપ -જ્યુસ તેમજ પીઝા પાર્લર સહિત ૩ દુકાનોમાં આગ લાગવાથી ભારે નુકસાની થઈ છે. ફાયર બ્રિગેડની ટુકડીએ દોડી જઇ સમયસર આગને કાબુમાં લઈ લીધી હતી. વોકિંગ માં નીકળેલા મ્યુનિ. કમિશનર નું ધ્યાન પડવાથી ફાયર ઓફિસરને જાણ કરીને ટીમને સ્થળ પર બોલાવી લઈ આગ પર કાબુ મેળવાયો હતો.

આ બનાવની વિગત એવી છે કે જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર ડીએન.મોદી આજે સવારે લાખોટા તળાવ પરિસરમાં મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા, જે દરમિયાન લાખોટા તળાવ ની સામે ના ભાગમાં આવેલી જે.પી. સોડાવાલા, ઇટાલિયન પીઝેરિયા તેમજ જશરાજ જ્યુસ એન્ડ કોલ્ડ્રીંક્સ નામની ત્રણ દુકાનોમાં વહેલી સવારે ૬.૦૦ વાગ્યાના અરસામાં અકસ્માતે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી.

જે આગની જ્વાળાઓ બહાર દેખાતાં કમિશનર ડી. એન. મોદીનું ધ્યાન પડ્યું હતું અને તેમણે તુરત જ જામનગર મહાનગરપાલિકાના ફાયર ઓફિસર કે. કે. બીશ્નોઈ ને જાણ કરી હતી, જેથી ફાયર ઓફિસર જાતે તેમજ ફાયરના અન્ય જવાનો ફાયર ફાઈટર સાથે બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને પાણીનો મારો ચલાવી એકાદ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો, અને આગ વધુ પ્રશરતી અટકી હતી સૌ પ્રથમ જે પી. સોડાવાલા શોપ માં આગ લાગી હતી, અને સોડા શોપના મશીનો, ફ્રીજ વગેરે ઇલેક્ટ્રીક ઉપકરણ સળગવા લાગ્યા હતા. ત્યારબાદ આગ ઇટાલિયન પિઝામાં પહોંચતી હતી, અને ત્યાં પણ પીઝાના મશીનો, ફર્નિચર વગેરે સળગવા લાગ્યા હતા. ત્યારબાદ બાજુમાં જ આવેલી જસરાજ જ્યુસ એન્ડ કોલ્ડ્રીંક્સ નામની દુકાનમાં પણ આગની જ્વાળાઓ પહોંચી હતી, અને મિક્સર -જ્યુસર સહિતના ઇલેક્ટ્રીક ઉપકરણો વગેરે સળગી ઊઠ્યા હતા.

જે ત્રણેય દુકાનોમાં લાખો રૂપિયાનું નુકસાન થયાનું અનુમાન લગાવાયું છે. આસપાસના વિસ્તારમાં અન્ય દુકાનો તેમજ ઉપરના માળે ફ્લેટ આવેલા હોવાથી થોડો સમય માટે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો, પરંતુ સમયસર આગ પર કાબુ મેળવી લેવાતાં સર્વેએ હાશકારો અનુભવ્યો હતો.

જામનગરમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓ મુશ્કેલીમાં

0

જામનગરમાં તહેવારોની રજાઓ દરમિયાન શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા : ગૃહિણીઓ મુશ્કેલીમાં

  • ટ્રાન્સપોર્ટ સેવાઓ બંધ હોવાને કારણે માંગ વધુ હોવા છતાં પુરવઠો ઓછો હોવાથી ભાવમાં વધારો થયો

દેશ દેવી ન્યૂઝ જામનગર, તા. ૫ નવેમ્બર ૨૪ તહેવારોની રજાઓમાં જામનગરમાં શાકભાજીના ભાવમાં ભારે વધારો થયો છે. ટ્રાન્સપોર્ટેશન સેવાઓ બંધ હોવાને કારણે આવકમાં ઘટાડો થતાં શાકભાજીના પુરવઠામાં અડચણો સર્જાઈ છે. જેના કારણે બજારમાં શાકભાજીના ભાવ આસમાનને આંબી રહ્યા છે.

સ્થાનિક બજારમાં વટાણા કિલોના ૨૪૦ રૂપિયા, ગુવાર ૧૬૦ રૂપિયા, ભીંડો ૮૦ રૂપિયા, દૂધી ૫૦ રૂપિયા, રીંગણા ૧૦૦ રૂપિયા, કાકડી ૬૦ રૂપિયા, કૂલાવર ૧૦૦ રૂપિયા, કોબી ૭૦ થી ૮૦ રૂપિયા, ટીંડોળા ૮૦ રૂપિયા, ચોરા ૮૦ રૂપિયા, લીંબુ ૧૬૦ રૂપિયા અને ટમેટા ૫૦ રૂપિયાના ભાવે વેચાઈ રહ્યા છે. આ ભાવ વધારાથી ગૃહિણીઓ મુશ્કેલીમાં મુકાઈ છે.

મોંઘવારીના મારથી પહેલાથી જ ઝઝૂમી રહેલા નાગરિકો માટે આ વધારો વધુ એક આઘાત સમાન છે. દરરોજની રસોઈમાં અનિવાર્ય ગણાતા શાકભાજીના ભાવમાં થયેલા વધારાથી ગૃહિણીઓની આર્થિક સ્થિતિ પર માઠી અસર પડી રહી છે. મર્યાદિત બજેટમાં મોંઘા ભાવે શાકભાજી ખરીદવાની ફરજ પડી છે.

તહેવારોની ખરીદીની સાથે સાથે હવે શાકભાજી ખરીદવા માટે પણ મોટી રકમ ખર્ચવી પડે છે. આ અંગે ગૃહિણીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓ સરકાર પાસેથી ભાવ વધારાને કાબૂમાં લેવાની માંગ કરી રહ્યા છે.

જામનગરના મેમણ વેપારીનું ધુંવાવ ગામના ચેક ડેમમાં ડૂબી જવાથી કરુણ મોત

0

જામનગરના મેમણ વેપારીનું ધુંવાવ ગામના ચેક ડેમમાં નાહવા માટે પડતાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ

  • ત્રણ યુવાનો ચેક ડેમમાં નાહવા માટે પડ્યા પછી વેપારી યુવાનને તરતા નહીં આવડતા ડૂબી ગયા: અન્ય બે એ બચવાના પ્રયાસ કર્યા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા પ, નવેમ્બર ૨૪ જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતા એક મેમણ વેપારી પોતાના અન્ય મિત્રો સાથે ધુંવાવ ગામે ચેકડેમ માં નાહવા માટે પડ્યા હતા, જયાં ડૂબી જવાથી તેઓનું મૃત્યુ નિપજ્યું છે. જેને અન્ય મિત્રોએ બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પહેલાં વેપારી નું મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતા મુસ્તકીમ મોહમ્મદભાઈ ફુલવાલા નામના ૨૬ વર્ષના મેંમણ વેપારી, કે જેઓ પોતાના અન્ય બે મિત્રો સાથે ધુવાવ ગામ પાસે આવેલા ચેક ડેમમાં ગઈકાલે નહાવા માટે પડ્યા હતા, ત્યાં અચાન ઉંડા પાણીમાં ગરકાવ થયા હોવાથી ડુબવા લાગ્યા હતા. આ સમયે તેઓની સાથે રહેલા અન્ય બે મિત્રો કે જેઓએ બચાવવા માટેના પ્રયાસ કર્યા હતા, પરંતુ ડૂબી જવાથી તેઓનું મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે મહારાજા સોસાયટીમાં રહેતા હુસેનભાઇ રફિકભાઈ મલકા એ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝનના પ્રોબેશનલ પી.એસ.આઇ. એ.આર. પરમાર બનાવનાર સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી જામનગર ની સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટન કરાવ્યું હતું, અને આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં ટુ વ્હીલરની નવી સિરીઝ ‘GJ10 EE ‘ માટે ઈ-ઓક્શનની પ્રક્રિયા યોજાશે

0

જામનગરમાં ટુ વ્હીલરની નવી સિરીઝ માટે ઈ-ઓક્શનની પ્રક્રિયા યોજાશે

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૪ નવેમ્બર, ૨૪ જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લિકના વાહન માલિકો ટુ વ્હીલર મોટર સાઇકલ માટેની જીજે -૧૦-ઈ ઈ (EE) નવી સીરીઝની તમામ નંબર માટે ઈ-ઓકશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો આગામી તા.૬-૧૧-૨૦૨૪ થી તા.૧૧-૧૧-૨૦૨૪ ના બપોરે ૦૪:૦૦ કલાક સુધીનો રહેશે. આ ઈ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો આગામી તા.૧૧-૧૧-૨૦૨૪ થી ૧૩-૧૧-૨૦૨૪ સુધીનો રહેશે. તેમજ આ ઈ-ઓકશનનું પરિણામ આગામી તા.૧૩-૧૧-૨૦૨૪ ના રોજ બપોરે ૦૪.૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.

ઉક્ત પ્રકિયામાં ભાગ લેવા માટે વાહનમાલિકોએ સૌપ્રથમ www.parivahan.gov.in વેબસાઈટ પર જઈને નોંધણી/રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર આઈ-ડી અને પાસવર્ડ મેળવવાના રહેશે. યુઝર આઈ-ડી અને પાસવર્ડ મેળવ્યા બાદ ઉક્ત વેબસાઇટ પર લોગ-ઈન કરીને વાહન ખરીદીના દિવસ-07 ની અંદર ઓનલાઇન સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે.વાહન માલિકે ગોલ્ડન, સિલ્વર કે અન્ય પસંદગીના નંબર પરથી કોઈ એક નંબર પસંદ કરીને ઓનલાઈન પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરીને ઓનલાઈન રસીદ મેળવી લેવાની રહેશે. વાહનમાલિકે પોતાની બીડ ઉપરોકત જણાવેલા સમયગાળા દરમિયાન 1000ના ગુણાંકમાં વધારી શકશે. ઈ-ઓકશનના અંતે નિષ્ફળ થયેલા અરજદારોએ રીફંડ માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીન કચેરી, જામનગરનો સંપર્ક કરવાનો રહેશે. પસંદગીના નંબર મેળવેલા અરજદારોએ બાકી રકમનું ચૂકવણું ઓનલાઈન દિવસ-05માં કરવાનું રહેશે. જેમાં નિષ્ફળ ગયે પસંદગીના નંબરની ફીનું રીફંડ મળશે નહીં જેની સર્વે વાહન માલિકોને નોંધ લેવા માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી,જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

જામનગરમાં એડવોકેટના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો નવા વર્ષની બોણી કરી ગયા

0

જામનગરમાં પંચવટી વિસ્તારમાં રહેતા એક એડવોકેટના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો નવા વર્ષની બોણી કરી ગયા

  • મીઠાપૂર ભાઈ ના ઘેર દિવાળી કરવા ગયેલા એડવોકેટના બંધ મકાનમાંથી તસ્કરો ૧૦.૦૦૦ ની રોકડ અને સોના ચાંદીના દાગીના ચોરી ગયાની ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪ નવેમ્બર ૨૪ જામનગરમાં પંચવટી સોસાયટીમાં રહેતા એક એડવોકેટના બંધ મકાનને કોઈ તસ્કરો નિશાન બનાવી ગયા છે. મીઠાપુર પોતાના ભાઈને ઘેર રોકાવા ગયેલા એડવોકેટના બંધ મકાનમાંથી તસ્કરો દસ હજારની રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના સહિત રૂપિયા ૫૯,૦૦૦ ની માલમતા ઉઠાવી ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં પંચવટી સોસાયટીમાં જૂની પોસ્ટ ઓફિસ પાસે બંગલા નંબર બે માં રહેતા અને વકીલાત તરીકે નો વ્યવસ્થા કરતા એડવોકેટ કેતનભાઇ પ્રવીણભાઈ જોશીના બંધ મકાનને કોઈ તસ્કરોએ દિવાળીના તહેવારો દરમિયાન નિશાન બનાવી લીધું હતું, અને અંદરથી રૂપિયા દસ હજારની રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના વગેરે સહિત રૂપિયા ની ૫૯,૦૦૦ ની માલમત્તા ચોરી કરી ગયાની ફરિયાદ સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

ફરિયાદી એડવોકેટ ગત ૩૦ મી તારીખે પોતાના મકાનને તાળું મારીને પરિવાર સાથે મીઠાપુરમાં રહેતા પોતાના ભાઈને ત્યાં દિવાળીનો તહેવાર કરવા માટે ગયા હતા. દરમિયાન ત્યાંથી ગઈકાલે જામનગર પરત ફરતાં પોતાના મકાનમાંથી ચોરી થઈ ગઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. જે તસકરોને પોલીસ શોધી રહી છે.

જામનગરમાં ભાઈબીજના દિવસે મહિલા પોલીસ કર્મચારીનું હૃદય બેસી જતા અરેરાટી

0

જામનગરમાં ભાઈબીજના તહેવારના દિવસે મહિલા પોલીસ કર્મચારીનું હૃદય બંધ પડી જતાં અપમૃત્યુ થવાથી ભારે અરેરાટી

  • મહીલા પોલીસ મથકના મહિલા પોલીસ કર્મચારી પ્રસુતિ અર્થે ભાઈના ઘેર આવ્યા બાદ ભાઈબીજના દિવસે જ હૃદય થંભી જવાથી ભારે કરુણતા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૪ નવેમ્બર ૨૪, જામનગરના મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવતા એક મહિલા પોલીસ કર્મચારી કે જેઓ પ્રસ્તુતિ અર્થે પોતાના ભાઈના ઘેર આવ્યા હતા, જ્યાં ભાઈબીજના દિવસે તેઓનું હૃદય બંધ પડી જતાં મૃત્યુ નિપજ્યું છે, જેથી ભારે અરેરાટી ફેલાઈ છે. માત્ર ૩૩ વર્ષની વયના મહિલા પોલીસ કર્મચારીના મૃત્યુના સમાચારથી પરિવારજનો સ્તબ્ધ બન્યા છે.

આ ભારે ગમગીની ફેલાવનારા બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગોકુલ નગર નજીક શ્યામ નગર શેરી નંબર -૨ માં રહેતા અને મહિલા પોલીસ મથકમાં મહિલા પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવતા સેજલબેન જોગેશભાઈ નકુમ કે જેઓ તાજેતરમાં જ મેટરનીટી લીવ પર ઉતર્યા હતા, અને છેલ્લા બે મહિનાથી તેઓ પોતાના માવતરે પ્રસુતિ અર્થે ગોકુલ નગર રહેવા માટે આવ્યા હતા.જ્યાં ભાઈબીજના તહેવારના દિવસે જ સવારે ૧૧.૩૦ વાગ્યાના અરસામાં બાથરૂમમાં નાહવા માટે જતાં તેઓને હૃદય રોગનો હુમલો આવી ગયો હતો, અને સેજલબેન નું મૃત્યુ નીપજ્યું હતું.

તેઓના લગ્ન માત્ર અઢી વર્ષ પહેલા થયા હતા, અને પ્રસુતિ અર્થે પોતાના માવતરે આવ્યા બાદ આજથી બે મહિના પહેલાં તેઓએ એક પુત્રીને જન્મ આપ્યો હતો. જે બે માસની પુત્રી સાથે પોતાના માતાના ઘેર રોકાયા હતા, જે દરમિયાન આ બનાવ બની જતાં પરિવારજનોમાં ભારે ગમગીની ફેલાઈ છે.

સેજલબેનના સાસુ-સસરા કે જેઓ જામનગરમાં જ રહે છે, પરંતુ તેઓ હાલ યાત્રા પ્રવાસમાં ગયા હોવાથી તેઓને જાણ કરવામાં આવી હતી, અને તાત્કાલિક અસરથી તેઓ જામનગર દોડી આવ્યા છે, અને સમગ્ર પરિવારમાં ગમગીની ફેલાઈ છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.