Tuesday, October 13, 2026
Home Blog Page 113

જામનગર ડૂબી રહ્યું છે ઝેરી હવાના સમુદ્રમાં : GPCB કાર્યવાહી કરવામાં નિષ્ફળ

0

જામનગર ડૂબી રહ્યું છે ઝેરી હવાના સમુદ્રમાં : સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રદૂષણનું સ્તર ખુબજ ચિંતાજનક

  • ઉદ્યોગો દ્વારા પ્રદૂષણ નિયમોનું ઉલ્લંઘન કરતું હોવા છતાં, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આ સમસ્યા પર કાર્યવાહી કરવામાં નિષ્ફળ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૧ નવેમ્બર ૨૪, જામનગરનું હવાનું પ્રદૂષણનું સ્તર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ચિંતાજનક છે. દિલ્હી પછી હવે જામનગરની હવા પણ પ્રદૂષણથી ગંભીર રીતે પ્રભાવિત થઈ રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં હવાની ગુણવત્તા સૂચકાંક (એ.કયુ.આઈ) ૧૦૦ને પાર પહોંચી ગયો છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તાજેતરના માપદંડો અનુસાર, જામનગર સૌરાષ્ટ્રનું ત્રીજું સૌથી પ્રદૂષિત શહેર બની ગયું છે. ૧૬૦ના એ.ક્યુ. એ. સાથે શહેરની હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ હોવાનું સામે આવ્યું છે.

આ પરિસ્થિતિ માટે સ્થાનિક ઉદ્યોગોને જવાબદાર ગણાવવામાં આવી રહ્યા છે. ઉદ્યોગોમાંથી નીકળતો ધુમાડો અને હાનિકારક વાયુઓ હવાને પ્રદૂષિત કરી રહ્યા છે. આ ઉપરાંત, વાહન વ્યવહાર અને ધૂળના કણો પણ હવા પ્રદૂષણમાં મહત્વનો ફાળો આપી રહ્યા છે.

ચિંતાજનક બાબત એ છે કે, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આ સમસ્યા પર કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગયું છે. ઉદ્યોગો દ્વારા પ્રદૂષણ નિયમોનું ઉલ્લંઘન કરવા છતાં, બોર્ડ દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. ઉદ્યોગોમાં જે ભઠ્ઠીઓમાં જે ચીમનીઓ ફીટીંગ કરવામાં આવે છે તેમાં પણ ૮૦ ટકા ધુમાડાઓ ખુલ્લા વાતાવરણમાં ભળી રહ્યા છે. આવી ચીમનીઓ બનાવનારા સામે કોઈ પ્રકારની તપાસ કે કાર્યવાહી કરવામાં આવતી નથી.

જામનગરના નાગરિકો આ પરિસ્થિતિથી ખૂબ જ ચિંતિત છે. પ્રદૂષણના કારણે શ્વાસની તકલીફ, આંખોમાં બળતરા અને અન્ય સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ વધી રહી છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો પ્રદૂષણથી વધુ પ્રભાવિત થઈ રહ્યા છે.

આ સમસ્યાના ઉકેલ માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ઉદ્યોગો પર કડક નજર રાખવી જોઈએ અને પ્રદૂષણ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. આ ઉપરાંત, શહેરમાં વૃક્ષારોપણ કરવા, વાહન વ્યવહારને નિયંત્રિત કરવા અને ધૂળના કણોને નિયંત્રિત કરવા માટેના પગલાં લેવા જરૂરી છે. જો આ સમસ્યા પર તાત્કાલિક ધ્યાન ન આપવામાં આવ્યું તો, જામનગરની હવાની ગુણવત્તા વધુ બગડશે, અને નાગરિકોના સ્વાસ્થ્ય પર તેની ગંભીર અસર પડશે.

જામનગરમાં મહિલા અધિકારી રજા પર ગયા અને પાછળથી બંધ ઘરમાં કોઈ કુકર્મ આચરી ગયું

0

જામનગર એરફોર્સના મહિલા અધિકારીના બંધ મકાનમાં સેક્સકાંડ ચાલતો હતો : તપાસ શરૂ

  • તાળા તુટ્યા વગર બંધ ઘરમાં પ્રવેશ કેમ મેળવ્યો તે તપાસનો વિષય : જાણભેદુ હોવાની શંકા પ્રબળ

  • રજા પરથી આવીને મહિલાએ તાળું ખોલ્યું તો સિમેન્ટના ડાઘ અને વાળ દેખાયા : તપાસનો ધમધમાટ શરૂ

  • પાંચ જેટલા શખ્સ શંકાના ઘેરામાં છે તેમજ પૂછપરછ બાદ ઘરમાં મળેલા સીમેનના સેમ્પલ લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા

  • પ્રતિબંધિત પરિસરમાં બનેલી ઘટનાથી ભારે ખળભળાટ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૧ નવેમ્બર ૨૪ જામનગરમાં એરફોર્સ સ્ટેશનમાં ફરજ બજાવતા એક ઉચ્ચ મહિલા અધિકારી કવાર્ટરને તાળું મારી રજા પર ગયા ત્યારે પાછળથી મકાનમાં ઘૂસીને કોઈએ સેક્સ કર્યું હોવાના પુરાવા મળતા મહિલા અધિકારી ચોંકી ઉઠ્યા હતા એ સમગ્ર ઘટનાની ઉચ્ચ અધિકારીને રજૂઆત કરી હતી. જે બાબતની જાણવા જોગ દાખલ કરી પોલીસ દ્વારા ખાનગી રાહે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

આધારભૂત સૂત્રો માંથી પ્રાપ્ત વિગત અનુસાર જામનગર એરફોર્સ સ્ટેશનના એક ઉચ્ચ મહિલા અધિકારી રજા પર ગયા હતા અને તેઓ પાછા આવ્યા ત્યારે અને ઘરમાં જોયું તો કોઈએ સેક્સ કર્યું હોય , તેમ સિમન્સ તેમજ વાળ પડ્યા હતા તેતે પછી મહિલા અધિકારીએ ઉચ્ચ પોલીસ અધિકારી નો  સંપર્ક સાધ્યો હતો અને જાણવાજોગ નોંધાવી હતી આ મામલાની ગંભીરતા ધ્યાને લઈ ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કરાવાયો હતો

એવુ પણ જાણવા મળ્યુંહતું કે મહિલા અધિકારીના ઘરમાં કોઈ બળજબરી પૂર્વક પ્રવેશ કર્યો હોય તેવા નિશાન પોલીસને મળ્યા નથી , તાળું પણ તૂટેલું નહોતું આથી કોઈ જાણભેદુ હોવા શંકા સાથે પોલીસે ખૂબ જ ખાનગી રહે તપાસ શરૂ કરી છે હાલ આ બનાવના પગલે જામનગર ભરમાં ખાંસી એવી ચર્ચા જગાડી છે

જામનગર સાધના કોલોનીમાં એલ-૮૮ બ્લોકનું ડીમોલિશન કરાયું

0

જામનગર ની સાધના કોલોની માં એલ-૮૮ નંબર નાં બ્લોક નું ડીમોલિશન કરાયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૧ નવેમ્બર ૨૪, જામનગર માં સાધના કોલોની વિસ્તારમાં હાઉસીંગ બોર્ડ ની જર્જરિત આવાસ યોજના માં મકાનો તોડવાની કામગીરી આજે પૂન: શરૂ કરવામાં આવી હતી. જેના ભાગ રૂપે આજે એલ-૮૮ નંબરના બ્લોક નું ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું હતું.

જામનગર ની સાધના કોલોની ની વર્ષો જુની હાઉસીંગ બોર્ડ ની આવાસ યોજના નાં મકાનો જર્જરિત હાલતમાં છે. અગાઉ અહિં મકાન તુટી પડતાં માનવ મૃત્યુ પણ થયું છે. આ પછી મહાનગર પાલિકાએ અહિં નાં આવાસ ખાલી કરાવવાની કામગીરી શરૂ કરી હતી. અને ખાલી મકાનો ડિમોલીશન કરવામાં આવી રહયા છે. અગાઉ ૨૦ જેટલા બ્લોક તોડી પાડવામાં આવ્યા હતાં. જયારે આજે એલ-૮૮ નંબર ના બ્લોક નાં ૧ર ફલેટ તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

હજુ ૧૧ બ્લોક બાકી છે તેમા ૧૪૪ જર્જરિત ફલેટ ને આગામી સમયમાં તોડી પાડવામાં આવશે. તેમ જણાવાયું છે. આ ડિમોલિશનની કામગીરી એસ્ટેટ શાખાનાં અધિકારી નિતીન.આર. દીક્ષિત , તેમજ સુનિલ ભાનુશાલી, અનવર ગજજણ વગેરેની રાહબારી હેઠળ કરવામાં આવી હતી.

જામનગર ના ગાંજા સપ્લાય પ્રકરણમાં આરોપી જગદીશ પરમારને જામીન મુક્ત કરવા કોર્ટનો આદેશ

0

અમીરગઢ થી જામનગર ગાંજો સપ્લાય કરવાના NDPS ના ગુન્હામાં જામીન મુકત મુકત કરતી : સ્પેશિયલ NSPS કોર્ટ

  • ગાંજા સપ્લાય પ્રકરણમાં જગદીશ પરમારનું નામ ખુલતા કોર્ટમાં ખેલાયો કાનૂની જંગ : બચાવ પક્ષના વકીલ ની ધીરદાર દલીલો કોર્ટ ગ્રાહ્ય રાખી આરોપીને જામીન મુક્ત થવા આદેશ કર્યો

દેશ દેવી ન્યૂઝ તા. ૨૦ નવેમ્બર ૨૪ જામનગર આ કેસની ટૂકી હકીકત એવી છે કે,ગત તા. ૨૩/૦૮/૨૦૨૪ ના રોજ ૧ કિલો,૪૩૯ ગ્રામ ગાંજા સાથે એક ઇસમની ધરપકડ કરવામાં આવેલી હતી. જામનગર સિટી- એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી  NDPS એક્ટની કલમ ૮(સી) ,૨૦(બી), ૨(બી) તથા ૨૯ મુજબ ગુનો નોંધાયો હતો

ત્યારબાદ તપાસના કામે અમીરગઢ, જી.બનાશકાઠા થી સપ્લાય કરી વેચનાર તરીકે જગદીશ પરમારનું નામ ખુલેલું હતું. અને તેની ધરપકડ કરી જેલ હવાલે કરેલ.ત્યારબાદ આરોપીએ તેના જામીન મુકત થવા નામદાર સ્પેશિયલ NDPS કોર્ટ જામનગર સમક્ષ જામીન અરજી કરેલ હતી.

જેમાં કાયદાકીય ધારદાર દલીલો ધ્યાને લઈને આરોપી જગદીશ પરમારને જામીન મુકત કરવાનો નામદાર સ્પેશિયલ NDPS કોર્ટ દ્વારા હુકમ ફરમાવેલ છે. આ કેસમાં આરોપીના વકીલ તરીકે વિદ્વાન ધારાશાસ્ત્રી મનીષ ટી મહેતા તથા તેમના જુનિયર સરફરાઝ મોગલ રોકાયેલા હતા

જામનગરના ચકચારી પ કરોડના GST કૌભાંડમાં ‘ મેતાજી’ જામીન મુક્ત

0

જામનગર બંધ કારખાનાના માલીકના નામે ૫ કરોડના GST કૌભાંડ કરનાર મેતાજીને જામીન મુકત કરતી અદાલત

  • ૧ વર્ષથી કારખાનું બંધ હતું, મેતાજીએ બારોબાર કડાં કરી લીધેલ” ‘બંધ ખાતાના નામે GST રીફંડ લઈ આચર્યું કૌભાંડ

  • GST વિભાગે બંધ પેઢીને નોટીસ પાઠવતા મેતાજીનો ભાંડો ફૂટી ગયો : મામલો પહોંચ્યો હતો પોલીસ મથકે

  • પોલીસે કરોડોના કૌભાંડમાં આરોપીને કોર્ટમાં રજુ કર્યોં  તે જ દિવસે મેતાજીના વકીલ રાજેશ ગોસાઈ ની ધારદાર દલીલો ધ્યાને લઈ જામીન મુકત કરવા કોર્ટનો આદેશ

દેશ દેવી ન્યૂઝ તા. ૨૦ નવેમ્બર ૨૪ જામનગર આ કેશની હકિકત એવી છે કે, જામનગરમાં બેડી બંદર રોડ ઉપર તીરૂપતી પાર્કમાં રહતા વિષ્ણુભાઈ જગદીશભાઈ પંડયાએ આરોપી રાજુભાઈ જગેટીયા સામે ફરીયાદ નોંધાવી હતી તેમાં તેમના જુના ધંધાના નામે બોગસ જી.એસ.ટી. એકાઉન્ટ ખોલી તેમાં ટ્રાન્ઝેકશન કરી અંદાજે પાંચ કરોડ રૂપિયાનું જી.એસ.ટી. રીફંડ મેળવી લીધેલ અને મેતાજીએ આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમાંથી ખોટું ખાતું ખોલાવી અને અર્થમેટ ફાયનાન્સીંગ ઈન્ડીયા પ્રા.લી.માંથી લોન પણ કારખાનાના નામે મેળવી લઈ અને બારોબાર વાપરી નાખી હતી.

આ ફરીયાદ જાહેર કરી અને આરોપીની ઘરપકડ કરી અને નામ.અદાલતમાં રજુ કરવામાં આવેલ, જેથી આરોપીએ નામ અદાલત સમક્ષ જામીન અરજી દાખલ કરતા ફરીયાદ પક્ષે દલીલો કરવામાં આવેલ કે, “૧ વર્ષ પહેલા ફરીયાદીના કારખાનામાં આરોપી મેતાજી તરીકે કામ કરતા હતા, અને તેઓ પોતાનું તમામ કારભાર સંભાળતા હતા અને તેમને પોતાના તમામ ધંધાના વ્યવહારથી વાકેફ હતા, અને તેનો ગેરલાભ લઈ અને આરોપીએ આ કારખાનું બંધ હોવા છતાં તેમના નામે ખોટા બિલીંગ કરી અને ખોટા ટ્રાન્સેકશન રેકર્ડમાં કરી અને મોટું કૌભાંડ કર્યું હોવાનું રેકર્ડ ઉપર આવ્યું હતું

જેથી ફરીયાદી વિષ્ણુભાઈ જગદીશભાઈ પંડયા ને તેના કારણે ફરીયાદીને જી.એસ.ટી. વિભાગમાંથી નોટીસ આવતા આ તમામ ભાંડો ફુટી ગયેલ છે અને આ તમામ રેકર્ડ આરોપીએ સ્વીકાર કરેલ છે, આ તમામ દલીલો ધ્યાને લઈ અને આ કામના આરોપી સામે રેકર્ડ આધારીત કેશ છે અને પ્રથમદર્શનીય રીતે જણાય આવે છે કે, આરોપીએ આ કૌભાડ કરેલ છે, આ પ્રકારના આરોપીઓને જામીન મુક્ત કરવામાં આવશે તો સમાજમાં વેપારી આલમમાં ખોટી ઈફેકટ થશે, આમ આરોપી પક્ષે દલીલો થયેલ કે, આ તમામ ફરીયાદ જી.એસ.ટી. બાબતની છે અને આ ફરીયાદમાં કારખાને દારે વ્યવહાર કરેલ છે કે, હાલના આરોપીએ તે તપાસનો વિષય છે અને તે પુરાવાનો વિષય છે, આરોપી તે ફરીયાદીના કારખાનામાં કામ કરતો હોય, જેથી આ કૌભાંડ તેમને જ કરેલ હોય, તેવો કોઈ પુરાવો રેકર્ડ ઉપર હાલના આરોપીના નામનો આવેલ નથી અને માત્ર અને માત્ર અનુમાનીત આધારોથી મેતાજીની અટક કરી લેવામાં આવેલ અને પોલીસ રૂબરૂ કબુલાતો લેવડાવી અને આરોપી બનાવેલ છે અને તેમના સામે જે ગુન્હો દાખલ થયેલ છે,

તેનું તમામ રેકર્ડ ધ્યાને લેવામાં આવે તો રેકર્ડ તમામ કબજે કરી લેવામાં આવેલ છે, જેથી હવે કોઈ વિશેષ તપાસ કરવાની જરૂરીયાતમાં આરોપીની હાજરીની જરૂરીયાત હોય, તેવું નથી અને જે ગુન્હો દાખલ થયેલ છે, તેની તમામ તપાસ આરોપી પક્ષ તરફથી સંપુર્ણ સરકાર આપતા પુર્ણ થઈ ગયેલ છે, જેથી આરોપીને આ પ્રકારે અનુમાનીત આધારના ગુન્હામાં જેલ હવાલે કરી શકાય નહી, આમ, તમામ દલીલો ધ્યાને લઈ અને

આરોપીને પોલીસ નામ.અદાલતમાં લઈ આવેલ તે જ દિવસે આરોપી પક્ષે થયેલ દલીલો માન્ય રાખી અને આરોપીને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ, આ કેશમાં આરોપી રાજુભાઈ જગેટીયા તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ , વિશાલ વાય. જાની, હરદેવસીહ આર.ગોહીલ, રજનીકાંત આર.નાખવા, નિતેષ જી. મુછડીયા રોકાયેલા હતા.

જામનગરની દરેડ ૧૦૮ ની ટીમની પ્રમાણિકતા : ઇજાગ્રસ્તની બે લાખની રકમ પરત કરી

0

જામનગરની દરેડ ૧૦૮ ની ટીમની પ્રમાણિકતા : એક ઇજાગ્રસ્તની બે લાખની રોકડ તેમના ભાઈ ને બોલાવીને પરત સોંપી દીધી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૯ નવેમ્બર ૨૪, જામનગરમાં આજ રોજ સાંજના ૭ વાગ્યા આસપાસ દરેડ મસીતિયાં રોડ પર અનવરભાઈ નામના ૫૨ વર્ષ ના વ્યક્તિ પોતાનું બાઈક લઈને જતા હતા, ત્યાં અચાનક આંખલો સામે આવી જતાં અનવરભાઈ ને હેડ એન્જરી થઇ હતી. જેના માટે દરેડ જી.આઈ.ડી.સી. ને આનો કોલ આવ્યો હતો.આથી ઇ.એમ.ટી. રવિના બેન ડાંગર અને પાયલોટ અતુલભાઈ વ્યાસ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા.જયાં અનવરભાઈ ને એમ્બ્યુલેન્સ લઈને જરૂરી સારવાર સાથે જી જી હોસ્પિટલે લઇ જતા હતા.

ત્યાં તપાસ કરતાં અનવરભાઈ પાસે બે લાખ રૂપિયા રોકડ હતા, જેની જાણ ૧૦૮ના પાયલોટ એ તેમના ભાઈ અકબરભાઈને કોલ કરી જાણ કરી ને હોસ્પિટલે બોલાવી લીધા હતા, અને તેમના હાથ માં બે લાખ સોંપી આપ્યા હતા. આમ ૧૦૮ ની ટીમે ઈમાનદારી નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું,

જામનગરના મયુરનગરમાં તસ્કરો પ્રેશર કુકર અને હોમ થિયરેટર ઉઠાવી ગયા

0

જામનગરના મયુરનગર વિસ્તારમાં બંધ રહેણાંક મકાનમાંથી હોમ થિયરેટર, પ્રેશર કુકર સહિતના સામાનની ચોરી : પડોશી સામે શંકા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૯નવેમ્બર ૨૪ ,જામનગર શહેરના મયુરનગર વિસ્તારમાં એક બંધ મકાનમાંથી હોમ થિયેટર, પ્રેશરકુકર, પાણીની મોટર સહિતના સામાનની ચોરી થઈ જતાં ચકચાર જાગી છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના મયુરનગર વિસ્તારમાં જયેશભાઈ હરીલાલભાઈ જોષી ગત તા. ૨૩.૮ ના રોજ પોતાના ઘરને તાળું મારી પોરબંદર રહેતા તેમના ભાઈના ઘરે ગયા હતા. દરમિયાન તા. ૩૧.૮. ના રોજ તેમના પાડોશી રાહુલ મનુભાઈ ધોકીયાએ તેમને ફોનકરી તમારા ઘરના તાળા ટુટી ગયા છે, તેવું કહેતા, તેમણે તું મારા ઘરે જોઈ આવ તેમ કહ્યું હતું.

જેથી રાહુલે તેના ભાઈ અલ્પેશને જોવા મોકલેલ અને અલ્પેશભાઈ વિડયો કોલકરીને ઘર બતાવ્યું હતું. ત્યારે તેમના ઘરમાં રાખેલ હોમ થિયેટર, ટ્રાવેલીંગ બેગમાં રાખેલ કાંડા ઘડિયાલ, દાઢી કરવાનું ટ્રીમર તેમજ પાણી ભરવાની મોટર, પ્રેશર કુકર તેમજ ઘી નો ડબ્બો વગેરે વસ્તુઓ ગાયબ હતી.

ત્યાર બાદ ગત તા. ૧૪.૧૦. ના રોજ પણ તેઓ ઘરને તાળું મારી પોરબંદર ગયા હતા અને ૧૫.૧૦ ના રોજ રાત્રિના દસ વાગ્યાના અરસામાં પરત આવતાં ઘરની ડેલીનું તેમજ મકાનનું તાળુ તૂટેલું હતુ અને મકાનની અંદર રાખે પાણીની જૂની મોટર તેમજ ગેસ સિલિન્ડર જોવામાં નઆવતાં તેમણે સીટી સી. ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. અને શકદાર તરીકે તેના પાડોશી રામભાઈ આહિર અને વેવાઈનું નામ આપતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર ત્રણ બતિ વિસ્તારમાં બે યુવાન પર સરાજાહેર હથિયારો વિંજાયા : 8 શખ્સોની ધમાલ

0

જામનગરમાં ત્રણબતી વિસ્તારમાં બે યુવાનો પર આઠ શખ્સોનો હથિયાર વડે જીવલેણ હુમલો

  • ઈજાગ્રસ્ત બન્ને યુવાનોને હોસ્પિટલ ખસેડાયા : પોલીસ કાફલો હોસ્પિટલ તેમજ ઘટનાસ્થળે દોડી ગયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૯ નવેમ્બર ૨૪, જામનગરના ત્રણબતી વિસ્તારમાં ગઈકાલે રાતે હાથમાં તલવાર, લોખંડના પાઈપ, લાકડાંના ધોકા અને છરી સાથે ધસી આવેલા આઠ શખ્સોએ મચ્છી પીઠ વિસ્તારમાં ઉભેલા બે યુવાનોને કંઈ સમજે વિચારે તે પહેલાં ગાળો કાઢી, ઝઘડો કરી અચાનક હુમલો કરી દેતાં યુવાનને તાત્કાલિક ગંભીર ઈજા થવાથી સારવારઅર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. બીજી તરફ આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ અધિકારી સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને હુમલો કરી નાશી છૂટેલા શખ્સો સામે ફરિયાદ પરથી ગુનો દાખલ કરી તમામને ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી. આ પ્રકારે જાહેરમાં બનતા ગંભીર બનાવોને અટકાવવા પોલીસે સખતાઈથી વર્તવું જોઈએ તેવી બુધ્ધિજીવીઓની માંગણી છે. જાહેરમાં શસ્ત્રો સાથે ધસી આવેલા શખ્સોએ દંગલ મચાવતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો.

પ્રાપ્ત વિગત મુજબ જામનગરમાં ત્રણ બતી વિસ્તારમાં મચ્છી પીઠમાં આવેલ સાદીકભાઈની દુકાન પાસે ફારૂક અનવરભાઈ ખોડ નામનો યુવાન આવેશ ફીરોજભાઈ ગંઢાર, કાદર હુસેનભાઈ છરેચા તથા અન્ય વ્યકિતઓ સાથે ગઈકાલે છોટા હાથી વાહનમાંથી મચ્છીના બોકસ ઉતારી ઉભો હતો ત્યારે અહીં શબ્બીર જુનશભાઈ સંઘાર, અકરમ બીલાલ સંઘાર, મહેબુબ કાસમ સંઘાર, મહમદરઝા ઈશા સંઘાર, આદમ આમદ, રહીમ ઈબ્રાહિમ સંઘાર, ફારૂક ઈબ્રાહિમ સંઘાર અને ઈબ્રાહિમ સંઘાર નામના માધાપર ભુંગાના શખ્સો ધસી આવ્યા હતા અને ગેરકાયદેસર મંડળી રચી હાથમાં લોખંડના પાઈપ અને લાકડાંના ધોકા તથા છરી અને તલવાર ધારણ કરી ફારૂક તેમજ આવેશ ફીરોઝભાઈ ગંઢાર નામના બે યુવાન ઉપર એકાએક હુમલો કર્યો હતો. આથી તેને માથાના ભાગે હેમરેજની ગંભીર ઈજા તેમજ આંખના નેણ ઉપર છોલછાલની અને હાથમાં તેમજ પેનીના ભાગે પણ ફ્રેકચરની ઈજા પહોંચતા તાત્કાલિક ગંભીર હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

આ બનાવની જાણ થતાં સિટી બી ડિવિઝનના પીઆઈ પી પી ઝા સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગયો હતો. જયાં ફારૂક અનવરભાઈ નામના યુવાનની ફરિયાદ પરથી આઠેય શખ્સ સામે હત્યાનો પ્રયાસ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ઝઘડાના આ બનાવથી આજુબાજુમાં ભયનો માહોલ ફેલાયો હતો. ત્યારે પોલીસે કડક હાથે આવા તત્વો સામે કામ લેવું જોઈએ તેવી માંગણી ઉઠવા પામી છે અને છાશવારે જાહેર જગ્યાઓ પર બનતા બનાવોને અટકાવવા આરોપીઓ સામે સખત પગલાં લેવા જોઈએ.

ધ્રોલ નજીક ગોઝારા અકસ્માતમાં દંપતિ સહિત ત્રણના અંતરિયાળ મોત

0

જામનગર- રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક જાયવા ગામ પાસે ગોઝારાના અકસ્માતમાં એક દંપત્તિ અને ચાર વર્ષની પુત્રી ત્રણેયના અંતરિયાળ મૃત્યુથી ભારે કરૂણાંતિકા

  • વાપી થી પોતાના વતન ભેંસદડ ગામે એકટીવા સ્કૂટર પર આવી રહેલા દંપતી સહિત ત્રણેયને એક બોલેરો ના ચાલકે કચડી નાખતાં ભારે અરેરાટી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૮ નવેમ્બર ૨૪, જામનગર- રાજકોટ ધોરી માર્ગ રવિવારે સવારે ફરીથી રંજીત બન્યો છે, અને બોલેરો ની ઠોકરે એકટીવા સ્કૂટર ચડી જતાં સ્કૂટર ચાલક ભેંસદડ ગામના વતની એવા પતિ પત્ની અને ચાર વર્ષની બાળકી ત્રણેયના અંતરિયાળ મૃત્યુ નિપજતાં ભારે અરેરાટી પ્રસરી છે. વાપી થી પોતાના વતન એક્ટિવામાં આવતી વખતે જાયવા ગામના પાટીયા પાસે ગોઝારો અકસ્માત નડ્યો હતો.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે મૂળ જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના ભેંસદડ ગામના વતની અને છેલ્લા કેટલાક વર્ષોથી વાપી વિસ્તારમાં સ્થાઇ થયેલા સંજયભાઈ રમેશભાઈ ચોટલીયા (ઉંમર વર્ષ ૩૭) કે જે પોતાના પત્ની ઇનાબેન ચોટલીયા (ઉંમર વર્ષ ૩૬) તથા તેમની ચાર વર્ષની પુત્રી નિષ્ઠા ને એકટીવા સ્કૂટરમાં બેસાડીને વાપી થી પોતાના વતન ભેંસદડ ગામે જવા માટે આવી રહ્યા હતા.

જે દરમિયાન આજે સવારે ૮.૩૦ વાગ્યાના અરસામાં ધ્રોળ તાલુકાના જાયવા ગામના પાટીયા પાસે આવી રહેલી જી.જે. -૩ બી.ડબલ્યુ. ૨૩૨૦ નંબરની બોલેરો ફોરવીલ ના ચાલકે એકટીવા સ્કૂટરને ઠોકરે ચડાવતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં સંજયભાઈ અને તેમના પત્ની ઇનાબેન તથા પુત્રી નિષ્ઠા ત્રણેય ગંભીર સ્વરૂપે ઇજાગ્રસ્ત બન્યા હતા.આ અકસ્માતને લઈને હાઈવે રોડ પર ભારે ચીસા ચીસ થઈ ગઈ હતી, અને બોલેરો ચાલક અકસ્માત સર્જીને પોતાનું વાહન છોડીને ભાગી છૂટ્યો હતો.

આ બનાવ સમયે ત્યાંથી પસાર થનાર અન્ય વાહનચાલકો વગેરેએ સ્થળ પર ઊભા રહીને તાત્કાલિક અસરથી ૧૦૮ ની ટુકડીને બોલાવી હતી, અને ૧૦૮ ની ટીમ સંજયભાઈ તેના પત્ની ઇનાબેન તથા પુત્રી નિષ્ઠાને પ્રાથમિક સારવાર આપ્યા પછી વધુ સારવાર અર્થે ધ્રોળની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા. ત્યાં સંજયભાઈ અને તેમના પત્ની ઇનાબેન બંનેએ માર્ગમાં જ દમ તોડી દીધો હતો, અને હોસ્પિટલે માત્ર તેઓના મૃતદેહ જ પહોંચ્યા હતા.

જયારે ચાર વર્ષની પુત્રી નિષ્ઠા, કે જે પણ ગંભીર સ્વરૂપે ઈજાગ્રસ્ત બની હતી, અને તેની સારવાર શરૂ કરાય તે પહેલાં તેણી સરકારી હોસ્પિટલના બીછાને મૃત્યુ પામી હતી, જેથી આ ગોઝારા અકસ્માતમાં એક જ પરિવારના ત્રણેય વ્યક્તિના મૃત્યુ નિપજતાં ભારે કરુણંતીકા છવાઈ હતી.

આ અકસ્માતના બનાવની જાણ થવાથી ભેંસદડ ગામમાં રહેતા મૃતક સંજયભાઈ ના કુટુંબી કાકા રાજેશભાઈ મેઘજીભાઈ ચોટલીયા બનાવના સ્થળે તેમ જ ધ્રોળની સરકારી હોસ્પિટલે દોડી આવ્યા હતા અને તેઓએ ધ્રોલ પોલીસને જાણતા કરતાં ધ્રોળના પી.આઇ. એચ.વી. રાઠોડ તેમની ટીમ સાથે ઘટના સ્થળે તેમજ ધ્રોળની સરકારી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા, અને ત્રણેયના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે.

જયારે રાજેશભાઈ ચોટલીયા ની ફરિયાદના આધારે આ ગોઝારો અકસ્માત સર્જનાર જી.જે.-૩ બી.ડબલ્યુ. ૨૩૨૦ નંબરની બોલેરો ના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે, અને માર્ગ પર રેઢી પડેલી બોલેરો કબજે કરી લઈ તેના ચાલકની શોધ ખોળ હાથ ધરી છે.

જામ્યુકો દ્વારા કન્ટેનર મારફતે RRR સેન્ટર ઊભું કરાયું

0

જામનગર મહાનગરપાલિકા દ્વારા જોગર્સપાર્ક વિસ્તારમાં કન્ટેનર મારફતે આર આર આર સેન્ટર ઊભું કરાયું

  • નગરજનોએ પોતાની બિનઉપયોગી વસ્તુઓ મુકી જવા અને જરુરીયાતમંદોને લઈ જવા અપીલ કરાઈ

  • રિડયુઝ- રીયુઝ અને રિસાયકલ (આર.આર.આર.) ના સૂત્રને સાર્થક કરવા મહાનગરપાલિકાના તંત્ર દ્વારા અનોખી પહેલ કરાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૮ નવેમ્બર ૨૪ જામનગર મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરના પેલેસ રોડ ઉપર જોગર્સ પાર્કના પોશ એરીયા પાસેના જાહેર માર્ગ ઉપર એક કન્ટેનર કેબીન સાથેનું આરઆર સેન્ટર ઊભું કરાયું છે. જેમાં લોકો પોતાના માટે બીનજરુરી પણ અન્યને કામ આવે તેવી વસ્તુઓ મુકવા લાગ્યા છે, અને જરુરીયાતમંદ લોકો પોતાને લગતા વસ્ત્રો સહિતની વસ્તુઓ મેળવવા લાગ્યા છે.

આગામી દિવસોમાં આ પ્રયોગ સફળ થશે અને અન્ય વિસ્તારોમાં પણ આવી રીતે જ લોકો પોતાની વસ્તુઓ મૂકવા લાગશે અને જરૂરિયાતમંદ લોકો ત્યાંથી મેળવતા થશે તો સંખ્યાબંધ જરુરીયાતમંદ લોકોને લાભ થશે. જામનગર મહાનગરપાલિકા દ્વારા રીડયુઝ, રી-યુઝ અને રીસાયકલના સુત્ર સાથે એટલે કે આર. આર. આર. ના સૂત્રને અનુસરીને દીવાળીના સમયથી પેલેસ રોડ પર એક કન્ટેનર મૂકીને આ સુવિધા શરુ કરી છે. આ સેન્ટર સવારે ૭ થી ૧૧ અને બપોરે ૩ થી સાંજે ૬ સુધી ખુલ્લું રહે છે.

આ સમય દરમિયાન લોકો જૂની વણજોઈતી પરંતુ બીજાને કામ આવે તેવી સ્થિતિના વસ્ત્રો, બુક, રમકડા સહિતની તમામ વસ્તુઓ મુકી જઈ શકે છે, અને જરુરીયાતમંદ લોકો પોતાની જરૂરિયાતની તમામ વસ્તુ વિના મુલ્યે કોઈને પણ પુછ્યા વગર લઈ શકે છે. આ વ્યવસ્થા મહાનગરપાલિકાના તંત્રએ કરી છે. આ વ્યવસ્થા ગોઠવાયા બાદ તંત્રના થોડા દિવસના પ્રયોગોમાં સારા પરિણામ સામે આવ્યા છે. આ સ્થળે સંખ્યાબંધ સેવાભાવીઓએ નવા જુના કપડા, ઉપરાંત વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ ને લગતા પુસ્તકો નોટબુક રમકડા સહિતની અન્ય ચીજ વસ્તુઓ મૂકવા લાગ્યા છે.

શહેરના અન્ય વિસ્તારોમાં પણ જો આ યોજનાને સારો પ્રતિસાદ મળશે તો તેવા વિસ્તારમાં પણ આ પ્રકારની સુવિધાઓ ઊભી કરવા એટલે કે આર આર આર સેન્ટર ઊભું કરવા માટે મહાનગરપાલિકા ના તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.