Tuesday, October 13, 2026
Home Blog Page 112

જામનગર-સમાણા ફુલનાથ રોડનું રૂ. ૯૪.૪૦ કરોડના ખર્ચે નવનિર્માણ : પૂનમબેન માડમ

0

જામનગર-સમાણા ફુલનાથ રોડનું રૂ. ૯૪.૪૦ કરોડના ખર્ચે નવનિર્માણ : વિકાસના નવા આયામ તરફ એક મહત્વપૂર્ણ પગલું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૫ નવેમ્બર ૨૪ જામનગર જિલ્લાના જામનગર-સમાણા ફુલનાથ રોડનું નવનિર્માણ થવા જઈ રહ્યું છે, જે જિલ્લાના વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. આ રોડનું નવનિર્માણ રૂ. ૯૪.૪૦ કરોડના ખર્ચે કરવામાં આવશે. આ અંગે સાંસદ પૂનમબેન માડમે આજે પત્રકાર પરિષદ યોજીને આ અંગેની માહિતી આપી હતી.સાંસદએ જણાવ્યું હતું કે, જામનગર-સમાણા ફુલનાથ રોડ જિલ્લાનો એક મહત્વનો રોડ છે. આ રોડ પરથી દરરોજ હજારો વાહનોની અવરજવર થાય છે. પરંતુ આ રોડની હાલત ખૂબ જ ખરાબ હતી. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે તેમણે રાજ્ય સરકારને રજૂઆત કરી હતી.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેમની આ રજૂઆતને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે આ રોડનું નવનિર્માણ કરવા માટે રૂ. ૯૪.૪૦ કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે. આ કામમાં રોડને ૧૦ મીટર પહોળો કરવામાં આવશે અને તેને મજબૂત બનાવવામાં આવશે. આ સાથે જ રોડ પર સ્ટ્રક્ચર રીકન્સ્ટ્રકશનનું કામ પણ કરવામાં આવશે. આ નવા નિર્માણ બાદ રોડ પર વરસાદનું પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ આવશે અને વાહનચાલકોને સુરક્ષિત અને સરળ મુસાફરીનો અનુભવ મળશે.આ નવનિર્માણ કામ પૂર્ણ થયા બાદ જામનગર અને સમાણા તાલુકા વચ્ચેનું અંતર ઘટશે અને વાહનચાલકોને સરળતાથી અવરજવર કરી શકાશે. આ સાથે જ આ વિસ્તારનો વિકાસ થશે. આ રોડના નવનિર્માણથી ખેડૂતોને પોતાના પાક માર્કેટમાં લઈ જવામાં સરળતા રહેશે અને આ વિસ્તારનો આર્થિક વિકાસ પણ થશે.

સાંસદએ આ મહત્વના કામ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી હંમેશા જામનગરના વિકાસ માટે કટિબદ્ધ રહ્યા છે. આ કામના કારણે જામનગર સંસદીય મતવિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ છે. લોકોએ સાંસદ પૂનમબેન માડમનો આભાર વ્યક્ત કર્યો છે.

જામનગર જિલ્લા જેલમાં હત્યા કેસના આરોપીનું હૃદય બેસી ગયું

0

જામનગરની જિલ્લા જેલમાં રહેલા હત્યા કેસના કાચા કામના આરોપી કેદીનું હૃદય બંધ પડી જતાં અપમૃત્યુ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૪, નવેમ્બર ૨૪ મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકના વતની અને એક હત્યા કેસમાં જેલવાસ ભોગવી રહેલા કાચા કામના કેદીનું આજે સવારે જિલ્લા જેલમાં હૃદય બંધ પડી જવાથી મૃત્યુ નીપજયું હોવાનું જાહેર થયું છે. જે મામલામાં પોલીસ ઉંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રાણપર ગામના વતની અને ભાણવડ પોલીસ સ્ટેશનના હત્યા તેમ જ હત્યા પ્રયાસ કેસના કાચા કામના કેદી જામનગરમાં જેલવાસ ભોગવી રહેલા ગોવિંદભાઈ નથુભાઈ ખરા (ઉંમર વર્ષ ૫૨) કે જેઓને આજે સવારે પોતાના બેરેકમાં ઉઠાડતાં ઉઠયા ન હતા, અને બેશુદ્ધ બન્યા હતા.
જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે જેલના સુબેદાર વિનોદભાઈ બેચરભાઈ સોલંકીએ સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતાં પીએસઆઇ એમ કે બ્લોચ જી.જી. હોસ્પિટલમાં પહોંચી ગયા હતા, અને કેદીના મૃતદેહ નો કબજો સંભાળી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના ફોરેન્સિક વિભાગમાં તબીબોની પેનલ મારફતે પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું હતું, જયારે તેની વિડીયોગ્રાફી કરવામાં આવી હતી. જેના વિસેરા લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, તેમજ સમગ્ર મામલામાં વધુ તપાસ ચલાવાઈ રહી છે. પ્રાથમિક તપાસ દરમિયાન તેનું હૃદય બંધ પડી ગયું હોવાથી મૃત્યુ થયું હોવાનું અનુમાન લગાવાયું છે. જેના ફાઇનલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

જામનગર સર્કિટ હાઉસ ખાતે કૃષિમંત્રીએ નાગરીકો ,આગેવાનો સાથે વિકાસ કાર્યોની તલસ્પર્શી ચર્ચા કરી

0

કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર સર્કીટ હાઉસ ખાતે નાગરિકો તથા આગેવાનો સાથે લોકસંપર્ક યોજી વિકાસ કાર્યોની તલસ્પર્શી ચર્ચા કરી

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૪ નવેમ્બર – ૨૪ રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે વિસ્તારના નાગરિકો અને આગેવાનો સાથે લોકસંપર્ક યોજી વિકાસ કાર્યોની તલસ્પર્શી ચર્ચા – વિચારણા કરી હતી.મંત્રીશ્રીએ ઉપસ્થિત રહેલ નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળ્યા હતા.તેમજ નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતોનું ઝડપી નિરાકરણ લાવવા આશ્વાસન આપ્યું હતું.મંત્રીશ્રી દ્વારા યોજવામાં આવેલ આ લોકસંપર્ક કાર્યક્રમમાં જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેઓએ પોતાની રજૂઆત મંત્રીશ્રી સમક્ષ મૂકી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે,કૃષિમંત્રી દ્વારા જાહેર જનતા સાથે સંવાદ સેતુ સાધવા આ પ્રકારના લોક સંપર્કનું દર અઠવાડિયે શહેરના લાલ બંગલા સ્થિત સર્કિટ હાઉસ ખાતે આયોજન કરવામાં આવે છે.જેમાં બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી પોતાના પ્રશ્નો તથા રજૂઆતો બાબતે રૂબરૂ ચર્ચા કરે છે.કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ પણ એટલી જ સહૃદયતાથી નાગરિકોના પ્રશ્નો સાંભળી તેના નિવારણ માટે સ્થળ પર જ લગત વિભાગો તથા સંબંધિતોને ટેલિફોનિક સૂચના આપી અથવા તો લેખિત કાર્યવાહી કરી લોક પ્રશ્નોના નિરાકરણનું માધ્યમ બને છે.

જામનગરમાં સામાજીક કાર્યકરને જાનથી મારી નાંખવાની ધમકી

0

જામનગરના કડીયાવાડ વિસ્તારમાં રહેતા એક સામાજિક કાર્યકરને ‘તારા સીન સપાટા બંધ કરી દેજે’ તેમ કહી છરીની અણીએ ધમકી અપાઇ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૪ નવેમ્બર ૨૪, જામનગરમાં કડિયાવાડ વિસ્તારમાં રહેતા એક સામાજિક કાર્યકરને તું શિનસપાટા શા માટે કરે છે, તારા સીન સપાટા વીંખી નાખવા ચેઝ તેમ કહી સાધના કોલોની વિસ્તાર માં રહેતા એક શખ્સે આવીને છરીની અણીએ ધાક ધમકી આપવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

જામનગરમાં કડિયાવાડ વિસ્તારમાં રહેતા વિશાલ કિશોરભાઈ લાખાણી નામના ૪૪ વર્ષના યુવાને પોતાને છરીની અણિએ પતાવી દેવાની ધમકી આપવા અંગે સાધના કોલોની માં રહેતા મનીષ ગજુભાઈ શર્મા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી યુવાન વિશાલ ગઈકાલે ત્રણ દરવાજા પાસે ઉભો હતો, જે દરમિયાન આરોપી પોતાનું બાઈક લઈને ધસી આવ્યો હતો, અને તું બહુ સીન સપાટા કરે છે, તારા સીન સપાટા વીંખી નાખવા છે. તેમ કહી પતાવી દેવાની ધમકી અપાઇ હોવાથી મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે. હાલ ફરાર થઈ ગયેલા આરોપીને પોલીસ શોધી રહી છે.

જામનગરમાં લોહાણા જ્ઞાતિના પ્રમુખની કિંમતી જમીનમાં મહિલાની દાનત બગડી

0

જામનગરના લોહાણા મહાજન જ્ઞાતિના પ્રમુખ ની હાપામાં આવેલી જમીનમાં ગેરકાયદે પેશ કદમી

  • જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત થયા પછી પંચકોષી એ. ડિવિઝન પોલીસ મથકમાં એક મહિલા સામે ગુનો નોંધાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૩ નવેમ્બર ૨૪, જામનગર ના લોહાણા જ્ઞાતિના પ્રમુખની હાપા વિસ્તારમાં આવેલી કરોડોની કીમતી જમીનમાં ગેરકાયદેસર રીતે પેશકદમી કરવા સંબંધે જિલ્લા પોલીસવડા સમક્ષ ફરિયાદ કરાયા બાદ પોલીસ દ્વારા એક મહિલા સામે જમીનનો કબજો કરી લેવા અંગે ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ તેમાં સંડોવાયેલા અન્ય કોઈ વ્યક્તિ હોય તો તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

જામનગરના લોહાણા જ્ઞાતિના વર્તમાન પ્રમુખ ભરતભાઈ કાનજીભાઈ મોદી નામના વેપારી કે જેઓની જામનગર નજીક હાપા ગામમાં સર્વે નંબર ૨૮૭ વાળી જમીન આવેલી છે, ઉપરોક્ત જમીનમાં ગેરકાયદે રીતે પેશ કદમી થઈ હોવાની રજૂઆત ભરતભાઈ મોદી દ્વારા તેમના વકીલ મારફતે કરવામાં આવી હતી.

જેના અનુસંધાને જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ તાત્કાલિક અસરથી આ મામલે તપાસ કરવાનો હુકમ કર્યો હતો, અને સમગ્ર મામલામાં પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પંચકોશી એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ લાંબરીયાએ ભરતભાઈ મોદીની ફરિયાદના આધારે તેઓની જમીનમાં ગેરકાયદે પ્રવેશ કરી લેનાર હાપા વિસ્તારની દેવીબેન જીવાભાઈ કોળી નામની મહિલા સામે ગુનો નોંધ્યો છે, ઉપરાંત તેમાં અન્ય કોઈની સંડોવણી ખુલે, તો તે દિશામાં તપાસ ચલાવવામાં આવી રહી છે.

જામનગર ભાજપે મહારાષ્ટ્રના વિજયને મોઢા મીઠા કરાવી ફટાકડા ફોડી વધાવ્યો

0

મહારાષ્ટ્રની ચૂંટણીમાં થયેલા વિજયને જામનગર માં ભાજપે મોઢા મીઠા કરાવી ફટાકડા ફોડી વધાવ્યો

  • સાબરમતી રિપોર્ટ ફિલ્મ ભાજપે સામુહિક નિહાળી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૨ નવેમ્બર ૨૪, સાબરમતિ રિપોર્ટ ફિલ્મ ને રાજય સરકારે કરમુકત જાહેર કરી છે. તથા મહારાષ્ટ્રમાં એન.ડી.એ. સરકારને સ્પષ્ટ બહુમતિ મળી છે. ત્યારે આજે જામનગરમાં શહેર- જિલ્લા ભાજપ દ્વારા સાબરમતિ સામુહિક નિહાળવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથે મહારાષ્ટ્રની ચૂંટણીમાં મળેલ વિજયની ઉજવણી કરી હતી જેમ ફટાકડા ફોડી એકબીજાનાં મોંઢા મીઠા કરાવાયા હતાં.

આ કાર્યક્મમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રિવાબા જાડેજા અને મેઘજીભાઈ ચાવડા શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, પૂર્વ ભાજપ પ્રમુખ હિતેન ભટ્ટ અને અશોક નંદા, પૂર્વ મેયર અમીબેન પરીખ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેષ કગથરા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, અગ્રણી જીતુભાઈ લાલ, ભાજપનાં કોર્પોરેટરો આગેવાનો વગેરે આ બન્ને કાર્યક્રમોમાં જોડાયા હતાં.

જામનગરમાં લાખો રૂપિયાના ખર્ચે ઊભા થયેલા ટ્રાફિક સિગ્નલો શોભાના ગાંઠિયા સમાન!

0

જામનગરમાં લાખો રૂપિયાના ખર્ચે ઊભા થયેલા ટ્રાફિક સિગ્નલો શોભાના ગાંઠિયા સમાન!

  • શહેરમા અનેક સર્કલો પર ટ્રાફિક  સિગ્નલોની ખરાબ હાલતને કારણે ટ્રાફિક વ્યવસ્થા બેહાલ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૩ નવેમ્બર ૨૪, જામનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની સ્થિતિ સામાન્ય બની ગઈ છે. આ સમસ્યાના નિરાકરણ માટે મહાનગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે અનેક ટ્રાફિક સિગ્નલો સ્થાપિત કરવામાં આવ્યા હતા. પરંતુ આજે આ સિગ્નલો શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. મોટાભાગના સિગ્નલો બંધ હાલતમાં છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બની છે.

શહેરના નાગરિકોના મતે, મહાનગરપાલિકા દ્વારા વર્ષો પહેલા લાખો રૂપિયાના ખર્ચે આ ટ્રાફિક સિગ્નલો સ્થાપિત કરવામાં આવ્યા હતા. પરંતુ આજે આ સિગ્નલોની જાળવણીનો અભાવ જોવા મળે છે. અનેક સર્કલો પર ટ્રાફિક પોલીસની ગેરહાજરી અને સિગ્નલોની ખરાબ હાલતને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. શહેરના નાગરિકોની પરસેવાની કમાણીથી એકત્રિત થયેલા કરોડો રૂપિયાનો આ રીતે દુરુપયોગ થઈ રહ્યો છે.

આ સમસ્યા અંગે શહેરના રાજકીય પદાધિકારીઓનું ધ્યાન દોરવામાં આવી રહ્યું છે. પરંતુ હજુ સુધી આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. શહેરના નાગરિકો પૂછે છે કે, આ ટ્રાફિક સિગ્નલો માત્ર શોભાના ગાંઠિયા બનવા માટે જ સ્થાપિત કરવામાં આવ્યા હતા?

શહેરના વિકાસ માટે ટ્રાફિક વ્યવસ્થા ખૂબ જ મહત્વની છે. પરંતુ જામનગરમાં ટ્રાફિક વ્યવસ્થાની દયનીય સ્થિતિ જોઈને શહેરના વિકાસ પર પ્રશ્નાર્થ ઊભો થાય છે. મહાનગરપાલિકાએ આ સમસ્યાને ગંભીરતાથી લઈને તાત્કાલિક પગલાં લેવા જોઈએ. ખરાબ હાલતમાં આવેલા ટ્રાફિક સિગ્નલોની મરામત કરવી જોઈએ અને નવા સિગ્નલો સ્થાપિત કરવા જોઈએ. સાથે સાથે ટ્રાફિક પોલીસની સંખ્યામાં વધારો કરીને ટ્રાફિકનું સુચારુ સંચાલન કરવું જરૂરી છે. જો આ સમસ્યાનું નિરાકરણ ન આવ્યું તો શહેરના નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડશે. આથી મહાનગરપાલિકાએ આ મુદ્દે ગંભીરતાથી વિચાર કરીને યોગ્ય પગલાં લેવા જોઈએ.

જામનગરમાં મુખ્ય માર્ગો પર ખખડધજ પડેલા ભંગાર વાહનોએ શહેરિજનોની મુશ્કેલીઓ વધારી

0

જામનગરમાં મુખ્ય માર્ગો પર ખખડધજ પડેલા ભંગાર વાહનોએ શહેરિજનોની મુશ્કેલીઓ વધારી

દેશ દેવી ન્યૂઝ જામનગર, તા. ૨૨ નવેમ્બર ૨૪ ,જામનગર શહેરમાં જકહેર માર્ગો પર પડેલા ભંગાર વાહનોએ રાહદારીઓની મુશ્કેલીઓ વધારી દીધી છે. શહેરના સત્યમ કોલોની વિસ્તારનો મેઈન રોડ, હરિયા કોલેજ, ગોકુલ નગર રોડ અને ઇન્દિરા માર્ગ જેવા મુખ્ય માર્ગો પર લાંબા સમયથી ભંગાર વાહનો પડેલા જોવા મળે છે. આ વાહનો ટ્રાફિકને અવરોધે છે, ન્યુસન્સ ફેલાવે છે અને આસપાસના વિસ્તારને અસુરક્ષિત બનાવે છે.

આ બાબતે સ્થાનિક રહેવાસીઓએ એસ્ટેટ શાખાનો સંપર્ક કર્યો હતો. જો કે, તંત્ર દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જામનગર મ્યુનિસિપલ કમિશ્નરના જાહેરનામા મુજબ, સડકો પર વાહનોનું પરિત્યાગ કરવું ગુનો છે. પરંતુ હકીકતમાં સ્થિતિ એવી છે કે, આ જાહેરનામાનો સરેઆમ ભંગ થઈ રહયો છે.

સત્યમ કોલોનીના સ્થાનિક રહેવાસી જણાવે છે કે, “આ વાહનોના કારણે અમારા વિસ્તારમાં ઘણી બધી સમસ્યાઓ સર્જાઈ છે. બાળકો રમવા નીકળે ત્યારે આ વાહનો તેમના માટે જોખમી બની શકે છે. આ ઉપરાંત, આ વાહનોમાં કચરો જમા થવાથી દુર્ગંધ ફેલાય છે, અને મચ્છરો પેદા થાય છે. અમે અનેક વખત તંત્રને રજૂઆત કરી છે, પરંતુ કોઈ નિરાકરણ આવતું નથી.

આ સમગ્ર મામલે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવે છે. તેઓએ આવા ભંગાર વાહનોને દૂર કરવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.

જામનગરમાં ટંકારીયા ક્લાસીસ વાળી જગ્યાના મામલે અદાલતે મકાન માલીકની તરફેણમાં : ૨૧ લાખ ની લાયસન્સ ફી ચૂકવવા આદેશ

0

જામનગરમાં ખંભાળિયા નાકા બહાર ટંકારીયા ક્લાસીસ વાળી જગ્યા ના મામલે અદાલતે મકાન માલીકની તરફેણમાં લેન્ડ માર્ક ચુકાદો આપ્યો

  • ટંકારીયા ક્લાસીસ વાળી જગ્યા વહેલી તકે ખાલી કરી આપવા તેમજ રૂપિયા ૨૧ લાખ ની લાયસન્સ ફી ચૂકવવા નો પણ અદાલતનો આદેશ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૨ નવેમ્બર ૨૪, આ કેશની હકીકત એવી છે કે, જામનગર શહેરમાં ખંભાળીયા નાકા બહાર “ટંકારીયા કલાસીસ” થી ધંધો કરતા હિતેષ ટંકારીયા પૌરણ – ૮ થી ટી.વાય. નાં કલાસ ચલાવતા હતા, આ જગ્યાનો કબજો મહેન્દ્ર પાઠક અને તેનાં પુત્ર મુળવંત પાઠક પાસે હતો.

તેથી તેઓએ ક્લાસીસનો ધંધો કરવા ભાગીદારી પેઢી કરી હતી, પરંતુ થોડા વખત પછી ભાગીદારી પેઢીનું વિસર્જન કરવામાં આવ્યું. ત્યારે એક ભાગીદાર હિતેષ ટંકારીયાને ૧૧ માસ માટે વાપરવાનો પરવાનો આપ્યો, અને તે અંગેનું લીવ એન્ડ લાયસન્સી પણ એગ્રીમેન્ટ કરવામાં આવ્યું હતું, અને લાયસંસ ફી પેટે માસીક રૂા.૯,૦૦૦ નકકી કરવામાં આવ્યા હતા.

અગીયાર માસ પુરો થતાં જગ્યા ખાલી ન કરતાં પરવાનો આપનારે દાવો કર્યો હતો. પરંતુ ત્યાર બાદ મુળ માલીક પાસેથી મહેન્દ્રભાઈ પાઠકના પત્નિ મનહરબાળા ઉર્ફે મીરાબેન વ્યાસનાં નામે વેંચાણ દસ્તાવેજ કરવામાં આવતાં તેણીએ જગ્યા ખાલી કરાવવા અને ચડત લાયસંસ ફી વસુલ કરવા નવો દાવો કર્યો હતો.

તેમાં પ્રતિવાદી-કબજેદાર હિતેષ ટંકારીયા બીજો દાવો ન થઈ શકે. તેમજ પોતે પેહલેથી ભાડુત હોવા અંગે બચાવ કર્યો હતો. જેમાં ટ્રાયલ કોર્ટે ભાડુત હોવા અંગેનો બચાવ માન્ય ન રાખ્યો, પરંતુ લાયસન્સ આપતી વેળાએ વાદી-મનહરબાળા ઉર્ફે મીરાબેન મકાન માલીક ન હોય તેથી દાવો ડીસમીસ કર્યો હતો.

જે ટ્રાયલ કોર્ટનાં ચુકાદાને પડકારવા માટે વકીલ હિતેન ભટ્ટ મારફત અપીલ કરી હતી. આ અપીલમાં પણ પરવાનેદારે બચાવનાં ટેકનીકલ મુદ્દા ઉભા કર્યા, પરંતુ એપેલન્ટ તરફે એડી. ડીસ્ટ્રીકટ જજ સમક્ષ રજુઆત કરી ભાગીદારી પેઢીને લીધે જ કબજેદાર બન્યા તે પેહલાં ક્યારેય કબજેદાર હતા જ નહી, અને રેકર્ડ પરથી તે સાબીત થતાં તેમજ પરવાનેદાર કાયમ પરવાનેદાર જ રહે, તે માલીક કે ભાડુત બની શકે નહીં.

કાયદાનાં આ મુળભુત સિધ્ધાંતની રજુઆત ગ્રાહય રાખી “ટંકારીયા ક્લાસીસ” વાળી વાદગ્રસ્ત જગ્યા તુરંત ખાલી કબજે મકાન માલીક એપેલન્ટને સોંપી આપવા અને ચડત લાયસન્સ ફ્રી રૂપિયા એકવીસ લાખ ચુકવી આપવા હુકમ કર્યો હતો, અને આ મુજબનું હુકમનામું ફાઈનલ ડીક્રી કરી આપી હતી. તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા વર્ષ – દસ વર્ષ જુના કેસો તાત્કાલીક હાથપર લઈ ચલાવવા માટેની સૂચના બાદ આવા કેસોને ટારગેટેડ મેટર તરીકે તુરંત ચલાવી લેવામાં આવે છે.

જામનગર : સૌરાષ્ટ્રભરમાં ચકચારી બનેલા ફાયરિંગ પ્રકરણમાં આસીક હાલેપૌત્રા જામીન મુક્ત

0

કાલાવડના હરીપર મેવાસા ગામે ફટકડા ફોડવા બાબતે ડબલ બેરર જોટામાંથી જાનથી મારી નાખવાના ઈરાદે સમગ્ર પરીવાર ઉપર ફાયરીંગ કરવાના કેશમાં આરોપીને જામીન મુક્ત કરતી નામદાર શેસન્સ કોર્ટ

  • કાલાવડના ચકચારી ફાયરીંગ કેશમાં વિદ્વાન ધારાશાસ્રી રાજેશ ગોસાઈની ધારદાર દલીલ ગ્રાહ્મ રાખી આરોપીને જામીન મુકત કરતી જામનગરની સેશન્સ અદાલત

  • ફટાકડા ફોડવા બાબતે ધિંગાણું ખેલાયું હતુ : નાની બાળકી સહિત સાત જેટલા લોકો ધાયલ થયા હતા

  • ચર્ચાસ્પદ ફાઈરીગ પ્રકારણના ધેરા પ્રત્યાઘાતો પડયા હતા : જેમાં બે અધિકારીનો ભોગ લેવાયો

દેશ દેવી ન્યૂઝ તા. ૨૨ નવેમ્બર ૨૪ જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં ચર્ચા જગાવનાર કેસની વિગત એવી છે કે પખવાડીયા પહેલાકાલાવડ ના હરીપર મેવાસા ગામે ફટાકડા ફોડવા જેવી નજીકની બાબતે ધીંગાણું ખેલાયું હતું જેમાં સામા વાળા આરોપીઓએ બાર બોર જોટામાંથી ફાયરિંગ કરતા નાની બાળકી સહિત 7 જેટલા લોકો ગંભીર રીતે ધાયલ થયા હતા તમામને તાબડતોબ જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડાયા હતાજેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા

આ કેશની હકિક્ત એવી છે કે, તા.૦૮/૧૧/૨૦૨૪ના રોજ ફરીયાદી ફીરોઝભાઈ કાસમભાઈ હાલાણી અને તેમનો પરીવાર તેમના ફળીયામાં હતો અને બાળકો ફટાકડા ફોડતા હતા તે દરમ્યાન આરોપી યુનુસભાઈ તૈયાબભાઈ હાલેપૌત્રા કે, તેમના પડોશી થતા હોય, તે આવેલ અને ફરીયાદી સાથે માથાકુટ કરેલ અને બોલાચાલી કરેલ કે, તમારા ફટાકડા અમારા ઘરમાં આવે છે

તેવી વાતમાં માથાકુટ કરેલ અને તે દરમ્યાન તેમના પત્ની આવી ગયેલ અને યુનુસભાઈને ઘરમાં લઈ ગયેલ ત્યારબાદ થોડા સમય બાદ આ યુનુસભાઈ અને તેમનો દિકરો આમીન બંન્ને જણા તેની કાળા કલરની સ્કોર્પીયો ફોરવ્હીલ ગાડીમાં આવેલ અને કારમાંથી ઉતરી અને આરોપી યુનુસભાઈએ તેમના હાથમાં રહેલ ડબલ બેરલ વાળી બંદુકથી ફરીયાદી ઉપર નિશાનો તાકી અને જાન લેવાના ઈરાદે ફાયરીંગ કર્યું હતું

જે ફાયરીંગમાં ફરીયાદીના નાનાભાઈની દિકરી સીમરનને મોઢાના ભાગે ત્થા છાતીના ભાગે ઈજાઓ થયેલ અને તમન્નાબેનને જમણા પગના ગોઠણના ભાગે ઈજાઓ થયેલ અને પંજાના ભાગે ઈજાઓ થયેલ તેમજ અસલીઆના બેનને પેટમાં ઈજાઓ થયેલ અને દોડાદોડી થઈ જતાં કરીયાદીના નાના ભાઈને દરવાજા બહાર શેરીમાં નિકળતા ફરી યુનુસભાઈએ બંધુક વડે તાજુનભાઈ તરફ ફાયરીંગ કરતા તાજુનભાઈને જમણા પગના ગોઠણની નિચેના ભાગે અને પંજાના ભાગે ત્થા ડાબા પગના ઈજાઓ થયેલ, અને તે પડી જતાં ફરીયાદીના પત્ની અને તાજુનભાઈના પત્ની સોનલબેન દોડી ત્યા જતાં યુનુસભાઈએ તેમના ઉપર પણ બંદુકથી ફાયરીંગ કરેજેમાં આયશાબેનને ડાબા પગના ગોઠણની ઉપરના ભાગે અને જમણા પગના ગોઠણથી નિચેના ભાગે ઈજાઓ થયેલ અને આ દરમયાન યુનુસભાઈનો નાનો ભાઈ આસીક તૈયબભાઈ પોતાનું મો.સા.લઈને ત્યાં આવી ગયેલ અને તે પોતાના સાથે છરી લઈ આવેલ હોય તે છરી લઈ અને ફરીયાદીના ફઈના દિકરા સોહીલભાઈ સાથે બોલચાલી ત્થા ઝપાઝપી કરવા લાગેલ અને તે દરમ્યાન મામદભાઈ સમા પણ આવી ગયેલ અને આ મામદભાઈએ પણ કોઈ હથિયાર વડે ફાયરીંગ કરેલ અને યુનુસભાઈના દિકરાએ પથ્થરોથી છુટા ધા મારી અને સમગ્ર પરીવારના સભ્યોને ઈજાઓ પહોંચાડેલ હતી

આમ, નાની બાબતે ફાયરીંગ કરી અને સમગ્ર પરીવારને ઈજાઓ પહોચાડેલ હોય અને ફરીયાદી ઉપર જાનથી મારી નાખવાના ઈરાદાથી ફાયરીંગ કરેલ હોવાની ફરીયાદ કાલાવડ પોલીસ સ્ટેશનમાં દાખલ કરતા તમામ આરોપીઓની અટક કરી અને જેલ હવાલે કરવામાં આવેલ તેથી આ આરોપીઓ પૈકી આરોપી અસીક તૈયબભાઈ હાલેપોત્રા ધ્વારા જામનગરની સેશન્સ અદાલતમાં જામીન અરજી દાખલ કરતા સરકારી વકીલ  અને પોલીસ ધ્વારા જામીનનો વિરોધ કરવામાં આવેલ અને એવી દલીલો કરવામાં આવેલ કે, નજીવી બાબતે ફરીયાદી ઉપર જાનથી મારી નાખવાના ઈરાદાથી ફાયરીંગ કરેલ હતું અને આ ફાયરીંગમાં નાની નાની દિકરીઓને અને નાના નાના ભુલકાઓને છરા લાગી અને ઈજાઓ થયેલ છે, આરોપીઓ સામે પ્રથમ દર્શનીય કેશ છે અને આરોપીએ જાહેરમાં તહેવારના સમયમાં આતંક મચાવેલ છે અને જુની અદાવત રાખી અને હુમલો કરેલ છે, આવા આરોપીઓને જામીન મુક્ત કરવા જોઈએ નહીં, તેની સામે આરોપી પક્ષે દલીલો થયેલ કે, મુખ્ય આરોપીએ ફાયરીંગ કરેલ છે, હાલના આરોપી સામે જે ફરીયાદમાં આક્ષેપ છે તે ધ્યાને લેતા તેમને કોઈ જીવલેણ હુમલો કરેલ હોવાનું માલુમ પડતું નથી અને તેવી કોઈ ફરીયાદ પણ નથી તેથી આરોપીને જામીન મુક્ત કરવા જોઈએ

જે તમામ દલીલો અને રેકર્ડ અને રજુઆતો ધ્યાને લઈ અને આ કામના આરોપી આસીક તૈયબભાઈ હાલેપૌત્રાને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ, આ કેશમાં આરોપી તરફે વકીલ  રાજેશ ડી. ગોસાઈ, પ્રેમલ રાચ્છ, વિશાલ વાય. જાની હરદેવસીહ આ૨.ગોહીલ, રજનીકાંત આ૨.નાખવા, નિતેષ જી.મુછડીયા રોકાયેલા હતા.

error: Copying and use of the content of the website is considered as illegal activity.