Monday, October 12, 2026
Home Blog Page 111

જામનગર સહિત રાજ્યભરમાં હાહાકાર મચાવનાર ટ્રક કૌભાંડ કેસમાં 4 આરોપીઓ પાંચ દિવસમાં જામીન મુક્ત

0

જામનગર સહિત રાજ્યમાં હાહાકાર મચાવનાર કરોડો રૂપિયાના ટ્રકના કૌભાંડમાં ૪ આરોપીઓને ફક્ત પાંચ દિવસમાં જામીન મુકત કરતી નામ.સેશન્સ કોર્ટ

  • ટ્રકને ભુલી જવાના કરી અને મોટા માથાઓને વેંચી નાખી લોનના હપ્તાઓ ન ભરી આચરવામાં આવતું કૌભાંડ

  • જો આ ટ્રક સીઝર દ્વારા રોકવામાં આવેતો તેમને અને તેમના પરીવારને જાનથી મારી નાખવાની ધમકીઓ મળતી

  • બચાવપક્ષ ના વકીલ રાજેશ ગોસાઈની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી કેસમાં સંડોવાયેલા આરોપીઓને માત્ર ૫ દિવસમાં જ જામીન મુકિત.

દેશ દેવી ન્યૂઝ તા. ૧ ડીસેમ્બર ૨૪ જામનગર સહિત રાજ્યભરમાં ચકચારી બનેલા ટ્રક કૌભાંડ માં ફાઇનાન્સ કંપનીમાંથી લોન પર  ટ્રક લઈ બાદમાં  લોન ન ભરી ભૂલી જવાના બનાવી અન્યને વેચી મારવામાં આવતા અને આ ટ્રક સીઝર દ્વારા રોકવામાં આવેતો તેમને અને તેમના પરીવારને જાનથી મારી ધમકી આપવાના કેસમાં આરોપીને પાંચ દિવસમાં જામીનમુક્ત કરતી જામનગરની સેસન્સ કોર્ટ

આ કેસની હકિક્ત એવી છે કે, જામનગર સીટી ‘બી’ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ચોલામંડલમ ફાયનાન્સ કંપનીના કર્મચારીએ ફરીયાદ જાહેર કરેલ છે કે, ફરીયાદી કંપની લોન આપવાનું કામકાજ કરતી હોય અને તેમાં આરોપીઓએ કાવતરૂ રચી અને કાવતરાના ભાગ રૂપે એકબીજા ના નામે ટ્રકો અને કાર ખરીદ કરી અને અને કરોડો રૂપિયાની અલગ અલગ વાહનનોની લોન લઈ અને ઈરાદાપુર્વક હપ્તાઓ નહી ભરી અને કંપની સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ કરેલ છે, અને આ ટ્રકો અને કાર કાવતરાના ભાગ રૂપે મોટા માથાભારે ઈસમોને અડધી કિંમતમાં બારોબાર વેંચાણ કરી નાખી અને મોટામાથાઓ આ વાહનો પોતાના અંગત ઉપયોગ અને ધંધાના ઉપયોગમાં લેતા હોય અને જો કોઈ કંપનીના સીઝર કે, રીકવરીના સ્ટાફ આ લોકો ઉધરાણીએ જાય ત્યારે આરોપીઓ કંપનીના કર્મચારીઓને ડરાવી અને ધમકાવી ભગાડી મુક્તો હોય

અને ટ્રક સીઝ કરવા રોકે ત્યારે કંપનીના ઉપરી અધિકારીઓને ટ્રક જવા દેવા કહી અને ટ્રક નહીં જવા દે તો તેને અથવા તેના પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપી કંપનીના કર્મચારીને ભયમાં મુકી બળજબરીથી ટ્રકો પોતાના કબજામાં રાખેલ હોય અને લોન પર લીધેલ વાહનોની બળજબરી પુર્વક લોન પણ ભરપાઈ કરતા ન હોય તેવી ફરીયાદ જાહેર કરવામાં આવી હતી

,આ ફરીયાદ જાહેર થતા તા.૨૫/૧૧/૨૦૨૪ના રોજ આરોપી મુળુભાઈ દાનાભાઈ મુછાળ (મુછાલ) (૨) જેઠાભાઈ દાનાભાઈ મુછાળ (રબારી) (૩) ગોવિંદભાઈ નાથાભાઈ ગળચર (ગરચર) (રબારી) (૪) લખમણભાઈ નાથાભાઈ ગરચર (રબારી)ની અટક કરવામાં આવેલ તેમની અટક કરી અને જેલ હવાલે તા.૨૫/૧૧/૨૦૨૪ના રોજ કરવામાં આવેલ ત્યારબાદ આ આરોપીઓ ધ્વારા જમીન મુક્ત થવા માટે અરજી નામ.અદાલતમાં દાખલ કરતા સરકાર પક્ષે અને તપાસ કરનાર પક્ષે રજુઆતો કરવામાં આવેલ કે, આ કામના આરોપીઓએ વાહન હપ્તામાં લઈ અને હપ્તાઓ ભરેલ નથી અને તેઓએ જામનગરના મોટા માથાને વેંચાણ કરી નાખેલ છે અને ફરીયાદી પેઢીને લાખો રૂપિયાનું નુકશાન કરેલ છે

આ પ્રકારે કાર્યવાહી કરવાથી લોન સીસ્ટમ અને બેંકીંગ સીસ્ટમને માઠી અસર કરેલ છે, આ રીતે જો જામીન આપવામાં આવશે તો ગંભીર પ્રકારની સમાજમાં આર્થીક પ્રવૃતીઓ કરતા ઈસમોને છુટો દોર મળી જશે અને કાયદાની ડર રાખ્યા વગર આવી પ્રવૃતીઓ કરશે તેના કારણે આર્થીક મોટી નુકશાની થાય તેમ છે તેમજ આ કામને અન્ય આરોપીઓને અટક કરવાના બાકી છે તેમજ આ કામના અન્ય આરોપીઓની જામીન અરજીઓ ના-મંજુર થયેલ છે અને આ આરોપીઓને જો છોડી મુકવામાં આવશે તો તેઓ અન્ય લોકોને પણ આ રીતે શોર્ટકટ અપનાવી અને લાખો રૂપિયા કમાવવા માટે પ્રેરસે જે તમામ હકિક્તો ધ્યાને લઈ અને આ કામના આરોપીઓને જામીન મુક્ત કરવા જોઈએ નહી તેની સામે આરોપી પક્ષે દલીલો થયેલ કે, લોન લીધેલ છે અને હપ્તાઓ ભરેલ નથી તે હકિકત ખરી છે,

કોરોના કાળ બાદ લાખો એવા મધ્યવમ વર્ગય વ્યક્તિઓ છે, તેઓ હપ્તા ભરી શકેલ નથી, તેઓએ કોઈ પીનલ કોડ કે, ફોજદારી ગુન્હો કર્યો ગણવો તે કાયદાનો સીધ્ધાંત ન હોય શકે, આ કામના આરોપીઓએ કોઈને ધાક ધમકી આપેલ નથી કે, કોઈને જાનથી મારી નાખવાની ધમકી આપેલ નથી માત્ર આર્થીક ખરાબ સ્થિતીના કારણે હપ્તાઓ ભરી શકેલ નથી, તેથી તેઓ નિદોર્ષ છે અને ગરીબ વ્યકિતઓ છે, આ કામે મોટા માથાઓને ટારગેટ કરવાના એકમાત્ર આશયથી આ લોકોને આ ગુન્હામાં જોડી આરોપી બનાવવામાં આવેલ છે, અને જ્યારે જામીન મુક્ત કરવાનું નિર્ણય લેવાનું થાય ત્યારે આરોપી ઉપર જુના કેશો છે કે, કેમ અને તેની આર્થીક અને સામાજીક સ્થિતી પણ ધ્યાને લેવી જોઈએ સાથે સાથે તેમના બંધારણીય અધિકારો પણ સાથે ધ્યાને લેવા જોઈએ, તે તમામ દલીલો કરવામાં આવેલ, આમ, નામ.અદાલતે તમામ દલીલો ધ્યાને લઈ અને આરોપીઓને જામીન તા.૨૯/૧૧/૨૦૨૪ મુક્ત કરેલ આ કેસમાં આરોપીઓ તરકે રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની હરદેવસીંહ આર.ગોહીલ, રજનીકાંત આર.નાખવા , નિતેષ જી.મુછડીયા રોકાયેલા હતા.

જામનગરમાં રૂ.૧૦ ની નોટમાં ૪.૧૫ લાખનો ખેલ ખેલાયો : મામલો પોલીસ મથકે

0

કારની ખરીદીના નામે ચીટીંગ કરનાર શખ્સે દસ રૂપિયાની ચલણી નોટ ના નંબર નો કોડવર્ડ તરીકે ઉપયોગ કર્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧ ડીસેમ્બર ૨૪, જામનગરના એક કાર બ્રોકર મહેસાણાના એક ચીટર શખ્સ ની છેતરપિંડીના શિકાર બન્યા હતા જેમાં તેની સાથે કારના પૈસાની લેતી ના મામલે રૂપિયા ૧૦ ની ચલણી નોટ ના નંબર નો કોડવર્ડ તરીકે ઉપયોગ કર્યો હતો.

જામનગરમાં એક કાર ના વેચાણ નો ટેલીફોનિક સોદો કરાવ્યા બાદ તેણે દસ રૂપિયાની ૩૨-એ ૧૮૧૪૪૮ નંબરની ચલણી નોટ નો વોટસએપ મારફતે ફોટો મોકલ્યો હતો, અને તે નંબરના આધારે ચાર લાખ પંદર હજારની રકમ આંગડિયા પેઢી મારફતે પોતાના નામે ટ્રાન્સફર કરાવી લીધી હતી. જે પૈસા મળી ગયા બાદ આરોપી જગદીશભાઈ કારસ ઉર્ફે પિયુશભાઈ મહેશભાઈ પટેલ રહે.મુળ વિસનગર મારૂતી નંદન બંગ્લોસ ઘર નં-૪૩ ગાયત્રી બંગલોસ સામે મહેસાણા મો નં.૮૪૦૧૫૭૩૧૬૯ ,૮૪૮૭૯૪ ૭૭૮૫ , ૭૪૯૦૯૬૨૧૮૯ જે પોતાના જુદા જુદા ત્રણ મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરીને ભાગી છૂટ્યો છે.

જામનગર પોલીસ તેમજ કારના બ્રોકર કરશનભાઇ માલદેભાઇ ચેતરીયા દ્વારા આરોપીને શોધી કાઢવા માટે અનેક સ્થળે દોડધામ કરવામાં આવી હતી, અને ચિટર શખ્સ દ્વારા પૈસાની લેતી લેતી કરાઈ હતી, જે અંગેના કેટલાક પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે. જેના વિડીયો ફૂટેજ વગેરે પણ મેળવી લેવાયા છે. જેના આધારે તેને પકડવા માટેની કાર્યવાહી ચાલી રહી છે.

જામનગરના બેડ નજીક બંધ ટ્રકમાં આગ લાગતા ભારે દોડધામ

0

જામનગર નજીક બેડ પાસે બંધ પડેલા ટ્રકમાં આગ લાગતાં ફાયરે પહોંચી જઈ આગને બુજાવી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩૦ નવેમ્બર ૨૪, જામનગર નજીક બેડ ગામ પાસે ટોલનાકા નજીક માર્ગ પર બંધ પડેલા એક ટ્રકમાં આજે સવારે આગ લાગી હતી. જે બનાવવાની જાણ થવાથી જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટુકડી બનાવના સ્થળે પહોંચી ગઈ હતી. જયાં ટ્રકના ટાયર ના ભાગ તથા બોડીમાં આગની જ્વાળાઓ પ્રસરી હતી, જેને પાણીનો મારો ચલાવીને આગને બુજાવી લીધી હતી.

જોકે ઘણા સમયથી પડતર પડેલા ટ્રકમાં આગથી ટાયરો વગેરે બળીને ખાખ થયા હતા.

જામજોધપુર પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ પ્રોગ્રામ અંતર્ગત ત્રણને મુદ્દામાલ પરત અપાયો

0

જામજોધપુર પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ પ્રોગ્રામ અંતર્ગત ત્રણ આસામીઓને રોકડ-મોબાઈલ સહિતનો મુદ્દા માલ પરત અપાયો

દેશ દેવી ન્યૂઝ  જામનગર તા ૨૯ નવેમ્બર ૨૪, જામનગર જિલ્લાના જામજોધપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત ત્રણ વ્યક્તિઓને રોકડ રકમ મોબાઈલ ફોન સહિતનો મુદ્દા માલ પરત અપાયો હતો.

જામનગરના એસ.પી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ તેમજ લાલપુરના નાયબ પોલીસ અધિકારી અને નવ નિયુક્ત આઈ.પી.એસ. પ્રતિભા ના માર્ગદર્શન હેઠળ જામજોધપુરના પોલીસ સ્ટાફ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ યોજાયો હતો.જે અનુસાર ગોંડલના નટવરલાલ ગોંડલીયા નામના આસામીને રૂપિયા ૬૦ હજારનો ચેક પરત આપવામાં આવ્યો હતો.

આ ઉપરાંત જામજોધપુરના કપિલભાઈ ગિરધરભાઈ ઘેડિયા નામના આસામીને રૂપિયા ૬૬,૭૮૯ ની કિંમત ના ૨૮૩ કિલો ધાણા નક બાચકા પરત અપાયા હતા, ઉપરાંત જામજોધપુરના રહેવાસી પારસ ભાઈ મયુરભાઈ ઝાલા ને તેઓનો રૂપિયા ૧૪,૦૦૦ ની કિંમત નો મોબાઇલ ફોન પરત અપાયો હતો. જે ત્રણેય લાભાર્થીઓએ પોલીસ તંત્ર નો આભાર વ્યક્ત કર્યો હતો.

જામનગરમાં માર મારવાના ચકચારી પ્રકરણમાં ચાર પોલીસનો છુટકારો

0

જામનગરમાં લાકડી, પટ્ટા અને બીડીના ડામ આપીને માર મારવાની કોર્ટમાં કરેલ ફરીયાદમાં ચાર પોલીસ કર્મચારીનો છુટકારો

  • (૧) ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમભા ગજેન્દ્રસિંહ ઝાલા, (૨) પ્રવીણસિંહ ભીખુભા જાડેજા, (૩) હરેન્દ્રસિંહ ઉર્ફે હરૂભા રણજીતસિંહ જાડેજા અને (૪) ઉમરખાન ઉર્ફે ખાનભાઈ ગુલાબખાન પઠાન

  • આરોપીની કસ્ટડી અને ઇજાઓના આક્ષેપનો , મેડિકલ રીપોર્ટ માં તફાવત ને લઈ શંકાનો લાભ આપી છોડી મૂકયા

શન દેવી ન્યૂઝ જામનગર તા ૨૯ નવેમ્બર ૨૪ આ ચકચારી કેસ ની હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી અનીલભાઈ જગદીશભાઈ થાપલીયાને અન્ય ગુન્હાના કામે પોલીસે ધરપકડ કરેલ હોય અને બાદમાં કોર્ટ સમક્ષ ફરિયાદીને રજુ કરતા ફરિયાદી દ્વારા કોર્ટમાં નિવેદન આપેલ હોય કે મને લાકડી, અને પટ્ટાથી ધમભા અને પ્રવીણસિંહ તથા હરૂભા અને ખાનભાઈએ માર મરેલ છે અને બીડીના ડામ પણ દીધેલ છે જે અંગેની ફરિયાદ નોંધાવતા નામદાર કોર્ટે તેમને મેડીકલ તપાસ માટે મોકલવાનો હુકમ કરેલ અને ફરિયાદની ઇન્ક્વાયરી કરવા મંજુરી મળતા નામદાર કોર્ટે તેની ઇન્કવાયરી કર્યા બાદ પોલીસ કોન્સ્ટેબલ (૧) ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમભા ગજેન્દ્રસિંહ ઝાલા, (૨) પ્રવીણસિંહ ભીખુભા જાડેજા, (૩) હરેન્દ્રસિંહ ઉર્ફે હરૂભા રણજીતસિંહ જાડેજા અને (૪) ઉમરખાન ઉર્ફે ખાનભાઈ ગુલાબખાન પઠાન વિરુદ્ધ સમન્સ ઇસ્યુ કરેલ અને તમામ પુરાવાઓ નોંધવામાં આવેલ

સદરહું કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા અને બંને પુરાવાઓ તેમજ બંને પક્ષકારોના વકીલશ્રીઓની લાંબી અને ઊંડાણપૂર્વકની દલીલો ધ્યાને લઇને નામદાર કોર્ટ દ્વારા ચારેય પોલીસ કર્મચારીઓને શંકાનો લાભ આપીને છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામે ફરીયાદી ચારેય પોલીસ કર્મચારીઓ તરફે જામનગરના યુવા ધારાશાસ્ત્રી જયેન્દ્રસિંહ એન. ઝાલા તથા હાઇકોર્ટના નિરલ વી. ઝાલા તથા હરપાલસિંહ પી. ઝાલા તથા સત્યજીતસિંહ પી. જાડેજા રોકાયેલા છે.

જામનગર ધર કંકાસમાં કોળી યુવાન ટ્રેન હેઠળ કપાઈ ગયો

0

જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન નજીક એક યુવાનનો ગ્રહ કંકાસ ના કારણે ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત

  • ઘર કંકાસમાં એક વર્ષ અને ત્રણ વર્ષની માસુમ બાળકીએ પિતાની છત્રછાયા ગુમાવી

  • યુવાને અગાઉ ઝેરી દવા ગટગટાવી , તેમજ ટ્રેન નીચે ઝંપલાવવા નો પ્રયાસ કર્યો હતો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૭ નવેમ્બર ૨૪ જામનગરમાં ગઈકાલે મોડી રાત્રે ગાંધીનગર રેલ્વે સ્ટેશન નજીક એક યુવાને ગૃહ કંકાસ ના કારણે ટ્રેન હેઠળ પડતું મૂકી આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે, કે જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા સુરેશભાઈ સોલંકી નામના યુવાને પોતાના ગૃહ કંકાસના કારણે ગાંધીનગર રેલવે સ્ટેશન નજીક ની રેલવે લાઈનપર પડતું મૂકી દઈ આત્મહત્યા કરી લીધી છે.

જેના મૃતદેહના ટુકડા થઈ જતાં ભારે કરુંણ દ્રશ્યો સર્જાયા હતા. આ બનાવ અંગેની પોલીસને જાણ થતાં પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને મૃગતદેહનો કબજો સંભાળી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવાયું હતું, જ્યારે સમગ્ર બનાવ મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.

જામનગરમાં સંવિધાન દિવસની ઉજવણી નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો

0

જામનગરમાં સંવિધાન દિવસની ઉજવણી નિમિત્તે પોલીસ હેડક્વાર્ટરમાં વિશેષ કાર્યક્રમ યોજાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૭ નવેમ્બર ૨૪, ગઈકાલે સંવિધાન દિવસની ઉજવણીના ભાગરૂપે જામનગરના પોલીસ હેડક્વાર્ટર ખાતે ડીજીપી ઓફિસ દ્વારા એક વિશેષ પરીસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય સરકારી વકીલ ડી.જી.પી. જમન કે. ભંડેરીએ સંવિધાનના મહત્વ અંગે પ્રવચન આપ્યું હતું. તેમણે સંવિધાનને દેશની આત્મા ગણાવતાં જણાવ્યું હતું કે, સંવિધાન દરેક નાગરિકને સમાનતા અને ન્યાય આપે છે.

આ ઉપરાંત, કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે સિનિયર એડવોકેટ હિતેન ભટ્ટે બંધારણ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે સંવિધાનની વિવિધ જોગવાઈઓ અને તેના અમલીકરણ અંગે વિગતવાર માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં એ.ડી.જી.પી., જામનગર બાર એસોસિએશનના હોદ્દેદારો, શહેરના રાજકીય આગેવાનો, જામનગર શહેરના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા અને પી.આઈ., પી.એસ.આઈ. હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમનું આયોજન સંવિધાન પ્રત્યેના નાગરિકોની જવાબદારી અને ફરજોને સમજાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હાજર રહેલા તમામ લોકોએ આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

જામનગરના જમીન પ્રકારણના સ્યુસાઈડ કેસમાં આરોપીને જામીન મુક્ત કરતી કોર્ટ

0

કાલાવડ ખેતીની જમીનમાં ૨૪ ગુંઠા કબજો ખાલી ન કરવા , દબાણ કરવા અને મરવા મજબુર કરવાના કેશમાં જામીન મુકત કરતી નામ.જામનગર કોર્ટ

  • ધારીયુ લઈ અને જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કરવાનો પ્રયાસથી ડરી જતાં ભોગબનનારે આત્મહત્યા કરી લીધી હતી

  • સ્યુસાઈડ નોટમાં નામ અને ધારીયું લઈ અને મારવા આવેલાનો ઉલ્લેખ પણ હતો

દેશ દેવી ન્યૂઝ તા . ૨૭ નવેમ્બર ૨૪ જામનગર  આ ચર્ચાસ્પદ કેસની હકિકત એવી છે કે, રાજકોટ મુકામે વસવાટ કરતા જીતેન્દ્રભાઈ જેઠાભાઈ વોરા દ્વારા જામનગર જીલ્લા કાલાવડ પોલીસ સ્ટેશનમાં તેમના પિતા જેઠાભાઈ વોરા દ્વારા તેમની જમીન માપણી કરાવતા ૧૦ વીધા પૈકી ૨૪ ગુંઠા જમીન આરોપી પ્રવિણભાઈ તેજાભાઈ કાકડીયા વાળાઓએના ખેતરમાં નિકળતી હોય , જેથી જેઠાભાઈએ પ્રવિણભાઈ તેજાભાઈ કાકડીયાને ૨૪ ગુંઠા જમીનનો કબજો ખાલી કરાવવા અવાર નવાર કહેતા પરંતુ આ પ્રવિણભાઈ તેજાભાઈ તેના કૌટુંબીક ભાઈ નાથાભાઈ ટપુભાઈ પણ આ બાબતે પ્રવિણભાઈનો સાથ આપતા હોય અને ફરીયાદીના પિતા જેઠાભાઈને માનસીક ત્રાસ આપી અને હેરાન પરેશા કરતા હતા

બનાવના દિવસે મરણજનાર તા.૦૭/૦૩/૨૦૨૪ના રોજ સાંજના સમયે વાડીએ ગયા ત્યારે આરોપી પ્રવિણભાઈ કાકડીયાએ મરણજનારને ધારીયું લઈ અને તેમના સામેથી પસાર થયેલ અને મારવાની કોશીશ કરવાની બિક લાગતા તેમને એક સ્યુસાઈટ નોટ લખેલ અને તેમાં જણાવેલ કે “પવિણ તેજાની વાત કરૂ છું હું મારા સાગર વારા ખેતરે આંટો મારવા ગયો ત્યારે બારોબાર ૧૨નો બપોરનો ટાઈમ હતો હું જેવો વાડી પાસે નિકળ્યો તરત જ ધારીયું લઈને મારી પાછળ થતો હું ગાડીમાંજ હતો પરંતુ જો નીચે હોત તો મને નક્કી ધારીયાથી કટકા કરી નાખત તે મને બરોબરનું સમજાય ગયુ છે.

હવે મને એથી વાતાનો ડર સતાવે છે કે, હું એકલો ગમે ત્યારે નીકળશું તો મને પતાવી દેશે આ જાતનો મારા હૃદયમાં ડર લાગ્યો છે હું તેને પહોંચ શકું તેમ નથી કારણ કે, હું સુગરનો દરદર્દી છું, તો મને આ લોકો મારી ખતમ કરવાની તૈયારીમાં છે” આમ સ્યુસાઈટ નોટ લખી અને ફરીયાદીના પિતાએ આત્મહત્યા કરી લીધેલ, આમ આત્મહત્યા કરતા તેઓને ડોક્ટર ધ્વારા સારવારમાં મૃત જાહેર કરેલ અને પોલીસ ધ્વારા ફરીયાદીના લખાણના કુદરતી નમુના મંગાવી અને સ્યુસાઈટ નોટ સાથે સરખાવી અને આરોપી સામે ધોરણસર ગુન્હો દાખલ કરેલ, આમ ગુન્હો દાખલ થતાં આરોપી પ્રવિણભાઈ તેજાભાઈ કાકડીયાને જેલ હવાલે કરવામાં આવેલ, જેથી આરોપીએ જામીન અરજી દાખલ કરવામાં આવેલ જેમાં સરકાર પક્ષે તથા તપાસ કરનાર પોલીસ ધ્વારા એવી દલીલો કરવામાં આવેલ કે, આરોપી સામે પ્રથમદર્શનીય કેશ છે અને આરોપીનું નામ સ્યુસાઈટ નોટમાં જાહેર કરવામાં આવેલ છે

અને બનાવના દિવસે જ આરોપીએ તેમના સામે ધારીયું લઈ જઈ અને મારવાની કોશીશ કરેલ તેનાથી ડરી અને આત્મહત્યા કરી લીધેલ છે, તે સ્યુસાઈટ નોટમાં જણાય આવે છે, આ પ્રકારના આરોપીને જામીન મુકત કરવા જોઈએ નહી, તેની સામે આરોપી પક્ષે દલીલો કરવામાં આવેલ કે, જે રીતે સ્યુસાઈટ નોટ લખવામાં આવેલ છે તેના આક્ષેપો ધ્યાને લેવામાં આવે તો ધારીયુ લઈ અને આરોપી નિકળેલા હતા અને તેનાથી ડરી ગયેલા અને આત્મહત્યા કરી લીધેલ તેવું જણાવેલ છે, અને ફરીયાદીના પીતા મોટરકારમાં હતા જો તેઓને આ ડર હોય તો તેઓ પોલીસ સ્ટેશન જઈ અને ફરીયાદ કરી શક્તા હતા પરંતુ તેવું કોઈ કાર્યવાહીઓ કરવામાં આવેલ નથી, અને આ ડરના કારણે આત્મહત્યા કરેલ હોય તેવું પ્રથમદર્શનીય જણાય આવતું હોય તો પણ મરણજનાર પાસે મરવા સીવાયનો કોઈ જ વિકલ્પ ન હોય, તેવું ફરીયાદ ઉપરથી જણાય આવતું નથી,

આમ, જયારે ધારી લઈ અને આત્મહત્યા કરેલ હોય, તે સંજોગોમાં આ પ્રકારની ફરીયાદમાં આરોપીને જેલ હવાલે રાખી શકાય નહી, તેમ દલીલો કરતા નામ.અદાલતે તમામ દલીલો અને રેકર્ડ ધ્યાને લઈ અને આરોપી પ્રવિણભાઈ તેજાભાઈ કાકડીયાને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ, આ કેશમાં આરોપી પક્ષે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસીંહ આર.ગોહીલ, રજનીકાંત આર.નાખવા, નિતેષ જી. મુછડીયા રોકાયેલા હતા.

જામનગર પટેલ કોલોનીમાં STના કંડકટરની માલિકીના પ્લોટમાં ધાર્મિક દબાણ ઊભું કરી દીધું

0

જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા એસટી કંડક્ટર ની જગ્યા પચાવી પાડવાના મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઇ

  • એક મહિલા દ્વારા ગેરકાયદે પેશ કદમી કરી કબર બનાવી નાખી ધાર્મિક દબાણ ઊભું કરી લીધાનું જાહેર થયું

  • જિલ્લા કલેકટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અરજી કરાયા બાદ મામલો સામે આવતાં પોલીસે ગુનો નોંધ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૬, નવેમ્બર ૨૪ જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા એસ.ટી.ના કંડકટરનો પ્લોટ પચાવી પાડી તેમાં ધાર્મિક દબાણ ઉભું કરી લેનાર મુસ્લિમ મહિલા સામે અરજી કરાયા બાદ તપાસના અંતે પોલીસે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધ્યો છે. જેથી ભારે ચકચાર જાગી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર ત્રણ માં પ્લોટ ધરાવતા અને સરદાર પટેલ સોસાયટીમાં રહેતા તેમજ એસ.ટી. વિભાગમાં કંડકટર તરીકે ફરજ બજાવતા મહાવીરસિંહ નટુભા જાડેજાએ પોતાના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા પ્લોટ માં ગેરકાયદે પ્રવેશ કરી લઇ કબજો જમાવી લેવા અંગે તેમજ તેમાં ધાર્મિક દબાણ ઉભું કરી લેવા અંગે રોશનબેન અલીભાઈ સફિયા નામની મહિલા સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીએસટી કંડકટર દ્વારા ૨૦૧૫ ની સાલમાં જામનગરના અશોકભાઈ જોશી નામના વ્યક્તિ પાસેથી પટેલ કોલોની શેરી નંબર ત્રણમાં હનુમાન મઢી મંદિર પાસે એક પ્લોટ ખરીદવામાં આવ્યો હતો, અને તે પ્લોટ ને ખુલ્લો રાખ્યો હતો.

જે પ્લોટમાં રોશનબેન સફિયા નામની મહિલાને ગેરકાયદે પેશ કદમી કરી લઈ ત્યાં કબર બનાવી લઈ તેમાં લોબાન વગેરે શરૂ કર્યું હતું. સાથો સાથ ઝૂંપડું બનાવી લીધું હતું. જે અંગે તેઓને જગ્યા ખાલી કરવાનું કહેતાં ખાલી કરી ન હોવાથી આખરે મામલો જિલ્લા કલેક્ટર સમક્ષ લઈ જવાયો હતો, અને લેન્ડ ગ્રેબિંગ કમિટી સમક્ષ અરજી કરવામાં આવી હતી.

જેની તપાસના અંતે જમીનમાં ગેરકાયદે દબાણ થયું હોવાનું સામે આવ્યું હતું, આથી સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં રોશનબેન અલીભાઈ સફિયા સામે ધી ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધિત વિધાયક કલમ ૪(૩),૫(ગ) મુજબ ગુનો નોંધ્યો છે, અને શહેર વિભાગના ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા ના સુપર વિઝનમાં સમગ્ર મામલાની તપાસ ચલાવવામાં આવી રહી છે.

જામનગરમાંથી ૨૨ વર્ષની યુવતી ગુમ થઇ જતાં પિતા દ્વારા પોલીસને જાણ કરાઇ

0

જામનગર માંથી બાવીસ વર્ષ ની યુવતી ગુમ થઇ જતાં પિતા દ્વારા પોલીસ ને જાણ કરાઇ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૬ નવેમ્બર ૨૪, જામનગર ના ગોકુલનગર વિસ્તાર માં રહેતી એક અપરણિત યુવતી પોતાના ઘરેથી ગુમ થઇ જતાં તેણી ના ગુમ થવા અંગે પિતા એ પોલીસ માં જાણ કરી છે. આથી પોલીસ દ્વારા યુવતી ની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

જામનગરના ગોકુલનગર સીતારામ સોસાયટી શેરી નં.ર માં રહેતી તૃપ્તિબેન ઉર્ફે રીયાબેન જગદીશભાઈ મણવાનીયા નામની ૨૨ વર્ષ ની યુવતી કોઈને કહ્યા વગર ઘરે થી ચાલી ગઈ હતી અને પરત ફરી ન હતી. આથી પરિવારજનો દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી પરંતુ પત્તો લાગ્યો ન હતો. આખરે આજે યુવતીના પિતા જગદીશભાઈ મોહનલાલ મણવાનીયા એ પોતા ની પુત્રી ગુમ થવા અંગે ની પોલીસ માં જાણ કરતા પોલીસ હે.કો. આર.બી. બથવારે યુવતીની શોધખોળ હાથ ધરી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.