Monday, October 12, 2026
Home Blog Page 110

જામનગરમાં શ્રી અન્નપૂર્ણા માતાજીના વ્રત નો પ્રારંભ : મંદિરમાં ભક્તોની ભીડ

0

છોટી કાશી, જામનગરમાં શ્રી અન્નપૂર્ણા માતાજીના વ્રત નો પ્રારંભ: મંદિરમાં ભક્તો ની ભીડ જામી

 દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૭ ડીસેમ્બર ૨૪, ‘છોટીકાશી’ કહેવાતા જામનગરમાં અન્નપૂર્ણા ચોકડી નજીક આવેલ શ્રી અન્નપૂર્ણા માતાજીના પ્રાચીન મંદિરે અન્નપૂર્ણા માતાના વ્રત નો પ્રારંભ થઇ ચૂક્યો છે.અને શ્રદ્ધાળુઓ ની ભીડ ઉમટી રહી છે. માગશર સુદ છઠ્ઠ થી આરંભ થતું ર્માં અન્નપૂર્ણાનું વ્રત ૨૧ દિવસ ચાલે છે. આ વ્રત કરનારાઓના ઘેર અન્નભંડાર સતત ભરેલા રહેતા હોવાની અને સમૃદ્ધિના આશીર્વાદ મળતા હોવાની માન્યતા છે. જેને પગલે મોટા પ્રમાણમાં મહિલાઓ આ વ્રત કરે છે. શહેરમાં આવેલ શ્રી અન્નપૂર્ણા માતાજીનું મંદિર સૈકાઓ પ્રાચીન હોય પેઢીઓથી શ્રદ્ધાળુઓની શ્રદ્ધાનું કેન્દ્ર છે. અહીં વ્રત દરમિયાન નિયમિત હજારો દર્શનાર્થીઓનું આગમન થાય છે. આ ઉપરાંત હવાઈ ચોક નજીક સત્યનારાણ મંદિર રોડ પાસે આવેલ શ્રી હજારેશ્વર મહાદેવ મંદિર સંકુલમાં પણ શ્રી અન્નપૂર્ણા માતાજીનું મંદિર આવેલ હોય ત્યાં પણ દર્શનાર્થીઓ ઉમટે છે.

જામનગરમાં ખેડૂત યુવાનને જોરદાર વીજ આંચકો લાગતા મોત

0

ધ્રોળ તાલુકાના નથુવડલા ગામના ખેડૂત યુવાનને વિજ ટ્રાન્સફોર્મર માંથી વીજ આંચકો લાગતાં અપમૃત્યુ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૭ ડીસેમ્બર ૨૪, જામનગરના એક ખેડૂત યુવાનને વીજ પોલ પર પર ચડીને ટ્રાન્સફોર્મર માં લાઈટ ચેક કરતી વેળાએ એકાએક વિજ આંચકો લાગ્યો હતો, અને તેનું મૃત્યુ નીપજયું છે.

આ બનાવની વિગત એવી છે કે ધ્રોલ તાલુકાના નથુવડલા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા દિલીપભાઈ અમરશીભાઈ કગથરા નામના ૪૫ વર્ષના ખેડૂત યુવાન ગઈકાલે બપોરે આશરે ૨.૩૦ વાગ્યાના અરસામાં પોતાની વાડી પાસે આવેલા ટ્રાન્સફોર્મર ઉપર ચડીને લાઈટ ચેક કરવા જઈ રહ્યા હતા. જે દરમિયાન અચાનક તેને ટીસીમાંથી વીજ આંચકો લાગ્યો હતો, અને નીચે પટકાઈ પડ્યા હતા. ત્યારબાદ તેને તાત્કાલિક અસરથી ધ્રોલની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાક્ષ ત્યાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે મૃતકના સંબંધી ધર્મેન્દ્રભાઈ કાનજીભાઈ કગથરાએ પોલીસને જાણ કરતાં ધ્રોલ ના પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ.બી.સોઢીયા બનાવના સ્થળે તેમજ ધ્રોલની સરકારી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે તપાસ શરૂ કરી છે.

જામનગર ટ્રાફિક પોલીસ દ્વારા ૧૩ ઘેટા બકરાને બચાવી લેવાયા : ૩ ની અટકાયત

0

જામનગર નજીક લાલપુર બાયપાસ પાસે ઈકો માં લઇ જવાતાં ૧૩ ઘેટા-બકરા મુકત કરાવાયા : ત્રણ શખ્સ ની અટકાયત

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૬ ડિસેમ્બર ૨૪, જામનગર ના લાલપુર બાયપાસ માર્ગે થી ઇકો કારમાં લઈ જવા હતા ૧૩ ઘેટા બકરા ને પોલીસે મુક્ત કરાવ્યા હતા અને ત્રણ આરોપીઓ ની અટકાયત કરી હતી.જામનગરમાં લાલપુર બાયપાસ માર્ગે પોલીસ દ્વારા વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન એક ઇકો મોટર ને પોલીસે આંતરી તેની તલાશી લેતા તેમાં માં ૧૩ ઘેટા બકરા કોઈપણ ઠાસી ઠાસી ને ભર્યા હોવા નું જણાયું હતું આથી પોલીસ સ્ટાફે જીજે-૧૦બીજી-૩૮૦૫ નંબરની ઈકો મોટર મા ખચોખચ ભરવામાં આવેલા ૧૩ ઘેટા-બકરાં કબ્જે કરી મુક્ત કરાવ્યા હતા.

અને ત્રણ શખ્સની પોલીસે અટકાયત કરી ઘેટા-બકરાંનો કબ્જો જામનગરની જીવદયા પ્રેમી સંસ્થા-વી.કે. ફાઉન્ડેશનને સોંપ્યો છે. જામનગરની ટ્રાફિક શાખા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

જામનગરની જાણીતી સ્કુલમાં શિક્ષિકાએ વિદ્યાર્થીને માર મારતા ભારે ચક્ચાર : મામલો પોલીસ મથકે

0

જામનગરની એક ખાનગી સ્કૂલમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષિકાએ માર માર્યો હોવાથી ઘટના થી ચકચાર

  • વાલી દ્વારા શાળા સંચાલકોને જાણ કરાયા પછી પણ કોઈ પ્રત્યુતર નહીં મળતાં આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૫ ડિસેમ્બર ૨૪, જામનગરની એક ખાનગી સ્કૂલમાં પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને સ્કૂલની શિક્ષિકાએ માર માર્યો હોવાનો મામલો સ્કૂલ સંચાલકો સુધી પહોંચ્યા પછી કોઈ નિષ્કર્ષ નહીં આવતાં આખરે પોલીસ મથક સુધી મામલો પહોંચ્યો છે, જેથી ભારે ખળભળાટ મચી ગયો છે.જામનગરમાં આવેલી કાલિંદી સ્કૂલમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને તેની શિક્ષિકાએ ગાલ પર તમાચા મારી દેતાં બાળકને ઇજા ના નિશાનો બન્યા હતા. વિદ્યાર્થીઓને લાઈનમાં લઈ જવાતા હતા, જે દરમિયાન એક વિદ્યાર્થી લાઈનની બહાર નીકળી જતાં શિક્ષિકાએ ઉસકેરાઈ જઇ માર માર્યો હોવાથી વિદ્યાર્થી ઈજાગ્રસ્ત બન્યો હતો.

તેણે રડતાં રડતાં પોતાના વાલી પાસે સમગ્ર બનાવની વાત કરી હોવાથી વિદ્યાર્થીના વાલીઓ દ્વારા તાત્કાલિક અસરથી સમગ્ર મામલે શાળા ના સંચાલકોને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ શાળા સંચાલકો દ્વારા કોઈ યોગ્ય જવાબ આપ્યો ન હતો.આખરે આજે સવારે આ મામલાને પોલીસ મથકે લઈ જવાયો છે, અને પોલીસ સમગ્ર બનાવમાં ઊંડાણપૂર્વકની તપાસમાં જોડાઈ છે. નજીકના ભવિષ્યમાં આ પ્રકરણમાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે તેમ જાણવા મળી રહ્યું છે.

કાલાવડના ભાયૂ ખીજડીયા ગામે શ્રમિક મહિલાનું સર્પદંશથી મોત

0

કાલાવડ તાલુકાના ભાયૂ ખાખરીયા ગામમાં ખેતી કામ કરી રહેલી શ્રમિક મહિલાનું સર્પદંશ થી અપમૃત્યુ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૫ ડિસેમ્બર ૨૪, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ભાયૂ ખાખરીયા ગામમાં રહેતી પર પ્રાંતીય શ્રમિક યુવતીને ખેતી કામ દરમિયાન ઝેરી સર્પ કરડી જતાં બેશુદ્ધ બન્યા પછી તેણીનું મૃત્યુ નિપજ્યું છે. જે મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસ તપાસ ચલાવે છે.આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્ય પ્રદેશની વતની અને હાલ કાલાવડ તાલુકાના ભાયૂ ખાખરીયા ગામમાં રહેતા અનિરુદ્ધસિંહ પ્રવીણસિંહ જાડેજા ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતી કમાબેન કમલેશભાઈ બારીયા નામની ૩૫ વર્ષની શ્રમિક યુવતી ગઈકાલે પોતાના પરિવાર સાથે વાડીમાં મરચી નીદવાનું કામ કરી રહી હતી, જે દરમિયાન તેણીને એકાએક ઝેરી સર્પ કરડી જતાં બેશુદ્ધ બની હતી, અને તેણીને સારવાર માટે કાલાવડ ની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પરંતુ ત્યાં તેણીનો મૃતદેહ જ પહોંચ્યો હતો.આ બનાવ અંગે મૃતકના પતિ કમલેશભાઈ બદીયાભાઈ બારીયાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં ઈન્સ્ટાગ્રામનો પ્રેમ બળાત્કાર સુધી પહોંચ્યો : આરોપી જામીન મુક્ત

0

જામનગર : ઈન્સ્ટાગ્રામ મારફત મિત્રતા કેળવી લગ્નના વાયદાઓ કરી અવાર-નવાર બળાત્કાર ગુજારવાના કેસમાં ગરાસીયા યુવાનને જામીન મુકત કરતી નામદાર અદાલત

  • કોલેજીયન યુવતીને લગ્નની લાલચ આપી અવારનવાર બળાત્કાર ગુજારેલ

  • કોર્ટના કાનૂની જંગમાં સૂરત , કોલકતા અને દિલ્હીમાં બનેલ રેપ જેવી ઘટનાનો ઉલ્લેખ કરાયો

  • વિદ્વાન ધારાશાસ્ત્રી રાજેશ ગોસાઈની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી આરોપી શક્તિસિંહ ચુડાસમાં ને જામીન મુક્ત કરવા આદેશ

દેશ દેવી ન્યુઝ તા.૫ ડિસેમ્બર ૨૪ આ કેશની હકિક્ત એવી છે કે, જામનગર સીટી ‘સી’ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ભોગબનનાર ઉ.વર્ષ ૨૦ વાળાઓએ આરોપી શક્તિસીંહ જોરૂભા ચુડાસમાં સામે ફરીયાદ નોંધાવેલ કે, ભોગબનનાર અને શક્તિસીંહની ઈન્સ્ટાગ્રામ મારફત પરીચય થયેલ અને આ આરોપી શક્તિસીંહે ભોગબનનારને લગ્નની લાલચ આપેલ અને પ્રેમસંબંધ બાંધેલ ત્યારબાદ બંન્ને વચ્ચે જામનગરની અલગ અલગ હોટલે આરોપી લઈ જઈ અને લગ્નની લાલચ આપી અને બળાત્કાર કરેલ અને પોતાની ફર્નીચરની દુકાનમાં પણ બોલાવી અને ભોગબનનાર સાથે બળાત્કાર કરેલ અને ત્યારબાદ તરછોડી દીધેલ આ ફરીયાદ જાહેર કરવામાં આવેલ, અને ફરીયાદ જાહેર થતાં આરોપી શક્તિસીંહ ચુડાસમાંની અટક કરવામાં આવી હતીજેથી આરોપી દ્વારા નામદાર અદાલતમાં જામીન અરજી દાખલ કરવામાં આવેલ, જેમાં ફરીયાદ પક્ષે અને તપાસ કરનાર પોલીસ અધિકારી અને સરકારી વકીલ દ્વારા વાંધાઓ લઈ અને દલીલો કરવામાં આવેલ કે, હાલના કિસ્સામાં સોશ્યલ મિડીયામાં આ રીતે પ્રેમ સંબંધ બાંધી અને દિકરીઓ સાથે બળાત્કાર કરવામાં આવે છે અને તેમને દબાવવામાં આવે છે અને ત્યારબાદ આ રીતે દિકરીઓની ઈજજત સાથે રમી અને તેમને તરછોડી દેવામાં આવે છે, તેવા કિસ્સાઓ વધી રહેલ છે અને તાજેતરમાં કલકતા અને દિલ્હીમાં સુરતમાં આ જ પ્રકારના રેપના કિસ્સાઓ વધી રહેલ છે, તે ડામવા ખુબજ જરૂરી છે અને આ પ્રકારના આરોપીને જો જામીન મુકત કરવામાં આવશે તો આ રીતે રેપ કરનારાઓને કાયદાનો કોઈ શેહ રહેશે નહીં અને કાયદાની કોઈ જ બિક રહેશે નહી અને સમાજમાં આ જ પ્રકારના કિસ્સાઓ વધતા રહેશે,

તેથી આ આરોપીઓને જામીન મુક્ત કરવા જોઈએ નહી, તેની સામે આરોપી પક્ષે દલીલો કરવામાં આવેલ કે, સમાજમાં કિસ્સાઓ વધી રહેલ છે તે વાત ખુબજ ખેધજનક છે અને તેમાં સમાજમાં મેસેજ બેસાડવો ખુબજ જરૂરી છે અને કાયદો અને વ્યવસ્થા પણ જાળવવી જોઈએ અને આ પ્રકારના કિસ્સાઓ ન થાય તે માટે સરકાર પણ ખુબજ કાર્યરત છે, તે બાબત સાથે સહમત છીએ, તેની સાથે સાથે તમામ ફરીયાદોને જો એક જ ત્રાજવે તોલવામાં આવે તો આરોપીઓના હકક અધિકારો જે બંધારણે આપેલ છે તેને તરાપ મારવા સમાજ ગણી શકાય

હાલના કેશમાં ભોગબનનાર ૨૦ વર્ષની વ્યકિત છે અને ભલેણ ગલેણ વ્યકિત છે, તેઓએ પણ પ્રેમ સંબંધ હોવાની કબુલાત આપેલ છે અને જે કલકતા અને દિલ્હી અને સુરતમાં રેપના કિસ્સાઓ બનેલ છે, તે ગેંગ રેપના કિસ્સાઓ છે અને તે હિન્યસ ક્રાઈમ છે આ તો પ્રેમસંબંધનો કિસ્સો છે, તેને આ કિસ્સાાઓ સાથે જોડી શકાય નહી અને સમગ્ર ફરીયાદ સાચી છે કે, ખોટી છે, તે ટ્રાયલ ચાલ્યાબાદ નામ.અદાલત સમક્ષ તમામ હકિકતો સામે આવે તેમ હોય અને તે પુરાવાનો વિષય છે, અને આ કિસ્સામાં પ્રેમસંબંધ લવ એન્ડ અફેરનો કિસ્સો હોય, અને એકબીજાની મરજીથી શરીર સુખ બાંધેલ છે અને તેને બળાત્કારનો ઓપ આપવામાં આવેલ છે, તે હકિક્તો પુરાવો જોતા પ્રથમદર્શનીય રીતે જણાય આવે છે, તો આ કિસ્સામાં આરોપીને જામીન મુક્ત કરવા જોઈએ, તેવી ધારદાર રજુઆતો કરવામાં આવેલ, તે તમામ રજુઆતો અને દલીલો ધ્યાને લઈ અને નામ.અદાલતે આરોપી શક્તિસંહ જોરૂભા ચુડાસમાંને આરોપી પક્ષે થયેલ રજુઆતો અને દલીલો માન્ય રાખી અને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ આ કેશમાં આરોપી પક્ષે વકીલ રાજેશ ડી. ગોસાઈ , વિશાલ વાય. જાની હરદેવસીહ આર.ગોહીલ, રજનીકાંત આ૨.નાખવા, નિતેષ જી.મુછડીયા રોકાયેલા હતા.

જામનગર : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારને લઈ આક્રોશભેર રેલી યોજાઈ

0

જામનગરમાં હિન્દુ એકતા સમિતિ ના નેજા હેઠળ બાંગ્લાદેશના હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને આક્રોશભેર મૌન રેલી યોજાઇ

  • જામનગર શહેરના અનેક હિન્દુ સંગઠનના અગ્રણીઓ- જ્ઞાતિ, સંસ્થાના પ્રમુખ સહિતના હોદ્દેદારો અને વિશાળ સંખ્યામાં બહેનો જોડાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૪ ડિસેમ્બર ૨૪ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને જામનગરમાં હિન્દુ એકતા સમિતિ મેદાને પડી છે, અને આજે સવારે એક મૌન રેલીનું આયોજન કરાયું હતું, જેમાં જામનગર શહેરના વિવિધ હિન્દુ સંગઠનના અગ્રણીઓ, જુદી જુદી જ્ઞાતિ- સંસ્થાના પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારો અને વિશાળ સંખ્યામાં બહેનો આ રેલીમાં આક્રોશભેર જોડાયા હતા, અને જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને વિસ્તૃત આવેદનપત્ર આપ્યું હતું.બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો રોકવા જામનગરમાં હિન્દુ એકતા સમિતિ સમર્થનમાં આવી છે, અને આજે સવારે મૌન રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલી સવારે ૧૧.૦૦ વાગ્યે શરૂ સેકસન રોડ નજીક આવેલા સરલાબેન આવાસ ભવન પાસેથી પ્રારંભ થઇ હતી, જેમાં ભાઈઓ બહેનો સહિતનો વિશાળ જન સમુદાય બેનર પોસ્ટર સાથે જોડાયો હતો અને મૌન રેલી ના સ્વરૂપમાં જામનગરની જિલ્લા કલેકટર કચેરી એ પહોંચીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું હતું.

જામનગરમાં ગેંગરેપના આરોપીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવાયું

0

જામનગરના ચકચારી ગેંગરેપના મુખ્ય આરોપી દ્વારા મોટા થાવરીયા ગામમાં ખડકી દેવાયેલા ગેરકાયદે ફાર્મ હાઉસ પર તંત્રએ બુલડોઝર ફેરવ્યું

  • જામનગરના જિલ્લા પોલીસવડા ખુદ ડિમોલેશન સમયે મોટા થાવરીયા ગામના સ્થળે વિશાળ પોલીસ કાફલા સાથે હાજર રહ્યા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૪ ડિસેમ્બર ૨૪, જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં તાજેતરમાં ગેંગરેપ નો એક ગુનો નોધવામાં આવ્યો હતો, જે કેસના મુખ્ય સૂત્રધાર એવા આરોપી હુસેન ગુલમામદ શેખ સામે ડ્રગ્સ હથિયાર અને જમીન દબાણ સહિતના સાત જેટલા ગુના નોંધાયેલા છે, જે પૈકીના જમીન દબાણના કેસમાં મોટા થાવરીયા ગામમાં ગેરકાયદે રીતે ખડકી દેવાયેલા ફાર્મહાઉસ પર આજે તંત્ર એ બુલડોઝર ફેરવી દીધું હતું. આ વેળાએ ખુદ જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ વિશાળ પોલીસ કાફલા સાથે હાજર રહ્યા હતા અને ગેરકાયદે ફાર્મ હાઉસ વાળી મોટી જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી.જામનગર ગ્રામ્ય તાલુકાના પંચ એ. પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા થાવરીયા ગામે ગૌચર જમીન સર્વે નં. જૂના ૪૦૦/પૈકી ૨૬ જેના નવા સર્વે નં. ૮૭૩ આવેલી છે, જેના દબાણકર્તા હુશેનભાઈ ગુલમામદ શેખ કે જેણે ૧૧ વીધા (ચો.મી. આશરે – ૧૮૪૫૮) જમીનમાં ‘ અશદ ફાર્મ હાઉસ ‘ તથા તાર ફેન્સિંગ કરી દબાણ ઉભું કર્યું છે.

આ દબાણકર્તા હુશેન ગુલમામદ શેખ વિરૂધ્ધ હાલમાં જ નવેમ્બર – ૨૦૨૪ માં સિટી એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામુહિક બળાત્કાર તથા આજદિન સુધી પંચ એ. પોલીસ સ્ટેશન વિસ્તારમાં એન.ડી.પી.એસ., બળાત્કાર, આર્મ્સ એક્ટ તથા પ્રોહીબિશન એક્ટ સહિત કુલ – ૦૭ ગુના દાખલ થયેલા છે.જે આરોપી સામે આજે વહીવટી તંત્ર દ્વારા આકરું પગલું ભરવામાં આવ્યું હતું, અને તેણે જે જગ્યામાં દબાણ કર્યું હતું. ત્યાં મોટા પાયે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી હતી, અને જગ્યા ખુલ્લી કરાવાઈ છે.

જામનગરમાં ૧૪૦૪ આવાસ પૈકીના વધુ ચાર જર્જરિત બિલ્ડીંગમાં આજે ડિમોલીશન કરાયું

0

જામનગરમાં અંધઆશ્રમ પાસે આવેલા ૧૪૦૪ આવાસ પૈકીના વધુ ચાર જર્જરિત બિલ્ડીંગમાં આજે ડિમોલીશન કરાયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩ ડીસેમ્બર ૨૪, જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા એક સપ્તાહ દરમિયાન અંધાશ્રમ નજીક આવેલા અતિ જર્જરિત ૧૪૦૪ આવાસ માં ડીમોલિશન ની પ્રક્રિયા પૂન: હાથ ધરવામાં આવી હતી, અને ૧૪૦૪ આવાસ પૈકીના વધુ ચાર બ્લોકને આજે જમીન દોસ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જામનગરમાં નગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા દિવાળી પહેલાં ૧૪૦૪ આવાસ પૈકીના કેટલાક બિલ્ડીંગ દૂર કરાયા હતા, જે પૈકીના આજે બ્લોક નંબર ૮૨,૮૩,૮૪ અને ૮૫ નંબરના વધુ ચાર બિલ્ડીંગ ને જમીન દોસ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ ૩૩ બિલ્ડીંગ પૈકીના ૬૯૬ ફ્લેટ ને જમીન દોસ્તી કરી દેવામાં આવ્યા છે, અને આ કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે.

જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખાના અધિકારી નીતિન દીક્ષિત, ઉપરાંત અનવરભાઈ ગજણ, સુનિલભાઈ ભાનુશાળી, યુવરાજસિંહ ઝાલા વગેરેની આગેવાનીમાં સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

ગુજરાત રાજ્યના વિરોધ પક્ષના નેતા અમિત ભાઈ ચાવડાએ સુપ્રસિદ્ધ બાલા હનુમાનજી મંદિરની મુલાકાત લઇ રામધૂન માં જોડાયા

0

ગુજરાત રાજ્યના વિરોધ પક્ષના નેતા અમિત ભાઈ ચાવડાએ સુપ્રસિદ્ધ બાલા હનુમાનજી મંદિરની મુલાકાત લઇ રામધૂન માં જોડાયા

  • જામનગરના સ્થાનિક કોંગ્રેસના આગેવાનોએ પણ બાલ હનુમાનજી ની આરતી માં જોડાઈ અખંડ રામધૂન બોલાવી

દેશ દેવી ન્યૂઝ  જામનગર તા ૨, ડિસેમ્બર ૨૪ જામનગરના સુપ્રસિદ્ધ બાલાહનુમાનજી મંદિરમાં ગઈકાલે રવિવારના દિવસે ગુજરાત રાજ્યના વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ દર્શન નો લાભ લીધો હતો, અને મહા આરતી માં જોડાયા હતા. ત્યારબાદ બાલ હનુમાનજી મંદિર પરિસરમાં ચાલી રહેલી અખંડ રામધૂન ના પાઠ માં પોતે જોડાયા હતા, અને ‘શ્રીરામ જયરામ જયજયરામ’ ની રામધૂન બોલાવી હતી.

જેઓની સાથે ગુજરાત રાજ્ય કોંગ્રેસ ના ઉપાધ્યક્ષ ભીખુભાઈ વારોતરીયા, જામનગર જિલ્લાના માજી કોંગી ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધવલભાઇ નંદા , તેમજ અગ્રણીઓ આનંદ ગોહિલ, પાર્થ પટેલ, વિનોદભાઈ ભાવસાર, શહેર કોંગ્રેસ મહામંત્રી ભરતભાઈ વાળા, ઉપરાંત જામનગર શહેર કોંગ્રેસના અન્ય હોદ્દેદારો અને કાર્યકરો પણ બાલા હનુમાનજી મંદિર ની આરતી માં જોડાયા હતા, અને સાથોસાથ રામધૂન બોલાવી હતી.

error: Copying and use of the content of the website is considered as illegal activity.