Monday, October 12, 2026
Home Blog Page 109

જામનગર કાલાવડ નાકા બહારનો જર્જરીત પુલ નવો બનાવવા કોર્પોરેટર દ્વારા લડત

0

જામનગરમાં કાલાવડ નાકા બહારનો જર્જરીત પુલ ફરી નવો બનાવવા બાબતે વોર્ડ નંબર ૧૨ ના કોર્પોરેટરો દ્વારા લડત ચલાવાઈ

  • ૫૦૦૦ પત્રિકા નું વિતરણ કરીને લોકોનો જનમત માંગ્યો: આવતી કાલે જનરલ બોર્ડમાં પ્રશ્ન ઉઠાવાશે

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧ ડીસેમ્બર ૨૪ જામનગરમાં કાલાવડનાકા બહારનો પૂલ અતિ જર્જરીત બની ગયો હોવાથી વોર્ડ નંબર ૧૨ ના કોર્પોરેટર દ્વારા આ મામલે લડત ચલાવાઇ રહી છે, અને આજે ૫,૦૦૦ જેટલી પત્રિકા નું વિતરણ કરીને લોકોનો જનમત માંગવામાં આવ્યો છે. જે આવતીકાલે જનરલ બોર્ડમાં રજૂ કરવામાં આવશે.જામનગરના વોર્ડ નં.૧૨ માં કાલાવડ નાકા બહારનો મુખ્ય બ્રિજ ભારે જર્જરીત હાલતમાં હોય નીચેથી લોખંડના સળિયા નીકળી ગયા છે. ફૂટપાથ માં હોલ પડી ગયા હોય સંપૂર્ણપણે બિસ્માર હાલતમાં છે. શું આ તંત્ર મોરબી જેવી દુર્ઘટનાની સહ જોઈ રહ્યો છે? તેવો સવાલ વોર્ડ નંબર ૧૨ ના કોર્પોરેટર અસલમ ખીલજી તેમજ જેનબબેન ખફી સહિતના આગેવાનોએ ઉઠાવ્યો છે, અને લડત ચલાવાઇ રહી છે.

સાથો સાથ ૫,૦૦૦ જેટલી પત્રિકાઓનું વિતરણ કરીને લોકોનો જનમત માંગવામાં આવી રહ્યો છે. જે જનમતની કોપી એકત્ર કરીને આવતીકાલે યોજનારી જનરલ બોર્ડ ની બેઠકમાં આ મુદ્દો ઉઠાવવામાં આવશે, અને નવો પુલ બનાવવા માટે ઉગ્ર લડત ચલાવાશે, તેવી રજૂઆત બંને કોર્પોરેટર સહિતના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આ મુદ્દે અગાઉ અનેક વખત જાહેરાત કરવામાં આવી છે, જનરલ બોર્ડમાં આ વિષયને લેવામાં આવ્યો હતો. પરંતુ હજી સુધી પૂલ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી મોટી હોનારતનું જોખમ તોડાઈ રહ્યુ છે. આવી કોઈ દુર્ઘટના બને તે પહેલા સત્વરે નવો પુલ બનાવવામાં આવે તેવી માંગણી સાથે ઉગ્ર લડત ચલાવાઇ રહી છે.તાત્કાલિક ધોરણે નવો પુલ બનાવવામાં નહિ આવે તો નાછુટકે વોર્ડ નં.૧૨ ની જનતાને સાથે રાખી રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેમજ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે, તેવી ચીમકી અપાઇ છે

જામનગરમાં મકાનમાં ભાગના પ્રશ્ને સોની વેપારી ઢીંબાયા : સામસામે ફરિયાદ નોંધાવાઈ

0

જામનગરના સોની વેપારી દંપતિ પર મકાનના ભાગના પ્રશ્ને તેના જ ભત્રીજા અને ભત્રીજા વહુનો હુમલો

  • સામા પક્ષે ભત્રીજાએ પણ પોતાના ઉપર હુમલો કરવા અંગે કાકા-કાકી સામે વળતી ફરિયાદ નોંધાવી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧ ડિસેમ્બર ૨૪ જામનગરમાં મોટી હવેલી વિસ્તારમાં રહેતા સોની વેપારી દંપતીને મકાનના ભાગના પ્રશ્ને પોતાના જ ભત્રીજા અને ભત્રીજા વહુ સાથે ઝઘડો થયો હતો, અને બંને પક્ષે સામ સામે હુમલા કરાયાની પોલીસ ફરિયાદ થઇ છે.જામનગરમાં મોટી હવેલી નજીક કાજીના ચકલા વિસ્તારમાં રહેતા સોની વેપારી અજીતભાઈ રમેશભાઈ મોનાણી (ઉંમર વર્ષ ૫૨) એ પોતાના ઉપર તેમજ પોતાના પત્ની નીતાબેન પર માટલા વડે હુમલો કરી ફેક્ચર સહિતની ઈજા પહોંચાડવા અંગે પોતાના ભત્રીજા હેત મનીષભાઈ મોનાણી અને ભત્રીજાવહુ પ્રીતિબેન મનીષભાઈ મોનાણી સામે ફરિયાદ નોંધાવી છે.

જ્યારે સામા પક્ષે ભત્રીજા હેત મનીષભાઈ મોનાણીએ પોતાના ઉપર તેમજ પોતાની પત્ની ઉપર લોખંડના સળિયા વડે હુમલો કરવા અંગે પોતાના કાકા અજીતભાઈ રમેશભાઈ મોનાણી અને કાકી નીતાબેન અજીતભાઈ મોનાણી સામે વળતી ફરિયાદ નોંધાવી છે. જે મામલે સીટી એ. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.

જામનગરમાં આજથી ફાયર અધિકારીઓ માટેની તાલીમ શિબિરનો પ્રારંભ

0

જામનગર શહેરમાં આજથી ફાયર અધિકારીઓ માટેની તાલીમ શિબિર નો પ્રારંભ

  • નેશનલ ફાયર કોલેજ નાગપુર ના ૭૯ ડિવિઝનલ ઓફિસર કોર્સ ના કુલ ૨૬ તાલીમાર્થીઓ પ્રેક્ટીકલ તાલીમ માટે જોડાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૦ ડીસેમ્બર ૨૪, જામનગરના ફાયર વિભાગમાં ૧૦ દિવસ માટેની તાલીમ શિબિર યોજાઈ છે. જેમાં દેશના જુદા-જુદા રાજ્યોના ફાયર વિભાગના અધિકારીઓ અને રાષ્ટ્રીય કક્ષાની સરકારી ઈન્સ્ટિટ્યુટના તાલીમાર્થીઓ નાગપુરથી જામનગર ખાતેથી આજે આવી પહોંચ્યા છે.જામનગર શહેર નજીક એશિયાની મોટામાં મોટી બ્રાસ ઈન્ડસ્ટ્રી તેમજ જીએસએફસી, રિલાયન્સ, નયારા, સિક્કા ટીપીએસ, મથુરા સુધીની આઈઓસીની ઓઈલ પાઈપલાઈન અને લશ્કરની ત્રણ પાંખો જેવા મહત્વના સંસ્થાનો આવેલા છે.ત્યારે ફાયર બ્રીગેડ જેવી ઈમર્જન્સી સર્વીસનું મહત્વ વધી જાય છે. ત્યારે જામનગરના ફાયર બ્રિગેડ ખાતે એક નેશનલ લેવલનો ટ્રેનિંગ કેમ્પ યોજાઈ રહ્યો છે. જેમાં નાગપુરની નેશનલ ફાયર સર્વીસ કોલેજના તાલીમાર્થીઓ તથા ડિવીઝનલ કોર્સના અધિકારીઓ ભાગ લઇ રહ્યા છે.

જામનગર મહાનગર પાલિકાના ફાયર વિભાગ દ્વારા મ્યુ. કમિશનરની દેખરેખ હેઠળ ચીફ ફાયર ઓફીસર કે.કે. બિશ્નોઈ ના માધ્યમથી તાલીમાર્થીઓની જીઆઈડીસી-૧, ૨ અને ૩ની મુલાકાતો, વિશાળકાય ઉદ્યોગો, સરકારી સંસ્થાનોની મુલાકાત માટે બસની અને તાલીમની વ્યવસ્થા કરવામાં આવી છે.સમગ્ર ભારત ભરના ૨૬ જેટલા ફાયર વિભાગના ડિવિઝનલ ઓફિસરો આવી પહોંચ્યા છે, અને રિલાયન્સ, ન્યારા, જી.એસ.એફ.સી., ટી.પી.એસ. સિક્કા, ડી.સી.સી. સિમેન્ટ ફેકટરી સહિતની મેગા રિફાઇનરી ફાયર સિસ્ટમની સમીક્ષા તેમજ નિરીક્ષણ માટે ૧૦ દિવસ માટે આવી પહોંચ્યા છે.

જામનગરમાં આવેલા ફાયર ડેલિગેટસો ની વાત કરવામાં આવે તો ભારતના ઓડીસા, અરુણાચલ, મહારાષ્ટ્ર, બિહાર, પંજાબ, પોંડીચેરી અને હરિયાણા સહિતના વિવિધ રાજ્યોના ફાયર વિભાગના ૨૬ જેટલા ડિવિઝનલ ઓફિસરો આવી પહોંચ્યા છે.જે જામનગર જિલ્લાની વિવિધ રિફાઇનરી અને તેમાં રહેલી ફાયર સેફટીની અત્યાધુનિક સામગ્રીનું નિરીક્ષણ અને સમીક્ષા કરશે.

જામનગર નાની ખાવડીમાં યુવકની ક્રૂર હત્યાનો આરોપી ઝબ્બે

0

જામનગર નજીક નાની ખાવડી માં યુવાની હત્યા કરનાર આરોપી ઝડપાયો

  • મૃતક યુવાન પોતાની પત્ની ને પરેશાન કરતો હોવાથી ગળું કાપી નાખ્યું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૦ ડીસેમ્બર ૨૪ , જામનગર નજીક નાની ખાવડી વિસ્તાર માં ગઇકાલે વહેલી સવારે એક રાજપૂત યુવાનની હત્યા નિપજાવાઈ હતી. અને ઉશ્કેરાટ માં આવી ગયેલા આરોપીએ ગળાના ભાગે ધારદાર હથીયાર નો ઘા મારી હત્યા નિપજાવી ભાગી છૂટ્યા પછી આજે પોલીસે તેને ઝડપી લીધો છે.આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના નાની ખાવડી ગામમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા બલભદ્રસિંહ જાડેજા નામના ૨૧ વર્ષના રાજપૂત યુવાનનો ગઇકાલે સવારે નાની ખાવડી ગામની સીમ વિસ્તારમાં હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.જે બનાવની પોલીસને જાણ કરાતાં સિક્કા પોલીસ સ્ટેશનનો કાફલો બનાવના સ્થળે દોડી ગયો હતો, અને તપાસ નો ધમધમાટ શરૂ કર્યો હતો.

મૃતક યુવાનના ગળાના ભાગે ધારદાર હથીયારનો ઘા ઝીંકી દેવાયો હોવાથી ગરદનનો ભાગ કપાઈ ગયો હતો, અને લોહીથી લથબથ બન્યો હતો.,આ પછી હત્યારા આરોપીની શોધ શરૂ કરી હતી. દરમ્યાન પોલીસ ને મળેલ ચોક્કસ બાતમી નાં આધારે જનક્સિંહ ઝાલા નામનાં શખ્સ ને પોલીસે ઝડપી લીધો હતો. આરોપી ની પ્રાથમિક પૂછપરછ મા પોતાની પત્ની ને બલભદ્રસિંહ પરેશાન કરતો હોવા થી ખુન્નસ ચડી જતાં આખરે છરી વડે ગળું કાપી નાખ્યું હતું.પોલીસ દ્વારા આરોપી ને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

જામનગરમાં આશા વર્કર બહેનો માટેનું ‘આશા’ સંમેલન યોજાયું

0

જામનગર મહાનગર પાલિકા તકના ૧૨ આરોગ્ય કેન્દ્રમાં કામ કરતા આશા વર્કર બહેનો માટેનું આશા સંમેલન યોજાયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૦ ડિસેમ્બર ૨૪, જામનગર મહાનગરપાલિકા હસ્તકના ૧૨ આરોગ્ય કેન્દ્રમાં કામગીરી કરતા આશાબહેનો માટે તા.૦૭.૧૨ ૨૦૨૪ ના રોજ આશા સંમેલનનું પંડિત દીનદયાળ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું, આ સંમેલનમાં ૨૩૦ જેટલી આશાબહેનોએ ભાગ લીધો હતો.આ સંમેલનની શરૂઆત એમ.ઓ.એચ. ડો. હરેશ ગોરીએ કરાવી હતી. તથા વિવિધ જાહેર આરોગ્યને લગત કાર્યક્રમ જેવા કે રસીકરણ, માતૃ અને બાળકલ્યાણની સેવાઓ, ટી.બી.મુક્ત શહેર, આયુષ્યમાન કાર્ડ, આભા કાર્ડ, નમોશ્રી વગેરે યોજનાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડયું હતું. વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત મેલેરિયા ઓફિસર ડી.આર. પંચાલ દ્વારા મેલેરિયા, ડેગ્યું, ચિકુનગુનિયા વગેરેના નિયંત્રણ માટે કરવાની થતી કામગીરી અંગે માર્ગદર્શન આપ્યુ હતું. આરોગ્ય શાખાની ટીમ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રયાસ કરાયો હતો.

જામનગરમાં કડકડતી ઠંડીમાં તસ્કરી : નિશાચરો ૬ નંગ બેટરી ઉઠાવી ગયા

0

જામનગરમાં સાત રસ્તા સર્કલ નજીક પાર્ક કરેલી વધુ ત્રણ લક્ઝરી બસને નિશાન બનાવતા તસ્કરો: છ નંગ બેટરીની ઉઠાંતરી ની ફરિયાદ

દેશ દેવી ન્યુઝ  જામનગર તા ૧૦ ડિસેમ્બર ૨૪, જામનગરમાં સાત રસ્તા સર્કલ નજીક પાર્ક કરવામાં આવેલી વધુ ત્રણ લક્ઝરી બસમાંથી કોઈ તસ્કરો છ નંગ બેટરીની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.જામનગરમાં ગુરુદ્વારા સર્કલ નજીક નવા ઓવરબ્રિજ નીચે પાર્ક કરેલી બે લક્ઝરી બસને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લઈ તેમાંથી ચાર નંગ બેટરી ની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઇ હતી, દરમિયાન ગઈકાલે જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં વધુ એક બેટરી ચોરી અંગેની ફરિયાદ નોંધાવાઈ છે.

સાતરસ્તા સર્કલ નજીક પાર્ક કરવામાં આવેલી ૩ લકઝરી બસ ને નિશાન બનાવી લીધી હતી. જામનગરમાં શાંતિનગર સોસાયટીમાં રહેતા અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા જયપાલસિંહ મહેન્દ્ર સિંહ ગોહિલે સાત સર્કલ નજીક પાર્ક કરેલી પોતાની તથા અન્ય ટ્રાવેલ્સ સંચાલકની કુલ ત્રણ અલગ અલગ બસમાંથી કોઈ તસકરો રૂપિયા ૩૦,૦૦૦ ની કિંમત ની છ નંગ બેટરીની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ નોંધાવી છે જે મામલે પી.એસ.આઇ. એસ.એમ. સીસોદીયા વધુ તપાસ ચલાવે છે.

જામનગર સહિત રાજ્યભરમાં તરખાટ મચાવનાર આંતરરાજ્ય ટોળકીનો સાગરીત જામીન મુક્ત

0

જામનગરમાં ATM સાથે ચેડા કરી અને પૈસા ઉપાડી લેવાના ગુન્હામાં સંડોવાયેલા આંતરરાજયની ટોળકીના સાગરીતને જામીન મુક્ત કરતી અદાલત

  • LCB એ વાંધાજનક વસ્તુઓ સાથે આરોપીઓને પકડી પાડી અને પોલીસ ખુદ ફરીયાદી બનેલ હતી

  • કોર્ટમાં ચાલેલા કાનૂની જંગમાં વિદ્વાન ધારાશાસ્ત્રી રાજેશ ગોસાઇની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને જામીન મુક્ત કરવા કોર્ટનો આદેશ

  • ટોળકી સામે બારડોલી, નવસારી ખાતે પણ અલગ અલગ આ જ પ્રકારના અઢળક ગુન્હાઓ નોંધાયેલા હતા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૯ ડિસેમ્બર ૨૪ જામનગર સહિત ગુજરાતના અનેક જિલ્લા અને દેશના અનેક રાજ્યમાં એટીએમ માં છેડછાડ કરીને પૈસા કાઢી લેતી ગેંગના ત્રણ સભ્યોને જામનગર એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા અને  આ આંતરરાષ્ટ્રીય ટોળકી વિરુદ્ધ હેઠળ જામનગર પોલીસે કાર્યવાહી કરી છે અને તેની પાસેથી રોકડ રકમ હથિયાર વગેરે નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ગેંગ દ્વારા જામનગર માં બે ગુના સહિત અલગ અલગ રાજ્ય માં કુલ ૫૦ કેટલા ગુના ને અંજામ આપવામાં આવ્યો હોવાનો કેસ નોંધાયો હતોઆ કેસની હકીકત એવીછે કે ICICI ખોડીયાર કોલોની શાખા તથા SBI શરૂસેકશન રોડ શાખાના બેંકના અધિકારીઓએ પોતાની બેંકના એ.ટી.એમ.માંથી કોઈએ ટેકનીકલ રીતે કેશડીસ્પેન્સમાં પટ્ટી લગાવી અને જે ખાતા ધારક જો પોતાના એ.ટી.એમ.થી પૈસા ઉપાડે ત્યારે પૈસા તેમના ખાતામાં ડેબીટ થઈ જાય પરંતુ મશીનના બોકસ નં.ર માં પડી જાય અને ધારકને કેશ મળે નહી તે રીતે પોતાની બેંકના એ.ટી.એમ. સાથે ચેડા કરી અને તે જે રકમ ઉપડેલ નહીં તે કેશ ડીસ્પેન્સ બોકસ તોડી અને કાઢી લીધેલ હોય, તેમ કરી અને કૃત્ય કરી અને લાખો રૂપિયાની ચોરી કરી ગયેલ હોવાની અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવામાં આવી હતી

આ દરમ્યાન આ પ્રકારે ફરીયાદ જાહેર થતાં પોલીસ દ્વારા વોચ ગોઢવવામાં આવેલ અને આરોપી રામપ્રકાશ રામકરણ અમરારામ ગોદરા જાટ રે. રાજસ્થાન અને તેમના સાગરીતો પંચવટી ખાતે આટાફેરા કરી રહયા હોવાની બાતમી મળતા, આરોપીઓની અટક કરવામાં આવેલ અને તેમના પાસેથી સેલેટસ કાર, ડીસમીસ, સેલોટેપ, કટુર, ફેવકવીક, પી.વી.સી.પટ્ટી, વિગેરે મળી આવેલ અને મોબાઈલ ફોન મળી આવેલ અને અન્યના નામના એ.ટી.એમ.કાર્ડ મળી આવેલ અને એ.ટી.એમ.માંથી ચેડા કરી અને જે રોકડ રકમ ઉપાડવામાં આવેલ તે રોકડ રકમ પણ મળી આવેલ હોય, જેથી અન્ય ગુન્હો નોંધી અને ત્રણ ગુન્હામાં આરોપીઓને અટક કરવામાં આવી હતી અને જેલ હલાવે કરવામાં આવ્યા હતા

જેથી આરોપી રામપ્રકાશ રામકરન અમરારામ ગોદારા ધ્વારા જામીન મુક્ત કરવા માટે અરજી દાખલ કરવામાં આવેલ, જેમાં પોલીસ ધ્વારા સોગંદનામું રજુ કરવામાં આવેલ અને જામીન ન આપવા ૨જુઆતો કરવામાં આવેલ અને સરકાર પક્ષે રજુઆતો કરવામાં આવેલ કે, આ ટોળકી સામે બારડોલી, નવસારી ખાતે પણ અલગ અલગ આ જ પ્રકારના ગુન્હાઓ નોંધાયેલા છે અને જામનગર ખાતે પણ ૩ ગુન્હાઓ નોંધાયેલા છે, અને તેઓ એ.ટી.એમ. મશીન જે જાહેર સંપતી છે, તે મશીન સાથે ચેડા કરી અને તેમાંથી ધારકના પરસેવાની કમાણી બારોબાર પોતાને મળી રહે તે રીતે કૃત્ય કરેલ છે, આ આરોપીઓ રીઢા ગુન્હેગાર છે, તેથી આવા આરોપીઓને જામીન મુક્ત કરવા જોઈએ નહી, તેની સામે આરોપી પક્ષે દલીલો થયેલ કે આરોપી પાસેથી જે રોકડ રકમ કબજે કરવામાં આવેલ છે તે પોતાની રકમ છે, પરંતુ ગુન્હો દાખલ થયેલ હોય અને વાંધાજનક વસ્તુઓ મળી આવેલ હોય, તેથી તેમને ઓઢાળી દેવામાં આવેલ છે, તે માની શકાય વધુમાં જે સેલોટેપ, કટર અને ફેવીકવીક કબજે કરવામાં આવેલ છે, તેથી આરોપી છે, તો આ એક પણ વસ્તુઓ એવી વાંધાજનક વસ્તુ નથી, અને જામીન મુક્ત થવું તે આરોપીઓનો અધિકાર છે અને આ કેશમાં જે આક્ષેપો કરવામાં આવેલ છે તે ટ્રાયલ દરમ્યાન તેની સાબીતી અને ના સાબીતી પ્રસ્થાપીત થાય તેમ હોય, હાલ તો તમામ અનુમાનો જ થાય, તે સજોગોમાં માત્ર અનુમાનોને આધારે આરોપીને લાંબો સમય સુધી જેલમાં રાખી શકાય નહી, તેવી ધારદાર રજુઆતો કરવામાં આવી હતી

આ તમામ રજુઆતો દલીલો ધ્યાને લઈ અને નામ અદાલતે આરોપી રામપ્રકાશ રામકરન ગોદારાને SBI ના ATM સાથે ચેડા કરવાના કેસમાં જામીન મુક્ત કરવા આદેશ કર્યો હતો , આ કેસમાં આરોપી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ , વિશાલ વાય. જાની , હરદેવસિંહ આર.ગોહીલ, રજનીકાંત આર.નાખવા, નિતેષ જી.મુછડીયા રોકાયેલા હતા.

જામનગરમાં રાજપૂત યુવાનની બેરહેમીથી ગળું કાપી ક્રુર હત્યા : ભારે સનસની

0

જામનગર નજીક નાની ખાવડી વિસ્તારમાં રાજપૂત યુવાની હત્યા ની ઘટનાથી ભારે ચકચાર

  • નાની ખાવડી ગામનો શખ્સ ધારદાર હથિયાર વડે ગળું કાપી હત્યા નિપજાવી ભાગી છુટ્યો : પોલીસ દ્વારા શોધખોળ

  • આરોપીની પત્નીને મૃતક યુવાન પરેશાન કરતો હોવાની શંકા ના આધારે હત્યા નિપજાવાઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૮ ડિસેમ્બર ૨૪ જામનગર નજીક નાની ખાવડી વિસ્તારમાં વહેલી સવારે એક રાજપૂત યુવાનની નાની ખાવડી ગામનાજ એક શખ્સ દ્વારા હત્યા નિપજાવાઈ હતી. આરોપીની પત્નીને મૃતક યુવાન પરેશાન કરતો હોવાની શંકા ના આધારે હત્યા નિપજાવાઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે, અને હત્યારા આરોપીને પોલીસ શોધી રહી છે.આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના નાની ખાવડી ગામમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા બલભદ્રસિંહ જાડેજા નામના ૨૧ વર્ષના રાજપૂત યુવાનનો આજે સવારે નાની ખાવડી ગામની સીમ વિસ્તારમાં હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.જે બનાવની પોલીસને જાણ કરાતાં સિક્કા પોલીસ સ્ટેશનનો કાફલો બનાવના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવાયું છે, અને મૃતદેહ તેના સ્વજનોને સોંપી દીધો છે. મૃતક યુવાનના ગળાના ભાગે ધારદાર હથીયારનો ઘા ઝીંકી દેવાયો હોવાથી ગરદનનો ભાગ કપાઈ ગયો હતો, અને લોહીથી લથબથ બન્યો હતો, જયારે મૃતદેહની નજીકથી તેની કાર રેઢી મળી આવી હતી.સિક્કા પોલીસ દ્વારા સમગ્ર પ્રકરણમાં તપાસ હાથ ધરાયા બાદ પોલીસને એવું જાણવા મળ્યું હતું કે મૃતક યુવાન કે જેને નાની ખાવડી ગામનાજ જનકસિંહ વિક્રમસિંહ ઝાલા સાથે ગઈકાલે રાત્રે તકરાર થઈ હતી. જનકસિંહ ની પત્નીને મૃતક યુવાન પરેશાન કરી રહ્યો છે, તેવી શંકાના આધારે આજે વહેલી સવારે બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી, ત્યારબાદ જનકસિંહ ઝાલાએ ધારદાર હથિયાર વડે હુમલો કરી હત્યા નીપજાવી ભાગી છૂટ્યો હતો.જે ફરારી આરોપી સામે પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધ્યો છે, અને તેની શોધખોળ હાથ ધરી છે. નાની ખાવડી ગામમાં આ બનાવને લઈને ભારે ચકચાર જાગી છે.

જામનગર ગેંગરેપના મુખ્ય આરોપી સામે જમીન દબાણ અંગે ગુન્હો નોંધાયો

0

જામનગરના ચકચારી ગેંગરેપના મુખ્ય આરોપી અને તેના સાગરીત સામે જમીન દબાણ અંગે ગુન્હો નોંધાયો

  • મોટા થાવરીયા ગામની સરકારી ખરાબાની જગ્યામાં ગેરકાયદે બાંધકામ કરી આલીશાન ફાર્મ હાઉસ ખડકી દેવાયું હતું

  • જામનગરના જિલ્લા ના એસ.પી. એ ખુદ હાજર રહી ગેરકાયદે ફાર્મહાઉસ પર બુલડોઝર ફેરવી દેવડાવતાં ગૃહ રાજ્ય મંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૮ ડીસેમ્બર ૨૪, ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા તાજેતરમાં જ જાહેરમાં ગુજરાતની બહેન દીકરીઓને ન્યાય આપવા માટે જામનગરના ચકચારી ગેંગરેપના આરોપીના ફાર્મ હાઉસ બુલડોઝર ફેરવાવી દેવડાવનાર જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુને અભિનંદન પાઠવ્યા હતા, જે પ્રકરણમાં મુખ્ય આરોપી અને તેના સાગરીત સામે મોટા થાવરીયા ગામની સરકારી ખરાબાની જમીનમાં દબાણ કરવા અંગે ગુનો નોંધવામાં આવ્યો છે.

જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં તાજેતરમાં ગેંગરેપ નો એક ગુનો નોધવામાં આવ્યો હતો, જે કેસના મુખ્ય સૂત્રધાર એવા આરોપી હુસેન ગુલમામદ શેખ સામે ડ્રગ્સ હથિયાર અને જમીન દબાણ સહિતના સાત જેટલા ગુના નોંધાયેલા છે, જે પૈકીના જમીન દબાણના કેસમાં મોટા થાવરીયા ગામમાં ગેરકાયદે રીતે ખડકી દેવાયેલા ફાર્મહાઉસ પર ૩ દિવસ પહેલાં તંત્ર એ બુલડોઝર ફેરવી દીધું હતું. આ વેળાએ ખુદ જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ વિશાળ પોલીસ કાફલા સાથે હાજર રહ્યા હતા અને ગેરકાયદે ફાર્મ હાઉસ વાળી મોટી જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી.

જામનગર ગ્રામ્ય તાલુકાના પંચ એ. પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા થાવરીયા ગામે ગૌચર જમીન સર્વે નં. જૂના ૪૦૦/પૈકી ૨૬ જેના નવા સર્વે નં. ૮૭૩ આવેલી છે, જેના દબાણકર્તા હુશેનભાઈ ગુલમામદ શેખ અને તેના સાગરીત અફઝલ સીદીક જુણેજા, કે જેણે ૧૧ વીધા (ચો.મી. આશરે – ૧૮૪૫૮) જમીનમાં ‘ અશદ ફાર્મ હાઉસ ‘ તથા તાર ફેન્સિંગ કરી દબાણ ઉભું કર્યું હતું.

આ દબાણકર્તા પૈકી ના મુખ્ય સૂત્રધાર હુશેન ગુલમામદ શેખ વિરૂધ્ધ હાલમાં જ નવેમ્બર – ૨૦૨૪ માં સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામુહિક બળાત્કાર તથા આજદિન સુધી પંચ એ. પોલીસ સ્ટેશન વિસ્તારમાં એન.ડી.પી.એસ., બળાત્કાર, આર્મ્સ એક્ટ તથા પ્રોહીબિશન એક્ટ સહિત કુલ – ૦૭ ગુના દાખલ થયેલા છે.

જે આરોપી સામે આજે વહીવટી તંત્ર દ્વારા આકરું પગલું ભરવામાં આવ્યું હતું, અને તેણે જે જગ્યામાં દબાણ કર્યું હતું. તે સરકારી ખરાબાની ગોચરની જમીન પચાવી પાડવાના બદ ઇરાદે અને ગુન્હાહિત કાવતરું રચી વેચાણ કરનારને સાચા તરીકે ઉપયોગ કરી મોટા થાવરીયા ગ્રામ પંચાયત પાસેથી મકાનવેરા પહોંચ મેળવી લઇ ખોટા વેચાણ કરારનો ખરા તરીકે ઉપયોગ કરવા અંગે પોલીસે ipc કલમ ૧૨૦(બી),૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮,૪૭૧ મુજબ નો અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે મામલે પંચકોશી એ. ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

જામનગર : સેન્ટ્રો કારમાં ચોરખાનું બનાવી 180 બોટલ શહેરમાં ઠાલવે તે પહેલા LCB ત્રાટકી

0

જામનગર માં લાલપુર રોડ મયુરગ્રીન-૧ માર્ગે થી કાર ના ચોર ખાના માથી દારૂ ની ૧૮૦ બોટલો નો જથ્થો મળ્યો

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૮ ડિસેમ્બર ૨૪ જામનગર નાં મયુરગ્રીન વિસ્તાર મા એક મોટર નાં ચોર ખાના માંથી ૧૮૦ નંગ દારૂ ની બોટલ નો જથ્થો એલ સી. બી પોલીસે શોધી કાઢી એક આરોપી ની ધરપકડ કરી હતી.

જીલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ ની સૂચના થી એલ. સી. બી .નાં પોલીસ ઇન્સ. વી.એમ.લગારીયા ના માર્ગદર્શન મુજબ સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ કરવમાં આવી રહ્યુ હતું.દરમ્યાન સ્ટાફ ને મળેલ ખાનગી હકિકત નાં આધારે લાલપુર રોડ મયુરગ્રીન-૧ વિસ્તાર મા ક્રિપાશંકર ઓમકારનાથ શર્મા ( ઉ.વ.૫૫ , રહે. ઉતરપ્રદેશ ) વાળા ની સેન્ટ્રોકાર એચ.આર.૨૬ એ.વાય.૦૪૯૦ મા ચોર ખાના બનાવેલ છે અને તેમાં ઇંગ્લીશ દારૂની બોટલ નો જથ્થો છે . આ બાતમી નાં આધારે પોલીસે દરોડો પાડી કાર માંથી રૂ.૯૦ હજાર ની કિંમત નો ૧૮૦ દારૂ ની બોટલ નો જથ્થો મળી આવ્યો હતો .આથી પોલીસે દારૂ અને કાર કબજે કરી આરોપી ની ધરપકડ કરી હતી.આરોપી દારૂ દારૂ આ નો જથ્થો દિલ્હી થી લઇ આવ્યો હતો. અને જામનગર મા વિશાલ પ્રવિણભાઇ માવ (રહે.કિશાનચોક જામનગર ) તથા આશુભા સોઢા (રહે.આયુર્વેદિક કેમ્પસ જામનગર ) વાળા એ આ દારૂ મંગાવ્યો હતો.

error: Copying and use of the content of the website is considered as illegal activity.