Monday, October 12, 2026
Home Blog Page 108

જામનગર કોર્ટમાં કાચા કામનો કેંદી બેભાન થઈ જતા દોડધામ

0

જામનગરમાં અદાલતમાં કાચા કામ નો કેદી બેશુદ્ધ થઈ જતાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૭ ડીસેમ્બર ૨૪ , જામનગરની કોર્ટમાં આજે તારીખ અન્વયે હાજર રખાયેલો કાચા કામ નો કેદી બેભાન બની જતાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

જામનગર ની અદાલતમાં આજે જિલ્લા જેલમાં રહેલા નવાઝખાન અયુબખાન ૫ઠાણ ઉર્ફે ખાનીયા નામના શખ્સને તેના કેસ ની મુદ્દત અન્વયે હાજર કરવામાં આવ્યો હતો.કેદી પાર્ટીની સાથે આ આરોપીને અદાલતમાં જજ સામે રજૂ થતા સમયે આ શખ્સ કોઈ રીતે બેભાન બની જતાં તેને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.વર્ષ ૨૦૨૩માં આ શખ્સ સામે મારામારી સહિત કલમ હેઠળ ગુન્હો નોંધાયેલો છે. તેને આજે ત્રીજા એડી. જ્યુડી. મેજીસ્ટ્રેટ સમક્ષ તારીખ અન્વયે જેલમાંથી લાવવામાં આવ્યો હતો. ત્યાં તે બેભાન બની જતાં હોસ્પિટલમાં ખસેડાયો છે.

કાલાવડ પંથકમાં ધોળે દહાડે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : બે તસ્કર પકડાયા

0

કાલાવડ તાલુકાના નાનીવાવડી ગામમાં તાજેતરમાં ધોળે દહાડે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

  • એલસીબી ની ટુકડીએ રૂપિયા ૨૧.૭૬ લાખની માલ મતા સાથે બે તસ્કરોને ઝડપી લીધા : અન્ય એક મહિલાની શોધ ખોળ

  • ભિક્ષાવૃત્તિ કરવાના વેશમાં ગામમાં પ્રવેશીને રેકી કર્યા પછી ચોરીને અંજામ આપતા હતા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭ ડીસેમ્બર ૨૪  જામનગર તાલુકાના નાનીવાવડી ગામમાં એક ખેડૂતના મકાનમાં ધોડે દહાડે ચોરી થઈ હતી અને માત્ર એક કલાક બંધ રહેલા મકાનમાંથી તસ્કરો રૂપિયા સાડા સાત લાખની કિંમતના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી લઈ ગયા હતા. જે ચોરીનો ભેદ ઉકેલવામાં એલ.સી.બી.ની ટીમને સફળતા સાંપડી છે, અને બે તસ્કરોની અટકાયત કરી લઈ રૂપિયા ૨૧.૭૬ લાખની માલમતા કબજે કરી છે, જ્યારે એક મહિલા આરોપીની શોધ ખોળ હાથ કરી છે.કાલાવડ તાલુકાના નાની વાવડી ગામે રહેતા મનસુખભાઇ પરસોતમભાઇ સાંગાણી ના રહેણાક મકાનના ગત સપ્તાહે કોઇ અજાણ્યા ચોર ઇસમોએ કોઇ પણ હથિયાર વડે મુખ્ય દરવાજા તથા ઓસરીની ગ્રીલ તોડી રૂમના નકુચાઓ તોડી, કબાટમાથી સોના,ચાંદીના દાગીના રોકડ રૂપીયા ની ચોરીનો બનાવ બનવા પામેલ હતો.જેથી સદરહુ ગુનો શોધી કાઢવા એલ.સી.બી.ટીમ સાથો સાથ ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરી,વણશોધાયેલ ચોરીનો ગૂનો શોધી કાઢવા કાર્યરત હતાદરમ્‍યાન LCBના પીઆઈ. વી.એમ. લગારિયા ના માર્ગદર્શન હેઠળ સ્ટાફ ના અરજણભાઇ કોડીયાતર, મયુદિનભાઇ સૈયદ,ધર્મેન્દ્રસિંહ જાડેજાને પેટ્રોલીંગ,દરમ્યાન સંયુકત રીતે બાતમીદારોથી હકિકત મળેલી કે, નાની વાવડીમા ગામમા ઘરફોડ ચોરી કરવામા જીવણભાઇ અમરશીભાઈ વાઘેલા અને લાખાભાઈ વિનુભાઈ વાઘેલા (રહે.ધ્રોલ ટાઉન,લતિપુર રોડ દેવીપુજક વાસ) બન્નેએ અન્ય આરોપીઓ સાથે મળી ઘરફોડ ચોરીને અંજામ આપેલો છે.જે બન્ને ઇસમો તેમના હસ્તકની સ્પ્લેન્ડર મો.સા નંબર જીજે-૧૦ડીપી-૨૪૪૯ તથા જીજે-૧૦ઇએ-૬૭૭૧ મા બેસીને ચોરીના દાગીના વેચવા માટે જામનગર આવી રહયા છે. તેવી હકિકત આધારે બન્ને ને મહાપ્રભુજીની બેઠક પાસેથી પકડી પાડી કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનને સોપી આપ્યા છે.

તેઓ પાસેથી સોના દાગીના ૩૨૪ ગ્રામ ૩૫૦ મીલી ગ્રામ કિ.રૂ ૧૯,૯૦,૫૦૦ , ચાંદીના દાગીના ૩૬૬ ગ્રામ કિ.રૂ ૧૯,૦૦૦, રોકડ રૂપીયા ૮૨,૦૦૦, મોબાઇલ ફોન-૧ કિ.રૂ ૫,૦૦૦ સહિત કુલ ૨૧.૭૬ લાખની માલમતા કબજે કરી લેવામાં આવી છે.ઉપરાંત ચોરી ના ગુનામા વાપરેલાં હથિયારો ડીસમીસ, ગણેશીયો,પકડ, તેમજ બે મોટરસાયકલ પણ કબજે કરી લેવામાં આવ્યા છે

પોલીસે પકડી પાડેલા બંને તસ્કરો અન્ય એક મહિલા રમાબેન વાઘેલાને સાથે રાખીને ભિક્ષાવૃત્તિ કરવાના બહાને ગામમાં પ્રવેશતા હતા, અને રેકી કરી લીધા બાદ બંધ મકાનને નિશાન બનાવી લઈ ચોરી કરતા હોવાનું પોલીસને ધ્યાનમાં આવ્યું છે. આથી પોલીસે તેની અન્ય એક મહિલા સાગરીત ધ્રોલના દેવીપુજક વાસ માં રહેતી રમાબેન રાજુભાઈ વાઘેલાને ફરારી જાહેર કરી તેણીની શોધખોળ હાથ ધરી છે.તેઓએ જામનગર જિલ્લામાં અન્ય કેટલાક ગુનાઓને પણ અંજામ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જે બાબતે બંને આરોપીઓની વધુ પૂછપરછ ચલાવાઇ રહી છે.

જામનગરમાં ભાનુશાળી યુવાન પર સરાજાહેર ધાતક હુમલો

0

જામનગરમાં રણજીતનગર તરફ જવાના માર્ગે પૈસા ની લેતી દેતી બાબતે એક યુવાન પર ઘાતક હુમલો : ચાર શખ્સો તૂટી પડયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭ ડીસેમ્બર ૨૪ જામનગરમાં રણજીત નગર તરફ જવાના માર્ગે ગઈ રાત્રે એક યુવાન પર પૈસાની લેતી દેતી ના મામલે ચાર શખ્સોએ હિચકારો હુમલો કરી દેતાં ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જે મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી રહી છે.જામનગર શહેરના રણજીતનગર રોડ પાસે આવેલ જૈનવિજય ફરસાણ માર્ટ નજીક ધવલ ચાંદ્રા નામના યુવાન પર પૈસા ની લેતી દેતી બબાતે ૩ થી ૪ અજાણ્યા શખ્સો દ્વારા ધોકા, પાઇપ વડે ઘાતક હુમલો કરાયો હતો. જેથી ભારે અફડા તફડી મચી ગઈ હતી. ત્યારબાદ, ઇજાગ્રસ્ત યુવાન ધવલભાઇ ને તાત્કાલિક સારવાર અર્થે સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આ બનાવ ની જાણ થતાં સિટી-એ ડિવિઝનનો પોલીસ કાફલો જી.જી. હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો, અને પોલીસ ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

વાડીનાર : જાખર કોઠાના જંગલમાં ‘નોળિયા ‘ નો શિકાર કરતા બે ઝડપાયા

વાડીનાર નાં જાખર કોઠા અનામત જંગલ માં ફાંસલો નાખી નોળિયા નો શિકાર કરતાં બે ઝડપાયા

  • ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા બંને શખ્સોને અદાલત સમગ્ર રજૂ કરી એક દિવસના રિમાન્ડ પર લેવાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૬ ડીસેમ્બર ૨૪, જામનગર નાં મુખ્ય વન સંરક્ષક મરીન નેશનલ પાર્ક, નાં આર.સેન્થીલ કુમાર તથા નાયબ વન સંરક્ષક મરીન નેશનલ પાર્ક જામનગર નાં શ્રીમતી રાઘીકા પરસાણા એ જીલ્લા માં ચાલતી વન્યજીવ શિકાર ની પ્રવૃતિ અટકાવવા માટે સુચના આપી હતી. જેના અનુસંઘાને રેન્જ ફોરેસ્ટ ઓફીસર મરીન નેશનલ પાર્ક સિક્કા નાં પી.બી.કરમુર દ્રારા વિવિઘ ટીમો બનાવી વાડીનાર રાઉન્ડ વિસ્તારના જાખરકોઠા અનામત જંગલ વિસ્તાર ખાતે પેટ્રોલિંગની કામગીરી કરવામાં આવી રહી હતી.તા.૧૪-૧૨-ર૦ર૪ના રોજ ફોરેસ્ટ સ્ટાફ ટીમના સભ્યો જાખરકોઠા અનામત જંગલ વિસ્તાર મા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અનામત જંગલ વિસ્તાર મા ગેર કાયદે રીતે પ્રવેશ કરી લોખંડ નો ફાસલો ગોઠવી વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ના અનુસંધાને વામનદેહિ ભારતીય નોળિયા ને ફાસલામાં ફસાવી શિકાર કરાયેલી હાલતમાં બનાવના સ્થળે થી વનપાલ વાડીનાર હુસેનભાઈ ઓ. ગાધ ની પેટ્રોલિંગ ટીમના સભ્યો દ્વારા મુદામાલ સાથે પકડી પાડી વન્યજીવ સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ (સુધારા અધિનિયમ-૨૦૨૨) ની કલમ ૨ (૧,૨,૧૨બી, ૧૬-ક,ખ, ૨૨, ૩૧, ૩૩, ૩૫, ૩૬), ૯,૩૯,૪૪,૪૯-ખ,૫૧,૫૨,૫૫,૫૭ વિવિધ કલમની ભંગ બદલ નો બે શખ્સો દિનેશ સવજી પરમાર અને પરેશ ધીરુભાઈ વાઘેલા વિરુધ્ધ વન્યજીવ અપરાઘનો ગુનો નોંઘી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ઘરવામાં આવેલ હતી.

તારીખ ૧૫-૧ર-ર૦ર૪ના એડી.ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ જામનગર ની કોર્ટમાં સરકાર તરફે રેન્જ ફોરેસ્ટ ઓફીસર- સિક્કા નાં પી.બી.કરમુર સરકારી વકીલ મારફત રિમાન્ડ અરજી સાથે આરોપીઓને રજુ કરતા. એડી.ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ દ્વારા એક દિવસ ના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. જેથી જામનગર ગ્રામ્ય વિસ્તારના શિકારની પ્રવૃતિ સાથે સંકળાયેલા ઇસમોમાં ફફડાટ વ્યાપી ગયો છે.આ અંગે હુસેનભાઈ ઓસમાણભાઈ ગાધ ( ફોરેસ્ટર, વાડીનાર રાઉન્ડ) ની ફરિયાદ ના આધારે આર એફ ઓ સિક્કા રેન્જ નાં પ્રભાતભાઈ ભાયાભાઈ કરમુર તપાસ શરૂ કરી છે.

શિકારમાં ઉપયોગ થયેલ ફાસલા નંગ-૨, મોટરસાયકલ સહિતનો અંદાજીત રકમ રૂપિયા ૫૧૦૦૦ ની કિંમત નો મુદ્દામાલ વન વિભાગે કબ્જે કર્યો છે.

જામનગરની જી.જી હોસ્પિટલમાંથી બાઇકની ઉઠાંતરી કરી જનાર તસ્કરને ઝડપી લેવાયો

0

જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલમાંથી બાઇકની ઉઠાંતરી કરી જનાર તસ્કરને ઝડપી લેવાયો

  • સીટી -બી ના મયુરસિંહ જાડેજા, સાજીદ બેલીમ તથા ધર્મેન્દ્રસિંહ વાઢેરની ખાનગી બાતમી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૬ ડીસેમ્બર ર૪, જામનગર ની જી.જી. હોસ્પિટલ ના સર્જીકલ બિલ્ડીંગ પાસેથી બાઈક ની થયેલી ચોરી નો ભેદ પોલીસે ઉકેલી નાખી ચોરાઉ બાઈક સાથે એક શખ્સ ની ધરપકડ કરી છે.જામનગર ની જી.જી. હોસ્પિટલના સર્જીકલ બિલ્ડીંગ પાસે પાર્કિંગમાંથી ગત ગુરૂવારે જીજે-૧૦-પી ૨૬૪૬ નંબરના બાઈક ની ચોરી થયા ની પોલીસ માં ફરિયાદ નોંધાવાઈ હતી.તે ગુન્હાની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી હતી. જેમાં ચોરાઉ બાઈક સાથે એક શખ્સ સાત રસ્તા સર્કલથી આગળ ઉભો હોવાની બાતમી મળતા ત્યાં થી પોલીસ ટીમે અંધાશ્રમ ફાટક પાસે રહેતા મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખીરસરા વાડી વિસ્તારના વતની ભરત રામદેભાઈ ડેર ની અટકાયત કરી લીધી હતી.

તેની પાસે રહેલા બાઈક અંગે પૂછપરછ કરતાં આ શખ્સે તે બાઈક સર્જીકલ વિભાગ પાસેના પાર્કિંગમાંથી ઉઠાવ્યાની કબૂલાત આપી છે. પોલીસે બાઈક કબજે કરી લઈ આરોપીની ધરપકડ કરી છે.

જામનગરમાં ‘સલામતી સપ્તાહ’ ના ભાગરૂપે PGVCL દ્વારા રેલી યોજાઇ

0

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા વિજ સલામતી સપ્તાહ ની ઉજવણીના ભાગરૂપે ‘વીજ સલામતી રેલી’ યોજાઇ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૬ ડીસેમ્બર ૨૪, જામનગર શહેરમાં પીજીવીસીએલની વર્તુળ કચેરી દ્વારા આજ તારીખ ૧૬,૧૨.૨૦૨૪ થી આગામી તારીખ ૨૧.૧૨.૨૦૨૪ સુધી વીજ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે લાલ બંગલા થી પીજીવીસીએલની મુખ્ય કચેરીએથી વીજ સલામતી રેલી યોજાઇ હતી.બપોરે ૪.૩૦ વાગ્યે વીજ સલામતી રેલીનો લાલ બંગલા સ્થિત કચેરીએથી પ્રારંભ થયો હતો, અને લાલ બંગલા થી ટાઉનહોલ તરફ જઈ ફરી લાલ બંગલા સુધી પરત ફરી નગર ભ્રમણ કર્યું હતું, અને વિજ સલામતી ના સંદર્ભમાં લોકોને જાગૃત કરવા માટે બેનર પોસ્ટર દર્શાવ્યા હતા.આ વીજ સલામતી રેલીમાં જામનગર પીજીવીસીએલ વર્તુળની કચેરીમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ જોડાયા હતા.

જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં નજીવી બાબતે વિદ્યાર્થી પર હુમલો

0

જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં વિદ્યાર્થી યુવાન પર બાઈક અથડાવવા જેવી સામાન્ય બાબતમાં હુમલો

  • છ શખ્સો એ માર માર્યા પછી વિદ્યાર્થી યુવાનના બાઈકમાં તોડફોડ કરી નાખ્યા ની પોલીસ ફરિયાદ

  • (૧) કીશન ખાંભલા(રબારી) (૨) કેયલો તથા અન્ય ચાર અજાણ્યા ઇસમો રહે બધા જામનગર

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૬ ડિસેમ્બર ૨૪, જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં બાઈક લઈને પસાર થઈ રહેલા એક વિદ્યાર્થી યુવાન સાથે બાઈક અથડાવવાના પ્રશ્ને તકરાર કર્યા પછી છ શખ્સોએ માર માર્યો હતો, અને તેના બાઈકમાં તોડફોડ કરી નાખી હોવાથી તમામ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખોડીયાર કોલોની જૂની પોસ્ટ ઓફિસ પાસે રહેતો કુલદીપસિંહ હરેન્દ્ર સિંહ ઝાલા નામનો ૨૨ વર્ષનો વિદ્યાર્થી યુવાન ગત ૧૩મી તારીખે બપોરે બે વાગ્યા ના અરસામાં ખોડીયાર કોલોની રાજ ચેમ્બર્સ પાસેથી પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન તેણે ટ્રાફિક હોવાના કારણે એકાએક પોતાનું વાહન બ્રેક કરીને ઉભું રાખ્યું હતું.

દરમિયાન પાછળથી બાઈક લઈને આવે રહેલો કિશન ખાંભલા નામનો રબારી શખ્સ ટકરાઈ ગયો હતો, અને તેના વાહનમાં નુકસાની થઈ હતી. જેથી વાહનમાં થયેલી નુકસાની અંગે વિદ્યાર્થી યુવાને વળતર આપી દેવાની વાત કરી હતી. જેમાં પાછળથી આવેલા કિશન રબારી અને તેની સાથે હાજર રહેલા કૈલો નામના શખ્સ સહિત બન્ને એ માથાકૂટ કરી હતી.

ત્યારબાદ તેના અન્ય ચાર સાગરીતોને બોલાવી લીધા હતા, અને તમામ શખ્સો એ વિદ્યાર્થી યુવાનને માર મારી ફરીથી મળશે તો પતાવી દેવાની ધમકી આપી હતી, ઉપરાંત તેના બાઈકમાં પથ્થર વગેરે મારીને તોડફોડ કરી નાખી હતી, અને નુકસાન પહોંચાડ્યું હતું.

જે અંગેનો મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પોલીસે તમામ છ આરોપીઓ સામે BNS કલમ ૧૮૯ (૨), ૧૯૧ (૨), ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૨), ૩૨૪ (૪) તથા જી.પી.એકટ ૧૩૫(૧) મુજબ હુમલા અને ધાક ધમકી અને તોડફોડ અંગે ગુન્હો નોંધ્યો છે, અને તમામ ની શોધખોળ હાથ ધરી છે.

જામનગરમાં ફુડ શાખાનું ચેકિંગ : માર્કેટિંગ યાર્ડ ,સુભાષ માર્કેટમાં શાકભાજીના નમૂના લેવાયા

0

જામ્યુકોની ફુડ શાખા દ્વારા હાપા માર્કેટિંગ યાર્ડ અને સુભાષ માર્કેટ ના વિક્રેતાઓને ત્યાંથી ફ્રૂટ અને શાકભાજીના ૧૬૪ નમૂના લેવાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૬ ડીસેમ્બર ૨૪ જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ, સુભાષ શાક માર્કેટ તેમજ રણજીત રોડ વિસ્તારમાં ઉભા રહેતા શાકભાજી અને ફ્રુટના વેપારી- ફેરિયાઓને ત્યાંથી જુદી જુદી ૧૬૪ જેટલી ખાદ્ય સામગ્રી ના સેમ્પલો લેવામાં આવ્યા છે, અને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી અપાયા છે.ફૂડ અને સેફટી વિભાગ ન્યુ દિલ્હી ના નેશનલ એન્યુઅલ સર્વેલન્સ પ્લાન અંતર્ગત સમગ્ર રાજ્ય માં ફ્રેસ ફ્રૂટ્સ અને વેજીટેબલ ખાદ્ય ચીજો નું સ્પેશીયલ સર્વેલન્સ ડ્રાઈવ અંગે ગુજરાત રાજ્ય ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ના કમિશનર શ્રી ફૂડ સેફ્ટી, ગાંધીનગર ના આદેશ અને જામનગર મહાનગરપાલિકા ના કમિશનરશ્રી ડી.એન. મોદી ની સુચના મુજબ ફૂડ સેફટી એન્ડ સ્ટાનડર્ડ એક્ટ- ૨૦૦૬ અને તે અન્વયે ના નિયમો હેઠળ સર્વેલન્સ ડ્રાઈવ નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેના અનુસંધાને જામનગર મહાનગરપાલિકા ના ફૂડ સેફટી ઓફીસર દ્વારા માર્કેટ યાર્ડ હાપા માંથી ૧૩૮ વેજીટેબલ ના અને સુભાષ માર્કેટ /સટ્ટાબજાર માંથી ૨૬ ફેશફુટ ના નમુના લઇ પૃથ્થકરણ અર્થે થી રાજ્ય સરકાર દ્વારા એલોટેડ લેબોરેટરી માં હેવી મેટલ તેમજ પ્રેસ્ટીસાઈડસ રેસીડ્યું ની તપાસ અર્થે અમદાવાદ લેબોરેટરી ખાતે મોકલવામાં આવેલા છે.

જામનગરના ફરસાણ ના વિક્રેતાઓને ત્યાં પણ ચેકિંગ

જામનગર મહાનગરપાલિકા ના એફ.એસ.ઓ.દ્વારા અલગ-અલગ વિસ્તાર મા આવેલ ફરસાણ ફાસ્ટફૂડ, હોટલ-રેસ્ટોરન્ટ માં એફ.એસ.ઓ. એ રૂબરૂ ઇન્સપેક્સન દરમિયાન સાફ સફાઈ અને સ્વછતા જાળવવી, હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવી,ખાદ્ય પદાર્થ ઢાંકી ને રાખવા, આજી નો મોટો નો ઉપયોગ ન કરવો, એપ્રોન કેપ-ગ્લોવ્ઝ પહેરવા, તેમજ ફ્રીઝ ની હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા, રસોડા ની યોગ્ય સફાઈ કરવી, ફૂડ કલર નો ઉપયોગ ન કરવો, સમયસર પેસ્ટકંટ્રોલ કરાવી લેવા, પેઢીમાં કામ કરતાં કર્મચારી ના ફીટનેશ સર્ટીફિકેટ કરવા વગેરે બાબત અંગે તાકીદ કરવામાં આવ્યા હતા.

ઉપરોક્ત ટીમ દ્વારા ૫૮ દિગ્વિજય પ્લોટ માં આવેલા અમદાવાદી પકવાન, તેમજ સોનાલી ફરસાણ, ખોડીયાર કોલોનીમાં આવેલી હોટલ અનાયાબીકમ, સમર્પણ રોડ પર આવેલી હોટલ વિશાલ ઇન્ટરનેશનલ તેમજ ખોડિયાર કોલોનીમાં આવેલા પાપા લુઇઝ પિઝા પાર્લરમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને જરૂરી સુચના આપવામાં આવી હતી.

જામનગરમાં મુખ્યમંત્રીનું આગમન થતા મહાનુભાવોએ ઉષ્માભેર સ્વાગત કર્યું

0

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં મહાનુભાવોએ ઉષ્માભેર સ્વાગત કર્યું

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૫ ડીસેમ્બર ૨૪ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી આજે રાજકોટ જિલ્લામાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી ધોરડો જવા રવાના થશે. આ દરમિયાન જામનગર એરપોર્ટ ખાતે તેઓએ ટૂંકું રોકાણ કર્યું હતું.તેઓના સ્વાગતમાં મેયર વિનોદભાઈ ખીમસુર્યા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી અને મેઘજીભાઈ ચાવડા, અગ્રણીઓ રમેશભાઇ મુંગરા, ડો. વિમલભાઈ કગથરા, કમિશ્નર ડી.એન. મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, દંડકશ્રી કેતનભાઈ નાખવા રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, મહામંત્રી, અગ્રણીઓ તેમજ અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

જામનગરમાં રેન્જ આઇજીપી નું આગમન : ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ

0

રાજકોટ રેન્જ ના આઇજીપી નું વાર્ષિક ઇન્સ્પેક્શન અર્થે જામનગરમાં આગમન: ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ

  • જામનગરની એસપી કચેરીએ ગાર્ડ ઓફ ઑનર અપાયું : જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ દ્વારા સ્વાગત કરાયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૪ ડીસેમ્બર ૨૪, રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ આજે જામનગરની મુલાકાતે આવી પહોંચ્યા હતા, ત્યારે જામનગરની એસ.પી. કચેરીમાં તેઓને ગાર્ડ ઓફ ઓનર આપીને સ્વાગત કરાયું હતું. આ વેળાએ જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ તથા જામનગર જિલ્લાના પોલીસ બેડામાં ફરજ બજાવતા અન્ય પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, અને બુકે આપીને સ્વાગત કરાયું હતું.જામનગર શહેર જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેકશન માટે જામનગર આવી પહોંચ્યા પછી આઇ.જી. અશોકકુમાર યાદવની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઇ હતી, જેમાં જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ ઉપરાંત જામનગર જિલ્લાના પોલીસ બેડામાં ફરજ બજાવતા એએસપી, ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ વગેરે આ એન્યુઅલ ક્રાઇમ કૉન્ફ્રન્સ માં જોડાયા હતા અને જામનગર જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગેની સમીક્ષા કરી હતી.

આઈ જી અશોકકુમાર યાદવ એ જણાવ્યું હતું કે જામનગર જિલ્લામાં કોઈ પણ દબાણ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે, વ્યાજખોરો સામે વધુ સખત બની ગુનાઓ નોંધી કાર્યવાહી કરાશે, આ ઉપરાંત દરીયાઈ સુરક્ષાને વધુ સર્તક કરાશે, જે માટે અન્ય એજન્સીઓ સાથે સંકલન કરાશે. દરીયાઈ સુરક્ષા વધુ મજબુત કરવા પોલીસ કટીબદ્ધ છે, તેમ આઈ. જી. અશોકકુમાર યાદવ દ્વારા જણાવાયું હતું.

error: Copying and use of the content of the website is considered as illegal activity.