જામનગરના નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ૧૩ સજા વોરંટની બજવણી
-
નાસતા-ફરતા ૧૦ આરોપીઓને ઝડપી જેલ હવાલે કરતી જામનગર સીટી ‘બી’ ડિવિઝન પોલીસ
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨, જૂન ૨૬ જામનગર જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્તરાય તથા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિમોહન સૈની દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા ના માર્ગદર્શન હેઠળ તથા જામનગર સીટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન. એમ. ગઢવી ના માર્ગદર્શન મુજબ ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ કામગીરી દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ. જી. કેશવાલા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી. જી. રાજ સાહેબ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન મળેલી ખાનગી બાતમીના આધારે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ હેઠળ વિવિધ કોર્ટોમાંથી સજા પામેલા અને વોરંટ બાદ પણ નાસતા-ફરતા આરોપીઓ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પોલીસે વિવિધ કોર્ટોના કુલ ૧૩ સજા વોરંટની બજવણી કરી ૧૦ આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી બાદ જેલ હવાલે કર્યા હતા. આ તમામ આરોપીઓ સામે જામનગર તથા રાજકોટની વિવિધ અદાલતોમાં ચેક રિટર્ન સહિતના કેસોમાં સજા ફટકારવામાં આવી હતી.
ઝડપાયેલા આરોપીઓ ૧. મનોજગીરી સુરેશગીરી ગોસાઈ, રહે. નવાગામ ઘેડ, જામનગ૨, ૨. વિજયભાઈ ડાયાભાઈ ગુજરાતી, રહે. નવાગામ ઘેડ, જામનગર, ૩. કેસુર દેવાયતભાઈ વારોતરીયા, રહે. અજંતા એલોસ એપાર્ટમેન્ટ, વિરલબાગ પાસે, જામનગર, ૪. રૂષીતભાઈ કાનજીભાઈ ગઢવી, રહે. રામેશ્વરનગર, માટેલ ચોક, જામનગર, ૫. પ્રફુલચંદ્ર અમૃતલાલ મદાણી, રહે. લોકરચના એપાર્ટમેન્ટ, જામનગ , ૬. મહમદ ફરીદ ફારુક ખુરેશી, રહે. ગુલાબનગર, જામનગર, ૭. નલીન બાબુભાઈ ચૌહાણ, રહે. સ્વામિનારાયણનગર, જામનગર,૮. સાગર ત્રિલોકભાઈ રાણા, રહે. નાગનાથ નાકા, જામનગર, ૯. વિવેક નવીનભાઈ સોલંકી, રહે. રાજપાર્ક, જામનગર, ૧૦. મહેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજા, રહે. ગુલાબનગર, જામનગર વિવિધ કોર્ટોના સજા વોરંટની બજવણી : આ કાર્યવાહી દરમિયાન ૪થી, ૫ મી અને ૭ મી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ તેમજ રાજકોટની અદાલતના વિવિધ ફોજદારી કેસ નંબરો હેઠળ જારી કરાયેલા કુલ ૧૩ સજા વોરંટોની સફળ બજવણી કરવામાં આવી હતી.


