Saturday, October 10, 2026
Home Blog Page 52

જામનગર નંદધામ સોસાયટીના કોમન પ્લોટમાં દબાણને લઈ કાનૂની લડતના મંડાણ

0

જામનગર નંદધામ સોસાયટીના કોમન પ્લોટમાં દબાણ અંગે તંત્રની મીઠી નજર તળે ચાલતો સરકારી અધિકારીનો વેપાર : એડવોકેટ:- પ્રતિક આર. જોષી

દેશ દેવી ન્યૂઝ તા. ૦૪ ઓક્ટોબર ૨૫ જામનગરમાં પ્રમાણી સ્કૂલ સામેના વિસ્તારમાં આવેલી નંદધામ સોસાયટી જેમા ૫૪ પ્લોટ તથા કોમન પ્લોટનો સમાવેસ થાય છે. આ સોસાયટી જામનગર મહાનગર પાલીકા દ્વારા ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા તેનો લે-આઉટ પ્લાન મંજુર કરવામા આવેલ છે. જે સોસાયટી રહેણાક હેતુ માટે મંજુર થયેલ છે.આ નંદધામ સોસાયટી એસોસિયેશન જામનગર માં રજી.નં. ૬૫૪૮ થી નોંધાયેલછે. આ નંદધામ સોસાયથી જે રેવન્યુ સર્વે નંબર : ૧૪૮૮/૩/૨ પૈકી, આ જગ્યા જામનગરના કલેકટર ધ્વારા જમન-૨-બી.ખે. રજી. નં. ૧૯/૨૦૦૦ થી ખેતીની જમીન રહેણાંક હેતુ માટે બિનખેતીમાં લે-આઉટ પ્લાન જામનગર મહાનગર પાલિકા ધ્વારા રહેણાંક હેતુ માટે ૧ થી ૫૪ પ્લોટ તથા કોમન પ્લોટ મંજુર કરવામા આવેલ છે. આ જગ્યા વોર્ડ ૧૫-સી, સીટી સર્વે નંબર : ૧૧૪૩/૫/૫૫ થી નોંધાયેલછે. જે સોસાયટી સાર્વજનિક કોમલ પ્લોટ પણ નોંધાયેલ છે. જેનું ક્ષેત્રફળ ૫૧૬.૪૩ થાય છે.આ સોસાયટીની કોમન પ્લોટની જગ્યા પર અસામાજીક તત્નો દ્વારા કબ્જો કરી તેના પર બાંધકામ કરવામા આવેલ અને આ બાંધકામ કરી આદ્યોગીક માટે ભાડે આપી તેના પર આવ વસુલ કરે છે. તે બાબતે સોસાયટી ધારકો દ્વારા અનેકો વાર રજૂ આતો સમક્ષ ઓધોરીટી તથા ત્યાના કોપોરેટર તથા ત્યાના એમ.એલ.એસ સમક્ષ રૂબરૂ મળી આ અંગેની જાણકારી આપવામાં આવેલ તેમજ આ અંગે કોઈ નિકાલ લાવવા રજુ આતો કરવામા આવેલ હતી પરંતુ સતા પક્ષના ચુટાઈ આવેલ વ્યકતીઓ ધ્વારા ખોટા આશ્વાસનો આપવામાં આવેલ હતા અને આ બાબતે કોઈ કાર્યવાહી કરવામા ન આવતા સોસાયટી ધ્વારા નંથામ સોસાયટીના એસોસિયેશનમાં કાયદાકીય કામગીરી માટે વકિલ પ્રતિક આર જોષીની નિમણુક કરવામાં આવેલ હતી. જેમના ધ્વારા સોસાયટીના કોમન પ્લોટ કાયદાકીય કામગીરી કરવા તથા તે બાબતની ફરીયાદ દાખલ કરવા તેમને ઓથોરીટી લેટર આપવામા આવેલ છે.

આ સોસાયટી’ના વકીલ પી.આર.જોષી ધ્વારા આ બાબતે જામનગર મહાનગર પાલીકામાં અરજી અહેવાલ કરાવેલ જે મુજબ જામનગર મહાનગર પાલીકા ધ્વારા શો-કોઝ નોટીસ જે થી જી.પી.એમ.સી એકટ ૧૯૪૯ (૧) અન્વયે દબાણ કરનારને આ જગ્યાના આધારો બતાવવા માટે નોટીસ પાઠવવામા આવેલ હતી. પરંતુ દબાણ કરનાર ધ્વારા કોઈ રજુ આતો કરવામાં આવેલ નહી. તેમજ આ દબાણ દુર કરવામાં આવેલ નહીં

તેથી સોસાયટીના વકીલ પી.આર. જોષી ધ્વારા આ બાબતે સરકારશ્રીમા લેન્ડગ્રેચિંગ હેઠળની તારીખ : ૨૦-૦૬-૨૦૨૫ના રોજ ઓન લાઈન ફરીયા કરવામાં આવેલ હતી. જે ફરીયાદ થયા બાદ લાંબા સમય સુધી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ ન હતી. આ બાબતે વકીલ ધ્વારા તપાસ કરતા આ અસામાજીક તત્વો ધ્વારા જે દબાણ કરી તેના પર રકમની વસુલાત કરવામાં આવતી હતી. તેથી તેમના ધ્વારા હાલના સત્તા પક્ષોના ચુટાઈ આવેલ પ્રતીનીધીઓની સાથે સાંઠ ગાઠ કરી આ કરીયાદની કામગીરી ધીમી કરવામા આવેલ છે. જે બાબતે વકીલ ધ્વારા રજુઆતો કરવાથી આ લેન્ડગ્રેબિંગ ફરીયાદ તળે તપાસ માટે સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ-૨ જામનગરની કચેરી ધ્વારા ફરીયાદી તથા આ દબાણ ધારકો ને આ અરજીના તપાસની કામગીરમા તારીખ : ૪-૦૯-૨૫ના ૫:૦૦ કલાકે જવાબ તથા આધાર પુરાવા સાથે હાજ થવા માટે નોટીસ આપવામાં આવેલ હતી. જે બાબતે ફરીયાદી તથા દબાણ ધારકો પોતે હાજ રહેલ અને દબાધ ધારકો ધ્વારા તેમના કોઈ માલીકી અંગેના કોઈ આધારો રજૂ કરેલ ન હતા પરંતુ તેમના ધ્વારા જામનગર મહાનગર પાલિકાના બીલો રજુ કરવામાં આવેલ તથા જે જોતા જાહેર થયેલ કે આ કોમન પ્લોટની જગ્યા છે. તે બીલમાં સ્પષ્ટ જણાવેલ છે. આ જગ્યા કોમન પ્લોટ છે. તેમ છતાં જામનગર મહાનગરપાલિ ધ્વારા ટેકના બીલ બનાવેલ તથા તેના વેરાના બીલો બનાવેલ છે. આ જાહેર થતા સ્પષ્ટ થાય છે. આ કોમન પ્લોટનુ દબાણ જામનગર મહાનગર પાલિકાના અધીકારી ઓ તથા સત્તા પક્ષના હાથ નીચે કામગીરી કરવામાં આવેલ છે. તેમજ આ ફરીયાદની તપાસની ધીમી ગીતીએ ચલાવી રહેલ છે જેથી આ દબાણ કરનારને પોતાના દબાણ માટે અન્ય કોઈ પણ રીતે આ ફરીયાદને અટકાવવાનો પ્રયત્ન કરી સકે. “આ તમામ માહિતી બહાર આવતા નંદધામ સોસાયટીના ધારકો ધ્વારા જામનગર મહાનગર પાલિકાના કમિશનર સાહેબ સમક્ષ રૂબરૂમા તારીખ : ૦૧-૧૦-૨૦૨૫ના રોજ આવેદન આપવામાં આવેલ છે. જેની સામે દબાણ કરના અસામાજીક વ્યકતીઓ ધ્વારા રજૂ કરવામ આવેલ કાગળો પુરાવામાં આપવામાં આવેલ હતા. જે પુરાવાઓ ધ્યાને લઇ જામનગર મહાનગર પાલિકાના કમિશ્નર સાહેબ ધ્વારા તારીખ : ૦૩/૧૦/૨૦૨૫ ના રોજ જેએમસી (ટી.પી.ઓબી. ૨૯/૨૬૦(૨)–નોટીસ/વો. નં. -/૧૧૮ ૮/૨૦૨૫ – ૨૬ થી ધી.જી.પી.એમ.સી. એકટ ૧૯૪૯ ની કલમ ૨૬૦ (૨) હેઠળ નોટીસ લગાવવામા આવેલ છે. જે મુજબ સ્પષ્ટ થાય છે. કે આ કોમન પ્લેટમા દબાણ છે. તેમ છતાં આરોપીઓને બચાવવા માટે લેન્ડગ્રેબિંગની જે કરીવાદને આગળ વધારવામા આવતી નથી અને આરોપીની અટક ન થાય તેમાટેના પ્રયત્નો થઈ રહેલ છે.

આ લેન્ડગ્રેબિંગની જે ફરીયાદ કરવામા આવેલ છે તે હજુ પણ સાસક પક્ષ ધ્વારા તથા હાલના અધીકારીઓ ધ્વારા અટકાવી રાખવામ આવેલ છે. તેથી સ્પષ્ટ થાય છે કે આમા કોમન પ્લોટના દબાણ બાબતે સરકારના નિયમો મુજબ ૩૦ દિવસમા જે ફરીયાદનો નીકાલ કરવા કાયદામાં જોગવાઓ કરવામા આવેલ છે. તેમ છતાં અધીકારોઓ ધ્વારા સોસાયટીના કોમન પ્લોટના દબાણ કરનારને બચાવવા માટેના પ્રયત્નો થઈ રહેલ છે. તેમજ લેન્ડગ્રેબિંગના કાયદા મુજબ સરકારશ્રીના અધીકારી ધ્વારા અન્ય ફરીયાદોમાં તાત્કાલીક અસરથી દબાણ દુર કરવાની કામગીરી કરવામા આવે છે. તેમ છતાં આમા આ સોસાયટીના કોમન પ્લોટમા કોને બચાવવા તથા કોના નેજા હેઠળ આ કામગીરીની ગીતી ધીમી કરવામા આવેલ છે તે પ્રશ્ન છે.જયારે ગુજરાત રાજયના ગૃહ મંત્રી ધ્વારા જાહેરમા તથા સમાચારોમાં જાહેરાતો કરવામાં આવે છે કે કોઈની પણ જગ્યા અસામાજીક તત્વો ધ્વારા દબાણ કરવામ આવે કે હેરા પરેસાન કરવામ આવે તો તેની સામે સીધી ફરીયાદ આવતાની સાથે તેના પર કાર્યવાહી કરવામાં આવસે તેમ છતાં આ ફરીયાદ અંગે આજ દીન સુધીમા કોઈ કાર્યવાહી આગળ વધેલ નથી.આ દબાણ કરનાર પર લેન્ડગ્રેબિંગ એકટ હેઠળ સ્પષ્ટ રીતે દબાણ અંગે એફ.આઈ.આર થવી જોઈએ પરંતુ આજ દિન સુધી કોઈ તપાસ પૂર્ણ કરવામા આવેલ નથી કે તેમના પર કોઈ પગલા લેવામા આવેલ નથી.

આમ નંદધામ સોસાયટીના તમામ સોસાયટી ધારોક ધ્વારા આ અંગે અને કો રજુ આત કરવા છતાં કોઈ પગલા ભરવામાં આવેલ નથી. જે સરકમારશ્રીના પ્રતીનીધીઓ ધ્વારા જે કાયદા મુજબની જાહેરાતો કરવામા આવે જે પણ લોકોને અસામાજીક તત્વો ધ્વારા હેરાન પરેસાન કે તેમની જમીન દબાણ કરવામાં આવસે તેમને સરકાર ધ્વારા છોડવામાં નહી આવે. પરંતુ આ કિસામા સરકારશ્રીના અધીકારીઓ તથા ચુટાયેલા પક્ષના પ્રતીનીધીઓ ધ્વારા દબાણ કરનારના રક્ષણ માટે હાલની કામગીરીનું અટકાવવાનો પયત્ન કરી રહેલ છે.

જામનગરના સીંગચ ગામે સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં પોસ્ટ ઓફિસના પાટીયા

જામનગરના સીંગચ ગામે સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં હંગામી પોસ્ટ ઓફિસ ઉભી કરી દેવાઈ

  • સીંગચ ગામે જલારામ મંદિરના ગેટમાં પોસ્ટ ઓફિસના પાટીયા લાગતા ચકચાર : લોકો કામગીરીએ આવતા ભાંડો ફૂટ્યો.!!

  • સાર્વજનિક પ્લોટના મંદિરમાં કોઈએ પોસ્ટ ઓફિસના નું બોર્ડ મારી દઈ કામગીરી શરૂ કરી દેતા દેકારો બોલી ગયો હતો 

દેશ દેવી ન્યુઝ જામનગર તારીખ ૩ ઓક્ટોબર ૨૫ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સીંગચ ગામે ખાનગી સોસાયટીના સાર્વજનિક પ્લોટ માં જલારામ મંદિર આવેલુ છે. તેમાં કોઇ એક પોસ્ટ કર્મચારી દ્વારા હંગામી પોસ્ટ ઓફિસ ની કામગીરી ચાલુ દેવાતા માં ભારે વિરોધ જોવા મળ્યો હતો સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે પોસ્ટ ઓફિસ નું બોર્ડ લગાવનાર કર્મચારીની નોકરી અન્ય સ્થળે હોય , ઓફિસે ન જવું પડે તેથી ઘરેથી કામગીરી ચલાવવામાં આવતી હોવા નો પણ આક્ષેપ કરાયો હતો.તેવામાં આજરોજ પોસ્ટ ઓફિસ ને લગત કામ માટે લોકો સોસાયટીમાં આવતા સ્થાનિકોએ અટકાવી વિરોધ નોંધાવ્યો હતો અને પોસ્ટ ઓફિસ નું બોર્ડ લગાવનાર જવાબદાર વ્યક્તિને સ્થાનિકો એ ટપારતા લોકોને અગવડ ન પડે તેવુ બાનું આગળ ધરી પોતાનો લૂલો બચાવ કર્યો હતો હાલતો પોસ્ટ ઓફિસના બોર્ડેનો મુદ્દો જિલ્લા પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

જામનગરમાં ટ્રક પચાવી પાડવાના ગુના અંગેના પ્રકરણમાં બે ફરારી આરોપીઓ પકડાયા

0

જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ ના બળજબરીથી ટ્રકનો કબજો મેળવી લેવા અંગેના પ્રકરણમાં બે ફરારી આરોપીઓ પકડાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨ ઓક્ટોબર ૨૫, જામનગર ની લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટેની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, ત્યારે એલસીબી ની ટુકડીને ચોક્કસ બાતમી મળી હતી, કે ૨૦૨૪ ની સાલમાં જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ટ્રક પચાવી પાડવા અને પૂર્વ યોજિત કાવતરું ઘડવાની જુદી જુદી કલમો હેઠળ ગુન્હો નોંધાયો હતો. જે ગુનામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ગુંદલા ગામના મેરામણભાઈ દેસુરભાઈ જોગલ, તેમજ કરસનભાઈ જેઠાભાઈ બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

ઉપરોક્ત નાસ્તા ફરતા આરોપીઓ જામનગર પંથકમાં આવ્યા છે, તેવી ચોક્કસ બાતમી ના આધારે એલસીબી ની ટુકડીએ ગુરુદ્વારા ચોકડી પાસેથી બંને આરોપીઓને ઝડપી લીધા હતા, અને તેઓનો કબજો સિટી બી.ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે. સીટી-બી ડિવિઝન પોલીસે બંને આરોપીઓને બે દિવસના રિમાન્ડ પર લીધા છે

કોંગ્રેસ દ્વારા ‘વોટ ચોર-ગાદી છોડ’ના નારા સાથે જામનગર માં સહી ઝુંબેશનો પ્રારંભ

0

કોંગ્રેસ દ્વારા ‘વોટ ચોર-ગાદી છોડ’ના નારા સાથે જામનગર માં સહી ઝુંબેશનો પ્રારંભ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૩ઓક્ટોબર ૨૫ , કોંગ્રેસ ના સાંસદ અને રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી એ મહારાષ્ટ્ર રાજ્ય ની વિધાનસભા ની ચૂંટણી પછી મતદાર યાદી માં ચૂંટણી પંચ દ્વારા થઈ રહેલી ગોબાચારી નો આધાર-પુરાવા સાથે પર્દાફાશ કર્યો હતો.મતદાર યાદીમાં અને દેશમાં ચૂંટણીઓમાં ચાલી રહેલી વ્યાપક ગેરરીતિઓ સામેની લડતને દશવ્યાપી બનાવવા ‘વોટ ચોર, ગાદી છોડ’ના નારા સાથે સહીં ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.કોંગ્રેસ પક્ષની આ અતિ ગંભીર બાબત અંગે આક્રમક રણનીતિ સાથે દેશવ્યાપી ચળવળ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. આ પ્રશ્ને જામનગર શહેર કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદમાં ‘વોટ ચોર, ગાદી છોડ’ સહી ઝુંબેશ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. દેશભરમાંથી પાંચ કરોડ દેશવાસીઓની સહી એકત્ર કરવામાં આવશે, જે માટે દરેક જિલ્લા, તાલુકા, ગામડા, શહેરોમાંથી વધુમાં વધુ સહીઓ એકત્ર થાય તેવું ચોક્સાઈપૂર્વકનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે માટે કોંગ્રેસ પક્ષના નેતાઓ, સ્થાનિક હોદ્દેદારો, કાર્યકર્તાઓ દ્વારા જાહેર સભા, સોશિયલ મીડિયા, ગ્રુપ બેઠકો વિગેરે દ્વરા પ્રચાર-પ્રસાર કરવામાં આવશે.આ ઝુંબેશ સાથે જ કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી પંચ પાસે જાહેર ચકાસણી માટે ફોટા સાથે મશીન રીડેબલ મતદાર યાદી ઉપલબ્ધ કરાવવા, દરેક ચૂંટણી પહેલા ફોટા સાથે રદ્ કરવાની અને ઉમેરવાની યાદી જાહેરમાં પ્રકાશિત કરવા, ખોટી રીતે રદ્ કરવામાં આવેલા મતદારો માટે સુચારૂ ફરિયાદ નિવારણ પ્રણામી ગોઠવવા, કટ ઓફ ડેઈલી સુનિશ્ચિત કરવા, મતદારોને છૂપાવનારા અધિકારીઓ, એજન્ટો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી પણ કરવામાં આવી છે.આ પત્રકાર પરિષદમાં અને તે પૂર્વે યોજાયેલ હોદ્દેદારો, કાર્યકર્તાઓ ની બેઠકમાં પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, શહેર પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા (દિગુભા જાડેજા), મનપા વિપક્ષના નેતા ધવલભાઈ નંદા, પ્રદેશ ડેલીગેટ સહારાબેન મકવાણા, બિપેન્દ્રસિંહ જાડેજા, જિ.પં. સભ્ય જે.પી. મારવિયા, ભરતભાઈ વાળા, કોર્પોરેટરો આનંદ ગોહિલ, જેનબબેન ખફી, યુવક કોંગ્રેસ પ્રમુખ મહિપાલસિંહ જાડેજા, અતુલભાઈ પ્રજાપતિ, મહિલા પ્રમુખ પૂજાબેન પટેલ, વકીલ જયેન્દ્રસિંહ ઝાલા, સંજયભાઈ કાંબરિયા, મનોજભાઈ પરમાર, રવિરાજસિંહ ગોહિલ, હંસરાજ જાડેજા વિગેરે ઉપસ્થિત રહ્યા

જામનગર મહાનગરપાલિકા તરફથી નગરજનો ને વિજ્યાદશમીની ભેટ : આજથી દૈનિક પાણી વિતરણ

0

જામનગર મહા નગરપાલિકા તરફથી નગરજનો ને વિજ્યાદશમીની ભેટ

  • જામનગર માં આજે વિજયાદશમી થી દૈનિક પાણી વિતરણનો ક્રમશ: થશે પ્રારંભ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨ ઓક્ટોબર ૨૫, જામનગર શહેરમાં દાયકા ઓથી એકાતરા પાણી વિતરણ કરવામાં આવે છે. ત્યારે ગુરૂવાર અને વિજયાદશમી થી શહેર માં દૈનિક પાણી વિતરણ કરવા માટે ક્રમશઃ પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. ચાલુ માસ ના અંત સુધીમાં પોણા ભાગ ના શહેર ને દૈનિક પાણી વિતરણ માટે આવરી લેવામાં આવશે. તેમ આજે મેયર વિનોદ ખીમસૂર્યા એ પત્રકાર પરિષદ માં જણાવ્યું હતું.જામનગર માં વર્તમાન સમયમાં વર્ષો થી એકાતરા પાણી વિતરણ કરવામાં આવે છે .જે માટે આશરે ૧૪૫ થી ૧૫૦ એમ.એલ.ડી. પાણી ના જથ્થા ની જરૂરિયાત રહે છે. હવે બીજી ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતી અને વિજ્યાંદશમી ના દિવસ થી દૈનિક પાણી વિતરણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ રણજીત નગર અને સોલેરીયમ ઝોન માં દૈનિક ૨૫ મિનિટ પાણી વિતરણ કરવામાં આવશે. અને ચાલુ માસના અંત સુધી માં બેડી , નવાગામ , પવનચક્કી , મહાપ્રભુજી બેઠક , શંકર ટેકરી , ગુલાબ નગર અને જામનું ડેરું /પાબારી ઝોન માં દૈનિક ધોરણે પાણી વિતરણ શરૂ કરવામાં આવશે. એટલે કે મસાંતે પોણા જામનગર શહેર માં દૈનિક ધોરણે પાણી વિતરણ શરૂ થઈ જશે.જ્યારે જ્ઞાનગંગા , ગોકુલ નગર , સમર્પણ અને રવિપાર્ક ઝોન માં પાઇપલાઇનનું કામ ચાલુ હોય જે કામ પૂર્ણ થયા પછી આ ઝોનમાં પણ દૈનિક પાણી વિતરણ શરૂ થઈ જશે આ ઉપરાંત નાધેડી માં પાણીના સંપ નું કામ ચાલુ હોય જે આગામી માર્ચ સુધી માં પૂર્ણ થશે. ત્યારબાદ સંપૂર્ણ જામનગર શહેર માં દૈનીક ધોરણે પાણી વિતરણ

જામનગર ગર્વર્મેન્ટ કોલોનીમાં કલેક્ટર કેતન ઠક્કરે ઉપસ્થિતિ રહી બાળાઓનો ઉત્સાહ વધાર્યો

0

જામનગર પ્રદર્શન ગ્રાઉન્ડ ગવર્નમેન્ટ કોલોની ખાતે યોજાતા ગરબામાં જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે ઉપસ્થિતિ રહી બાળાઓનો ઉત્સાહ વધાર્યો

દેશ દેવી ન્યુઝ તારીખ ૧ ઓક્ટોબર ૨પ જામનગરના જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર પોતાના પરિવાર સાથે લાલ બંગલા ગવર્નમેન્ટ કોલોની ખાતે આયોજિત ગરબી મહોત્સવમાં સહર્ષ ઉપસ્થિત રહ્યા હતા.અને નવરાત્રીના પવિત્ર પર્વ દરમિયાન, વહીવટી તંત્રના વડાએ લોક ઉત્સવમાં જોડાઈને સાંસ્કૃતિક સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.​જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓ તથા તેમના પરિવારોની વસાહતમાં આયોજિત આ ગરબીમાં કલેક્ટર એ માતાજીની આરતીમાં ભાગ લીધો હતો અને પરંપરાગત રીતે સજ્જ થયેલાં ભાઈઓ-બહેનો દ્વારા થતા ગરબા-રાસને નિહાળી તેઓને પ્રોત્સાહિત કર્યા હતા.આ પ્રસંગે કલેક્ટર એ જણાવ્યું હતું કે, નવરાત્રી એ માત્ર પૂજાનું પર્વ નથી, પરંતુ તે આપણી એકતા, સંસ્કૃતિ અને સામૂહિક આનંદનું પ્રતીક છે. વહીવટી કામગીરીની વ્યસ્તતા વચ્ચે પણ આવા સામાજિક ઉત્સવોમાં ભાગ લેવાથી આપણને નવી ઉર્જા અને પોઝિટિવિટી મળે છે.કલેક્ટર ની આ સાદગીભરી ઉપસ્થિતિથી કોલોનીના રહેવાસીઓમાં અનેરો ઉત્સાહ અને હર્ષની લાગણી ફેલાઈ હતી. તેમણે કર્મચારીઓ અને તેમના પરિવારો સાથે સહૃદયી વાતચીત કરીને સૌને નવરાત્રીની શુભકામનાઓ પાઠવી હતી.

આ તકે ગવર્નમેન્ટ કોલોની ગરબી મંડળના આયોજકો  રવિરાજસિંહ દોલુભા જાડેજા , વિરેન્દ્રસિંહ પરમાર ( માહિતી વિભાગ ) , રામદેવસિંહ ગોહિલ (કસ્ટમ) , વિરેન્દ્રસિંહ વાઘેલા , યુવરાજસિંહ ગોહિલ, જસમીન ગોસાઈ, કેતનકુમાર ચાવડા ( હેરોલોજિસ્ટ ) સહિત બહોળી સંખ્યામાં કોલીનીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

જામનગર ચેક રીટર્ન કેસમાં વેપારી રાકેશ સંઘવીને એક વર્ષની કેદ અને ૬.૩૮ લાખનું વળતર ચુકવવા કોર્ટનો આદેશ

0

જામનગરના વેપારી ઈસમને ચેક રીટર્નના કેસમાં ચેક પરત ફરવાના ગુનામાં ૧ વર્ષની સજા અને ચેકની રકમ રૂા. ૬,૩૮,૭૦૦/- ફરીયાદીને વળતર પેટે ચુકવવાનો હુકમ ફરમાવતી જામનગરની અદાલત

  • આરોપી રાકેશ ભોગલાલ સંઘવી ને અનિરુદ્ધસિંહ જાડેજાએ ૬,૩૮,૭૦૦/- ની રકમ સબંધ દાવે હાથ ઊંછીની આપી હતી

  • કોર્ટમાં ચાલેલા કાનૂની જંગમાં વિદ્વાન ધારાશાસ્ત્રી દર્શિત આચાર્ય ( ડી .ડી ) ની ધારદાર દલીલ કોર્ટે ગ્રાહી રાખી

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧ઓક્ટોબર ૨૫ આ કેસની વિગત એવી છે કે જામનગર ખાતે રહેતા રાકેશ ભોગલાલ સંઘવી એ ફરીયાદી અનિરૂદ્ધસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાને હાથ ઉછીની રકમના બાકી લેણાંની ચુકવણી માટે ફરીયાદીના નામનો રૂા. ૬, ૩૮, ૭૦૦/- નો બેંક ઓફ બરોડા, હવાઈ ચોક, જામનગર શાખાનો ચેક આપેલ હતો.તે ચેક ફરીયાદીએ વસુલાત માટે બેંકમાં જમા કરાવતા તે ચેક વસુલ થયા વગર ફન્ક્સ ઈન્સકીશ્યન્ટના શેરા સાથે પરત ફરેલ તેથી ફરીયાદીને ચેકની રકમ નહીં મળતા ફરીયાદીએ તેના વકીલ મારફત લીગલ નોટીસ આપી અને રકમ ચુકવી આપવા જણાવેલ અને નિયત સમય મર્યાદામાં ફરીયાદીને ચેક મુજબની રકમ નહીં ચુકવતા ફરીયાદીએ તેના વેપારી મિત્ર (આરોપી) રાકેશ ભોગલાલ સંઘવી સામે જામનગરની કોર્ટમાં તેમના વકીલ ડી. ડી. આચાર્ય તથા કે.આર.ગોકાણી મારકત ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ – ૧૩૮ હેઠળ ફરીયાદ કરેલ.તે ફરીયાદ કેસ ચાલી જતા લેખીત તથા મૌબિક પુરાવા અને ફરીયાદ પક્ષે કરવામાં આવેલ દલીલ અને ફરિયાદી પક્ષ તરફે રજુ કરવામાં આવેલ સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓ અને કાયદાની જોગવાઈ ધ્યાને લઈ જામનગરના મહે. પાંચમાં એડી.સીનીયર સિવીલ જજ સાહેબ એમ. આર. લાલવાણી એ વેપારી રાકેશ ભોગલાલ સંઘવી ને તકસીરવાન ઠરાવી ૧ વર્ષની કેદ અને ચેકની રકમ રૂા. ૬,૩૮,૭૦૦/- નો દંડ ફટકારી તે દંડની રકમ ફરીયાદીને વળતર પેટે ચુકવવાનો હુકમ કરેલ છે. તે રકમ ન ચુકવે તો વધુ ૩ (ત્રણ) માસની સજાનો હુકમ કરેલ છે. કરીયાદી અનિરુદ્ધસિંહ જાડેજા  તરફે વકીલ ડી.ડી.આચાર્ય તથા કે.આર.ગોકાણી રોકાયેલા હતા.

જામનગરના નવરાત્રિ મહોત્સવમાં સાંસદ પૂનમબેન માડમ ‘ઓપરેશન સિંદૂર’ ના તાલે ગરબે ઘૂમ્યા

0

જામનગરના સહિયર નવરાત્રિ મહોત્સવમાં સાંસદ પૂનમબેન માડમ ‘ઓપરેશન સિંદૂર’ ના તાલે ગરબે ઘૂમ્યા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩૦ સપ્ટેમ્બર ૨૫, જામનગરના એમ.પી. શાહ કોમર્સ કોલેજના ગ્રાઉન્ડમાં રંગતાળી ગ્રુપ આયોજિત સહિયર નવરાત્રિ મહોત્સવમાં ગઈકાલે રાત્રે સંસદસભ્ય પૂનમબેન માડમે ઉપસ્થિત રહી સૌને પ્રોત્સાહિત કર્યા હતા. તાજેતરમાં જ સમગ્ર વિશ્વમાં ભારતે તેની તાકાતનો પરચો બતાવી દીધો, તેવા ઓપરેશન સિંદૂરના સંદર્ભમાં વડાપ્રધાન મોદીજીનો ઓપરેશન સિંદૂર ગરબો વાઈડ સ્ક્રીન પરથી પ્રસાર કરવા સાથે સંસદસભ્ય પૂનમબેન માડમ સહિયરની બહેનો અને ખેલૈયા ભાઈઓ-બહેનો સાથે ગરબે ઘૂમ્યા હતાં.સંસદસભ્ય પૂનમબેન માડમે બેટી બચાવો, બેટી પઢાઓ, બેટી બઢાવોના સૂત્રના થીમ સાથે દીકરીઓને ભણાવવા માટેના સેવાયજ્ઞ સાથે નવરાત્રિ ઉત્સવનું આયોજન કરવા બદલ રંગતાળી ગ્રુપના આયોજકો અને તેમની સમગ્ર ટીમને બિરદાવી અભિનંદન આપ્યા હતાં. સંસદ સભ્યની સાથે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્થાયી સમિતિના ચેરમેન નિલેશભાઈ કગથરા પણ ઉપસ્થિત રહ્યા હતાં. જે તમામ મહાનુભાવોના હસ્તે વિજેતા ખેલૈયાઓને ઈનામો પણ અપાયા હતા.

જામનગર : હાલાર પંથકમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દીવર્ષે વિજયાદશમી ઉત્સવ ની ઉજવણી કરાશે

0

જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દીવર્ષે વિજયાદશમી ઉત્સવ ની ઉજવણી કરાશે

  • વિજયાદશમી ને અનુલક્ષીને તા.૨-૧૦-૨૦૨૫ થી તા ૫-૧૦-૨૦૨૫ સુધી સમગ્ર હાલારમાં જુદા જુદા ભવ્ય કાર્યક્રમો યોજાશે

  • “સંધ દર્શન “કરવાના ભાગ રૂપે શારીરિક, બૌદ્ધિક, સંચલન, શસ્ત્ર પૂજન, ધોષ (બેન્ડ) વગેરે નિહાળવા રાષ્ટ્ર પ્રેમી લોકોને અપીલ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩૦ સપ્ટેમ્બર ૨૫, વિશ્વનું શ્રેષ્ઠ સંગઠન એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, કે જે ૧૦૦ વર્ષ ,શતાબ્દી વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે, અને પુરા ભારતમાં ઉજવાઇ રહ્યું છે ત્યારે રાષ્ટ્રાય સ્વાહા ઈદમ નમઃ અને વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ, મેં નહિ તુ નું સૂત્ર સાર્થક થશે.સૌરાષ્ટ્ર પ્રાંત તેમજ હાલારના દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં તાલુકા, જિલ્લા મહાનગર, નગર ઉપર નગર,ના સ્તરે જુદા જુદા ભવ્ય કાર્યક્રમો, વિજયાદશમી ઉત્સવ જાહેર શારીરિક કાર્યક્રમો જેવા કે દંડયોગ , આસન , સમતા, વ્યાવ્યામ‌યોગ,વિવિધ સ્વદેશી રમતો, નું જાહેર પ્રાત્યક્ષીત, ગીત ,અમૃતવચન, બૌદ્ધિક ભવ્ય કાર્યક્રમો ઘોષ (બેન્ડ વાજા) ભવ્ય આકર્ષણ, પૂર્ણ ગણેશમાં સ્વયંસેવકોનુંપથસંચલન(રૂટ માર્ચ). શસ્ત્ર પૂજન વગેરે જુદા જુદા કાર્યક્રમો દ્વારા શારીરિક અને બૌદ્ધિક કાર્યક્રમો યોજાનાર છે, સંઘ દર્શન કરવામાટે જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.જામનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની ઉપનગર સહ-વિજયાદશમી ઉત્સવ ની યાદી પ્રમાણે ગાયત્રી ઉપનગરમાં તા.૦૨-૧૦-૨૦૨૫, ગુરુવાર ના સાંજે ૫.૦૦ થી ૭.૦૦ દરમિયાન સરલાબેન ત્રિવેદી ભવનની સામેના મેદાનમાં યોજાશે.જ્યારે સરદાર પટેલ ઉપનગર માં તા. ૦૨-૧૦-૨૦૨૫, ને ગુરુવારે સાંજે ૫.૦૦ થી ૭.૦૦ દરમિયાન વિ.એમ. મહેતા કોલેજ ખાતે યોજાશે. જ્યારે અન્નપુર્ણા ઉપનગરમાં તા.૦૨-૧૦-૨૦૨૫, ગુરુવારે સાંજે ૫.૦૦ થી ૭.૦૦ દરમિયાન લાલવાડી પટેલ સમાજ એ સ્થળે યોજાશે.ઉપરાંત સિદ્ધનાથ ઉપનગરમાં તા.૦૪-૧૦-૨૦૨૫, શનિવારના સાંજે ૬.૦૦ થી ૭.૩૦ દરમિયાન પ્રાથમિક શાળા મેદાન, સરદારની પ્રતિમા પાસે, વિભાપર ખાતે યોજાશે.અને શ્રી રામ ઉપનગરમાં તા.૦૫-૧૦-૨૦૨૫, રવિવારના સાંજે ૪.૦૦ થી ૬.૩૦બેડી બંદર રોડ, દ્વારકાધીશ ટાઉનશીપ, રવિપાર્ક સામે યોજાશે

રામેશ્વર ઉપનગરમાં તા.૦૫-૧૦-૨૦૨૫ ને રવિવારના સાંજે ૫.૦૦ થી ૭.૦૦ દરમિયાન કષ્ટભંજન હનુમાનજી મંદિર, ગાંધીનગર રેલ્વે સ્ટેશન પાસે, યોજાશે.જ્યારે કૃષ્ણ ઉપનગરમાં તા.૦૫-૧૦-૨૦૨૫,ને રવિવારે સાંજે ૫.૦૦ થી ૭.૦૦ દરમિયાન આણદાબવા આશ્રમ, લીમડાલેન, ખાતે યોજાશે.સાવરકર ઉપનગરમાં તા.૦૫-૧૦-૨૦૨૫ ને રવિવારના સાંજે ૪.૩૦ થી ૬.૩૦ દરમિયાન ધન અપૂર્વ ટાઉનશીપ, વાલ્મીકી સમાજ ની સામે યોજાશે. અને ગોકુળ ઉપનગરમાં તા.૦૫-૧૦-૨૦૨૫ ને રવિવારના સાંજે ૪.૩૦ થી ૬.૩૦ દરમિયાન સોનલમાં નું મંદિર, શાળા નં.૧૯ ની સામે, યોજાશે.જ્યારે રણજીત ઉપનગરમાં તા.૦૫-૧૦-૨૦૨૫ ને રવિવારના:લ સાંજે ૪.૩૦ થી ૬.૩૦ દરમિયાન પ્રણામી મેદાન, જામનગર રણજીતનગર પટેલ સમાજ સામે યોજાશે.વ્રજ ઉપનગરમાં તા.૦૫-૧૦-૨૦૨૫ ને શુક્રવારે સાંજે ૪.૦૦ થી ૬.૦૦ દરમિયાન કાલીંદિ ઇન્ટરનેશનલ સ્કૂલ, પટેલ પાર્ક માં યોજાશે.

જામનગર ગ્રામ્ય વિસ્તારમાં તા.,૨-૫-૨૦૨૫ (૧)જોડિયા (૨)કાલા્વડ તા.૫-૧૦-૨૦૨૫ (૩)ધ્રોલ – (૪)નિકાવા (૫)ઠેબા (૬)લાલપુર (૭) મોટી ખાવડી માં યોજાશે. દેવ ભૂમિ દ્વારકા વિસ્તારમાં તા૨-૧૦-૨૦૨૫ના(૧) જામ ખંભાળીયા તાલુકા, આહીર સમાજની વાળી જડેશ્વર રોડ, સમય સાંજે ૪વાગ્યે, તેમજ તા.૪-૧૦-૩૦૨૫.(૨)દ્વારકા સાંજે ૪ વાગે અનેતા ૫-૧૦-૨૦૨૫ ના(૧) બેટ દ્વારકા સ્વામીનારાયણ મંદિર મેદાન સમય સાંજે ૪ કલાકે, અને (૨) જામ કલ્યાણપુર તાલુકામાં આહીર સમાજની વાડી-ભોગાત ગામમાં સમય સાંજે ૪ કલાકે યોજાશે.ઉપરોક્ત કાર્યક્રમો માં રાષ્ટ્પ્રેમી લોકોએ પરિવાર મિત્ર વર્તુળ સહિત ઉપસ્થિત રહી આ રાષ્ટ્ર પ્રેમના યજ્ઞમાં ઉપસ્થિત રૂપી આહુતિ આપવા અપીલ કરવામાં આવી છે.

જામનગર વાસીઓએ ભારતની ક્રિકેટ મેચની હાઈ-પ્રોફાઇલ મેચની જીતનો જશ્ન ઉત્સાહ ભેર મનાવ્યો

0

જામનગર વાસીઓએ વરસતા વરસાદે પણ ભારતની ક્રિકેટ મેચની હાઈ-પ્રોફાઇલ મેચ ની જીત નો જશ્ન ઉત્સાહ ભેર મનાવ્યો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૯ સપ્ટેમ્બર ૨૫ એશિયા કપની ફાઇનલ મેચમાં ગઈકાલે ભારતીય ક્રિકેટ ટીમેં રણ મેદાનમાં પાકિસ્તાનને વધુ એક વખત ધોબી પછડાટ આપી ઝળહળતો વિજય પ્રાપ્ત કર્યો હતો, જેની જીતના જશ્ન જામનગર વાસીઓએ વરસતા વરસાદે પણ મનાવ્યો હતો.ગઈકાલે રાત્રે જામનગર શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, જેની સાથે સાથે દુબઈમાં રમાઈ રહેલી એશિયા કપની ક્રિકેટ મેચમાં ભારતીય સ્ટાર બેસ્ટ મેન તિલક વર્મા વગેરેએ ભારતને ત્રણ બોલ બાકી હતા, એ પહેલાંજ જીત અપાવી હતી, અને સમગ્ર ભારતવાસીઓ ખુશખુશાલ બન્યા હતા. જામનગર શહેરમાં ગઈકાલે રાત્રે ચાલુ વરસાદે પણ અનેક ક્રિકેટ પ્રેમીઓ રસ્તા પર ઉતરી પડ્યા હતા, અને હાથમાં તિરંગો ફરકાવીને શાનદાર જીતની ઉજવણી કરી હતી.ખાસ કરીને હવાઈ ચોક વિસ્તારમાં અનેક ક્રિકેટ પ્રેમીઓ એકત્ર થઈ ગયા હતા, અને ‘ભારત માતાકી જય’ ના નારા ગજવીને ભારત ના વિજય પર્વ ઉજવ્યું હતું, તો ક્યાંક ઓપરેશન સિંદૂરની થીમ સાથે ઉજવણી કરવામાં આવી હતી, અને જામનગર વાસીઓનો વરસતા વરસાદે પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

error: Copying and use of the content of the website is considered as illegal activity.