Saturday, October 10, 2026
Home Blog Page 53

જામનગર તાલુકાના નાઘેડી ગામે આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લેનેટ’ થીમ પર ૧૦ મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરાઈ

0

‘આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લેનેટ’ થીમ પર જામનગર તાલુકાના નાઘેડી ગામે ૧૦મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર, તા.૨૫ સપ્ટેમ્બર, ૨૫ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર અને નિયામક  આયુષની કચેરીના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જામનગર તાલુકાના નાઘેડી ગામે ૧૦મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ‘આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લેનેટ’ ની થીમ અંતર્ગત નિઃશુલ્ક આયુર્વેદ તથા હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.સરકારી આયુર્વેદ દવાખાનું, વિભાપર અને સરકારી હોમિયોપેથી દવાખાનુ ધુંવાવના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ​આ કેમ્પનો ૨૮૯ લોકોએ લાભ લીધો હતો.વિભાપરના મેડિકલ ઓફિસર ડો. અંકિતા સોલંકી અને ધુંવાવના મેડિકલ ઓફિસર ડો. ધ્વનિ ગામિત દ્વારા દર્દીઓનું નિદાન કરીને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી. સાથે જ વિભાપરના ફાર્માસિસ્ટ શ્રેયા એસ. જાની દ્વારા દર્દીઓને દવાઓનું વિતરણ કરી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.​આયુર્વેદના પ્રચાર-પ્રસારના ભાગરૂપે આ કાર્યક્રમમાં ખાસ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ લાભાર્થીઓને સ્વાસ્થ્યવર્ધક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું, સાથે જ ચાર્ટ દ્વારા રસોડાની ઔષધો, આસપાસની વનસ્પતિઓ અને મિલેટ્સ વિશે વિસ્તૃત માહિતી આપી જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.​આ કાર્યક્રમમાં નાઘેડીના સરપંચ સુરેશભાઈ બાંભવા, જામનગર તાલુકા પંચાયતના સદસ્ય લીંબાભાઇ ગમારા અને જામનગર જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર પ્રજ્ઞાબેન રાવલ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

જામનગરના બેરાજા ગામે યુવાનના મોત મામલે ખેડૂતનો જામીન પર છુટકારો

0

જામનગર તાલુકાના પસાયા બેરાજા ગામમાં ખેતરના ફેન્સીંગમાં ઈલેકટ્રીક શોક મુકવાથી થયેલ ભરવાડ યુવાનના મોતના કેસમાં આરોપી જામીન મુકત

  • ખેડૂતે કાંટાળી વાળમાં ગેરકાયદે વિજ પ્રવાહ ચાલુ કરી દેતા યુવાનનું મોત નિપજયું હતું

દેશ દેવી ન્યૂઝ તા. ૨૭ સપ્ટેમ્બર, ૨૫ આ કેસની વીગત એવી છે કે, જામનગર ના પસાયા બેરાજા ગામમાં મરણ જનાર ભરવાડ યુવાન પોતાના ઘેટા બકરા ચરાવવા ગયેલ ત્યાં ખેતરના ફેન્સીંગમાં લગાડવામાં આવેલ શોટ લાગી જતા ભરવાડ યુવાનનું ઘટના સ્થળેજ મૃત્યુ થયેલ જે અંગેની ફરીયાદ મરણ જનારના ભાઈ દવારા આરોપી કનુભા ઉર્ફે ભીખુભા રામશંગ રાઠોડ વિરૂધ્ધ જામનગર પંચકોશી “એ” ડીવીઝનમાં ફરીયાદ આપતા આરોપી સામે બી.એન.એસ ની કમલ ૧૦૫ મુજબ ગુનો નોંધેલ અને કનુભા ઉર્ફે ભીખુભા રામશંગ રાઠોડ ની ધરપકડ કરવામાં આવી હતીઉપરોકત ગુનાના અનુસંધાને આરોપી કનુભા ઉર્ફે ભીખુભા રામશંગ રાઠોડે તેમના વકીલ અશોક એચ. જોશી મારફત સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી અને એવી રજુઆત કરેલ કે અરજદારને હાલના ગુનાના કામે ખોટી રીતે સંડોવેલ છે ફરીયાદ મુજબનો કોઈ પ્રથમ દર્શનીય કેસ નથી તેમજ આરોપી પસાયા બેરાજા ગામના કાયમી રહેવાશી છે જેથી નાશીભાગી જવાનો પ્રશ્ન નથી અને તે તમામ સંજોગો જોઈને આરોપીઓને જામીન ઉપર મુકત કરવા જોઈએ તેવી દલીલ કરેલ ઉભયપક્ષોની દલીલો સાંભળી જામનગરના એડી. સેશન્સ જજ સાહેબે ટી.વી. જોશી શાહેબે આરોપીઓ ને રૂા. ૧૫,૦૦૦/- ના જામીન પર મુકત કરવા હુકમ કરેલ.આ કેસમાં આરોપી તરફે વિદ્વાન ધારાશાસ્ત્રી  અશોક એચ. જોશી , મોશીન એચ.ખારા પ્રદીપભાઈ મકવાણા , સઈદ રુન્જા તથા જયોતી બી. પરમાર રોકાયેલ હતા.

જામનગરમાં મેડિકલ કોલેજના MBBS માં અભ્યાસ કરતા તબીબી વિદ્યાર્થીને પિતાએ ઠપકો આપતા આપધાત

0

જામનગરની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા તબીબી વિદ્યાર્થીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા આપઘાત

  • પિતાએ પૈસા બાબતે ઠપકો આપતા હોસ્ટેલમાં જ ગળેફાસો  : પરિવાર મેવાણથી દોડી આવ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૬, સપ્ટેમ્બર ૨૫  જામનગર ની મેડિકલ કોલેજ માં અભ્યાસ કરતા એક તબીબી વિદ્યાર્થી એ આજે ગળાફાંસો ખાઈ ને આત્મહત્યા કરી લીધી હતી.જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજમાં એમબીબીએસ ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિવેક રણછોડભાઈ પરમાર નામના ૨૧ વર્ષ ના સતવારા યુવાને આજે પોતાની મેડિકલ કોલેજ ના હોસ્ટેલ ના રૂમ માં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવની જાણ થતા જ મેડિકલ કોલેજ ના અધિકારીઓ અને પોલીસ કાફલો બનાવ ના સ્થળે દોડી ગયો હતો.વિદ્યાર્થીના પરિવારને જાણ કરતા જ તેમના પરિવારજનો પણ જામનગર દોડી આવ્યા હતા. પિતાએ પૈસા બાબતે ઠપકો આપતા માઠું લાગી આવતા તબીબી વિદ્યાર્થીએ આત્મહત્યા કરી તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે. મળતી માહિતી મુજબ આ તબીબી યુવાન દ્વારકા પંથક નો છે. અને વર્ષ ૨૦૨૩ ના બેચ નો વિદ્યાર્થી હતો.

જામનગર ના ખિલોસ ગામેથી ૧૨ જેટલા ગૌવંશને કતલખાને લઈ જવાનું કારસ્તાન પકડાયું

0

જામનગર તાલુકાના ખિલોસ ગામમાંથી ૧૨ જેટલા ગૌવંશ (ખૂટિયા) ને વાહનમાં ભરીને માળીયા કતલખાને લઈ જવાનું કારસ્તાન પકડાયું

  • પંચકોષી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે મોડી રાત્રે વોચ ગોઠવી એક કસાઈ શખ્સ ને ઝડપી લીધો : અન્ય બે ને ફરારી જાહેર કરાયા

દેશ દેવી ન્યુઝ  જામનગર તા ૨૬ સપ્ટેમ્બર ૨૫ જામનગર ના ગ્રામ્ય પંથક માંથી નવરાત્રી જેવા તહેવારો દરમિયાન ગૌવંશ પ્રકારના ૧૨ જેટલા પશુઓ (ખૂટિયા)ને એક વાહનમાંથી ખિચોખીચ ભરીને માળીયા તરફ કતલખાને લઈ જવાનું કારસ્તાન પ્રકાશમાં આવતાં ગૌપ્રેમીઓમાં કચવાટ જોવા મળ્યો છે. પોલીસે એક કસાઇ શખ્સને ઝડપી લીધો છે, જ્યારે આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય બે શખ્સોને ફરારી જાહેર કરી મૂંગા પશુ અને પાંજરાપોળમાં મોકલી આપ્યા છે.જામનગરના પંચકોશી એ. ડિવિઝનના પી.આઇ.એન. એમ. શેખ અને તેઓની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગર તાલુકાના ખીલોસ ગામ અને આસપાસના વિસ્તારમાંથી ગૌવંશ પ્રજાતિના ૧૨ જેટલા ખૂંટિયાઓને વાહનમાં ભરીને તેને કચ્છના માળિયા તરફ કતલખાને મોકલવામાં આવતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેના આધારે ગઈકાલે મોડી રાત્રે પોલીસ વોચ ગોઠવી હતી જે દરમિયાન ખિલોસ બસન પાસે એક આઇસર ટ્રક જે ને પસાર થતાં પોલીસ દ્વારા તેની તલાસી લેવામાં આવી હતી, જે તલાસી દરન્યાન મીની ટ્રક ની અંદર બાર જેટલા પશુઓને પણ પ્રકારના ખોરાક પાણી આપ્યા વિના બાંધીને ભરવામાં આવ્યા હતા.જેથી પોલીસે તમામ મૂંગા પશુઓને નીચે ઉતારી લઇ બચાવી લીધા હતા અને પાંજરાપોળમાં મોકલી આપ્યા છે. જ્યારે વાહન ના ચાલક અનેક પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે અને તેની રહી છે આ પ્રકરણમાં મૂંગા પશુઓને ભરીને માળીયા પંથકમાં પહોંચાડવાના કારસ્તાનમાં અન્ય બે વ્યક્તિઓ સડોવાયેલી હોવાથી તે બંનેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

જામનગરના કડીયાવાડ માં સળગતા સાથિયા વચ્ચે ગરબાની રમઝટ 

0

સળગતા સાથિયા વચ્ચે ગરબાની રમઝટ  ‘છોટીકાશી’ નાં કડીયાવાડમાં સ્વસ્તિક અંગારા રાસનું આકર્પણ

દેશ દેવી ન્યૂઝ તા. ૨૬ સપ્ટેમ્બર ૨૫  ‘છોટીકાશી’ કહેવાતા જામનગરમાં કડીયાવાડ વિસ્તારમાં શ્રી રાંદલ અંબિકા કુમારીકા ગરબી મંડળ દ્વારા યોજાતી પ્રાચીન ગરબીમાં સ્વસ્તિક અંગારા રાસનું આગવું આકર્ષણ છે. અહીં યુવાનો પરંપરાગત પોશાકમાં સળગતા સ્વસ્તિકની આકૃતિ વચ્ચે વિશિષ્ટ ક્રમબદ્ધ રીતે ગોઠવાઇને ગરબે ઘૂમે છે. જેને નિહાળી દર્શકો મંત્રમુગ્ધ થઇ જાય છે. આ અગ્નિરાસ નિહાળવા પ્રતિદિન અહીં મેદની ઉમટી પડે છે.

જામનગરમાં સત્યનારાયણ મંદિર પાસે ચોરી કરવાનાં ઇરાદે આવેલ શંકાસ્પદ શખ્સ પકડાયો

0

જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર ચોરી કરવાનાં ઇરાદે આવેલ શંકાસ્પદ શખ્સ પકડાયો : સ્થાનિકોએ ઝડપી લઇ પોલીસ બોલાવી

દેશ દેવી ન્યુઝ તા. ર૫ સપ્ટેમ્બર ૨૫ જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ એક ઘડિયાળની દુકાન પાછળ એક આઝાદ બાગ પાસે એક ઇમારતમાં ચોરી કરવાનાં ઇરાદે ગેરકાયદે પ્રવેશતા શખ્સને સ્થાનિકોએ ઝડપી લેતા ટોળું એકત્ર થયું હતું.સ્થાનિકોએ શંકાસ્પદ શખ્સને પકડી રાખી પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસ દ્વારા શંકાસ્પદ શખ્સને પોલીસ સિટી એ ડિવિઝન પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છેકે આ પહેલા પણ ૧૫ દિવસ પહેલા આ જ વિસ્તારમાં ચોર પકડાયો હતો જેને સ્થાનિકોએ પોલીસ હવાલે કર્યો હતો.

જામનગરના ફલ્લા ગામે ચાલતા હાઈ પ્રોફાઈલ જુગાર ધામ પર LCB ત્રાટકી

0

જામનગર નજીક ફલ્લા ગામમાં એક રહેણાક મકાનમાં ચાલતા હાઈ પ્રોફાઈલ જુગાર ધામ પર ગત મોડી રાત્રે એલસીબી નો દરોડો

  • રૂપિયા ૧૧ લાખની રોકડ સહિત સાડા બાર લાખની માલમતા સાથે મકાન માલિક સહિત ફલ્લા-ધ્રોળ-સહિત આઠ પત્તાપ્રેમીઓ પકડાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૫, સપ્ટેમ્બર ૨૫ જામનગર નજીક ફલ્લા ગામમાં એક રહેણાક મકાનમાં હાઈ પ્રોફાઈલ જુગારધામ ચાલી રહ્યું છે, અને જામનગર, ફલ્લા ધ્રોલ સહિતના આસપાસના વિસ્તારના કેટલાક અઠંગ જુગારીઓ મોટો દાવ લગાવીને જુગાર રમવા માટે આવ્યા છે, તેવી ચોક્કસ બાતમી જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને મળી હતી.

જે બાતમી ના આધારે ગઈકાલે મોડી રાત્રે એલસીબીની ટુકડીએ ફલ્લા ગામમાં રહેતા નિતેશ ગણેશભાઈ ધમસાણીયા નામના ખેડૂતના રહેણાક મકાન પર ઓચિંતો દરોડો પાડયો હતોઝ જે દરોડા દરમિયાન આઠ પત્તાપ્રેમીઓ ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા મળી આવ્યા હતા.

આથી એલસીબીની ટુકડીએ મકાન માલિક મિતેશ ગણેશભાઈ ધમસાણીયા ઉપરાંત મીત કાનજીભાઈ દલસાણીયા, વસંત હરખાભાઈ નાગપરા, બીપીન વીરજીભાઈ અઘેરા, વિનોદ સવજીભાઈ કાનાણી, નિલેશ ભવનભાઈ ભીમાણી, જયસુખ નારણભાઈ ધમસાણીયા, અને અરવિંદ મોહનભાઈ ભીમાણી ની અટકાયત કરી લીધી છે. તેઓ પાસેથી રૂપિયા ૧૧,૦૩,૦૦૦ ની રોકડ રકમ, આઠ નંગ મોબાઈલ ફોન અને એક મોટરસાયકલ સહિત રૂપિયા ૧૨,૩૮,૦૦૦ ની માલમતા કબજે કરી લીધી છે.

જામનગર નજીક લહેર તળાવમાં ઝંપલાવી એક યુવાનનો આપઘાત

0

જામનગર નજીક નાઘેડી પાસે આવેલા લહેર તળાવમાં ઝંપલાવી એક યુવાનનો આપઘાત : ફાયરે મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૪ સપ્ટેમ્બર ૨૫, જામનગર નજીક નાઘેડી વિસ્તારમાં આવેલા લહેર તળાવમાં ઝંપલાવી દઇ એક યુવાને આપઘાત કરી લીધો હતો. ફાયરે મૃતદેહ ને બહાર કાઢી પોલીસને સુપ્રત કર્યો છે.આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક નાઘેડી વિસ્તારમાં આવેલા લહેર તળાવમાં બપોરે ૨.૩૦ વાગ્યાના અરસામાં એક યુવાને ઝંપલાવી દીધું હતું, અને આત્મહત્યા કરી લીધી હતી.જે બનાવની જાણ થતાં નાઘેડીના સરપંચ સુરેશભાઈ બાંભણિયા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને સૌ પ્રથમ જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડને જાણ કરી હતી જેથી ફાયર શાખાની ટુકડી તુરતજ દોડી ગઈ હતી, અને મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો, અને પોલીસને સુપ્રત કર્યો હતો.પંચકોષી બી. ડિવિઝન નો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો, અને મૃતદેહ નો કબજો સંભાળ્યો હતો. પોલીસ તપાસમાં મૃતકનું નામ નાગજીભાઈ હમીરભાઇ નંદાણીયા અને (ઉંમર વર્ષ ૨૨) તેમજ જામનગર શહેરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.મૃતક યુવાન પોતાના ઘેરથી ચાલ્યા ગયા બાદ તેના પરિવારજનો શોધી રહ્યા હતા, ત્યારે તેનો મૃતદેહ હાથ લાગ્યો હતો. પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે. તેણે કયા સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું તે હજુ સુધી જાણી શકાયું નથી.

જામનગર શહેરના વતની ગુજરાત રાજ્યના પૂર્વ રાજ્યમંત્રીનું દિલ્હીમાં વિશિષ્ટ સન્માન

0

જામનગર શહેરના વતની ગુજરાત રાજ્યના પૂર્વ રાજ્યમંત્રીનું દિલ્હીમાં વિશિષ્ટ સન્માન

  • પ્રો. વસુબેન ત્રિવેદીની ભારતની પ્રથમ ૪ ક્રમાંકિત કિરોડીમલ કોલેજનાં ગર્વ. બોડીનાં ચેરપર્સન તરીકે પ્રેરક ભૂમિકા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૪ સપ્ટેમ્બર ૨૫  તાજેતરમાં દિલ્હી યુનિવર્સિટી સંલગ્ન સમગ્ર ભારત વર્ષની પ્રથમ ચાર ક્રમાંકિત પૈકીની કિરોડીમલ કોલેજમાં પ્રથમ વર્ષનાં વિદ્યાર્થીઓનો સ્વાગત સમારંભ યોજાયો હતો. જેમાં હરીયાણાનાં પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર સહિતનાં મહાનુભાવો અતિથી તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમમાં કિરોડીમલ કોલેજની ગર્વંનિંગ બોડીનાં ચેરપર્સન અને ગુજરાતનાં પૂર્વ રાજ્યમંત્રી પ્રો. વસુબેન ત્રિવેદી પણ સંસ્થાનાં મુખ્ય હોદ્દેદાર તરીકે ઉપસ્થિત રહ્યા હતા.પ્રો.વસુબેન ત્રિવેદી સતત ત્રણ વખત જામનગર દક્ષિણનાં ધારાસભ્ય રહી ચૂક્યા છે, અને શિક્ષણ અને મહિલા તથા બાળ વિકાસનાં રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) તરીકેનાં તેઓનાં કાર્યકાળમાં મહિલા પોલીસ મથકોની સ્થાપના જેવા મહિલા સુરક્ષામાં નિર્ણાયક કાર્યો થયા હતા.કિરોડીમલ કોલેજનાં કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે બહોળો અનુભવ અને પ્રતિષ્ઠા ધરાવતા પ્રો.વસુબેન ત્રિવેદીનું એક દૂરદ્રષ્ટા માર્ગદર્શક તરીકે સન્માન કરવામાં આવ્યુ હતું. આ તકે ઉપસ્થિત હરીયાણાનાં પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર સહિતનાં મહાનુભાવોએ પણ પ્રો. વસુબેનનાં સમાજસેવામાં દિર્ધકાલીન પ્રદાનને બિરદાવ્યું હતું.આ તકે પ્રો.વસુબેન દ્વારા ઇતિહાસમાં સુધારાનો સમય ચાલી રહ્યો હોવાની વાત કહી વિદ્યાર્થીઓને કોલેજને સરસ્વતીનું મંદિર સમજી પૂજારી તરીકે કાર્યરત રહી અભ્યાસને આરાધના સમજવાનો સંદેશ આપ્યો હતો.

જામનગર : નવરાત્રીના મહોત્સવ દરમિયાન પોલીસ વિભાગની લોખંડી સુરક્ષા વ્યવસ્થા

0

જામનગર શહેર અને જિલ્લામાં નવરાત્રીના મહોત્સવ દરમિયાન પોલીસ વિભાગની લોખંડી સુરક્ષા વ્યવસ્થા

  • ઘોડેશ્વર પોલીસમેન, મહિલા “સી” ટીમ – ટ્રાફિક સેલ સહિતની પોલીસ ટુકડી તહેનાત : ચેક પોસ્ટ પર કડક ચેકિંગ; લોક જાગૃતિના બેનરો લગાવાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૪ સપ્ટેમ્બર ૨૫, જામનગર શહેર અને જિલ્લામાં ચાલી રહેલા નવરાત્રી મહોત્સવ દરમિયાન કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચે નહીં તે માટે જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની દ્વારા ખૂબ જ તકેદારી રાખવામાં આવીવ રહી છે, અને સમગ્ર જિલ્લાભરમાં અલગ અલગ પોલીસ ટુકડીઓને દોડતી કરી દેવામાં આવી છે, અને લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઇ છે. જેને લઈને શહેર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રી મહોત્સવના દિવસો પસાર થઈ રહ્યા છે.રાજકોટ રેન્જ ના અશોકકુમાર યાદવ તથા જામનગર પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની ની અધ્યક્ષતા હેઠળ નવરાત્રી તહેવારના અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા અંગે માઉન્ટેન્ડ યુનિટ, મહિલા ’’સી’’ ટીમ અને જામનગર જિલ્લા પોલીસ દ્વારા લોકોમાં જન જાગૃતિ માટે ગરબા સ્થળે પોલીસ હેલ્પ ૧૧૨ જનરક્ષક પ્રોજેકટ, નશામુક્તિ અંગે, સાયબર ક્રાઇમ, મહિલા સુરક્ષા જેવા વિવિધ વિષયો અંગેના ગરબા સ્થળે પોસ્ટર/બેનરો તથા વિડીયો પ્રસારિત કરવામાં આવી રહ્યા છે.જિલ્લામાં પોલીસના સજ્જડ બંદોબસ્ત ની સાથે સાથે ઘોડેશ્વર પોલીસ વગેરે સધન પેટ્રોલિંગ કરી રહ્યા છે. સાથોસાથ સાયબર ક્રાઇમ ને લગત વિષયની જાણકારી ના ભાગરૂપે લોક જાગૃતિના બેનર તથા વિડિયો ક્લિપ પ્રસારિત કરીને લોકજાગૃતિના કાર્યક્રમો પણ યોજાઇ રહ્યા છે. જેથી જામનગર જિલ્લામાં સજ્જડ પોલીસ બંદોબસ્ત ની વચ્ચે નવરાત્રી મહોત્સવ રંગેચંગે ઉજવાઈ રહ્યો છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.