Saturday, October 10, 2026
Home Blog Page 51

જામનગર મયૂરબાગમાં મહિલાના ગળાફાંસા પ્રકરણમાં પતિ સાથેનો ઝઘડો કારણભૂત

0

જામનગર માં રણજીત સાગર રોડ પર મયૂરબાગમાં રહતી મહિલાના ગળાફાંસા દ્વારા આપઘાતના પ્રકરણમાં પતિ સાથેનો ઝઘડો કારણભૂત

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૮ ઓક્ટોબર ૨૫ જામનગરમાં રણજીત સાગર રોડ પર રહેતી એક પરણીતાના ગળાફાંસા દ્વારા આત્મહત્યા ના પ્રકરણમાં પતિ સાથેનો ઝઘડો કારણભૂત હોવાનું પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે. જામનગરમાં રણજીત સાગર રોડ પર મયુરબાગમાં રહેતી ઇલાબેન હાર્દિકભાઈ ઘાડિયા નામની ૩૫ વર્ષની પરણીતા એ પરમદીને રાત્રે પોતાના ઘેર પંખા ના હુકમાં દોરડું બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.આ બનાવની તપાસ કરતાં ઇલાબેન કે જેઓએ પોતાના પતિ સાથે ઘરમાં નાની-નાની બાબતોમાં બોલાચાલી અને ઝઘડો થયો હોવાથી મનમાં લાગી આવતાં આપઘાત નું પગલું ભરી લીધા નું જાહેર થયું છે. જે મામલામાં સીટી એ. ડિવિઝનની પોલીસ ટીમ વધુ તપાસ ચલાવી રહી છે, અને ઇલાબેન ના મૃત્યુ ની પાછળ પતિ સાથેનો ઝઘડો કારણભૂત હોવાનું જાહેર થયું છે.

જામનગર માં સાતનાલા પાસે ટ્રેન હડફેટે ચડી જતાં મહિલા નું મૃત્યુ

0

જામનગર માં ગઈકાલ સવારે સાતનાલા પાસે ટ્રેન હડફેટે ચડી જતાં મહિલા નું મૃત્યુ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૬,ઓક્ટોબર ૨૫  જામનગર માં ગઈકાલે સવારે એક મહિલા નું ટ્રેન હડફેટે ચઢી જતા તેણી નું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મૃત્યુ નીપજયું હતું. જામનગર માં ધરાર નગર – ૧ ,આંબેડકર ધામ વિસ્તાર માં રહેતા ડાયાબેન કિશોરભાઈ રાઠોડ ( ૪૪) આજે સવારે સાડા આઠેક વાગ્યે સાતનાલા રેલવે બ્રિજ માં ટ્રેન ના પાટા ઓળંગી રહ્યા હતા, ત્યાર પુરપાટ વેગે આવતી ટ્રેન ની ઠોકરે તેણી નું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.આ અંગે ધીરુભાઈ નાનભાઈ રાઠોડ એ પોલીસ માં જાણ કરતા પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરના ધ્રોલ માંથી ૧૯ વર્ષ ની યુવતી ગુમ થતા પોલીસ માં ગુમ નોંધ કરાવાઈ

0

ધ્રોલ માંથી ૧૯ વર્ષ ની યુવતી ગુમ થતા પોલીસ માં ગુમ નોંધ કરાવાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૬ ઓક્ટોબર ૨૫, જામનગર જિલ્લા ના ધ્રોલ માં રહેતી ૧૯ વર્ષ ની યુવતી ગુમ થતા તેણી ની માતા એ ધ્રોલ પોલીસ માં પોતા ની પુત્રી ના ગુમ થવા અંગે ની નોંધ કરાવી છે.ધ્રોલ માં ફૂલવાડી રોડ ,ખાટકી વાસ વિસ્તાર માં રહેતી અલજીનાબાનુ રજાકભાઈ કોચેલીયા નામ ની ૧૯ વર્ષ ની યુવતી ગત તા. ૧૧/૮/૨૫ ના બપોરના પોતાના ઘરે થી નીકળ્યા પછી આજ સુધી પરત ફરી નથી આ અંગે તેણી ના માતા નજમાબેન રજાકભાઈ કોચલિયા એ પોલીસ માં જાણ કરી છે.જેથી એ એસ આઈ .ડી.જે ગાગિયા એ તપાસ શરૂ કરી છે.

જામનગર : ધ્રોલ તાલુકાના લતીપર ગામની યુવતી એકાએક લાપતા

0

ધ્રોલ તાલુકા ના લતીપર ગામ ની યુવતી એકા એક લાપતા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૬ ઓક્ટોબર ૨૫, જામનગર જિલ્લા ના ધ્રોલ તાલુકા ના લતીપર ગામ ની યુવતી ગુમ થતા તેની ના પિતા એ પોલીસ માં ગુમ નોંધ કરાવી છે.ત્રણ તાલુકાના લતીપર ગામના રહેતી દક્ષાબેન ચંદુભાઈ સરવૈયા નામ ની ૧૮ વર્ષ ની યુવતી ગત તા.૩૦/૯/૨૫ ના રાત્રે ૮:૩૦ વાગ્યે પોતા ના ઘરે થી નીકળ્યા પછી આજ દિવસ સુધી પરત ફરી નથી. આથી તેણી ના પિતા ચંદુભાઈ જેરામભાઈ સરવૈયા એ ધ્રોલ પોલીસ માં ગુમ નોંધ કરાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ જે કે દલસાણીયા એ તપાસ હાથ ધરી છે.

જામનગર : ધ્રોલ તાલુકા ના નાના ગરેડિયા ગામની ૨૨ વર્ષીય યુવતી ગુમ 

0

જામનગર : ધ્રોલ તાલુકા ના નાના ગરેડિયા ગામ ની યુવતી ગુમ 

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૬ ઓગસ્ટ ૨૫, ધ્રોલ તાલુકા ના નાના ગરેડિયા ગામ ની ૨૨ વર્ષ ની યુવતી ઘરેથી નીકળ્યા પછી આજ દિવસ સુધી પરત નહી ફરતા આ બનાવ અંગે તેણી ના ભાઈ એ પોલીસ માં ગુમ નોંધ કરાવી છે.જામનગર જિલ્લા ના ધ્રોલ તાલુકા ના નાના ગરેડીયા ગામ માં રહેતી તૃષાબેન અમરસીભાઈ શિયાર નામની ૨૨ વર્ષ ની યુવતી ગત તારીખ ૨૩/૯/૨૫ ના સવારે પોતાના ઘરે થી નીકળ્યા પછી આજ દિવસ સુધી ઘરે પરત નહી પડતા અને તેણીની સગા સંબંધીઓ ને ત્યાં શોધ કરવા છતાં પણ પતો નહીં લાગતા આખરે તેણી ના ભાઈ સુખદેવ સીયાર એ પોલીસ માં ગુમ નોંધ કરાવી છે. આ બનાવવા અંગે પોલીસ હેડ કોન્સ્ટેબલ જે કે દલસાણીયા તપાસ હાથ ધરી છે. આ યુવતી બાબતે કોઈને જાણકારી મળે તો ધ્રોલ પોલીસ ને જાણ કરવા અનુરોધ કરાયો છે.

જામનગરની નંદધામ સોસાયટીના કોમન પ્લોટ માં દબાણના મુદ્દે રહીશોએ ઘંટ વગાડી કલેક્ટર ને આવેદનપત્ર પાઠવ્યું

0

જામનગર : નંદધામ સોસાયટીના કોમન પ્લોટમાં દબાણ બાબતે PMO  ઓફિસના સુચનાને નેવે મુકે આરોપીને બચાવવા થતી કાર્યવાહી

  • નંદધામ સોસાયટીના કોમન પ્લોટમાં દબાણ કરના આરોપીને બચાવવા તંત્ર પર કોનુ દબાણ ?

  • સોસાયટી ધારકોએ ઘંટ વગાડી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૬ ઓક્ટોબર ૨૫ જામનગરમાં પ્રમાણી સ્કૂલ સામેના વિસ્તારમાં આવેલી નંદધામ સોસાયટી જેમા ૫૪ પ્લોટ તથા કોમન પ્લોટનો સમાવેસ થાય છે. આ સોસાયટી જામનગર મહાનગર પાલીકા ધ્વાર ટાઉન પ્લાનીંગ શાખા ધ્વારા તેનો લે-આઉટ પ્લાન મંજુર કરવામા આવેલ છે. જે સોસાયટી રહેણાક હેતુ માટે મંજુર થયેલ છે.અમો નંઠધામ સોસાયટી એસોસિયેશન ના ઓથોરીટી લેટર ધ્વારા ઓથોરાઈઝ કરવામાં આવેલ છે. જેના આધારે હાલની આ ફરીયાદ કરીએ છીએ. નંદધામ સોસાયટી એસોસિયેશન જામનગર માં રજી. નં. ૬૫૪૮ થી નોંધાયેલ છે. આ નંઠધામ સોસાયટી જે રેવન્યુ સર્વે ને. ૧૮૮૮/૩/૨પૈકી, આ જગ્યા જામગનર કલેકટર  ધ્વાશ જમન-૨-બી.ખે.૨જી, ૧૯/૨૦૦૦થી ખેતીની જમીન રહેણાંક હેતુ માટે બિનખેતીમાં ફેરવવામા આવેલ જેનો લે-આઉટ પ્લાન જામગનર મહાનગરપાલિકા ધ્વારા રહેણાંક હેતુ માટે ૧ થી ૫૪ પ્લોટ તથા કોમન પ્લોટ લે-આઉટ પ્લોટ મુજબ ફેરવવામાં આવેલ છે. આરહેણાંક પ્લોટમાં તમામ પ્લોટ ધારકો ધ્વાશ પોતાના મકાન બનાવી આ ય થી ૫૪ પ્લોટ ધારકો ધ્વાર આ જગ્યાને નંઠધામ સોસાયટી એસોસિયેશન બિન તેને રજી. નંબર ૫૪૮ થી રજીસ્ટ્રર પાસે નોંધાવેલ છે. નંદધામ સોસાયટી વારા હાલ અને સોસાયટીના વકીલ તરીકે નિમેલ છે. અને હાલની આ ફરિયાદ કરવામાં અમોને ઓથોરાઇઝ કરવામાં આવેલ છે. આ જગ્યા વોર્ડ ૧૫-સી સીટી સર્વે નંબર ૧૧૮૩/૫/૫૫ થી નોંધાયેલ છે. જે સોયટીના સાર્વજનિક કોમન પ્લોટ નોંધાયેલ છે. જેનું ક્ષેત્રફળ ૫૧૬.૪૩ થાય છે.આ સોસાયટીની કોમન પ્લોટની જગ્યા પર અસામાજીક તત્તો ધ્વારા કબ્જો કરી તેના પર બાંધકામ કરવામા આવેલ અને આ બાંધકામ કરી આદ્યોગીક માટે ભાડે આપી તેના પર આવક વસુલ કરે છે. તે બાબતે સોસાયટી ધારકો ધ્વારા અનેકોવાર રજુઆતો સમક્ષ ઓથોરીટી તથા ત્યાના કોર્પોરેટર તથા ત્યાના એમ.એલ.એસ સમક્ષ રૂબરૂ મળી આ અંગેની જાણકારી આપવામા આવેલ તેમજ આ અંગે કોઈ નિકાલ લાવવા રજુઆતો કરવામાં આવેલ હતી પરંતુ સતા પક્ષના ચુટાઈ આવેલ વ્યકતીઓ ધ્વારા ખોટા આશ્વાસનો આપવામાં આવેલ હતા અને આ બાબતે કોઈ કાર્યવાહી કરવામા ન આવતા સોસાયટી ધ્વારા નંદધામ સોસાયટીના એસોસિયેશનમા કાયદાકીય કામગીરી માટે વકિલ પ્રતિક આર જોષીની નિમણૂક કરવામા આવેલ હતી. જેમના ધ્વારા સોસાયટીના કોમન પ્લોટ કાયદાકીય કામગીરી કરવા તથા તેબાબતની ફરીયાદ દાખલ કરવા તેમને ઓથોરીટી લેટર આપવામા આવેલ છે. આ સોસાયટી’ના વકીલ પી.આર.જોષી ધ્વારા આ બાબતે જામનગર મહાનગર પાલીકામાં અરજી અહેવાલ કરાવેલ જે મુજબ જામનગર મહાનગર પાલીકા ધ્વારા શો-કોઝ નોટીસ જે ધી જી.પી.એમ.સી એકટ ૧૯૪૯ (૧) અન્વયે દબાણ કરનારને આ જગ્યાના આધારો બતાવવા માટે નોટીસ પાઠવવામાં આવેલ હતી.પરંતુ દબાણ કરનાર ધ્વારા કોઈ રજુ આતો કરવામા આવેલ નહી. તેમજ આ દબાણ દુર કરવામા આવેલ નહીં તેથી સોસાયટીના વકીલ પી.આર. જોષી ધ્વારા આ બાબતે સરકારશ્રીમા લેન્ડગ્રેબિંગ એકટ હેઠળની તારીખ : ૨૦-૦૬-૨૦૨૫ના રોજ ઓન લાઈન ફરીયાદ કરવામા આવેલ હતી. જે ફરીયાદ થયા બાદ લાંબા સમય સુધી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ ન હતી. આ બાબતે વકીલ દ્વારા તપાસ કરતા આ અસામાજીક તત્નો ધ્વારા જે દબાણ કરી તેના પર રકમની વસુલાત કરવામા આવતી હતી. આથી આરોપીઓ તથા સત્તા પક્ષોના ચુટાઈ આવેલ પ્રતીનીધીઓની સાથે સાંઠ-ગાઠ કરી આ ફરીયાદની કામગીરી ધીમી કરવામા આવેલ છે. જે બાબતે વકીલ ધ્વારા રજુઆતો કરવાથી આ લેન્ડગ્રેબિંગ ફરીયાદ તળે તપાસ માટે સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ-ર જામનગરની કચેરી ધ્વારા ફરીયાદી તથા આ દબાણ ધારકો ને આ અરજીના તપાસની કામગીરમાં તારીખ : ૪-૦૯-૨૫ના ૫:૦૦ કલાકે જવાબ તથા આધાર પુરાવા સાથે હાજર થવા માટે નોટીસ આપવામા આવેલ હતી.

આ તમામ માહિતી બહાર આવતા નંદધામ સોસાયટીના ધારકો ધ્વારા જામનગર મહાનગર પાલિકાના કમિશનર સાહેબ સમક્ષ રૂબરૂમા તારીખ : ૦૧-૧૦-૨૦૨૫ના રોજ આવેદન આપવામા આવેલ છે. જેની સાથે દબાણ કરના અસામાજીક વ્યકતીઓ ધ્વારા રજુ કરવામ આવેલ કાગળો પુરાવામા આપવામા આવેલ હતા. જે પુરાવાઓ ધ્યાને લય જામનગર મહાનગર પાલિકાના કમિશ્નર સાહેબ ધ્વારા તારીખ : ૦૩/૧૦/૨૦૨૫ ના રોજ જેએમસી./ટી.પી.ઓ/બી./૨૯/૨૬૦(૨)-નોટીસ//વો.નં.-/૧૧૮૮/૨૦૨૫-૨૬થી ધી.જી.પી.એમ.સી. એકટ ૧૯૪૯ ની કલમ ૨૬૦ (૨) હેઠળ નોટીસ લગાવવામા આવેલ છે. જે મુજબ સ્પષ્ટ થાય છે. કે આ કોમન પ્લેટમા દબાણ છે. તેમ છતાં આરોપીઓને બચાવવા માટે લેન્ડગ્રેબિંગની ફરીયાદને આગળ વધારવામાં આવતી નથી અને આરોપીની અટક ન થાય તે માટેના પ્રયત્નો થઈ રહેલ છે.

આ લેન્ડગ્રેબિંગની જે ફરીયાદ તારીખ: ૨૦-૦૬-૨૦૨૫ કરવામા આવેલ છે. આ ફરીયાદની કોઈ કાર્યવાહી આગળ ન વધતા આ બાબતે પ્રધાન મંત્રી ઓન લાઈ પોર્ટલ જે PMOPG.GOV.IN પર આ બાબતે અંગેની કાર્યવાહી કરવા માટે તારીખ : ૦૬-૦૯-૨૦૨૫ના રોજ ફરીયાદ કવામાં આવેલ હતી. જે મુજબ પ્રધાન પંત્રીના પોર્ટલ પરથી ગુજરાતના પ્રીન્સીપાલ સેકરેટીરી હિરેન સુકલને આ તપાસ આપવામા આવેલ જે તેમના પોર્ટલના સ્ટેટસમા દર્શાવે છે. આ બાબતે તેમની તપાસ મા કોઈ કાર્યવાહી થયેલ નથી અને તેમના આ પોર્ટલ પર જાણકારી આપવામાં અવોલ છે. કે આ પોર્ટલની કાર્યવાહી બંધ કરવામા આવેલ છે.તેમજ રીમાર્કમા જણાવેલ છે. કે એલ.આર.સી. શાખાના તા. ૧૮-૦૮-૨૦રપાના પત્રની નકલ સામેલ રાખેલ છે. જે મુજબ આ બાબતની તમામ માહિતી જામનગર નિવાસી અધિક કલેકટરના પ્રત્ર નંબર : એલઆરસી/પીજી પોર્ટલ/૧૩૩૯૦૧/૨૦૨૫ થી તેમની જાણમા છે.

જે પીજી પોર્ટલ (પ્રધાન મંત્રી ઓન લાઈન ફરીયાદ પોર્ટલ) જે PMOPG.GOV.IN થી ચાલે છે. જેના ધ્વારા આ ફરીયાદ બાબતે આવેલ પત્ર મુજબ તપાસ અહેવાલ કરવા જણાવેલ છે. જે મુજબ અમો ફરીયાદી નંદધામ સોસાયટી તરફે ફરીયાદીને કોઈ જાણ કે આ તપાસ આગળ વધારવામા આવેલ નથી. જે પત્ર મુજબ નકલ રવાના મદદનીશ કલેકટરશ્રી જામનગર શહેરને જણાવેલ છે કે, “અરજદારશ્રી ધ્વારા ઉપરોકત બાબતે કરવામાં આવેલ અરજી આ સહ સામેલ છે. જે અરજી અન્વયે નિયમોનુસાર કાર્યવાહી થવા વિનંતી છે.” આમ છતાં આજ દિન સુધી આ લેન્ડગ્રેબિંગની ફરીયાદની કાર્યવાહી આગળ વધેલ નથી કે આરોપીઓ પર કોઈ એફ.આઈ.આર કરવાની તજવીજ કરવામા આવેલ નથી. આમ નંદધામ સોસાયટીના તમામ સોસાયટી ધારકો ધ્વારા આ અંગે અને કો રજુ આત કરવા છતાં કોઈ પગલા ભરવામા આવેલ નથી. જે સરકમારશ્રીના પ્રતીનીધીઓ ધ્વારા જે કાયદા મુજબની જાહેરાતો કરવામા આવે જે પણ લોકોને અસામાજીક તત્વો ધ્વારા હેરાન પરેસાન કે તેમની જમીન દબાણ કરવામા આવસે તેમને સરકારશ્રી ધ્વારા છોડવામાં નહી આવે. પરંતુ આ કિસામા સરકારશ્રીના અધીકારીઓ તથા ચુટાયેલા પક્ષના પ્રતીનીધીઓ ધ્વારા દબાણ કરનારના રક્ષણ માટે હાલની કામગીરીને અટકાવવાનો પયત્ન કરી રહેલે.

જે બાબતે આજ રોજ જામનગર કલેકટર તથા નાયબ કલેકટરને અરજી આપવામા આવેલ છે. તેમજ આજ રોજ નંદધામ સોસાયટીના તમા રહેવાસીઓ કલેકટર કચેરીએ ઉપસ્થિત રહી કોરોના સમયે કોરોના ને ભગાડવા જે ઘંટ નાદ કરવામાં આવેલ તેમજ આજરોજ સરકારને આ કાર્યવાહી કરવા ઘંટનાદ કરી જગાડવાની કાર્યવાહી કરવામા આવેદન સાથે ઘંટનાદ કરવામા આવેલ છે. તેમજ હજુ પણ આરોપીઓ વિરૂધ્ધ કોઈ પગલા લેવામા નહીં આવે તો નંદધામના તમામ રહેવાસીઓ ગાંધી ચીધા માર્ગે કાર્યવાહી કરવાની જરૂર પડશે. જેની નોંધ લેસો.

જામનગર શહેરમાં ગેરકાયદે રીતે લગાવાયેલા હોર્ડિંગ્સ- બોર્ડ દૂર કરાયા

0

જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા ની ટુકડી દ્વારા શહેરમાં ગેરકાયદે રીતે લગાવાયેલા જાહેરાતના હોર્ડિંગ્સ- બોર્ડ દૂર કરવાની કાર્યવાહી

  • શહેરના અલગ અલગ વિસ્તારોમાં ૩ ટુકડીઓને દોડતી કરાવાઈ : ત્રણ દિવસમાં ૬૫૦ થી વધુ મંજૂરી વગરના બેનર પોસ્ટર ઉતારી લઈ કબજે કરી લેવાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૬ ઓક્ટોબર ૨૫, જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા ની ટીમ દિવાળીના તહેવારોને લઈને સક્રિય બની છે, અને જુદી જુદી ત્રણ ટીમો બનાવી શહેરના મુખ્ય રોડ પર મહાનગરપાલિકાની જગ્યામાં મંજૂરી લીધા વીના લગાવી દેવાયેલા ૬૫૦ થી વધુ જાહેરાતના બોર્ડ કિયોસ્ક દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી છે. શહેરમાં ખાસ કરીને દિવાળીના તહેવારો દરમિયાન જાહેર માર્ગ પર મહાનગરપાલિકાની મિલકતોમાં આડેધડ મુકાયેલા જાહેરાતના બોર્ડ અને બેનરોને જપ્ત કરવાની જામ્યુકોની દબાણ હટાવ શાખાએ કામગીરી હાથ ધરી હતી, અને છેલ્લા ત્રણ દિવસમાં ૬૫૦ વધુ પોસ્ટર, બોર્ડ, અને બેનરો જપ્ત કરવામાં આવ્યા છે.જામનગર શહેરમાં દિવાળીના તહેવારોને કારણે કેટલાક ધંધાર્થીઓએ મંજૂરી મેળવ્યા વિના આડેધડ જાહેરાત માટે બોર્ડ અને બેનરો લગાડવામાં આવ્યા હતા. જેથી આડેધડ મુકાયેલા બોર્ડ અને બેનરો જપ્ત કરવાની જામ્યુકોની એસ્ટેટ શાખાના દબાણ હટાવ અધિકારી અનવર ગજ્જણના માર્ગદર્શન હેઠળ ટીમે કામગીરી હાથ ધરી હતી. જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં ત્રણ ટીમો બનાવીને છેલ્લા ત્રણ દિવસથી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જેમાં રણજીતસાગર રોડ, હવાઈ ચોક, ટાઉન હોલ, સેન્ટ્રલ બેંક, એસ.ટી.રોડ, બેડી નાકા, પી.એન. માર્ગ, સાત રસ્તાથી ટાઉન હોલ સુધીનો રોડ, સમર્પણ સર્કલ, ખોડીયાર કોલોની શરૂ સેકશન રોડ સહિતના વિસ્તારોમાં કોઈપણ પ્રકારની મંજૂરી વગર લગાવી દેવાયેલા બિન અધિકૃત એવા ૬૫૦ થી વધૂ જાહેરાત ના બોર્ડ અને બેનરો જપ્ત કરવામાં આવ્યા છે. જે કાર્યવાહી આજે રવિવારના રજાના દિવસે પણ ચાલુ રખાઇ છે.

જામનગરના માટેલ ચોકમાં ૨૮ બાળાઓને સોનાના પેન્ડલ નું લ્હાણી વિતરણ

0

જામનગરના રામેશ્વર નગર માટેલ ચોકમાં રાજવીર ગ્રુપ દ્વારા દીકરીઓને સોનાના પેડલ ની લ્હાણી નું આયોજન કરાયું.

  • ગરબી માં ૨૮ જેટલી બાળા ને સોનાના પેડલ ની લ્હાણી વિતરણ કરાઇ

દેશ દેવી ન્યુઝ તા. ૪ ઓક્ટોબર ૨૫ જામનગર શહેરના રામેશ્વર નગર વિસ્તાર માટેલ ચોકમાં રાજવીર ગ્રુપ ના દિવ્યરાજસિંહ જેઠવા તેમજ ઇન્દ્રજીતસિંહ સોઢા દ્વારા નવરાત્રીમાં આઠમના દિવસે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુવા ગ્રુપ દ્વારા દીકરા દીકરીઓને લ્હાણી નું વિતરણ કરવામાં આવ્યું હતુંઆ કાર્યક્રમ અંતર્ગત સોસાયટીમાં રહેતા તમામ દીકરીઓને લહણી આપવામાં આવી હતીમાટેલ ચોક સોસાયટીનું રાજવીર ગ્રુપ જે નવરાત્રી મહોત્સવ દરમિયાન સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સક્રિય પણે જોડાયેલું છે તેમણે ૨૮ જેટલી બાળાઓને સોના નું પેન્ડલ આપી બાળાઓનો ઉત્સાહ વધારવાની અનોખી કરી હતી આ પ્રસંગે મધુરમ સોસાયટીના મહાવીર સિંહ રાણા , વિજયસિંહ રાણા, દિવ્યરાજસિંહ જેઠવા , ઇન્દ્રજીતસિંહ સોઢા , ,ઇન્દ્રજીતસિંહ રાણા ,દીપકભાઈ પરસાણી ,પાર્થ ગણાત્રા સહિતના સ્થાનિકો હાજર રહ્યા હતા

જામનગરમાં એક કોલેજીયન યુવતી કોલેજે અભ્યાસ કરવા ગયા બાદ લાપતા બની

0

જામનગરમાં હરિયા કોલેજ રોડ પર રહેતી એક કોલેજીયન યુવતિ કોલેજે અભ્યાસ માટે ગયા બાદ લાપત્તા બની જતા પરિવારજનો માં ચિંતા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪ ઓક્ટોબર ૨૫, જામનગરમાં હરિયા કોલેજ રોડ પર સરદાર નગર શેરી નંબર -૪ માં રહેતી મયુરીબેન જીતેન્દ્રભાઈ વ્યાસ નામની ૧૯ વર્ષની કોલેજીયન યુવતી કે જે જામનગરની મહિલા કોલેજમાં અભ્યાસ કરે છે. જ્યાં તેના પિતા અભ્યાસ કરવા માટે પોતાના વાહનમાં મુકવા માટે ગયા હતા.ગત ૨૯ મી તારીખે પોતાની પુત્રીને કોલેજમાં અભ્યાસ કરવા માટે પિતા મૂકી આવ્યા બાદ બપોરના ૧૨.૦૦ વાગ્યાના અરસામાં તેમની પુત્રી મયુરી ને કોલેજે પરત લેવા માટે જતાં તેણી એકાએક લાપત્તા બની ગઈ હતી, અને તેણીનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ થઈ ગયો હતો. જેનો અનેક સ્થળે શોધખોળ કર્યા પછી પણ પત્તો સાંપડયો ન હતો.આખરે વિપ્ર યુવતી ના પિતા દ્વારા જામનગર ના સીટી બી ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક કરવામાં આવ્યો હતો, અને પોતાની પુત્રી ગુમ થયાની જાણવા જોગ એન્ટ્રી કરાવતાં પોલીસ તેને શોધી રહી છે.

જામનગર નંદધામ સોસાયટીના કોમન પ્લોટમાં દબાણને લઈ કાનૂની લડતના મંડાણ

0

જામનગર નંદધામ સોસાયટીના કોમન પ્લોટમાં દબાણ અંગે તંત્રની મીઠી નજર તળે ચાલતો સરકારી અધિકારીનો વેપાર : એડવોકેટ:- પ્રતિક આર. જોષી

દેશ દેવી ન્યૂઝ તા. ૦૪ ઓક્ટોબર ૨૫ જામનગરમાં પ્રમાણી સ્કૂલ સામેના વિસ્તારમાં આવેલી નંદધામ સોસાયટી જેમા ૫૪ પ્લોટ તથા કોમન પ્લોટનો સમાવેસ થાય છે. આ સોસાયટી જામનગર મહાનગર પાલીકા દ્વારા ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા તેનો લે-આઉટ પ્લાન મંજુર કરવામા આવેલ છે. જે સોસાયટી રહેણાક હેતુ માટે મંજુર થયેલ છે.આ નંદધામ સોસાયટી એસોસિયેશન જામનગર માં રજી.નં. ૬૫૪૮ થી નોંધાયેલછે. આ નંદધામ સોસાયથી જે રેવન્યુ સર્વે નંબર : ૧૪૮૮/૩/૨ પૈકી, આ જગ્યા જામનગરના કલેકટર ધ્વારા જમન-૨-બી.ખે. રજી. નં. ૧૯/૨૦૦૦ થી ખેતીની જમીન રહેણાંક હેતુ માટે બિનખેતીમાં લે-આઉટ પ્લાન જામનગર મહાનગર પાલિકા ધ્વારા રહેણાંક હેતુ માટે ૧ થી ૫૪ પ્લોટ તથા કોમન પ્લોટ મંજુર કરવામા આવેલ છે. આ જગ્યા વોર્ડ ૧૫-સી, સીટી સર્વે નંબર : ૧૧૪૩/૫/૫૫ થી નોંધાયેલછે. જે સોસાયટી સાર્વજનિક કોમલ પ્લોટ પણ નોંધાયેલ છે. જેનું ક્ષેત્રફળ ૫૧૬.૪૩ થાય છે.આ સોસાયટીની કોમન પ્લોટની જગ્યા પર અસામાજીક તત્નો દ્વારા કબ્જો કરી તેના પર બાંધકામ કરવામા આવેલ અને આ બાંધકામ કરી આદ્યોગીક માટે ભાડે આપી તેના પર આવ વસુલ કરે છે. તે બાબતે સોસાયટી ધારકો દ્વારા અનેકો વાર રજૂ આતો સમક્ષ ઓધોરીટી તથા ત્યાના કોપોરેટર તથા ત્યાના એમ.એલ.એસ સમક્ષ રૂબરૂ મળી આ અંગેની જાણકારી આપવામાં આવેલ તેમજ આ અંગે કોઈ નિકાલ લાવવા રજુ આતો કરવામા આવેલ હતી પરંતુ સતા પક્ષના ચુટાઈ આવેલ વ્યકતીઓ ધ્વારા ખોટા આશ્વાસનો આપવામાં આવેલ હતા અને આ બાબતે કોઈ કાર્યવાહી કરવામા ન આવતા સોસાયટી ધ્વારા નંથામ સોસાયટીના એસોસિયેશનમાં કાયદાકીય કામગીરી માટે વકિલ પ્રતિક આર જોષીની નિમણુક કરવામાં આવેલ હતી. જેમના ધ્વારા સોસાયટીના કોમન પ્લોટ કાયદાકીય કામગીરી કરવા તથા તે બાબતની ફરીયાદ દાખલ કરવા તેમને ઓથોરીટી લેટર આપવામા આવેલ છે.

આ સોસાયટી’ના વકીલ પી.આર.જોષી ધ્વારા આ બાબતે જામનગર મહાનગર પાલીકામાં અરજી અહેવાલ કરાવેલ જે મુજબ જામનગર મહાનગર પાલીકા ધ્વારા શો-કોઝ નોટીસ જે થી જી.પી.એમ.સી એકટ ૧૯૪૯ (૧) અન્વયે દબાણ કરનારને આ જગ્યાના આધારો બતાવવા માટે નોટીસ પાઠવવામા આવેલ હતી. પરંતુ દબાણ કરનાર ધ્વારા કોઈ રજુ આતો કરવામાં આવેલ નહી. તેમજ આ દબાણ દુર કરવામાં આવેલ નહીં

તેથી સોસાયટીના વકીલ પી.આર. જોષી ધ્વારા આ બાબતે સરકારશ્રીમા લેન્ડગ્રેચિંગ હેઠળની તારીખ : ૨૦-૦૬-૨૦૨૫ના રોજ ઓન લાઈન ફરીયા કરવામાં આવેલ હતી. જે ફરીયાદ થયા બાદ લાંબા સમય સુધી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ ન હતી. આ બાબતે વકીલ ધ્વારા તપાસ કરતા આ અસામાજીક તત્વો ધ્વારા જે દબાણ કરી તેના પર રકમની વસુલાત કરવામાં આવતી હતી. તેથી તેમના ધ્વારા હાલના સત્તા પક્ષોના ચુટાઈ આવેલ પ્રતીનીધીઓની સાથે સાંઠ ગાઠ કરી આ કરીયાદની કામગીરી ધીમી કરવામા આવેલ છે. જે બાબતે વકીલ ધ્વારા રજુઆતો કરવાથી આ લેન્ડગ્રેબિંગ ફરીયાદ તળે તપાસ માટે સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ-૨ જામનગરની કચેરી ધ્વારા ફરીયાદી તથા આ દબાણ ધારકો ને આ અરજીના તપાસની કામગીરમા તારીખ : ૪-૦૯-૨૫ના ૫:૦૦ કલાકે જવાબ તથા આધાર પુરાવા સાથે હાજ થવા માટે નોટીસ આપવામાં આવેલ હતી. જે બાબતે ફરીયાદી તથા દબાણ ધારકો પોતે હાજ રહેલ અને દબાધ ધારકો ધ્વારા તેમના કોઈ માલીકી અંગેના કોઈ આધારો રજૂ કરેલ ન હતા પરંતુ તેમના ધ્વારા જામનગર મહાનગર પાલિકાના બીલો રજુ કરવામાં આવેલ તથા જે જોતા જાહેર થયેલ કે આ કોમન પ્લોટની જગ્યા છે. તે બીલમાં સ્પષ્ટ જણાવેલ છે. આ જગ્યા કોમન પ્લોટ છે. તેમ છતાં જામનગર મહાનગરપાલિ ધ્વારા ટેકના બીલ બનાવેલ તથા તેના વેરાના બીલો બનાવેલ છે. આ જાહેર થતા સ્પષ્ટ થાય છે. આ કોમન પ્લોટનુ દબાણ જામનગર મહાનગર પાલિકાના અધીકારી ઓ તથા સત્તા પક્ષના હાથ નીચે કામગીરી કરવામાં આવેલ છે. તેમજ આ ફરીયાદની તપાસની ધીમી ગીતીએ ચલાવી રહેલ છે જેથી આ દબાણ કરનારને પોતાના દબાણ માટે અન્ય કોઈ પણ રીતે આ ફરીયાદને અટકાવવાનો પ્રયત્ન કરી સકે. “આ તમામ માહિતી બહાર આવતા નંદધામ સોસાયટીના ધારકો ધ્વારા જામનગર મહાનગર પાલિકાના કમિશનર સાહેબ સમક્ષ રૂબરૂમા તારીખ : ૦૧-૧૦-૨૦૨૫ના રોજ આવેદન આપવામાં આવેલ છે. જેની સામે દબાણ કરના અસામાજીક વ્યકતીઓ ધ્વારા રજૂ કરવામ આવેલ કાગળો પુરાવામાં આપવામાં આવેલ હતા. જે પુરાવાઓ ધ્યાને લઇ જામનગર મહાનગર પાલિકાના કમિશ્નર સાહેબ ધ્વારા તારીખ : ૦૩/૧૦/૨૦૨૫ ના રોજ જેએમસી (ટી.પી.ઓબી. ૨૯/૨૬૦(૨)–નોટીસ/વો. નં. -/૧૧૮ ૮/૨૦૨૫ – ૨૬ થી ધી.જી.પી.એમ.સી. એકટ ૧૯૪૯ ની કલમ ૨૬૦ (૨) હેઠળ નોટીસ લગાવવામા આવેલ છે. જે મુજબ સ્પષ્ટ થાય છે. કે આ કોમન પ્લેટમા દબાણ છે. તેમ છતાં આરોપીઓને બચાવવા માટે લેન્ડગ્રેબિંગની જે કરીવાદને આગળ વધારવામા આવતી નથી અને આરોપીની અટક ન થાય તેમાટેના પ્રયત્નો થઈ રહેલ છે.

આ લેન્ડગ્રેબિંગની જે ફરીયાદ કરવામા આવેલ છે તે હજુ પણ સાસક પક્ષ ધ્વારા તથા હાલના અધીકારીઓ ધ્વારા અટકાવી રાખવામ આવેલ છે. તેથી સ્પષ્ટ થાય છે કે આમા કોમન પ્લોટના દબાણ બાબતે સરકારના નિયમો મુજબ ૩૦ દિવસમા જે ફરીયાદનો નીકાલ કરવા કાયદામાં જોગવાઓ કરવામા આવેલ છે. તેમ છતાં અધીકારોઓ ધ્વારા સોસાયટીના કોમન પ્લોટના દબાણ કરનારને બચાવવા માટેના પ્રયત્નો થઈ રહેલ છે. તેમજ લેન્ડગ્રેબિંગના કાયદા મુજબ સરકારશ્રીના અધીકારી ધ્વારા અન્ય ફરીયાદોમાં તાત્કાલીક અસરથી દબાણ દુર કરવાની કામગીરી કરવામા આવે છે. તેમ છતાં આમા આ સોસાયટીના કોમન પ્લોટમા કોને બચાવવા તથા કોના નેજા હેઠળ આ કામગીરીની ગીતી ધીમી કરવામા આવેલ છે તે પ્રશ્ન છે.જયારે ગુજરાત રાજયના ગૃહ મંત્રી ધ્વારા જાહેરમા તથા સમાચારોમાં જાહેરાતો કરવામાં આવે છે કે કોઈની પણ જગ્યા અસામાજીક તત્વો ધ્વારા દબાણ કરવામ આવે કે હેરા પરેસાન કરવામ આવે તો તેની સામે સીધી ફરીયાદ આવતાની સાથે તેના પર કાર્યવાહી કરવામાં આવસે તેમ છતાં આ ફરીયાદ અંગે આજ દીન સુધીમા કોઈ કાર્યવાહી આગળ વધેલ નથી.આ દબાણ કરનાર પર લેન્ડગ્રેબિંગ એકટ હેઠળ સ્પષ્ટ રીતે દબાણ અંગે એફ.આઈ.આર થવી જોઈએ પરંતુ આજ દિન સુધી કોઈ તપાસ પૂર્ણ કરવામા આવેલ નથી કે તેમના પર કોઈ પગલા લેવામા આવેલ નથી.

આમ નંદધામ સોસાયટીના તમામ સોસાયટી ધારોક ધ્વારા આ અંગે અને કો રજુ આત કરવા છતાં કોઈ પગલા ભરવામાં આવેલ નથી. જે સરકમારશ્રીના પ્રતીનીધીઓ ધ્વારા જે કાયદા મુજબની જાહેરાતો કરવામા આવે જે પણ લોકોને અસામાજીક તત્વો ધ્વારા હેરાન પરેસાન કે તેમની જમીન દબાણ કરવામાં આવસે તેમને સરકાર ધ્વારા છોડવામાં નહી આવે. પરંતુ આ કિસામા સરકારશ્રીના અધીકારીઓ તથા ચુટાયેલા પક્ષના પ્રતીનીધીઓ ધ્વારા દબાણ કરનારના રક્ષણ માટે હાલની કામગીરીનું અટકાવવાનો પયત્ન કરી રહેલ છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.