જામનગરના ઇતિહાસમા સુવર્ણ પૃષ્ઠ : “છોટી કાશી” જામનગરમા વી.વાય.ઓ. વ્રજધામ હવેલીના નિર્માણનો શંખનાદ
-
પૂ. પા. ગો. શ્રી વ્રજરાજકુમારજી મહોદયના વરદ હસ્તે લાલપુર રોડ પર હવેલી નુ ભવ્ય ભૂમિપૂજન સંપન્ન:મનોરથી દાતાશ્રીઓ દ્વારા દાનનો વરસાદ વરસ્યો
-
મુખ્ય મનોરથી પરિવાર દ્વારા વૈષ્ણવ સમાજને ૪ કરોડનુ ભૂમિદાન, સંકુલમાં શિક્ષણ સહિતની બહુવિધ પ્રવૃત્તિઓ ધમધમશે
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૫,ઓક્ટોબર ર૫ “છોટી કાશી” તરીકે વિશ્વભરમાં ખ્યાતિ પામેલા જામનગરના ધાર્મિક અને સાંસ્કૃતિક ઇતિહાસમાં વધુ એક સુવર્ણ પૃષ્ઠનો ઉમેરો થયો છે. શહેરના વિકાસ પામી રહેલા લાલપુર રોડ પર, સહજાનંદ પાર્ક ખાતે, વૈષ્ણવ સંપ્રદાયનુ આસ્થાના કેન્દ્ર સમાન ‘શ્રી વિ.વાય.ઓ. વ્રજધામ હવેલી’ના નિર્માણ માટેનો મંગલમય પ્રારંભ થયો હતો. ગઈકાલે મંગળવારે સાંજે આયોજિત એક ભવ્ય અને દિવ્ય સમારોહમાં, પૂજ્યપાદ ગોસ્વામી શ્રી વ્રજરાજકુમારજી મહોદયના પાવન સાંનિધ્યમાં હજારો વૈષ્ણવોની ઉપસ્થિતિ વચ્ચે ભૂમિપૂજન વિધિ સંપન્ન કરવામાં આવી હતી.
આ ધર્મકાર્યના મુખ્ય મનોરથી અને શહેરના અગ્રણી અને તેમના પરિવારે હવેલીના નિર્માણ માટે અંદાજે ૧૦,૫૦૦ સ્ક્વેર ફૂટ જેટલી વિશાળ ભૂમિનું દાન અર્પણ કર્યું હતું, જેની અનુમાનિત કિંમત ૪ કરોડ રૂપિયા છે. પ્રેરણાદાયક કાર્ય બાદ અન્ય દાતાશ્રીઓએ પણ મંચ પરથી લાખો રૂપિયાના દાનની સરવાણી વહાવી હતી.
આ ભક્તિસભર અવસરે ઉપસ્થિત વિશાળ વૈષ્ણવ સૃષ્ટિને સંબોધતા પૂ. પા. ગોસ્વામી શ્રી વ્રજરાજકુમારજી મહોદય (જેજે શ્રી) એ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, જામનગરમાં નિર્માણ પામી રહેલી આ હવેલી અનેક રીતે વિશિષ્ટ છે. તેમણે કહ્યું કે, “દેશ-વિદેશમાં વી.વાય.ઓ. (વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન) દ્વારા જ્યાં પણ હવેલીઓનું નિર્માણ થયું છે, ત્યાં પ્રથમ સભાઓ અને આયોજન બાદ જમીન સંપાદનની કામગીરી થતી હોય છે. પરંતુ જામનગરમાં કુશળ નેતૃત્વ અને ઠાકોરજી પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવતા ધર્મ પ્રેમી પ્રથમ ભૂમિ સંપાદન કરી મને સરપ્રાઈઝ આપી છે, જે તેમની અનન્ય ભક્તિ અને કાર્યનિષ્ઠા દર્શાવે છે.” જેજે શ્રીએ દ્રષ્ટાંતો સાથે સમજાવ્યું કે, ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે કોઈ વ્યક્તિનો ઉત્કર્ષ કરવા માંગતા હોય, ત્યારે તેને નિમિત્ત બનાવી શુભ કાર્યોની પ્રેરણા આપે છે, અને જ્યારે કોઈનું પતન કરવાનું હોય ત્યારે અશુભ પ્રેરણા મળતી હોય છે.
ધર્મસ્થાનોના મહત્વ પર ભાર મૂકતા તેમણે ઉમેર્યું કે, “કોઈપણ શહેરમાં મોલ, દુકાન કે શોરૂમની જેમ લોકો પાસે ધર્મ અને આધ્યાત્મિકતા માટે પણ વિકલ્પો હોવા જોઈએ. જામનગરના વૈષ્ણવોને હવે પોતાના વિસ્તારમાં જ એક નવો વિકલ્પ ઉપલબ્ધ થઈ રહ્યો છે. દરેક વ્યક્તિની ઉર્જા અલગ હોય છે અને તે પોતાની ઉર્જા અનુસાર ધર્મસ્થાન પસંદ કરતો હોય છે.” તેમણે સ્પષ્ટ કર્યું કે જામનગરમાં બીજી હવેલીનું નિર્માણ અત્યંત સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં થઈ રહ્યું છે અને આ વિસ્તારની વિશાળ વૈષ્ણવ સૃષ્ટિને તેમના ઘરઆંગણે પ્રથમ હવેલી મળી રહી છે. રાજકોટનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, “રાજકોટમાં ૫૦ હવેલીઓ છે, અને ૫૧મી હવેલી વી.વાય.ઓ. દ્વારા નિર્મિત થઈ છે, જ્યાં હજારો વૈષ્ણવો દર્શનાર્થે આવે છે.
જેજે શ્રીએ ભવિષ્યના આયોજન અંગે વિગતો આપતા જણાવ્યું કે, આ હવેલી માત્ર પૂજા-અર્ચનાનું કેન્દ્ર નહીં, પરંતુ એક સંપૂર્ણ સામાજિક અને શૈક્ષણિક સંકુલ બનશે. અહીં બાળકો, યુવાનો અને વડીલો માટે શિક્ષણ, સંસ્કાર સિંચન અને અન્ય બહુવિધ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવશે. હવેલીમાં શ્રી મદનમોહન પ્રભુ, શ્રી વલ્લભાચાર્ય, શ્રી યમુના મહારાણી અને શ્રી ગિરિરાજજીના દિવ્ય સ્વરૂપો બિરાજમાન કરવામાં આવશે. વધુમાં, જો કોઈ વૈષ્ણવને પોતાના ઘરે કોઈ કારણોસર ઠાકોરજીની સેવા-પૂજામાં અડચણ આવે, તો તેઓ પોતાના ઠાકોરજીને અહીં હવેલીમાં પધરાવી શકે તેવી વિશેષ વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવાશે.
આ કાર્યક્રમના મુખ્ય યજમાન અને દાતા શ્રી જણાવ્યું કે, “ઠાકોરજીની પ્રસન્નતા અને વૈષ્ણવોના આધ્યાત્મિક વિકાસના શુભ હેતુથી આ સુંદર હવેલીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.”આ ભવ્ય ભૂમિપૂજન સમારોહમાં જામનગરના સામાજિક, રાજકીય, ઉદ્યોગપતિઓ, વેપારી અગ્રણીઓ, વિવિધ સંસ્થાઓના મહાનુભાવો તથા મોટી સંખ્યામાં અન્ય મનોરથીઓ અને વૈષ્ણવ ભક્તો મહેમાન તરીકે ઉપસ્થિત રહી આ દિવ્ય ક્ષણના સાક્ષી બન્યા હતા.

જોડીયા તાલુકા ના જીરાગઢ ગામમાં રહેતા રંભાબેન પરબતભાઈ ચોટલીયા નામના ૮૦ વર્ષના બુઝુર્ગ મહિલા, કે જેઓ પોતાના ઘરમાં સૂતા હતા, જે દરમિયાન ઘરના દરવાજાને લાતો મારી ખોલી નાખી એક સ્ત્રી તથા બે અજાણ્યા પુરુષો વગેરે ઘરમાં ઘૂસી આવ્યા હતા, અને બુઝુર્ગ મહિલાના હાથ પગ પકડી રાખી મોઢું દબાવી તેઓ પાસેથી રૂપિયા ચોવીસ હજારની કિંમતના સોનાના બુટીયા ની લૂંટ કરીને ભાગી છૂટ્યા હતા.જેથી આ મામલો જોડીયા પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને લૂંટ ના બનાવ અંગે નો વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે. એલસીબી ની ટીમ તથા જોડીયા પોલીસ આ મામલે લૂંટારું ટોળકીને શકંજા માં લઇ વધુ તપાસ ચલાવી રહી છે.
આ બનાવ ની જાણ થતા જ પોલીસ કાફલો દોડતો થયો છે. અને ચો તરફ તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે.જામનગર પોલીસ દ્વારા એક તરફ કડક પેટ્રોલિંગ ના દાવા ઠોકવા માં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ શહેર – જિલ્લા માં લૂંટ અને ચોરી ના બનાવલો સિલસિલો પણ યથાવત ચાલુ રહયો છે. હજુ પરમ દિવસે જ જોડીયા પંથક માં એક વૃદ્ધા પાસે થી લૂંટ ના બનાવ ની શાહી સુકાઈ નથી ત્યાં જ ગઈ રાત્રે ફરી એક વખત શહેર ની ભાગોળે તસ્કરો અને લૂંટારું ની ગેંગ ત્રાટકી હતી.
જામનગર ના રણજીત સાગર માર્ગે જે જે જશોદાનાથ સોસાયટીમાં ગત રાત્રે એક મોટરકાર અને બાઈક માં આવેલા બે શખ્સો એ આઠેક મકાન માં ચોરી ને અંજામ આપ્યો હતો. અહીં રહેતા
ઉપરાંત આ સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરા ના ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે. આ બનાવે શેહેરભર માં ભારે ચર્ચા જગાવી છે. તો બીજી તરફ પોલીસ સામે પણ સવાલો ઊભા થયા છે. લૂંટ ના આ બનાવ અંગે પ્રફુલભાઈ લખમણભાઇ ભાડજા એ પોલીસ માં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યા મુજબ ગત રાત્રે પોતાના માતા ઘરમાં ફળિયા માં સુતા હતા ત્યારે કોઈ દરવાજો ખખડાવતા દરવાજો ખોલ્યો હતો. ત્યારે બે તસ્કરો – લુંટારૂઓ એ પોતાની પાસે ના ગન જેવા હથિયાર વડે અને બેફામ માર મારીને પછાડી જઈને તેમણે કાન માં પહેરેલા રૂપિયા રૂ. ૫૦ હજાર ની કિંમત ના સોના ના બુટીયા ની લૂંટ ચલાવી હતી.
દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૧ ઓક્ટોબર ૨૫, જામનગરની નંદધામ સોસાયટી ના કોમન પ્લોટ માં ગેરકાયદેસર બાંધકામ કરી તેમાંથી ભાડુ ઉઘરાવવાતું હોવા બાબતે આજે ફરી એક વખત આશ્ચર્યજનક કાર્યક્રમ હેઠળ રેલી કાઢી કમિશ્નરને આવેદનપત્ર પાઠવી દબાણકારો સામે પગલા લેવાની માંગ કરી હતી. આ સમયે રેંકડી સાથે ઘંટનાદ કરવા માં આવ્યો હતો.
જામનગર માં પ્રણામી સ્કૂલ સામે ના વિસ્તારમાં નંદધામ સોસાયટી ના કોમન પ્લોટમાં ગેરકાયદે દબાણ કરી બાંધકામ કરી લેવાયું છે. અને તેના ભાડા ની રકમ ના ઉઘરાણા કરવામાં આવે છે. આ મુદ્દે સોસાયટી ના રહીશોની આગેવાની માં અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી. છતાં કોઈ પગલા લેવાયા નથી.આથી આજે સોસાયટીના રહીશોને સાથે રાખીને રેંકડી અને ઘંટનાદ સાથે રજૂઆતો માટે મહાનગરપાલિકા કચેરીમાં પહોંચ્યા હતાં અને નિયમ મુજબ પગલા લેવા માંગણી કરી છે.

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૦ ઓક્ટોબર ૨૫, જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મ સમાજ ની નવી કારોબારીની ટીમની તાજેતરમાં જાહેરાત કરાઇ હતી, અને જિલ્લા મહિલા પ્રમુખ તથા મહિલા સંગઠનના અન્ય હોદ્દેદારો અને શહેર પ્રમુખ તથા અન્ય હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી હતી, અને તમામનું અનેક ભૂદેવો ની ઉપસ્થિતિ માં સન્માન કરવામાં આવ્યું હતું.
જામનગર જિલ્લા તથા શહેર બ્રહ્મ સમાજ દ્વારા તાજેતરમાં શરદોત્સવ નો કાર્યક્રમ યોજાયો હતો, જેની સાથે સાથે શહેર જિલ્લાના બ્રહ્મ સમાજના સંગઠનના નવા હોદ્દેદારોની જાહેરાત પણ કરવામાં આવી હતી, જે તમામ હોદ્દેદારોને બ્રહ્મ સમાજના અનેક અગ્રણીઓ વગેરેએ ઉપસ્થિત રહીને અભિનંદન પાઠવ્યા હતા.
જામનગર
આ સાથે જ જામનગર જિલ્લા ની બ્રહ્મ સમાજની મહિલા પાંખની ટીમની પણ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં
આ ઉપરાંત
આગામી સમયમાં બધી ટીમ ના ઉપ પ્રમુખ તથા મંત્રી ની ટીમ જાહેર કરવામાં આવશે, તથા જિલ્લા મા તાલુકા ની મુલાકાત લઈ વિસ્તૃત ટીમ પણ બનાવામાં આવશે, તેવી જાહેરાત નવનિયુક્ત જિલ્લા પ્રમુખ આશિષ જોષી દ્વારા કરવામાં આવી હતી, જેને સૌ કોઈ ઉદય હોય આવકાર આપ્યો હતો. અને સમગ્ર નવનિયુક્ત ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
