Saturday, October 10, 2026
Home Blog Page 49

જામનગર શહેરમાં એક ખાનગી કંપનીએ ઊંચું વળતર આપવાના સપના દેખાડી કરોડો રૂપિયા રોકાણકારો પાસેથી ખંખેરી લીધા

0

જામનગર શહેરમાં એક ખાનગી કંપનીએ ઊંચું વળતર આપવાના સપના દેખાડી કરોડો રૂપિયા રોકાણકારો પાસેથી ખંખેરી લીધા

  • લોભામણી જુદી-જુદી સ્કીમો આપીને એજન્ટો મારફત લોકો પાસે રોકાણ કરાવાયા બાદ હાથ ખંખેરી લેતાં ૨૫૦ થી વધુ લોકોની તંત્ર સમક્ષ રજૂઆત

દેશી દેવી ન્યૂઝ  જામનગર તા ૨૭ઓક્ટોબર ૨૫, જામનગર શહેરમાં ખાનગી કંપનીએ રોકાણ કરી વધુ નફો મેળવવાની લાલચ આપીને કરોડો રૂપિયા જામનગર શહેર જિલ્લાના અનેક રોકાણકારો પાસેથી મેળવી લીધા બાદ પાકતી મુદતે નાણાં નહીં આપી છેતરપિંડી કરી હોવાથી એજન્ટ સહિતના અનેક રોકાણકારો રસ્તા પર ઉતર્યા છે, અને તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી રહી છે.

જામનગર શહેરના પંચેશ્વર ટાવર પાસે આવેલી યૂનીક મર્કેન્ટાઇલ નામની કંપની દ્વારા રોકાણ માટે લોભામણી અનેક સ્કીમો બહાર પાડવામાં આવી હતી. જે કંપનીમાં એજન્ટો મારફત શહેરભરમાં જુદા જુદા વિસ્તારોના મોટી સંખ્યામા લોકોએ પોતાની બચતમાંથી રોકાણ કર્યું હતું.પરંતુ પાકતી મુદતે રોકાણકારોને પૈસા પરત આપવામાં આવ્યા ન હતા. જેથી અગાઉ પણ રોકાણકારોના દેકારાના કારણે કંપનીના અધિકારીઓએ પૈસા આપી દેવાની ખાતરી આપી હતી. જેથી મામલો થાળે પડયો હતો.

પરંતુ તેને બે થી ત્રણ વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં રોકાણકારોને પૈસા પરત મળ્યા નથી. જેથી રોકાણકારોએ એકઠા થઈને ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. અને પોલીસમાં ગુનો નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. જેથી પોલીસે પણ આ અંગે ઉડાણ પૂર્વકની તપાસ હાથ ધરીને ગુનો નોંધવાની કાર્યવાહી આરંભી છે. જે કંપની દ્વારા કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે. યુનિક કંપનની ના સંચાલકો સામેં અમદાવાદ સહિત અન્ય શહેરોમાં પોલીસ ફરિયાદ નોંધાઈ ચુકી છે જેથી જામનગરમાં પણ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવે, તેવી એજન્ટો અને રોકાણકારો તંત્ર સમક્ષ માંગણી કરી રહ્યા છે.

જામનગર જિલ્લામાં ગઈકાલથી હવામાનમાં પલટો આવ્યા બાદ આજે વરસાદી ઝાપટા વરસ્યા

0

જામનગર જિલ્લામાં ગઈકાલથી હવામાનમાં પલટો આવ્યા બાદ આજે સવારે જામનગર પંથકમાં વરસાદી ઝાપટા વરસ્યા

  • જામજોધપુર ના મોટી ગોપ, ધૂનડા, કરશનપર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે છૂટો છવાયો વરસાદ નોંધાયો

  • અરબી સમુદ્રમાં કેન્દ્રિત થયેલા વાવાઝોડા ના પગલે જામનગર જિલ્લાના તમામ બંદરો પર ત્રણ નંબરના ભય સૂચક સિગ્નલો લગાવાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૭ ઓક્ટોબર ૨૫, સમગ્ર કચ્છની સાથે સાથે જામનગર શહેર અને જિલ્લામાં પણ હવામાનમાં પલટો આવ્યો છે, અને આકાશમાં વાદળો ના આટા ફેરા જોવા મળી રહ્યા છે, તેના પગલે આજે સવારે જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદની વાતાવરણ બન્યું હતું અને છૂટાછવાયા વરસાદી જ ઝાપટાં શરૂ થઈ ગયા હતા. હજુ પણ વાદળછાયું વાતાવરણ હોવાથી વધુ વરસાદી ઝાપટા પડી શકે તેવી શક્યતાઓ દર્શાવાઇ રહી છે.જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં ગઈકાલે કમોસમી વરસાદી ઝાપટાં વરસ્યા હતા. જામજોધપુર તાલુકાના ધૂનડા ગામ, મોટી ગોપ અને કરસનપર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે રાત્રિના 8:30 વાગ્યા બાદ વરસાદી ઝાપટા શરૂ થઈ ગયા હતા, અને અડધો કલાક સુધી ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો હતો, જેથી સ્થાનિક ખેડૂતોમાં ચિંતા પ્રસરી હતી. જોકે મળેથી વરસાદ રોકાઈ ગયો હતો પરંતુ આજે પણ હજુ વરસાદી માહોલ બંધાયેલો છે, તેમજ પ્રતિ કલાકના ૩૦ થી ૩૫ કી.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.અરબી સમુદ્રમાં કેન્દ્રિત થયેલા વાવાઝોડા ના પગલે હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ શકે અને વધુ વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી હોવાના પગલે જામનગર જિલ્લામાં આજે સોમવારે યેલો એલર્ટ ઝારી કરવામાં આવ્યું છે. ઉપરાંત જામનગર જિલ્લાના સિક્કા, સચાણા, જોડિયા સહિતના બંદરો ઉપર ત્રણ નંબરના ભય સૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે, જ્યારે માછીમારોને દરિયો નહીં ખેડવા માટેની સૂચના પણ આપવામાં આવી રહી છે.જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમ ના જણાવ્યા અનુસાર આજે સવારે ૮.૦૦ વાગ્યે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન લઘુતમ તાપમાન ૨૨.૦ ડિગ્રી સેન્ટિગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૯ ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ પ્રતી કલાકના ૩૦ થી ૩૫ કિ.મી ની ઝડપે રહી હતી.

જામનગરમાં માસુમ બાળકી સાથે અડપલા કરનાર લંપટ ઢગાને ગણતરીના કલાકોમાં ઉઠાવી લીધો

0

જામનગરમાં અપના બજાર વિસ્તારમાં એક માસૂમ બાળકી સાથે અડપલાં કરનાર આધેડ શખ્સ ને ગણતરી ના કલાકોમાં શોધી કાઢ્યો

  • જૂદા જુદા સીસીટીવી કેમેરા અને આરોપી ના કપડા ના વર્ણન ના આધારે આરોપીને હાપા વિસ્તારમાંથી ઝડપી લીધો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૭, ઓક્ટોબર ૨૫ જામનગર શહેરમાં અપનાબજાર જેવા અતિ ધમધમતા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરે, તેવું અધમ કૃત્ય કર્યું હોવાનો વિડીયો વાયરલ થયા બાદ સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન નો સ્ટાફ તૂરતજ હરકતમાં આવી ગયો હતો, અને જુદા જુદા સીસીટીવી કેમેરા ચકાસ્યા બાદ આરોપીને હાપા વિસ્તારમાંથી ઝડપી લીધો છે, અને તેની સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

કબૂતરી ટીશર્ટ અને ભગવા પોતળી પહેરેલો એક આઘેડ શખ્સ, કે જેણે એક ઓટલા પર બેસી ને રસ્તા પરથી પસાર થઈ રહેલી એક માસુમ બાળકી અને તેની સાથે રહેલા એક બાળકને રોકી ને સૌ પ્રથમ વાર્તાલાપ શરૂ કર્યો હતો, ત્યારબાદ ધીમે ધીમે બાળકીને પોતાની પાસે બોલાવીને માસૂમ બાળકીને બળજબરીપૂર્વક પોતાના ખોળામાં બેસાડી લીધી હતી. ત્યારબાદ બાળકી સાથે એકદમ ગંદી હરકત કરવા લાગ્યો હતો.આ જોઈને બાળકીની સાથે આવેલો અન્ય એક બાળક ડઘાઈ ગયો હતો, અને તેણે બાળકીને ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ મજબૂત પક્કડ જમાવી ને બાળકીને પોતાના ખોળામાં બેસાડીને ગંદી હરકતો કરવાનું ચાલુ રાખ્યું હતું.આખરે દેકારો થતાં માર્ગ પરથી પસાર થનારા અન્ય એક યુવકે આવીને આધેડ ના ખોળામાંથી બાળકીને ઉઠાવી લીધી હતી, અને દૂર મૂકી આવ્યો હતો. જે યુવાન પરત ફરે ત્યાં શેતાનના સ્વરૂપમાં બેઠેલો નરાધમ શખ્સ પોતાના થેલા વગેરે લઈને ત્યાંથી ચાલતી પકડી હતી. જે સમગ્ર ઘટના પાસેજ લગાવેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, અને તે વિડિયો જામનગર શહેરમાં વાયરલ થઈ ગયો હતો.જે નરાધમ શખ્સને શોધી કાઢવા માટે જામનગર જિલ્લાના એસ.પી. ડો. રવિ મોહન સૈનિ દ્વારા કડક સુચના આપવામાં આવી હતી, અને શહેર વિભાગના ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ સિટી એ. ડિવિઝન ના પી.આઈ. એન.એ. ચાવડા અને તેઓની ટીમ તુરતજ હરકતમાં આવી ગઈ હતી, અને શહેરના જુદા જુદા કેમેરાઓ ચકાસ્યા હતા, જેના આધારે તપાસનો દોર હાપા રેલવે સ્ટેશન તરફ સુધી લંબાવ્યો હતોઝ અને ત્યાંથી કબુતરી કલરના ટીશર્ટ અને કેસરી કલરનું ધોતિયું તેમજ ખબ્બે થેલો વગેરે વર્ણન ના આધારે હાપા માર્કેટિંગ યાર્ડ નજીકના વિસ્તારમાંથી પ્રકાશદાન ઇશ્વરદાન દેવકા નામના ૬૨ વર્ષ ના ઢગ્ગા ને ઝડપી લીધો હતો.જેને સિટી એ. ડિવિઝન પોલીસ મથકે લઈ આવ્યા બાદ તેની ઘનિષ્ઠ પૂછપરછ હાઘ ધરી છે. જે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા -૨૦૨૩ ની કલમ ૭૪,૭૫-૨ તેમજ પોકસો એકટ ૮ ને ૧૨ મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે, જે આરોપી સામે સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી છે. જે કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

જામનગર સહિત સૌરાષ્ટ્ર ભરમાં તરખટ મચાવનાર ઘાટવડ ગેંગ ને ઝડપી લેતી પોલીસ

0

જામનગર સહિતના અલગ-અલગ જીલ્લાઓ માં ઘરફોડ ચોરી કરતી ઘાટવડ ગેંગ ને ઝડપી પાડતી જામજોધપુર પોલીસ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૫ ઓક્ટોબર ૨૫, જામજોધપુર પંથક ના મોટી ગોપ ગામ ની સીમ વિસ્તાર માં તાજેતર માં ઘરફોડ ચોરી નો બનાવ બન્યો હતો. જામજોધપુર પોલીસે આ ઘરફોડ ચોરી ના ગુના નો ભેદ ઉકેલ નાખ્યો છે. અને ચાર આરોપી ને રૂ. ૬,૯૬,૯૪૦ ની કિમત ના ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આ ગેંગે અનેક જિલ્લાઓમાં ગુનાઓ આચાર્ય હોવા નું પોલીસ તપાસ માં ખુલવા પામ્યું છે.જામજોધપુરનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ઘરફોડ ચોરી ના ગુન્હા મા ચોરી કરેલ સોનુ વેચવા માટે આરોપી જામજોધપુર માં આવ્યા છે .અને હાલ જામજોધપુર ગાંધી ચોક વિસ્તાર ની આસપાસ સોની ના વેપારી ઓ ને સોનુ વેચવા અંગે પુછપરછ કરે છે.જે બાતમી ના આધારે ચાર આરોપીઓ ને ચોરીમાં ગયેલ ઘરેણા સાથે જામજોધપુર ગાંધી ચોક થી આગળ આવેલ જવેલર્સ ની દુકાન નજીક થી પો.સબ.ઇન્સ એચ.બી.વડાવીયા અને સ્ટાફે ઝડપી લીધા હતા અને ચોરીમાં ગયેલ સોનાના દાગીના રૂ. ૩,૧૭,૯૪૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો . વધુમાં ઉંડાણપુર્વક તપાસ કરતા પકડાયેલ ચારેય આરોપીઓ તથા તેની સાથેના અન્ય આરોપીઓએ સાથે મળી ને આણંદ, મોરબી, બોટાદ, જુનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર,ગીર સોમનાથ જીલ્લાઓમાં અલગ અલગ ચોરી, ઘરફોડ ચોરી તથા દારૂ અંગે ના ગુન્હા ઓ આચરેલ હોવાનું જણાય આવેલ છે.

જે આરોપીઓ પૈકી હિતેશ દીલીપભાઇ ચૌહાણ તથા આતિષ ઉર્ફે વિશાલ બહાદુરભાઇ ઉર્ફે બદરુ રાઠોડ એ આ સિવાય પણ રાણાવાવ વિસ્તાર માં ઘરફોડ ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી . અને સોનાના દાગીના જામજોધપુર પો.સ્ટે ની હદમાં આવેલ પાટણ ગોલાઇ પાછળ અવાવરૂ જગ્યા ના ઝાડી જાંખરા માં ખાડો કરી સંતાડી રાખેલ છે. તેવી કબુલાત આપતા તપાસ કરતા રાણાવાવ પો.સ્ટે માં નોંધાયેલ ગુન્હો શોધી કાઢવામા આવ્યો હતો.અને રાણાવાવ ના ગુન્હા મા તમામ મુદામાલ સોનાના દાગીના કુલ.કી.રૂ.૩,૭૮,૭૦૦ નો મુદામાલ કબ્જે કરવામા આવ્યો હતો. આમ ચારેય આરોપી ઓ પાસેથી બંને ચોરી ન બનાવ માં કુલ સોનાના દાગીનાની કુલ કી.રૂ.૬,૯૬,૯૪૦ નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.આરોપીઓ અલગ અલગ ગામોમા ફરી ભીક્ષાવૃતિ કરી ગામોમા રેકી કરી બંધ મકાન નજરે પડે તો નાની મોટી ચીજ વસ્તુ તથા રોકડ રકમ ની ચોરી કરી તથા મોટે ભાગે રેલ્વે ના પાટા તથા રેલ્વે સ્ટેશનની આજુબાજુના વિસ્તારમાં ઝુપડા બાંધી રહેણાંક કરી અને આજુબાજુના ગામોમા જઇ દીવસ તેમજ રાત્રીના કોઇપણ સમયે બંધ મકાનો હોય તો આજુબાજુ ચાવી ની તપાસ કરી સરળતાથી ચાવી મળી જાય તો ખોલી મકાનની અંદર જઈ અને જો ચાવી ના મળે તો મકાનની બહારથી ફળીયામાંથી કોઇ નાની મોટી કિંમતી ચીજ વસ્તુ કે રોકડા ચોરી કરી વેચી દેવાની ટેવ ધરાવે છે.જામજોધપુર પોલીસ ના હાથે ઝડપાયેલા આરોપીઓમાં હિતેશ દીલીપભાઇ ચૌહાણ ( ઉ.વ.૨૫ રહે ઘાટવડ ગામ ખોડીયાર માતાજીના મંદિર પાસે, રેલ્વે સ્ટેશન રોડ તા: કોડીનાર જી ગીર સોમનાથ હાલ રહેઃ-રાણાવાવ રેલ્વે સ્ટેશન સામે ઝુપડપટ્ટી તા.રાણાવાવ જી. પોરબંદર) , આતિષ ઉર્ફે વિશાલ બહાદુરભાઇ ઉર્ફે બદરુ રાઠોડ ( ઉ.વ.૨૮ , રહે .ઘાટવડ ગામ ખોડીયાર માતાજીના મંદિર પાસે, રેલ્વે સ્ટેશન રોડ તા: કોડીનાર જી ગીર સોમનાથ હાલ રહે:- રાણાવાવ રેલ્વે સ્ટેશન સામે ઝુપડપટ્ટી તા:રાણાવાવ જી. પોરબંદર) , બહાદુર ઉર્ફે બદરૂ છોટુભાઇ રાઠોડ ( ઉ.વ.૪૯ , રહે ,ઘાટવડ ગામ ખોડીયાર માતાજીના મંદિર પાસે, રેલ્વે સ્ટેશન રોડ તા: કોડીનાર જી ગીર સોમનાથ હાલ રહેઃ- રાણાવાવ રેલ્વે સ્ટેશન સામે ઝુપડપટ્ટી તા:રાણાવાવ જી.પોરબંદર) અને કવરસિંહ ઉર્ફે કડકસિંહ નવલસિંહ રાઠોડ ( ઉ.વ.૨૦ મૂળ રહે -ઘાટવડ ગામ ખોડીયાર માતાજીના મંદિર પાસે, રેલ્વે સ્ટેશન રોડ તા. કોડીનાર જી ગીર સોમનાથ હાલ રહે .રાણાવાવ રેલ્વે સ્ટેશન સામે ઝુપડપટ્ટી તા :રાણાવાવ જી.પોરબંદર) નો સમાવેશ થાય છે.

આ તમામ આરોપીઓ મોટો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

જેમાં આરોપી હિતેશ દીલીપભાઇ ચૌહાણ સામે આણંદ માં પંથક માં ૧૧ , જુનાગઢ જીલ્લો માળીયા હાટીના , બોટાદ જીલ્લો ગડા પો.સ્ટે. , ભાવનગર જીલ્લો ઉમરાળા પો.સ. અમરેલી જીલ્લ ના લાઠી પો.સ્ટે. માં એક – એક મળી કુલ ૧૫ ગુના નોંધાયા છે. જ્યારે આરોપી આતિષ ઉર્ફે વિશાલ બહાદુરભાઇ ઉર્ફે બદર રાઠોડ સામે જુનાગઢ, વિસાવદર વંથલી ( જૂનાગઢ ) , માણવદર

ગોંડલ , ગઢડા( બોટાદ ) પાલીતાણા ચોરવાડ , ઉના પો લાઠી ( અમરેલી ) પંથક ના ૧૫ ગુના , આરોપી બહાદુર ઉર્ફે બદરૂ છોટુભાઇ રાઠોડ મોરબી અને ગોંડલ માં તથા ચોથા આરોપી કવરસિંહ ઉર્ફે કડકસિંહ નવલસિંહ રાઠોડ સામે કાલાવડ ગોંડલ , વિસાવદર જુનાગઢ પંથક માં ગુના નોંધાઈ ચૂક્યા છે. આ કાર્યવાહી જામજોધપુર ના પોલીસ ઇન્સપેકટર એ.એસ.રબારી તથા પો.સબ.ઇન્સ એચ.બી.વડાવીયા તથા સ્ટાફે કરી હતી.

જામનગરમાં આવતીકાલે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાનો સ્નેહમિલન સમારોહ અને બાઈક રેલી કાર્યક્રમ યોજાશે

0

જામનગરમાં આવતી કાલે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાનો સ્નેહમિલન સમારોહ અને બાઈક રેલી કાર્યક્રમ યોજાશે

  • આવતી કાલે બપોરે 3:00 કલાકે મહારાણા પ્રતાપ સર્કલ થી બાઈક રેલીનો પ્રારંભ થશે અને ત્યાર બાદ ગાંધીનગર મેઇન રોડ , સ્થિત ગુર્જર સુથાર જ્ઞાતિની વાડી (વિશ્વકર્મા બાગ) ખાતે સ્નેહમિલન સમારોહ યોજાશે

  • આવો,  દીપાવલી અને નુતન વર્ષના પાવન પર્વ ની શુભકામના સાથે રીવાબા જાડેજા નુ સ્વાગત, સન્માન  અને સત્કાર કરીએ

  • ક્ષત્રિય સમાજનું ઘરેણું અને હાલારનું હીર , સ્ત્રી સશક્તિકરણ નું ઉત્તમ ઉદાહરણ એવા મુઠ્ઠી ઉંચેરા બહેન શ્રી અને આદરણીય ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી શ્રીમતિ રિવાબા જાડેજા ને અભિનંદન પાઠવીએ.

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૨ ઓકટોબર ૨૫ ગુજરાત રાજ્ય સરકારમાં નવા મંત્રીમંડળમાં શહેરના ધારાસભ્ય રિવાબા જાડેજા ની નિયુક્તિ થતાં શહેરમાં હરખની હેલી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના મંત્રીમંડળમાં ફેરફાર કરાયા બાદ વિસ્તરણ થયું હતું, અને નવા મંત્રીમંડળના શપથવિધિ સમારોહમાં જામનગરના ૭૮- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા ની પણ રાજ્યકક્ષાના મંત્રી તરીકેની નિયુક્તિ કરાતાં જામનગર શહેરમાં અને ખાસ કરીને રાજપૂત સમાજમાં હર્ષની લાગણી ફેલાઈ છે.સનાતન ધર્મની સૌથી મોટી પર્વશ્રેણી દિપાવલી નિમિત્તે યોજેલ સ્નેહમિલન કાર્યક્રમ અને 78-જામનગર ઉત્તર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાને મંત્રીમંડળમાં સ્થાન મળ્યાની ઉજવણીના અવસરે, બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.આ બાઈક રેલીમાં વિશાળ સંખ્યામાં જોડાઈને બહેનશ્રીનું અભિવાદન કરવા માટે આહવાન કરાયું છે .ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં ફેરફાર ની અટકળો બાદ જામનગરના શિક્ષિત અને યુવા ધારાસભ્ય રિવાબા જાડેજા ના નામની અનેક દિવસોથી ચર્ચા થતી હતી, અને આખરે તેમની પસંદગી કરવામાં આવતાં શહેરી વિસ્તારમાં ખુશીનો માહોલ છવાયો છે. જોકે હાલારમાં બે કેબિનેટ કક્ષાના મંત્રીઓના પદ છીનવાયા છે, અને એકમાત્ર રાજ્યકક્ષાના મંત્રી તરીકે રિવાબા જાડેજા ની પસંદગી થઈ છે,રાજ્ય સરકાર દ્વારા આજે નવા મંત્રીમંડળના વિસ્તરણ સાથેના શપથવિધિ સમારોહની સાથે રાજ્યકક્ષાના મંત્રી તરીકે રિવાબા જાડેજા ના નામની જાહેરાત થતાં તેમના સમર્થકોમાં ખુશી વ્યાપી હતી, અને શહેરના અનેક સ્થળોએ ફટાકડા ફોડીને તેમની નિયુક્તિને આવકાર મળ્યો હતો. સાથોસાથ એકબીજાના મીઠા મોઢા કરાવાયા હતા.

જામનગર શહેર અને આસપાસ ના વિસ્તારમાં દિવાળીની રાત્રે ફટાકડાના કારણે ૩૦ સ્થળોએ આગજની ની ઘટના

0

જામનગર શહેર અને આસપાસ ના વિસ્તાર માં દિવાળીની રાત્રે ફટાકડાના કારણે ૩૦ સ્થળોએ આગજની ની ઘટના

  • તમામ સ્થળોએ ફાયર તંત્રએ સમયસર પહોંચી જઇ આગને બુઝાવી : સદભાગ્યે કોઈ પણ સ્થળે જાનહાની નહીં

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૧ ઓક્ટોબર ૨૫, જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં દિવાળીની રાત્રે ફટાકડાના કારણે ૩૦ સ્થળે આગજનીની ઘટના બની હતી, અને તમામ સ્થળો પર જામનગર મહાનગરપાલિકા નું ફાયરતંત્ર સમયસર પહોંચી ગયું હતું, અને આગને કાબુમાં લઈ લીધી હતી. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી, તેમજ કોઈ મોટી નુકસાની ના અહેવાલો પણ મળ્યા નથી.

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડવા ના કારણે સાંજે ૬.૦૦ વાગ્યાથી વહેલી સવારે ૬.૦૦ વાગ્યા સુધીના ૧૩, કલાકના સમયગાળા દરમિયાન આગજનીની ૩૦ ઘટનાઓ બની હતી, અને ફાયર બ્રિગેડનું તંત્ર આખી રાત દોડતું રહ્યું હતું. તમામ સ્થળો પર સમયસર આગ કાબુમાં આવી ગઈ હોવાથી કોઈ જાનહાનિ ના અથવા તો મોટી નુકસાની ના અહેવાલો મળ્યા નથી.જામનગરના બેડી બંદર રોડ પર તિરુપતિ પાર્ક -૧ માં સૌપ્રથમ સાંજે ૭.૦૦ વાગ્યાના અરસામાં આગની ઘટનાનો પ્રથમ બનાવ નો સંદેશો ફાયર બ્રિગેડ શાખા ને મળ્યો હતો, અને ખુલ્લા પ્લોટમાં કચરાના ઢગલામાં આગ લાગી હતી, જે સમયસર બુજાવી દીધી હતી. ત્યારબાદ જનતા ફાટક રોડ પર ખુલ્લા પ્લોટ માં કચરાના ઢગલામાં આગ લાગી હતી, જ્યારે હાપા પાસે મારુતિ સુઝુકી શોરૂમ પાસે એક ઝુપડા આગ લાગતાં ફાયરતંત્ર દોડતું થયું હતું.

ત્યારબાદ દિગ્વિજય પ્લોટ નજીક હિંગળાજ ચોકમાં કચરાના ઢગલામાં આગ લાગી હતી, જ્યારે રાત્રિના ૧૨.૩૦ વાગ્યે જકાતનાકા પાસે કચરા માં આગ લાગતાં ફાયરે આગને કાબુમાં લીધી હતી. ગઈ રાત્રીના પોણાં વાગ્યાના અરસામાં ગુલાબનગરમસ ખુલ્લા પ્લોટ માં આગ લાગી હતી, અને કચરો સળગ્યો હતો. જ્યાં આગ બુજાવી હતી. આ ઉપરાંત હાપા ઉદ્યોગ નગર પાસે ખુલ્લા પ્લોટ માં કચરામાં આગ લાગી હતી.રાત્રી ના ૧ વાગ્યા ને ૬ મિનિટ હિંગળાજ ચોકમાં કચરા ના ઢગલામાં આગનો સંદેશો મળતાં ફાયરતંત્ર એ દોડી જઈ આગને કાબુમાં લીધી હતી. ત્યારબાદ રાત્રિના ૧.૧૦ વાગ્યે ન્યુ સ્કૂલ પાસે આવેલા એક બિલ્ડીંગ ના ચોથા માળે જીમમાં આગ લાગી હતી. જયાં ફાયરે દોડી જઈ પાણી નો મારો ચલાવી આગને કાબુમાં લઈ લીધી હતી. ત્યારબાદ રાત્રિના બે વાગ્યે ને ૨૧ મીનિટે પવનચક્કી ન્યુ જેલ રોડ પર એક ઝાડમાં આગ લાગી હતી, અને ફાયરે આગ બુજાવી હતી.

રાત્રિના બે વાગ્યા ને ૨૮ મિનિટે ગુરુદ્વારા ચોકડી પાસે કચરાના ઢગલામાં આગ લાગી હતી. ત્યારબાદ રાત્રિના ૨ વાગ્યે ૪૨ મિનિટે મોરકંડા ઘાર પાસે એક દુકાનમાં આગ લાગી હતી, અને ત્યાં પણ ફાયરે સમયસર આગને કાબુમાં લઈ લેતા નુકસાની થતી અટકી હતી.

ત્યારબાદ રાત્રે આ બે વાગ્યા ને ૩૫ મિનિટે જે જે ટાવર પાસે એક મકાનની આગ લાગી હતી, જ્યાં સમયસર આગ કાબુમાં લઈ લેતા નુકસાની અટકી હતી બે વાગ્યા ને ૫૦ મીનીટે લાલવાડી પાસે બાવળની જાળીમાં આગ લાગતા ફાયરતંત્ર દોડતું થયું હતું અને આગ બુઝાવી હતી. ત્યાર પછી રાત્રે ત્રણ વાગ્યે અને ૨૭ મીનીટે સ્વામિનારાયણ નગરમાં કચરામાં આગ લાગતા ફાયરે આગ બુજાવી હતી. ત્યારબાદ ગ્રેઈન માર્કેટ નજીક કડિયા વાડ વિસ્તારમાં એક સ્થળે આગ લાગી હતી, અને આગ બુજાવી હતી. ત્યારબાદ રાત્રિના ચાર વાગ્યે ૬ મિનિટે જાગનાથ પાર્કમાં બાવળની ઝાડીમાં આગ. આગન બુજાવી હતી ત્યારબાદ રાત્રિના ચાર વાગ્યે 41 મિનિટ સર્કલ પાસે કચરામાં આગ લાગતાં ફાયરે આ કાબુમાં લીધી હતી. રાત્રિના ચાર વાગ્યાની પહોંચે શુભાષ પાર્ક રોડ પર લાકડાના ઢગલામાં આગ લાગતાં ફાયરે આગને બુજાવી હતી.

કોલ ૩૦ સ્થળો પર નાની મોટી આગ ની ઘટનાઓ બની હતી, અને જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાના ચીફ ફાયર ઓફિસર કે.કે બિશનોઈ ની આગેવાનીમાં ૧૨૦થી વધુ ફાયરના જવાનોએ એલર્ટ મોડમાં રહીને રાત્રિભર આગ બુઝવવાની કામગીરી હાથ ધરી હતી અને તમામ સ્થળો પર જુદા જુદા ફાયર ફાઈટર લઈને પહોંચી જતાં આગ કારણે જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં કોઈ જાનહાની કે મોટી નુકસાનીના અહેવાલો મળ્યા નથી.

જામનગર સિકકાના ચકચારી સગીરા બળાત્કાર કેસમાં આરોપી નિર્દોષ

0

સિક્કા ગામના અતી ચકચારી સગીરાના બળાત્કાર કેસમાં આરોપી ”નિર્દોષ” સ્પેશલ પોકસો કોર્ટ નો હુકમ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૮ ઓક્ટોબર ૨૫ આ બનાવની હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી ભોગ બનનારે કુલ પાંચ આરોપીઓ વિરૂધ્ધ પોતાની મરજી વિરૂધ્ધ બળજબરીથી અલગ અલગ જગ્યાએ ભોગબનાર પર એકથી વધુ વખત બળાત્કાર ગુજારેલ ના આક્ષેપો સાથે સિકકા પોલીસ સ્ટેશન માં પોકસો એકટ ની કલમ-૪,૬ તથા આઈ.પી.સી ની કલમ-૩૭૬(૨) (એન) ,૫૦૬ ,૫૦૬ (૨) ,૩૨૩ ,૩૬૩, ૧૧૪ તથા એટ્રો સીટી એકટ ની કલમ-૩(૨)(૫) મુજબ ગુનો દાખલ થતાં સતાર અજીજ ખીમાણી સહીતના પાંચ આરોપીઓ ની ધોરણસર અટક કરેલ ત્યારબાદ તપાસકરનાર અધિકારી દ્વારા પુરાવા એકત્રીત કરી નામદાર કોર્ટમાં ચાર્જસીટ ફાઈલ કરી હતીઉપરોકત પોકસો કેસ ચાલી જતા ફરીયાદપક્ષે પોતાનો કેસ સાબિત કરવા મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવો રજુ કરેલ અને આરોપી સતાર અજીજભાઈ ખીમાણી તરફે તેમના વકીલ અશોક એચ.જોશી તરફે આરોપી તદન નિદોષ છે કોઈ જ ગુનો કરેલ નથી તેના સમર્થનમાં વિશેષ દલીલો કરેલ આમ બન્ને પક્ષોની દલીલો સાંભવ્યા પછી જામનગર ના મહે. સ્પે.પોકસો કોર્ટ દ્વારા આરોપી પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી સતાર અજીજભાઈ ખીમાણી નાઓને નિદોર્ષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવ્યો છે. આરોપી સતાર અજીજભાઈ ખીમાણી તરફથી વકીલ  અશોક, એચ. જોશી, મોહસીન એચ.ખારા , પ્રદિપ પી. મકવાણા, સાહીદ એચ.રૂન્જા, જયોતિ બી. પરમાર રોકાયેલ હતા.

જામનગરમાં નશીલા પદાર્થ ગાંજા ના વેચાણનું નેટવર્ક SOG શાખા એ પકડી પાડ્યું

0

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં મજૂરોની વસાહત વચ્ચે નશીલા પદાર્થ ગાંજા ના વેચાણનું નેટવર્ક SOG શાખા એ પકડી પાડ્યું

  • ૧ કિલો અને ૨૦૦ ગ્રામ નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની અટકાયત : રાજસ્થાન તરફથી ગાંજો લાવવાની કબુલાત

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૭ ,ઓક્ટોબર ૨૫ જામનગરના ગોકુલ નગર નજીક સોમનાથ સોસાયટી વિસ્તારમાં શ્રમિકોની વસાહતો આવેલી છે, જે શ્રમિકો માટે નશીલા પદાર્થ ગાંજા નું વેચાણ કરીને યુવાધનને નશામાં ધકેલી દેવાનું કારસ્તાન ચાલી રહ્યું છે, તેવી ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે મોડી રાત્રે એસ ઓ જી શાખા ની ટુકડીએ વોચ ગોઠવી હતી.એસ.ઓ.જી.ના પી.આઇ. બી.એન. ચૌધરી અને તેઓની ટીમ દ્વારા સોમનાથ સોસાયટી વિસ્તારમાં ખાનગીમાં વોચ ગોઠવી નશીલા પદાર્થનું વેચાણ કરી રહેલા વિપુલ ભીખુભાઈ ગોંડલીયા ની અટકાયત કરી હતી. જેની તલાસી દરમિયાન તેથી પાસેથી ૧ કિલો અને ૨૦૦ ગ્રામ જેટલો ગાંજો મળી આવ્યો હતો. જેથી પોલીસે કુલ રૂપિયા ૨૪ હજારની માલમતા કબજે કરી લઇ વિપુલ ગોંડલીયા ની અટકાયત કરી લીધી છે, અને તેની ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી છે. પોલીસની પૂછતાછ દરમિયાન પોતે ગાંજાનો જથ્થો રાજસ્થાન તરફથી આયાત કરીને લાવ્યો હોવાનું અને અંબાજી વિસ્તારમાં રહેતા એક રાજસ્થાની શખ્સ ના માધ્યમથી તેણે આ જથ્થો મેળવ્યો હોવાની કબુલાત આપી હોવાથી આગળની તપાસ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં સોંપી દેવાઇ છે, અને તપાસનો દોર અંબાજી સુધી લંબાવાયો છે.

જામનગર માં CA સામે કરોડો રૂપિયાની GST ચોરી મામલે ત્રીજો ગુનો દાખલ

0

જામનગરના ચાર્ટડ એકાઉન્ટ સામે કરોડો રૂપિયાની જીએસટી ચોરી અંગેની ઊંડાણપૂર્વકની તપાસ બાદ પોલીસ મથકમાં ત્રીજો ગુનો દાખલ કરાયો

  • જામનગરના બે વેપારી ની ફરિયાદ બાદ વધુ એક આસામી દ્વારા ખોટા બીલો દર્શાવી ૫,૦૩,૨૯,૩૮૭ જેટલી જીએસટી ની છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૬ ઓક્ટોબર ૨૫, જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર ઓફિસ ધરાવતા એક સી.એ. સામે જીએસટી વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યું હતું, જેમાં કરોડો રૂપિયાની જીએસટીની ચોરીનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું, ત્યારે મોટી લાખાણી ગામના એક વેપારી અને જામનગરના એક વેપારી દ્વારા જીએસટી ચોરી અંગે પોતાની ની પેઢી સાથે છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ નોંધાવી હતી, જેમાં વધુ એક ફરિયાદનો ઉમેરો થયો છે અને મૂળ જામજોધપુરના સડોદર ગામના વતની અને હાલ જામનગરમાં રહેતા એક આસામી દ્વારા પાંચ કરોડથી વધુની જીએસટી વેરાની છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી છે.જામનગરમાં હિરજી મીસ્ત્રી રોડ પર બ્રહ્મ એન્ડ એસોસિયેટ નામની ઓફિસ ધરાવતા અલ્કેશભાઇ પેઢડિયા નામના ચાર્ટર એકાઉન્ટન્ટ કે જેણે કરોડોની જીએસટીની ચોરીનું કૌભાંડ આચર્યું હોવાની માહિતી ના આધારે જીએસટી વિભાગ દ્વારા તેની ઓફિસ તથા રહેણાક મકાન પર દરોડા પાડવામાં આવ્યા હતા, અને થોક બંધ સાહિત્ય કબજે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કરોડોની જીએસટી ચોરીનો કૌભાંડ પકડી પાડ્યું હતું, જે પૈકીના પ્રદિપસિંહ લાલુભા જાડેજા સહિતના બે વેપારીઓ દ્વારા અગાઉ પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. દરમિયાન આજે આ પ્રકરણમાં ત્રીજો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.જામજોધપુર તાલુકાના સડોદર ગામના વતની અને હાલ જામનગરમાં ગુલાબનગરમાં રહેતા મોહસીન સલીમભાઈ જુણેજા નામના આસામીએ અલ્કેશ પેઢડિયા સામે પોતાની પેઢીના જીએસટી પોર્ટલ ઉપર ભરવા પાત્ર રિટર્ન માં ખરીદ વેચાણના ખોટા બિલો બતાવીને ૫,૦૩,૨૯,૩૮૭ નો વેરો ભરવાપાત્ર દર્શાવી પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હોવાનું ફરિયાદમાં નોંધાવ્યું છે. જે મામલે એલસીબીના પી.એસ.આઇ. પી.એન. મોરી વધુ તપાસ ચલાવી રહ્યા છે.

જામનગરમાં દિવાળી પૂર્વે મગફળીની આવકને લઈને માર્કેટિંગ યાર્ડ ભારે ધમધમતું થયું

0

જામનગર જિલ્લાનું કાલાવડ માર્કેટિંગ યાર્ડ દિવાળી પૂર્વે મગફળી ની આવકને લઈને ભારે ધમધમતું થયું

  • ખેડૂતોને દિવાળી પહેલાં મગફળીના ઊંચા ભાવ મળતા હોવાથી મગફળી વેચવા ખેડૂતોની લાંબી લાંબી કતાર લાગી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૬ઓક્ટોબર ર૫, જામનગર જિલ્લાના કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળીના વેચાણ માટે વાહનોના થપ્પા લાગી ગયા હતા, અને લાંબી લાંબી કતારો જોવા મળી હતી.કાલાવડ ના માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોને મગફળીના ઊંચા ભાવ મળતા હોવાથી અને દિવાળી ના મીની વેકેશન પહેલા મગફળી નો જથ્થો વેંચાઈ જાય તે માટે ખેડૂતોમાં પણ ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે, અને પોતાની દિવાળી સુધરી જાય તેના ભાગરૂપે અનેક ખેડૂતો પોતાના વાહનો લઈને કાલાવડ માર્કેટિંગ યાર્ડ તરફ આવી પહોંચ્યા છે.જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો, કાલાવડ પંથકના તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો આજે સવારથી પોતાની મગફળી વેચવા માટે કાલાવડ માર્કેટિંગ યાર્ડ તરફ વળ્યા છે, અને આશરે ૧ થી ૨ કિલોમીટર લાંબી વાહનોની કતાર જોવા મળી હતી.

error: Copying and use of the content of the website is considered as illegal activity.