Saturday, October 10, 2026
Home Blog Page 48

જામનગરમાં યોજાયેલી ભાગવત કથામાં છ શ્રોતાગણ મહિલાઓના સોનાના ચેન સેરવી લેનાર તસ્કર ગેંગને પકડવા પોલિસ બહારગામ દોડતી થઈ

0

જામનગરમાં યોજાયેલી ભાગવત કથા માં છ શ્રોતાગણ મહિલાઓ ના સોનાના ચેન સેરવી લેનાર તસ્કર ગેંગ ને પકડવા પોલીસની ત્રણ ટુકડી બહારગામ દોડતી થઈ

  • રાજકોટ-લીંબડી અને હાલોલ પંથકમાં પોલીસ ટીમોના ધામા: કેટલાક શકમંદોને ઉઠાવી લેવાયા : ગણતરીના કલાકોમાં તમામ ચોરીનો ભેદ ઉકેલાઇ જાય તેવી શક્યતા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧, નવેમ્બર ૨૫ જામનગરમાં શરૂ સેક્શન રોડ પર પટેલ વાડી વિસ્તારમાં ફલીયા પરિવાર દ્વારા જીગ્નેશ દાદા ની શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું હતું, જે સ્થળે અંતિમ દિવસે મહાપ્રસાદ વેળાએ ગિર્દીનો લાભ લઇ અલગ અલગ છ શ્રોતા ગણ મહિલાના ગળામાંથી કોઈ તસ્કરો રૂપિયા ૪.૪૫ લાખની કિંમતના સોના ના છ નંગ ચેઇન સેરવીને લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાયા બાદ પોલીસ તંત્ર સતર્ક બન્યું છે, અને સીટી બી. ડિવિઝન ની ત્રણ પોલીસ ટુકડીઓ દોડતી થઈ છે.રાજકોટ લીંબડી અને હાલોલ પંથકમાં પોલીસ ટીમોએ ધામા નાખીને કેટલાક શકમંદો ને ઉઠાવી લીધા છે, અને સમગ્ર સોનાના ચેન સેરવી લેવાના પ્રકરણમાં પોલીસને સફળતા મળીજાય અને તમામ ચોરીનો ભેદ ઉકેલાઈ જાય તે મનાઈ રહ્યું છે.જામનગરના શરૂ સેકશન રોડ પર પટેલ વાડી વિસ્તારમાં યોજાયેલી ફલિયા પરિવારની શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન ગત ૨૯ તારીખના બપોરના એકાદ વાગ્યા ના સમયે મહાપ્રસાદ નું આયોજન કરાયું હતું, અને કથા શ્રવણ કરવા આવેલા અનેક મહિલા સહિતના નગરજનો ભોજન પ્રસાદ આરોગી રહ્યા હતા.જે ગી૨દીનો લાભ લઈને કેટલીક મહિલાઓ સહિતની તસ્કર ગેંગ સક્રિય બની હતી, અને અલગ અલગ છ મહિલાઓના ગળામાંથી સોનાના ચેન સેરવી લેવાયા હતા, જે તમામ મહિલાઓ દ્વારા સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી. દરમિયાન પોલીસ ટીમ તુરતજ હરકતમાં આવી ગઈ હતી.જામનગરના એસ.પી. ડો. રવિ મોહન સૈની ની આગેવાનીમાં સિટી બી. ડિવિઝનના પી.આઈ. પી.પી.ઝા તથા પી.એસ.આઇ એમ.વી. મોઢવાડિયા અને તેઓની અલગ અલગ ૩ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો હતો, અને સૌ પ્રથમ એક દેવીપુજક મહિલા ને અટકાવીને તેની ઘનિષ્ટ પૂછપરછ શરૂ કરવામાં આવી હતી, અને ત્યારબાદ એક પછી એક કડીઓ મળવા લાગી હતી. જેથી પોલીસની ત્રણ અલગ અલગ ટુકડીઓ જેમાં એક ને રાજકોટ, બીજી ટુકડીને લીંબડી, અને ત્રીજી ટુકડીને હાલોલ તરફ રવાના કરી દેવામાં આવી છે, ત્યાંથી પોલીસે કેટલાક શકમંદોને ઉઠાવી લીધા છે, અને તેઓની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી રહી છે. નજીકના ભવિષ્યમાં જ ઉપરોક્ત તમામ સોનાના ચેન ની ચોરી અંગેના ભેદ ઉકેલાઈ જાય, તેમ મનાઈ રહ્યું છે.

જામનગરના આંગણે ઝાલા- રાણા પરિવાર દ્વારા નવ નિર્મિત શક્તિ માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

0

જામનગરમાં શ્રી હરશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ તથા સમસ્ત જામનગર ઝાલા- રાણા પરિવાર દ્વારા નવ નિર્મિત શક્તિ માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩૧, ઓક્ટોબર ૨૫ જામનગરમાં શ્રી હરશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ તથા સમસ્ત જામનગર ઝાલા- રાણા પરિવાર દ્વારા જામનગરના રામેશ્વર નગર પાછળ નંદન પાર્ક -૨ માં શક્તિ માતાજી ના મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે.જામનગરના શ્રી હરશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ તથા સમસ્ત જામનગર ઝાલા- રાણા પરિવાર દ્વારા નવ નિર્મિત શક્તિ માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શનિવાર તારીખે ૧.૧૧.૨૦૨૫ ના રોજ યોજાયો છે. જે અંતર્ગત સવારે ૮.૦૦ કલાકે ગોકુલધામ સોસાયટી શ્રી નરેન્દ્ર સિંહ મનુભા ઝાલા ના નિવાસ્થાનેથી પ્રસ્થાન કરી નંદન પાર્ક -૨ રામેશ્વર નગર પાછળ શક્તિ માતાજીના મંદિર સુધી ભવ્ય પોથીયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે.આ ઉપરાંત તારીખ ૩.૧૧.૨૦૨૫ ના રોજ યજ્ઞની પૂર્ણાહુતિ થશે, ત્યારે સાંજે ૫.૩૦ કલાકે મહાપ્રસાદ તથા પધારેલા સર્વે સાધુ સંતો અને મહાનુભાવોના આશીર્વાદનો ભવ્ય કાર્યક્રમ પણ યોજવામાં આવશે. હાલનારની પવિત્ર ભૂમિ ઉપર સમસ્ત ઝાલા-રાણા પરિવાર જામનગર દ્વારા શક્તિ માતાજીના ભવ્ય મંદિરનું નિર્માણ કરી ને હાલાર ની ભૂમિની પવિત્રતામાં વધારો કરવાનું આ ધાર્મિક કાર્ય કરવામાં આવ્યું છે.

જામનગરમાં ૩૧ ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત “રન ફોર યુનિટી” કાર્યક્રમ યોજાયો

0

૩૧ ઓક્ટોબર : રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત જામનગરમાં યોજાયો “રન ફોર યુનિટી” કાર્યક્રમ

  • રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી દોડનું પ્રસ્થાન કરાવ્યું

  • આ દોડમાં મહાનુભાવો, પદાધિકારીઓ, અધિકારીઓ, એનસીસી, હોમગાર્ડ્સ યુનિટ, વિદ્યાર્થીઓ સહિત વિશાળ સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર સહભાગી થયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૩૧ ઓક્ટોબર ૨૫, દેશમાં દર વર્ષે તા.૩૧ ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજ રોજ જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે શહેરના રણમલ તળાવ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી રીવાબા જાડેજા, મેયરશ્રી વિનોદભાઈ ખીમસુરીયા, ધારાસભ્યશ્રી દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન.મોદી, જિલ્લા પોલીસ વડા ડો. રવિમોહન સૈની, અગ્રણી શ્રીમતી બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, સાશક પક્ષના નેતા આશિષ જોશી, દંડક કેતન નાખવા સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું.રેલીમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા પ્રત્યે લોકોમાં જાગૃતતા આવે તે હેતુથી વિવિધ પ્રકારના પોસ્ટર અને બેનરો રાખવામાં આવ્યા હતા. તેમજ કાર્યક્રમને અનુરૂપ દેશભક્તિ ગીતો અને રાસ મંડળીઓ દ્વારા રાસ કરવામાં આવ્યા હતા.આ દોડ રણમલ તળાવ ગેઇટ નં.1 ના પાર્કિંગથી શ્યામજી કૃષ્ણવર્મા સ્ટેચ્યુથી મયુર મેડિકલ થઈ રણજીતનગર પટેલ સમાજ ખાતે પૂર્ણ થઈ હતી. જ્યાં મહાનુભાવો અને પદાધિકારીશ્રીઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા. બાદમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમના ભાગરૂપે મહાનુભાવો અને પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ સફાઈ અભિયાનમાં સહભાગી થયા હતા.આ રેલીમાં નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, નાયબ મ્યુનિસિપલ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા,, જામનગર ગ્રામ્ય પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરિયા, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી બી.જે.રાવલીયા, જામનગર જિલ્લા વહીવટી તંત્ર તથા જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, એનસીસી, હોમગાર્ડ્સ યુનિટ, વિદ્યાર્થીઓ સહિત વિશાળ સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર સહભાગી થયા હતા.

જામનગર વાલ્કેશ્વરીની એક ગાયનેક હોસ્પિટલમાં નર્સિંગ યુવિતીનો રહસ્યમય સંજોગોમાં આપધાત

0

જામનગરમાં વાલ્કેશ્વરી નગરી વિસ્તારમાં આવેલી એક ગાયનેક હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ મહિલાના રહસ્યમય સંજોગોમાં મૃત્યુને લઈને ભારે ચકચાર

  • જૂનાગઢ પંથકની નર્સ મહિલા ઓપરેશન થિયેટરમાં બેશુદ્ધ હાલતમાં મળી આવ્યા બાદ તેણી મૃત્યુ પામી: પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ

  • પોસ્ટમોર્ટમ ના પ્રાથમિક રિપોર્ટમાં તેણીએ વધુ પડતું એનેસ્થેશિયાનું ઇન્જેક્શન લઈ લેતાં બેશુદ્ધ બન્યા બાદ મૃત્યુ પામી: આપઘાતનું કારણ અકબંધ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩૦ ઓક્ટોબર ૨૫, જામનગરમાં વાલકેશ્વરી નગરી વિસ્તારમાં આવેલી એક ખાનગી મેટરનીટી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી મૂળ જૂનાગઢ પંથકની એક નર્સિંગ સ્ટાફ યુવતી ના રહસ્યમય સંજોગોમાં મૃત્યુને લઈને ભારે ચકચાર જાગી છે. મૃતક નર્સિંગ યુવતી ઓપરેશન થિયેટરમાં બેશુદ્ધ હાલતમાં મળી આવ્યા બાદ મૃત્યુ પામી હોવાથી પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, અને વધુ તપાસ હાથ ધરી છે. નર્સિંગ યુવતીએ એનેસ્થેશિયાનું ઇન્જેક્શન લઇ આત્મહત્યા કરી લીધા નું પોસ્ટમોર્ટમ રિપોર્ટ ના આધારે જાણવા મળ્યું છે.આ બનાવની વિગત એવી છે કે મૂળ જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના તરસિંગડા ગામની વતની અને હાલ જામનગરમાં વાલ્કેશ્વરી નગરી વિસ્તારમાં આવેલી કેશવ વુમન્સ હોસ્પિટલમાં નર્સ સ્ટાફ તરીકે ફરજ બજાવતી કોમલબેન હરેશભાઈ ભીમાણી નામની ૨૮ વર્ષની યુવતી કે જે ગઈકાલે બપોરે ખાનગી હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં જમીન પર બેશુદ્ધ અવસ્થામાં પડેલી મળી આવી હતી.

આ અંગે તેની સાથે જ ફરજ બજાવતી અન્ય નર્સિંગ સ્ટાફ યુવતીએ તો તુરત જ હોસ્પિટલના ડો. પુનમબેન કેશુભાઈ કોડીનારિયા ને જાણ કરતાં તેઓ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા, અને અન્ય ખાનગી તબીબોને બોલાવીને કોમલબેન ને પ્રાથમિક સારવાર આપવાની તૈયારી કરી હતી, પરંતુ તેણીનું મૃત્યુ નીપજયું હોવાનું અન્ય તબીબો દ્વારા જાહેર કરાયું હતું.આ બનાવ અંગે ડો. પૂનમબેન કોડીનારીયા એ જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, જેથી પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ એ મકવા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને કોમલબેનના મૃતદેહનો કબજો સંભાળી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવાયું હતું, જ્યારે કોમલબેન ના પિતા હરેશભાઈ ભીમાણી વગેરેને જાણ કરતાં તેઓ જામનગર દોડી આવ્યા હતા, અને તેઓએ કોમલબેન ના મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને પોતાના વતનમાં લઈ ગયા છે. જે બનાવ સમયે ભારે ગમગીની ફેલાઈ હતી.

કોમલબેન નું કયા સંજોગોમાં મૃત્યુ નીપજયું છે, તે અંગેનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ દ્વારા પોસ્ટ મોર્ટમ કરાવાયું હતું જેમાં પ્રાથમિક રિપોર્ટ દરમિયાન તેણીએ પોતાના હાથમાં એનેસ્થેશિયાનું ઇન્જેક્શન લઈ લેવાના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. જેથી તેણીએ આત્મહત્યાનું પગલું ભરી લીધુ હોવાનું પણ અનુમાન કરાયું છે. મૃતકના વિસરા લઈને પૃથકરણ માટે લેબોરેટરીમાં મોકલાવાયા છે. ચેરના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

જામ્યુકોની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ રૂ.૧૭.૯૮ કરોડ ના વિકાસ કામોને મંજૂરી અપાઈ

0

જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક માં કુલ રૂ.૧૭.૯૮ કરોડ ના વિકાસ કામો ને મંજૂરી અપાઈ

  • સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ફેસ – ૧ ના પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી ની દરખાસ્ત પેન્ડિંગ રખાઇ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૩૦ ઓક્ટોબર ૨૫,. જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી ટ્રેનિંગ કમિટીની બેઠકમાં કુલ રૂપિયા ૧૭ કરોડ ૯૮ લાખ ના વિવિધ વિકાસ કામો ને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે કન્સલ્ટન્સસી સર્વિસ ની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ ડમિટીની મીટીંગ આજે તા. ૩૦ ચેરમેન નિલેશ બી. કગથરા ના અધ્યક્ષ સ્થાને મળી હતી. તેમાં કુલ ૧૨ સભ્યો ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા ડે. મેયર કિષ્નાબેન સોઢા, કમિશ્નર ડી.એન.મોદી, ડે. કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશભાઈ જાની, આસી. કમિશ્નર (વ.) મુકેશભાઈ વરણવા ઉપસ્થિત રહયા હતા.શીફટીંગ એન્ડ ઈલેક્ટ્રીફીકેશન વર્ક એટ રણમલ લેઈક પેરીફરી એન્ડ લાખોટા કોઠા મ્યુઝીયમ સરાઉન્ડીંગ એટ જામનગરના કામ અંગે કમિશ્નર ની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂા. ૧૩૫.૮૭ લાખ ના ખર્ચ ની મંજૂરી આપવામાં આવી હતી. જામનગર શહેર માં ખંભાળીયા રોડ ૫૨, હોટલ વિશાલ પાછળ, ટી.પી. સ્કીમ નં.૨, અંતિમ ખંડ નં.૯૮ વાળી જગ્યામાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ (ફેઝ-૧) બનાવવાના કામે પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી સર્વિસીસ આપવાના કામ ની દરખાસ્ત પેન્ડીંગ રાખવા નિર્ણય લેવાયો હતો.એમ.પી. શાહ મ્યુનિ. ટાઉનહોલ ના તમામ ઈલે. ઉપકરણો નું આગામી ત્રણ વર્ષ માટે તમામ પ્રકારના ઓપરેશન તથા મેઈન્ટેનન્સના કામ અંગે રૂા. ૫૦.૫૫ લાખ , એમ.પી. શાહ મ્યુનિ. ટાઉનહોલ માટે નવું ડી.જી. સેટ વસાવવા અંગે રૂા. ૪૬.૫૩ લાખ , સ્વચ્છ ભારત મિશન અર્બન-૨.૦ ની ઓપરેશનલ ગાઈડલાઈન્સ મુજબ અંતર્ગત જામનગર શહેરમાં હયાત પે એન્ડ યુઝ ટોઈલેટ ને પાડતોડ કરી નવા પે એન્ડ યુઝ ટોઈલેટ / રીપેરીંગ તથા એસ્પીરેશનલ પબ્લિક ટોઈલેટ અને યુરીનલ બનાવવા સૈધ્ધાંતિક મંજુરીના કામ અંગે કમિશ્નર ની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂા. ૪.૭૪ કરોડ ના ખર્ચ અંગે સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી હતી.વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન સીવીલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં.૫, ૯, ૧૩ અને ૧૪) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ રોડ વર્કસ (મેટલ, મોરમ, ગ્રીટ સપ્લાય કરી પાથરી આપવાનું કામ) ના કામ માટે રૂ.૭.૫૦ લાખ , સીવીલ નોર્થ ઝોન (વોર્ડ નં.૨, ૩ અને ૪) માં સ્ટ્રેનેધનિંગ એન્ડ અપગ્રેડેશન ઓફ રોડ વર્કસ (મેટલ, મોરમ, ચીટ સપ્લાય કરી પાથરી આપવાનું કામ) ના કામ માટે રૂા. ૭.૫૦ લાખ ,સીવીલ વેસ્ટ ઝોન (વોર્ડ નં. ૬) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ / સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ અંગે કમિશ્નર ની દરખાસ્ત અંગે રૂ. રૂા. ૫૦ લાખ , સીવીલ વેસ્ટ ઝોન (વોર્ડ નં. ૧) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ / સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ અંગે રૂા. ૨૫૦ લાખ.,સીવીલ વેસ્ટ ઝોન (વોર્ડ નં. ૬) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ / સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ અંગ રૂા. ૨૫૦ લાખ , વોર્ડ નં. ૫, વાલ્કેશ્વરીનગરી, સનસાઈન સ્કુલ થી વાલ્કેશ્વર મહાદેવના મંદિર સુધી સી.સી. રોડના કામ અંગે રૂા. ૩૦.૨૦ લાખ , વોર્ડ નં. ૭, સમર્પણ હોસ્પીટલ થી મયુર વિલા ના ગેઈટ સુધી સમર્પણ પાર્ક સુધી સી.સી. રોડના કામ અંગે રૂા. ૩૯.૦૪ લાખ ,વોર્ડ નં. ૬, બાલાજી પાર્ક સોસાયટી પુંજાભાઈ ગામીના ઘર પાસેથી ડીફેન્સ કોલોની મેઈન રોડ સુધી સી.સી. રોડનું કામ , તિરૂપતિ ર સોસાયટી મહાદેવ મંદિર પાસેથી તિરૂપતિ સોસાયટી શેરી નં. ૭ સુધી સી.સી. રોડ., વોર્ડ તિરૂપતિ – ૨ સોસાયટી, તિરૂપતિ મહાદેવ મંદિરથી ત્રિલોક એપાર્ટમેન્ટ સુધી સી.સી. રોડના કામ અંગે રૂ.૭૮.૦૧ લાખ, સીવીલ નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં જુદી-જુદી કંપનીઓ દ્વારા કેબલ લેઈગ / ગેસ પાઈપ લાઈન અને વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રેન્ચમાં આસ્ફાલ્ટ સ્ટ્રેન્ધનીંગના (ચરેડા) કામ અંગે રૂા. ૧૧૬ લાખ ,અનેજામનગર મહાનગર સેવા સદનની માલ-મિલકતોનું રક્ષણ પુરું પાડવા માટે વર્ષ ૨૦૨૪-૨૫ તથા ૨૦૨૫-૨૬ (૨૪ માસ) માટે મંજુર થયેલા આર.સી.ના ભાવે બીજા વર્ષનું ખર્ચ રૂા. ૨૬૩.૬૬ લાખ મંજૂર કરવામાં આવ્યું હતું. આમ આજની બેઠક માં કુલ રૂ.૧૭ કરોડ ૯૮ લાખ ના જુદા જુદા વિકાસ કામો ને મંજુરી આપવામાં આવી હતી.

લાલપુરના મેઘપર વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષીય યુવતી હોસ્પિટલે જવા નીકળ્યા બાદ ગુમ

0

લાલપુર ના મેઘપર વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષીય યુવતી એકાએક લાપત્તા બની જતાં પરિવારજનો દ્વારા પોલીસમાં ગુમ નોંધ કરાવાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૯, ઓક્ટોબર ૨૫ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી પ્રીતિબેન ધર્મેશભાઈ બેરડીયા નામની ૨૦ વર્ષ ની અપરણીત યુવતી, કે જે ગત ૨૪મી તારીખે પોતાની પિતરાઈ બહેન સુસ્મિતાબેન સાથે હોસ્પિટલે જવાનું કહીને ઘેરથી નીકળી હતી, ત્યારબાદ તેણી એકાએક લાપતા બની ગઈ છે.સમગ્ર પરિવારજનો દ્વારા પ્રીતિબેનની અનેક સગા સંબંધીઓને ત્યાં શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ ક્યાંયથી તેણીનો કોઈ પતો લાગ્યો ન હતો. આખરે આ મામલો મેઘપર પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પ્રીતિબેનના પિતા ધર્મેશભાઈ બચુભાઈ બેરડીયા દ્વારા પોતાની પુત્રી એકાએક ગુમ થઈ ગઈ હોવાની ગુમનોંધ કરાવી છે, જેને મેઘપર પોલીસ ની ટીમ શોધી રહી છે.

જામનગર : પતિના બાઈકની પાછળની સીટમાં બેઠેલા બુઝુર્ગ મહિલાનું નીચે પટકાઈ પડ્યા પછી અપમૃત્યુ

0

જામનગર-કાલાવડ ધોરી માર્ગ પર ખરેડી નજીક પતિના બાઈકની પાછળની સીટમાં બેઠેલા બુઝુર્ગ મહિલાનું નીચે પટકાઈ પડ્યા પછી અપમૃત્યુ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૯ ઓક્ટોબર ૨૫ જામનગર- કાલાવડ ધોરી માર્ગ પર ખરેડી ગામ પાસેથી બાઈક પર જઈ રહેલા બુઝુર્ગ દંપત્તિને અકસ્માત નડ્યો હતો, અને પાછળની સીટમાં બેઠેલી પત્નીનું અકસ્માતે નીચે પટકાઈ પડ્યા પછી સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજયું છે.આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે રાજકોટ જિલ્લાના મુંજકા ગામમાં રહેતા દયાબેન હીરાભાઈ મોલીયા નામના ૬૧ વર્ષના બુઝુર્ગ મહિલા, કે જેઓ ગઈકાલે પોતાના પતિ હીરાભાઈ માવજીભાઈના બાઇક ની પાછળની સીટમાં બેસીને પોતાના ગામથી ખરેડી ગામે જઈ રહ્યા હતા.જે દરમિયાન તેઓને ખરેડી ગામ નજીક પહોંચતાં એકાએક ઠંડી લાગી હતી, અને મોટરસાયકલ પરથી અકસ્માત નીચે પટકાઇ પડ્યા હતા, અને ઇજાગ્રસ્ત બન્યા હતા. તેઓને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જયાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું. આ બનાવ અંગે મૃતકના પતિ હીરાભાઈ માવજીભાઈ મોલીયાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય ના પોલીસ હેડ કોન્સ્ટેબલ જી આર ચાવડા રાજકોટની સરકારી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે વધૂ તપાસ હાથ ધરી છે.

જામ્યુકોનો કર્મચારી એકાએક લાપતા બની જતાં પરિવારજનોમાં ચિંતા

0

જામનગર મહાનગર પાલિકાના એક કર્મચારી એકાએક લાપત્તા બની જતાં પરિવારજનોમાં ચિંતા: પોલીસમાં ગુમનોંધ કરાવાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૯ ઓક્ટોબર ૨૫, જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા અને મહાનગરપાલિકામાં નોકરી કરતા એક કર્મચારી એકાએક લાપતા બની જતાં પોલીસમાં ગુમનોંધ કરાવાઈ છે. જામનગરમાં રામેશ્વર નગર નજીક માટેલ ચોક શેરી નંબર બે માં રહેતા અને જામનગર મહાનગરપાલિકામાં નોકરી કરતા વિજયસિંહ કિરીટસિંહ ઝાલા (ઉંમર વર્ષ ૩૯) કે જે બે દિવસ પહેલાં પોતાના ઘેરથી નીકળ્યા બાદ એકાએક લાપતા બની ગયા હતા. જેનો આજ દિન સુધી કોઈ પતો નહીં સાંપડતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતા.ગુમ થનાર વિજયસિંહ ઝાલાની તેમના સગા સંબંધીઓ સહિત અનેક સ્થળો પર તપાસ કરવામાં આવી હતી, પરંતુ ક્યાંયથી તેનો પત્તો નહીં સાંપડતાં આખરે જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાધવામાં આવ્યો છે, અને ગુમ નોંધ કરાવાઈ છે, જેને પોલીસ શોધી રહી છે.

જામનગર મહાનગર પાલિકા ના ૧૬ વોર્ડ ની ૬૪ બેઠકની રોટેશન મુજબ ફાળવણી કરાઈ

0

જામનગર મહાનગર પાલિકા ના ૧૬ વોર્ડ ની ૬૪ બેઠકની રોટેશન મુજબ ફાળવણી કરાઈ

  • કુલ ૬૪ બેઠક માંથી ૪૪ બેઠક સ્ત્રી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિ.જાતિ અને પછાત વર્ગ માટે તથા ૨૦ બેઠક સામાન્ય માટે

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૮ઓક્ટોબર ૨૫, આગામી ત્રણેક માસમાં જામનગર મહાનગરપાલિકા ની સામાન્ય ચૂંટણી ઓ યોજાઈ શકે છે.  ત્યારે રાજ્યના ચૂંટણી પંચ દ્વારા જામનગર મહાનગર પાલિકા ના ૧૬ વોર્ડ ની કુલ ૬૪ બેઠકો માટે ની રોટેશન પ્રમાણે ફાળવણી કરી દેવામાં આવી છે. વર્ષ ૨૦૧૧ ની વસ્તી ગણતરી પ્રમાણે શહેર ની વસ્તી ૫,૮૭,૩૫૦ ની છે. કુલ ૬૪ બેઠકો માંથી ૩૨ બેઠકો સ્ત્રીઓ માટે , ૪ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત , ૧ બેઠક અનુ.આદી.જાતિ માટે.અને ૧૭ બેઠક પછાત વર્ગ માટે મળી કુલ ૪૪ બેઠક અનામત અને ૨૦ બેઠક સામાન્ય માટે ફાળવણી થઈ છે.શહેર ના કુલ ૧૬ વોર્ડ માં દરેક વોર્ડ ની ચાર બેઠક મુજબ કુલ ૬૪ બેઠકો ની રોટેશન મુજબ ફાળવણી કરવામાં આવી છે. જેમાં દરેક વોર્ડ વાઇસ જોઈએ તો દરેક વોર્ડ માં બીજી બેઠક સામાન્ય સ્ત્રી અનામત અને ચોથી બેઠક સામાન્ય માટે ફાળવણી કરવામાં આવી છે. જ્યારે દરેક વોર્ડ માં પ્રથમ બેઠક સ્ત્રી અનામત અને ત્રીજી બેઠક માં રોટેશન મુજબ ફાળવણી કરવામાં આવી છે.જેમાં વોર્ડ નંબર ૧ માં પ્રથમ બેઠક સામાન્ય અને ત્રીજી બેઠક પછાત વર્ગ માટે અનામત, વોર્ડ નંબર ૨ માં પ્રથમ બેઠક અનું. જાતિ અને ત્રીજી બેઠક પછાત., વોર્ડ નંબર ૩ માં પ્રથમ બેઠક પછાત વર્ગ અને ત્રીજી બેઠક અનુ. સૂચિત જાતિ , વોર્ડ નંબર ૪ માં પ્રથમ બેઠક પછાત વર્ગ અને ત્રીજી બેઠક અનુ.આદિ.જાતિ , વોર્ડ નંબર પ માં પ્રથમ સામાન્ય અને ત્રીજી પછાત , વોર્ડ નંબર ૬ માં પ્રથમ સામાન્ય અને ત્રીજી પછાત , વોર્ડ નંબર ૭ માં પ્રથમ અનુસૂચિત જાતિ અને ત્રીજી પછાત , વોર્ડ નંબર ૮ માં પ્રથમ સામાન્ય અને ત્રીજી પછાત, વોર્ડ નંબર ૯ માં પ્રથમ પછાત અને ત્રીજી સામાન્ય , વોર્ડ નંબર ૧૦ માં પ્રથમ પછાત અને ત્રીજી પણ પછાત , વોર્ડ નંબર ૧૧ માં પ્રથમ પછાત અને ત્રીજી અનુસૂચિત જાતિ, વોર્ડ નંબર ૧૨ માં પ્રથમ સામાન્ય અને ત્રીજી પછાત, વોર્ડ નંબર ૧૩ માં પ્રથમ પછાત અને ત્રીજી સામાન્ય , વોર્ડ નંબર ૧૪ માં પ્રથમ પછાત અને ત્રીજી સામાન્ય , વોર્ડ નંબર ૧૫ માં પ્રથમ પછાત અને ત્રીજી સામાન્ય તથા વોર્ડ નંબર ૧૬ માં પ્રથમ સામાન્ય અને ત્રીજી પછાત બેઠક નો સમાવેશ થાય છે.

જામનગરમાં પિતા પુત્ર પર હુમલો : પિતરાઈ ભાઈ અને કાકા સામે પોલીસ ફરિયાદ

0

જામનગરમાં કિસાન ચોક વિસ્તારમાં રહેતા પિતા પુત્ર પર હુમલો: પિતરાઈ ભાઈ અને કાકા સામે પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૮,ઓક્ટોબર ૨પ જામનગરમાં કિસાન ચોક વિસ્તારમાં રહેતા દિનેશ ગિરધરભાઈ માતંગ નામના ૨૨ વર્ષના યુવાને પોતાના ઉપર તેમજ પોતાના પિતા ગિરધરભાઈ માતંગ ઉપર ધોકા પાઈપ વડે હુમલો કરી હાથ પગ માં ફેક્ચર સહિતની ઈજા પહોંચાડવા અંગે પોતાના જ પીતરાઇ ભાઈ અને કાકા વગેરે જય ખેરાજભાઈ માતંગ, વિજય જયેશભાઈ માતંગ, અને ભાવેશ જયેશભાઈ માતંગ સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી દિનેશભાઈ ના દાદીમાં પડી જતાં તેમના જ કુટંબીજનોએ તમે લોકોએ જ દાદીમાને પછાડીને ઇજાગ્રસ્ત બનાવ્યા છે, તેવો આરોપ લગાવીને મારકુટ કરી હોવાથી મામલો સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.