Saturday, October 10, 2026
Home Blog Page 47

જામનગરના ધ્રોલમાં LCB અને ધ્રોલ પોલીસના બે મોટા દરોડા

0

જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી ના સંદર્ભમાં એલસીબી ની ટીમ અને ધ્રોલ પોલીસના બે મોટા દરોડા

  • LCB ની ટુકડીએ સોયલ ગામ પાસેથી ૩૮૪ નંગ દારૂ ભરેલી કાર સાથે બે શખ્સોને ઝડપી લીધા સાત લાખની માલમતા કબજે

  • ધ્રોલ પોલીસે ગાંધી ચોક માં દારૂ અંગે દરોડો પાડી ૩૨૪ ઈંગ્લીશ દારૂ ની બાટલી સાથે એક આરોપીને ઝડપી લીધો : સપ્લાયર નો નામ ખુલ્યું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૫, નવેમ્બરન સ્પ જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી સંદર્ભે ગઈકાલે રાત્રે એલસીબી ની ટુકડી તથા ધ્રોલ પોલીસે અલગ અલગ બે સ્થળે દરોડા પાડ્યા હતા, અને ઇંગ્લીશ દારૂની બાટલીનો માતબર જથ્થો પકડી પાડયો છે, અને ત્રણ આરોપીઓની અટકાયત કરી લઇ રૂપિયા સાડા તેર લાખની માલમતા કબજે કરી છે, જયારે દારૂ ના સપ્લાયર ને ફરારી જાહેર કરાયા છે.ઇંગલિશ દારૂ અંગેનો સૌ પ્રથમ દરોડો એલસીબીની ટુકડીએ સોયલ ટોલનાકા પાસે પાડ્યો હતો. ત્યાંથી પસાર થઈ રહેલી એક કારને આંતરીને તેની તલાસી લેતા કારમાંથી ૩૮૪ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો માતબર જથ્થો મળી આવ્યો હતો.તેથી પોલીસે કાર અને દારૂ સહિત રૂપિયા ૬,૯૭,૦૦ ની માલમતા કબજે કરી છે, જ્યારે કારની અંદર બેઠેલા જામનગરના અશોક પ્રતાપભાઈ પરમાર તેમજ દીપક દેવજીભાઈ શિયાળ ની અટકાયત કરી લીધી છે. જે બંનેની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત દારૂ જામનગર ના રણજીત સાગર રોડ પર રહેતા સદ્દામ ઉર્ફે મુન્ના બોદુભાઈ સાફિયા એ મંગાવ્યો હોવાથી તેને ફરારી જાહેર કરવામાં આવી છે.

ધ્રોલ પોલીસે રૂપિયા ૬.૬૬ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો : એકની ધરપકડ, અન્ય ફરાર

ધ્રોલ પોલીસે વિદેશી દારૂની હેરાફેરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કરીને રૂપિયા ૬,૬૬,૪૦૦ ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. લતીપર તરફથી ધ્રોલ આવતી એક સ્વીફ્ટ કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.ધ્રોલ પોલીસે ગાંધીચોકમાં વોચ ગોઠવી હતી. દરમિયાન એક કાર ત્યાંથી પસાર થતાં તેને અટકાવીને તલાસી લીધી હતી, જે તલાસી દરમિયાન કારમાંથી ઇંગ્લિશ દારૂની ૩૨૪ નંગ બાટલીનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે કાર અને મોબાઈલ ફોન સહિત રૂપિયા ૬,૬૬.૦૦૦ ની માલમતા કબજે કરી હતી.જ્યારે કાર ની અંદર બેઠેલા જામનગરના સુનિલ જયસુખભાઈ મકવાણા ની અટકાયત કરી લીધી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો જામનગરમાં રહેતા સદામ ઉર્ફે મુન્નો બોદુભાઈ સફિયાએ મંગાવ્યો હોવાથી તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

“તુ મારા દુશ્મન સાથે કેમ ફરશ” તેમ કહી સીદી યુવાન પર ત્રણ શખ્સો તુટી પડયા

0

જામનગરમાં સીદી બાદશાહ યુવાન પર જુની અદાવત ના મનદુઃખના કારણે ત્રણ શખ્સો લોખંડના પાઇપ અને છરી જેવા હથિયાર વડે તૂટી પડ્યા

  • “તુ મારા દુશ્મન સાથે કેમ ફરશ” તમે કહી સીદી બાદશાહ યુવાન પર ઘાતક હુમલો કરાતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૫નવેમ્બર ર૫, જામનગર માં મોરકંડા રોડ પર સન સીટી શેરી નંબર -૨ માં રહેતા સિદી બાદશાહ યુવાન પર જુની અદાવત નું મનદુઃખ રાખીને ત્રણ શખ્સો લોખંડના પાઇપ અને છરી જેવા હથિયાર સાથે તૂટી પડ્યા હતા, અને હુમલો કરી દઈ લોહી લુહાણ કરી નાખ્યો હતો, જેથી તેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે, અને પોલીસે ત્રણ હુમલાખોર આરોપીઓ સામે ગુનો નોધ્યો છે.જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલ સનસિટી સોસાયટી માં રહેતા ફેઝલ આરીફભાઇ શીકારી (જાતે: સીદી બાદશાહ) નામના યુવાન પર મુસ્તુફા બાદશાહ તેમજ અન્ય બે અજાણ્યા શખ્સો દ્વારા બાઇક ની ઠોકર મારી તેને પછાડીને લોખંડ ના પાઇપ વડે હુમલો કરાયો હતો. ઉપરાંત છરી વડે પણ હુમલો કરી લોહી લુહાણ કરી દેવાયો હતો.ત્યારબાદ સ્થાનિક રહેવાસીઓએ ઇજાગ્રસ્ત ફેઝલ ને તાત્કાલિક સારવાર અર્થે સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ ની જાણ થતાં સિટી એ. ડિવિઝન ની પોલીસ ટિમ જી.જી. હોસ્પિટલ ખાતે આવી પહોંચી અને ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરાઇ હતી.પોલીસે ફૈઝલ આરીફ ભાઈ સીદી બાદશાહની ફરિયાદ ના આધારે આરોપી મુસ્તુફા મોહમ્મદ વજુગરા અને તેના અન્ય બે સાગરીતો સામે ગુનો નોંધ્યો છે, અને ત્રણેય હુમલાખોરો હાલ ભાગી છૂટ્યા હોવાથી તેઓની શોધખોળ ચલાવાઇ રહી છે.

ધ્રોલના એમડી મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં બુધવારે રાત્રે સુપરમૂન નિદર્શન નો કાર્યક્રમ યોજાશે

0

ધ્રોલના એમડી મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં બુધવારે રાત્રે સુપરમૂન નિદર્શન નો કાર્યક્રમ યોજાશે

  • ખગોળ પ્રેમી જનતાએ રાત્રિના ૮.૩૦ વાગ્યાથી ધ્રોળ વિજ્ઞાન કેન્દ્રમાં ઉપસ્થિત રહેવા અનુરોધ

  • સૌથી તેજસ્વી અને સૌથી મોટો સુપરમૂન-ગુજરાતને પ્રકાશિત કરતો આકાશી નજારો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૪,નવેમ્બર ૨૫  ભારત દેશ ના નભોમંડળ માં બુધવાર તા ૫, નવેમ્બર ૨૦૨૫ ના રાત્રિના આકાશમાં વર્ષના સૌથી તેજસ્વી અને સૌથી મોટા સુપરમૂનનો નજારો જોવા મળશે, જે ગુજરાત અને તેની બહારના આકાશને રોશનીથી ચમકાવશે.આ ચમકતો નવેમ્બર સુપરમૂન ઓક્ટોબર ૨૦૨૫ થી જાન્યુઆરી ૨૦૨૬ સુધી આપણા આકાશમાં જોવા મળેલા સતત ચાર સુપરમૂનની દુર્લભ અવકાશી શ્રેણીમાં બીજો છે.એક મંત્રમુગ્ધ કરનાર ચંદ્ર યાત્રા જે મહિનાઓ પછી મહિનાઓ સુધી ચાલતી રહે છે, જે આકાશમાં વિસ્મય અને જિજ્ઞાસાને પ્રેરણા આપે છે.૫ નવેમ્બરના રોજ આ અસાધારણ પૂર્ણ ચંદ્ર સામાન્ય કરતાં લગભગ ૧૪ ટકા મોટો અને ૩૦ ટકા વધુ તેજસ્વી દેખાશે, કારણ કે તે પૃથ્વીની સૌથી નજીક-લગભગ ૩,૫૭,૦૦૦ કિલોમીટર દૂર – પહોંચશે – જે આકાશ નિરીક્ષકો માટે એક આકર્ષક દૃશ્ય પ્રદાન કરશે.વૈજ્ઞાનિક રીતે પેરિજી-સિઝીજી (perigee-syzygy) તરીકે ઓળખાતી આ ઘટના ત્યારે થાય છે જ્યારે ચંદ્ર તેના પૂર્ણ તબક્કામાં હોય છે અને તેની લંબગોળ ભ્રમણકક્ષામાં પૃથ્વીની સૌથી નજીક હોય છે.વધેલી તેજ અને સ્પષ્ટ કદ તેને નિરીક્ષકો માટે માત્ર એક આનંદ જ નથી બનાવતા પણ પૃથ્વી-ચંદ્ર-સૂર્ય પ્રણાલીની ગતિશીલતા વિશે જાણવાની ઉત્તમ તક પણ આપે છે. પેરિજીયન સ્પ્રિંગ ટાઇડ્સ તરીકે ઓળખાતી થોડી મજબૂત ભરતી પણ આવી શકે છે, જોકે દૈનિક જીવન પર તેની ઓછી અસર પડે છે.આ ખગોળીય ઘટનાની ઉજવણી માટે, ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ-ધ્રોલ સંચાલિત શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર-ધ્રોલ દ્વારા વિજ્ઞાનકેન્દ્ર,ધ્રોલ પર તા. ૫ નવેમ્બર, ૨૦૨૫ ના રાત્રે ૮.૩૦ વાગ્યેથી સુપરમૂન વોચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આથી ખગોળ પ્રેમી જનતાએ આ નજારો નિહાળવા માટે પ્રત્યક્ષ ઉપસ્થિત રહેવા, અથવા વધુ માહિતી માટે એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર-ધ્રોલ (જી.જામનગર)ના પ્રોગ્રામ ઓફિસર સંજય પંડ્યા નો ૯૯૭૯૨૪૧૧૦૦, ૯૩૨૮૬૧૧૧૭૧ ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

જામનગર શહેરમાં વેકેશન દરમિયાન શાળા ચાલુ રાખનાર સંચાલકો સામે કાર્યવાહી કરો : ABVP

0

જામનગર શહેરમાં વેકેશન દરમિયાન શાળા ચાલુ રાખનાર ખાનગી શાળા ના સંચાલકો સામે કાર્યવાહી કરવા રજૂઆત

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૪ નવેમ્બર ૨૫, જામનગર શહેરમાં અમુક ખાનગી શાળાના સંચાલકોએ સ્કુલો ચાલુ રાખી સરકારી નિયમોનો ભંગ કરતા એબીવીપી દ્વારા શિક્ષણાધિકારી કચેરી ખાતે ધરણા યોજીને આવેદનપત્ર પાઠવ્યું હતું. અને નિયમો મુજબ શાળાઓ બંધ કરવામાં નહી આવે, તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે.જામનગર શહેરમાં ૨૧ દિવસના દિવાળી વેકેશનમાં કેટલીક ખાનગી શાળાઓના સંચાલકો દ્વારા વેકેશનના સમયગાળા દરમ્યાન નિયમનો ભંગ કરીને શાળાઓ ચાલુ કરી દેવામાં આવી હોવાનું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને ધ્યાનમાં આવ્યું હતું. ખાનગી શાળાના સંચાલકો જાહેર રજાઓમાં શાળાઓ ચાલુ રાખવામાં આવી છે. આ ખાનગી શાળાઓનો સંચાલકો નિયમનો ભંગ કરતા જણાઈ આવે છે. જેથી એબીવીપીના નગર મંત્રી ઉત્સવ પંડયાની આગેવાનીમાં વિધાર્થીઓને સાથે રાખીને શિક્ષણાધિકારી કચેરી ખાતે ધરણા યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.જેમાં વેકેશનના સમયગાળા દરમિયાન ચાલતી આ શાળાઓ ત્વરિત ધોરણે સરકારના નિયમો મુજબ બંધ કરવામાં આવે. જો આગામી ૨૪ કલાકમાં અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે, તો અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા આંદોલન કરવામાં આવશે, અને તેની સંપુર્ણ જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

જામનગરના ડિફેન્સ કોલોની વિસ્તારમાં રબડી રાજને લઈને કોંગ્રેસ નું વિરોધ પ્રદર્શન

0

જામનગરના વોર્ડ નંબર ૬ ના ડિફરન્સ કોલોની એરિયામાં લાંબા સમયથી રબડી રાજને લઈને લોકો પરેશાન : શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના લોકોનું વિરોધ પ્રદર્શન

  • રબડી વાળા રસ્તામાં કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરો એ કીચડમાં બેસી જઇ સત્તાપક્ષને જગાડવા માટે પ્રયાસ કર્યો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૪ નવેમ્બર ૨૫ જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર -૬ ના ડિફેન્સ કોલોની સહિતના વિસ્તારમાં લાંબા સમયથી રબડી રાજને લઈને સ્થાનિક લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે, જેના પ્રશ્નોને વાચા આપવા માટે આજે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા સહિતના કાર્યકરો દ્વારા નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન કરાયું હતું.વોર્ડ નંબર ૬ ના બાલાજી પાર્ક વિસ્તારમાં જે સ્થળે કિચડ નું સામ્રાજ્ય છવાયેલો છે, તે સ્થળે જાહેરમાં કોંગી પ્રમુખ દિગુભા જાડેજા તથા અન્ય કાર્યકરો અને સ્થાનિક નાગરિકો વગેરે નીચે બેસી ગયા હતા, અને કીચડમાં રગદોળાઈ સત્તા પક્ષને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઇને સ્થાનિક વિસ્તારમાં કુતુહલ પ્રસર્યું હતું.શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા એવો આક્ષેપ કરાયો છે કે, આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામ બાદ છેલ્લા એક વર્ષથી રબડી રાજ ચાલી રહ્યું છે, અને મહાનગર પાલિકાના સત્તાધીશો આ વિસ્તારમાં રસ્તા રીપેરીંગ નું કોઈ કામ કરી રહ્યા નથી, તેવો આક્ષેપ કર્યો છે.

Comparativa de plataformas de pronosticos de apuestas: cuál ofrece mayor fiabilidad

0

La elección de una plataforma de pronósticos de apuestas confiable es fundamental para quienes desean maximizar sus posibilidades de éxito en los eventos deportivos. La fiabilidad de estos sistemas depende de múltiples factores, desde los algoritmos utilizados hasta la transparencia con los usuarios. En esta comparativa, analizaremos en profundidad qué aspectos técnicos y cualitativos hacen que algunas plataformas sean más precisas y confiables que otras, además de evaluar su rendimiento en distintas disciplinas deportivas.

Aspectos técnicos que determinan la precisión de los pronósticos deportivos

Algoritmos y modelos estadísticos utilizados por las plataformas

Uno de los elementos más cruciales para la fiabilidad de una plataforma de pronósticos es el tipo de algoritmos y modelos estadísticos que emplea. Algunas utilizan modelos basados en aprendizaje automático (machine learning), como redes neuronales y algoritmos de clasificación, que analizan grandes volúmenes de datos históricos para identificar patrones recurrentes. Por ejemplo, plataformas como Betensured y Predictix integran algoritmos de machine learning que consideran variables múltiples, incluyendo estadísticas de jugadores, condiciones meteorológicas y tendencias tácticas.

Por otro lado, otros sitios optan por enfoques más tradicionales, como modelos estadísticos bayesianos o regresiones lineales. Estos pueden ser efectivos en escenarios controlados, pero suelen ser menos adaptativos a cambios rápidos en las dinámicas deportivas. En general, cuanto más sofisticado y actualizado sea el modelo estadístico, mayor será la probabilidad de obtener pronósticos precisos y confiables.

Actualización de datos y frecuencia de análisis

La frescura y precisión de la información alimenta la rendimiento de los modelos predictivos. Las plataformas que actualizan sus datos en tiempo real o con alta frecuencia (cada pocos minutos o incluso en vivo) ofrecen pronósticos más fiables, especialmente en eventos con cambios rápidos como el fútbol o el tenis. Por ejemplo, plataformas como Infogol y Bet365 Analytics integran datos en vivo, ajustando sus predicciones a medida que ocurren los eventos.

En contraste, plataformas que basan sus pronósticos en datos históricos o de días anteriores, como algunas aplicaciones de pronósticos básicos, presentan una menor fiabilidad, ya que no reaccionan a las novedades ni a las circunstancias cambiantes que afectan los resultados.

Fuentes de información y credibilidad de los datos recopilados

Una plataforma confiable emplea datos provenientes de fuentes verificadas y de alta calidad, como federaciones deportivas oficiales, data providers especializados y estadísticas en vivo. La credibilidad de estos datos es esencial, pues una fuente poco confiable puede introducir sesgos y errores en los pronósticos. Empresas como Opta Sports y Stats Perform se caracterizan por su rigurosidad en la recolección y validación de datos, lo que se refleja en la precisión de los pronósticos generados.

Además, algunas plataformas combinan varias fuentes para enriquecer sus análisis, mejorando así la exactitud y reduciendo la probabilidad de errores por datos inconsistentes.

Factores de evaluación para medir la fiabilidad en pronósticos de apuestas

Historial de aciertos y tasas de éxito comprobadas

Un indicador clave de fiabilidad es el rendimiento histórico de las plataformas. Estudios independientes y análisis publicados en portales especializados muestran que plataformas con tasas de acierto superiores al 55-60% en pronósticos a largo plazo suelen ser consideradas más confiables. Por ejemplo, Betegy ha reportado en su informe interno un porcentaje de acierto del 63% en pronósticos de fútbol en temporadas recientes. Sin embargo, siempre hay que tener en cuenta que las tasas pueden variar según el deporte y la competencia específica. Para obtener más información sobre cómo evaluar la fiabilidad de estas plataformas, puedes consultar este http://honeybetz.com.es/.

Es recomendable consultar plataformas que proporcionen estadísticas transparentes sobre su histórico, incluyendo tanto sus aciertos como sus errores.

Transparencia en métodos y criterios de predicción

La confianza en una plataforma aumenta cuando sus usuarios conocen los métodos y criterios que se usan para hacer predicciones. Algunas plataformas publican detalles sobre sus algoritmos, variables analizadas y metodología, permitiendo evaluar la lógica detrás de sus pronósticos. Por ejemplo, Predictix explica qué variables estadísticas considera y cómo combina diferentes algoritmos para obtener su pronóstico. La transparencia fomenta una relación de confianza y permite a los usuarios tomar decisiones más informadas.

En cambio, plataformas que no revelan su metodología generan dudas sobre la validez de sus resultados, incluso si muestran buenos resultados en algunos casos.

Recomendaciones y opiniones de la comunidad de usuarios

El feedback de la comunidad también es un buen indicador de la fiabilidad de una plataforma. Foros, reseñas y redes sociales revelan la experiencia real de los usuarios, quienes comparten aciertos, errores y niveles de satisfacción. Plataformas como Betfair y Wolfram Alpha tienen comunidades activas que discuten sus predicciones, lo cual ofrece una visión más completa y concreta sobre su rendimiento en situaciones reales.

Es recomendable buscar plataformas con opiniones mayoritariamente positivas y que respondan a las inquietudes de sus usuarios en forma clara y transparente.

Comparación de plataformas según su rendimiento en distintas disciplinas deportivas

Pronósticos en fútbol y su nivel de fiabilidad

El fútbol es el deporte más popular para las apuestas, y por eso la fiabilidad de los pronósticos en esta disciplina es altamente valorada. Según estudios recientes, plataformas como Bet365 y Infogol alcanzan tasas de acierto promedio del 58-62% en predicciones sobre resultados finales y marcadores. La disponibilidad de datos en tiempo real, análisis de tendencia y sistemas de aprendizaje automático les permite ajustar sus predicciones constantemente, mejorando su fiabilidad.

Por ejemplo, durante la temporada 2022-2023, Infogol reportó un incremento en su precisión debido a la integración de modelos predictivos avanzados y actualizaciones en vivo.

Precisión en apuestas deportivas en tenis y baloncesto

En disciplinas como el tenis, donde los resultados a menudo dependen de factores individuales y físicos, la fiabilidad varía. Las plataformas que consideran estadísticas de jugadores, condiciones de pista y rendimiento reciente, como Betfair y TennisInsight, logran tasas de acierto del 55-60%. En baloncesto, la dinámica del juego y la menor cantidad de variables a predecir permiten pronósticos con menor margen de error, alcanzando tasas del 60-65% cuando emplean datos en vivo y análisis avanzado.

Por ejemplo, en la NBA, promedios históricos muestran que las plataformas que combinan análisis estadísticos con información sobre lesiones y rotaciones logran resultados más confiables.

Resultados en deportes emergentes y menos populares

Los deportes emergentes, como eSports, cricket o rugby, enfrentan mayores desafíos en cuanto a la fiabilidad, debido a la menor cantidad de datos disponibles y a la variabilidad en los resultados. Sin embargo, algunas plataformas especializadas en estos deportes, como Unikrn para eSports, están comenzando a ofrecer pronósticos con tasas de éxito cercanas al 50-55%, gracias a modelos creados específicamente para estos nichos. La clave está en su capacidad de recopilar datos específicos y actualizados, aunque los resultados todavía son menos precisos cuando se comparan con deportes tradicionales.

Por lo tanto, la confiabilidad en deportes emergentes aún está en desarrollo, y los apostadores deben tener en cuenta que los pronósticos son más inciertos.

En conclusión, la fiabilidad de las plataformas de pronósticos de apuestas depende de la calidad tecnológica, los datos utilizados y la experiencia comunitaria. Las plataformas que combinan algoritmos avanzados, datos en tiempo real, transparencia metodológica y una comunidad activa tienden a ofrecer pronósticos más precisos y confiables, especialmente en deportes con datos abundantes yResultados en deportes emergentes y menos populares

જામનગર સરમતના પાટીયા પાસે આવેલા આર્ય ભગવતી વિલાના બંગલાનં ૧૧૨ માં દારૂની મહેફિલ પર LCB નો દરોડો

0

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર સરમત ગામ પાસે આવેલા આર્ય ભગવતી વિલા ના એક બંગલામાં દારૂની મહેફિલ પર LCB ત્રાટકી

  • દારૂની મહેફિલ માણી રહેલા જામનગર- અમદાવાદ અને દેવભૂમિ દ્વારકા સહિતના છ વેપારીઓ પકડાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩,નવેમ્બર ૨૫ જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર સરમત નજીક આવેલા આર્યભગવતી વિલાના ૧૧૨ નંબરના બંગલામાં દારૂની મહેફિલ ચાલી રહી છે, તેવી ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે રાત્રે એલસીબી ની ટુકડીએ દરોડો પાડયો હતો, જે દરોડા દરમિયાન જામનગર, અમદાવાદ દેવભૂમિ દ્વારકા, અને લાલપુર સહિતના છ જેટલા વેપારીઓ દારૂની મહેફિલ માણી રહેલા રંગે હાથ ઝડપાયા હતા.

આથી એલસીબી ની ટીમે ખંભાળિયાના વેપારી જુનેદ ગુલમામદભાઈ કોટા, જામનગરના વેપારી હાજી સુલતાન વલીમામદ ખફી, ઢીચડાના વેપારી અજહરખાન ઉમરખાન પઠાણ, અમદાવાદના વેપારીઓ જાવેદ વલીમહંમદ તથા મોહસીન વલીમહંમદ, લાલપુરના ઇકબાલ ઈસ્માઈલભાઈ ચૌહાણ સહિતના વેપારીઓની અટકાયત કરી લઇ તેવો પાસેથી ઇંગ્લિશ દારૂની ખાલી અને ભરેલી બોટલ, દારૂના ગ્લાસ, તથા અન્ય સામગ્રી સહિત એક લાખ ની માલસામગ્રી કબજે કરી છે, અને તમામ સામે સિક્કા પોલીસ મથકમાં દારૂની મહેફિલ માંણવા અંગે ગુનો નોધ્યો છે.

જામનગરના હનુમાન ટેકરીમાં ત્રણ શખ્સોએ વેપારીને ધોકા ફટકારી હાથપગ ભાંગી નાખ્યા

0

જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં પાન ના ધંધાર્થી ઉપર પૈસાની લેતી દેતી ના મામલે ૩ શખ્સો દ્વારા હુમલો કરાયો

  • લોખંડના પાઇપ ધોકા વડે હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા : મોબાઈલ પણ તોડી નાખ્યા ની પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩નવેમ્બર ૨૫, જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા અને પાનની દુકાન ચલાવતા એક વેપારી યુવાન પર પૈસાની લેતી દેતી ના મામલે ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરી હાથ પગ ભાંગી નાખી તેનો મોબાઈલ પણ તોડી નાખ્યા ની પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગતે એવી છે કે જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા અને પાનની દુકાન ચલાવતા સહદેવસિંહ રતનસિંહ જાડેજા નામના વેપારીએ પોતાના ઉપર લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી ફેક્ચર સહિતની ઇજા પહોંચાડવા અંગે લાખાભાઈ ગઢવી, વિપુલ ગઢવી અને સતીશ સિંધી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જ્યારે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે.પોલીસની પૂછપરછ દરમિયાન ફરિયાદીના ભાઈ પાસે આરોપી લાખાભાઈ ગઢવી પૈસા માંગતો હોવાથી પૈસાની લેતી ના મામલે આ હુમલો કરાયો હોવાનું ઉપરાંત તેનો મોબાઇલ ફોન પણ તોડી નાખ્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર કરાયું છે. હાલ ત્રણેય આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી પોલીસ ટુકડી ત્રણેયને શોધી રહી છે.

જામનગરના વિકાસ ગ્રહ રોડ પર ફટાકડા લેવા ગયેલા ગ્રાહક પર વેપારીનો હુમલો

0

જામનગરમાં વિકાસ ગ્રહ રોડ પર ફટાકડાના સ્ટોલમાં ખરીદી કરવા ગયેલા યુવાન પર ફટાકડા વિક્રેતાઓનો હુમલો : બે વેપારી સામે પોલીસ ફરિયાદ

  • ફટાકડાના વેપારીએ પણ પોતાના પર હુમલો કરવા અંગે ગ્રાહક સામે વળતી પોલીસ ફરિયાદ નોંધાવી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩ નવેમ્બર ર૫ જામનગર શહેરના વિકાસગ્રહ રોડ પર દેવ દિવાળીના તહેવારને અનુલક્ષીને ફટાકડાનો સ્ટોલ ઊભો કરાયો હતો, જે સ્થળે ફટાકડાની ખરીદી કરવા ગયેલા એક યુવાન સાથે બે વિક્રેતાઓને તકરાર થઈ હતી, અને દાતરડા વડે ગ્રાહક ઉપર હુમલો કરી દેવાયાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે. જયારે સામા પક્ષે વેપારી દ્વારા પણ પોતાના પર હુમલો કરાયાની ગ્રાહક સામે વળતી ફરિયાદ નોંધાવાઈ છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં શરૂ સેક્શન રોડ પર સંત કબીર આવાસ ના બ્લોકમાં રહેતા બે વેપારી ભાઈઓ સાહિલ મનીષભાઈ ઠક્કર અને ઉદય મનીશભાઈ ઠક્કર કે જે બંને વિકાસ રોડ પર ફટાકડાના સ્ટોલ ઉભો કરીને ગઈકાલે દેવ દિવાળીના તહેવારના અનુલક્ષીને ફટાકડા નું વેચાણ કરી રહ્યા હતા.જે દરમિયાન રાંદલ નગર વિસ્તારમાં રહેતો હરપાલસિંહ નવલસિંહ ઝાલા નામનો યુવાન ફટાકડાની ખરીદી કરવા માટે આવ્યો હતો, જ્યાં ફટાકડા ના બિલ ના પૈસા ની લેતી દેતી ના મામલે વેપારી અને ગ્રાહક બંને વચ્ચે તકરાર થઈ હતી, અને બંને આરોપી વેપારી ભાઈઓએ દાતરડા વડે હરપાલસિંહ જાડેજા પર હુમલો કરી દેતાં ઇજાગ્રસ્ત બન્યો હતો, અને તેને જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા બાદ હાથમા ટાંકા લેવા પડ્યા હતા.આ મામલે હરપાલસિંહ ઝાલાએ બંને હુમલાખોર ભાઈઓ સાહિલ અને ઉદય સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં સીટી બી. ડિવિઝન પોલીસે વઘુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત વેપારી ઉદય મનીષભાઈ ઠક્કરે પણ પોતાના ઉપર અને પોતાના ભાઈ ઉપર હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે ગ્રાહક હરપાલસિંહ ઝાલા સામે વળતી ફરિયાદ નોંધાવી છે.

જામનગરના પટણીવાડમાં જુગટુ રમતા પાંચ પન્ટરો પકડાયા

0

જામનગરમાં પટણીવાડ વિસ્તારમાં પોલીસનો જુગાર અંગે દરોડો : પાંચ પન્ટરો પકડાયા

  • આરોપી પન્ટર :- (૧) અસગર હુસેનભાઈ પટણી (૨) અલ્તાફ કરીમભાઈ સિપાઈ જાતે પટણી, (૩) શબ્બીર અકબર અલી ભારમલ -જાતે વ્હોરા, (૪) શબ્બીર અહેમદઅલી વાઘેલા જાતે વ્હોરા (પ) સલીમ અલીમામદ ધાણીવાલા જાતે મેમણ

  • સીટી -એ ડિવિઝન પોલીસ સ્ટાફ ના યોગેન્દ્રસિંહ સોઢા અને વિજય કાનાણીની બાતમી 

દેશ દેવી ન્યુઝ તા. ૨ નવેમ્બર ૨૫ જામનગરના પટણીવાડ વિસ્તારમાં ગઈ રાત્રે કેટલાક લોકો એકત્ર થઈને જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે સીટી એ . પોલીસે દરોડો પાડી ગંજી પાના વડે જુગાર રમી રહેલા અસગર હુસેનભાઈ પટણી, અલ્તાફ કરીમભાઈ સિપાઈ, શબ્બીર અકબર અલી ભારમલ, શબ્બીર અહેમદઅલી વાઘેલા, અને સલીમ અલીમામદ ધાણીવાલા ની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 10,160 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.એકાએક પોલીસ ત્રાટકતા ભારે દોડધામ મચી ગઈ હતી

error: Copying and use of the content of the website is considered as illegal activity.