Saturday, October 10, 2026
Home Blog Page 46

જામનગર ધ્રોલ તાલુકાના પ્રવાસે ગયેલા કલેકટરે શાળાએ જતા બાળકોને જોઈ એકાએક ગાડી થોભાવી બાળ સહજ સંવાદ સાધ્યો

0

ધ્રોલ તાલુકાના પ્રવાસે કલેક્ટર કેતન ઠક્કરે ‘રસ્તાની શાળા’ ભરી બાળકો સાથે અભ્યાસ અને પોષણ અંગે સંવેદનશીલ ગોષ્ઠિ કરી

  • શાળાએ જઈ રહેલા બાળકોના સમૂહ સાથે કલેકટરે સહજ ભાવે વાતો કરી બાળકોને શિક્ષણ અને મહેનતનું મહત્વ સમજાવ્યું

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૨ નવેમ્બર ૨૫, જિલ્લાના વિકાસ કાર્યો અને વહીવટી કામગીરીના નિરીક્ષણ અર્થે ધ્રોલ તાલુકાના પ્રવાસે ગયેલા જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરને માર્ગમાં શાળાએ જતા વિદ્યાર્થીઓનો સમૂહ મળી જતા તેઓએ રસ્તામાં ગાડી થોભાવી વિદ્યાર્થીઓ સાથે બાળ સહજ સંવાદ સાધ્યો હતો.કલેકટરે બાળકો સાથે વાતચીત કરી બાળ શિક્ષણ અને પોષણ તથા બાળકોની જીવનશૈલી અંગે ઊંડાણપૂર્વક માહિતી મેળવી હતી.બાળકોને જોઈ કલેક્ટર કેતન ઠક્કરે પોતાનું વાહન રોકાવીને બાળકો સાથે ખુલ્લા મને સંવાદ શરૂ કર્યો હતો. તેમણે જિલ્લાના વહીવટી વડા તરીકે નહીં પણ એક વાલીની જેમ બાળકોની જિંદગીના મહત્ત્વના પાસાઓ વિશે પૂછપરછ કરી હતી.કલેક્ટરે બાળકોને શાળામાં કેવું ભણાવવામાં આવે છે, શિક્ષકો કેવો સહકાર આપે છે, અને તેમનો મનપસંદ વિષય કયો છે, તે અંગે ઉંડાણપૂર્વક જાણકારી મેળવી હતી.તેમણે બાળકોને સવાલ-જવાબ કરીને શાળામાં થતાં અભ્યાસકાર્ય અને શિક્ષકો દ્વારા લેવાતી અભ્યાસેતર પ્રવૃત્તિઓ વિશે પણ માહિતી મેળવી જેથી શિક્ષણની ગુણવત્તાનું નિરીક્ષણ થઈ શકે.તેમણે ભારત સરકારની મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ શાળામાં અપાતા ભોજનની ગુણવત્તા અને સ્વાદ અંગે સીધી માહિતી મેળવી બાળકોને ભોજન પૂરતું મળે છે કે કેમ અને મેનૂ મુજબ ભોજન અપાય છે કે કેમ તે વિશે પૂછપરછ કરીને આ યોજનાના અમલની જુદી જ રીતે સમીક્ષા કરી હતી.આ મુલાકાત દરમિયાન બાળકોએ પણ ખચકાટ વગર પોતાના અનુભવો કલેક્ટરશ્રી સમક્ષ રજૂ કર્યા હતા. કલેક્ટરશ્રીએ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને તેમને નિયમિત શાળાએ જવા તથા પોતાના સપના પૂરા કરવા માટે મહેનત કરવા પ્રેરણા આપી હતી. કલેક્ટર કેતન ઠક્કરની આ પહેલ સૂચવે છે કે જિલ્લા વહીવટી તંત્ર માત્ર કાગળ પરની સમીક્ષામાં જ નહીં, પરંતુ જમીની સ્તરે ઉતરીને બાળ કલ્યાણ અને શિક્ષણની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે પણ પ્રતિબદ્ધ છે.

જામનગર : લાલપુરના આરબલુસ ગામે પરિણીત મહિલાનો ગળેફાંસો ખાઈ આપઘાત

0

લાલપુર તાલુકાના આરબલુસ ગામે રિસામણે બેઠેલી એક પરિણીત મહિલાએ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૨ નવેમ્બર ૨૫, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં રહેતી હંસાબેન નાનજીભાઈ ધ્રુવ નામની ૪૨ વર્ષની પરણીત મહિલાએ ગઈકાલે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે.આ બનાવ અંગે મૃતકના હર્ષદપુર ગામમાં રહેતા પુત્ર કરણ નાનજીભાઈ ધ્રુવ એ પોલીસને જાણ કરતાં લાલપુરના એએસઆઈ ડી.ડી. જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને હંસાબેન ના મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસની પૂછપરછમાં હંસાબેન ના લગ્ન જામનગર તાલુકાના હર્ષદપુર ગામમાં રહેતા નાનજીભાઈ ધ્રુવ સાથે થયા હતા, જે લગ્ન દરમિયાન તેઓને એક પુત્ર અને એક પુત્રી સહિત બે સંતાનો પ્રાપ્ત થયા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પતિ પત્ની વચ્ચે મનદુઃખ થયું હોવાથી તેઓ રિસામણે બેઠા હતા, અને આરબ લૂસ ગામે એકલા રહેતા હતા.જે દરમિયાન ગઈકાલે તેઓએ આ પગલું ભરી લીધું હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે.

જામનગરમાં POLICE નો બાતમીદાર સમજી યુવાનને ઢીંબી નાંખ્યો : VIDEO વાયરલ

0

જામનગરના સ્વામિનારાયણ રેસીડેન્સી વિસ્તારના એક વિપ્ર યુવાનને પોલીસના બાતમીદાર સમજી બે શખ્સોએ હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા

  • યુવાને ગાડી પાછળ ઢસડી સરા જાહેર માર્યો : સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ 

  • આરોપીઓ દેવાંગ પરમાર અને દીશાંત ચાવડા સામે સીટી- સી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૧ નવેમ્બર ૨૫, જામનગરમાં એરફોર્સ -૨ રોડ પર સ્વામિનારાયણ નગર રેસીડેન્સી વિસ્તારમાં જયેશ ભાસ્કરભાઈ પંડ્યા નામના ૩૬ વર્ષના વિપ્ર યુવાન ઉપર દેવાંગ પરમાર અને દિશાંત ચાવડા નામના બે શખ્સોએ લોખંડ ના પાઇપ તેમજ પ્લાસ્ટિક ના પાઇપ વડે હુમલો કરી ફ્રેક્ચર સહિતની ઇજા પહોંચાડી હતી, જેથી વિપ્ર યુવાનને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર આપવી પડી હતી.આ બનાવ અંગે જયેશ પંડ્યા એ બંને આરોપીઓ દેવાંગ પરમાર અને દીશાંત ચાવડા સામે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ન્યાય સંહિતા-૨૦૨૩ કલમ ૧૧૭ (૨),૧૧૫ (૨), ૩૫૧ (૩), ૩૫૨, ૫૪ તથા જી.પી.એકટ ૧૩૫ (૧)મુજબ  ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર બંને આરોપીઓએ ફરિયાદી યુવાનને પોલીસના બાતમીદાર સમજીને આ હુમલો કર્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

કાલાવડના મકાજી મેઘપર ગામમાં એક પ્રૌઢ મહિલાને બે ધતિંગ બાવાનો ભેટો : એક લાખ સેરવી રફુચક્કર

0

કાલાવડ તાલુકાના મકાજી મેઘપર ગામમાં એક પ્રૌઢ મહિલાને બે ધતિંગ બાવાએ નિશાન બનાવી લઈ રૂપિયા એક લાખ ઉઠાવી ગયા

  • રણુજાના મંદિરે રામામંડળ માં આવવાનું આમંત્રણ આપી પગનો દુ:ખાવો દૂર કરવાના મંત્ર ના બહાને વિશ્વાસમાં લઈ રૂપિયા એકલાખ ની રકમ સેરવી લઈ ભાગી છૂટ્યા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૧, નવેમ્બર ૨૫ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મકાજી મેઘપર ગામમાં રહેતા એક પ્રૌઢ મહિલાને બે ધતિંગ બાવાઓનો ભેટો થયો હતો, અને રામામંડળ માં આવવાનું આમંત્રણ આપવાના બહાને વિશ્વાસમાં લઈ પગ નો દુખાવો દૂર કરવા માટે પ્રવાહી પીવડાવી મહિલાની નજર ચૂકવી ઘરમાંથી રૂપિયા એક લાખની રોકડ લઈને રકૂચક્કર થઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી કે કાલાવડના મકાજી મેઘપર ગામમાં શિવનગર સોસાયટીમાં રહેતા લીલાબેન ખોડાભાઈ પટેલ (૫૯) કે જેઓ ગઈકાલે પોતાના ઘેર એકલા હતા, જે દરમિયાન કાલાવડના રણુજા મંદિરે રામામંડળ માં આવવા માટેનું આમંત્રણ આપવા માટે આવેલા બે અજાણ્યા ધતિંગ બાવાઓએ તેમની સાથે વાતચીત કરીને વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ પગનો દુખાવો તથા ઘરની નડતરો દૂર કરવા ના બહાને મંત્ર ઉચ્ચાર કરી લીલાબેન ના ઘરમાંથી તેઓની નજર ચૂકવીને રૂપિયા એક લાખની રોકડ રકમ ઉઠાવી લઈ રફુ ચક્કર થઈ ગયા હતા.આથી મામલો કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને બંને ધતિંગ બાવાઓ સામે ફરિયાદ નોંધાવી હતી. કાલાવડ ગ્રામ્ય પોલીસે લીલાબેન નામના મહિલાની ફરિયાદના આધારે બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે, અને તેઓની શોધખોળ હાથ ધરી છે.

જામનગર : જોડિયા નજીક હોટલ સંચાલક દ્વારા જમવા ગયેલા ગ્રાહક ઉપર છરી વડે હુમલો

0

જામનગર જિલ્લા ના જોડિયા નજીક હોટલ સંચાલક દ્વારા જમવા ગયેલા ગ્રાહક ઉપર છરી વડે હુમલો

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૧ નવેમ્બર ૨૫, જામનગર જિલ્લા ના જોડિયા પંથક માં એક હોટલ માં જમવા ગયેલા ગ્રાહક ઉપર હોટલ સંચાલક દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જોડિયા તાલુકાના ખીરી ગામ નજીક આવેલ શિવ લહેરી હોટલમાં ગઈકાલે સવારે જાંબુડા ગામ ના રાજભા બાબુભાઈ ગઢવી ના ટ્રાન્સપોર્ટ માં ડ્રાઇવિંગ કામ કરતા નિલેશભાઈ ભીમાભાઇ વિરમગામ પોતાના મિત્ર ઈકબાલભાઈ ને લઈ ને જમવા ગયા હતા. ત્યાં કોઈ બાબતે બોલાચાલી થતા હોટલ ના કાઉન્ટરમાં બેસેલા નરેન્દ્રસિંહ સરવૈયા એ છરી વડે નિલેશભાઈ ઉપર હુમલો કર્યો હતો અને છાતીમાં તથા પડખા માં છરીના બે ઘા ઝીંકી દીધા હતા. આથી નિલેશભાઈ ને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવા હતા.આ બનાવ અંગે રાજભા ગઢવીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નરેન્દ્રસિંહ સરવૈયા સામે ગુનો નોંધયો છે. આ બનાવા અંગે પોલીસ ઇન્સ્પેક્ટર રાજપૂત વધુ તપાસ ચલાવી રહ્યા છે.

દિલ્હી બ્લાસ્ટના પગલે જામનગર શહેર અને જિલ્લામાં પણ તંત્ર એલર્ટ

0

દિલ્હી બ્લાસ્ટના પગલે સમગ્ર રાજ્યની સાથે સાથે જામનગર શહેર અને જિલ્લામાં પણ તંત્ર એલર્ટ મોડમાં : સધન ચેકિંગ હાથ ધરાયું

  • જામનગર શહેર અને જિલ્લાના તમામ પ્રવેશદ્વારો પર તંત્ર ની ચાંપતી નજર: હોટલો- ધર્મશાળા- લોજ સહિત તમામ જાહેર સ્થળો પર કડક ચેકિંગ

દેવી ન્યુઝ જામનગર તા ૧૧ નવેમ્બર ૨૫, દિલ્હીમાં ગઈકાલે થયેલા બોમ્બ બ્લાસ્ટ ના પગલે સમગ્ર ગુજરાત રાજ્યભરમાં એલર્ટ જારી કરી દેવાયું છે, જેના ભાગરૂપે જામનગર જિલ્લામાં પણ પોલીસ તંત્ર સંપૂર્ણપણે એકસન મોડમાં આવી ગયું હતું, અને શહેર જિલ્લાના તમામ પ્રવેશદારો પર કડક ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, તેમજ શહેર અને જિલ્લાના હોટલ ધર્મશાળા લોજ તેમજ અન્ય જાહેર તમામ જાહેર સ્થળો પર કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.ગઈકાલે સાંજે દેશ ની રાજધાની દિલ્હી મુકામે બનેલ બ્લાસ્ટના બનાવ અનુસંધાને જામનગર જિલ્લામાં પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિ મોહન સૈની ની સૂચના મુજબ લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી પ્રતિભા તથા જામનગર શહેર વિભાગ ના ડી.વાય.એસ.પી. જે.એન.ઝાલા, તથા જામનગર ગ્રામ્ય વિભાગના નાયબ અધિક્ષક આર.બી. દેવધા, તથા એલ.સી.બી. ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ.લગારીયા, એસ.ઓ.જી. ના પી.આઈ. બી.એન.ચૌધરી તેમજ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સ્ટાફ સાથે જામનગર જિલ્લામાં અલગ અલગ સ્થળે સાવચેતીના ભાગરૂપે સઘન ચેકીંગ કરાયું હતું.જામનગર શહેર તેમજ જિલ્લાના તમામ એન્ટ્રી પોઇન્ટ, ઉપરાંત વાઈટલ ઇન્સ્ટોલેશન, બંદર, જેટી, હોટલો, વાહન ચેકિંગ તેમજ ધાર્મિક સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, અને સમગ્ર રાત્રીભર પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવ્યું હતું.

જામનગર બ્રાસના વેપારીને પોલીસ , ઇડીના નામે ગંભીર ગુન્હામાં ફસાવી દેવાના સાઇબર ઠગાઈ કેસમાં આરોપીઓ જામીન મુક્ત

0

જામનગર બ્રાસપાર્ટના વેપારીનું બ્લોક થયેલ ખાતું ખોલાવી આપવા માટે આજીવન કેદની સજાના ગુન્હામાં ફસાવી દેવાની ધમકી આપી પૈસા પડાવી લેવાના કેસમાં સંડોવાયેલા આરોપીઓને જામીન મુકત કરતી જામનગરની સેશન્સ કોર્ટ

  • બ્રાસના વેપારીને ઈડી , મનીલોન્ડરીંગના કેસમાં ફસાવી દેવાની તેમજ પોલીસ અને બેંકમાં લાગવગ હોવાની ધમકીઓ આપી અને પૈસા પડાવવાના કેસમાં આરોપીઓને જામીન મુકત કરતી કોર્ટ

  • આરોપીઓ સામે સાઈબર કાઈમ અંતર્ગત ફરીયાદ થઈ છે.

દેશ દેવી ન્યુઝ તા. ૭ નવેમ્બર ૨૫ આ કેશની હકિકત એવી છે કે, જામનગર ખાતે વસવાટ કરતા અને બ્રાસપાર્ટના ધંધા સાથે સંકળાયેલા ચેતનભાઈ કપુરીયા મહારાષ્ટ્ર ખાતે “પ્રગતી એન્ટર પ્રાઈઝ”ના નામની પેઢી ધરાવતા હોય અને તેઓનું કરન્ટ ખાતું એકસીસ બેંક નાલાસોપાલા મહારાષ્ટ્ર ખાતે આવેલ હોય તેમાં તેઓના વેપારી વ્યવહારના નાણાની લેવડ દેવડ થતી હોય તે લેવડ દેવડમાં કુલ ખાતામાં ૧ કરોડ ૪૪ લાખ જેવી રકમ જમાં થયેલી હતી, તે ખાતામાં ષડયંત્રના ભાગરૂપે રાહુલ નામના વ્યક્તિના ખાતામાંથી રૂા.૩ હજાર જમાં કરાવી સાઈબર ક્રાઈમ સાઈબર પોલીસ સ્ટેશન મુંબઈમાં ફરીયાદ કરી અને આરોપીઓએ ફરીયાદીનું ખાતું બ્લોક કરાવી નાંખ્યું હતુંઆથી ફરીયાદીને જાણ થતાં તેઓએ બ્રાંચ મેનેજરનો સંપર્ક કરતા બ્રાંચ મેનેજરે યોગ્ય જવાબ ન આપેલ, ત્યારબાદ તેમને વોટસએપ પરથી આરોપી દર્શીત કિશોરભાઈએ ફરીયાદીને વરચ્યુઅલ નંબરથી ફોન, કરી અને પોતાની ઓળખાણ આપેલ કે દર્શીત કિશોરભાઈ કાગદડા બોલીએ છીએ અને તમારૂ ખાતું બંધ થઈ ગયેલ છે, જો તમારે ખોલાવવું હોય તો અમારે મુંબઈ ખાતે મોટા મોટા પોલીસ અધિકારીઓ સાથે સંબંધો છે અને બેંકમાં પણ સંબંધો છે, તમે પૈસા આપશો તો તમારૂ ખાતું તાત્કાલીક ખોલાવી આપીશું, તેમ વાત કરેલ હોય પરંતુ ફરીયાદીને વિશ્વાસ ન આવતા તેમને કોઈ યોગ્ય જવાબ ન આપતા, આરોપી દર્શીત ઉશ્કેરાઈ ગયેલ અને તમારે પૈસાતો આપવા જ પડશે નહી તો તમારા ખાતામાં દોઢ કરોડ જેટલી રકમ જમાં છે, તમારા સામે ઈડી અને મની લોન્ડરીંગના કેશો કરી અને તમને ફસાવી દઈશું તેવી ધમકી આપતા, ફરીયાદીએ તેમના સામે સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા, આરોપી દર્શીત કીશોર કાગદરાની અટક કરવામાં આવેલ અને તપાસ દરમ્યાન અન્ય આરોપીઓની સંડોવણી ખુલતા અને આ સમગ્ર ષડયંત્રનો પરદા ફાશ થતાં આરોપી દુર્ગેશ પંડયા ત્થા યોગેશ જોષીની પણ અટક કરવામાં આવેલ, ત્યારબાદ ત્રણેય આરોપીઓ દ્વારા જામીન અરજી દાખલ કરવામાં આવી હતીસરકાર તરફે તપાસ કરનાર પોલીસ તરફે વાંધાઓ રજુ કરી અને દલીલો કરવામાં આવેલ કે, આરોપીઓએ ગેરકાયદેસર રીતે પડયંત્ર કરી અને ફરીયાદીનું ખાતું ફીઝ કરાવેલ હોય, આરોપીઓએ કોઈ ઈન્ટરનેશનલ નંબર મેળવી અને તેમને ટ્રેશ ન થાય તે રીતે કોલ કરેલ હોય, અને આ રીતે મોટું કૌભાંડ કરી અને યેનકેન રીતે આ રીતે ખાતામાં ફીઝ કરાવી અને તેમને ખોટા કેશમાં સંડોવી દેવાની ધમકીઓ આપી અને પોલીસ અને ઉચ્ચ લાગવગ હોવાનો ડર બતાવી અને તોડ કરતા હોય, જેથી આરોપીઓને જામીન મુક્ત કરવા જોઈએ નહી, જેમાં આરોપીઓ પક્ષે દલીલો થયેલ કે, ફરીયાદીની પેઢીમાં આટલી મોટી રકમ જમાં હોવાછતાં ફરીયાદીએ તેની કોઈ દરકાર કરેલ નથી અને ખાતું અનફીઝ કરાવવા મુંબઈ મુકામે ગયેલ નથી જેથી ફરીયાદી પણ કંઈક છુપાવતા હોય તેવું જણાય આવે છે અને આ આરોપીઓને ખોટા ગુન્હામાં સંડોવી દીધેલ છે. તે તમામ દલીલો સાંભળ્યા બાદ આરોપીઓ તરફે થયેલ દલીલો માન્ય રાખી અને આરોપીઓને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ આ કેશમાં આરોપી દર્શીત કિશોરભાઈ કાગદડા તથા દુર્ગેશ પંડયા , યોગેશ જોષી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર.ગોહીલ, રજનીકાંત આર.નાખવા, નિતેષ મુછડીયા, ત્થા કરણ પટેલ રોકાયેલા છે.

ધ્રોલ ના રોજીયામાં પતિનો મૃતદેહ લટકતો જોઈ ગભરાયેલી પત્નિએ ફૂવો પૂર્યોં

0

ધ્રોલ તાલુકાના રોજીયા ગામમાં એક વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરી રહેલા શ્રમિક પરિવારમાં ભારે કરુણાંતિકા સર્જાઇ

  • પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ પતિએ ગળાફાંસા દ્વારા આપઘાત કરી લેતાં ગભરાઈ ને ગાયબ થયેલી પત્નીએ પોતે પણ કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૬, નવેમ્બર ૨૫ જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના રોજીયા ગામમાં ભારે કરુણાંતિકા સર્જાઇ છે. અને એક પરપ્રાંતિય શ્રમિક પરિવારના દંપત્તિ વચ્ચેના ઝઘડા બાદ પતિએ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધા બાદ ડગાઈ ગયેલી પત્ની એકાએક લાપતા બની ગઈ હતી, અને તેણીએ પણ કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો છે. જે બનાવને લઈને ભારે કરુણાતીકા સર્જાઇ છે.આ બનાવની વિગત એવી છે કે ધ્રોલ તાલુકાના રોજીયા ગામમાં રહેતા ખેડૂત લગધીરસિંહ જાડેજા ની વાડી માં રહીને ખેત મજૂરી કામ કરી રહેલા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરના વતની એવા પર પ્રાંતિય શ્રમિક પરિવારના રાહલીબેન ગોરધનભાઈ વસુનીયા (ઉંમર વર્ષ ૧૯) અને તેના પતિ ગોરધનભાઈ વશુનીયા (ઉંમર વર્ષ ૨૨) કે જેઓ છેલ્લા કેટલાક સમયથી વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરે છે.

દરમિયાન ગત ૩૦.૧૦.૨૦૨૫ ના રાત્રિના નવેક વાગ્યાના અરસામાં શ્રમીક મહિલા રાહલીબેન અને તેના પતિ ગોરધનભાઈ જે બંને વચ્ચે કોઈ બાબતે બોલા ચાલી થઈ હતી , જેથી ગોરધનભાઈ ને મનમાં લાગી આવતાં તેણે મગફળીના ગોડાઉનમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. રાહાલીબેનને જાણ થતાં તેણીએ ગોરધનભાઈ ને નીચે ઉતાર્યા હતા, પરંતુ પોતાના પતિ મૃત્યુ પામ્યા હોવાથી પોતે ગભરાઈ ગઈ હતી, અને એકાએક ગાયબ થઈ ગઈ હતી જે બનાવ બાદ રાહલીબેન ના ભાઈ કે જેણે પોલીસને જાણ કરી હતી અને ધ્રોળ પોલીસમાં ગુમ નોંધ કરાવવામાં આવી હતી જેથી પોલીસ ટુકડી રાહલીબેન ને શોધી રહી હતી.જે દરમિયાન વાડીના કુવા મા તેણીનો મૃતદેહ તરતો મળી આવ્યો હતો. તેણીએ પણ આઘાત લાગ્યો હોવાથી વાડીના કૂવામાં પોતે પણ આપઘાત કરી લીધો હતો. સમગ્ર બનાવ મામલે રાહલીબેન ના ભાઈ ચીરલીયાભાઈ બામણીયા કે જેઓ ધ્રોલમાં એક ખેડૂતની વાડીમાં રહીને મજૂરી ગામ કરે છે, તેઓ રોજિયા ગામે દોડી આવ્યા હતા, અને સમગ્ર બનાવ મામલે પોલીસને જાણ કરતાં આ બનાવ મામલે પી.એસ.આઇ. એચ.વી. રાઠોડ તેઓની ટીમ સાથે બનાવના સ્થળે દોડી ગયા હતા, અને સૌપ્રથમ ગોરધનભાઈ ના મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે,જ્યારે ગુમ થયેલી રાહાલીબેન ની શોધખોળ કરતાં કુવામાંથી તેનો મૃતદેહ તરતો મળી આવ્યો છે. જે કબજે કરી લઈ તેનું પણ પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, અને બંને મૃતદેહોનો કબજો રાહલીબેન ના ભાઈ ને સોંપી દેવામાં આવ્યો છે, અને સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવને લઈને ધ્રોળ પંથકમાં પણ પરપ્રાંતીય શ્રમિક પરિવારમાં ભારે ગમગીની છવાઈ છે.

જામનગરના બ્રેઈનડેડ યુવાન ના અંગો ને વિમાન માર્ગે સ્પેશિયલ કોરિડોર થી અમદાવાદ મોકલાયા

0

જામનગર ના બ્રેઈનડેડ યુવાનના અંગો ને વિમાન માર્ગે સ્પેશિયલ કોરિડોર થી અમદાવાદ મોકલાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૫ નવેમ્બર ૨૫, જામનગરના એક યુવાન ને આજે સવારે સરકારી હોસ્પિટલ માં સારવાર દરમિયાન બ્રેઈન ડેડ જાહેર કર્યા પછી તેમના અંગો નું દાન કરાવ્યું હતું. અને આજે ખાસ કોરિડોર ની વ્યવસ્થા પછી વિમાન માર્ગે સાંજે તેમના અંગો ને અમદાવાદ મોકલવામાં આવ્યા હતા.જામનગર માં રહેતા મુકેશ બાંભણિયા નામના ૪૦ વર્ષ ના યુવાન ની મગજ ની લોહી ની નસ તૂટી હતી અને મગજ માં સોજો આવી ગયો હતો.તબીબો એ તેમની સારવાર માટે અગાથ પ્રયત્નો કર્યા હતા. પરંતુ જી જી. હોસ્પિટલ માં સારવાર દરમ્યાન આજે સવારે તેઓને બ્રાન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ પછી તેમના પરિવાર ને અંગદાન અંગે ની સમજણ આપવા માં આવી હતી. જેમાં તેમનો પરિવાર સહમત તથા રાજ્ય સરકાર ની એનજીઓ ની એક તબીબી ટુકડી અમદાવાદ થી બપોરે જામનગર આવી પહોંચી હતી. અને જી જી હોસ્પિટલ માં બ્રાન્ડેડ યુવાન ઉપર ઓપરેશન કરીને તેમની એક કિડની અને એક લીવર ને ઓપરેશન કરી ને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. અને સાંજે વિમાન માર્ગે આ બંને અંગોને સલામત રીતે અમદાવાદ મોકલવામાં આવ્યા હતા.આ માટે પોલીસ દ્વારા જી.જી હોસ્પિટલ થી એરપોર્ટ સુધી ખાસ કોરિડોર ની વ્યવસ્થા કરવામાં આવી હતી અને રુટ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જીજી હોસ્પિટલ થી આ બંને અંગો સાથે ખાસ એમ્બ્યુલન્સ ને એરપોર્ટ સુધી દોડવાઈ હતી. આ સમગ્ર કાર્યવાહીમાં જામનગર ની જીજી હોસ્પિટલના તબીબી સુપ્રી. ડો.દીપક તિવારી ના માર્ગદર્શન માં એનેસ્થેશિયા અને ન્યૂરો સર્જરી વિભાગ ના ડો. ભૌમિક, ડો . પવન વસોયા અને સમગ્ર ટીમે પણ ભારે જહેમત ઉઠાવી હતી.

જામનગર લાલ બંગલા સર્કલમાં બેફામ ગતિએ દોડતા બોલેરો ચાલકના સીન વિખાયા

0

જામનગરમાં લાલ બંગલા જેવા અતિ ભરચક રોડ પર બેફામ ગતીએ વાહન ચલાવનારા શખ્સને પોલીસે શોધી કાઢી કાયદાના પાઠ ભણાવ્યા

  • પોલીસ વિભાગના કમાન્ડ કંટ્રોલના કેમેરા ના ફૂટેજ ના આધારે વાહન ચાલકને શોધી કાઢી ટ્રાફિક શાખાએ વાહન કબજે કર્યું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૫,નવેમ્બર ૨૫ જામનગરના સાતરસ્તા અને લાલ બંગલા થી ટાઉનહોલ તરફના અતિ ધમધમતા માર્ગ ઉપર એક બોલેરો ચાલક, કે જેણે બેફામ ગતીએ પોતાનું વાહન ચલાવ્યું હતું, અને અન્ય વાહનચાલકો અથવા રાહદારીઓના જીવને જોખમમાં મુકાય તેવી પરિસ્થિતિ ઉભી કરી હતી. જામનગરના પોલીસ વિભાગના કમાન એન્ડ કંટ્રોલ વિભાગના કેમેરામાં આ વાહન ચાલક કેદ થયો હતો. જેથી કમાન્ડ એન્ડ કંટ્રોલ વિભાગની ટીમે આ અંગે ઉચ્ચ પોલિસ અધિકારીઓને જાણ કરી હતી, અને તેના ફૂટેજ ના આધારે વાહનના નંબરો મેળવી લેવાયા હતા.જામનગરની ટ્રાફિક શાખા દ્વારા તે વાહન ચાલક ની શોધખોળ ચલાવવામાં આવી હતી, અને તે વાહન ના નંબર જી.જે. ૧૦ ટી.વાય.૧૨૦૫ અને બોલેરો વાહન હતું. જેના ચાલકની શોધખોળ કરવામાં આવી હતી, અને પોલીસે વાહન ચાલકને શોધી કાઢી બોલેરો કબજે કરી લીધું હતું, અને તેની સામે ટ્રાફિક નિયમન ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. જેની સામે સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, અને વાહન કબજે કરી લેવામાં આવ્યું છે. જેણે ભવિષ્યમાં આવું કૃત્ય નહીં કરે તેવી પણ પોલીસ સમક્ષ ખાતરી આપી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.