Saturday, October 10, 2026
Home Blog Page 44

જામનગર માં પ્રખ્યાત હોટલ ભાગીદારના ઝઘડામાં એકાઉન્ટન્ટ નો ‘ખો’ નીકળી ગયો : ૧૩ સામે હત્યાનો પ્રયાસ અંગે ગુનો નોંધાયો

0

જામનગરની પ્રખ્યાત વિશાલ હોટલના બે ભાગીદારો વચ્ચેના ઝઘડામાં ૨૫ વર્ષથી હોટલમાં કામ કરતા એકાઉન્ટન્ટ નો ‘ખો’ નીકળી ગયો

  • એકાઉટન્ટ પર એક ભાગીદાર ના મળતીયાઓ દ્વારા નોકરી છોડી દેવા માટે ધમકી આપી જીવલેણ હુમલો કરી દેવાતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો

  • હોટલના એક ભાગીદાર અને તેના મળતીયાઓ સહિત ૧૩ આરોપીઓ સામે હત્યા પ્રયાસ અંગે ગુનો નોંધાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૭, નવેમ્બર ૨૫ જામનગર ની પ્રખ્યાત વિશાલ હોટલ ઇન્ટરનેશનલ નો બે ભાગીદારો વચ્ચેનો ઝઘડો ચરમશીમાએ પહોંચ્યો છે, અને તેમાં નોકરી કરતા એક કર્મચારીનો દાવ લેવાયો છે. અને તેના પર એક ભાગીદાર સહિત ૧૩ જેટલા શખ્સોએ જીવલેણ હુમલો કરી દીધો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે. ઇજાગ્રસ્ત યુવાન હાલ જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સત્યમ કોલોની વિસ્તારમાં રહેતા અને જામનગરની વિશાલ હોટલ ઇન્ટરનેશનલમાં છેલ્લા ૨૫ વર્ષથી એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા અમિત ચંદુભાઈ ચુડાસમા નામના ૪૮ વર્ષના યુવાને પોતાના ઉપર લોખંડના પાઇપ, લાકડાના ધોકા, લાકડીઓ સહિતના હથિયારો વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવા અંગે મિલન હંજળા, અનિલ ભદ્રા, કિરીટભાઈ ભદ્રા અને અન્ય ૧૦ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ઇજાગ્રસ્ત યુવાનને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે અને હાલ ત્યાં તેની સધન સારવાર ચાલી રહી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી અમિત ચૂડાસમા કે જેની હોટલના બે ભાગીદારો મિતેશભાઇ કનખરા અને બીજા ભાગીદાર કિરીટભાઈ ભદ્રા કે જે બંને વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. જેના ઝઘડામાં ગઈકાલે રાત્રિના સમયે ફરિયાદી યુવાન પોતાના ઘેર સૂતો હતો તે દરમિયાન મિલન હંજળાનો ફોન આવ્યો હતો, અને કાલથી તારે નોકરી પર નથી જવું તેવી ધમકી આપી હતી.તેથી અમિત ચુડાસમાએ તેનું કારણ પૂછતાં તેને જામનગરના સત્યમ કોલોની અન્ડરબ્રિઝ પાસે બોલાવ્યો હતો. ત્યાં પોતે મોડી રાત્રે ગયો હતો, તે સમયે કુલ ૧૩ જેટલા આરોપીઓ હથિયારો સાથે ઉભા હતા, અને તેને ધાક ધમકી આપી નોકરી નહીં કરવા દબાણ કર્યું હતું. જેના તાબે નહીં થતાં તમામ આરોપીઓએ તેના માથામાં તેમજ શરીરના અન્ય જુદા જુદા ભાગોમાં લાકડી અને લોખંડના પાઇપ-ધોકા વડે હુમલો કરી દેતાં પોતે લોહી લુહાણ થઈને ઢળો પડ્યો હતો.જે દરમિયાન દેકારો થવાથી આસપાસના વિસ્તારના લોકો એકત્ર થઈ જતાં તમામ હુમલાખોરો ત્યાંથી ભાગી છુટ્યા હતા. ત્યારબાદ ઇજા ગ્રસ્ત યુવાને પોતાની પત્નીને ફોન કરીને સ્થળ પર બોલાવ્યા બાદ એક ખાનગી વાહન મારફતે જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યો હતો, ત્યાં તેની સારવાર ચાલી રહી છે.આ મામલે પોલીસને જાણ થવાથી સીટી સી. ડિવિઝન નો પોલીસ કાફલો ઘટના સ્થળે અને ત્યારબાદ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો, સીટી સી. ડિવિઝનના પી.આઇ. એન.બી. ડાભી અને તેઓની ટીમેં ફરિયાદી અમિત ચુડાસમા ની ફરિયાદના આધારે ગુ.ર.નં ૧૧૨૦૨૦૦૨૨૫૨૨૪૩/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા – ૨૦૨૩ ની કલમ ૧૦૯, ૬૧ ,૧૧૮ (૨),૧૮૯ (૨),૧૯૦,૩૫૨,૩૫૧(૩), તથા જી.પી.એકટ કલમ-૧૩૫ (૧) મુજબ  મિલન હંજડા, અનિલ ભદ્રા અને કિરીટ ભદ્રા તેમજ તેના અન્ય ૧૦ સાગરીતો સામે હત્યા પ્રયાસ સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે, અને તમામ આરોપીઓ હાલ ભાગી છૂટ્યા હોવાથી તેઓની શોધખોળ ચલાવાઇ રહી છે.

જામજોધપુરમાં પરપ્રાંતિય શ્રમિક મહિલાનું ઘરકંકાશ ના કારણે પતિએ કાસળ કાઢી નાખ્યું

0

જામનગર જિલ્લાના જામજોધપુરમાં પરપ્રાંતિય શ્રમિક મહિલાનું ઘરકંકાશ ના કારણે પતિએ કાસળ કાઢી નાખ્યું

  • માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં સવારે પતિએ ધારદાર હથીયારનો માથામાં ઘા ઝીંકી દેતાં પત્નીનું સારવારમાં મૃત્યુ : બનાવ હત્યા માં પલટાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૫ નવેમ્બર ૨૫, જામનગર જિલ્લાના જામજોધપુરમાં માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં આજે સવારે ખૂની ખેલ ખેલાયો હતો. ગૃહ કંકાસના કારણે એક પર પ્રાંતીય શ્રમિક મહિલા પર તેણીના જ પતિએ ધારદાર હથીયાર વડે હુમલો કરી દીધો હતો, અને પત્નીને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડયા બાદ સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજતાં આ બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે પતિ સામે હત્યા અંગેનો ગુનો નોધ્યો છે.હત્યાના આબનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના જામજોધપુરમાં માર્કેટિંગ યાર્ડ માં શ્રમિકોની મજૂરોની વસાહતમાં એક ઓરડીમાં સવારના દસેક વાગ્યાના અરસામાં ખુની ખેલ ખેલાયો હતો. ગુલીબેન નારિયાભાઈ બામણીયા નામની ૨૫ વર્ષની પરપ્રાંતીય શ્રમિક મહિલા ઉપર ગૃહ કંકાસના કારણે પતિએ ઉશ્કેરટમાં આવી જઈ કુહાડી જેવા ધારદાર હથીયારનો ઘા ઝીંકી દીધો હતો. જેથી શ્રમિક મહિલા લોહી લુહાણ થઈને ઢળી પડી હતી, અને પતિ ત્યાંથી ભાગી છૂટ્યો હતો.ઇજાગ્રસ્ત ગુલીબેન ને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જયાં બપોર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજતાં આ બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવને લઈને જામજોધપુરનો પોલીસ કાફલો સૌપ્રથમ માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં અને ત્યારબાદ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દોડતો થયો હતો. શ્રમિક મહિલાના અન્ય કુટુંબીજનો જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દોડી આવ્યા હતા, અને ભારે રુદન કર્યું હતું.જામજોધપુર પોલીસ દ્વારા આ બનાવ અંગે ગુલીબેનના પતિ નારિયાભાઈ બામણીયા સામે હત્યા અંગેનો અપરાધ નોંધ્યો છે. જે આરોપી હાલ ભાગી છૂટ્યો હોવાથી પોલીસ દ્વારા તેની શોધ ખોળ ચલાવવામાં આવી રહી છે. ગૃહ કંકાસના કારણે આ હત્યા નિપજાવાઈ હોવાનું અને મૃતક મહિલાને ત્રણ સંતાનો હોવાનું જાણવા મળ્યું છે.

જામનગરમાં SIR ની કામગીરી દરમિયાન BLO તરીકે ફરજ બજાવતી શિક્ષિકા બેશુદ્ધ બની

0

જામનગરમાં SIR ની કામગીરી દરમિયાન BLO તરીકે ફરજ બજાવતી એક શિક્ષિકા બેશુદ્ધ બની જતાં હોસ્પિટલમાં ખસેડાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૪ નવેમ્બર ૨૫, ગુજરાત રાજ્યના ચૂંટણી પંચના આદેશ અનુસાર જામનગર જિલ્લામાં પણ એસઆઇઆરની કામગીરી ચાલી રહી છે, જેમાં જામનગર શહેર- જિલ્લાના જુદી જુદી શાળાના શિક્ષકો સહિતના કર્મચારીઓને જોડવામાં આવ્યા છે.જે પૈકી આજે સવારે ૭૯- વિધાનસભા વિસ્તારમાં સત્યમ કોલોની આહીર સમાજ પાસે બી.એલ.ઓ.ની ફરજ બજાવતા મસીતીયા વાડી શાળાના શિક્ષિકા હિરલબેન ત્રિવેદીને ચાલુ ફરજ દરમિયાન એકાએક ચક્કર આવીને બેશુદ્ધ બન્યા હતા. હાલ તેઓને તાત્કાલિક અસરથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, અને તેઓની સધન સારવાર ચાલી રહી છે. આ ઘટનાની જાણ થતાં સરકારી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી, અને બી.એલ.ઓ.ની સારવાર માટેની પ્રક્રિયાઓ હાથ ધરી હતી. જોકે હાલ તેઓની તબિયત સુધારા પર છે.

જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવર બ્રીજ : CM ના હસ્તે લોકાર્પણ

0

જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવર બ્રીજ

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર ખાતે રૂ.૨૨૬ કરોડથી વધુના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું

  • સુભાષ બ્રિજથી સાત રસ્તા સર્કલ સુધીનો નવો રૂટ મળવાથી નાગનાથ જંકશન, ગ્રેઇન માર્કેટ, બેડી ગેટ જેવા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે

  • ૩,૭૫૦ મીટરની લંબાઈ ધરાવતા આ બ્રીજમાં ૧,૨૦૦ થી વધુ વાહનો માટે પાર્કિંગ, સ્પોર્ટ એક્ટિવિટી, તથા ફૂડ ઝોન જેવી સવલતોનો પણ સમાવેશ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૪ નવેમ્બર ર૫, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર ખાતે રૂ. ૨૨૬.૯૯ કરોડના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું.સાત રસ્તા સર્કલથી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સુધીનો ફોરલેન એલીવેટેડ ફ્લાયઓવર બ્રિજની કુલ લંબાઈ ૪ એપ્રોચ સહિત ૩,૭૫૦ મીટર છે. મુખ્ય બ્રિજ ફોર લેન ૧૬.૫૦ મીટરનો છે, જ્યારે ઇન્દિરા માર્ગ તથા દ્વારકા રોડ એપ્રોચ ટુ લેન ૮.૪૦ મીટરના છે.આ ફ્લાયઓવરના કારણે જામનગરના નાગરિકોને દ્વારકા, રિલાયન્સ, નયારા, જી.એસ.એફ.સી. તરફ તેમજ રાજકોટ રોડ તરફ સરળતાથી વાહનવ્યવહારની સુવિધા મળશે. આનાથી બ્રિજ નીચેના મુખ્ય ચાર જંકશન સાત રસ્તા સર્કલ, ગુરુદ્વારા જંકશન, નર્મદા સર્કલ તથા નાગનાથ જંકશન પર થતા ટ્રાફિક જામ અને અકસ્માત જેવા બનાવોમાંથી મોટી રાહત મળશે, પરિણામે ઇંધણ અને સમયની બચત થશે.વધુમાં, સુભાષ બ્રિજથી સાત રસ્તા સર્કલ થઈ લાલ બંગલા સર્કલ સુધીનો નવો રૂટ મળવાથી નાગનાથ જંકશન, ત્રણ દરવાજા (ગ્રેઇન માર્કેટ), બેડી ગેટ જેવા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે. આ વિકાસકાર્યની સાથે જ બ્રિજ નીચેના અન્ડરસ્પેસને પણ નાગરિક સુવિધા માટે વિકસાવવામાં આવ્યો છે, જેમાં કુલ ૬૧ ગાળાઓમાં ૧,૨૦૦ થી વધુ વાહનોના પાર્કિંગની વ્યવસ્થા જેમાં ૮૫૦ ટુ-વ્હીલર્સ, ૨૫૦ ફોર-વ્હીલર્સ, ૧૦૦ રીક્ષા, ૧૦૦ અન્ય અને ૨૬ બસ પાર્કિંગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કુલ ૪ જગ્યાએ પે એન્ડ યુઝ ટોઇલેટ, ૧ લોકેશન પર શ્રમિક સુવિધા કેન્દ્ર (લેબર ચોક), ૧૦ ગાળામાં સ્પોર્ટ એક્ટિવિટી, ૪ લોકેશન પર વેઇટિંગ/સીટિંગની વ્યવસ્થા અને ૪ લોકેશન પર ફૂડ ઝોન જેવી સવલતો પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. મુખ્યમંત્રી દ્વારા લોકાર્પિત કરાયેલો આ ફ્લાયઓવર જામનગરના નાગરિકોના જીવનમાં સરળતા અને સુગમતા લાવીને શહેરના વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરશે.આ પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રી  અર્જુનભાઈ મોઢવાડિયા, શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા, સાંસદ  પૂનમબેન માડમ, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરસર, મહાનગર પાલિકાના પ્રભારી મંત્રી પલ્લવીબેન ઠક્કર, ધારાસભ્ય સર્વ મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, જિલ્લા કલેકટર  કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક  ડો.રવિ મોહન સૈની, સાશક પક્ષના નેતા  આશિષ જોશી, દંડક  કેતનભાઈ નાખવા, આગેવાન સર્વ બીનાબેન કોઠારી, પ્રકાશભાઈ બાંભણીયા, મેરામણ ભાટુ, વિજયસિંહ જેઠવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

લાલપુર ના વાડી વિસ્તારમાં પાણીની ઈલેક્ટ્રીક મોટર ખેડૂતને ભરખી ગઈ

0

લાલપુરમાં વાડી વિસ્તારમાં એક ખેડૂત બુઝુર્ગ ને પોતાની વાડીમાં પાણી ની ઈલેક્ટ્રીક મોટર ના વાયર માંથી વિજ આંચકો લાગતા અપમૃત્યુ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૪,નવેમ્બર ૨૫ જામનગર જિલ્લાના લાલપુરમાં પાર્થ સોસાયટી વિસ્તારમાં રહેતા અને વાડી વિસ્તારમાં ખેતીવાડી ધરાવતા રમણીકભાઈ ધનજીભાઈ ઝુલાસણા નામના ૬૫ વર્ષના ખેડૂત બુઝુર્ગ કે જેઓ ગઈકાલે પોતાની વાડીમાં પાણી વાળવા માટે ગયા હતા, ત્યાં પાણીની ઇલેક્ટ્રીક મોટર માટેના વાયરમાંથી તેઓને એકાએક વિજ આંચકો લાગ્યો હતો, અને તેઓનું સ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ પ્રવીણભાઈ ધનજીભાઈ ઝુલાસણાએ પોલીસની જાણ કરતાં લાલપુરના પોલીસ હેડ કોસ્ટેબલ બનાવના સ્થળે દોડી ગયા હતા, અને ખેડલડૂતના મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં કન્સ્ટ્રકશનના ધંધાર્થી ઉપર પિતરાઇભાઈ સહિત ૬ શખ્સો તુટી પડયા

0

જામનગરમાં શરૂ સેક્શન રોડ પર રહેતા એક કન્સ્ટ્રકશનના ધંધાર્થી ઉપર સોનાના વેચાણના ૧૦ લાખ રૂપિયા ની લેતી દેતી ના મામલે હિચકારો હુમલો

  • મેઘપરમાં રહેતા પિતરાઈ ભાઈ સહિત ૬ શખ્સો દ્વારા લોખંડના પાઇપ-ધોકા છરી વડે હુમલો કરી દેવાતાં ગંભીર ઇજા : હોસ્પિટલમાં ખસેડાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૪,નવેમ્બર ૨૫ જામનગરમાં શરૂ સેક્શન રોડ પર રહેતા અને કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરતા હરદેવસિંહ ભીખુભા ભટ્ટી નામના ૨૨ વર્ષ ના ક્ષત્રિય યુવાને પોતાના ઉપર છરી લોખંડના પાઇપ, ધોકા જેવા હથિયારો વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે મેઘપરમાં રહેતા પોતાના જ પિતરાઈ ભાઈ મહેન્દ્ર સિંહ કિશોરશિંહ પિંગળ તેમજ તેના પરિવારના સભ્યો અને સાગરીત એવા મયુર રામાવત, ચિરાગ ભાનુશાળી, વંશરાજસિંહ રૂપસંગ પિંગળ, દુષ્યંતસિંહ ભરતસિંહ પિંગળ અને મિતરાજસિંહ રૂપસંગ પિંગળ સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાનની બહેન ખુશ્બુબા ભટ્ટી કે જેઓ વિરુદ્ધ આરોપી હુમલાખોર મહેન્દ્રસિંહ ના પિતા કિશોરસિંહ પિંગળે મેઘપર પોલીસ મથકમાં સોનાના દાગીના ની ચોરીની ફરિયાદ નોંધાવી હતી, અને તે દાગીના ખુશ્બુબા એ હરેન્દ્રસિંહ જાડેજા ને ૨૨ લાખમાં વેચી નાખ્યા હતા.જે પ્રકરણમાં પોલીસ ફરિયાદ થયા બાદ મેઘપર પોલીસે ખુશ્બુબા પાસેથી દસ લાખ રૂપિયા રોકડા અને બાકીના ઘરેણા કબજે કર્યા હતા, જે પરત આપવાના મામલે કોર્ટે તમામ ઘરેણા કિશોરસિંહ ને આપી દેવા હુકમ કર્યો હતો, જયારે દસ લાખ રૂપિયા ખુશ્બુબા ને પરત કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો. જે ૧૦ લાખ રૂપિયા ની લેતી દેતી ના મામલે આરોપી મહેન્દ્રસિંહ અને તેના સાગ્રિતોએ આવીને આ હીચકારો હુમલો કરી દીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. હાલ વધુ તપાસ સીટી એ. ડિવિઝન પોલીસ ચલાવી રહી છે.

જામનગરમાં ઇન્સ્ટાગ્રામ માં રીલ બનાવવા બાબતે તકરાર : બે મિત્રો પર જીવલેણ હુમલો

0

જામનગરમાં નુરી ચોકડી વિસ્તારમાં બે મિત્રો ઉપર ઇન્સ્ટાગ્રામ ની રીલ બનાવવાની તકરાર બાબતે બે શખ્સો દ્વારા છરી વડે હુમલો કરાયો : પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૨ નવેમ્બર ૨૫, જામનગરમાં લંઘાવાડના ઢાળીયા વિસ્તારમાં રહેતા અને કટલેરીનો વેપાર કરતા હનીફ ગુલામહુસેન નામના વેપારી યુવાને પોતાના પુત્ર સાજીદ તેમજ તેના મિત્ર મહમદ મહેબુબ ઉપર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે કાલાવડ નાકા બહાર રહેતા ભાઈ ફૈઝાન યુનુષભાઈ સોલંકી અને નયાઝ મુસ્તુફા છડીદાર સામે ફરિયાદ નોંધાવી છે.બંને યુવાનોને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાં મોહમ્મદ આરબ ના માથાના પાછળના ભાગે છરી વાગી હોવાથી તબીબો દ્વારા ૧૨ ટાંકા લેવામાં આવ્યા છે, અને હાલ સારવાર હેઠળ છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ઇજાગ્રસ્ત યુવાન સાજીદ અને આરોપી ફૈઝાન સોલંકી વચ્ચે ઇન્સસ્ટાગ્રામ માં રીલ બનાવવા બાબતે બોલાચાલી થઈ હતી. જે સંદર્ભમાં ગઈકાલે બન્ને લોકો નૂરી ચોકડી વિસ્તારમાં સામસામે મળી જતાં  જૂની અદાવત રાખીને આ હુમલો કઈ દીધો હોવાનું ઇજા ગ્રસ્ત યુવાન સાજીદ ના પિતા હનિફભાઈ આરબ દ્વારા જાહેર કરાયું છે. પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે અને તેઓની શોધ ખોળ હાથ ધરી છે.

જામનગરના વાઘેરવાડામાં એક બહેન પર છરી વડે હુમલો કરાયો : બીજી બહેનને મારકુટ કરી ધાકધમકી આપતાં ફીનાઈલ પીધું

0

જામનગરમાં વાઘેરવાડા વિસ્તારમાં રહેતી બે બહેનો પર જૂની અદાવત ના કારણે પાડોશી એ હુમલો કર્યા ની પોલીસ ફરિયાદ

  • એક બહેન પર છરી વડે હુમલો કરાયો : બીજી બહેનને મારકુટ કરી ધાકધમકી આપતાં ફીનાઈલ પીધું : બંને બહેનો જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૨ નવેમ્બર ૨૫, જામનગરમાં વાઘેરવાડા વિસ્તારમાં રહેતી નૂરજહાબેન ઇમરાનભાઈ ભાયા નામની ૩૦ વર્ષની વાઘેર યુવતીને ગઈકાલે પોતાના ઘેર ફિનાઈલ પી લીધું હોવાથી તેણી ને સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત તેની મોટીબેન મેમુનાબેન કે જેના ઉપર પોતાના મકાનમાં નીચે ના ભાગે રહેતા પોતાના જ માસીજી સાસુના દીકરા અશરફ અનવર ભાયા એ છરી વડે હુમલો કરી દીધા ની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.ફિનાઈલ પી લેનાર નૂરજહાંબેન તેમજ છરી વડે કજાગ્રસ્ત બનનાર તેની મોટી બહેન મેંમણાબેન બંનેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર નુરજહાંબેન ને આરોપી અસરફની માતા સાથે ઝઘડો થયો હતો, જેનું મન દુઃખ રાખીને અશરફ ગઈકાલે નૂરજહાબેનને માર મારતો હતો, જેથી તેણી એ પોતાની મોટી બહેન મેંમુના બેનને બોલાવી લીધી હતી. જે છોડાવવા માટે વચ્ચે પડતાં અશરફે મેમુનાબેન ઉપર છરી વડે હુમલો કરી દીધો હતો, અને બંને બહેનોને જાનથી મારી નાખશે તેવી ધમકી આપતાં નૂરજહાં બેને ફિનાઈલ પી લીધું હતું. હાલ બંને બહેનો સારવાર હેઠળ છે. પોલીસ હુમલાખોર આરોપી અશરફ ભાયા ને શોધી રહી છે.

જામનગરમાં જાણીતી મોબાઈલ શોપમાં કિમતી ફોનની ચોરી કરનાર તેનોજ કર્મચારી પકડાયો

0

જામનગરમાં અંબર સિનેમા રોડ પર એક મોબાઇલ ફોનના શોરૂમમાંથી કિંમતી ૧૫ નંગ મોબાઈલ ફોનની ચોરી કરનાર તેનોજ કર્મચારી પકડાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૯ નવેમ્બર ૨૫, જામનગરમાં અંબર સિનેમા રોડ પર આવેલા પ્રખ્યાત મોબાઈલ ફોનના શોરૂમમાંથી તેમાંજ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો શખ્સ રૂપિયા ૯ લાખ ૧૦ હજારની કિંમતના ૧૫ નંગ મોબાઈલ ફોન જુદા જુદા સમયે વેપારીની નજર ચૂકવી ચોરી કરી ગયો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાયા બાદ સીટી બી. ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં તેજ દુકાનમાં કામ કરનાર એકાઉન્ટ ને ચોરાઉ મોબાઈલ ફોન સાથે ઝડપી લીધો છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં શ્રીધન પેલેસમાં રહેતા અને અંબર સિનેમા રોડ પર પંચરત્ન કોમ્પ્લેક્સ માં યસ મોબાઈલ નામ નો મોબાઇલ નો શોરૂમ ધરાવતા રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ખોડુભાઈ ગોહિલ ( Rk ) , કે જેઓએ પોતાના શોરૂમમાંથી ગત તા ૫.૦૭.૨૦૨૫ થી તા ૧૭.૧૧.૨૦૨૫ ના સમયગાળા દરમિયાન અલગ અલગ સમયે રૂપિયા નવ લાખ દસ હજારની કિંમતના ૧૫ નંગ મોબાઈલ ફોન ચોરી થઈ ગયા નું સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં જાહેર કર્યું હતું.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ઉપરોક્ત સમયગાળા દરમિયાન પોતાની દુકાનમાંથી ૧૫ નંગ મોબાઈલ ફોનની ચોરી થઈ હોવાનું અને પોતાના શો રૂમમાં જ એકાઉન્ટન્ટ તરીકેનું કામ સંભાળતો કિશન ચેતનભાઇ બાવરીયા નામનો શખ્સ મોબાઇલ ફોનની ચોરી કરી લઈ ગયો હોવાનું જાહેર કર્યું હતું. જેના આધારે સીટી બી. ડિવિઝન પોલીસ ની ટુકડીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતી,તેમજ સીસીટીવી કેમેરા ની પણ મદદ લેવાઈ હતી.દરમિયાન દુકાનમાં જ કામ કરતા એકાઉન્ટન્ટ કિશન ચેતનભાઇ બાબરીયા ને ઝડપી લીધો છે. અને તેની પાસેથી ચોરાઉ મોબાઇલ ફોન કબજે કરી લીધા છે જેની વધુ પૂછપરછ ચલાવાઈ રહી છે.

જામનગર : જીવ જોખમમાં મૂકાય તેવા સ્ટંટ કરતા છેલબટાઉ તત્વો સામે પોલિસની કડક કાર્યવાહી

0

જામનગરમાં ખોડીયાર કોલોની થી સાત રસ્તા તરફ જવાના માર્ગે બેફામ ગતિએ બાઇક ચલાવનાર શખ્સને સીસીટીવી કેમેરાના ફૂટેજ ના આધારે ટ્રાફિક પોલીસે શોધી કાઢ્યો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૮,નવેમ્બર ૨૫ જામનગરમાં ખોડીયાર કોલોની થી સાત રસ્તા તરફના માર્ગે અન્ય લોકોની જિંદગી જોખમાય તે રીતે બાઈક ચલાવનાર શખ્સને પોલીસ વિભાગના સીસીટીવી કેમેરા ની મદદથી શોધી કાઢ્યો હતો, અને તેની સામે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.જામનગરમાં લાલવાડી આવાસમાં રહેતો આશિષ રમેશભાઈ ડાભી, કે જે ગત ૧૪મી તારીખે ખોડીયાર કોલોની થી સાત રસ્તા તરફના માર્ગે પુરપાટ ઝડપે પોતાનું બાઈક ચલાવતો હતો, અને અન્ય લોકોની જિંદગી જોખમાય તે રીતે પોતાનું વાહન ચલાવ્યું હોવાથી ટ્રાફિક શાખા ની ટીમે જામનગર પોલીસના કમાન્ડ કન્ટ્રોલ વિભાગ ની મદદ લીધી હતી, અને તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો.જે વાહનના રજીસ્ટ્રેશન નંબર ના આધારે ટ્રાફિક પોલીસે આખરે તેને શોધી કાઢ્યો હતો, અને જામનગરની ટ્રાફિક શાખાએ બોલાવી લીધા બાદ તેની ખરાઈ કરવામાં આવી હતી, અને તેણે પોતે ૧૪મી તારીખે બેદરકારી પૂર્વક વાહન ચલાવ્યું હોવાની કબુલાત પણ આપી હતી. જેથી ટ્રાફિક શાખા ની ફરજ પર હાજર રહેલા પોલીસ હેડ કોન્સ્ટેબલ સત્યજીતસિંહ વાળા એ તેનું જીજે ૧૦ ડી. એલ. ૨૦૫૨ નંબરનું બાઈક કબજે કરી લઈ તેને જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દેવાયો હતો, જ્યાં તેની સામે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૮૧ તેમજ એમવી એક કલમ ૧૭૭ અને ૧૮૪ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.