Saturday, October 10, 2026
Home Blog Page 43

જામનગર ના ગોરધનપરમાં મેગા ડિમોલિશન : ૧૦૦ વીધા સરકારી જમીન ખુલ્લી કરાવાઈ

0

જામનગર નજીક ગોરધનપરમાં ૧૦૦ વીઘા સરકારી જમીન પરના ગેરકાયદે બાંધકામો દૂર કરવા તંત્ર દ્વારા મેગા ડીમોલેશન હાથ ધરાયું

  • ત્રણ ઈંટોના ભઠ્ઠા, ૧૦ મકાનો, પાંચ નાની મોટી હોટલ સહિતના બાંધકામો દૂર કરવા માટે ‘પીળા પંજા’ની મદદથી કાર્યવાહી હાથ ધરાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩ ડિસેમ્બર ૨૫, જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર ગોરધનપર ગામ પાસે આવેલી આશરે ૧૦૦ વીઘા સરકારી જમીન ઉપર ગેરકાયદે ખડકાયેલા બાંધકામો દૂર કરવા માટે આજે તંત્ર દ્વારા મેઘા ડિમોલેસનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અને જામનગર ગ્રામ્ય મામલતદારની ટીમ દ્વારા મેઘા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે.ગોરધન પર નજીક મુખ્ય રોડ પાસે જ આવેલી અતિ કીમતી ૧૦૦ વીઘા સરકારી જમીન, કે જેમાં અનેક ગેરકાયદે દબાણો ખડકાઈ ગયા હતા, અને કાચા પાકા મકાનો – હોટલ, ઇટો ના ભઠ્ઠા વગેરે ખડકીને દબાણ સર્જી દેવાયું હતું.જે તમામને તંત્ર દ્વારા અગાઉથી નોટિસ આપી દેવાઇ હતી, ત્યારબાદ આજે સવારથી ઉપરોક્ત વિસ્તારમાં ‘પીળો પંજો, પડ્યો છે, અને અનેક દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેને લઈને ભારે અફડા તફડી મચી ગઈ છે. સ્થાનિકોના દેકારા ની વચ્ચે પોલીસ પેહરો ગોઠવીને ડીમોલેસનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ગોરધનપર ગામની સર્વે નંબર ૧૦૩,૧૦૪ અને ૧૦૫ નંબરની કુલ ૧૦૦ વીઘા જમીન છે, જેમાં હાલ ખેતી વિષયક ત્રણ દબાણો ખડકી દેવાયા હતા, ઉપરાંત ચાર ઈંટોના ભઠ્ઠા, ૧૦ કાચા પાકા રહેણાક મકાનો, ૪ થી ૫ નાની હોટલો વગેરે ખડકી દેવાઇ હતી,જે તમામ દબાણોને હટાવવા માટેની આજે મોટાપાયે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જામનગર ગ્રામ્ય વિભાગના પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરીયા ના સુપરવિઝનમાં ગ્રામ્ય વિભાગના મામલતદાર એમ.જે. ચાવડા અને તેઓની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જામનગરમાં “સિનિયર સીટીઝન કાર્ડ” કાઢી આપવા માટે શહેરની વિવિધ સંસ્થાઓનું આયોજન

0

જામનગર શહેરમાં વસવાટ કરતા વરિષ્ઠ નાગરિકો માટેના “સિનિયર સીટીઝન કાર્ડ’ કાઢી આપવા માટે શહેરની વિવિધ સંસ્થાઓનું આયોજન

દેશ દેવી ન્યુઝ જામનગર  તા ૩, ડિસેમ્બર ૨૫ જામનગર શહેરમાં વસવાટ કરતા અને ૬૦ વર્ષ પુરા થઇ ગયા હોય તેવા વરિષ્ટ નાગરીકો ને સરકાર દ્વારા “સિનિયર સીટીઝન કાર્ડ” આપવામાં આવનાર છે. જે વરિષ્ઠ નાગરિકોએ આ કાર્ડ કઢાવેલું હશે, તેઓને સરકારની અનેક યોજના નો લાભ મળી શકશે.વરિષ્ટ નાગરીકો ને “સિનિયર સીટીઝન કાર્ડ” મેળવવા સહાયરૂપ થવા માટે જામનગર ના બી.જે.એસ. જૈન સંગઠન 7 ફાઉન્ડેશન-જામનગર અને જૈન સોશ્યલ ગ્રુપ નવાનગર, જામનગર દ્વારા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં તા. ૮-૧૨-૨૦૨૫ સોમવારે સવારે ૧૦ થી ૧ અને બપોરે 3 થી ૬ દરમ્યાન ૬૦ વર્ષ કે તેથી વધુ ઉમરના વરિષ્ટ નાગરીકો એ જરૂરી ડોકયુમેન્ટ સાથે આવવાનું રહેશે. સંસ્થા ના કાર્યકરતાઓ યોગ્ય રીતે ફોર્મ ભરી, ડોકયુમેન્ટ ચકાસી અને ફોર્મ સક્ષમ અધિકારી ને કાર્ડ ની કાર્યવાહી કરવા માટે સોપી દેશે.જેમનો વારો આવશે તેમને ફોન થી જાણ કરીને સેવા-સદન માં રૂબરૂ ફોટા પડાવવા જવા માટેની જાણકારી આપવામાં આવશે.આ કેમ્પ પૂરો થયા બાદ જામનગર શહેર માં અન્ય સ્થળે પણ આ પ્રકાર ના કેમ્પનું આયોજન કરી વરિષ્ટ નાગરીકો ને સહાય કરવામાં આવશે.

જામનગરના અતિ ચકચારી બનેલા વ્યાજવટાવ કેસમાં ધર્મેશ રાણપરીયા ને જામીન મુક્ત કરતી સેસન્સ કોર્ટ

0

જામનગરના અતિ ચકચારી એવા પ્રકરણમાં ધર્મેશ રાણપરિયાને જામીનમુક્ત કરતી સેશન્સ કોર્ટ

  • વ્યાજના ચંગુલમાં ફસાયેલ બ્રાસ પાર્ટના કારખાનેદાર વેપારીને ગોંધી રાખી માનસીક ટોર્ચર કરી અને કાર લઈ ગયેલ અને ચેકો લઈ લીધેલા

  • કારખાનેદારને ઝેરી દવા પી જવા મજબુર કરવાના કેસમાં જામીન મુક્ત કરતી નામદાર જામનગર સેશન્સ કોર્ટ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૩ ડિસેમ્બર ૨૫ આ ચકચારી કેસની હકીકત એવી હતી કે, જામનગરમાં રહેતા બ્રાસ કારખાનેદાર લાલજીભાઈ સવજીભાઈ મારકણાના પત્ની સુધાબેન દ્વારા તા. ૨૬/૦૯/૨૦૨૫ ના રોજ એ મુજબની ફરિયાદ નોંધાવેલ કે, તેમના પતિ લાલજીભાઇને ધંધાકીય કામ સબબ નાણાની જરૂરિયાત ઉપસ્થિત થતાં જામનગરમાં વસવાટ કરતાં ધર્મેશ મૂળજીભાઈ રાણપરિયા અને અન્ય ઉપેન્દ્ર રમેશભાઈ ચંદ્રા, કિરીટ અરુણભાઈ ગંઢા, હરીશ પ્રભુભાઈ ગંઢા, જેઠા નાથાભાઇ હાથલિયા ઇસમો સાથે નાણાકીય વ્યવહાર કરેલ હોય અને સદરહુ ઇસમો માથી લાલજીભાઈ દ્વારા ધર્મેશ મૂળજીભાઈ રાણપરિયા પાસેથી પચીસ લાખ વ્યાજે લીધેલ હોય અને તેના બદલામાં ૨૦% વ્યાજ ચૂકવતા હોય બાદમાં વ્યાજના ચૂકવી શકતા ધર્મેશ મૂળજીભાઈ રાણપરિયાએ લાલજીભાઈના કારખાનેથી બ્રાસના મશીનો લઈ ગયેલ હોય અને બાદમાં તેના ગોડાઉનમાં લાલજીભાઈને ૨૦ થી ૨૫ દિવસ ગોંધી રાખી ધાક-ધમકીઓ આપેલ અને સદરહુ ઇસમો પાસેથી લીધેલ પૈસાનું વ્યાજ ચૂકવી શકેલ ન હોય જેથી સદરહુ ઇસમો દ્વારા પઠાની-ઉઘરાણી કરી મશીનરી, વાહનો અને ચેકો કઢાવી લઈ માનશિક અસહ્ય ત્રાસ આપી મારી નાખવાની ધમકી આપી લાલજીભાઈ દ્વારા જેરી દવા પી જઈ આપઘાત કરવાની કોસીસ કરવાની ફરજ પડેલ હોય તે અંગેનો ગુન્હો લાલજીભાઈના પત્ની સુધાબેન દ્વારા જામ સિટી “એ” ડિવી. પો. સ્ટેશનમાં નોંધાવતાં પોલીસ અધિકારી દ્વારા BNS ની કલમ ૧૨૭(૪), ૧૪૦(૩), ૩૦૮(૫), ૩૫૧(૩), ૩(૫) તથા ગુજરાત નાણાં ધીરધાર કરનારા બાબત અધિનિયમની કલમ ૪૦, ૪૨(D), ૪૩, ૪૪ વિ. મુજબની ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. અને ફરિયાદ નોંધ્યા બાદ પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરી તમામ આરોપીઓની ઘર-પકડ કરવામાં આવેલ હતી.પોલીસ દ્વારા આ કામની તપાસ કરવામાં આવેલ અને ભોગ બનનાર લાલજીભાઈનું નિવેદન લેવામાં આવેલ જેમાં પણ તેઓને આ ધર્મેશભાઈએ આગલા કેશમાં સમાધાન કરવા માટે વાત-ચિત કરેલ હોય અને તે માટે પૈસા પણ લીધેલ હોય તે મુજબનું નિવેદન નોંધવામાં આવેલ અને તમામ આરોપીઓ વિરુદ્ધ જુદી-જુદી રીતે, જુદી-જુદી દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલ અને સંપૂર્ણ પોલીસ તપાસના અંતે સદરહુ ઇસમો પૈકી ધર્મેશ મૂળજીભાઈ રાણપરિયા દ્રારા જામનગરની સેશન્સ કોર્ટમાં જામીન ઉપર મુક્ત થવા તેમના વકીલ મારફત જામીન ઉપર મુક્ત થવા અરજી દાખલ કરેલ, જેમાં આરોપીના વકીલ ની દલીલોને યાને લઈ નામદાર શેસન્સ કોર્ટે દ્વારા ધર્મેશ મૂળજીભાઈ રાણપરિયાને ન્યાયના હિતમાં જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ ફરમાવેલો હતો.ઉપરોક્ત કામે આરોપીઓ તરફે જામનગરના યુવા ધારાશાસ્ત્રી શ્રી જયેન્દ્રસિંહ એન. ઝાલા, હરપાલસિંહ પી. ઝાલા, કેયૂર કે. અજુડીયા રોકાયેલા હતા.

જામનગરમાં રેન્જ આઇજી અશોકકુમાર યાદવ ની ઉપસ્થિતિમાં જિલ્લાની ક્રાઈમ કોંફરન્સ યોજાઈ

0

જામનગરમાં આજે રાજકોટ રેન્જના પોલીસ મહા નિરીક્ષક અશોકકુમાર યાદવ ની ઉપસ્થિતિમાં જિલ્લાની ક્રાઈમ કોંફરન્સ યોજાઈ

  • જામનગર જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શનના અનુસંધાને પોલીસ હેડક્વાર્ટસમાં તમામ પોલીસ અધિકારી અને જવાનોની પોલીસ પરેડ યોજાઇ

દેશ દેવી ન્યુઝજામનગર તા ૨ડિસેમ્બર ર૫, જામનગર જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શનના અનુસંધાને આજે રાજકોટ ના આઈ.જી.પી અશોકકુમાર યાદવ નું આગમન થયું હતું, સૌપ્રથમ તેઓને ગાર્ડ ઓફ ઓર્નર અપાયું હતું, અને તેઓની ઉપસ્થિતિમાં પોલીસ હેડક્વાર્ટરમાં સમગ્ર પોલીસ વિભાગની પરેડ યોજાઇ હતી, જેમાં આઈ.જી. દ્વારા સલામી જીલવામાં આવી હતી. જામનગર જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શનના અનુસંધાને પોલીસ હેડક્વાર્ટરમાં જિલ્લાના તમામ પોલીસ અધિકારી કર્મચારીઓની સતર્કતા ચકાસવાના અનુસંધાને વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા.રાજકોટ રેન્જ ના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ ના સીધા માર્ગદર્શન મુજબ પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની ની ઉપસ્થિતિમાં સમગ્ર જામનગર જિલ્લા ની જનતાની સુરક્ષા માટે અધિકારીશ્રીઓ સાથે સંકલન કરીને, આઈ.જી. અશોક કુમાર યાદવ દ્વારા જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા, જ્યારે કોઈ પણ બનાવ બનતાની સાથે જ ત્વરીત અને અસરકારક કામગીરી કરવા તેમજ પ્રજા શાંતિમય રીતે હરી-ફરી શકે તે માટે તમામ અધિકારીઓ અને સમગ્ર પોલીસ સ્ટાફને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જામનગર જીલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન ના અનુસંધાને જિલ્લાના કાઇમ અંગેની કાર્યવાહી ના સંદર્ભમાં જામનગર જીલ્લામાં સને-૨૦૨૫ના વર્ષમાં શરીર સબંધી, મિલકત સબંધી ગુન્હામાં ગત વર્ષની સરખાણીમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાનું જણાવ્યું હતું.તદઉપરાંત જીલ્લામાં શરીર સબંધી ગુનાઓ જેમાં ખૂન, ખૂનની કોશિષ, શરીર સબંધી, રાયોટીંગના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમોને ત્વરીત શોધી કાઢી આરોપીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હોવાની પણ ખાસ નોંધ લેવાઈ છે, તેમજ જીલ્લામાં ગુન્હા આચરી ફરારી રહેલાં લીસ્ટેડ નાસતા ફરતા આરોપીઓને પકડવામાં પણ અસરકારક કામગીરી કરવામાં આવી છે. જેની સમીક્ષા કરવામાં આવી હતી.જામનગર જિલ્લામા પ્રોહીબીશન, જુગાર ,આર્મ્સ એકટ, નાર્કોટીકસ હેઠળ નાગુના સંબંધે પણ અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે જામનગર જીલ્લામાં યુવાનો વ્યસનથી દૂર રહે, નશાની બદી સંપુર્ણ નેસ્તાનાબૂદ થાય, તે અંગે પરિણામલક્ષી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જામનગર જીલ્લામાં સને-૨૦૨૫ ના વર્ષમાં પ્રોહીબીશન ધારા કેસ – ૯૧૦૩, જુગાર ધારા કેસ – ૭૭૬, નાર્કોટીકસ એક્ટ હેઠળ ૦૭ કેસ, આર્મ્સ એકટ ના ૧૦ કેસ, જી.પી.એકટ – ૧૩૫(૧) હથિયાર ધારા જાહેરનામા ભંગ કેસ ૮૫૯ કેસો શોધી કાઢી અટકાયતી કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે મિલકત સબંધી ગુન્હા આચરનાર ઇસમ વિરૂધ્ધ ગેંગ કેસ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. સને-૨૦૨૫ ના વર્ષમાં જામનગર જીલ્લામાં ધાડ-લૂંટ, ઘરફોડ- ચોરીઓ આચરનાર ઇસમોની ગેંગ વિરૂધ્ધ – ૦૨ ગેંગ કેસો કરવામાં આવ્યા છે, જેના કારણે મિલકત સબંધી ગુન્હા અંકુશમાં આવ્યા છે.આ ઉપરાંત મિલકત સબંધી ગુન્હા આચરનાર ઇસમો ઉપર ડી.જી.પી. ના “મેન્ટર પ્રોજેકટ અંતર્ગત દરેક ઇસમો ઉપર પોલીસ કર્મચારીની મેન્ટર તરીકે નિમણુક કરી દેખરેખ રાખવામાં આવે છે. તદઉપરાંત આ ઇસમોની પ્રવૃતિ ઉપર સતત મોનીટરીંગ રાખી, ફિઝીકલ ચેક કરવામાં આવી રહ્યા છે.જામનગર જિલ્લામાં વર્ષ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના ભાગરૂપે અને અટકાયતિ પગલાઓ લેવામાં આવ્યા છે, અને સુલેહ શાંતિ ભંગ કરનારા કુલ ૧૧,૨૯૧ વ્યક્તિ વિરુદ્ધ અટકાયતી કાર્યવાહી કરવામાં આવી છે. જયારે અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા ના ભાગરૂપે કુલ ૬૬ વ્યક્તિઓની પાસા હેઠળ અટકાયત કરાઈ છે, જ્યારે હાથ પારીના ૭૦ કેસ કરવામાં આવ્યા છે.જામનગર જિલ્લામાં મહિલાઓની સુરક્ષા માટે નવરાત્રી દરમિયાન કુલ ૩૦ જેટલી ‘સી’ ટિમ કાર્યરત બનાવવામાં આવી હતી, અને ૭૫ જેટલી એન્ટી રોમીઓ ટિમ પણ બનાવીને કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં હોમગાર્ડ તેમજ ગ્રામ્ય રક્ષક દળ મળીને કુલ ૮૦૦ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ ના માધ્યમથી સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી, અને નવરાત્રીમાં નારીઓને કડક સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી.જામનગર જિલ્લામાં કુલ છ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી હતી, અને અવાવરું જગ્યાઓ વગેરે સ્થળે માઉન્ટેડ યુનિટ દ્વારા પણ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. ઉપરાંત નેત્રમ કમાન કંટ્રોલના કાર્યરત સીસીટીવી યુનિટ દ્વારા પણ સતત મોનિટરિંગ ની કાર્યવાહી કરવામાં આવી રહી છે.ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલા જનરક્ષક ૧૧૨ હેલ્પલાઇન તેમજ મહિલાઓની સુરક્ષાની જનજાગૃતિ માટે નવરાત્રી સહિતના સ્થળો ઉપર બેનર, સ્ટેન્ડી, સેલ્ફી પોઇન્ટ વગેરે રાખવામાં આવ્યા હતા, અને તે બાબતેના કેટલાક વિઝ્યુલ પણ પ્રજાજનોને દર્શાવીને નારી સુરક્ષા ના સંદર્ભમાં વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે સર્વે બાબતને નોંધ લેવામાં આવી છે. પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ પરેડ ઉપરાંત અશ્વના કરતબો અને સ્નિફર ડોગ ની એક્ટિવિટી રજુ કરવામાં આવી હતી. અને તેનું પણ આઈજી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતુંજામનગર જિલ્લાના પોલીસ તંત્રની ફિઝિકલ ફિટનેશ ની ચકાસણીના ભાગરૂપે પણ મોકડ્રીલ સહિતના આયોજન થયા હતા, અને આતંકવાદી હુમલો થાય તો તે પરિસ્થિતિમાં કઈ રીતે પહોંચવું, તે સંદર્ભમાં તમામ પ્રકારની એક્ટિવિટી સમગ્ર જિલ્લાભરના પોલીસ કર્મચારીઓ દ્વારા હાથ ધરી લેવામાં આવી હતી, અને આઇજી અશોકકુમાર યાદવ દ્વારા તમામ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લાની પ્રજાને પૂરતી સુરક્ષા મળી રહે, ઉપરાંત સાયબર ફ્રોડના ગુનાઓ અંકુશમાં રહે, અને લોકો સાઇબર ટોળકી થી સાવચેત રહે, તે સંદર્ભમાં અનેક પ્રવૃત્તિઓ સાઇબર સેલ દ્વારા ચલાવવામાં આવી રહી છે. જે અંગે પણ અસરકારક કામગીરીની નોંધ લેવામાં આવી હતી.ઉપરાંત દરિયાઈ સુરક્ષાના ભાગરૂપે એલસીબી અને એસ.ઓ.જી. વિભાગ ની પોલીસ ટીમ દ્વારા સમગ્ર જિલ્લામાં અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, તમામ લેન્ડિંગ પોઇન્ટ પર ચેકિંગ જ્યારે દરિયાકાંઠા વિસ્તારના લોકોને લોકજાગૃતિના સંદર્ભમાં સેમિનાર યોજવા સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે તમામ પ્રવૃત્તિનોનું વાર્ષિક નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.

જામજોધપુર પંથકમાં ત્રણ દિવસમાં બીજી હત્યા ની ઘટનાથી સનસની

0

જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં માત્ર ત્રણ દિવસનાજ સમયગાળામાં હત્યાની બીજી ઘટના બનતાં ભારે હાહાકાર

  • જામજોધપુરના પરડવા ગામમાં ખેત મજૂરી કામ કરતા પર પ્રાંતીય શ્રમિક યુવાનની પત્ની અને સાળાએજ હત્યા કર્યા નું સામે આવતાં ભારે ચકચાર

  • આગલા ઘરની પુત્રીઓ સાથે અડપલાં કરતો હોવાના કારણે ભાઈ બહેનને કાસળ કાઢી નાખ્યું: પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહ ને કોથળામાં બાંધી પથ્થર સાથે કુવામાં ફેંકી દીધો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૦૧ ડિસેમ્બર ૨૫ જામજોધપુર પંથકમાં માર્કેટિંગ યાર્ડમાં એક મહિલાની તેના પતિ દ્વારા જ હત્યા નિપજાવ્યાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં જ પત્ની દ્વારા પતિની હત્યા નિપજાવ્યાનો વધુ એક કિસ્સો સામે આવતાં હાહાકાર મચી ગયો છે. જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં એક વાડીમાં ખેત મજૂરી કામ કરતા શ્રમિક યુવાન ઉપર તેની જ પત્ની અને સાળાએ લાકડાના ધોકા વડે હુમલો કરી હત્યા નિપજાવી પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને કોથળામાં પથ્થર સાથે બાંધીને કુવામાં ફેંકી દીધો હતો. પાપ છાપરે ચડીને પોકારે, તે રીતે દુર્ગંધ આવતાં આખરે સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું, અને કોથળામાંથી મૃતદેહ મળી આવતાં પોલીસ તપાસમાં સમગ્ર ઘટના પરથી પરદો ઉચકાયો હતો, અને મૃતક ની ઓળખ થઈ હતી. તેની પત્ની અને સાળાએ જ હત્યા નિપજાવી હોવાનું સામે આવતાં પોલીસે બંને સામે હત્યા અંગેનો અપરાધ નોંધ્યો છે, અને અટકાયત કરી લીધી છે. પોતાની આગલા ઘરની પુત્રીઓ સાથે મૃતક અડપલાં કરતો હોવાના કારણે આ હત્યા કરી હોવાનું પણ સામે આવ્યું છે.જામજોધપુર પંથકમાં ભારે ચકચાર જગાવનારા આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં રહેતા ખેડુત નાગાભાઈ ભીખાભાઈ જાડેજા ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની સોહમ ઉર્ફે કાળુ રામકીશનભાઈ ભાભોર કેજે છેલ્લા કેટલાક દિવસથી લાપતા બન્યો હતો, અને તેની પત્ની રાધાબેન તેમજ તાજેતરમાં જ તેમની સાથે કામ કરવા માટે આવેલો રાધા બેનનો ભાઈ પત્તલસિંગ ગુલસિંગ ધારવે કે જે બંનેએ મૃતક સોહમ પોતાના વતનમાં ગયો છે, તેવું વાડી માલિકને જણાવ્યું હતું. ત્યારબાદ વાડીમાં અજગર નીકળે છે, તેવા બહાનાઓ બતાવીને બીજી વાડીમાં કામ કરવા માટે બન્ને ચાલ્યા ગયા હતા.

દરમિયાન ગઈકાલે બાજુની વાડીના ખેડૂતોને કુવામાં દુર્ગંધ આવતી હોવાથી તેઓએ ૧૧૨ નંબરની જનરક્ષક પોલીસ ટીમને બોલાવી લીધી હતી, અને તપાસણી કરતાં કોથળામાંથી બે માનવ ના પગ દેખાયા હતા. ત્યારબાદ કોથળા ને બહાર કઢાવીને ચેક કરતાં તેમાંથી સોહમ રામકિશન ભાભોર નો કોહવાઈ ગયેલા મૃતદેહ મળી આવ્યો હતો. આથી પોલીસ તંત્ર ચોકી ગયું હતું.દરમિયાન જામજોધપુરના પી.આઈ. એ. એસ. રબારી અને તેઓની ટીમે મૃતક ની પત્ની રાધાબેન અને પત્તલસિગ કે જેઓ અન્ય વાડીમાં કામ કરતા હતા, તે બંનેને બોલાવીને તેઓની પૂછપરછ કરતાં આખરે તેઓ બંનેએ જ આ હત્યા નિપજાવી હોવાનું અને પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહ અને પથ્થર સાથે કોથળામાં બાંધી કૂવામાં ફેંકી દીધો હોવાની કબુલાત આપી હતી.પૃથક ની પત્ની રાધાએ જણાવ્યું હતું કે પોતાની સાથે સોહમ ના લગ્ન પહેલા અગાઉ પણ લગ્ન થયા હતા જે પૈકી બે પુત્રીઓ જન્મી હતી, જે પોતાની સાથે રહેતી હતી. બનાવની રાત્રે આગલા ઘરની પુત્રીઓને શુભમ અડપલા કરી હેરાન પરેશાન કરી રહ્યો હોવાથી ઉસકેરાટમાં આવી જઈ, રાધાબેન અને તેના ભાઈ પત્તલસિંગે સાથે મળીને લાકડાના ધોકા થી સોહમ ને માર મારી પતાવી દીધો હતો, પુરાવાનો નાશ કરવાના ભાગરૂપે મૃતદેહને કોથળામાં પથ્થર સાથે બાંધીને કુવામાં ફેંકીને પોતે બીજી વાડીમાં રહેવા ચાલ્યા ગયા હતા. પરંતુ પાપ છાપરે ચડીને પોકારે, તેમ આખરે મામલો સામે આવી ગયો હતો, અને પોલીસે હત્યા કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે.

આ સમગ્ર પ્રકરણમાં પોલીસ દ્વારા વાડી માલિક નગાભાઈ ભીખાભાઈ જાડેજા ની ફરિયાદ ના આધારે તેના ખેત મજુર સોહમની હત્યા નીપજાવવા અંગે સોહમની જ પત્ની રાધાબેન અને તેના સાળા પત્તલસિંગ સામે હત્યા અંગે અને પુરાવાનો નાશ કરવા સંબંધેની જુદી જુદી કલમો હેઠળ નોંધ્યો છે, અને બંને ની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવાઈ રહી છે.

કાલાવડ તાલુકાના મોટા પાંચ દેવડા ગામમાં મોડી રાત્રે એક ખેડૂતની વાડીમાં ધાડપાડુ ગેંગ ત્રાટકી

0

કાલાવડ તાલુકાના મોટા પાંચ દેવડા ગામમાં મોડી રાત્રે એક ખેડૂતની વાડીમાં ધાડપાડુ ગેંગ ત્રાટકી

  • વાડીમાં સુતેલા વૃદ્ધ ખેડૂત દંપતિ પર હુમલો કરી દઈ રૂપિયા ૬૫,૦૦૦ ની કિંમતના સોનાના ઘરેણા ની લૂંટ-ધાડ ચલાવ્યાની પોલીસ ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર

  • ઇજાગ્રસ્ત ખેડૂત દંપત્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયું: ધાડપાડુ ગેંગના ચાર સભ્યોને શોધવા માટે પોલીસના રાત ઉજાગરા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૦૧ ડિસેમ્બર ૨૫ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મોટા પાંચ દેવડા ગામમાં વાડી વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે ધાડ પાડવા માટે એક લૂંટારું- ધાડપાડુ ગેંગ ત્રાટકી હતી, અને એક વૃદ્ધ ખેડૂત દંપત્તિની વાડીમાં ઘૂસી જઇ વૃદ્ધ દંપતિ ઉપર હુમલો કરી દઈ ઘાયલ કરી દીધા હતા અને વૃદ્ધ મહિલાના કાનમાંથી તેમજ ઘરમાં પડેલા રૂપિયા ૬૫,૦૦૦ ની કિંમતના સોનાના ઘરેણા ની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા. ઇજાગ્રસ્ત ખેડુત દંપતિ હાલ સારવાર હેઠળ છે, જયારે પોલીસે ચાર લૂંટારૂ -ધાડપાડુ ગેંગ સામે ગુનો નોંધ્યો છે, જેની શોધખોળ ચલાવાઇ રહી છે.આ બનાવવાની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના મોટા પાંચ દેવડા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા વિરાંગભાઈ ભીખાભાઈ અજુડીયા નામના ખેડૂત યુવાને પોતાના વૃદ્ધ દાદા દાદી ઉપર હુમલો કરી દઈ પોતાના ઘરમાંથી રૂપિયા ૬૫ હજારની કિંમતના સોનાના ઘરેણા ની લૂંટ ચલાવવા અંગે ચાર અજાણ્યા લૂંટારૂ ધાડપાડુઓ સામે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.જી. પનારા અને તેઓની સમગ્ર ટીમ મોડી રાત્રે દોડતી થઈ હતી, અને ધાડપાડુ ગેંગ ને ઝડપી લેવા માટે કવાયત કરી હતી. પરંતુ હજુ સુધી તેઓનો કોઈ પત્તો સાંપડ્યો નથી, જેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી વિરમભાઈ, કે જેઓ ખેતી કામ કરે છે. તેના માતા સુરત લગ્ન પ્રસંગમાં ગયા હતા, જયારે તેમના પિતા અલગ અન્ય ગામમાં રહે છે. અને તેઓના વૃદ્ધ દાદા કાબાભાઈ તેમજ દાદી હિરુબેન, કે જેઓ ગઈકાલે રાત્રે વાડીમાં સુતા હતા. જયારે પોતે બાજુના ગામમાં લગ્ન પ્રસંગ હોવાથી ડીજે ઓપરેટ કરવા માટે અન્ય મિત્ર સાથે ગયા હતા. દરમિયાન મોડી રાત્રે ૪ લૂંટારુ શખ્સો તેઓની વાડીમાં ત્રાટક્યા હતા, અને બુઝુર્ગ દંપત્તિ પર હુમલો કરી દઈ ઇજાગ્રસ્ત બનાવ્યા હતા.જેમાં હીરૂ બેનના કાનમાં પહેરેલા બે તોલા સોનાના કાપ ઉપરાંત ઘરમાં પડેલી ચાંદીની વીંટી તથા બંગડી સહિત કુલ ૬૫ હજાર રૂપિયા ના ઘરેણાંની લૂંટ ચલાવી હતી, અને ઘરનો માલ સામાન વેર વિખેર કરી લૂંટારુઓ ભાગી છૂટ્યા હતા. આખરે બાજુની વાડી ના ખેડૂતોને ધ્યાન પડતાં તેઓએ તાત્કાલિક અસરથી ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે બન્ને ઇજાગ્રસ્તો ને સારવાર માટે પહોંચાડવામાં મદદ કરી હતી. જ્યારે બાજુના ગામમાંથી પૌત્ર વિરાંગભાઈ પણ મોટા પાંચડા આવી ગયા હતા, અને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે.

જામનગર : કાલાવડના નાનીભગેડી ગામે ભેંસના ચાર પગ બાંધી મોતને ઘાટ ઉતારી દીધી

0

કાલાવડ તાલુકાના નાની ભગેડી ગામમાં પશુ પ્રત્યે કુરતા ભર્યા કિસ્સાને લઈને પશુ પ્રેમીઓમાં ભારે કચવાટ ફેલાયો

  • એક ખેડૂત ના વાડામાં બાંધેલી ભેંસને કોઈ અજ્ઞાત શખ્સે ચારેય હાથ પગ બાંધી મૂઢ માર મારી મૃત્યુ નીપજાવવાની પોલીસ ફરિયાદ

  • ભેસ નું નિષ્ણાત ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરાવામાં આવ્યું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩૦,નવેમ્બર ૨૫ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા ના નાની ભગેડી ગામમાં રહેતા એક ખેડૂતની વાડીમાં બાંધવામાં આવેલી એક ભેંસ પ્રત્યે કોઈ નરાધમ દ્વારા ક્રૂરતા પૂર્વકનું કૃત્ય કરવામાં આવ્યું હતું, અને ભેંસને દોરડે બાંધીને મૂઢ માર મારી તેનું મૃત્યુ નિપજાવ્યું હતું. જે બનાવને લઈને પશુ પ્રેમીઓમાં ભારે કચવાર જોવા મળી રહ્યો છે.કાલાવડ તાલુકાના નાની ભગેડી ગામના ખેડૂત રમેશભાઈ દામજીભાઈ સાંગાણી કે જેઓએ પોતાની વાડી માં ખીજડાના ઝાડ નીચે એક ભેંસ બાંધીને રાખી હતી, જે ભેંસના કોઈ અજ્ઞાત શખ્સે ચારેય પગ દોરડેથી બાંધી દીધા હતા, ત્યારબાદ તેના માથાના ભાગે તેમજ પેટના તથા શરીરના અન્ય ભાગોમાં મૂઢ માર મારી ભેંસનું મૃત્યુ નીપજાવ્યું હતું.આ બનાવને લઈને ખેડૂત તેમજ આસપાસના પરિવારમાં ભારે ગમગીની ફેલાઈ હતી, અને લોકોમાં કચવાટ જોવા મળ્યો હતો. આ મામલાને કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ખેડૂત રમેશભાઈ દામજીભાઈ સાંગાણી દ્વારા પોતાની વાડીમાં ઘૂસી જઈ પોતાની ૭૦ હજાર રૂપિયા ની કિંમત ની ભેંસને બાંધી ક્રૂરતા પૂર્વક મારી નાખવા અંગે ની ફરિયાદ નોંધાવતાં પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.એમ. પરમારે પ્રાણી પ્રત્યે ક્રૂરતા નિવારણ અધિનિયમ ૧૯૬૦ ની કલમ ૧૧ એ ની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને આ આ કૃત્ય આચરનાર આરોપી ની શોધ ખોળ હાથ ધરી છે.

જામનગરમાં એક યુવતીનો પીછો કરીને ઈશારા કરનાર શખ્સ સામે પોલીસે ગુનો નોંધ્યો

0

જામનગરમાં ખંભાળિયા ગેઇટ વિસ્તારમાંથી પસાર થઈ રહેલી એક યુવતી નો પીછો કરી ને ઈશારા કરનાર શખ્સ સામે પોલીસે ગુનો નોંધ્યો

  • અગાઉ યુવતી ની માતાએ પણ આરોપી સામે પોકસો સહિતની ફરિયાદ નોંધાવી હતી, જે કોર્ટ કેસ પણ હાલ ચાલી રહ્યો છે

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૯ નવેમ્બર ૨૫, જામનગરમાં ખંભાળિયા ગેઇટ વિસ્તારમાં થી પસાર થઈ રહેલી ૧૮ વર્ષની એક યૂવતી નો પીછો કરી પછી એકલા મળવા માટે ના ઈશારા કરનાર જામનગરના ફૂલીયા હનુમાન મંદિર પાસે રહેતા રાજ દેવશીભાઈ માતંગ સામે પોલીસે ગુનો નોધ્યો છે, અને ખંભાળિયા ગેઇટ પોલીસ ચોકીના પી.એસ.આઇ એમ. કે. બ્લોચ આ બનાવ અંગે વધુ તપાસ ચલાવી રહ્યા છે.ફરિયાદી યુવતી તેના પિતા સાથે ગઈકાલે એક સ્ટુડીયોમાં ફોટા પડાવવા માટે આવી હતી, જે ફોટા લેવા માટે પિતા અંદર ગયા હતા. દરમિયાન યુવતી નો પીછો કરીને આરોપી તેની પાસે આવીને ઊભો રહ્યો હતો, અને પાછળથી મળવા માટેના ઈશારાઓ કરી રહ્યો હતો.જે દરમિયાન યુવતીના પિતા આવીને જોઈ ગયા હતા. જે પોતાની પુત્રીને લઈને ઘેર પહોંચ્યા હતા, ત્યાર પછી માતા સમક્ષ યુવતીએ સમગ્ર વાત કરી હતી, આથી આ મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પોલીસ ફરિયાદ કરાઈ છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે ફરિયાદી યુવતી ની માતાએ પણ આરોપી વિરૂધ અગાઉ પોકસો સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી, અને જે કોર્ટ કેસ પણ હાલ ચાલી રહ્યો છે. જેના મન દુઃખના કારણે આરોપી યુવતીનો પીછો કરી રહ્યો હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જણાવાયુ છે.

જામનગર માં એક સગર્ભા પરણીતાને તેણીના સાસરિયાઓએ ‘તું ડાકણ છો’ તેમ કહી ઘરમાંથી હાંકી કાઢી

0

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતી એક સગર્ભા પરણીતાને તેણીના સાસરિયાઓએ ‘તું ડાકણ છો’ તેમ કહી મારકુટ કરી ઘરમાંથી હાંકી કાઢ્યા ની પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૮,નવેમ્બર ૨૫ જામનગરના ગોકુલ નગર નજીક મયુર નગર શેરી નંબર બે માં રહેતી દક્ષાબેન અજયભાઈ વરદોડીયા નામની ૩૨ વર્ષની સગર્ભા પરણીતા ને તેણીના સાસરીયાઓએ તું ડાકણ છો, તેમ કહી મારકુટ કરી ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢ્યા ની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.જે ફરિયાદના અનુસંધાને પોલીસે દક્ષાબેન ના પતિ અજયભાઈ હરેશભાઈ વરદોડીયા, સસરા હરેશભાઈ લખુભાઈ વરદોડીયા, સાસુ વિજયાબેન હરેશભાઈ વરદોડિયા, અને નણંદ રીનાબેન વિરમભાઈ રાઠોડ સામે બીએનએસ -૨૦૩૩ ની કલમ ૮૫,૧૧૫ (૨), ૩૫૨ અને ૫૪ મુજબ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર દક્ષાબેન ના લગ્ન અજય વરદોડીયા સાથે આજથી ૯ વર્ષ પહેલા થયા હતા. જે લગ્ન થકી એક પુત્રી નો જન્મ થયો હતો, જે હાલ છ વર્ષની છે, અને તેણી મંદબુદ્ધિની છે. જ્યારે હાલમાં દક્ષાબેન પોતે ગર્ભવતી છે, અને ચાર માસનો ગર્ભ છે.દક્ષાબેન ના સસરા તું ડાકણ છે, અને જાદુટોના કરે છે, તેમ કહી ત્રાસ ગુજારતા હતા. સાસુ સસરા ના ત્રાસ ના કારણે થોડો સમય પતિ પત્ની અલગ રહેતા હતા. પરંતુ હાલમાં દક્ષાબેન ના દિયર ના લગ્ન હોવાથી ઘરમાં હાજર ન રહે તે માટે દક્ષાબેનને ઘરમાંથી હાંકી કાઢી હતી. જેથી તેણી પોતાની માતાને ઘેર પડધરી રહેવા માટે ચાલી ગઈ હતી.ત્યારબાદ પતિએ તેણીનો અને પુત્રીનો સામાન લઈ જવાનું કહ્યું હતું, જેથી દક્ષાબેન પોતાનો સામાન લેવા માટે આવતાં તમામ આરોપીઓએ ઢીકા પાટુ નો માર માર્યો હતો, અને સગર્ભા હોવા છતાં લાતો મારી ઘરમાંથી હાંકી કાઢી હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

જામનગર માં પ્રખ્યાત હોટલ ભાગીદારના ઝઘડામાં એકાઉન્ટન્ટ નો ‘ખો’ નીકળી ગયો : ૧૩ સામે હત્યાનો પ્રયાસ અંગે ગુનો નોંધાયો

0

જામનગરની પ્રખ્યાત વિશાલ હોટલના બે ભાગીદારો વચ્ચેના ઝઘડામાં ૨૫ વર્ષથી હોટલમાં કામ કરતા એકાઉન્ટન્ટ નો ‘ખો’ નીકળી ગયો

  • એકાઉટન્ટ પર એક ભાગીદાર ના મળતીયાઓ દ્વારા નોકરી છોડી દેવા માટે ધમકી આપી જીવલેણ હુમલો કરી દેવાતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો

  • હોટલના એક ભાગીદાર અને તેના મળતીયાઓ સહિત ૧૩ આરોપીઓ સામે હત્યા પ્રયાસ અંગે ગુનો નોંધાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૭, નવેમ્બર ૨૫ જામનગર ની પ્રખ્યાત વિશાલ હોટલ ઇન્ટરનેશનલ નો બે ભાગીદારો વચ્ચેનો ઝઘડો ચરમશીમાએ પહોંચ્યો છે, અને તેમાં નોકરી કરતા એક કર્મચારીનો દાવ લેવાયો છે. અને તેના પર એક ભાગીદાર સહિત ૧૩ જેટલા શખ્સોએ જીવલેણ હુમલો કરી દીધો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે. ઇજાગ્રસ્ત યુવાન હાલ જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સત્યમ કોલોની વિસ્તારમાં રહેતા અને જામનગરની વિશાલ હોટલ ઇન્ટરનેશનલમાં છેલ્લા ૨૫ વર્ષથી એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા અમિત ચંદુભાઈ ચુડાસમા નામના ૪૮ વર્ષના યુવાને પોતાના ઉપર લોખંડના પાઇપ, લાકડાના ધોકા, લાકડીઓ સહિતના હથિયારો વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવા અંગે મિલન હંજળા, અનિલ ભદ્રા, કિરીટભાઈ ભદ્રા અને અન્ય ૧૦ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ઇજાગ્રસ્ત યુવાનને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે અને હાલ ત્યાં તેની સધન સારવાર ચાલી રહી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી અમિત ચૂડાસમા કે જેની હોટલના બે ભાગીદારો મિતેશભાઇ કનખરા અને બીજા ભાગીદાર કિરીટભાઈ ભદ્રા કે જે બંને વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. જેના ઝઘડામાં ગઈકાલે રાત્રિના સમયે ફરિયાદી યુવાન પોતાના ઘેર સૂતો હતો તે દરમિયાન મિલન હંજળાનો ફોન આવ્યો હતો, અને કાલથી તારે નોકરી પર નથી જવું તેવી ધમકી આપી હતી.તેથી અમિત ચુડાસમાએ તેનું કારણ પૂછતાં તેને જામનગરના સત્યમ કોલોની અન્ડરબ્રિઝ પાસે બોલાવ્યો હતો. ત્યાં પોતે મોડી રાત્રે ગયો હતો, તે સમયે કુલ ૧૩ જેટલા આરોપીઓ હથિયારો સાથે ઉભા હતા, અને તેને ધાક ધમકી આપી નોકરી નહીં કરવા દબાણ કર્યું હતું. જેના તાબે નહીં થતાં તમામ આરોપીઓએ તેના માથામાં તેમજ શરીરના અન્ય જુદા જુદા ભાગોમાં લાકડી અને લોખંડના પાઇપ-ધોકા વડે હુમલો કરી દેતાં પોતે લોહી લુહાણ થઈને ઢળો પડ્યો હતો.જે દરમિયાન દેકારો થવાથી આસપાસના વિસ્તારના લોકો એકત્ર થઈ જતાં તમામ હુમલાખોરો ત્યાંથી ભાગી છુટ્યા હતા. ત્યારબાદ ઇજા ગ્રસ્ત યુવાને પોતાની પત્નીને ફોન કરીને સ્થળ પર બોલાવ્યા બાદ એક ખાનગી વાહન મારફતે જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યો હતો, ત્યાં તેની સારવાર ચાલી રહી છે.આ મામલે પોલીસને જાણ થવાથી સીટી સી. ડિવિઝન નો પોલીસ કાફલો ઘટના સ્થળે અને ત્યારબાદ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો, સીટી સી. ડિવિઝનના પી.આઇ. એન.બી. ડાભી અને તેઓની ટીમેં ફરિયાદી અમિત ચુડાસમા ની ફરિયાદના આધારે ગુ.ર.નં ૧૧૨૦૨૦૦૨૨૫૨૨૪૩/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા – ૨૦૨૩ ની કલમ ૧૦૯, ૬૧ ,૧૧૮ (૨),૧૮૯ (૨),૧૯૦,૩૫૨,૩૫૧(૩), તથા જી.પી.એકટ કલમ-૧૩૫ (૧) મુજબ  મિલન હંજડા, અનિલ ભદ્રા અને કિરીટ ભદ્રા તેમજ તેના અન્ય ૧૦ સાગરીતો સામે હત્યા પ્રયાસ સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે, અને તમામ આરોપીઓ હાલ ભાગી છૂટ્યા હોવાથી તેઓની શોધખોળ ચલાવાઇ રહી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.