Saturday, October 10, 2026
Home Blog Page 42

જામનગરમાં “રાત્રી ના યાત્રી” સ્કુટરની ચોરી કરીને લઈ જતા કેમેરામાં કેદ થયો

0

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રાત્રિના ઠંડીના માહોલમાં એક તસ્કર સ્કુટરની ચોરી કરીને લઈ જતાં કેમેરામાં કેદ થયો

દેશદેવી ન્યુઝ જામનગર તા ૧૧ ડિસેમ્બર ૨૫, જામનગર શહેરમાં કડકડતી ઠંડી પડી રહી છે, ત્યારે આવી સિઝનમાં તસ્કર ટોળકીઓ પણ સક્રિય બનતી જાય છે, જેનો એક કિસ્સો શંકર ટેકરી વિસ્તારમાં જોવા મળ્યો છે, અને એક તસ્કર સ્કૂટરની ચોરી કરીને લઈ જતાં સીસીટીવી કેમેરામાં કેમ થયો છે.જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં પાણીના ટાંકા નજીક રહેતા કરણ ચાવડા નામના યુવાને પોતાનું નવું નક્કોર સ્કૂટર, કે જે પોતાના ઘરની સામેના ભાગમાં પાર્ક કર્યું હતું, જ્યાંથી રાત્રી દરમિયાન કોઈ તસ્કરે આવીને સ્કૂટરની ચોરી કરી પોતાની સાથે લઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.જે સ્થળે સ્કૂટર પાર્ક કર્યું હતું, તેની સામે જ રહેલા મકાનના સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હતી. જે ફૂટેજ ના આધારે કરણ ચાવડા દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે.

જામનગરના તત્કાલીન પોલીસ અધિકારી સંજીવ ભટ્ટને જામજોધપુર અદાલતમાં હાજર કરાયા

0

જામજોધપુરના કસ્ટોડિયલ ડેથ કેસમાં સજા ભોગવી રહેલા જામનગરના તત્કાલીન પોલીસ અધિકારી સંજીવ ભટ્ટને જામજોધપુર અદાલતમાં હાજર કરાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૯ ડિસેમ્બર ર૫, જામજોધપુરના એક યુવાનને ૧૯૯૦ ની સાલમાં માર મારવાના અને કસ્ટોડિયલ ડેથ અંગેના કેસમાં જેલ સજા ભોગવી રહેલા જામનગર જિલ્લાના પૂર્વ પોલીસ અધિકારી સંજીવ ભટ્ટ, કે જે હાલ રાજકોટમાં જેલ સજા ભોગવી રહ્યા છે, જેને આજે પોલીસ જાપતા સાથે જામજોધપુર ની અદાલતમાં હાજર કરવામાં આવ્યા હતા.૧૯૯૦ ની સાલમાં જામજોધપુરના જ મહેશ દામજી પિત્રોડા નામના અન્ય એક યુવાનને તોફાન સમયે પોલીસ મથકે બોલાવી લાકડી વડે ઢોર માર મારવા અંગેના પ્રકરણમાં અન્ય એક કેસ ચાલી રહ્યો છે, જે અદાલતી કેસની કાનૂની કાર્યવાહી અદાલતમાં આજે હાથ ધરાઈ હતી, જેમાં સંજીવ ભટ્ટને આરોપી ગણવામાં આવ્યા છે, અને તેઓને આજે પોલીસ જાપતા હેઠળ રાજકોટની જેલમાંથી જામજોધપુર લાવવામાં આવ્યા છે, અને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. જ્યાં આગળની સુનાવણી થઈ રહી છે.

જામનગરમાં 30 લાખની કિંમતના દારૂના જથ્થાનો નાશ કરાયો

0

જામનગર શહેરના ત્રણેય પોલીસ ડિવિઝન તથા રેલવે નો કુલ ૩૦ લાખની કિંમતના ઈંગ્લીશના દારૂના જથ્થાનો નાશ કરાયો

  • નાઘેડી પાસે શહેરના પ્રાંત અધિકારી અને સીટી ડીવાયએસપી સહિતના પોલીસ કાફલાની આગેવાનીમાં ઇંગ્લિશ દારૂ ના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવાયું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૯ ડિસેમ્બર ૨૫, જામનગર શહેરના ત્રણેય પોલીસ ડિવિઝન તેમજ રેલવે વિભાગ સહિત કુલ અંદાજે ૩૦લાખની કિંમતની ૮૭૪૧ નંગ ઇંગ્લિશ દારૂની બોટલના જથ્થાનો નાશ કરવા માટેની આજે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, અને નાઘેડી નજીક સરકારી ખરાબાની જગ્યામાં વિશાળ દારૂ ના જથ્થા પર બુલડોઝર ફેરવી દઈ દારૂનો મોટા પાયે નાશ કરવામાં આવ્યો હતો. જામનગર શહેર વિભાગના એ. ડિવિઝન, બી. ડિવિઝન, અને સી. ડિવિઝન તેમજ રેલવે વિભાગ દ્વારા છેલ્લા એકાદ વર્ષથી કબજે કરવામાં આવેલા અંદાજે રૂપિયા ૩૦ લાખની કિંમતનો ઇંગ્લિશ દારૂ નો જથ્થો જેમાં કુલ ૮૭૪૧ નંગ ઇંગ્લિશ દારૂની બોટલો ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.જામનગર શહેર વિભાગના પ્રાંત અધિકારી શ્રી અદિતિ વર્ષનેય ની રાહબરી હેઠળ જામનગર શહેર વિભાગના ડી.વાય.એસ.પી. જે. એન. ઝાલા તેમજ શહેરના ત્રણેય પોલીસ ડીવીઝનો તથા રેલવે પોલીસની ટીમની હાજરીમાં ઇંગ્લિશ દારૂના વિશાળ જથ્થા પર બુલડોઝર ફેરવી દઈ ઈંગ્લીશ દારૂ નો નાશ કરવામાં આવ્યો હતો.

જામનગરમાં આંગણવાડી મહિલાનું મોત : સુપરવાઇઝ ના ત્રાસની ઉઠતી ફરિયાદો

0

જામનગર તાલુકા ના સિક્કાની આંગણવાડી માં કામ કરતા મહિલા નું મૃત્યુ : સુપરવાઇઝ ના ત્રાસ ની પણ ઉઠતી ફરિયાદો

  • મૃતક આંગણવાડી કાર્યકર મહિલાએ ચાર પાંચ દિવસ પહેલા જ બાળક ને જન્મ આપ્યો હતો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૮ ડીસેમ્બર ૨૫, જામનગર તાલુકા પંચાયત હસ્તક ના સિક્કા ગામ ની આંગણવાડી માં કામ કરતી મહિલા નું મૃત્યુ નીપજતાં ભારે ચર્ચા જાગી છે. તાજેતર માં તેણી એ બાળક ને જન્મ આપ્યો હતો. સુપર વાઈઝર ના ત્રાસ ના કારણે તેઓ માનસિક ચિંતા માં હતા. પરિણામે મહિલા નું મૃત્યુ થયા નો પણ આક્ષેપ થયો છે. હાલ તો સમગ્ર પ્રકરણ ની તપાસ.ચલાવાઈ રહી છે.જામનગર તાલુકાના સિક્કા ગામ માં આંગણવાડી વર્કર તરીકે કામ કરતા લીલાબેન નામના મહિલાનું આજે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. તાજેતરમાં જ તેણીએ એક બાળકને જન્મ આપ્યો હતો. ત્યારે તેમના મૃત્યુ અંગે ચર્ચાએ જોર પકડ્યું છે. કેટલાક સાથી કર્મચારી ઓ દ્વારા એવો આક્ષેપ કર્યો છે કે પોતાના સુપરવાઇઝર દ્વારા કામ બાબતે સતત ત્રાસ આપવામાં આવતો હતો.અને તેના માનસિક ત્રાસ અને સતત કામ ના ભારણ ના કારણે લીલાબેન નું મૃત્યુ થયુ છે.સીડીપીઓ ગ્રામ્ય ઘટક – ૨ , પ્રગતિબેન છાત્રોલા ના જણાવ્યા મુજબ સ્ટાફ માં સામાન્ય બાબતે વિવાદ ચાલતો હતો અને મુખ્ય સેવિકા ભાનુબેન જાદવ દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો તેવી ફરિયાદ મળતા બે દિવસ પહેલા મતભેદ અંગે સમાધાન નો પણ પ્રયત્ન કર્યો હતો. મૃત્યુ પામનાર લીલાબહેન દ્વારા સગર્ભાવસ્થા માટે ની રજા ની માંગણી કરવામાં આવી હતી. અને છેક સુધી ફરજમાં જ હતા કદાચ તેઓ પ્રસૂતિ પછી એક સાથે છ માસની રજા મેળવવા માંગા હોય શકે હાલ તો સમગ્ર પ્રકરણ અંગે ઉપરી અધિકારી દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

જામનગર : પાંચદેવડા ગામે લુંટ ને અંજામ આપનાર છ આરોપીઓને LCB એ દબોચી લીધા

0

કાલાવડ તાલુકા ના પાંચદેવડા ગામે લુંટ ને અંજામ આપનાર છ આરોપીઓને પકડી પાડતી એલસીબી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૮ ડિસેમ્બર, ૨૫ જામનગર જિલ્લા કાલાવડ તાલુકામાં લુટ બનાવ બન્યો હતો.જે લુંટના બનાવ અંગે એલસીબી પોલીસ ની ટીમ તપાસ માં હતી, અને બાતમી ના આધારે છ આરોપીઓ ને લૂંટ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.કાલાવડ ના મોટા પાંચદેવડા ગામ માં ગત તા.૩૦/૧૧/૨૦૨૫ ના રાત્રીના ૧૨ થી ૨ વાગ્યા હીરુબેન કાનાભાઈ અને કાબાભાઇ ભીખાભાઇ અજુડીયા નામના બુઝુર્ગ દંપતી પોતાની વાડી એ સૂતા હતા, ત્યારે કેટલાક લુંટારૂઓ આવી ચઢ્યા હતા.અને કપાળના ભાગે પથ્થર મારી લોહી કાઢી હિરુબેન કાબાભાઈ અજુડીયા એ બંને કાનમા પહરેલ સોનાના કાપ (બુટી) ૨ તોલાની જેની આશરે કિ.રૂ.૬૦,૦૦૦ ની બંને કાનમાથી ખેંચી કાઢી લઇ જઇ તથા ઘરની અંદર રહેલ તીજોરીનો લોક તોડી તેમાથી ચાંદીની એક વીટી તથા બે ચાંદીની બંગડી જેની આશરે કિ.રૂ.૫૦૦૦ એમ કુલ આશરે રૂ.૬૫,૦૦૦ ની કિંમતના દાગીના ની લુંટ ચલાવી નાસી ગયા હતા. જે અંગે વીરાંગભાઈ આજુડિયા એ પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી.દરમ્યાન એલ.સી.બી સ્ટાફ ને બાતમી મળેલ તેમજ કમાન કંટ્રલ રૂમ ની મદદ મેળવી , કાલાવડ તાલુકાના મોટા પાંચદેવડા ગામે લુંટ કરનાર તથા લુંટમા મદદ કરનાર છ પુરૂષો લુંટ કરેલ ના મુદામાલ સાથે નાઘેડી ગામે જી.આઈ.ડી.સી. વિસ્તાર જામનગર વિસ્તાર વિકાસ સતા મંડળ ના કોમ્યુનીટી હોલ સામે ઉભેલ છે. તેવી હકિકતના આઘારે તમામ ને પકડી પાડી તેઓ ના કબ્જામાથી લુંટનો મુદામાલ મળી આવતા કબ્જે કરી, મજકુર વિરૂધ્ધ પો.સબ ઇન્સ સી.એમ.કાંટેલીયાએ કાયદેસર ની કાર્યવાહી કરી છે. અને વધુ કાર્યવાહી માટે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમા સોપી આપેલ છે

પકડાયેલ આરોપી માં નારણભાઈ ઉર્ફે નાયાભાઈ જગાભાઈ અરજણભાઈ વારોતરીયા ( ઉંમર વર્ષ ૪૬ ધંધો રહેવાસી નાઘેડી ગામ પાણી ના ટાંકા પાસે તાલુકો જીલ્લો જામનગર), ગોવિંદભાઈ કરસનભાઈ નારણભાઈ કનારા રહે નાઘેડી ગામ મેહુલ પ્રાથમિક શાળાની સામે તાલુકો જીલ્લો જામનગર), નારણભાઈ વિરાભાઈ હુણ જાતે ( રહેવાસી મોટા પાંચદેવડાગામ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર), મુન્નાભાઈ અમરૂભાઈ ભાભર ( મોડપરગામ લાલાભાઈ ની વાડીમાં તાલુકો લાલપુર જી.જામનગર મૂળ બહીડાગામ તળિયા ફળી તાલુકો જોબટ પોલીસ સ્ટેશન બોરી જિલ્લો આલીરાજપુર મધ્ય પ્રદેશ) , સાગરસિંગ રાયસીંગ અલાવા ( રહે. મોડપરગામ ધાનાભાઈ જેઠાભાઈ નંદાણીયા ની વાડીમાં તાલુકો લાલપુર જી.જામનગર મૂળ રહે.ગડરાવતગામ ભીલવાફળી તાલુકો ટાંડા પોલીસ સ્ટેશન ટાંડા જિલ્લો ધાર મધ્યપ્રદેશ), પંકજભાઈ ભારતભાઈ બિલવાલ ( રહે. મોડપરગામ રેલ્વેના પાટા પાસે તા.લાલપુર જી.જામનગર મૂળ ગામ ચાપર ખેડાલ જરી ફળિયુ તાલુકો સણાપુર થાના સણાપુર જીલ્લો જાંબવા મધ્યપ્રદેશ) નો સમાવેશ થાય છે.જ્યારે બીલાલ રકસીંગભાઈ વસુનીયા (રહે.છોટીઉરીગામ તા.જી.આલીરાજપુર) , ભવાનભાઈ જીથરાભાઈ ધાવડ ( આદિવાસી રહે. ભુજ મૂળ રહેવાસી મધ્યપ્રદેશ) , અશોકભાઈ બાવાભાઈ વસોયા ( રહેવાસી તરઘડીયાગામ તાલુકો જીલ્લો રાજકોટ) ને પોલીસ શોધી રહી છે.પોલીસે લૂંટમાં ગયેલ સહિત નો મુદામાલ કબજે કર્યો છે.જેમાં સોનાની બુટ નંગ-નંગ-૨ વજન આશરે ૨૦ ગ્રામ કિ.રૂ કિ.રૂ.૬૦,૦૦૦ , ચાંદીની વીટી તથા બે બંગડી કિ.રૂ.૫૦૦૦ , મોબાઇલ ફોન નંગ-૬ કિ.રૂ.૩૦,૦૦૦ ) ,. રોક્ડા રુપીયા ૫૨,૨૭૦ , ઇકો કાર કિ.રૂ.૫,૦૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૬,૪૭,૨૭૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.

જામનગરમાં TRB જવાનની ફરજમાં રૂકાવટ ઊભી કર્યાની પોલિસ ફરિયાદ

0

જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં ટ્રાફિકની ફરજ બજાવી રહેલા ટીઆરબીના એક જવાન સાથે કારચાલકે ફરજમાં રૂકાવટ ઊભી કર્યા ની પોલીસ ફરિયાદ

  • આડેધડ કાર પાર્ક કરનાર ને ટ્રાફિકના જવાને કાર સાઈડમાં લેવાનું કહેતાં તેણે ટ્રાફિક બ્રિગેડના જવાનને હડફેટે લઈ ૧૦ મીટર સુધી ઢસડ્યો

  • ઇજાગ્રસ્ત ટીઆરબી જવાન મૂર્છિત થયા પછી તેને જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ: હોઠમાં પાંચ ટાંકા લેવા પડ્યા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૭,ડિસેમ્બર ૨૫ જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં ટ્રાફિકની ફરજ બજાવી રહેલા ટીઆરબીના એક જવાનને કાર ચાલકે ફરજમાં રુકાવટ કરી તેને કારની સાથે ૧૦ મીટર સુધી ઢસડયો હતો, જેથી ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. અને પોતે ઇજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડાયા પછી હાથ પગમાં સારવાર લેવી પડી છે, જ્યારે હોઠમાં પાંચ ટાંકા લેવા પડ્યા છે. જેણે કાર ચાલક સામે ફરજમાં રૂકાવટ અંગેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે કાર કબજે કરી છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ડ્રીમ સીટી શેરી નંબર -૨ માં રહેતો અને શહેરની ટ્રાફિક શાખામાં ટ્રાફિકબ્રિગેડ તરીકે ફરજ બજાવતો જીલ રમેશભાઈ બગડા નામનો ૨૨ વર્ષનો ટ્રાફિકનો જવાન, કે જે પરમદીને બપોરે દોઢેક વાગ્યાના અરસામાં ખોડીયાર કોલોની વિસ્તારમાં ટ્રાફિકની ફરજ બજાવી રહ્યો હતો, જે દરમિયાન જી.જે. -૩ એન.બી. ૯૦૮૦ નંબરનો કારનો ચાલક કે જણે ટ્રાફિકને અડચણરૂપ બને તે રીતે માર્ગ ઉપર કાર પાર્ક કરી હતી, જેથી તેને કાર સાઇડમાં લેવાનું કહેતાં અને ટ્રાફિકના અધિકારી બોલાવે છે, તેમ કહેતાં કારચલક સૌપ્રથમ મસાલો ખાવા માટે નીચે ઉતર્યા બાદ એકાએક પોતાની કાર ચાલુ કરીને ભાગવા લાગ્યો હતો.આથી ટીઆરબી ના જવાન જીલ બગડાએ તેની કારને રોકવાનો પ્રયત્ન કર્યો હતો, જે દરમિયાન કારચાલકે તેને ૧૦ મીટર દૂર સુધી ઢસડ્યો હતો, જેથી ટીઆરબી નો જવાન ઈજાગ્રસ્ત બન્યો હતો જેને હોઠ પર, માથામાં, હાથ-પગમાં અનેક સ્થળે છોલ છાલ સહિતની નાની મોટી ઈજા થઈ હતી, અને મૂર્છિત થયો હતો.ત્યારબાદ તેને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં તેને સારવાર અપાઈ હતી. એ ઉપરાંત હોઠ ફાટી ગયો હોવાથી પાંચ ટાંકા પણ લેવા પડ્યા છે.આ બનાવ અંગે જીલ બગડા એ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં જી.જે.-૩ એન.બી. ૯૦૮૦ નંબરની કારના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. મહિલા પીએસઆઇ એમ.વી. દવેએ આ પ્રકરણમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૨૧-૧, ૨૨૧,૨૮૫ તેમજ એમવી એકટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનો નોંધ્યો છે, અને કાર કબજે કરી લઇ તેના ચાલક નિર્મળ સિંહ ગુલાબસિંહ જાડેજા ને નોટીસ આપી દીધી છે.

જામનગરની મધ્યમાં બનેલા નવા ફલાય ઓવરબ્રિજ ઉપરથી એકપણ એસટીની બસો દોડશે નહી

0

જામનગર શહેરની મધ્યમાં બનેલા નવા ફલાય ઓવરબ્રિજ ઉપરથી એકપણ એસટીની બસો દોડશે નહી : નીચેના રોડ પર ૩ સ્ટોપ જાહેર કરાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૪ ડિસેમ્બર ૨૫, જામનગર શહરેમાં ઇન્દિરા માર્ગ પર નવો ફલાયઓવર બ્રિજ બન્યો છે, પરંતુ એક પણ એસટી બસ નવા ફલાય ઓવર બ્રિજ ઉપરથી પસાર થશે નહીં. નોચે ઈન્દીરા માર્ગ થઈ એસટીનું સંચાલન કરી જૂના રાબેતા મુજબના રૂટ ઉપરથીજ એસટી બસો પસાર થશે, તે પ્રકારનો આદેશ વિભાગીય નિયામક બી. સી. જાડેજા દ્વારા કરવામાં આવ્યો છે. જે પ્રમાણે શહેરીજનોએ એસટી બસનો લાભ લેવા એસટીઆઈ જે.વી. ઈશરાણી દ્વારા જણાવાયું છે.

જામનગરના એસટી ડેપોથી રાજકોટ તરફ જનારી એસ.ટી. બસ જુના રેલ્વે સ્ટેશન (અંબર ચોકડી, તેમજ કાલાવડ તરફ જતા સાત રસ્તા ચોકડી) અને હાલાર હાઉસથી આગળ મળી કુલ ૩ જગ્યાએ સ્ટોપ આપવાનું નક્કી કરાયું છે. જેમાં મુસાફરોને બસમાં ચડાવવા અને રાજકોટ તેમજ કાલાવડ તરફથી આવતા. સુરેશ ફરસાણ માર્ટ થીઆગળ જૂના રેલ્વે સ્ટેશન તેમજ સાત રસ્તા સર્કલ પાસે ત્રણ જગ્યાએ મુસાફરોને ઉતારવા તેમજ ચડાવવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

સુભાષ બ્રિજ પાસે રોડની પહોળાઈ સાંકડી હોવાથી અને બસ ને ઉભી રાખીએ તો ટ્રાફિકની સમાયાનો પ્રશ્ન થતાં જુના પોઈન્ટનું સ્વરૂપ રદ્દ કરવામાં આવ્યું હોવાથી ગુરુદ્વારા અને સુભાષ બ્રિઝ ના પોઇન્ટના બદલે રાજપાર્ક પાસે લોકલ, એક્સપ્રેસ, ગુર્જર નગરી, સ્લીપર, વોલવો. સહિતની બસોનું આ રૂટ પર સંચાલન કરવામાં આવશે.

જામનગરના બેડીમાં બે જુથ વચ્ચે મારામારી પ્રકરણમાં સામસામે ફરિયાદ નોંધાવાઈ

0

જામનગરના બેડી વિસ્તારના ગઈકાલે રાત્રે બે જૂથ વચ્ચે મારામારી થયા નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

  • એક પરિવારની યુવતી સાથેના પ્રેમ લગ્નના મામલે બન્ને પરિવારો વચ્ચે તકરાર : સામ સામે હુમલાની પોલીસ ફરિયાદ નોંધાવાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૪ ડિસેમ્બર ૨૫, જામનગરના બેડી વિસ્તારમાં ગઈકાલે રાત્રે બે પરિવારના જૂથ વચ્ચે દંગલ થયું હતું, અને સામસામાં પથ્થર મારા સહિતના હુમલા થયા હતા. જે બનાવ સંદર્ભે સ્થાનિકોએ પોતાના મોબાઈલમાં વિડીયો બનાવી લીધો હતો, જે ગઈકાલે મોડી રાત્રે થી લઈને આજના દિવસ સુધી વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ઉપરોક્ત બનાવ સંદર્ભે બંને પક્ષની સામ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે, જેમાં પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું સામે આવ્યું છે.જામનગરના બેડી વિસ્તારમાં ઈદ મસ્જિદ રોડ પર ગઈકાલે રાત્રે બે પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો. અસલમ અબ્દુલભાઈ ઘુમરા નામના ખત્રી યુવાનના પરિવાર તેમજ આમદ કાદરભાઈ માણેક નામના વાઘેર યુવાનના પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો, અને બંને પક્ષે સામ સામે હુમલા કરતાં આ અંગેનો કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો બનાવી લીધો હતો, અને ગઈકાલે મોડી રાત્રેથી આજે દિવસ દરમિયાન શહેરમાં તેનો વિડીયો વાયરલ થયો છે.આખરે આ મામલો પોલીસ મથક સુધી પણ પહોંચ્યો હતો, અને બંને પક્ષે સામ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં અસલમ અબ્દુલભાઈએ પોતાના ઉપર તેમજ પોતાના ભાઈ સમીર અને પોતાની માતા ઉપર હુમલો કરવા અંગે મુસ્તાક હારુન માણેક, કરાર આદમ માણેક અને અહેમદ હારુન માણેક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સમીરે આરોપીઓના પરિવારની યુવતી સાથે પ્રેમ લગ્ન કરી લીધા હોવાથી આ મામલે બંને પરિવારો વચ્ચે ઝઘડો અને મારામારી થઈ હતી. જેમાં સામા પક્ષે કાદરભાઈ માણેકે પોતાના ઉપર તેમજ પોતાના પરિવારના સભ્યો પર હુમલો કરવા અંગે કાસમ ખત્રી, સલીમ ખત્રી, સલમાન ખત્રી, અને અસલમ ખત્રી સામે વળતી ફરિયાદ નોંધાવી છે. જે મામલે સીટી બી. ડિવિઝનના પી એસ આઇ એમ. વી. મોઢવાડિયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

જામનગરમાં મુસ્લિમ જમાતના અગ્રણી અને તેના પુત્ર સામે મારકુટ અને ધમકીની ફરિયાદ

0

જામનગર ના મુસ્લિમ અગ્રણી બાવન જમાતના પ્રમુખ અને તેના પુત્ર ના મારકુટ અને ધમકી સહિતના પીડિત મહિલાએ વિડિયો વાયરલ કર્યા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૪ ડિસેમ્બર ૨૫, જામનગરના મુસ્લિમ સમાજના બાવન જમાતના પ્રમુખ જુમાભાઈ ખફી અને તેના પુત્ર આરીફ ખફી, કે જેઓને તેના પાડોશમાજ રહેતી મહિલા નર્મદાબેન જાદવ અને તેના પતિ એહમદ રજા સંધિ, જેઓ વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી ઝઘડો ચાલી રહ્યો છે. મહિલા દ્વારા અગાઉ બંને સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. જેમાં આરોપીઓ જામીન પર છૂટ્યા છે જેમાં તેઓને શરતી જામીન અપાયા છે, તેમ છતાં તેનો સરેઆમ ભંગ કરી રહ્યા છે.ફરિયાદી પીડિત મહિલાને અને તેના પતિને મળવુ નહીં, ધાકધમકી આપવી નહીં, તેમ છતાં તે શરત નો ભંગ કરતા હોય તે પ્રકારના બાવન જમાતના પ્રમુખના લાકડી લઈને પાછળ દોડવા અને માર મારવાના વિડીયો બનાવ્યા હતા.સાથોસાથ પિતા-પુત્ર દ્વારા પાડોશીઓને આ વિસ્તાર છોડીને ચાલ્યા જવાની પણ ધાકધમકી અપાઇ હતી, જેના પણ મોબાઈલ ફોનમાં વીડિયો બનાવી લીધા હતા. જે સોશિયલ મીડિયામાં મહિલા દ્વારા વાયરલ કરવામાં આવ્યા છે.આટલું જ માત્ર નહીં, પીડિત મહીલા નર્મદાબેન, કે જેણે જામનગર ના પોલીસ વિભાગ અથવા તો અદાલતમાંથી સને ૧૯૯૪ ની સાલથી ૨૦૨૪ ની સાલ સુધીના અલગ અલગ ૨૩ જેટલા ભારે ગુનાઓ આરોપીઓ સામે નોંધાઈ ચૂક્યા છે, જેનું લીસ્ટ પણ બનાવીને સોશિયલ મીડિયામાં જાહેર કર્યું છે. અને આ માથાભારે પિતા-પુત્ર સામે કડકમાં કડક પગલાં લેવાય, અને જામનગર જિલ્લાનું પોલીસ તંત્ર અને તેથી ઉપરનું વહીવટી તંત્ર પોતાને ન્યાય અપાવે, તેવી માંગણી સાથેના વિડીયો વાયરલ કરતાં આખરે મામલો તૂરત જ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પહોંચ્યો હતો, અને બંને સામે વધુ એક ગુનો ગઈકાલે નોંધી લેવાયો છે.

જામનગર : કાલાવડ ના નપાણીયા ખીજડીયા માં દીપડો નજરે ચડત ખેડૂતો ભયભીત

0

જામનગર જિલ્લા ના કાલાવડ તાલુકા ના નપાણીયા ખીજડીયા માં દીપડો નજરે ચડત ખેડૂતો ભયભીત

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૩,ડિસેમ્બર ૨૫  જામનગર જિલ્લા ના કાલાવડ તાલુકા ના નપાણીયા ખીજડીયા ગામ ની સીમ માં દીપડો દેખાયો હોવા ના વાવડ મળતા ખેડૂતો ભયભીત થયા છે. વન વિભાગ ની તપાસ માં હાલ માં દીપડો અન્ય જીલ્લા તરફ નાસી ગયો હોવા ની શક્યતા દર્શાવાઈ છે.કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામે એક ખેડૂત ની વાડી. માં કામ કરતા ખેત શ્રમિક વાડી વિસ્તાર માંથી પસાર થતા હતા ત્યારે તેમણે દીપડા ને નિહાળ્યો હતો. આથી તેમણે પોતાના મોબાઈલ માં ત્યાંથી પસાર થતા દિપડા નું વિડિઓ શૂટિંગ ઉતાર્યું હતું . અને ગ્રામજનો ને વાત કરતા ગામ ના આગોવાનો દ્વારા વન વિભાગ ને જાણ કરવામાં આવી હતી.આ પછી કાલાવડના આર એફ ઓ દિનેશ રાઠવા પોતાની ટીમ સાથે દોડી ગયા હતા.અને સમગ્ર વિસ્તાર માં તપાસ શરૂ કરી હતી . પરંતુ દીપડા ના સગડ મળ્યા ના હતા. આ દિપડા એ કોઈ વિસ્તાર માં મારણ કર્યા નું પણ જોવા મળ્યું નથી. પરંતુ મોબાઈલ નો વિડીયો નિહાળતા અને વાડી વિસ્તાર ,સ્થળ વગેરે ની તપાસ કરતા તેમાં સત્યતા જોવા મળી હતી. . જ્યારે દીપડો દેખાતા ગામ લોકો માં ભય નો માહોલ જોવા મળ્યો છે. અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ એકત્ર થયા હતા અને અનેક વાડી ખેતરો ખૂંદી નાખ્યા પરંતુ ક્યાંય દીપડા ના સગડ મળ્યા ન હતા. હાલ તો ખેડૂતો પોતાના ખેતર માં જતાં ડરી રહ્યા છે.બીજી તરફ અલગ અલગ ટીમ દ્વારા દીપડા ની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ આ દીપડો જિલ્લા ની હદ ની બહાર નીકળી ગયો હોય તેવું અનુમાન લગાવાઇ રહ્યું છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.