Saturday, October 10, 2026
Home Blog Page 39

જામનગરના સચાણા ગામે વર્ષના પ્રારંભેજ માછીમાર યુવાનની હત્યા : પોલીસે ૧૪ સામે ગુનોં નોંધ્યો

0

જામનગર તાલુકાના સચાણા ગામમાં નવા વર્ષના પ્રારંભેજ એક માછીમાર યુવાનની હત્યા નિપજાવ્યાની ઘટના સામે આવતાં ભારે ચકચાર

  • માછીમારી ઝાળ ના પૈસાની લેતીદેતી ના મામલે તકરાર થયા બાદ પરિવારના ૧૦ સભ્યો પર હુમલો : અન્ય ૯ સારવાર હેઠળ

  • ઇજાગ્રસ્તની ફરિયાદના આધારે ૧૪ આરોપીઓ સામે ગુનો નોંધ્યો. પોલીસે ૭ ને રાઉન્ડઅપ કર્યા :૧ સારવાર હેઠળ : અન્ય ૬ ની શોધખોળ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧,જાન્યુઆરી ૨૫ જામનગર તાલુકાના સચાણા ગામમાં નવા વર્ષના પ્રારંભે જ એક હત્યાની ઘટના સામે આવી છે. માછીમારી જાળીની પૈસાની લેતી દેતી તના મામલે ગઈકાલે મોડી સાંજે બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી, જેમાં એક જ કુટુંબના ૧૦ સભ્યો પર તલવાર છરી ધોકા જેવા હથિયારો વડે હુમલો કરાયો હતો, અને તમામને સારવારના ખસેડાયા હતા જે પૈકી મોડી રાત્રે એક યુવાનનું મૃત્યું નિપજતાં આ બનાવ હત્યા માં પલટાયો હતો. પોલીસે હત્યાના બનાવ મામલે ૧૪ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. જે પૈકીના ૭ને રાઉન્ડઅપ કર્યા છે. અન્ય છ આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. જ્યારે એક આરોપી સારવાર હેઠળ છે.આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના સચાણા ગામમાં રહેતા અને ખેતી કામ તથા માછીમારી કરતા હાજી બચુભાઈ કકલ, કે જેણે પોતાના જ પરિચિત એવા અકબર દાઉદ બુચડ પાસે માછીમારીની ઝાળ ખરીદી હતી, જેના પાંચ લાખ રૂપિયા આપવાના હતા. જે પૈકી ચાર લાખની રકમ આપી દીધી હતી. પરંતુ એક લાખ રૂપિયા બાકી હતા, જે ૧ જાન્યુઆરી ૨૦૨૬ ના દિવસે આપવાના હતા, પરંતુ અકબર દાઉદ બુચડ અને તેના અન્ય સાગ્રીતો વગેરે ધારદાર હથિયારો સાથે ગઈકાલે મોડી સાંજે ધસી આવ્યા હતા, અને ગઈકાલે જ પૈસાની માંગણીના સંદર્ભમાં તકરાર કર્યા બાદ તમામ લોકોએ હાજી બચુ કકલ અને તેના પરિવારના ત્રણ મહિલા સહિતના અન્ય સભ્યો પર હીંચકારો હુમલો કરી દીધો હતો, અને સચાણા ગામમાં ધીંગાણું સર્જાયું હતું.જેમાં મુખ્ય આરોપી અકબર દાઉદ બુચર તલવાર લઈને આવેલો તેમજ જાફર ઉમ૨ બુચડ લાકડાનો ધોકો લઇને આવેલો, તથા ઇમરાન ઉમર બુચડ લોખંડનો પાઇપ લઇને આવેલ તથા અફજલ ઉમર બુચડ લાકડાનો ધોકો લઈને આવેલ, તથા જુસબ ઓસમાણ ગંઢાર લોખંડનો પાઇપ લઈને આવેલ હતો. સુલતાન જાકુભાઇ બુચડ લોખંડનો પાઇપ લઈને આવેલો હતો, આબીદ હાજી સાયચા લોખંડનો પાઇપ લઇને આવેલો હતો, જાકીરહુશેન જુમાઅલી જામ છરી લઇને આવેલો, તેમજ સબીર અસગર બુચડ લોખંડનો પાઈપ લઈને આવેલ, તથા જીલાની અસગર બુચડ તલવા૨ લઇને આવેલો, જાવેદ જુમાઅલી જામ લાકડાનો ધોકો લઇને આવેલ અને જુમાઅલી જામ છરી લઇને આવેલા હતા, અને માર મારતાં સૌપ્રથમ હાજી બચુ કક્કલને ઇજા થઇ હતી.આ દરમ્યાન ઘરના સભ્યો બચાવવા માટે ત્યા આવ્યા હતા, જેમા બનેવી ઇસ્માઇલ ઇશાભાઈ સંઘાર, ઓસમાણ હુશેન સોઢા, નવાજ ઓસમાણ સોઢા, જાફર ઇસ્માઇલ સંઘાર, આઇશાબેન ઓસમાણભાઇ સોઢા, મુસ્કાન સમીર કકલ, અકબર બચુભાઈ કકલ, સુહાના અકબરભાઈ કકલ, બચુભાઈ હાસમભાઈ કકલ વગેરે ઉપર પણ છરી તલવાર ધોકા પાઇપ જેવા હથિયારો વડે હુમલા કરાતાં તમામને નાની મોટી ઈજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતા,

જ્યાં ઇસ્માઇલભાઈની સારવાર ચાલુ હોય જે દરમ્યાન ગંભીર ઇજા થવાના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું અને આ બનાવ આખરે હત્યામાં પલટાઈ ગયો હતો. જ્યારે બાકીના અન્ય સારવાર હેઠળ છે.આ બનાવ અંગે હાજી બચુ કકલે પંચકોસી એ. ડિવિઝન પોલીસ સમક્ષ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે મેં અમારા ગામના અકબર દાઉદ બુચડ પાસેથી માછલી પકડવાની જાળી લીધેલ હોય જેના રૂપીયા બાબતે તકરાર થવાથી આ તમામ આરોપીઓએ એક સંપ કરી તીક્ષ્ણ હથીયાર સાથે મારા ઘરના સભ્યો તથા સબંધીઓ ઉપર જીવલેણ હુમલો કર્યો છે.જેમા મારા બનેવી ઇસ્માઇલભાઈને અકબર દાઉદ બુચડએ છરી વડે જીવલેણ ઇજા કરતાં તેનુ મૃત્યુ થયું હોવાથી તેની હત્યા નીપજાવી પરિવાર ના અન્ય ૯ સભ્યોને શરીરે તેમજ માથાના ભાગે સામાન્ય તેમજ ગંભીર ઇજાઓ પહોંચાડી છે. જેથી હુમલાખોરો અકબર દાઉદ બુચડ, તથા ઉંમર દાઉદ બુચડ, સીદીક દાઉદ બુચડ, જાફર ઉંમર બુચડ, ઇમરાન ઉમર બુચડ, અફજલ ઉમર બુચડ, જુસબ ઓસમાણ ગંઢાર, સુલતાન જાકુભાઈ બુચડ, આબીદ હાજી સાયચા, જાકીરહુશેન જુમાઅલી જામ, સબીર અસગર બુચડ, જીલાની અસગર બુચડ, જાવેદ જુમાઅલી જામ વગેરે ૧૪ આરોપીઓ સામે હુમલા તેમજ હત્યા અંગેની ફરીયાદ નોંધાવી છે. જે બનાવ ના અનુસંધાને પંચકોશી એ. ડિવિઝનના પી.આઈ. એન.એમ. શેખ અને તેઓની સમગ્ર ટીમ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, અને ૧૪ આરોપીઓ પૈકી સાત ને રાઉન્ડઅપ કરી દીધા છે, જ્યારે બાકીના આરોપીઓની શોધ ખોળ હાથ ધરી છે. એક આરોપી ઇજાગ્રસ્ત બન્યો હોવાથી જામનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેના ઉપર પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે.

જામનગરના ચાંદી બજાર સર્કલમાં આવેલી જુમ્મા મસ્જિદ ટ્રસ્ટની ઓફિસમાં ૭૫ હજાર રોકડની ચોરી

0

જામનગરમાં ચાંદી બજાર સર્કલમાં આવેલી જુમ્મા મસ્જિદ ટ્રસ્ટની ઓફિસમાં ચોરી: તસ્કરો રૂપિયા ૭૫ હજારની રોકડ ઉઠાવી ગયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩૧,ડિસેમ્બર ૨૫ જામનગરમાં ચાંદી બજાર સર્કલ વિસ્તારમાં આવેલી જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડની મેઇન ઓફિસમાંથી રાત્રી દરમિયાન કોઈ તસ્કરો રૂપિયા પંચોતેર હજારની રોકડ રકમની ચોરી કરી લઈ ગયા હતા.ગત ૧૭મી તારીખે રાત્રે ના ૯.૩૦ વાગ્યાથી ૧૮ તારીખે સવારે છ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરોએ રોકડ રકમની ચોરી કરી લીધી હોવાથી જુમ્મા મસ્જીદ ટ્રસ્ટ સાથે જોડાયેલા વેપારી અબ્દુલરસીદ મહમદ હનીફ લૂસવાલાએ સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે મામલે પી.એસ.આઇ.વી.આર ગામેતી તપાસ ચલાવી રહ્યા છે.

જામનગર : લાલપુરના પડાણા ગામમાં લગાવવામાં આવેલા જુદા જુદા ૧૭ જેટલા CCTV કેમેરાની ચોરી

0

લાલપુર તાલુકાના પડાણા ગામમાં લગાવવામાં આવેલા જુદા જુદા ૧૭ જેટલા સીસીટીવી કેમેરા ની ચોરી થઈ ગયા ની પોલીસ ફરિયાદ

  • તસ્કરે ઓળખ છુપાવવા અલગ અલગ બે સીસીટીવી કેમેરા તોડી નાખ્યા: મોઢે કપડું બાંધેલો એક તસ્કર સીસીટીવી માં કેદ થયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩૧ ,ડિસેમ્બર ૨૫ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામમાંથી જુદા જુદા ત્રણ સમયગાળા દરમિયાન રાત્રિના કોઇ તસ્કરોએ પ્રવેશ કરી અલગ અલગ વિસ્તારમાં લગાવવામાં આવેલા ૧૭ જેટલા સીસીટીવી કેમેરાઓ અને તેને લગતી સામગ્રી વગેરેની ચોરી કરી લઈ ગયા હતા.આ બનાવ અંગે પડાણા ગામના તલાટી કમ મંત્રી પરેશભાઈ બાબુભાઈ પટેલે મેઘપર પડાણા પોલીસ મથકમાં ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે. ઉપરાંત તસ્કરે પોતાની ઓળખ છુપાવવા માટે બે સીસીટીવી કેમેરાઓ તોડી નાખી સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું જ્યારે પોતે અન્ય કેમેરામાં કેદ થઈ ગયો હતો, જેણે પોતાના મોઢા પર કપડું બાંધેલું હતું, અને પાછળ ખંભામાં એક મોટો થેલો ટીંગાડેલો હતો, જેમાં કેમેરાની ચોરી કરીને અંદર થેલામાં મૂકીને ભાગી છૂટ્યો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જે ફૂટેજ ના આધારે પોલીસે તસ્કરની શોધખોળ હાથ ધરી છે.

જામનગરમાં તિરુપતિ સોસાયટી માંથી એક મહિલાનો શંકાસ્પદ મૃતદેહ મળી આવતાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ

0

જામનગરમાં તિરુપતિ સોસાયટી માંથી એક મહિલાનો શંકાસ્પદ મૃતદેહ મળી આવતાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ

  • પોલીસે હાલ ગળાફાંસા દ્વારા મૃત્યુ થયું હોવાનું નોંધ્યું: પીએમ રિપોર્ટના આધારે ઘનિષ્ઠ તપાસ: હત્યા ની પણ આશંકા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩૦ ડિસેમ્બર ૨૫, જામનગરમાં તિરુપતિ સોસાયટી શેરી નંબર -૩ માં એક ભાડાના મકાનમાં રહેતી સેજલબેન મહાદેવભાઇ ભરવાડ નામની ૨૮ વર્ષની યુવતી કે જેનો ગઈકાલે રાત્રે મૃતદેહ મળી આવતાં પોલીસ તંત્ર દોડતું થયું હતું. બેડી મરીન પોલીસ સ્ટેશનના પીઆઇ વી બી ચૌધરી અને તેઓની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી, જ્યાં મહિલા ના મૃતદેહનો કબજો સંભાળી પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ પોલીસે પ્રાથમિક તપાસમાં ગળાફાંસાના કારણે તેનું મૃત્યુ થયું હોય તેવું નોંધ્યું છે, અને મૃતદેહને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. અને તેનું તબીબોની ટીમ દ્વારા પોસ્ટ મોર્ટમ કરાવાઈ રહ્યું છે. જેનો રિપોર્ટ આવી ગયા બાદ આગળની વધુ તપાસ કરવામાં આવશે.હાલ આ બનાવમાં મહિલાની હત્યા નીપજાવાઈ હોવાની પણ વાતો વહેતી થઈ હતી, જેથી પોલીસે તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન સેજલબેન કે જે મૂળ અમદાવાદની રહેવાસી હોવાનું, અને અહીં હાલ કરસનભાઈ નામના એક વ્યક્તિ સાથે રહેતી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ કરસનભાઈ હાલ એકાએક ગાયબ થઈ ગયો છે, જેને પણ પોલીસ શોધી રહી છે.ત્યારબાદ મોડી રાત્રે સેજલબેન ના પિતા, કે જેઓ અમદાવાદમાં રહે છે, તેનો પણ પોલીસે સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે તેઓ તરફથી સેજલબેન બાબતે યોગ્ય પ્રતિસાદ મળ્યો ન હતો.જેથી પોલીસ દ્વારા સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવાઈ રહી છે, અને આ બનાવ આત્મહત્યાનો છે કે કેમ, કે કોઈ તેમાં અન્ય કોઈ કારણ છુપાયેલું છે, જે સમગ્ર બાબતમાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવાઇ રહી છે.

જામનગર મહાનગર પાલિકાના પૂર્વ વિપક્ષી કોર્પોરેટર ઉપર મોડી સાંજે હુમલો કરાતાં ભારે દોડધામ

0

જામનગર મહાનગર પાલિકાના પૂર્વ વિપક્ષી કોર્પોરેટર ઉપર મોડી સાંજે હુમલો કરાતાં ભારે દોડધામ : જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા

  • કોંગ્રેસ પાર્ટીમાંથી અગાઉ છૂટા થયા બાદ હાલ ‘આપ’માં જોડાયેલા કોર્પોરેટર પર હુમલો થવાથી સમર્થકો ના ટોળા ઉમટ્યા : પોલીસ ટુકડી દોડી ગઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૯,ડિસેમ્બર ૨૫ જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના પૂર્વ નેતા અને તાજેતરમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા વોર્ડ નંબર ૧૨ ના કોર્પોરેટર અસલમ ખીલજી ઉપર મોડી સાંજે મહાનગરપાલિકાના પ્રવેશદ્વારની બહારના ભાગમાં એકાએક હિચકારો હુમલો કરાતાં ભારે અફડા તફડી મચી ગઈ છે, અને તેઓને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા છે.પૂર્વ કોંગી કોર્પોરેટર અને હાલ તાજેતરમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા અને વિરોધ પક્ષના પૂર્વ નેતા અસલમ ખીલજી મોડી સાંજે જામનગર મહાનગરપાલિકાની કચેરીમાંથી બહાર નીકળ્યા હતા, જે દરમિયાન ભીડભંજન રોડ પર માનપાની મુખ્ય કચેરીના ગઈટ પાસે કેટલાક શખ્સો તેમના ઉપર ધોકા પાઇપ જેવા હથિયારો સાથે તૂટી પડ્યા હતા, અને આડેધડ હુમલો કરી દેતાં હાથ પગ વગેરેમાં ઈજા થવાથી તેમને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને લઈને ભારે અફડાતફડી મચી ગઈ હતી, અને કોર્પોરેટર અસલમ ખીલજીના અનેક સમર્થકો જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને તંગ વાતાવરણ જોવા મળ્યું હતું.આ બનાવની જાણ થતાં પોલીસ ટુકડી ઘટના સ્થળે અને ત્યારબાદ જીજી હોસ્પિટલમાં દોડી ગઈ હતી અને આ બનાવ મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. તેઓ ઉપર કોણે હુમલો કર્યો છે, અથવા કયા કારણસર હુમલો થયો છે, તે જાણી શકાયું નથી. સમગ્ર મામલા પોલીસ વધુ ચલાવી રહી છે.

0

લાલપુર નજીક ગજણા ગામમાં એક શ્રમિક યુવતી ને રીલ બનાવવા ના ચક્કરમાં પોલીસ તંત્ર નું તેડું આવ્યું

ઝેરી દવા વાળા ડબલામાં છાશ પીવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ લાલપુરનું પોલીસ તંત્ર ધંધે લાગ્યું: યુવતીનું નિવેદન નોંધ્યું

દેશ દેવી ન્યુઝ લાલપુર તા ૨૯ ડિસેમ્બર ૨૫, લાલપુર તાલુકાના ગજણા ગામમાં રહેતી એક શ્રમિક યુવતીએ ઝેરી દવા વાળા ડબલામાં છાશ પી લેતા સમયનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરી દીધો હતો, જેના કારણે લાલપુરનું પોલીસ તંત્ર ધંધે લાગ્યું હતું. આખરે યુવતી ને શોધી કાઢ્યા બાદ તેનું નિવેદન નોંધ્યું છે. તેણે રિલ બનાવવા ના ચક્કરમાં પોતાનો વિડીયો બનાવ્યા બાદ સોશિયલ મીડિયામાં મૂકી દીધો હોવાનું જણાવ્યું હતું.

સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવવાના ચક્કરમાં લોકો એટલા પાગલ બની જતા હોય છે, કે તે અન્ય લોકોને મુશ્કેલીમાં મૂકી દેતા હોય છે. આવોજ એક કિસ્સો લાલપુર પંથકમાં પ્રકાશમાં આવ્યો છે. લાલપુર તાલુકાના ગજણા ગામની સીમ વિસ્તારમાં બીપીનભાઈ પટેલની વાડી આવેલી છે જેમાં અલીરાજપુરના જોબાટ જિલ્લાના વતની અને હાલમાં ત્યાં ખેત મજૂરી કામે આવેલા કૈલાશભાઈ સાલમાભાઈ વસ્કલે કે જેની પત્ની સંતરબેન કૈલાશભાઈ વસ્કલે પોતે વાડીમાં છાંટવાની જંતુનાશક દવાની બોટલમાં છાશ ભરીને પિતા ફિલ્મી સોંગ સાથે રીલ બનાવી હતી, અને તે રીલ પોતાના ઇન્સ્ટા આઈડી ઉપરથી અપલોડ કરી દીધી હતી.

જે રીલ વાઈરલ થતાં લાલપુરનું પોલીસ તંત્ર ધંધે લાગ્યું હતું, અને લાલપુરના એ.એસ.આઇ. ડી.ડી. જાડેજા અને તેઓની ટીમના ટીનુભા જાડેજા વગેરેએ લાલપુર તાલુકાના ગજણા ગામમાં તપાસ હાથ ધરી હતી, અને આખરે બીપીનભાઈ પટેલ નામના ખેડૂતની વાડીમાં પહોંચી જઈ ત્યાં હાજર રહેલી સંતરબેન કે જેનું નિવેદન નોંધ્યું હતું, અને તેણે પોતે આ વિડીયો અપલોડ કરી દીધો હોવાનું જણાવ્યું હતું. પરંતુ પોતે તેમાં છાશ પીતી હોય તેવું જણાવ્યું હતું. આખરે પોલીસે તેનું નિવેદન નોંધ્યું છે, અને ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરવા કડક સૂચના પણ આપી છે. તેમજ ઝેરી દવાવાળું ડબલું વગેરે કબજે કરી લીધા છે.

જામનગરના પંચેશ્વર ટાવર પાસે ભેંસ ભૂરાટી થતા ૩ સ્કુટર , એક રીક્ષાને ફિલ્મી રીતે પટક્યા

0

જામનગરના પંચેશ્વર ટાવર પાસે ભેંસ ભૂરાટી થતા ૩ સ્કુટર , એક રીક્ષાને પટક્યા : ભારે નુક્સાન

  • બે યુવતિ અને એક શ્રમિક ગંભીર રીતે ઘવાતા હોસ્પિટલ સારવાર લેવી પડી

  • જામ્યુકાના ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી જઈ ભારે જહેમત બાદ ભેંસ પર કાબૂ મેળવી ઢોર ડબ્બે ખસેડી

દેશ દેવી ન્યુઝ તા. ૨૯ ડિસેમ્બર ૨૫ જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં ભેંસ ભૂરાટી થતા એક રીક્ષા અને ત્રણ સ્કુટરને અડફેટે લેતા મારે અફડા તફડી ફેલાઈ હતી તેમાં બે યુવતિ અને એક શ્રમિક હવામાં ફંગોળાતા મૂઢમાર ઇજાઓ પહોંચી હતીગઈકાલ સવારે પંચેશ્વર ટાવર પાસે આઠ વાગ્યાના અરસામાં એક ભેંસ એકા એક ભુરાતી થઈ રોડ પર ઘસી આવતા ત્રણ સ્કૂટર અને એક ઓટો રીક્ષા ને ઠોકરે ચડાવ્યા હતા જેને લઇ સ્કૂટર પર સવાર બે યુવતિઆને મુંઢમાર ઇજાઓ થઈ હતી બાદમાં અન્ય બે સ્કુટર ને હવામાં ફંગોળતા હોસ્પિટલ સારવાર લેવાનો વારો આવ્યો હતો , એકાએક રોડ પર ઘસી આવેલી ભેંસને લઈ સ્થાનિકો માં ભારે અંધાધૂંધી અને ફફડાટ ફેલાયો હતાં જેથી રાહદારીઓએ જામ્યુંકોના તંત્રને જાણ કરતા ફાયર વિભાગ તાત્કાલિક દોડી આવીતારે જેહેમત બાદ ભેંસ પર કાબુ મેળવ્યો હતો અનેબે કાબુ બનેલી ભેંસને ઢોર ડબ્બે ખસેડાઈ હતી જેને લઇ સ્થાનિકોએ હાસકારો અનુભવ્યો હતો

જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતમાં સાંસદ ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો

0

જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતમાં સાંસદ ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો : વિશાળ સંખ્યામાં આગેવાનો – ખેલાડીઓ જોડાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૫ ડિસેમ્બર ૨૫, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન ના પગલે દેશભરના લોકસભા સંસદીય મત ક્ષેત્રમાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જે અન્વયે જામનગર સંસદિય મત ક્ષેત્ર જામનગર અને દેવભૂમિ દ્વારકા માં ખેલ મહોત્સવ યોજાયો હતો.જેનો આજે જામનગર ના પ્રદર્શન મેદાન માં સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત શહેર જિલ્લાના આગેવાનો અને વિશાળ સંખ્યામાં ખેલાડીઓ અને વાલીઓ પણ જોડાયા હતા.આજના સાંસદ ખેલ મહોત્સવ સમાપન સમારોહમાં વર્ચ્યુલી ઉપસ્થિત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પ્રવચનમાં ખેલાડીઓને સંબોધતાં જણાવ્યું હતું કે કેટલાક કિસ્સામાં વાલીઓ તેમના સંતાનોને રમત ગમત માટે રોકતા હોય છે. માટે હું તમને આપીલ કરું છું કે તેમને રમવા દેવા જોઈએ , ખેલાડીઓ સારી રીતે રમી શકે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર.દ્વારા સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.ત્યારે રમતવીરો ને પણ પોતાનું કૌશલ્ય જાળવી.ને દેશ માટે રમવા માટે વડાપ્રધાન દ્વારા અપીલ કરવામા આવી હતી. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર રમતવીરોમાં રહેલી શક્તિને બહાર લાવવા માટે જે પ્રયત્ન કરી રહી છે તેમાં સૌ કોઈએ સાથ આપવાની જરૂર છે. બાળકોમાં રમત ગમત નો વ્યાપ વધે અને તે રમતોમાં જોડાય તે માટે હું તેમને અપીલ કરું છું કે અભ્યાસની સાથે થોડું રમત ગમતમાં પણ ધ્યાન આપવું જોઈએ.સાંસદ પુનમબેન માડમ એ જણાવ્યું હતું કે આજે સાંસદ ખેલ મહોત્સવ નો સમાપન સમારોહ સાથે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બીહારી બાજપાઈ નો જન્મદિવસ એટલે સુસાસન દિવસ છે. આ ખેલ મહોત્સવમાં ગામડા થી લઈને તાલુકા અને જિલ્લા કક્ષા સુધી ની રમતો માં અઢળક લોકો જોડાયા હતા. અને વડાપ્રધાને પણ વર્ચ્યુલી ઉપસ્થિત રહી ને પ્રેરક બળ પૂરું પાડ્યું હતું. જામનગર માં આજના સાંસદ ખેલ મહોત્સવના સમાપન સમારોહમાં સાંસદ પુનમબેન માડમ જિલ્લા પંચાયત ના પ્રમુખ મઇબેન ગરસર , ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ , મુળુભાઇ બેરા ,અને મેઘજીભાઈ ચાવડા , દિવ્યેશ અકબરી , ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા , ડે .મેયર ક્રિષ્નાબેન સોઢા ,સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન નિલેશ કગથરા , શાસક જૂથ ના નેતા આશિષ જોશી, પૂર્વ ધારાસભ્ય , શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી , જિલ્લા ભાજપ પ્રમુખ વિનુભાઈ ભંડેરી., દ્વારકા જિલ્લા ભાજપ ના પ્રમુખ મયુરભાઈ ગઢવી સહિત ના અગ્રણીઓ સહિત વિશાળ સંખ્યા માં રમતવીર ખેલાડીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હજારો ની સંખ્યા જુદી જુદી રમતો જેવી કે ખો ખો , કબડ્ડી, સંગીત ખુરસી, નારગોલ, રસ્સા ખેંચ ,વોલીબોલ , બાસ્કેટ બોલ , કુસ્તી,ક્રિકેટ વગેરે નું આયોજન થયુ હતુ. જેના ખેલાડીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જેના વિજેતા ખેલાડીઓ ને ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

જામનગરના નિવૃત્ત પોલીસ અધિકારી પર ખૂની હુમલો કરનાર પકડાયો

0

જામનગરના નિવૃત્ત પોલીસ અધિકારી પર ખૂની હુમલો કરી બે મોબાઈલ અને એક રિવોલ્વર જેવું લાઈટર લુંટી લેનાર શખ્સ પકડાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૫ ડીસેમ્બર ૨૫, જામનગર-વડોદરા ઈન્ટરસિટી ટ્રેનમાં મુસાફરી કરી રહેલાં જામનગરના એક નિવૃત પોલીસ ઈન્સ્પેક્ટર પર ગત્ રોજ એક શખ્સ દ્વારા ખૂની હુમલો થયો હતો. આ પ્રકરણની રેલવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી, અને ગણતરીના કલાકોમાં જ મોબાઈલ ફોન ના લોકેશન ના આધારે હુમલાખોર આરોપીને ઝડપી લેવાયો છે.જામનગરના નિવૃત પોલીસ ઈન્સ્પેક્ટર ધર્મેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજા (ઉ.વ.૭૭, રહે. તેજપ્રકાશ સોસાયટી, પંડિત નહેરૂ માર્ગ, જામનગર) ગઈકાલે બુધવારે સવારે ટ્રેન મારફતે અમદાવાદ તરફ જઈ રહ્યા હતાં ત્યારે, તેમના પર એક શખ્સે હુમલો કરી ધર્મેન્દ્રસિંહ જાડેજાને લોહીલુહાણ કરી દીધાં હતાં, આ ઘટના જાહેર થતાં રેલ્વે પોલીસમાં દોડધામ મચી ગઈ હતી અને પોલીસે આ બનાવના અનુસંધાને એક પંજાબી શખ્સની ધરપકડ કરી લીધી છે.

આ મામલામાં એમ જાહેર કરવામાં આવ્યું છે કે, આ હુમલાખોર શખ્સ ટ્રેનમાં બીડી પી રહ્યો હતો, આથી નિવૃત પોલીસ ઈન્સ્પેક્ટર અને આ શખ્સ વચ્ચે તકરાર થઈ હતી. આ નિવૃત પોલીસ ઈન્સ્પેક્ટરની કમરે રિવોલ્વરનું કવર બાંધેલું જોઈ હુમલાખોરને એમ થયું કે, આ ઝઘડો આગળ વધશે તો તેમાં રિવોલ્વરનો ઉપયોગ થઈ શકે છે, આથી તેણે ડરી જઈ ધર્મેન્દ્રસિંહ જાડેજા પર ગેસની બોટલ વડે હુમલો કરી તેમને લોહીલુહાણ કરી દીધા હતા.બાદમાં, રાજકોટ રેલ્વે પોલીસના પોલીસ ઈન્સ્પેક્ટર એચ.એમ. રાણાએ તપાસ દરમ્યાન આ હુમલાખોરને મોબાઈલ લોકેશનના આધારે શોધી કાઢ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ધર્મેન્દ્રસિંહ જાડેજાની કમરે બાંધેલા પટ્ટામાં રિવોલ્વરનું માત્ર કવર જ હતું, તેમાં રિવોલ્વર ન હતી. હુમલાખોરે રિવોલ્વર સમજી આ કવર તથા બે નંગ મોબાઈલ ધર્મેન્દ્રસિંહ જાડેજા પાસેથી લૂંટી લીધાં હતાં.પોલીસે હુમલાખોરની ધરપકડ કરી આ લૂંટેલી બધી ચીજો કબજે લીધી છે. અને હૂમલાખોરનું નામ નિશાંતસિંધ ગુલઝારસિંઘ (ઉ.વ૩૯) જાહેર થયું છે. આ હુમલામાં ઘવાયેલા નિવૃત અધિકારીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. હુમલાખોર માલીયાસણ ગામ નજીકથી ઝડપાઈ ગયો છે. તેણે લૂંટેલા બે મોબાઈલ ફોન પૈકી એક મોબાઈલ ફોનના લોકેશનના આધારે તે ઝડપાયો હતો. આ શખ્સ નોકરીની તલાશમાં જામનગર આવ્યો હતો, એમ પૂછપરછ બાદ જાહેર થયું છે.

જામનગર માં એક મુસાફર નું રોકડ રકમ સાથે નું બેગ ઈકો કારમાં ભૂલી જતાં પોલીસે ગણતરીની મિનિટોમાં શોધી આપ્યું

0

જામનગર માં એક મુસાફર નું રોકડ રકમ સાથે નું બેગ ઈકો કારમાં ભૂલી જતાં કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના સ્ટાફે ગણતરી ની મિનિટોમાં શોધી આપ્યું

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૫ ડિસેમ્બર ૨૫ , જામનગર માં એક મુસાફર ઇકો કાર માં મુસાફરી દરમ્યાન રૂ. ૯૨૭૦૦ ની રોકડ રકમ અને કપડા સાથે બેગ ભૂલી ગયા હતા. જેને કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ સ્ટાફ શોધી કાઢી મૂળ માલિક ને સુપ્રત કર્યું હતું. કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના સ્ટાફ સી.સી.ટી.વી. કેમેરા સર્વેલન્સની કામગીરી પર હતા. ત્યારે અરજદાર કમલેશભાઇ રામશી શીંગળ (રહે. મુળ-હુડવા ફળી જાબુવા મધ્યપ્રદેશ ) હાલ ખંભાળીયા માં ખેત મજુરી કરી પોતાનુ ગુજરાન ચલાવતા હોય અને તેઓ તા.૨૪/૧૨/૨૦૨૫ ના રોજ તેના વતનમાં મધ્યપ્રદેશ જવા માટે જામખંભાળીયા થી જામનગર આવવા માટે એક ઇકો ગાડીમાં બેઠેલ હતા.જેઓ સાત રસ્તા સર્કલ ખાતે ઉતરી તેના બાળકોને ઇકો ગાડીમાંથી નીચે ઉતારતા હોય તે દરમ્યાન તેનુ બેગ જેમાં આશરે ૯૨,૭૦૦ રોકડા રૂપીયા તથા કપડા હોય તે ભુલી ગયા હતા, અને જોગા નું જોગ ત્યા સાત રસ્તા ખાતે ટ્રાફીક પો.સબ.ઇન્સ. આર.એમ. કંડોરીયા હાજર હતા. જેઓએ અરજદારને કમાન્ડ એન્ડ કંટ્રોલ ખાતે મોકલતાં પો.સબ.ઇન્સ. બી.બી.સિંગલ ના માર્ગદર્શન મુજબ એ.એસ.આઇ. પી.એ.ખાણધર, પો.હેડ.કોન્સ પ્રદિપસિંહ સોઢા, પો.કોન્સ સંજયભાઇ જોડ, રીનાબા ગોહિલ તથા એન્જીનીયર પ્રીતેશ વરણ સહિતની ટિમ દ્વારા સંતોષીમાતા મંદિર તથા ક્રિષ્ટલ મોલ લોકેશનના કમાન્ડ એન્ડ કંટ્રોલના સીસીટીવી કેમેરાના ફુટેજ ચકાસતાં જે ઇકો ગાડીમાં બેગ ભુલાઇ ગયું હતુ, તે ગાડીના રજી. નં-જી જે-૧૦- બીઆર -૪૧૩૦ હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ તેનો આરટીઓ ડેટાથી મોબાઇલ નંબર મેળવી ઇકો ગાડીના માલિકના મોબાઇલ નંબર ઉપર સંપર્ક સાધતાં તે પેસેંજરના ફેરા કરતો હોવાનું જાણવા મળ્યું હતું.પરંતુ તે ખાવડી ખાતે પહોંચ્યો હોય તેવુ જણાવતાં ઉપરોક્ત ઇકો વાહન ચાલકને રસ્તામાં મેઘપર-પડાણા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી પી.એસ.ઓ. પાસે ઉપરોક્ત બેગ જમા કરવાનુ જણાવ્યું હતું તેમજ મેઘપર-પડાણા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી પી.એસ.ઓ. જયરાજસિંહ ઝાલાને તે બેગ મળી આવ્યા બાદ જામનગરમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ ખાતે પહોચડાવાનુ જણાવ્યું હતું. જેથી તેઓએ આ બેગને કમાન્ડ એન્ડ કંટ્રોલ ખાતે સમયસર પહોચાડી આપી હતી. આ પછી અરજદારને તેમાં રહેલ તમામ વસ્તુ ચેક કરવાનુ કહેતા તેઓ દ્વારા જાતે થી બેગ તપાસતાં તેમા તેના કપડા તેમજ રોકડ રુપીયા ૯૨,૭૦૦ મળી આવ્યા હતા જે મેળવી લીધા બાદ તેણે સમગ્ર પોલીસ તંત્રનો આભાર માન્યો હતો.

error: Copying and use of the content of the website is considered as illegal activity.