Saturday, October 10, 2026
Home Blog Page 40

જામનગરમાં અપરણિત યુવતી એકાએક લાપતા બની જતા પરિવારજનો ચિંતામાં મુકાયા

0

જામનગરના અંધાશ્રમ આવાસમાં રહેતી અપરણીત યુવતી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ફોર્મ ભરવાનું કહીને એકાએક લાપત્તા બની જતાં પરિવારજનો ચિંતામાં મુકાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૫ ડિસેમ્બર ૨૫, જામનગરમાં ચેમ્બર કોલોની નજીક અંધઆશ્રમ આવાસમાં રહેતી સ્નેહલબેન મુકેશભાઈ પરમાર નામની બારોટ જ્ઞાતિની ૨૫ વર્ષ ની અપરણીત યૂવતી, કે જે પોતાના ઘેરથી સાયબર ક્રાઇમ પોલીસ નું ફોર્મ ભરવાનું કહીને નીકળ્યા બાદ એકાએક લાપતા બની ગઈ હતી. તેણીણી અનેક સ્થળે શોધખોળ કરી હતી, પરંતુ તેણીનો કોઈ પત્તો લાગ્યો ન હતો, ઉપરાંત તેણીનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ થઈ ગયો હતો.આખરે સ્નેહલ બેન ની માતા શોભનાબેન મુકેશભાઈ પરમારે જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને ગઈકાલે રાત્રે પોલીસ મથકમાં ગુમ નોંધ કરાવતાં પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.એન. ત્રિવેદી દ્વારા સ્નેહલબેનની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. આ બનાવને લઈને તેણીનો પરિવાર ચિંતામાં મુકાયો છે.

જામનગરમાં AAP દ્વારા બિહાર ના મુખ્યમંત્રી સામે આશ્ચર્યજનક વિરોધ કરાયો

0

જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા બિહાર ના મુખ્યમંત્રી સામે આશ્ચર્યજનક વિરોધ કરાયો : ૧૧ કાર્યકરો ની અટકાયત

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૩, ડિસેમ્બર ૨૫    બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે એક મુસ્લિમ યુવતી નો હિજાબ ખેંચી તેણીનું જાહેરમાં અપમાન કર્યું હતું. તેના વિરોધમાં આજે જામનગરમાં લાલબંગલા સર્કલમાં આમ આદમી પાર્ટી દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.‘આપ’ના કાર્યકર્તાઓ દ્વારા નીતિશ કુમારની તસ્વીર ને ચોકડી મારી ને પ્રદર્શિત કરી હતી અને તેમની તસ્વીરને પગ નીચે કચડી , જૂતા મારી ને આક્રોશ વ્યક્ત કરી નીતિશ કુમાર માફી માગે ,અને રાજીનામું આપે તેવા સૂત્રો લખેલા પ્લેકાર્ડ દર્શાવ્યા હતાં.ઉપરોક્ત સ્થળે સિટી બી. ડિવિઝન નો મહિલાઓ સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો, અને ‘આપ’ના ૧૧ કાર્યકરો ની અટકાયત કરી હતી. જોકે તેઓને પાછળથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ‘આપ’ના શહેર પ્રમુખ રાજભા સોઢા, ઉપરાંત અસ્લમ ખીલજી, હાજી રીઝવાન જુણેજા, જેનબબેન ખફી સહિતનાઓ જોડાયા હતા.

જામનગરમાં જુદાજુદા વિસ્તારોમાં તાજેતરમાં થયેલી જુદી જુદી ચાર બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો

0

જામનગર શહેરમાં જુદાજુદા વિસ્તારોમાં તાજેતરમાં થયેલી જુદી જુદી ચાર બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો

  • એલસીબી ની ટુકડીએ ચાર ચોરાઉ બાઈક સાથે ૧ તસ્કર ને ઝડપી લીધો : જેના અન્ય સાગરીત ની શોધખોળ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૨,ડિસેમ્બર ૨૫ જામનગર શહેરમાં છેલ્લા ચાર દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં થયેલી વાહન ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબી ની ટીમને સફળતા સાંપડી છે, અને ચાર નંગ ચોરાઉ બાઇક સાથે એક તસ્કરને ઝડપી લીધો છે, જેના સાગરીત ની શોધખોળ હાથ ધરી છે.જામનગર શહેરમાં વાહન ચોરીનો ઉપદ્રવ વધી ગયો હોવાથી એલસીબીની ટુકડીએ વાહન ચોર ટોળકીને શોધી કાઢવા માટે કોમ્બિંગ હાથ ધર્યું હતું, અને જુદા જુદા વિસ્તારોમાં વોચ ગોઠવી ને કાલાવડ નાકા બહાર ખાટકીવાડ વિસ્તારમાં રહેતા અલબાઝ ફારુકભાઈ કટારીયા નામના શખ્સ ને ઝડપી લીધો હતો, અને તેની પાસેથી ચાર નંગ ચોરાઉ બાઈક કબજે કરી લીધા હતા. જેણે જામનગર શહેરમાં અલગ અલગ વિસ્તારમાંથી ચારેય વાહનો ચોરી કરી લીધા હોવાનું કબુલ્યું હતું.તેની સાથે તેનો અનવર ઉર્ફે અનુ ચકેડી ઇસ્માઈલભાઈ સિપાઈ પણ સંડોવાયેલો છે, અને હાલ તે ફરારી બન્યો છે. જેને પોલીસ શોધી રહી છે.પોલીસને પૂછપરછ દરમિયાન મુખ્ય આરોપી અરબાજ કટારીયા કે જે જામનગર શહેરમાં મોડી રાત્રીના રખડતો ભટકતો અને કોઈ રહેણાક-મકાન કે દુકાનની બહાર મોટરસાયકલ પડેલા દેખાય તો તેની ચોરી કરી અને પોતે હાથી પગપાળા ચલાવીને પોતાના મિત્ર ના ઘર સુધી લઈ જતો. અને ડેલા પાસે મૂકી દેતો હતો. ત્યારબાદ સવારે તેમાં ચાવી લગાડી અથવા તો ડાયરેક્ટ કરીને ત્યાંથી ઉઠાવી જતા હતા, આ પ્રકરણમાં ફરારી આરોપીને પોલીસ શોધી રહી છે.

જામનગરમાં બે દાયકા પહેલા તાલુકા પંચાયતના ઉચાપત અને બોગસ દસ્તાવેજ કાંડમાં આરોપીઓને નિદોર્ષ છોડી મૂકવા કોર્ટનો આદેશ

0

વીસ વર્ષ પહેલા જામનગર તાલુકા પંચાયત ના સરદાર પટેલ આવારા યોજનાના કામમાં કોન્ટ્રાકટરો દ્વારા ખોટા દસ્તાવેજો બનાવી અને કરેલ ઉચાપતના કેસમાં આરોપીઓને નીર્દોષ ઠેરવી છોડી મુકતો ઐતીહાસીક ચુકાદો

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૨ ડિસેમ્બર ૨૫ આ કેસન વીગત એવી છે કે, સને ૨૦૦૦ અને ૨૦૦૩ ના સમય ગાળા દરમ્યાન જામનગર તાલુકા પંચાયત દ્વારા સરકાર ની સરદાર પટેલ આવાસ યોજના અન્વયે જામનગર તાલુકા પંચાયત ના અલગ અલગ ગામોમાં કુલ ૬૬ આવાસો બનાવી આપવાનો કોન્ટ્રાકટ પાલનપુરની નવગુજરાત સ્પોર્ટસ એન્ડ વેલ્ફેર એજયુકેશન ટ્રસ્ટ નામની નોનગવમેન્ટ ઓર્ગેનાઈઝેશન ને આપવામાં આવેલ અને આ સંસ્થાએ મતવા તથા જાંબુડા ગામે મકાનો ના કામ પૂર્ણન કર્યા હોવા છતા જે કોન્ટ્રાકટ ના નિયમ અનુસાર સંસ્થાને ત્રણ તબકકે તેમાં પ્લીન્થ લેવલનું કામ પૂર્ણ થયે રૂા. ૯,૦૦૦/- લેન્ટર લેવલનું કામ પૂર્ણ થયે રૂા.૧૨,૦૦૦/- તથા અંતીમ કામ પૂર્ણ થયે કમ્પલીશન સર્ટીફીકેટ રજુ થયે રૂા.૯,૦૦૦/- એમ ત્રણ તબકકે પ્રતી આવાસ દીઠ રૂા. ૩૦,૦૦૦/- ચુકવવાના હતા તે મર્યાદામાં પૂર્ણ નહી કરી અને કામ પૂર્ણ થયેલ ન હોવા છતાં પાલનપુરની કોન્ટ્રાક્ટર સંસ્થા નવગુજરાત સ્પોર્ટસ એન્ડ વેલ્ફેર એજયુકેશન ટ્રસ્ટના મેનેજીંગ ડીરેકટર હર્ષદ બાબુરાજગોર તથા મીતાબેન ચંપકલાલ શોની તથા સંસ્થાના ઈન્જીનીયર રશ્મીકાંત શાંતીલાલ ધારાણી વાળઓએ મતવા ગામના ત્રણ લાભાર્થીઓના પ્લોટ ખુલ્લા હોવા છતા પ્લીન્થ લેવલ સુધીનું કામ પૂર્ણ થયા ના ખોટા બીલો રજુ કરી રૂા.૨૭,૦૦૦/- ની તથા જાંબુડા ગામે કુલ ૬ આવાસોના ખરેખર રૂા. ૧૬,૦૦૦/- નું પ્રતી આવાસનું કામ થયું હોવા છતાં પ્રતી આવાસ દીઠ રૂા.૨૧,૦૦૦/- ના બીલ રજુ કરી રૂા. ૩૦,૦૦૦/- વધારે મેળવી આરોપી રશ્મીકાંત શાંતીલાલ ધારાણી દ્વારા કામ પૂર્ણ થયાનું ખોટું સર્ટી આપી બીલો જામનગર તાલુકા પંચાયતમાં મુકી અને જામનગર તાલુકા પંચાયતના સેકસન ઓફીસર ખોડાભાઈ મોતીભાઈ વરીયા વાળાએ જાંબુડા ગામના બે લાભાર્થીઓના મકાનોનું રૂા.૨૧,૦૦૦/- નું કામ પૂર્ણ થયાનો અભિપ્રયા આપી સરકારશ્રી ના રૂા.૫૭,૦૦૦/- વધારે મેળવી ઉચાપત કરી સરકારશ્રી સાથે વિશ્વાસધાત કરી અને ખોટા બીલો રજુ કરવામાં આવ્યા હતાતે અંગે ના આસીસટન્ટ તાલુકા વીકાસ અધીકારી તાલુકા પંચાયત જામનગર દ્વરા જામનગર સીટી-બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં લેખીત ફરીયાદ આપતા કોન્ટ્રાકટર સંસ્થા નવગુજરાત સ્પોર્ટસ એન્ડ વેલ્ફેર એજયુકેશન ટ્રસ્ટના પ્રમુખ હર્ષદભાઈ રાજગોર તથા મીતાબેન ચંપકલાલ સોની તથા રશ્મીકાંત એસ ધારાણી તેમજ તાલુકા પંચાયત ના સેકસન ઓડીસર ખોડાભાઈ મોતીભાઈ વરિયા સામે આઈ.પી.સી કલમ ૪૦૬ ,૪૦૯ ,૪૨૦ ,૪૬૭ ,૪૬૮, ૪૭૧ તથા ૧૧૪ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ અને તપાસના અંતે નામદાર કોર્ટમાં ચાર્જસીટ ફાઈલ કરવામાં આવેલ.જે કેસ જામનગર એડી.ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટ માં ચાલવા પર આવતા સરકાર પક્ષે કુલ ૧૮ સાહેદો તપાસવામાં આવેલ તેમજ ૪૭ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલ અને તે તમામ સાક્ષીઓની તથા દસ્તાવેજોની વિગતવારની ઉલટ તપાસ બચાવ પક્ષે કરવામાં આવેલ ત્યારબાદ ઉપરોકત સાહેદો અને દસ્તાવેજી પુરાવાઓના આધારે સરકાર તરફે લંબાણ પૂર્વક ની દલીલો કરી પોતાનો કેસ નીશંક પણે સાબીત થયેલ હોય તેવી રજુઆત સાથે તમામ આરોપીઓને મહતમ સજા કરવા રજુઆત કરવામાં આવેલ. જેની સામે બચાવ પક્ષે વકીલ અશોક એચ. જોશી દ્વારા તમામ દસ્તાવેજી પુરાવો અને સાહેદની જુબાનીઓ અંગે ઉલટ તપાસમાં આવેલ વિરોધાભાષી તથા દસ્તાવેજી પુરાવાઓથી તથા સાહેદોની જુબાની થી ફરીયાદ પક્ષ પોતાનો કેસ સાબીત કરી શકેલ નથી તે અંગેની લંબાણ પૂર્વક ની મૈખીક અને લેખીત દલીલો કરી ફરીયાદ પક્ષ દ્વારા આરોપીઓ સામે મુકાવામાં આવેલ તહોમત સાબીત થતું નથી અને ફરીયાદ પક્ષ તેમનો કેશનીશંક પણે સાબીત કરી શકેલ નથી તે દલીલ ને માની અને જામનગર ના મહે. ચોથા એડી.ચીફ જયુડીશ્યલ મેજી.સાહેબ દ્વારા નવગુજરાત સ્પોર્ટસ એન્ડ વેલ્ફેર એજયુકેશન ટ્રસ્ટના હર્ષદ બાબુભાઈ રાજગોર તથા મીતાબેન ચંપકલાલ શોની તથા રશ્મીકાંત શાંતીલાલ ધારાણી તેમજ જામનગર તાલુકા પચાયત ના શેકસન ઓફીસર ખોડાભાઈ મોતીભાઈ વરીયા ના ઓને તમામ આરોપો માથી નીર્દોષ ઠેરવી છોડી મુકવા ન્યાયીક હુકમ કરવામાં આવેલ છે

આ કેસમાં આરોપી તરફે વકિલ અશોક એચ. જોશી, તથા નીખીલ વી. ઉપાધ્યાય તથા મોશીન એચ.ખારા , પ્રદીપભાઈ મકવાણા, સઈદ રુન્જા તથા જયોતી બી. પરમાર રોકાયેલ હતા.

જામનગર ગ્રામ્યના Dysp રાજેન્દ્ર દેવધાની નર્મદા જિલ્લાના રાજપીપળામાં બદલી

0

જામનગર ગ્રામ્યના ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાની નર્મદા જિલ્લાના રાજપીપળામાં બદલી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૧ ડિસેમ્બર ૨૫, જામનગર ગ્રામ્ય વિભાગમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા રાજેન્દ્ર દેવધાને તેમની ઉત્તમ સેવા અને શિસ્તબદ્ધ કામગીરી બદલ બઢતી આપવામાં આવી છે. બઢતી સાથે તેમને નર્મદા જિલ્લાના રાજપીપળામાં વિભાગીય પોલીસ અધિકારી તરીકે જવાબદારી સંભાળવાની રહેશે.રાજેન્દ્ર દેવધાએ જામનગર ગ્રામ્ય વિસ્તારમાં ફરજ દરમિયાન કાયદો-વ્યવસ્થા જાળવવામાં, ગુનાખોરી નિયંત્રણમાં તથા જનસંપર્ક વધારવામાં પ્રશંસનીય કામગીરી કરી છે.જામનગર પોલીસ પરિવાર તરફથી તેમને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

જામનગરમાં બેંકના તત્કાલીન ઓફિસર , મેનેજર સહિત 3 સામે લાંચ માંગવા સંબંધે ડિમાન્ડ કેસ દાખલ

0

જામનગર એસીબી દ્વારા પંજાબ બેંક ના તત્કાલીન ઓફિસર અને બ્રાન્ચ મેનેજર તથા અન્ય એક પ્રજાજન સહિત ત્રણ સામે લાંચ માંગવા સંબંધે ડિમાન્ડ કેસ કર્યો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૦ ડિસેમ્બર, ૨૫ જામનગર એસીબી શાખા દ્વારા ખંભાળિયા ગેઇટ નજીક આવેલી પંજાબ નેશનલ બેંકના તત્કાલીન ઓફિસર તેમજ બ્રાન્ચ મેનેજર અને એક પ્રજાજન સામે મુદ્રા લોન ની સબસીડી મંજૂર કરવાના બહાને રૂપિયા ૪૦ હજારની લાંચની માંગણી કરવા સંબંધે ડિમાન્ડ કેસ કર્યો છે. જેથી ભારે ચકચાર જાગી છે.આ કેસની એસીબી વિભાગમાંથી સાંપડતી વિગતો અનુસાર ગત તારીખ ૧૩.૨.૨૦૨૪ ના રોજ એસીબી શાખા દ્વારા જામનગરમાં ખંભાળિયા ગેઇટ વિસ્તારમાં લાંચ નું છટકૂં ગોઠવવામાં આવ્યું હતું, અને જામનગરની પંજાબ નેશનલ બેંક ખંભાળિયા ગેઇટ શાખા ના જે તે વખતના અધિકારી સંજય રાજકુમાર મીના, ઉપરાંત બ્રાન્ચ મેનેજર મનોહર પ્રસાદ ગણેશ પ્રસાદ રોય અને જામનગર એક નાગરિક ગિરીશ ગોજીયા કે જેઓ દ્વારા એક આસામીને મુદ્રા લોન મંજૂર કરી દેવાના બહાને રૂપિયા ૪૦,૦૦૦ ની લાંચ ની માંગણી કરી હતી, જે અંગેનો ખંભાળિયા નાકા બહાર બજરંગ હોટલ પાસે લાંચ નું છટકું ગોઠવવામાં આવ્યું હતું, પરંતુ તે છટકું નિષ્ફળ નિવડ્યું હતું, અને લાંચની રકમ લીધા વિના ત્યાંથી ચાલ્યા ગયા હતા.આ લાંચ નું છટકૂં નિષ્ફળ ગયું હોવાનું જે તે વખતે જાહેર થયું હતું, પરંતુ આ પ્રકરણમાં એસીબી દ્વારા આગળની કાર્યવાહી ચલાવવામાં આવી હતી, અને બેંકના અધિકારી સંજય મીના તેમજ બ્રાન્ચ મેનેજર મનોહર પ્રસાદ રોય ઉપરાંત એક નાગરિક ગિરીશ ગોજીયા કે જે ત્રણેય વ્યક્તિએ લાંચની રકમની માંગણી કરી હોવાથી બે વ્યક્તિએ રાજ્ય સેવક તરીકે ના પોતાના દુરુપયોગ કર્યો હોવાના અનુસંધાને સરકાર પક્ષે પોલિસ ઇન્સ્પેક્ટર આર એન વિરાણી જાતે ફરિયાદી બન્યા છે, અને ત્રણેય સામે જામનગર એ.સી.બી. ની કચેરીમાં ડિમાન્ડ કેસ કરવામાં આવ્યો છે. રાજકોટ ACB એકમના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલ સમગ્ર મામલાનું સુપરવિઝન કરી રહ્યા છે.

જામનગર વિશાલ હોટલના એકાઉન્ટન્ટ પર હુમલા પ્રકરણમાં ભાનુશાળી સમાજના પ્રમુખ કિરીટ ભદ્રાની આગોતરા જામીન અરજી ફગાવાઈ

0

જામનગર ના વિશાલ ઈન્ટરનેશનલ હોટલના ભાગીદાર અને ભાનુશાળી સમાજના પ્રમુખ કિરીટભાઈ ભદ્વા એ કાવતરૂ રચી એકાઉન્ટન્ટ ઉપર જીવલેણ હુમલો કરાવવાના કેસમાં આગોતરા જામીન અરજી રદ કરતી અદાલત

  • કિરીટભાઈ ભદ્વા દ્વારા ભાગીદારી વિવાદમાં નિદોર્ષ એકાઉન્ટન્ટને જાનથી મારી નાખવાના ઈરાદે ગુનાહીત કાવતરૂ રચી માણસો મોકલ્યાના આક્ષેપો

  • કિરીટભાઈ ભદ્રા મોટી ઉંમરના અને સમાજમાં સારી સાખ પ્રતિષ્ઠા હોય , પરંતુ જે પ્રકારે કાવતરું રચી હેવાનિયતથી હુમલો કરવામાં આવ્યો છે, તે જોતા આરોપીને જામીન મુક્ત કરવામાં આવે તો સમાજમાં ખોટો મેસેજ જશે : એડવોકેટ રાજેશ ગોસાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર  તા. ૨૦ ડિસેમ્બર ૨૫ આ અતી ચકચારી અને ટોપ ઈન ટાઉન કેશની હકિકત એવી છે કે, જામનગરમાં આવેલ પ્રખ્યાત હોટલ વિશાલ ઈન્ટરનેશનલના ભાગીદારો વચ્ચે અંદરો અંદર વિવાદ ચાલતો હોય, તે વિવાદમાં તા.૨૬/૧૧/૨૦૨૫ ના રોજ રાત્રીના એકાઉન્ટન્ટ અમીતભાઈ ચંદુભાઈ ચુડાસમાં કે, જેઓ વિશાલ હોટલમાં છેલ્લા ૧૫ વર્ષ ઉપરાંતથી એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા હોય, તેમના મોબાઈલ ઉપર ફોન આવેલ અને તેમને કાલથી તારે કામે નથી જવાનું તેમ કહેલ અને તેમને તેમના જ ઘર નિચે બોલાવેલ ત્યા મિલન હંજળા, અનિલ ભદ્રા વિગેરે સહીત અન્ય વ્યક્તિઓ પણ હાજર હતા અને તે તમામના હાથમાં જીવલેણ હથીયાર હતા, તેમાંથી મિલન હંજળાઓ દ્વારા ફરીયાદીને એવી ધમકી આપેલ કે, તારે કાલથી હોટલમાં નોકરીએ જવાનું નથી, અમોને કિરીટભાઈ ભદ્વાએ મોકલ્યા છે અને જો જઈશ તો તને તકલીફ પડશે, તેવી ધમકી આપેલ, ત્યારે મુળ ફરીયાદી અમીતે તેમને જણાવેલ કે, મારા આખા પરીવારનો આધાર આ નોકરી ઉપર છે, તેટલું જણાવતાની સાથે આ આરોપીઓ ઉશ્કેરાઈ ગયેલ અને લોખંડના પાઈપથી અને લાકડાના ધોકાઓથી તેમના ઉપર જીવલેણ હુમલો કરી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી અને નાશી ભાગી ગયા હતા.તે બાબતની આ તમામ આરોપીઓ ઉપર જીવલેણ હુમલો કરી અને જાનથી મારી નાખવાની કોશિશની ફરીયાદ જાહેર થયેલ, અને આ હુમલો કરાવનાર તરીકે ભાનુશાળી સમાજના પ્રમુખ કિરીટભાઈ મનસુખભાઈ ભદ્રાનું પણ એફ.આઈ.આર.માં નામ જાહેર કરેલ, તેથી કિરીટભાઈ ભદ્દા દ્રારા આ ગુન્હાના કામે આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવેલ અને તેમના પક્ષે દલીલો થયેલ કે, આ મુળ ફરીયાદી તે વિશાલ હોટલના અન્ય ભાગીદાર સાથે મળેલ છે અને તેમને કોઈ જ કારણ વગર હાલના આરોપી કીરીટભાઈ ભદ્રા નું નામ જાહેર કરાવી દીધેલ છે કીરીટભાઈ ભદ્રા આ કેશમાં હુમલામાં ઈન્વોવ્લડ હોય તેવો કોઈ જ પુરાવો તપાસમાં આવેલ નથી અને આ કીરીટભાઈ ભદ્રા સમગ્ર ભાનુશાળી સમાજના પ્રમુખ છે અને મોટી ઉમરના છે અને સમાજમાં સારી શાખ અને નામના ધરાવે છે તો તેમનો મોટો બિઝનેશ જામનગર ખાતે છે તેઓ કયાંય નાશી ભાગી જાય તેમ નથી, તેથી તેમને જામીન મુકત કરવા જોઈએ, તેમના વિરોધમાં ફરીયાદ પક્ષે ધારદાર રજુઆતો કરવામાં આવેલ કે, આ જેમના ઉપર જીવલેણ હુમલો કરવામાં આવેલ છે તે વ્યકિત એક નિદોર્ષ સમાન્ય નોકરીયાત વ્યકિત છે, તેઓ વર્ષોથી આ વિશાલ હોટલમાં નોકરી કરે છે, આ વિશાલ હોટલમાં કિરીટભાઈ ભદ્રા ભાગીદાર છે, તેમના ભાગીદારો ઉપર દબાણ લાવવા માટે આ એકાઉન્ટન્ટને શીકાર બનાવેલ છેઅને આ પ્રકારે તેમના ઉપર હુમલો કરેલ છે અને આરોપીઓએ હુમલો કરતા પહેલા કીરીટભાઈએ મોકલેલ હોવાનું પણ જણાવેલ છે, અને સમાજના પ્રમુખ હોય અને નાશી ભાગી જાય તેમ ન હોય તેવા કારણથી જામીન મુક્ત કરી ન શકાય જયારે કોઈ વ્યક્તિ ઉપર આટલી હેવાનીયતથી ગુનાહીત કાવતરૂ રચી અને હુમલો કરાવેલ છે, તેવા કિસ્સામાં આ આરોપીને જામીન મુક્ત કરવામાં આવશે તો સમાજમાં ખોટો મેસેજ પસાર થશે અને હજુ તપાસ બાકી છે, અને લાંબો સમય આ આરોપી નાશતો ભાગતા રહ્યા છે, તેથી તેમને જામીન મુક્ત કરવા જોઈએ નહી, આમ નામ.અદાલતે તમામ દલીલો ધ્યાને લઈ અને મુળ ફરીયાદી પક્ષે થયેલ દલીલો માન્ય રાખી અને કિરીટભાઈ મનસુખભાઈ ભદ્રા ની આગોતરા જામીન અરજી રદ કરવાનો હુમ કરેલ, આ કેસમાં મુળ ફરીયાદી અમીત ચંદુભાઈ ચુડાસમાં તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, એપી.પી ધર્મેન્દ્ર જીવરાજાણી, વિશાલ વાય. જાની હરદેવસિંહ આર.ગોહીલ , રજનીકાંત આર.નાખવા, નિતેષ જી.મુછડીયા, તથા કરણ કે. પટેલ રોકાયેલા હતા.

જામનગર માં હાથ ઉછીના રૂપિયા આપનાર ફાઇનાન્સર નું મળતીયાઓએ માથું ફોડયું

0

જામનગરના એક ફાઇનાન્સ યુવાને રૂપિયા ઉછીના આપવા ભારે પડ્યા : પૈસા લેનાર શખ્સ અને તેના મળતીયાઓએ માથું ફોડયું : ૭ ટાંકા લેવા પડ્યા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૯ ડિસેમ્બર ૨૫, જામનગરના એક ફાઇનાન્સર યુવાનને પૈસા આપવા ભારે પડ્યા છે. ઉછીતા પૈસા લેનાર અને તેના ત્રણ સાગરીતોએ મળીને ફાઈનાન્સરનું માથું ફોડી નાખ્યું છે, જેથી માથામાં સાત ટાંકા લેવા પડ્યા છે. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.જામનગરમાં રણજીત સાગર રોડ પર રહેતા અને ફાઇનાન્સનો વ્યવસાય કરતા તેજસ રાજેશભાઈ નંદા નામના ૨૮ વર્ષના ભાનુશાળી યુવાને પોતાના માથા પર લોખંડના પાઇપ- લાકડી- ધોકા જેવા હથિયારો વડે હુમલો કરી માથું ફોડી નાખવા અંગે રવિરાજ યોગેશભાઈ ડાભી, બનિયા યોગેશભાઈ ડાભી, યોગેશભાઈ ડાભી અને સાગર યોગેશભાઈ ડાભી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.ઈજાગ્રસ્ત યુવાનને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેના માથા પર સાત ટાંકા લેવા પડ્યા છે. ફરિયાદી યુવાને આરોપી રવિરાજ ને ૩,૦૦૦ રૂપિયા હાથ ઉછીના આપ્યા હતા, જે રૂપિયા પરત માંગવાના પ્રશ્ને બોલાચાલી થઈ હતી, અને આ હુમલો કરી દેતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

જામનગરના કનસુમરા માં બહુચર્ચિત ટ્રસ્ટના ગોલમાલ પ્રકરણમાં ચાર્જશીટ પહેલા આરોપી જામીન મુક્ત

0

જામનગરના કનસુમરા ગામના ટ્રસ્ટમાં કરોડોની નાણાકીય ગોલમાલના કેસમાં એક આરોપીની ચાર્જશીટ પહેલા વડી અદાલત દ્વારા જામીન મુક્તિ

  • તમામ આરોપીઓ પૈકી એક જ આરોપી ને જામીન મુક્ત કરવા અદાલત નો આદેશ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૯ ડિસેમ્બર ૨૫ આ કેસની વિગત એવી છે કે જામનગર નજીક કનસુમરા ગામ ખાતે ગ્રામ સમસ્તની માલીકીની અવેડીયા તરીકે ઓળખાતી ૨૧ એકર ત્રણ દાયકા પૂર્વે સંપાદનમાં જતાં જેતે સમય ટ્રસ્ટનાં ખાતામાં ૨૨ કરોડ જેટલી માતબર રકમ ટ્રસ્ટનાં ખાતામાં જમા થયેલ તે સમયે ગ્રામજનો દ્વારા ટ્રસ્ટની બોડીની રચના પણ કરવામાં આવેલ લાંબા સમય સુધી આ વહીવટ પારદર્શક રીતે આપેલ. છેલ્લા ત્રણ વર્ષમાં ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ સભ્યોને વિશ્વાસમાં લીધા વિના કરોડોની રકમ અન્ય ટ્રસ્ટોમા ડોનેટ કરી દેવામાં આવેલ તથા અલગ અલગ ખર્ચાઓ બતાવી કરોડોની રકમ વાપરી નાખવામાં આવતા કનસુમરા ગામના રહેવાસી ઈરફાનભાઈ ઈસ્માઈલ ખીરાએ ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ વિરુધ્ધ લેખિતમાં ફરિયાદ, જામનગરના પંચ “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આપી હતીતે અરજીના આધારે પોલીસ દ્વારા ટ્રસ્ટના જ એક ટ્રસ્ટી કાસમભાઈ દોસમામદ ખીરા ની ફરિયાદ ના આધારે પોલીસ દ્વારા આરોપીઓ વિરુધ્ધ પંચ “બી” ડીવિઝન પોલીસ સ્ટેશનમાં (૧)અકરમભાઈ સલીમભાઈ ખીરા (૨)અરકમભાઈ ઈસુબભાઈ ખીરા (૩)અલતાફભાઈ જૂસબભાઈ ખીરા (૪)આમદભાઈ મામદભાઈ ખીરા (૫)ઈકબાલભાઈ હારૂનભાઈ ખીરા (૬)ઈસ્માઈલભાઈ હાસમભાઇ ખીરા (૭)વાલીમામદભાઈ દોસમામદભાઈ ખીરા (૮) હુશેનભાઈ સુલ્તાનભાઈ ખીરા (૯) હનીફભાઈ અલારખાભાઈ ખીરા વિગેરનાઓએ ૧૭ કરોડ ઉપરાંતની રકમ પોતાના અંગત ફાયદા સારું કૌભાંડ કરી ઓળવી ગયેલ હોવાની ફરિયાદ નોંધી લીધેલ જે આઈ.પી.સી. કલમ ૪૦૬ ,૪૦૯ વિગેરે મુજબનો ગુનો નોંધી લેવામાં આવેલ જે ગુનાની તપાસના કામે પોલીસ દ્વારા આરોપી સુરેશભાઈ ઉર્ફે સુરશ મિસ્ત્રી ધીરજલાલ પિસાવાડીયાની ધરપકડ કરવામાં આવી હતી , આરોપી દ્વારા તેમના વકીલ હસમુખ એમ. મોલીયા દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જામીન ઉપર મુક્ત થવા જમીન અરજી કરતા વડી અદાલતના ન્યાયમૂર્તિશ્રી નીખીલ એસ. કેરીયલ દ્વારા આરોપી સુરેશભાઈ ઉર્ફે સુરેશ મિસ્ત્રી ધીરજલાલ પિસાવાડીયાને ૧,૦૦,૦૦૦/- ના જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કરેલ છે.આ કેસમાં આરોપી તરફે વકીલ કેતન પી. આશર, હસમુખ એમ.મોલીયા, કૌશિક આર.ગધેથરીયા, વૈભવ એચ. પ્રાગડા તથા ટ્રેઈની ભાર્ગવ સી. મોલીયા તથા ગુજરાત હાઈ કોર્ટમાં પ્રેમલભાઈ રાચ્છ રોકાયેલ હતા.

જામનગરમાં કોંગ્રેસ દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન : ૩૫ કાર્યકરોની અટકાયત

0

જામનગર શહેર કોંગ્રેસ દ્વારા ટાઉનહોલ સર્કલમાં જોરદાર વિરોધ પ્રદર્શન : પોલીસ દ્વારા ૩૫ કાર્યકરોની અટકાયત

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૮ ડિસેમ્બર ૨૫, જામનગરના ટાઉનહોલ સર્કલમાં શહેર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજા ની આગેવાનીમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, અને હાથમાં બેનર સાથે અનેક કોંગી કાર્યકરો મોટી સંખ્યામાં ઉતરી પડ્યા હતા, દરમિયાન પોલીસ દ્વારા કોંગી પ્રમુખ સહિત ૩૫ કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી છે.નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી તેમજ વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જે બંને ને સુપ્રીમ કોર્ટ દ્વારા મોટી રાહત આપવામાં આવી છે, ત્યારે સમગ્ર દેશમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા આ મામલે કોંગ્રેસના શીર્ષ નેતૃત્વને સત્તાધારી ભાજપ હેરાન પરેશાન કરી રહ્યો છે, અને ઇડી જેવી એજન્સીઓનો દુરુપયોગ કરી બદનામ કરવાની કોશિશ કરે છે, તેવા વિષય સાથે જામનગર શહેરમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.ટાઉનહોલ સર્કલ વિસ્તારમાં જિલ્લા ભાજપ કાર્યાલય પાસે શહેરના કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, અને વિરોધ પક્ષના નેતા ધવલ નંદાની આગેવાનીમાં શહેરના અનેક કોંગ્રેસ કાર્યકરો પોતાના હાથમાં બેનર પોસ્ટર લઈને ઉતરી પડ્યા હતા, અને વિરોધ પ્રદેશ પ્રદર્શન કર્યું હતું. જેના કારણે ટાઉનહોલ સર્કલમાં ચક્કા જામ જેવી પરિસ્થિતિ થઈ હતી.દરમિયાન પોલીસ દ્વારા કોંગ્રેસના તમામ અગ્રણીઓ સહિતના કુલ ૩૫ કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી હતી. જો કે મોડેથી તમામને મુક્ત કરી દેવાયા છે. જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, વિરોધ પક્ષના નેતા ધવલ નંદા અન્ય કોંગ્રેસના કોર્પોરેટરો, કાર્યકરો વગેરે ની અટકાયત કરાઈ હતી.

error: Copying and use of the content of the website is considered as illegal activity.