Saturday, October 17, 2026
Home Blog Page 250

જામનગરમાં ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ બાદ મામલો થાળે

0

જામનગરમાં પોલીસ અને ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ..!

  • ગત મોડી રાત્રે જામનગરની ડેન્ટલ કોલેજમાં બર્થડે ઉજવી રહેલા વિદ્યાર્થીઓને પોલીસે માર માર્યાનો આક્ષેપ : આજે ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓ ઉતર્યા હડતાળ પર .
  • પોલીસવાન કેમ્પસમાં ગઈ ત્યારે વિદ્યાથીઓએ દરવાજા બંધ કરી દેતા મામલો બિચક્યોઃ હાલ મામલો થાળે.
  • રાત્રિના સમયે પોલીસ કર્મચારીઓ નશો કરીને આવ્યા હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે.

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૨૮ ડિસેમ્બર ૨૨ જામનગરની ગર્વેમેન્ટ ડેન્ટલ કોલેજમાં ગતરાત્રિએ વિદ્યાર્થીઓ બર્થડેની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે જ પહોંચેલી પોલીસે વિદ્યાર્થીઓ સાથે મારામારી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાના પગલે વિદ્યાર્થીઓ રાત્રિના સમયે જ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં પણ પોલીસ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ મામલે ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જવાબદાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.

જામનગરની ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ કેમ્પસમાં ગતરાત્રિ એ વિદ્યાર્થીઓ બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા હતા. ત્યારે પોલીસે ત્યાં જઈ વિદ્યાર્થીઓ સાથે મારામારી અને ગાળાગાળી કરી હોવાનો વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ડેન્ટલ કોલેજના કેમ્પસમાં બનેલી આ ઘટના બાદ ચારેક વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશન લઈ જવાતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રાત્રિના સમયે જ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અહીં પણ હાજર પોલીસકર્મીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી.

રાત્રિના સમયે પોલીસ કર્મચારીઓ નશો કરીને આવ્યા હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે. ત્યારે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે પોલીસવાન ગેટમાં અંદર જતા વિદ્યાર્થીઓ ગેટ બંધ કરી દેતા મામલો બિચક્યો હતો જેથી અન્ય પોલિસવાન બોલાવાની ફરજ પડી હતી પરંતુ હાલ ઉચ્ચ ડોક્ટરની મધ્યસ્તિથી મામલો થાળે પડ્યો હતો.

આજે સવારે ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓ એકત્ર થઇને હડતાળ ઉપર ઉતર્યા છે અને ઉપરોકત્ત પોલીસકર્મીઓ સામે તાકીદે કડક કાર્યવાહીની માંગણી કરી રહ્યા છે. બીજી બાજુ સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ ઉચ્ચ અધિકારીની દરમિયાનગીરીથી હડતાલ સમેટાઇ ગઇ હતી અને મામલો થાળે પડ્યો હતો.

સિક્કામાં લોહાણા વેપારીના ગોડાઉનમાંથી ચોરી કરવા આવેલો પૂર્વ કર્મચારી રંગેહાથ ઝડપાયો

0

સિકકામાં ગોડાઉનમાંથી ચોરી કરવા આવેલો પૂર્વ કર્મચારી રંગેહાથ ઝડપાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૬ ડિસેમ્બર ૨૨ જામનગર નજીક સિક્કામાં પંચવટી કોલોનીમાં રહેતા અને સિક્કામાં ”જલારામ એન્ટરપ્રાઇઝ” નામની બાલાજી કંપની ના હોલસેલ ના માલ સામાનના વેચાણની પેઢી ધરાવતા જયેશભાઈ જગજીવનભાઈ બદીયાણી નામના વેપારીએ પોતાના ગોદામમાંથી ચોરી કરી જવા અંગે સિક્કામાં જ રહેતા અને પોતાને ત્યાં અગાઉ કામ કરી ચૂકેલા ”મુસ્તાક સુમરા” નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી મુસ્તાક સુમરા, કે જે લાંબા સમયથી પોતાના ગોડાઉનમાં જ ફરજ બજાવતો હતો. પરંતુ તાજેતરમાં તેના પર માલ સામાન સગેવગે કરવા ની શંકા જતાં તેને ગોદામમાંથી છૂટો કરી દેવાયો હતો. તેમ છતાં પણ હજુ ગોદામમાંથી ચોરી થતી હોવાનું જાણવા મળતાં તાજેતરમાં મોડી રાત્રે વેપારી જયેશભાઈ બદીયાણી અને તેના અન્ય કર્મચારીઓ દ્વારા ગોદામમાં વોચ રાખવામાં આવી હતી, અને કેટલાક કર્મચારીઓ ગોદામમાં સંતાયેલા હતા.

તે દરમિયાન વહેલી સવારે 6.00 વાગ્યાના અરસામાં મુસ્તાક સુમરા રીક્ષા લઈને ચોરી કરવા આવ્યો હતો, અને ગોદામમાં દરવાજા તોડીને અંદર ઘૂસ્યો હતો, દરમિયાન હાજર રહેલા કર્મચારીઓ વગેરેએ તેને રંગે હાથ પકડી પાડ્યો હતો, અને સિક્કા પોલીસ મથકમાં સુપ્રત કર્યો છે. વેપારી દ્વારા છેલ્લા છ મહિનાનો હિસાબ કિતાબ કરતાં કુલ 3,80,883 ની કિંમતના માલ સામાનની કટકે કટકે ચોરી થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી જયેશભાઈ બદીયાણીની ફરિયાદના આધારે આરોપી મુસ્તાક સુમરા સામે ચોરી અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે, અને હાલ તેને કોરેન્ટાઇન કરીને રાખવામાં આવ્યો છે. સમગ્ર મામલે સિક્કાના પોલીસ હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંતભાઈ ગાંભવા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

નવાગામ ઘેડમાં ”સાદિક ખફી” નામના વૃદ્ધ ઉપર યોગેશ બારોટ સહિત 4 નો હુમલો

0

જામનગરમાં નજીવી બાબતે પાડોશીઓમાં બબાલ

  • વૃદ્ધ દંપતી અને પુત્ર સહિત ત્રણ ઉપર તલવાર- છરી વડે હુમલો: મહિલા સહિતના ચાર પાડોશીઓ સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ  જામનગર તા.૨૬ ડિસેમ્બર ૨૨ જામનગરના નવાગામ ઘેડ આનંદ સોસાયટી વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ દંપત્તિ અને તેના પુત્ર પર ઝાડના પાંદડા ખરવાના પ્રશ્ને તલવાર અને છડી વડે હુમલો કરવા અંગે એક મહિલા સહિતના ચાર પાડોશીઓ સામે ફરિયાદ નોંધાવાઈ છે, જ્યારે ત્રણેયને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સાવાર અપાઈ છે.

આ હુમલાના બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવાગામ ઘેડ આનંદ સોસાયટીમાં રહેતા અને ખેતી કામ કરતા સાદિકભાઈ કાસમભાઈ ખફી નામના 62 વર્ષના બુઝુર્ગે પોતાના ઉપર તેમજ પોતાના પત્ની તેમજ પુત્ર સહેજાદ ઉપર છરી અને તલવાર વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પાડોશમાં જ રહેતા યોગેશ બારોટ, કલ્પેશ બારોટ, દિપૂ બારોટ અને યોગેશ બારોટ ની પત્ની વગેરે સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર સાદીકભાઈ ના ઘરમાં બદામનું ઝાડ છે, જે ઝાડના પાંદડા બાજુમાં રહેતા યોગેશ બારોટ ના ઘરમાં પડતા હોવાથી પાડોશીઓએ આવીને તકરાર કરી હતી. જેમાં સાદિકભાઈએ કહ્યું કે ઝાડ છે, જેથી તેના પાંદડા તો ખરતા રહેશે.

જેને લઈને પાડોશીઓ ઉશ્કેરાયા હતા અને તલવાર અને છરી જેવા હથિયાર સાથે ધસી આવી હુમલો કરતાં ત્રણેયને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, અને તેઓને ટાંકા લેવા પડ્યા છે. સીટી બી. ડિવિઝન પોલીસે ચારેય હુમલાખોરો સામે ગુનો નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે.

જામનગરનમાં કરાટે માસ્તરની ધોલાઇ :પૌત્રીની ઉમરની વિદ્યાર્થીની પાસે અનિરછનીય માંગણી કરતા હોબાળો

0

જામનગર શહેરના નામાંકીત કોમ્પલેક્સ માં કરાટે માસ્તરનું કારસ્તાન: પૌત્રીની ઉમરની વિદ્યાર્થીની પાસે અનિરછનીય માંગણી કરતા હોબાળો.

  • વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો!! શિક્ષાના પાઠ ભણાવવાની જગ્યાએ લંપટ માસ્તરે કર્યું ખરાબ કામ.
  • જામનગરના “નામાંકીત કોમ્પલેક્સ” માં ગઇકાલે સાંજે લંપટ માસ્તરે વિદ્યાર્થીની પાસે અનિચ્છીય માગણી કરતા વાલીએ લમધાર્યો.
  • લંપટ માસ્તર પાસે અનેક વિદ્યાર્થીની ભોગ બન્યાની રાવ.
  • આબરૂ જવાની બીક.. કે પછી શરમને કારણે ભોગ બનનારે ફરિયાદ ટાળી.
  • ક્લાસ બંધ કરવાની બાહેધરી આપતા મામલો થાળે
  • ઢગાની કરતૂતે ગુરુ શિષ્યના પવિત્ર સંબંધને કલંકીત કર્યું.

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૪ ડિસેમ્બર ૨૨ જામનગર શહેરમાં ગઇકાલ સાંજનો એક મુદો ચર્ચાના ચાકળે ચડ્યો છે. જેમા સાઇઠ વર્ષીય ઢગાએ પૌત્રીની ઉમરની વિદ્યાર્થીની પાસે અનિચ્છીય માંગણી કરતા ભારે ચકચાર જાગી છે.

સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરના નામાંકીત કોમ્પલેકસમાં કરાટે ફુ..કુ.. ના ક્લાસ લેતા સાઇઠ વર્ષીય ઢગાએ પોતાના ક્લાસની વિદ્યાર્થીનીને ઓફિસમાં બોલાવીને તારુ ”એલોબેલ્ટ” આવી ગયું તેમ કહી મોઢુ મીઠું કરાવાનું કહેતા વિદ્યાર્થિનીએ કહ્યું કાલે પેંડા લેતી આવીશ તો’ ઢગાએ પુછ્યું કેટલા વર્ષ ની છો.. એટલીય ખબર નથી પડતી કે હું શું કવ છુ.!! જેથી વિદ્યાર્થીની ખૂબ જ ગભરાઇ ગઇ હતી અને  ઘરે જઇ પોતાના વાલીને સંઘળી વાત કરી હતી તેથી વાલીએ તેના પાડોશી મિત્રને લઈ માસ્તર પાસે જઈ હોબાળો મચાવ્યો હતો અને સરખી ધોલાઇ કરતા ભારે ચકચાર જાગી હતી દેકારો બોલી જતા આજુ-બાજુની ઓફિસ ધારકો બહાર આવી ગયા હતા લંપત માસ્તર છાત્રો સાથે જાતીય શોષણ કરતો હોવાની અનેક ફરિયાદો ઉઠી રહી હતી પરંતુ કાલે ઢગાનો ભાંડો ફૂટી ગયો હતો. વિદ્યાર્થીનીના વાલી સાથે આવેલ મિત્રએ સમગ્ર ઘટનાનો વિડીઓ ઉતારી લીધો હતો.

હાલ તો આ મુદ્દો શહેરભરમાં ”ટોક ઓફ ધ ટાઉન ” થયો હતો મોડી રાત સુધી ચાલેલ તમાસામાં કરાટે સંચાલક ક્લાસ બંધ કરવાની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો.પરંતુ આ બનાવથી લોકોમાં ઢગા વિરૂદ્ધ ફિટકાર વરસી રહ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે પરિવાર હિમ્મત કરીને આગળ આવે છે કે શું..

મહિલાની દસ વિધા જમીન પચાવા ચાર શખ્સોએ માથામાં ધોકા ફટકાર્યાં

0

જામનગર પંથકના ધ્રાંગડામાં મહિલાની 10 વિઘા જમીન પચાવી પાડવા અંગે ચાર સામે ફરિયાદ

  • જમીનમાં ગેરકાયદે પ્રવેશ કરી લઈ બહેન અને તેના પુત્ર ઉપર હુમલો કરવા અંગે પિતરાઈ ભાઈ સહિત ચાર સામે પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર : તા.૨૪ ડિસેમ્બર ૨૨  મૂળ જામનગર જિલ્લાના ધ્રાંગડા ગામના વતની અને હાલ મોરબીમાં રહીને ઘડિયાળની ફેક્ટરીમાં કામ કરતા મૂળજીભાઈ હમીરભાઈ સોલંકી નામના 26 વર્ષના યુવાને પોતાની માતા ભાનુબેન ની માલિકીની ધ્રાંગડા ગામમાં આવેલી જમીનમાં પ્રવેશ કરી લઈ પોતાને તેમજ પોતાના માતાને માથામાં પથ્થર અને લાકડાના ધોકા વડે હુમલો કરવા અંગે ભાનુબેન ના પિતરાઈ ભાઈ નાનજીભાઈ કાનજીભાઈ મકવાણા, તેમજ તેના પરિવારના હસમુખભાઈ નાનજીભાઈ મકવાણા, નાનુબેન નાનજીભાઈ મકવાણા, અને કંચનબેન કેશવજીભાઈ મકવાણા સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદ માં જાહેર કરાયા અનુસાર ભાનુબેન ની માલિકીની વારસાઈ 10 વીઘા ખેતીની જમીન કે જે જામનગર તાલુકાના ધ્રાંગડા ગામમાં આવેલી છે, જે જમીનમાં ચારે આરોપીઓએ પ્રવેશ કરી લીધો હતો, અને ગઈકાલે ભાનુબેન તેના પુત્ર મૂળજીભાઈ તથા નરેશ અને પુત્રીઓ પારુબેન અને રમીલાબેન ને લઈને પોતાની જમીન જોવા આવ્યા હતા.

જે દરમિયાન આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ અનુબેન અને તેના પુત્ર પર હુમલો કરી દીધો હતો. જે સમગ્ર મામલો પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં મકાનમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

0

જામનગરમાં મકાનમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૪ ડિસેમ્બર ૨૨ જામનગરમાં જુના રેલ્વે સ્ટેશનમાં એક રહેણાંક મકાનની અંદર દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની વાતમીના આધારે પોલીસે દરોડો પાડી મકાનમાંથી દેશી દારૂની ચાલૂ ભઠ્ઠી પકડી પાડી છે, અને દેશી દારૂ તથા તેની સામગ્રી સહિત રૂપિયા 11,100 ની માલમતા કબજે કરી લીધી છે.

આ દરોડા ની વિગત એવી છે કે જામનગરમાં જુના રેલ્વે સ્ટેશન પાસે પાણીના ટાંકા નજીક રહેતા તુષાર ચુનીભાઇ ફીસળીયા નામના શખ્સ દ્વારા પોતાના રહેણાક મકાનમાં દેશી દારૂ ગાળવાનું કામ કરવામાં આવી રહ્યું છે તેવી બાતમીના આધારે એલસીબી ની ટીમે દરોડો પાડયો હતો.

જે ધરોડા દરમિયાન મકાનમાંથી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી મળી આવી હતી. જેથી એલસીબી ની ટીમે દારૂના ધંધાર્થી તુષાર ચુનીભાઇની અટકાયત કરી લઈ તેના રહેણાક મકાનમાંથી તૈયાર દેશી દારૂ, અને દારૂની ભઠ્ઠીના સાધનો સહિત રૂપિયા 11,100 ની માલસામગ્રી કબજે કરી લીધી છે, અને સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં આ મામલે ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.

ખંભાળિયામાં વૃદ્ધને ત્રણ કૌટુંબિક શખ્સોએ મરણતોલ માર માર્યો

0

ખંભાળિયામાં વૃદ્ધ ઉપર ત્રણ કૌટુંબિક શખ્સોનો હુમલો.

 દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૪ ડિસેમ્બર ૨૨ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા ભાયાભાઈ મેસાભાઈ ચાવડા નામના 60 વર્ષના આહિર વૃદ્ધ સાથે વાડીના શેઢા બાબતનું અગાઉનું મન-દુ:ખ રાખી, આ જ ગામના સામત મેરામણભાઈ ચાવડા, પરેશ સામતભાઈ ચાવડા અને માંડણ સામતભાઈ ચાવડા નામના ત્રણ શખ્સોએ લોખંડના પાવડા, લાકડી તથા ખપારી જેવા મારક હથિયારો વડે હુમલો કરી, ફરિયાદી ભાયાભાઈને બેફામ મારતા તેમને ફ્રેક્ચર સહિતની ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આટલું જ નહીં, આરોપી શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા આ સમગ્ર બનાવવા અંગે ખંભાળિયા પોલીસ મથકમાં ત્રણેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 324, 325, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

પાલીતાણાના ધર્મસ્થાનમાં તોડફોડની ઘટનાના જામનગરમાં ઘેરા પડઘા : જુવો VIDEO

0

પાલીતાણાના ધર્મસ્થાનમાં તોડફોડની ઘટનાના જામનગરમાં ઘેરા પડઘા

  • ભાજપના કોર્પોરેટર નિલેશ કગથરાના આહવાનને લોકોનો સંર્પુણ ટેકો.
  • જામનગરમાં જૈન સમાજમાં રોષ અમુક બજારોમાં અડધા દિવસની હડતાળ.
  • વિશાલ રેલીમાં જૈન સમાજના આગેવાનો અને લોકો બહોળી સંખ્યામાં જોડાયા.
  • જૈન સમાજના વેપારીઓ સાથે સોની બજારના તેમજ કંદોઈ સુખડીયા વેપારીઓએ અડદો દિવસ.
  • ધંધા- રોજગાર બંધ રાખ્યા: શહેરમાં ફરી વિશાળ બાઈક રેલી: ડી.કે.વી. કોલેજ સર્કલથી પદયાત્રા કરી કલેકટર કચેરી પહોંચી પાઠવાયું આવેદન.

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૩ ડિસેમ્બર ૨૨ પાલીતાણામાં શેત્રુંજય પર્વત પર પ્રભુ શ્રી આદિનાથ દાદાની ચરણ પાદુકા રોહિશાળામાં તોડફોડના બનાવને લઈને સમગ્ર ગુજરાતના જૈન સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે. જેના અનુસંધાને જામનગરમાં પણ સમસ્ત જૈન સમાજ દ્વારા પણ રોષ પ્રગટ કરાયો છે, અને આજે સવારથી બપોર સુધી વેપાર ધંધા બંધ રાખી આ3/4ોશભેર બાઇક રેલી કાઢવા સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું.

જામનગરના ચાંદી બજારમાં જ્યોતિ- વિનોદ જૈન ઉપાશ્રય માં સમસ્ત જૈન સમાજના વિવિધ ફિરકાઓના જૈન સમાજના દરેક જ્ઞાતિના પ્રમુખો, દેરાસરના ટ્રસ્ટીઓ, ઉપાશ્રયના ટ્રસ્ટીઓ, જૈન સંસ્થા ના હોદ્દેદારો, સોશિયલ ગ્રુપ- મહિલા મંડળ તેમજ જૈન શૈક્ષણિક સંસ્થાના આગેવાનો ની પરમદીને તાકીદની બેઠક યોજાઇ હતી.

જેમાં પાલિતાણાની ઘટનાના સંદર્ભે રોષ પ્રકટ કરવામાં આવ્યો હતો, અને આ બનાવને વખોડી કાઢવા માટે ભારતના પ્રધાનમંત્રી તેમજ ગૃહ મંત્રી, ઉપરાંત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીને જામનગરના જિલ્લા કલેકટર મારફતે આવેદનપત્ર આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ શહેર જિલ્લાના દરેક જૈન સમાજના લોકો પોતાના વેપાર ધંધા બપોરે 12.00 વાગ્યા સુધી બંધ રખાયા હતા

આ ઉપરાંત જૈન શાસન સુરક્ષા યુવા સમિતિના પ્રમુખ નિલેશભાઈ કગથરા તેમજ સેકેટરી ભરતભાઈ વસાની આગેવાનીમાં સ્કૂટર રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં જૈન સમાજના અગ્રણીઓ- હોદ્દેદારો- જુદી જુદી સંસ્થાના આગેવાનો વગેરે બાઈક સાથે બહોળી સંખ્યામાં જોડાયા હતા.

જામનગરના શેઠજી દેરાસરથી રેલી નો પ્રારંભ થયો હતો, જે ચાંદી બજાર, માંડવી ટાવર, સેન્ટ્રલ બેન્ક રોડ, હવાઈ ચોક, ભંગાર બજાર, થઈ પંચેશ્વર ટાવર, બેડી ગેઇટ, ટાઉનહોલ, અંબર સિનેમા, જી.જી. હોસ્પિટલ, ડીકેવી સર્કલ, વિરલબાગ, જોગર્સ પાર્ક થઈ જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી હતી, જયાં આવેદન પત્ર સુપ્રત કરી ને પાલીતાણા ની ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી.જામનગર ની સોની બજાર પણ સજ્જડ બંધ રહી હતી, અને જૈન સમાજ દ્વારા અપાયેલા બંધ ના એલાન ને સમર્થન મળ્યું છે.

જામનગરમાં ચાંદીના ઘરેણાની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો: મહિલાની અટકાયત

0

જામનગરમાં ચાંદીના ઘરેણાની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : મુદ્દામાલ સાથે મહિલાની અટકાયત

  • જામનગર: જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલ ઘરેણાની દુકાનમાં થયેલ ચાંદીની ચોરીમાં સીસી ફુટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરીને એક મહીલાને મુદામાલ સાથે અટકયાતમાં લીધી હતી.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.ર૩ ડિસેમ્બર ૨૨ જામનગર શહેરમાં બનતા ઘરફોડ ચોરીના ગુન્હા શોધવા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક વરૂણ વસાવા તથા પીઆઇ એમ.બી. ગજજરના માર્ગદર્શન મુજબ સીટી-એ ડીવીઝન પીએસઆઇ બી.એસ.વાળા સાથે પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન સ્ટાફના હેડ કોન્સ, રવિરાજસિંહ જાડેજા, દેવાયતભાઇ કાંબરીયા, પો.કોન્સ. વિક્રમસિંહ જાડેજાને તેમના અંગત બાતમીદારોથી હકિકત મળેલ કે જામનગર સીટી-એ ડીવીઝન કલમ 380, 454 મુજબના કામે ચોરીમાં ગયેલ મુદામાલ લઇ એક મહીલા સોના-ચાંદીની દુકાનો પાસે આંટાફેરા કરે છે અને તેને શરીરે કાળા તથા સફેદ કલરની ફુલની ડિઝાઇનવાળી સાડી તથા ગુલાબી કલરનું બ્લાઉઝ, બ્લુ કલરની સાલ પહેરેલ છે તે બાબતે વોચમાં હતા.

દરમ્યાન મહિલા આરોપી લીલાબેન બધા સોલંકી-દેવીપુજક (ઉ.વ.65) રહે. સાતરસ્તા સર્કલ, પ્રદર્શન ગ્રાઉન્ડ જામનગર, મુળ રહે. સરકારી દવાખાના પાસે જુનુ બાલઆશ્રમ નદી કાંઠે ગોંડલ, જી. રાજકોટ તેમજ સોલવન રોડ ઉપર ગોંડલ રાજકોટવાળી મળી આવતા, અંગઝડતી કરતા આરોપી મહીલા પાસેથી ચાંદીના બે જોડી સાંકળા જેનુ વજન 112 ગ્રામ, કિ. 11500 ગણી તથા એક ચાંદીની લકી જેનુ વજન 3 ગ્રામ કિ. 1500 ગણી કુલ મુદામાલ કિ. રૂ. 13000નું મળી આવતા સીટી-એ ડીવીઝન કલમ 380, 454 મુજબના મુદામાલ તરીકે કબ્જે કરી ઘરફોડ ચોરીનો વણ શોધાયેલ ગુનો ડીટેકટ કર્યો હતો.

લાલપુરના પીપર ગામમાં પ્રૌઢ સહિત બે વ્યક્તિઓને પિતા-પુત્રોએ ઢીબી નાખ્યા

0

લાલપુર પંથકના પીપર ગામમાં પ્રૌઢ સહિત બે વ્યક્તિઓ ઉપર પાઈપ અને છરી વડે હુમલો

  • આરોપી:- (૧)હરીમભાઈ ગોગનભાઈ ગોરાણીયા (૨) સુરેશભાઈ હરીમભાઈ ગોરાણીયા (૩) ખીમાભાઈ હરીમભાઈ ગોરાણીયા રહે.બધા પીપર ગામ વાડી વિસ્તાર તા.લાલપુર,જી.જામનગર
  • કંપનીના ગેટ માંથી પસાર થવાની “ના” પાડી તો’ ઢીબી નાખ્યા.

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૨૨ ડિસેમ્બર ૨૨ લાલપુર તાલુકાના પીપર ગામમાં રહેતાં અને સસોઇ ડેમ પાસે આવેલી ગુલમરો કંપનીમાં ફરજ બજાવતા દાઉદભાઈ સમા નામના પ્રૌઢ તેની કંપનીના ગેઈટ પાસે હરીમ ગોરાણીયાની ખેતીની જમીન કંપનીના ગેઈટની બાજુમાં જ આવેલી હોવાથી હરીમ ગોગન ગોરાણીયા, સુરેશ હરીમ ગોરાણીયા અને ખીમા હરીમ ગોરાણીયા નામના શખ્સો તેમની ખેતીવાડી માટે અલગ રસ્તો હોવા છતાં અવાર-નવાર કંપનીના ગેઈટ પાસેથી દાદાગીરીથી પસાર થતા હોય જેથી પ્રૌઢે પિતા અને પુત્રોને આ રસ્તાનો ઉપયોગ કરવાની ના પાડી હોવા છતાં અવાર-નવાર આ જ રસ્તાનો ઉપયોગ કરતાં હતાં દરમિયાન વધુ એક વખત પિતા અને બે પુત્રો એ કંપનીના ગેઈટ પાસેના રસ્તાનો ઉપયોગ કરતા પ્રૌઢે ના પાડી હતી. જેથી ઉશ્કેરાયેલ હરીમ ગોરાણિયા, સુરેશ ગોરાણીયા અને ખીમા ગોરાણીયા નામના ત્રણ શખ્સોએ એકસંપ કરી લોખંડના પાઈપ વડે દાઉદભાઈ સમા ઉપર હુમલો કર્યો હતો.

તેમજ લાકડાના ધોકા વડે અને ઢીકાપાટુનો માર મારતા અશોકભાઈ વાઘેલા છોડાવવા વચ્ચે પડયા હતાં જેથી ખીમા ગોરાણીયાએ અશોકભાઈ ઉપર છરી વડે હુમલો કરી આંખના ઉપરના ભાગમાં ઈજા પહોંચાડી પતાવી દેવાની ધમકી આપી અપશબ્દો કહ્યા હતાં. ત્રણ શખ્સો દ્વારા કરાયેલા હુમલામાં પ્રૌઢ સહિત બે વ્યક્તિઓને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ બનાવની જાણ થતા એએસઆઈ કે.કે. ચાવડા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ દાઉદભાઈના નિવેદનના આધારે ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.

error: Copying and use of the content of the website is considered as illegal activity.