Saturday, October 17, 2026
Home Blog Page 249

જામનગરમાં રેતીના ધંધાર્થી ઉપર ત્રણ શખ્સોનો હુમલો

0

જામનગરમાં રેતીના ધંધાર્થી ઉપર હિચકારો હુમલો: ત્રણ સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૨ જાન્યુઆરી ૨૩: જામનગરમાં ગ્રીન સિટી-૫ માં રહેતા અને રેતી નો વ્યવસાય કરતા મહોબતસિંહ અભયસિંહ જાડેજા નામના 60 વર્ષના બુઝુર્ગ કે જેઓ ગઈકાલે ઠેબા ચોકડી થી સરમત પાટીયા પાસે પોતાની કાર લઈને જઈ રહ્યા હતા, જે દરમિયાન સાંઢીયા પુલ પાસે તેમની કાર ને રાજભા કેશુભા સોઢા નામના જોડીયા ના એક શખ્સ, ઉપરાંત લાખાણી ના જુવાનસિંહ અને તેના એક સાગરીત વગેરે ત્રણ શખ્સોએ રોક્યા હતા.

જેઓને ગાડીમાંથી બહાર બોલાવ્યા પછી તેમના પર છરી વડે હુમલો કરી દીધો હતો. આ બનાવના કારણે તેઓ ઇજાગ્રસ્ત થયા હતા, અને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી. આ બનાવ અંગે મોહબતસિંહ જાડેજાએ ત્રણેય હુમલા ખોરો સામે ફરિયાદ નોંધાવતાં પંચકોશી બી. ડિવિઝન પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર ખોડીયાર કોલોની વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી સાથે “નેપાળી” શખ્સનું દુષ્કર્મ

0

જામનગર ખોડીયાર કોલોની પાસેના નીલકમલ સોસાયટી વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવતા ભારે ખળભળાટ

  • પોલીસે સર્જન નેપાળી નામના ગુરખાની ઘરપકડ કરી રીમાન્ડની તજવીજ
  • ખોડીયાર કોલોની વિસ્તારના નિલકમલ સોસાયટીના બનાવ : ભારે ચકચાર
  • આરોપી :- સર્જન ઉર્ફે સાજન જંગબહાદુર વિશ્વકર્મા જાતે નેપાળી રહે.દીગ્જામ પુલ નીચે જામનગર

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨ જાન્યુઆરી ૨૨  જામનગરના ખોડીયાર કોલોની નીલકમલ સોસાયટી પાત્રીસ વર્ષના નેપાલી શખ્સ દ્વારા પાંચ વર્ષની બાળકી સાથે બિભસ્ત અડપલા કર્યાનો બનાવ પ્રકાશમાં આવતા ભારે ખળભળાટ સાથે ફીટકાર વરસી રહ્યો છે.

પોલીસ સુત્રમાંથી જાળવા મળતી માહિતી મુજબ ખોડીયાર કોલોની પાછળ આવેલ નીલકમલ સોસાયટીના અલંકાર એપાર્ટમેન્ટમાં ચોકીદાર તરીકે નોકરી કરતા નેપાળી શખ્સે પાંચ વર્ષની બાળા સાથે બિભત્સ અડપલા કરતા દેકારો બોલી ગયો હતો

આથી મામલો સીટી સી ડીવીઝન પોલીસ મથકે પહેચ્યો હતો જેથી પોલીસે દુષ્કર્મ, પોકસો સહિતની કલમ હેઠળ સર્જન નેપાળી નામના શખ્સ સામે ફરિયાદ નોંધી ધરપકડ કરી રીમાન્ડ માટેની તજવીજ હાથ ઘરી છે.

ભાણવડ નજીકથી ”ક્તલખાના” ના ઇરાદેથી ભેંસો ભરીને જતો ટ્રક ઝડપાયો: “બિલાલ” અને “ભિખુ” ની અટકાયત

ભાણવડ પાસેથી ભેંસો ભરીને જતો ટ્રક ઝડપાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨ જાન્યુવારી ૨૩ ભાણવડ: ભાણવડના મોટા પુલ પાસે ગત રાત્રિના આશરે 11:30 વાગ્યાના સમયે પસાર થતા જી.જે. 14 ઝેડ 6102 ને ભાણવડ પંથકના રહીશ રણમલભાઈ પરબતભાઈ મોઢવાડિયા (ઉ.વ. 28) નામના યુવાન દ્વારા શંકાના આધારે અટકાવી તેમાં જોતા આ ટ્રકની અંદર બાર ભેંસો દોરડા વડે બાંધીને લઈ જવાતી હોવાનું ધ્યાને આવ્યું હતું.

આથી આ બાબતે સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસ કાફલો આ સ્થળે દોડી ગયો હતો અને ઉપરોક્ત ટ્રકનું નિરીક્ષણ કરતા આ ટ્રકના ચાલક એવા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના નવાગઢ ખાતે રહેતા બિલાલ હુસેન કારવા નામના 23 વર્ષના ખાટકી શખ્સ દ્વારા કોઈપણ જાતના આધાર પુરાવા કે સક્ષમ અધિકારીની મંજૂરી વગર ટ્રકમાં ક્રૂરતાપૂર્વક બાર ભેસોને લઈ જવાતી હોવાનું ખુલવા પામ્યું હતું.

આ તમામ ભેસ તેણે ભાણવડ તાલુકાના ઢેબર ગામના રહીશ ભીખુ હાસમ હિંગોરા પાસેથી લીધી હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે રણમલભાઈ પરબતભાઈ મોઢવાડિયાની ફરિયાદ પરથી રૂ. 3 લાખની કિંમતના ટ્રક તથા રૂપિયા 1.20 લાખની કિંમતની 12 ભેંસ હસ્તગત કરી, આરોપી બિલાલ હુસેન કરવાની અટકાયત કરી હતી. જ્યારે અન્ય એક શખ્સ ભીખુ હાસમ હિંગોરા સહિત આ પ્રકરણમાં પોલીસે આઈ.પી.સી. કલમ 114 તથા પશુ સંરક્ષણ ધારાની કલમ મુજબ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

19 ટન કોલસાના શંકાસ્પદ જથ્થા સાથે બેડીનો શખ્સ ”SOG” ના હથ્થે ચડ્યો

0

જામનગર: 19 ટન કોલસાના શંકાસ્પદ જથ્થા સાથે બેડેશ્ર્વરના શખસની ધરકડ

  • જામનગર SOG ના PSI જયદિપસિંહ.ડી પરમાર તથા સ્ટાફના શોભરાજસિંહ જાડેજા અને હર્ષદભાઈ ડોરીયાને ખાનગી બાતમી મળી હતી.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૩૧ ડિસેમ્બર ૨૨  જામનગરની એસઓજી શાખા દ્વારા બેડી વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરી 19 ટન જેટલો શકપડતો કોલસો ભરેલા એક ટ્રક સાથે બેડેશ્વર વિસ્તારના એક શખ્સને પકડી પાડ્યો છે, અને તેની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.

જામનગરની એસ.ઓ.જી. શાખા દ્વારા બેડી બંદર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન કોલસાનો જથ્થો ભરીને એક ટ્રક પસાર થઈ રહ્યો હતો. જેથી એસોજીની ટુકડી હતી તે ટ્રક ને અટકાવી તેના ચાલક બેડી ઇકબાલચોક વિસ્તારમાં રહેતા હુસેન અબ્દુલભાઈ જેડા ને અટકાવ્યો હતો, અને કોલસાના કાગળો માંગ્યા હતા.

પરંતુ તેની પાસે કોઈ પણ પ્રકારના કોલસાના જથ્થાના બિલ- આધાર વગેરે હાજર ન હતા, તેથી એસ.ઓ.જી. શાખા ની ટુકડી છે રૂપિયા 65,000 ની કિંમતનો શક પડતો કોલસો તેમજ રૂપિયા પાંચ લાખની કિંમતનો ટ્રક વગેરે શક પડતી મિલકત તરીકે કબજે કરી લીધા છે, અને તેની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.

નાગરપરા વિસ્તારમાં બહેનના લાખોના દાગીના પચાવી પાડ્યાની ભાઇ-ભાભી સામે ફરિયાદ

0

જામનગરમાં બહેનના લાખોના દાગીના પચાવી પાડ્યાની ભાઇ-ભાભી સામે ફરિયાદ

  • યુવતીએ પોતાના સ્ત્રી ધનનું રૂપિયા પાંચ લાખનું સોનું સાચવવા આપ્યું’તુ…

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૩૧ ડીસેમ્બર ૨૨ જામનગરમાં નાગરપરા વિસ્તારમાં રહેતી પુનિતાબેન સંજયભાઈ ચાંદ્રા નામની 40 વર્ષની ભાનુશાળી જ્ઞાતિની પરણીત યુવતીએ પોતાનું રૂપિયા પાંચ લાખની કિંમતનું 15 તોલા સોનું પચાવી પાડવા અંગે પોતાના ભાઈ પ્રવીણભાઈ કાંતિભાઈ કનખરા, સોનલબેન પ્રવીણભાઈ કનખરા તેમજ દીપક કાંતિભાઈ કનખરા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ગત 02 ડિસેમ્બર 2014 ના સમયગાળા દરમિયાન પુનિતાબેને પોતાનું સ્ત્રીધન જેમાં ચાર તોલા સોનાનું મંગળસૂત્ર, ચાર નંગ સોનાની બંગડી, બે નંગ સોનાની વીંટી, બે નંગ સોનાના કડા, એક નંગ સોનાનો હાર, બે નંગ સોનાના ચેન , સોનાનો નાકનો દાણો વગેરે મળી 15 તોલા સોનું સાચવવા માટે આપ્યું હતું.

જે પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતાં આખરે મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને બે ભાઈઓ અને ભાભી સામે ફરિયાદ નોંધાવી છે. આ બનાવને લઈને ભારે ચકચાર જાગી છે.

જામનગર ચાંદી બજાર ચોકનો “રૂપલો” ક્રિકેટનો ડબ્બો રમાડતો ઝડપાયો: 3 નામ ખૂલ્યા

0

જામનગર કલ્યાણજી ચોકમાં મોબાઈલ ફોન પર ક્રિકેટનો જુગાર રમતો “રૂપલો “ઝડપાયો: ત્રણના નામ ખૂલ્યા.

  • સીટી-એ ”D” સ્ટાફના દેવાયતભાઇ કાંબરીયા, વિક્રમસિંહ જાડેજા તથા રવીરાજસિંહ જાડેજાને બાતમી મળી હતી.
  • આરોપી : (૧) તુષાર ઉર્ફ રૂપેશ હરસુખભાઇ મહેતા જાતે વાણીયા ઉ.વ ૪૮ ધંધો કટલેરી – રહે કલ્યાણજી ચોક મકીમ શેરી ચાંદી બજાર (૨) કપાત કરાવનાર પરેશભાઇ પરમાર (૩) રવી ભરવાડ (૪)  કપાત લેનાર અશોક ઉર્ફ બાબુલ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩૦ ડિસેમ્બર ૨૨ જામનગર શહેરમાં થી વધુ એક ક્રિકેટના સટ્ટાખોરને સીટી એ. ડિવિઝન પોલીસે પકડી પાડ્યો છે, અને તેની પાસેથી મોબાઇલ ફોન અને રોકડ રકમ સહિતની સામગ્રી કબજે કરાઇ છે, તેની સાથે ક્રિકેટના સોદાની કપાત કરનારા અન્ય ત્રણ શખ્સોને ફરારી જાહેર કરાયા છે.

જામનગરમાં ચાંદી બજાર કલ્યાણજીના ચોક વિસ્તારમાં રહેતો તુષાર ઉર્ફે રૂપેશ અશોકભાઈ મહેતા નામનો શખ્સ ગઈકાલે કલ્યાણજીના મંદિર વિસ્તારમાં જાહેરમાં પોતાના મોબાઈલ ફોન મારફતે ક્રિકેટનો સટ્ટો રમી રહ્યો હોવાથી તેને ઝડપી લીધો હતો. તેની પાસેથી પોલીસે મોબાઈલ ફોન અને રૂપિયા 12,000 ની રોકડ રકમ સહિત રૂપિયા 27,000 ની માલ મત્તા કબજે કરી છે.

ઉપરાંત તેની પૂછપરછ દરમિયાન પોતે પરેશભાઈ પરમાર, રવિભાઈ ભરવાડ, અને અશોક ઉર્ફે બાબુલ નામના શખ્સ સાથે ક્રિકેટના સોદાની કપાત કરી રહ્યો હોવાનું કબુલતાં પોલીસે તે ત્રણેયની શોધખોળ હાથ ધરી છે.

આ કામગીરીમા પોલીસ ઇન્સ. એમ.બી.ગજજર તથા પો.સબ.ઇન્સ બી.એસ.વાળા સાહેબ તથા પો.હેડ.કોન્સ. દેવાયતભાઇ રામાભાઇ કાંબરીયા તથા રવીરાજસીહ અનીરૂદ્ધસિંહ જાડેજા તથા રવીન્દ્રસિંહ નાથુભા પરમાર તથા મહીપાલસિંહ મયુરસિંહ જાડેજા તથા સુનિલભાઇ અરજણભાઇ ડેર તથા વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા તથા શૈલેષભાઇ કાંતીલાલ ઠાકરીયા તથા મહેન્દ્રભાઇ રમેશભાઇ પરમાર તથા રાજેન્દ્રસિંહ ધનશ્યામસિહ ડોડીયા તથા ખોડુભા કનુભા જાડેજા તથા પો.કોન્સ રૂષિરાજસિંહ લાલુભા જાડેજા તથા પો.કોન્સ રવીભાઇ ગોવીંદભાઇ શર્મા તથા યોગેન્દ્રસિહ નીરૂભા સોઢા દ્વારા કરવામાં આવેલ છે.

ખંભાળિયા પંથકમાં ‘’ક્રાઇમ પેટ્રોલ” જેવો કિસ્સો: હત્યાને અકસ્માતમાં ખપાવાનો પ્રયાસ

0

ખંભાળિયાના સોનારડી ગામે ‘ક્રાઇમ પેટ્રોલ’નો જેવો ક્રિસ્સો

  • પરપ્રાંતિય શ્રમિકની હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ, પોલીસ તપાસ શરૂ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૩૦ ડીસેમ્બર ૨૨ ખંભાળિયા: મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે રહેતા વિક્રમ ઉર્ફે પૃથ્વીસિંહ ઉર્ફે ભૂટિયો હીરાભાઈ રાઠોડ નામનો 30 વર્ષનો યુવાન કે જે ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે રહેતા એક કોન્ટ્રાક્ટરની ઈલેક્ટ્રીક વિજ લાઈનના કામમાં મજૂરી કરતો હતો, અપરણિત એવો આ યુવાન ગત તારીખ 22 મીના રોજ કામ દરમિયાન સીડી પરથી નીચે પડતા ઇજાગ્રસ્ત હાલતમાં મૃત્યુ થવા અંગેની જાણ મૃતક વિક્રમ ઉર્ફે પૃથ્વીસિંગ રાઠોડના પરિવારજનોને કરવામાં આવી હતી.

ઇજાગ્રસ્ત વિક્રમ ઉર્ફે પૃથ્વીસિંગને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે લઈ જવાયો હતો. ત્યાં મૃતકના પિતા હીરાભાઈ તથા તેમના મોટાભાઈ રમણભાઈ તેમને મળવા ગયા હતા. જ્યાં મૂર્છિત અવસ્થામાં વિક્રમેતા. 22 ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. ત્યાર બાદ ગત તા. 25 ડિસેમ્બરના રોજ મૃતકની અંતિમ વિધિ કરવામાં આવી હતી. પરંતુ તેમના પરિવારજનોને મૃત્યુ અંગે શંકા જતા વિક્રમ ઉર્ફે ભૂટીયા સાથે કામ કરતા અન્ય સાહેદોને પૂછતા તેઓએ આ સમગ્ર ઘટનાનો ઉપરથી પડદો ઉચકાવી દીધો હતો.

તેઓના જણાવ્યા મુજબ ગત તારીખ 20 મીના રોજ રાત્રિના દસેક વાગ્યે વિક્રમ તથા તેમને સાથે કામ કરતા અન્ય શ્રમિકો તેમના રૂમ પર હતા, ત્યારે તેઓની સાથે કામ કરતા રમેશ ગોરાભાઈ ઠાકોર (રહે. લીમરવાડા, તા. વીરપુર, જી. મહીસાગર) સાથે જમવા બાબતે બોલાચાલી થઈ હતી અને ઉશ્કેરાયેલા રમેશ ઠાકોરે નજીક પડેલો લાકડાનો ધોકો વિક્રમને ફટકાવી દીધો હતો. જેથી લોહી-લોહાણ હાલતમાં તે ઘટના સ્થળે ફસડાઈ પડ્યો હતો. બાદમાં આ શ્રમિકોના શેઠને જાણ કરવામાં આવતા તેઓ આવી ગયા હતા અને ઇજાગ્રસ્ત વિક્રમને સારવાર અર્થે તેમની બોલેરોમાં ખંભાળિયા અને ત્યારબાદ જામનગરથી વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં વિક્રમનું મૃત્યુ નીપજ્યું હતું.

આ ઘટનાના સાક્ષી રહેલા સાથેના શ્રમિકોને આ બાબતની જાણ કોઈને નહીં કરવા, નહીં તો તેમને પણ જાનથી મારી નાખવાની ધમકી રમેશે આપી હતી. ઉપરોક્ત સમગ્ર બનાવ અંગે મૃતક વિક્રમ ઉર્ફે પૃથ્વીસિંહ ઉર્ફે ભૂટીયોના પિતા હીરાભાઈ ફતાભાઈ રાઠોડ (ઉ.વ. 55, રહે. લીમરવાડા, મહીસાગર) એ રમેશ ગોરાભાઈ ઠાકોર સામે ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે. સંદર્ભે પોલીસે મનુષ્યવધની કલમ 302 સાથે 506 (2), 203 તથા જી.પી.એક્ટની કલમ મુજબ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરમાં “હિટ એન્ડ રન ” નો બનાવ સામે આવ્યો : જુવો VIDEO

0

જામનગરમાં હિટ એન્ડ રન: મેડીકલ કોલેજ સામે કારચાલકે સર્જ્યો અકસ્માત: ક્રેટા કાર અને બાઈકને લીધા અડફેટ

  • ફુટપાથ સુતા નિદ્રાધીન ભિક્ષુકોનો આબાદ બચાવ
  • જે જગ્યાએ એકસ્માત સર્જાયો તેની બાજુમાં આવેલ ખાણીપીણીની દુકાનમાં લોકોની ભીડ હતી.
  • રાત્રીના અગ્યારેક વાગ્યાનો બનાવ: અકસ્માતની સર્જ્યાની થોડીવાર પહેલા નાના-નાના બાળકો સાથેનો પરિવાર નાસ્તો કરવા માટે આવ્યો હતો: સદનશીબે જાનહાની ટળી

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૩૦-૧૨-૨૨ જામનગર શહેરમાં ગઇકાલ રાત્રે અગ્યારેક વાગ્યાના અરસામાં એક કાર પુરપાટ ઝડપે આવી ક્રેટા કાર અને બાઈકને ઉડાવી નાશી છુટતા મોટી દુર્ધટના સહજમાં ટળી હતી.

સૂત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રે 11:00 વાગ્યાના અરસામાં જીજી હોસ્પિટલ સામેના દાંડિયા હનુમાન મંદિર પાસેકાર ચાલકે સ્ટેરીંગ ઉપર નિયંત્રણ ગુમાવતા બાઈક અને creta કારને ઉડાવી નાસી છૂટ્યો હતો સદનસીબે કાર સાથે અથડાવાનો ધડાકો થતા ફૂટપાથ ઉપર સુતા નિંદ્રાધીન ભિક્ષુકો જાગી જતા મોટી દુર્ધટના સહેજમાં અટકી હતી નહીતર ફુટપાથ ઉપર સૂતા નાના બાળકો સહીત દસથી વધુ લોકોના ભોગ લેવાઈ જાત હાલ તો અજાણ્યા કાર ચાલક વિરૂધ્ધ સીટી-બી ડિવિઝન પોલીસે મથકમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે.

કાલાવડ હાઇ-વે પર જગ્ગા નજીક ટ્રકે ઠોકર મારતાં ટ્રેકટરમાં બેસેલા શ્રમિકો ઘવાયા

0

કાલાવડ હાઇ-વે પર જગ્ગા નજીક ટ્રકે ઠોકર મારતાં ટ્રેકટરમાં બેસેલા શ્રમિકો ઘવાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૯ ડિસેમ્બર ૨૨ કાલાવડ ધોરીમાર્ગ પર જગ્ગા ગામ નજીક ટ્રકે ટ્રેકટરને ઠોકર મારતાં ટ્રેકટરમાં એક ડઝન જેટલા શ્રમિકો ઘાયલ થઇ જતાં સારવાર માટે જામાનગરની જી.જી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગરના કાલાવડ ધોરીમાર્ગ પર આવેલા જગ્ગા ગામ નજીકથી શ્રમિકોને લઇને જતાં ટ્રેકટરને આજે સવારે પુરઝડપે બેફિકરાઇથી આવતાં ટ્રકે ઠોકર મારતાં અકસ્માતમાં ટ્રેકટર રોડ પરથી ઉતરી ગયું હતું.

આ અકસ્માતમાં ટ્રેકટરમાં સવાર મધ્યપ્રદેશના રાજગઢ ગામના વિરસિંહ દુલાભાઇ મેડા (ઉ.વર્ષ 18), અજય સુનિલ ભાબરીયા (ઉ.વર્ષ 12), સનુબેન પશુભાઇ ભાબરીયા (ઉ.વર્ષ 40), ચંપાબેન દુલાભાઇ મેડા (ઉ.વર્ષ 15), આરતી સુનિલ ભાબરીયા (ઉ.વર્ષ 10), મીરબેન દુલાભાઇ મેડા (ઉ.વર્ષ 40), સોના બાપુભાઇ ગુંડિયા (ઉ.વર્ષ 16) સહિત એક ડઝનથી વધુ શ્રમિકોને ઇજાઓ પહોંચતા તેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં જી.જી. હોસ્પિટલમાં તમામ ઇજાગ્રસ્તોને તાકીદની સારવાર અપાઈ છે. આ અકસ્માતના બનાવને લઈને શ્રમિક પરિવારમાં ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો.

સમગ્ર બનાવની જાણ થતાં પંચકોષી એ. ડિવિઝન નો પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયો છે, અને સમગ્ર બનાવવા અંગે વધુ તપાસ હાથ ધરી છે. સદભાગ્યે કોઈને મોટી ઇજા થઈ ન હોવાથી હાશકારો અનુભવાયો છે.

જામનગરની જી .જી હોસ્પિટલમા નવું અધતન મેમોગ્રાફી મશીન કાર્યરત થયું : બ્રેસ્ટ કેન્સરની ગાંઠના નિદાન માટે ઉપયોગી

0

જામનગરની જી.જી હોસ્પિટલમા નવું અધતન મેમોગ્રાફી મશીન કાર્યરત થયું

  • બ્રેસ્ટ કેન્સરના હજારો દર્દીઓ માટે આશિર્વાદરૂપ બનશે જી.જી. હોસ્પિટલની આ સુવિધા
  • જામનગરની જી.જી. હોસ્પિટલમાં સ્તન કેન્સરની સંપુર્ણ-ઇન્ટિગ્રેટેડ સારવાર;બાયોપ્સી-મેમોગ્રાફી-કીમોથેરાપી તથા ઓન્કોફીઝીશ્યનની સેવા-સુવિધાઓ ઉપલબ્ધ

દેશ દેવી ન્યુઝ જામનગર, તા ૨૮ ડિસેમ્બર ૨૨ જામનગર : કેન્સર પ્રત્યે માણસમાં સામાન્ય રીતે એવી સમજ પ્રવર્તી છે કે કેન્સર એટલે કેન્સલ. પરંતુ એવું નથી, વિજ્ઞાનના આધુનિકરણને કારણે અને અદ્યતન મશીનરીઓને કારણે કોઇપણ પ્રકારના કેન્સરની સારવાર હાલના સમયમાં સરકારી હોસ્પિટલોમાં પણ ઉપલબ્ધ છે અને શ્રેષ્ઠ સારવાર પુરી પાડી રહી છે.જામનગરની જી.જી. હોસ્પિટલ ખાસ કરીને મહિલાઓમાં થતાં બ્રેસ્ટ કેન્સર માટેની આધુનિક, સંપુર્ણ અને ઇન્ટિગ્રેડેટ સારવાર સેવા-સુવિધા કરાવે છે.
આપણાં સમાજમાં કેન્સરના દર્દીઓની સંખ્યા નોંધપાત્ર પ્રમાણમાં જોવા મળે છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મોઢાના, ચામડીના તથા આંતરડાના તેમજ સ્તન કેન્સરના હજારો કેસો હોસ્પીટલોમાં નોંધાતા રહે છે, સરકારી હોસ્પીટલ ઉપરાંત ખાનગી હોસ્પીટલોમાં પણ લાખો રુપીયાના ખર્ચે લોકો કેન્સરની સારવાર કરાવતાં હોય છે, કારણ કે, શારીરિક રીતે તો કેન્સર મહારોગ છે જ, પરંતુ સાથે સાથે કેન્સરના નામનો ભય લોકોમાં એટલો મોટો છે કે, હિંમત ધરાવતાં લોકો પણ કેન્સરના નામથી ભાંગી પડતાં હોય છે, આપણે ત્યાં જામનગર સહિત સૌરાષ્ટ્રમાં કિશોરીઓ અને મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ જોવા મળે છે, આ ઉપરાંત ગર્ભાશયના કેન્સરના કેસો પણ નોંધપાત્ર પ્રમાણમાં જોવા મળતા હોય છે, કેન્સરના રોગનું વધતું જતું પ્રમાણ ગંભીર અને ચિંતાનો વિષય છે, જેને પરિણામે આ રોગ વિશે જાગૃતિ ફેલાવવાના પ્રયાસો પણ સંબંધિત લોકો દ્વારા તથા સંસ્થાઓ દ્વારા થતાં હોય છે, આમ છતાં, ઘણી વખત જુદા જુદા કારણોસર કેન્સરના રોગની સારવાર પ્રાથમિક તબક્કામાં થવાને બદલે બીજા, ત્રીજા અથવા અંતિમ સ્ટેજમાં થતી હોવાને કારણે કેન્સરના દર્દીઓનું મૃત્યુનું પ્રમાણ પણ આંકડાઓમાં ગંભીર રીતે પ્રતિબિંબિત થતું રહે છે.

અત્રે આપણે માત્ર બ્રેસ્ટ કેન્સરની વાત કરીએ તો, સ્તનની અંદર આવેલા કોષોમાં અચાનક વૃદ્ધિ થવાને કારણે અને આ કોષો અનિયંત્રિત રીતે વિભાજીત થઇને અંતે કોષિકાઓનો જથ્થો બને છે, જેને આપણે સામાન્ય બોલ-ચાલની ભાષામાં ટ્યુમર અથવા કેન્સરની ગાંઠ કહીએ છીએ, કેટલાંક કિસ્સાઓમાં બ્રેસ્ટ કેન્સરની આ ગાંઠ પોતાની મુળ જગ્યાએથી ખસીને શરીરના અન્ય અંગમાં પણ સ્થાયી થઇ શકે છે, જેને હિસાબે બ્રેસ્ટ કેન્સર સિવાયના અન્ય કેન્સરો પણ થતાં હોય છે, સામાન્ય રીતે બ્રેસ્ટ કેન્સરમાં છાતીની ચામડીનો કલર બદલી જતો હોય છે, સ્તનની સાઇઝમાં ફેરફાર થતો જોવા મળતો હોય છે, આ ઉપરાંત ગાંઠને કારણે દર્દીને દર્દનો પણ તિવ્ર અનુભવ થતો હોય છે.

આપણે ત્યાં સામાન્ય રીતે કિશોરીઓ ઉપરાંત 35 થી 50 વર્ષની મહિલાઓમાં તેમજ 50 વર્ષથી વધુ વયની મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ નોંધપાત્ર ટકાવારીમાં જોવા મળે છે, વિજ્ઞાનના અને શરીરના નિયમો મુજબ પુરુષોમાં પણ આ પ્રકારના છાતીના કેન્સરનું પ્રમાણ જોવા મળતું હોય છે, પરંતુ તેની ટકાવારી 0.5 થી 1 ટકા જેટલી નોમીનલ હોવાને કારણે તે અંગે ખાસ કોઇ ચર્ચા થતી નથી, જો કે, બ્રેસ્ટ કેન્સર એવો રોગ છે કે, મહિલાઓમાં કોઇપણ ઉંમરે થઇ શકે છે.

જામનગરની જી.જી. હોસ્પીટલ બ્રેસ્ટ કેન્સર ધરાવતી કિશોરીઓ અને મહિલાઓ માટે આશિર્વાદરૂપ સ્થળ છે, કારણ કે અહીં સ્તન કેન્સરની તમામ પ્રકારની સેવા-સુવિધાઓ ઉપલબ્ધ છે, મેડીકલ કોલેજના ડીન ડો. નંદીની દેસાઇએ જણાવ્યું હતું કે, જી.જી. હોસ્પીટલમાં સ્તન કેન્સરના નિદાન-સારવાર માટે બાયોપ્સી-મેમોગ્રાફી અને કીમોથેરાપી સહિતની તમામ સેવા-સુવિધાઓ ઉપલબ્ધ છે, સ્તન કેન્સરના તમામ પ્રકારના ઓપરેશન જી.જી. હોસ્પીટલમાં વિના મૂલ્યે કરી આપવામાં આવે છે, આ ઉપરાંત આ વિભાગમાં ફરજ બજાવતાં ડો. કેતન મહેતાએ જણાવ્યું હતું કે, બ્રેસ્ટ કેન્સરમાં જે કોઇ આધુનિક મશીનરીઓની જરુર પડે છે તે તમામ મશીનરીઓ જી.જી. હોસ્પીટલમાં ઉપલબ્ધ છે અને કાર્યરત છે, આ ઉપરાંત ઇન્ટિગ્રેટેડ સારવાર માટે ઓન્કો ફીઝીશ્યન સહિતની વ્યવસ્થા જી.જી. હોસ્પીટલમાં કાર્યરત છે અને જામનગર તથા દ્વારકા સહિતના સમગ્ર સૌરાષ્ટ્રના હજારો લોકો ખાસ કરીને મહિલાઓ બ્રેસ્ટ કેન્સર માટેની સેવા-સુવિધા અને સારવાર જી.જી. હોસ્પીટલમાં પ્રાપ્ત કરી રહ્યા છે.

આ વિષય સંકોચ કે શરમનો નથી…!

સામાન્ય રીતે કિશોરીઓમાં અથવા મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનો પ્રારંભ રાયના દાણા જેવડી ગાંઠ કે અતિશય સામાન્ય દુ:ખાવો અથવા તો બ્રેસ્ટની ચામડીના રંગમાં ફેરફાર જેવા પ્રાથમિક લક્ષણો સાથે થતો હોય છે, પરંતુ આપણે ત્યાં વૈજ્ઞાનિક અભિગમ અને શિક્ષણના ઓછા પ્રમાણને કારણે તેમજ સામાજીક રીત-રિવાજો અને રુઢીઓ જેવી બાબતોને હિસાબે બ્રેસ્ટ કેન્સર અંગે એકદમ પ્રાથમિક તબક્કામાં કિશોરીઓ અને મહિલાઓ ઘરના પુરુષ સભ્યોની સાથે તો ઠીક, મહિલા સભ્ય સાથે પણ પ્રારંભના તબક્કામાં વાતચીત કરતાં અચકાતાં હોય છે, કિશોરીઓ અને મહિલાઓ સહિતના બ્રેસ્ટ કેન્સરના દર્દીઓએ સમજવું જોઇએ કે, આપણી ગુજરાતી કહેવત મુજબ ‘રોગ અને દુશ્મનને ઉગતો ડામી દેવો જોઇએ…’ આ પ્રકારના ભયાનક રોગના પ્રાથમિક તબક્કામાં કોઇપણ પ્રકારનો શરમ-સંકોચ રાખ્યા વિના દર્દી જો પરિવારના અથવા અન્ય સ્વજનોની મદદથી રોગ અંગેની સમજ અને નિદાન તેમજ સારવાર માટે આરોગ્ય નિષ્ણાંતોનો સંપર્ક કરે તો કેન્સરના બીજા, ત્રીજા અને અંતિમ તબક્કામાં સહેવી પડતી વેદના અને મુશ્કેલીઓ વગેરેમાંથી બચી શકે, અને જાગૃતિને પરિણામે બ્રેસ્ટ કેન્સરના રોગોને કારણે થતાં મૃત્યુના દરમાં પણ વ્હેલી સારવારને કારણે ઘટાડો કરી શકાય.

error: Copying and use of the content of the website is considered as illegal activity.