પ્રધાનમંત્રી અને તેમની માતા અંગે ટીપ્પણી કરનારે જામનગરના વેપારી સાથે કરી રૂા. અઢી લાખની છેતરપીંડી કર્યાની ફરિયાદ
દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૦૬ જાન્યુઆરી ૨૩ જામનગરમાં ગેલેક્સિ સિનેમા નજીક હાર્ડવેર ની દુકાન ધરાવતા એક વેપારીએ પોતાની સાથે બાર્જ રીપેરીંગ ના સ્પેરપાર્ટ ખરીદી જઈ, પૈસા પરત નહીં આપી રૂપિયા 2.56. લાખ ની છેતરપિંડી કર્યા ની ફરિયાદ સિક્કાના બાર્જ ના સંચાલક સામે નોંધાવી છે. જે આરોપી સામે ભારતના વડાપ્રધાન અને તેના માતા વિરુદ્ધ ટીપ્પણી કરવા અંગે સિક્કા પોલીસ મથકમાં ગુનો નોંધાવાયો છે, અને એસ.ઓ.જી. શાખા એ તેની ધરપકડ કરી લીધી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા અને ગેલેક્સી સિનેમા નજીક હાર્ડવેરના માલસામાનની દુકાન ધરાવતા રાજેન્દ્રભાઈ ગજેન્દ્રભાઈ ત્રિવેદીએ પોતાની દુકાનેથી રૂપિયા 2,56 લાખ નો માલ સામાન ખરીદ કરી પરત નહીં આપી છેતરપિંડી કરવા અંગે મૂળ ભાવનગર ના વતન અને હાલ પંચવટી સોસાયટી, સિક્કામાં રહેતા મૂળ ભાવનગરના વતની અફઝલ લાખાણી નામના બાર્જ સંચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
જે ફરિયાદના અનુસંધાને પોલીસે આઈપીસી કલમ 406 અને 420 મુજબ ગુનો નોંધ્યો છે. ફરિયાદી વેપારી પાસેથી આરોપી અફઝલ ભાઈએ બાર્જ રીપેરીંગ ને લગત સ્પેરપાર્ટ ની ખરીદી કરી હતી, જેની રકમ નહીં ચૂકવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતાં ફરિયાદ નોંધાવી છે.
ઉપરોક્ત આરોપી સામે સિક્કા પોલીસ મથકમાં ભારતના વડાપ્રધાન વિરુદ્ધ ટિપ્પણી કરવાના પ્રકરણમાં ગુનો નોંધવામાં આવ્યો હતો, અને એસ.ઓ.જી.ની ટીમે તેની ધરપકડ કરી લીધા પછી જેલ હવાલે કરાયો છે. જેની સામે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પણ એક ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં પવનચકકી ઢાળિયા પાસે થોડા સમય અગાઉ જ લગ્ન થયેલ સપનાબેન નામની યુવતીએ તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આત્મહત્યાના આ બનાવ બાદ મૃતક સપનાબેનની માતા નીતાબેન દ્વારા મૃતકના પતિ ચિરાગ વિમેશભાઇ, સાસુ મીતલબેન વિમેશભાઇ, સસરા વિમેશ રમેશભાઇ અને નણંદ ચાંદનીબેન વિમેશભાઈ સહિતના ચાર સાસરિયાઓએ યુવતીના લગ્નજીવન દરમિયાન જૂન 2022 થી અવાર-નવાર શારીરિક અને માનસિક ત્રાસ આપી મારકૂટ કરતાં હતાં અને મેણાટોણાં મારી મરી જવા મજબુર કરતા યુવતીએ આત્મહત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.
જેના આધારે પીએસઆઈ વી.આર. ગામેતી તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂધ્ધ મરી જવા મજબુરનો ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૦૩ જાન્યુઆરી ૨૨ જામનગર મહાનગરપાલિકા ના વિરોધ પક્ષના નેતા તરીકેની કોંગ્રેસ પાર્ટીમાં સમજૂતીથી રોટેશન નકકી કર્યું હતું. આજે આનંદભાઈ રાઠોડની મુદત પૂરી થઈ છે, અને કોર્પોરેટર ધવલભાઈ નંદાની વિપક્ષના નેતા તરીકે વરણી કરવામાં આવી છે. જામનગરના વોર્ડ નંબર 13 ના કોંગી કોર્પોરેટર ધવલ સુરેશભાઈ નંદાની આજે વિરોધ પક્ષના કાર્યાલયમાં વિપક્ષના નેતા તરીકે સર્વાનું મતે વરણી કરવામાં આવી હતી.
આ ઉપરાંત ઉપનેતા તરીકે વોર્ડ નંબર 6 ના બ.સ.પાના. કોર્પોરેટર રાહુલભાઈ બોરીચા, જયારે દંડક તરીકે વોર્ડ નંબર -1 ના કોંગ્રેસ પાર્ટીના કોર્પોરેટર સમજુબેન દીપુભાઈ પારીયા ની પણ સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ખંભાળિયા વિસ્તારના પૂર્વ કોંગી ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, ઉપરાંત જામનગર શહેરના પ્રમુખ દીગુભા જાડેજા વગેરેની ઉપસ્થિતિમાં વિપક્ષી નેતા- ઉપનેતા અને દંડક તરીકેની વરણી કરવામાં આવી હતી, આ વેળાએ અન્ય વિપક્ષી કોર્પોરેટરો હાજર રહ્યા હતા, અને સર્વેએ ત્રણેય નવ નિયુક્ત હોદ્દેદારોનું ફૂલહાર કરીને સન્માન કરવામાં આવ્યું હતું.
