Saturday, October 17, 2026
Home Blog Page 247

હાઇશ…પ્લેનમાં બોમ્બ ન હતો : પોલીસ અને વહિવટીતંત્રને હાશકારો

0

હાઇશ…પ્લેનમાં બોમ્બ ન હતો : પોલીસ અને વહિવટીતંત્રને હાશકારો

  • જામનગરથી રશીયન વિમાન સહિ સલામત ટેકઓફ થયો
  • મોસ્કોથી ગોવા જતા ચાર્ટર્ડ વિમાનમાંથી કોઇ શંકાસ્પદ ચીજ ન મળી : ર૪૪ મુસાફરો સુરક્ષીત
  • ગઇકાલે રાત્રીથી આજે સવાર સુધી એનએસજી સહિત જુદી-જુદી એજન્સીઓ દ્વારા સઘન તપાસ કરાઇ

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૧૦ જાન્યુઆરી ૨૩ શહેરમાં ગઇકાલે રાત્રીના મોસ્કોથી ગોવા જતી ચાર્ટર્ડ ફલાઇટમાં બોમ્બ હોવાની વાત જાહેર થતા જામનગર ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરાયુ હતું અને ગઇકાલ રાતથી આજ સવાર સુધી જીલ્લા પોલીસતંત્ર અને વહિવટીતંત્ર ઊંધા માથે થયું હતું. જો કે ગઇકાલ સાંજથી આજે સવારના 10 વાગ્યા સુધી સતત તપાસ કરવામાં આવ્યા બાદ કોઇપણ વાંધાજનક વસ્તુ ન મળતા આ વિમાને સવારે ટેક ઓફ કર્યુ હતું અને બોમ્બ હોવાની વાત માત્ર અફવા સાબિત થઇ હતી. જામનગર કલેકટર ડો. સૌરભ પારધી, જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહિત અધિકારીઓના કાફલાએ સતત કાળજી પૂર્વક તપાસ કર્યા બાદ આ વિમાનને ઉડવા માટે લીલીઝંડી આપી હતી.જામનગર એરપોર્ટ પર ગોવા જઇ રહેલી ઇન્ટરનેશનલ ફલાઇટનું ઇમરજન્સી લેન્ડીંગ થયું હતું. ફલાઇટમાં બોમ્બ હોવાની આશંકાએ આ ઇમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર આ ફલાઇટ મોસ્કોથી ગોવા જઇ રહી હતી. બોમ્બ હોવાની આશંકાને પગલે કલેકટર-પોલીસ વડા સહિતનો કાફલો એરપોર્ટ પર દોડી ગયો. જામનગર એરપોર્ટ પર કોઇપણ વ્યકિતને જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.

મોસ્કો-ગોવા ચાર્ટર્ડ ફલાઇટમાં સવાર તમામ ર44 મુસાફરો રાત્રે 9.49 વાગ્યે એરપોર્ટ પર સલામત રીતે ઉતારવામાં આવ્યા હતાં. તેમ જામનગર એરપોર્ટ ડાયરેકટરએ જણાવ્યું હતું. ગોવા એટીસીને બોમ્બની ધમકી મળ્યા બાદ મોસ્કો-ગોવા ચાર્ટર્ડ ફલાઇટ ગુજરાતના જામનગર તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. એરક્રાફટ આઇસોલેશન હેઠળ હતી તે એરપોર્ટ અધિકારીએ જણાવ્યું હતું.ફલાઇટમાં બોમ્બે હોવાની અફવા બાદ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. એરપોર્ટ પર ઉતર્યા બાદ મુસાફરોને ઉતાર્યા બાદ વિમાનની તપાસ કરવામાં આવી રહી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સ્થળ પર હાજર છે. આ ઉપરાંત ગુજરાત પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો પણ પહોંચી ગઇ છે. આ અંગે એરપોર્ટ ઓથોરીટી દ્વારા સત્તાવાર નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે.

જામનગરમાં ”ડુપ્લીકેટ તમાકુ” બનાવવાના કારસ્તાનનો પર્દાફાશ

0

જામનગરમાં ડુપ્લીકેટ તમાકુ બનાવવાના કારસ્તાનનો પર્દાફાશ

  •  તમાકુના ડબલા, પાઉચ તૈયાર કરવાના પ્રિન્ટિંગ રોલ સહિત એક લાખના મુદ્દામાલ સાથે એકને ઝડપ્યો, વધુ ત્રણ શખ્સોના નામ ખૂલ્યા

દેશ દેવી ન્યુઝ જામનગર: તા. o૯ જાન્યુઆરી ૨૩  જામનગરમાં મયુર ટાઉનશિપ વિસ્તારમાં વિભાગ નંબર-1 શેરી નં. 2માં મકાન નંબર 79/7 માં રહેતા ભાવિક રત્નાભાઇ ભંડેરી કે જે પોતાના મકાનમાં ડુપ્લીકેટ તમાકુ બનાવવાનું કારસ્તાન ચલાવી રહ્યો છે, તેવી ચોક્કસ બાતમી જામનગરની સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન ની ટીમને મળી હતી.જે બાતમીના આધારે પોલીસે અમદાવાદની ખાનગી પેઢીના એક પ્રતિનિધિને ખરાઈ કરાવવાના ભાગરૂપે જામનગર બોલાવી લીધા પછી ઉપરોક્ત રહેણાંક મકાન પર દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન મકાનમાં ડુપ્લીકેટ તમાકુ પેક કરવાનું ધ્યાનમાં આવ્યું હતું.

પોલીસની ટીમે રહેણાંક મકાનમાંથી બાગબાન કંપનીના 138 નંબરના તમાકુના 60 ગ્રામ વજનવાળા 190 નંગ ડબલા કબજે કર્યા હતા, ઉપરાંત બાગબાન 138 તમાકુના 65 ગ્રામ તમાકુના 720 નંગ પાઉચ કબજે કર્યા હતા, જયારે બાગબાન 138 તમાકુના 65 ગ્રામ વજન વાળા પાઉચ તૈયાર કરવા માટે ના પ્રિન્ટિંગના ત્રણ નંગ મોટા રોલ પણ મળી આવ્યા હતા. સાથોસાથ મકાનમાંથી છૂટક તમાકુ ભરેલા પ્લાસ્ટિકના મોટા મોટા 10 નંગ પાઉચ મળી આવ્યા હતા.

પોલીસે રહેણાંક મકાનમાંથી ડુપ્લીકેટ તમાકુને લગતો કુલ 96,800 ની કિંમત નો જથ્થો કબજે કરી લીધો હતો, અને મકાન માલિક ભાવિક રત્નાભાઇ ભંડેરી સામે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન માં કોપીરાઇટ એકતની કલમ 51,63,64 અને 65 મુજબનો નોંધ્યો હતો, અને તેની અટકાયત કરી લેવામાં આવી છે.

પોલીસ દ્વારા તેની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી હતી અને આ કૌભાંડમાં અન્ય કોણ કોણ સંડોવાયું છે, તે અંગેની પૂછપરછ કરતાં તેણે અમદાવાદના હેમલભાઈ ઠક્કર અને શબીરભાઈ તેમજ રાજકોટના સુશીલભાઈ ના નામો જણાવ્યા હતા. જે ત્રણેય શખ્સો આ કારસ્તાનમાં સંડોવાયેલા હોવાથી પોલીસે ત્રણેયને ફરારી જાહેર કરી તેઓ ને પકડવા માટે તપાસનો દોર અમદાવાદ અને રાજકોટ સુધી લંબાવ્યો છે. તપાસ કર્યા બાદ જ સાચી હકીકત સામે આવશે કેવી રીતે ડુપ્લીકેટ વસ્તુઓ બનાવે છે.

જામનગરના લાવડીયામાથી ૯.૬૯ લાખની ઈંગ્લિશ “શરાબ” ઝડપાઇ

0

જામનગર પંથકના લાવડીયામાં એલ.સી.બી.નો સપાટો: શરાબની 2412 બોટલ ઝડપાઇ

  • ઓરડીમાંથી રૂા. 9 લાખનો જથ્થો ઝડપાયો, ત્રણની ધરપકડ, ત્રણના નામ ખૂલ્યા.
  • LCBના  PSI એસ.પી ગોહિલ તથા સ્ટાફના ભગીરથસિંહ સરવૈયા, શિવભદ્રર્સિહ જાડેજા તથા અજ્યસિંહ ઝાલાને મળી હતી બાતમી 
  • આરોપી : (૧) સુરેશ રમણીકલાલ ગંઢા (૨) વિપુલ ભગવાનજી ગંઢા (૩) મહેશ જેઠાલાલ મંગે.
  • ફરાર : (૧) પાર્થ જાંબલી (ર) સતીષ ઉર્ફે રાધે (૩) વિમલ ઉર્ફે ડોડારો

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૯ જાન્યુઆરી ૨૩  જામનગર તા 9, જામનગર ની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમેં પૂર્વ બાતમી ના આધારે જામનગર તાલુકાના લાવડીયા ગામમાં દારૂ અંગે દરોડો પાડી રૂપિયા સાડા નવ લાખની કિંમતનો 2,412 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો માતબર જથ્થો કબજે કરી લીધો છે, અને ત્રણ શખ્સોની અટકાયત કરી છે. આ દારૂના પ્રકરણમાં જામનગર ના અન્ય ત્રણ બુટલેગરોને ફરારી જાહેર કરાયા છે.

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગર તાલુકાના લાવડીયચા ગામની સીમમાં રહેતા સુરેશ રમણીક લાલ ગંઢા ના રહેણાક મકાનની ઓરડીમાં ઇંગ્લિશ દારૂની બાટલીનો માતબર જથ્થો સંતાડેલો છે, જે બાતમીના આધારે ગઈ મોડી રાત્રે એલસીબી ની ટીમ ત્રાટકી હતી, અને દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન ઉપરોક્ત ઓરડીમાંથી રૂપિયા 9,69,300 ની કિંમત નો 2,412 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો.

ઉપરોક્ત દારૂનો જથ્થો પોલીસે કબજે કરી લઈ મકાન માલિક સુરેશ રમણીક લાલ ગંઢા, ઉપરાંત વિપુલ ભગવાનજી ગંઢા, અને મહેશ જેઠાલાલ મંગે નામના ત્રણ શખ્સોની અટકાયત કરી લીધી હતી.

જે ત્રણેય આરોપીઓની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત દારૂના જથ્થામાં સપ્લાયર તરીકે જામનગરના પાર્થ ઉર્ફે જાબલી જીતેન્દ્રભાઈ કતીયાર, સતીશ ઉર્ફે રાધે જેઠાલાલ મંગે અને વિમલ ઉર્ફે ડોડારો તુલસીભાઈ પમનાણી ના નામો ખુલ્યા હતા. જે ત્રણેયને ફરારી જાહેર કરી પોલીસ દ્વારા તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

વ્યાજખોરી ડામવા આવતીકાલથી જામનગર સહિત રાજ્યભરમાં” લોકદરબાર” યોજાશે

વ્યાજખોરોની ચુંગાલમાંથી ગરીબ પરિવારો ને મુકત કરાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય

ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ આવતીકાલ થી રાજયવ્યાપી લોક દરબાર યોજીને ગેરકાયદે વસુલતા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરશે: ગૃહ રાજય મંત્રી હર્ષ સંધવી

  • જામનગર સહિત રાજ્યભરમાં “લોકદરબાર” નું આયોજન
  • વ્યાજખોરી ડામવામાં સુરતમાં મળેલ સફળતાને ગુજરાત મોડલ તરીકે લાગુ કરવામાં આવશે.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૮ જાન્યુઆરી ૨૨ ગૃહ રાજય મંત્રી હર્ષ સંધવી એ જણાવ્યું છે કે,રાજયના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો ને વ્યાજખોરોની ચુંગાલમાંથી મુકત કરાવવવા માટે રાજય સરકારે મકકમ નિર્ધાર કર્યો છે.જેના ભાગરૂપે આવતીકાલથી રાજયવ્યાપી લોકદરબારનું આયોજન કરાયું છે જેમાં રાજય પોલીસ દળના ઉચ્ચ અધિકારી ઓ નાગરિકોના પ્રશ્નો સાંભળીને તેના નિરાકરણ માટે સંનિષ્ઠ પ્રયાસો કરશે અને ગેરકાયદે વ્યાજ વસુલતા કસુરવારો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરશે.

ગૃહમંત્રી સંધવી એ ઉમેર્યું કે, રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે જેમા જરૂરતમંદ નાગરિકોને મહત્તમ લાભ લેવા રાજય સરકાર દ્વારા અપીલ કરાઈ છે.

મંત્રીએ ઉમેર્યું કે,સુરત પોલીસ દ્વારા ગેરકાયદે વ્યાજ વસુલતા વ્યાજખોરો વિરુદ્ધ મુહિમ ચલાવવામાં આવી હતી એને મળેલી સફળતાના પરિણામે હવે આ મોડલ ગુજરાતમાં લાગુ કરવામાં આવી રહ્યું છે.ગુજરાતભરમાં પોલીસ દ્વારા વ્યાજખોરો(Money Lender) વિરુદ્ધ એક ખાસ મુહિમ શરુ કરવામાં આવી છે.

ગૃહ રાજ્યમંત્રી એ ઉમેર્યું હતું કે, ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા એક સપ્તાહથી જે વ્યાજખોરો સામે એક મુહિમ ચાલુ કરવામાં આવી છે અને આ મુહિમમાં ગુજરાતના તમામ વિસ્તારોમાં આ મુહિમ થકી ગુજરાતના અનેક પરિવારો ને આ વ્યાજખોરોના ત્રાસમાં થી મુક્ત થવાની એક તક પુરી પાડી છે. આવનારા એક અઠવાડિયામાં આ મુહિમ વધુ ઝડપી અને વેગવાન બનાવીને અસરકારક રીતે અમલી કરાશે. આ માટે રાજયના તમામ જિલ્લાના પોલીસ અધિકારીઓને ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા તેમણે સૂચનાઓ પણ આપી છે.

તેમણે વધુમાં જણાવ્યું છેકે, ગુજરાત પોલીસના તમામ સીનીયર અધિકારીઓ જેવા કે પીઆઈ, ડીવાયએસપી, ડીએસપી અને મહાનગર હોય તો કમિશ્નર સુધીના અધિકારીઓ પોતે અલગ અલગ વિસ્તારમાં જાય અને સામાન્ય નાગરિકે પોલીસ મથકે જઈને ફરિયાદ ના આપવી પડે તે માટે ગુજરાત પોલીસ મુહિમ શરુ કરશે.આવતી કાલ થી સીનીયર પોલીસ અધિકારીઓ લોકો વચ્ચે જશે, લોક દરબારમાં જાહેરમાં ફરિયાદ લઈને આવા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરશે.તેમણે ગુજરાતના સૌ નાગરિકોને વિનંતી કરતા કહ્યું કે,કોઈ પણ વ્યાજખોરની હેરાનગતિ હોય કે ત્રાસ હોય તો કોઈ પણ જાતનો ડર રાખતા નહી આ તમામ લોકોને પહોંચી વળવા માટે પોલીસ સદાય તત્પર છે અને રહેશેજ આપને સહેજપણ ચિંતા કરવાની જરૂર નથી.

સુરત પોલીસ કમિશ્નરના ધ્યાને આવ્યું હતું કે,કેટલાક વ્યાજખોરો ગરીબ અને મજબુર લોકોની આર્થિક મજબુરીનો ફાયદો ઉપાડી ગેરકાયદેસર રીતે ઉચા વ્યાજદરે વ્યાજ વટાવનો ધંધો કરીને લોકોને પરેશાન કરે છે.જેના પરિણામે કેટલાક કિસ્સાઓમાં લોકો આવા વ્યાજખોરોના ત્રાસના કારણે આપઘાત કરવા સુધીનું પગલું ભરી લે છે.આવી અનેક ફરિયાદો બાદ સુરત પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી શરુ કરી હતી જેને સફળતા મળતા આ મોડલ રાજયભરમાં અમલી બનાવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

જામનગરમાં SP ના આહવાન બાદ ”વ્યાજ વટાવ ”ની પેલી ફરિયાદ

0

જામનગરમાં SPના આહવાન બાદ ”વ્યાજ વટાવ ”ની પેલી ફરિયાદ : વ્યાજખોરોમાં ફકડાટ

જામનગર પંચવટી વિસ્તામાં રેસ્ટોરન્ટ ચલાવતા વેપારીએ વ્યાજે લીધેલ ૯ લાખના ૧૮ લાખની માંગણી કરી સીકયુંરીટી પેટેના ચેક લઈ લીધાની હરેન્દ્રસિંહ જાડેજા સામે રાવ.

  • વ્યાજે પૈસા ”વેપારી”એ લીધા અને મકાન મિત્રનું ગીરવે મુકી દીધું..
  • કોરોના કાળમાં દેવું થઈ જતા ૯ લાખ વ્યાજે લીધા હતા
  • આરોપી : -હરેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજા રહે.ઓસ્મો એપાર્ટમેન્ટ, જી-૧, પંચવટી સોસાયટી, જામનગર

દેશ દેવી ન્યુઝ જામનગર તા. o૮ જાન્યુઆરી ૨૨ જામનગર શહેરના પારસ સોસાયટીમાં રહેતા અને પંચવટીમાં જલારામ રેસ્ટોરન્ટ નામની ખાણીપીણીની લોજ ચલાવતા લોહાણા વેપારીએ પોતાના ઉપર દેવું થઈ ગયું હોય અને રેસ્ટોરન્ટનું ભાડુ, પગાર, અને લાઇટબિલ ચુકવવા નવ લાખ પાંચ ટકે લીધા બાદ મિત્રના મકાનનો દસ્તાવેજ લખાવી લઈ વધુ ૧૮ લાખની માંગણી કરતા વેપારીએ પંચવટી સોસાયટીના હરેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.પોલીસ ચોપડેથી જાણવા મળતી માહિતી મુજબ પારસ સોસાયટીમાં રહેતા અને પંચવટીમાં ”જલારામ રેસ્ટોરન્ટ” નામની ખાણીપીણીની લોજ ચલાવતા હોય અને આશરે બે વર્ષ પહેલા કોરોના મહામારીમા તેઓનો ધંધો બંધ હોય અને બે મહિનાનુ દુકાનનુ ભાડુ તથા રેસ્ટોરન્ટમા કામ કરતા માણસોના પગાર તેમજ દુકાનનુ લાઇટબીલ ચુકવવાનુ બાકી હોય જેના કારણે જતીનભાઇ મનસુખભાઇ વિઠલાણી પર દેવુ થઇ ગયેલ હોય અને આ દેવુ ચુકવવા માટે તથા ધંધો ચાલુ કરવા માટે જતીનભાઇ મનસુખભાઇ વિઠલાણીને પૈસાની ખાસ જરૂરત હોય, જેથી હરેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજાએ જતીનભાઇ મનસુખભાઇ વિઠલાણી ને રૂ.૯,૦૦,૦૦૦/- માસિક પાંચ ટકાના ઉંચા વ્યાજના દરે રકમ આપી તેની સીક્યુરીટી પેટે જતીન પાસેથી પ્રથમ રૂ.ત્રણ-ત્રણ લાખના ત્રણ ચેક મેળવી ત્યારબાદ આ ચેક નહી ચાલે તેમ કહી ફરીયાદીના મિત્રના મકાનનો દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધો હતો અને જનીન વિઠ્ઠલાણીએ આપેલ ત્રણ ચેક પરત પરત નહી આપી વ્યાજ સહિત રૂ.૧૮,૦૦,૦૦૦/- જેવી મોટી રકમની માંગણી કરી સાથે જતીન વિઠ્ઠલાણીને મનફાવે તેવી ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.આથી સીટી-બી ડિવિઝન પોલીસે IPC કલમ- ૫૦૪, ૫૦૬ (૨) તથા ગુજરાત મની લેન્ડર્સ એક્ટ-૨૦૧૧ ની કલમ-૫, ૩૯, ૪૦, ૪૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીની શોધખોળ આદરી છે.

જામનગરના સત્યમ કોલોની વિસ્તારમાં નશાબાજ પતિ સામે ”વણિક” યુવતિની ફરિયાદ

0

જામનગરના સત્યમ કોલોની વિસ્તારમાં નશાબાજ પતિ સામે યુવતિની ફરિયાદ

  • નશાખોર પતિ અવાર-નવાર નશો કરી ઝઘડો કરતા પત્નિએ કંટાળી જઈ પોલિસ બોલાની

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૦૭ જાન્યુઆરી ૨૩ જામનગરમાં સત્યમ કોલોની વિસ્તારમાં રહેતી એક વણિક મહિલાએ પોતાના પતિ સામે દારૂનો નશો કરીને ઘેર આવી પોતાની સાથે ઝઘડો કરવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં સત્યમ કોલોની શિવમ સોસાયટી શેરી નંબર -2 માં વરૂડી એપાર્ટમેન્ટમાં રહેતી ખુશ્બુબેન મૌલિકભાઈ મહેતા નામની 28 વર્ષની વણિક યુવતીએ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાના પતિ મૌલિક નીતિનભાઈ મહેતા સામે દારૂનો નશો કરીને ઘરે આવી પોતાની સાથે ઝઘડો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.

જે ફરિયાદના અનુસંધાને મહિલા એ. એસ.આઇ. ડી.જે. જોષી એ પતિ મૌલિક સામે દારૂબંધી ભંગ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ફરિયાદને લઈને ચકચાર છે.

જામનગર ”લવમેરેજ” માં પુત્રીનું અપહરણ કરનાર પિતાનો આપધાત

‘લવમેરેજ’ બાદ પુત્રીનું જામનગરમાં અપહરણ કર્યા બાદ ખંભાળિયામાં પિતાએ કર્યો આપઘાત

  • પાંચ દિવસ લેવમેરેજ કરનાર પુત્રીનું પીતા અને ભાઈએ અપહરણ કર્યું હતું જેની ફરીયાદ પણ નોંધાઈ હતી તેવામાં તેણીના પિતાનો આપધાતથી ભારે અરેરાટી

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૦૭જાન્યુઆરી ૨૩ ખંભાળિયામાં શક્તિનગર વિસ્તારમાં રહેતા લખમણભાઇ મૂળજીભાઈ કણજારીયા નામના 45 વર્ષના યુવાને જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર સિક્કા નજીક પોતાની કાર ઊભી રાખ્યા પછી એકાએક ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે તેની સાથે જ કારમાં બેઠેલા અને બનાવ સમયે પોતે કારમાંથી ઉતરીને જાજરૂ માટે ગયેલા તેના પુત્ર જનક લક્ષ્મણભાઈ કણજારીયાએ પરત આવીને જોતાં તેના પિતાએ ઝેરી ટીકડા ખાઈ લીધા હતા, અને તેને સારવારમાં પહોંચાડ્યા હતા, પરંતુ આખરે તેનું મૃત્યુ નીપજ્યું હતું.

જે સમગ્ર બનાવ અંગે પુત્ર જનક કણજારીયા એ પોલીસને જાણ કરતાં સિક્કા પોલીસ સ્ટેશનના પોલીસ એડ કોન્સ્ટેબલ સી.ડી. ગાંભવા એ મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક લખમણભાઇ ની પુત્રી એ છ મહિના પહેલાં જામખંભાળિયાના રાજુ વિઠલાણી નામના યુવાન સાથે પ્રેમ લગ્ન કરી લીધા પછી જામનગર રહેવા માટે આવી ગઈ હતી. જે પ્રેમ લગ્ન લખમણભાઇ અને જનક ને પસંદ ન હોવાથી તેઓ 1 જાન્યુઆરી ના દિવસે જામનગર આવ્યા હતા, અને પોતાની પુત્રી નું બળજબરીપૂર્વક અપહરણ કરીને ખંભાળિયા લઈ ગયા હતા.

જેઓ સામે જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં પુત્રીનું અપહરણ કરી જવા અંગે તેમ જ તેની સાસુને માર મારી પૂરી દેવા અંગેનો પણ ગુનો નોંધાયો છે. જામનગર થી પોલીસ નો અપહરણ ની ફરિયાદ અંગેનો ટેલીફોનિક સંદેશો મળતાં તેમણે તુરત જ બીજા દિવસે પોતાની પુત્રીને જામનગર પ્રેમી પતિ પાસે મોકલાવી દીધી હતી. ત્યારબાદ તેઓ પોતે ખૂબ જ ગુમ રહેતા હતા, અને ગઈકાલે પુત્ર જનક સાથે કારમાં બેસીને જામનગર આવી રહ્યા હતા. દરમિયાન માર્ગમાં ઝેરી ટીકડા ખાઈને મોતની સોડ તાણી હતી. આ બનાવને લઈને ભારે ચકચાર જાગી છે.

જામનગરમાંથી ચાઇનીશ દોરાનો જથ્થો ઝડપી પાડતી સીટી-એ “D” સ્ટાફ

0

જામનગર ચાઇનીઝ દોરીના ગેરકાયદેસર જથ્થા સાથે આરોપીને પકડી પાડતી જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ.

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૦૭ જાન્યુઆરી 23 જામનગર સીટી એ ડીવી પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ ભગીરથસિંહ એસ.વાળા સાહેબ સાથે સર્વલન્સ સ્કોડના માણસો જામનગર સીટી એ ડીવી પો.સ્ટે વિસ્તારમા ઉતરાયણ તહેવાર અનુસંધાને અંગે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કોન્સ શૈલેષભાઇ કાંતીલાલ ઠાકરીયા તથા પો.કોન્સ મહેન્દ્રભાઇ રમેશભાઇ પરમારને મળેલ બાતમી હકીકત આધારે
જામનગર, દિ પ્લોટ 54 વારાહી ડેરી એન્ડ સિઝન સ્ટોર્સ નામની દુકાનમા એક ઇસમ પ્રતિબંધીત ચાઇનીઝ પ્લાસ્ટીકના દોરા માંજા તથા તુકકલ રાખી તેનુ વેચાણ કરે છે. તેવી હકીકતના આધારે રેઇડ કરતા આરોપી ચન્દ્રકાંતભાઇ ઉર્ફે ચંદનભાઇ તુલસીભાઇ ગોરી જાતે ભાનુશાળી ઉ.વ 46 ધંધો વેપાર રહે, ખોડીયાર કોલોની હાઉંસીંગ બોર્ડ સોસાયટી પ્લોટ નંબર 109 જામનગર વાળો પકડાઇ ગયેલ અને આરોપી પાસેથી
ચાઇનીઝ પ્લાસ્ટકીના દોરા માંઝાની ચરખી નંગ-35 જે એક ની કિ.રૂ. 150/- લેખે કુલ 35 દોરા માંજાની રૂ.5,250/- ના મુદામાલ સાથે પકડી પાડી પો.કોન્સ શૈલેષભાઇ કાંતીલાલ ઠાકરીયાએ ફરીયાદ આપી પોલીસ હેડ કોન્સ દેવાયતભાઇ રામાભાઇ કાંબરીયાએ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

જામનગરમાં યુવતિ અને બાળકીની ધાતકી હત્યા : પતિની સઘન પૂછપરછ

0

જામનગર લાલપુર બાયપાસ પાસે હોટલ હાઇવે -10 સામે બાવળની જાળીમાં યુવતિ અને બાળકીની લાશ મળી આવતા ભારે ખળભળાટ

  • હત્યાની આશંકા વચ્ચે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો: તપાસનો ધમધમાટ શરૂ.
  • પતિએ હત્યા કરી હોવાની પ્રબળ આશંકા: અટકાયત : બપોરના રઃ૩૦ વાગ્યાનો બનાવ.
  • રાજકોટ પોલીસ હોસ્પિટલ ચોક ખાતેથી પતિની કરી ઘરપકડ: ચારિત્ર્ય અંગેની શંકા બની હત્યાનું કારણ
  • મૃતકનું નામ શબાના તારીફભાઈ અને તેણીની બે વર્ષની પુત્રી રૂબીના હોવાનું જાણવા મળ્યું છે

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૬ જાન્યુઆરી ૨૩ જામનગર લાલપુર બાયપાસ હોટલ હાઈવેટ ટેન નજીક બાળવાની જાળીમાં મુસ્લિમ યુવતિ અને માસુમ બાળકીની હત્યા કરી લાશ પડી હોવાના અહેવાલ સાંપડતા ભારે ચકચાર મચી જવા પામી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે લાલપુર બાયપાસ નજીક હોટલ હાઇવે ટેન સામે હચમચાવી દેનારી ઘટના ઘટી છે. બાવળની જાળીમાં મુસ્લીમ યુવતિ અને બાળકીની લોહીલુહાણ હાલતમાં ગળાના ભાગે તિક્ષણ હથીયાર વડે આડેધડ ઘા કરી હત્યા કરી હોવાની જાણ પોલીસ થતા પંચ-બીનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બંનેની ઓળખ મેળવી તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને શંકાસ્પદોની પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. જેમા યુવતિના પતિની અટકાયત કરી સઘન પૂછપરછ આદરી છે. હાલતો ડબલ મર્ડરને લઈ શહેરભરમાં સારી એવી ચર્ચા જગાડી છે.ખાસ કરીને માસુમ બાળકીની ઠંડે કલેજે કુરતાપૂર્વક હત્યાએ લોકોમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

બાઈક સવાર સાથે ખૂંટીયો અથડાતા શ્રમિકનું કમકમાટીભર્યું મોત

0

નિકાવા નજીક ખુટીયો અથડાતા બાઈકસવાર શ્રમિક યુવાનનું મોત

દેશ દેવી ન્યુઝ જામનગર તા. o૬ જાન્યુઆરી ૨૩: કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતાં ખેતમજૂર યુવાન બાઈક પર જતો હતો તે દરમિયાન રસ્તામાં ખુટીયો આડો આવતા બાઈક સાથે અથડાતા યુવાન પટકાતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચવાથી મોત નિપજ્યું હતું.

બનાવની વિગત મુજબ, મહિસાગર જિલ્લાના કોટવટ ગામના વતની અને હાલ કાલાવડ તાલુકાના નિકાવા ગામની સીમમાં આવેલા રાજેશભાઈના ખેતરમાં મજૂરી કામ કરતા જેન્તીભાઈ રૂમાલભાઈ વળવાઈ (ઉ.વ.35) નામનો યુવાન બુધવારે સાંજના સમયે તેના જીજે-03-જેજી-1638 નંબરના બાઈક પર નિકાવા તરફ આવતા હતાં ત્યારે રાજકોટ માર્ગ પર દલુડી નદીના પુલ પર પહોંચ્યા ત્યારે એકાએક બાઈક આડે ખુટીયો આવીને અથડાતા ગમખ્વાર અકસ્માતમાં જેન્તીભાઇને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું સારવાર કારગત નિવડે તે પુર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ સનાભાઈ દ્વારા જાણ કરાતા હેકો જી.આઈ. જેઠવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

error: Copying and use of the content of the website is considered as illegal activity.