Saturday, October 17, 2026
Home Blog Page 246

જામનગરમાં વિક્ટોરીયા પુલ પાસે” રેસ્ટોરન્ટ સંચાલક” પર હુમલાના CCTV ફૂટેજ આવ્યા સામે: જુવો VIDEO

0

જામનગરમાં લુખ્ખા તત્વો બેફામ : રેસ્ટોરન્ટ સંચાલક ઉપર હુમલાના CCTV ફૂટેજ આવ્યા સામે.

  • જમવાનું દેવા બાબતે ત્રણ શખ્સો રેસ્ટોરન્ટ સંચાલક કરન રબારી ઉપર ટુટી પડ્યા હતા.
  • લુખ્ખા ત્રિપલ સવારીમાં બાઈક પર આવી ખુલ્લી છરી સાથે આંતક મચાવ્યો.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૯ જાન્યુઆરી ૨૩ જામનગરના વિક્ટોરીયા પુલ પાસે જ્ય ભોલે રેસ્ટોરન્ટના સંચાલક ઉપર ત્રણ લુખ્ખા શખ્સોએ ખૂલ્લી છરી સાથે બાઈક પર આવી જીવલેણ હુમલો કરતા ભારે ચકચાર મચી જવા પામી છે. અચાનક હુમલાના પગલે નાશભાગ મચી જવા પામી હતી. અને સંચાલકને લોહીલુહાણ હાલતમાં જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યા તેના પર સર્જરી કરી સારવાર અપાઈ હતી હુમલાના CCTV ફૂટેજ સામે આવતા પોલિસ પણ એક્શનમાં આવી છે.

જામનગર માં ગુલાબનગર નજીક મોહનનગરમાં રહેતા અને નાગનાથ ગેટ વિસ્તારમાં રેસ્ટોરન્ટ ચલાવતા એક વેપારી યુવાન પર પાર્સલના પ્રશ્નને ઝગડો થયા પછી ત્રણ શખ્સો એ છરી વડે હુમલો કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરના મોહનનગરમાં રહેતા અને નાગનાથ ગેઇટ વિસ્તારમાં જય ભોલે રેસ્ટોરન્ટ નામની દુકાન ચલાવતા કરણભાઈ જેરામભાઈ બધેલ નામના વેપારીએ પોતાના ઉપર છરી અને ધોકા વડે હજ્ઞમલો કરી ઇજા પહોંચાડવા અંગે જીતેન્દ્ર ઉર્ફે લાલો બારીયા, નિલેશ ગુજરીયા, અને તેના એક સાગ્રીત સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી વેપારીને પાર્સલ ના મામલે આરોપી જીતેન્દ્ર લાલા સાથે બોલાચાલી થઈ હતી, ત્યારબાદ પોતે અન્ય સાગરીતો ને લઈને બીજી વખત આવ્યો હતો, અને છરી અને ધોકા વડે ઇજા પહોંચાડતાં તેને ટાંકા લેવા પડ્યા છે. પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે.

લાલપુરના મોડપર ગામમાં કૂવામાં પડી જતા કૌટુંબિક ભાઈ બહેનના મૃત્યુ

0

જામનગરના મોડપરમાં અરેરાટી ભર્યો બનાવ: કૂવામાં પડેલી યુવતીને બચાવવા જતાં તરૂણ પણ પાણીમાં ડૂબ્યો.

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૧૮ જાન્યુઆરી ૨૩ લાલપુર તાલુકાના મોડપર ગામના વાડી વિસ્તારમાં રહેતી યુવતી પાણી ભરવા ગઈ હતી તે દરમિયાન અકસ્માતે પગ લપસી જતાં કૂવામાં ખાબકતા તેણીને બચાવવા પડેલો તરૂણ હાથમાંથી નાળુ મૂકાઇ જતાં બંનેનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજતાં ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસે બંનેના મૃતદેહોનો કબ્જો સંભાળી તપાસ આરંભી હતી.

અરેરાટીજનકના બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના મોડપર ગામના સીમ વિસ્તારમાં જીવાભાઈ કરમુરના ખેતરમાં મંગળવારે સવારના સમયે તેની પુત્રી ભારતીબેન જીવાભાઈ કરમુર (ઉ.વ.25) નામની યુવતી કુવામાંથી પાણી ભરવા જતી હતી તે દરમિયાન અકસ્માતે પગ લપસી જતાં કૂવામાં ખાબકતા તેણીએ ‘બચાવો બચાવો’ની બુમો પાડી હતી. તે સમયે વાડીમાં જ રહેલા નકુલ નથુભાઈ કરમુર (ઉ.વ.17) નામનો તરૂણ યુવતીને બચાવી કૂવામાંથી બહાર કાઢવા માટે નાળુ બાંધીને અંદર ઉતર્યો હતો. તે દરમિયાન નકુલનો હાથ લપસી જતાં નાળુ મૂકાઇ જવાથી તે પણ કૂવાના પાણીમાં ખાબકયો હતો. ત્યારબાદ તરૂણ અને યુવતીના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યા હતાં. બનાવની જાણ રાજુભાઈ કરમુર દ્વારા કરવામાં આવતા હેકો એલ.જી. જાડેજા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.

પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવતી અને તરૂણને બહાર કાઢયા હતાં પરંતુ તે પહેલાં જ બંનેના મોત નિપજ્યા હતાં. કરમુર પરિવારના એક સાથે બે વ્યકિતઓના મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસે બંનેના મૃતદેહોન કબ્જો સંભાળી પીએમ માટે મોકલી રાજુભાઈના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગરના ASI ‘હમીદ પરિયાણી’ અને રાજકોટ SOG ના ASI ‘પરવેઝ સમા’ લાંચ લેતા રંગે હાથે ઝડપાયા

0

જામનગરમાં એસીબીની સફળ ટ્રેપ: બે ASI  લાંચ લેતા ઝડપાયા: 35 હજારની લાંચ લેતા ACB ત્રાટકી

  • ઢોર ઇન્જેકશન કેસમાં નામ કાઢી નાખવા લાંચ માંગી : પોલીસબેડામાં ચકચાર
  • રાજકોટ ગ્રામ્ય SOG ના ASI પરવેઝ શમા અને જામનગર ઉદ્યોગનગર ચોકીના ASI હમીદ જુસબ પરીયાણી

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૧૮. જાન્યુઆરી ૨૩ જામનગરમાં વાર્ષિક ઇન્સપેકશન માટે આઇજીએ બે દિવસથી અહીં પડાવ નાખ્યો છે ત્યારે મોડી રાત્રીના જામનગર જુના જકાતનાકા પાસે બે પોલીસ જમાદાર રૂ. 35 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં આબાદ સપડાતા ભારે ચકચાર મચી જવા પામી છે. ઢોરને આપવાના ઇન્જેકશન ગુનામાંથી નામ કાઢી નાખવાના અવેજ પેટે લાંચની માંગણી કરવામાં આવી હતી.

મળતી વિગત મુજબ રાજકોટ ગ્રામ્ય એસઓજીના એએસઆઇ પરવેઝ શમાએ ફરીયાદીને ધોરાજીમાં પકડાયેલ ઢોરને આપવાના ઇન્જેકશનના ગુનામાં તેની સંડોવણી છે પણ તે ગુનામાથી તેનું નામ કાઢી નાખવાના અવેજ પેટે આ કામના ફરીયાદી પાસે રૂ. 50 હજાર લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ રકઝકના અંતે રૂ. 35 હજાર આપવાનું નકકી થયુ હતું, પરવેઝ જણાવે ત્યારે તે જગ્યાએ પોતાને કે પોતે જે વ્યકિતનું નામ આપે તેને લાંચની રકમ આપી દેવા વાયદો કર્યો હતો.
દરમ્યાન લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય આથી જામનગર એસીબી ખાતે આવીને પોતાની ફરીયાદ જાહેર કરી હતી, જે ફરીયાદના આધારે જામનગર એસીબીની ટુકડીએ ગઇ મોડી સાંજે અહીંના જુના જકાતનાકા કેશવ હોટલ પાસેના જાહેર રોડ પર છટકુ ગોઠવ્યુ હતું.

દરમ્યાનમાં રાજકોટ ગ્રામ્ય એસઓજીના એએસઆઇ પરવેઝ શમાએ ફરીયાદી સાથે મોબાઇલ ફોન પર હેતુલક્ષી વાતચીત કરીને જામનગર ઉધોગચોકીના એએસઆઇ પરીયાણીને લાંચની રકમ આપી દેવા જણાવ્યુ હતું, જે વાત અનુસાર જામનગર સીટી-સી ડીવીઝન હેઠળના ઉધોગનગર પોલીસ ચોકીના એએસઆઇ હમીદ જુસબ પરીયાણીએ પંચની હાજરીમાં આ કામના ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ માંગી સ્વીકારીને શમાને લાંચની રકમ મળી ગયા અંગેની જાણ કરી હતી, દરમ્યાનમાં એકબીજાએ મદદગારી આચરી હતી, આ વખતે જામનગર એસીબીની ટુકડીએ પરીયાણીને રૂ. 35 હજારની લાંચ સાથે લાંચ લેતા રંગેહાથ પકડી પાડયો હતો.

આરોપી હમીદ પરીયાણીને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપી પરવેઝ શમાને રાજકોટ શહેર ખાતેથી ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનના પીઆઇ મારફતે ડીટેઇન કરી આગળની તજવીજ હાથ ધરી હતી, બે એએસઆઇ લાંચના છટકામાં ઝડપાતા પોલીસબેડા સહિતમાં ચકચાર મચી જવા પામી હતી.

રાજકોટ એકમ એસીબીના મદદનીશ નિયામક વી.કે. પંડયાના સુપરવિઝન હેઠળ ઉપરોકત કાર્યવાહી જામનગર એસીબીના સુશ્રી પીઆઇ એન.આર. ગોહેલ અને જામનગર સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. તાજેતરમાં જ જામનગર એસીબી ખાતે નિયુકત થયેલ પીઆઇ સુશ્રી એન.આર. ગોહેલ દ્વારા આવી કોઇ લાંચ બાબતની ફરીયાદ હોય તો આમ જનતાએ એસીબીનો તેમજ તેમના મોબાઇલ નં. 99247 59591નો સંપર્ક સાધવા અનુરોધ કર્યો છે જેથી લાંચીયાઓને ખુલ્લા પાડી શકાય, દરમ્યાનમાં પકડાયેલા બંને લાંચીયા એએસઆઇને કોર્ટમાં રજુ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જામનગરમાં ચોરીને અંજામ આપતા ”કેશિયર” અને ”કારીગર” : ડિઝીટલ તિજોરી ઉઠાવી ગયા

0

જામનગર હાઇવે પરની હોટલમાં થયેલી રોકડની ચોરીનો ભેદ કલાકોમાં ઉકેલાયો

  • પંચ-બીના PSI એમ.એ મોરીની રાહબરી હેઠળ સ્ટાફના ધમભા ઝાલા, નિર્મળસિંહ જાડેજા તથા સુમીત શિયારને મળેલ બાતમી.
  • ખંભાળિયા અને રાજસ્થાનના બે શખ્સો મુદામાલ સાથે જબ્બે.

દેશ દેવી ન્યુઝ જામનગર : તા.૧૭ જાન્યુઆરી 23 જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર હાઇવે રોડ પર આવેલી એક હોટલ માંથી રૂપિયા 1 લાખ 33 હજારની રોકડ રકમની ચોરી થઈ હતી, જે ચોરીનો ભેદ પંચકોષી બી. ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે, અને હોટલમાં જ કામ કરતાં કેશિયર અને કારીગરને ઝડપી લીધા છે, અને રોકડ રકમ તથા ડિજિટલ તિજોરી વગેરે કબજે કર્યા છે.

જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર આવેલી ટી પોસ્ટ હોટેલમાં પરમદીને રાત્રિ દરમિયાન રૂપિયા 1.33 લાખ ની રોકડ રકમની ચોરી થઈ હતી, જે ચોરીના બનાવવા અંગે હોટલ સંચાલક દ્વારા તે જ હોટલમાં કેશિયર તરીકે કામ કરતા મૂળ જામ ખંભાળિયા ના વતની યુવરાજસિંહ રણજીતસિંહ રાઠોડ, તેમજ કામદાર તરીકે હોટલમાં જ રહેતા મૂળ રાજસ્થાનના ગોવિંદસિંગ લાડુસીંગ રાવત સામે ફરિયાદ નોંધાવી હતી.

જે ચોરીની ઘટના પછી પંચકોષી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે ચો તરફ નાકાબંધી કરીને રોકડ રકમ સાથે ભાગી રહેલા બંને શખ્સોને ઝડપી લીધા છે. જેઓ પાસેથી રૂપિયા એક લાખ તેત્રીસ હજારની રોકડ રકમ તેમજ ડિજિટલ તિજોરી વગેરે કબજે કરી લીધા છે, અને બંનેની વિશેષ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

જામનગરમાં વાલકેશ્વરી પાસે સંસ્કારી યુવતિની ગાળોની બધડાટી : જુવો લાઇવ VIDEO

0

જામનગરના વાલ્કેશ્વરી પાસે સંસ્કારી યુવતિ અને મહિલા વચ્ચે જામી પડી

  • ગાળોની રમઝટ સાથે રોડ ઉપર સર્જાયો તમાશો: રાહદારીઓને મોજ પડી.
  • મહિલા દંપતિ રોડ ક્રોસ કરતી વેળાએ બાઈક અડી જતા બોલી બધડાટી
  • સંસ્કારી યુવતિ સાથે રહેલ યુવાને સમજાવટ કરી ચાલતી પકડી

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૩ જાન્યુઆરી ૨૩ જામનગર શહેરના વાલકેશ્વરી ક્રિષ્ના ટ્રાવેલ્સની બાજુમાં યુવતિ અને યુવક બાઇક પર જતા હતા ત્યારે દંપતિએ અચાનક રોડ ક્રોસ કરતા દંપતિ સાથે અથડાઇ જતા તુ..તુ મે..મે થઈ હતી જેને લઈ વાત વણસતા બંનેએ સામ-સામે દેકારો બોલાવ્યો હતો તેવામાં વાતાવરણ ઉગ્ર થતા ગાળોની રમજટ વચ્ચે છૂટાહાથે હાથા પાઇ થઇ હતી જેને લઇ રાહદારીઓના ટોળા એકઠા થયા હતા અને છોડાવાનો પ્રયાસ કર્યાં હતો.

પરંતુ વાત વટે ચઢી હોય તેમ યુવતિ અતિ આક્રમક બની ઉશ્કેરાઇ ગઇ હતી અને યુવતિ સાથે રહેલા યુવકે પણ સમજાવટનો પ્રયત્ન કર્યો અને પરંતુ ગુસ્સાભેર સંસ્કારી યુવતિએ બેફામ ગાળો બોલવાનનું શરૂ કરતા જ લોકોને બે ઘડી મોજ પડી ગઈ હતી.

અડધી રાત્રે જાહેર રોડ ભારે દેકારો બોલતા લોકોની ભીંડમાંથી કોઈ રાહદારીએ વિડીઓ ઉતારી લેતા સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. હાલ તો યુવતી અને મહિલા વચ્ચેની માથકૂટે શહેરભરમાં ખાસી એવી ચર્ચા જગાડી છે.અને યુવકે યુવતિને સમજાવી ચાલતી પકડી હતી.

ગુલાબનગર કિષ્ના પાર્કમાં મહિલાઓ વચ્ચે મારામારી : પુરૂષો સદ્દભાગી બન્યા: જુવો મારામારીનો Live Video

0

જામનગરના ગુલાબ નગરમાં ક્રિષ્ના પાર્ક જુની અદાવતમાં મહિલા પુરુષો બાખડી પડ્યા

  • Live મારામારીનો વિડીઓ થયો સોશિયલ મીડિયામાં વાયરલ
  • સામસામે ધોકાવારી : મહિલાઓ પાણી ભરવાના બેડા, ડોલ લઈ મેદાનમાં ઉતરી :અડધો ડઝનથી વધુ સારવાર માટે ખસેડાયા 
  • જૂના ઝઘડાનું મનદુખ કારણભૂત :પોલીસ કાફલો દોડી ગયો ફરિયાદની તજવીજ
  • પાડોશીએ બહારથી ગાડી ભરી માણસો બોલાવી માર માર્યો મહિલાને પણ ”ન” મૂકી: પરિવારનો આક્ષેપ.

દેશ દેવી ન્યુઝ જામનગર તારીખ 13 જાન્યુઆરી 23 જામનગર શહેરના ગુલાબ નગરના ક્રિષ્ના પાર્કમાં ગઈકાલ રાત્રે જૂની અદાવતનો ખાર રાખી મહિલાઓ અને પુરુષો ધીંગાણે ચડ્યા હોય તેમ ધોકા, પાઇપ, પાણીની ડોલ સાથે સામ-સામી બધડાટી બોલતા ભારે ચકચાર જાગી છે.

જામનગરના ગુલાબ નગરક્રિષ્ના પાર્કમાં ગઈકાલ રાત્રે 10:00 વાગ્યાના અરસામાં બાજુમાં રહેતા બે પાડોશી વચ્ચે નજીવી બાબતે ડખ્ખો થતા નાસભાગ મચી જવા પામી હતી તેમાં હલીબભાઈ, જુસાભાઈ’ ફારૂક કરીમ, અકબર હબીબ , રોશનબેન નામની મહિલાઓ સહિત ચારથી વધુને ઇજા થતા લોહીલુહાણ હાલતમાં સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી જઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે પુરતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.તેવામાં કોઈએ મારામારીનો લાઇવ વિડીયો ઉતારી લીધો હતો જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. હાલ તો પોલીસે ઇજાગ્રસ્તની ફરિયાદ નોંધવાની તજવીજ કરી આગળની તપાસ હાથ ધરી છે.

જામનગરમાં “વણિક” યુવાન વ્યાજના વિષચક્રમાં ફસાયો: બે સામે ફરીયાદ

0

જામનગરમાં વ્યાજ વટાવની ફરીયાદ : વણિક યુવાનના ઓરીજનલ દસ્તાવેજ અને કોરા ચેક લઈ લીધાની રાવ : બે સામે ફરિયાદ

  • આરોપી:- (૧) નીલેશભાઇ દીક્ષીત ઓફીસ- પટેલ કોલોની શેરી નં-૬ પાવન ડેરીવાળી શેરી (૨) વીમલભાઇ ફલ રહે- ચૌહાણ ફળી વિધ્યાભવનવાળી શેરી જામનગર

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૨ જાન્યુંઆરી ૨૩ જામનગર શહેરના મોહનનગર આવાસ માં રહેતા કેયુર નીતિનભાઈ સંઘવીએ નીલેશ દિક્ષીતી પાસેથી રૂપીયા ૨૦૦૦૦/- રોજના બસો રૂપીયા ના દરે લીધેલ હોય અને તેનુ દર મહીને ૬૦૦૦/- વ્યાજ ભરતો હોય અને રૂપીયા ૪૫૦૦૦/- જેટલુ વ્યાજ ચુકવી આપેલ હોવા છતા વધુ રૂપીયા આપવા માટે દબાણ કરતો હોય પરંતુ કેયુર સંઘવીની આર્થીક પરીસ્થીત સારી ન હોવા છતા વ્યાજ સાથે મુદલ રકમ બે લાખ રૂપીયાની માંગણી કરતો હોય તેમજ રણજીત રોડ વિદ્યાભવન પાછળ રહેતો વિમલ ફલ પાસેથી કેયુર સંઘવીએ ૧૦ ટકા ના દરે રૂપીયા ૩,૫૦,૦૦૦ વ્યાજે લીધેલ હોય અને તેનુ સાડા સાત લાખ જેટલુ વ્યાજ ચુકવી દીધેલ હોવા છતા મુદલ તથા વ્યાજ સાથે અઢાર લાખ જેટલી રકમની બળજબરીથી પઠાણી ઉઘરાણી કરતો હોય તેમજ કેયુર સંઘવી પાસેથી જામીનગીરી માટે મકાનના દસ્તાવેજની ઓરીજનલ ફાઇલ તેમજ બેંકના ચેકો લીધેલ હોય અને વણિક યુવાનને ભુંડી ગાળો આપી માર મારવાની ધમકી આપી પૈસા માટે પઠાણી ઉઘરાણી કરતો હોય આથી કેયુર સંઘવી નામના વણિક યુવાને નિલેશ દિક્ષીત અને ચૌહાણ ફળીના વિમલ ફ્લ વિરૂદ્ધ નોંધાવતા ચકચાર જાગી છે.

હાલ તો સીટી-એ ડિવિઝન પોલીસે ગુન્‍હો ઇપીકો કલમ ૩૮૫,૫૦૪,૫૦૬(૧) તથા મનીલેન્ડર્સ એકટ કલમ ૫,૩૯,૪૦,૪૨ મુજબ ગુનોં નોંધી બંનેની શોધખોળ આદરી છે.

જામનગર સાધના કોલોનીમાં ‘મેમણ’ VS ‘સિંધી’ સામસામે રંગાણા : બંને સામે ફોજદારી

0

સાધના કોલોનીમાં વેપારીને મારમારવાના ધેરા પ્રત્યાઘાત : સામ-સામી ફરિયાદ નોંધાવાઈ

  • સાધનામાં ભરાતી “મંગળવારી” બંધ કરવાની વેપારીઓની માંગ.
  • સિંધી વેપારીને કાનમાં લચકું ભરી લોહી-લુહાણ કરી દીધો
  • સામાપક્ષના મોહમમ્દ હુશેને પોતાને માથામાં બરફના સુયાનો માર મારવાની વેપારી સહિત બે અજાણ્યા શખ્સો સામે ફરીયાદ કરી
  • આરોપી : (૧) મહેશભાઇ પરમાનંદભાઇ રહે-સાધના કોલોની જામનગર તથા બીજા બે અજાણ્યા શખ્સો
  • આરોપી (૧) મોહમ્મદ હુશેન અબ્દુલ સફર ધાણીવાલા (૨) યુસબ હુશેન મહેતાજી રહે બન્ને જામનગર તથા તથા એક અજાણ્યો શખ્સ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૧ જાન્યુઆરી ૨૩ જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં વેપારી ઉપર થયેલ હુમલાને લઈ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આજુબાજુના વેપારીઓએ બંધ પાડી રોષ વ્યક્ત કરી એસપીને રજુઆત કરી હતી. સાધના કોલોની ગેઈટ પાસે ગઈકાલે સીંધી વેપારી સાથે મોહમ્મદ હુશેન અબ્દુલ સફર ધાણીવાલા તથા યુસબ હુશેન મહેતાજી સહિતનાએ બોલાચાલી કરી હતી જેથી ઉશ્કેરાયેલા શખ્સોએ વેપારી પર હુમલો કરી દેતા નાસભાગ મચી હતી. અને વેપારીને ૧૦૮ મારફત હોસ્પિટલ ખસેડવાનો વારો આવ્યો હતો.

બીજી બાજુ મેમણ યુવાને પોતાને માથામાં બરફ કાપવાનો સુયો માર્યાની મહેશભાઇ પરમાનંદભાઇ ગોપલાણી સહિત બે અજાણ્યા શખ્શો સામે ફરિયાદ નોંધાવી હતી જેને લઈ શહેરભરમાં સારી એવી ચર્ચા જાગી હતી.

આથી પોલીસે IPC કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬ (૨) ૧૧૪ તથા જી.પી એક્ટ ૧૩૫ (૧) મુજબ બંનેની સામસામી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુ તપાસ પંચ – એના PSI જે.પી સોઢા અને સીટી – એ ડિવિઝનના PSI વી.આર ગામેતી ચલાવી રહ્યા છે.

જામનગર જલાની જારમાં “બ્રાહ્મણ વૃદ્ધા”ના દાગીના ઝૂંટવી લેતી લૂંટેરી રેખા પકડાઇ

0

જામનગરમાં તસ્કર-ઉઠાવગીરાઓનો આતંક: ધોળે દિવસે વૃધ્ધાના ઘરમાં ઘુસી મહિલા સોનાના દાગીનાની લુંટ ચલાવાઇ હતી.

  • આરોપી મહિલા સીસીટીવીમાં કેદ થતા તે દિશામાં તપાસ આરંભાઈ હતી.
  • સીટી-એ “D” સ્ટાફના PSI ભગીરથર્સિહ વાળા તથા સ્ટાફના શિવરાજર્સિહ રાઠોડ, રૂષિરાજસિંહ જાડેજા તથા રવિભાઈ શર્માને મળેલ ખાનગી બાતમીને મળી સફળતા: લૂંટનો ભેદ ઉકેલાયો

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૧૧ જાન્યુઆરી ૨૩ જામનગર શહેર અને જિલ્લામાં ચોરીના બનાવો ચિંતાજનક રીતે વધી ગયા છે. તેમાં પણ હવે તો તસ્કરો ધોળે દિવસે ઘરમાં ઘુસીને એકલવાયા વૃદ્ધાને નિશાન બનાવી દાગીનાની લૂંટ આચરે છે. આવો જ એક બનાવ સોમવારે સવારના 10 વાગ્યાના અરસામાં શહેરમાં જલાની જાર બુટાના કુવાવારી શેરીમાં રહેતાં સવિતાબેન મુકુંદરાય દવે નામના વૃદ્ધા તેમના ઘરે એકલા હતાં ત્યારે અજાણી કેસરી કલરની સાડી પહેરેલી 30 વર્ષની મહિલા ઘરમાં ઘુસી ગઈ હતી અને વૃદ્ધાના હાથમાં પહેરેલ સોનાની જૂનવાણી સાડા છ તોલાની બે જોડી બંગડીઓ અને એક જોડી ચાંદીની બંગડી મળી કુલ રૂા.1,62,900 ની કિંમતની સોનાની તથા ચાંદીની બંગડીઓ હાથમાં ઝૂંટવી લઇ નાશી ગઇ હતી. ત્યારબાદ નિસહાય વૃદ્ધાએ બનાવની જાણ તેના પુત્ર જયેશભાઇને કરી હતી. જેથી તેના દ્વારા પોલીસમાં જાણ કરાતા પીઆઈ વી.કે. ગઢવી તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઈ જયેશભાઈના નિવેદનના આધારે અજાણી મહિલા વિરુધ્ધ ચોરીનો ગનો નોંધી તપાસ આરંભી હતી.

તપાસમાં પોલીસને આ વિસ્તારના સીસીટીવી ફુટેજો મળી આવ્યા હતાં. જેમાં નજરે પડતી મહિલાએ વૃદ્ધાને ઓળખી બતાવી હતી અને જેના આધારે પોલીસે તસ્કર મહિલાની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.તેમાં સીટી-એ “D” સ્ટાફના માણસો વોચમાં હતા ત્યારે PSI ભગીરથર્સિહ વાળા તથા સ્ટાફના શિવરાજર્સિહ રાઠોડ, રૂષિરાજસિંહ જાડેજા તથા રવિભાઈ શર્માને ખાનગી બાતમી મળી કે લૂંટના કામમાં સંડોવાયેલ મહિલા સોનાની વસ્તુઓ સાથે ચાંદી બજાર બુગદામાં આંટાફેરા કરે છે. તેથી મહિલાની અંગઝડતી લેતા સોનાની બંગડી સહિતનો ર.૮૮ લાખનો મુદામાલ કબજે કરી મહિલાની ધરપકડ કરી લૂંટનો ભેદ ગણતરીની દિવસોમાં ઉકેલી નાખ્યો

જામનગરની “સૂવર્ણ માર્કેટ” માં દારૂડીયાનો આંતક : ખુલ્લી બોટલ સાથે ફિલ્મી ડ્રામા : જુવો VIDEO

0

જામનગર મહાલક્ષ્મીના ચોક પાસે આવેલ સુવર્ણ માર્કેટમાં દારૂડિયાનો આતંક.

  • દારૂડીયાએ ખુલ્લી બોટલ લઈ માર્કેટમાં કર્યું તાંડવ: વેપારી બન્યા ભયભીત: દુકાન ટપોટપ બંધ.
  •  નશાખોર દારૂડીયો નશાની હાલતમાં કોમ્પ્લેક્સના બીજા માળે ચડી જઈ પાણાવાળી કરતા કઈક વેપારીના ટકા રંગાતા રહી ગયા.
  • વેપારીએ દારૂડીયાનો વિડીઓ ઉતારી લઈસોશિયલ મીડિયામાં વાયરલ કરી દેતા ભારે ચકચાર

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૦ જાન્યુઆરી ૨૩ જામનગર શહેરના મહાલક્ષ્મી ચોક વિસ્તારમાં આવેલ ”સુવર્ણ માર્કેટ “ માં દારૂડિયાએ આતંક મચાવ્યો હોય તેમ હાથમાં દારૂની ખુલ્લી બોટલ સાથે કોમ્પ્લેક્સમાં ચડી જતા વેપારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. દારૂડિયાએ રીતસર માર્કેટ ને બાંધમાં લઈ લીધી હોય તેમ બેફામ વાણીવિલાસ આચર્યો હતો જેના કારણે કોમ્પ્લેક્સના વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો ભયભીત બનેલા વેપારીઓએ દુકાન ટપોટપ બંધ કરી ચાલતી પકડી હતી.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જામનગર શહેરના મહાલક્ષ્મી ચોક વિસ્તારમાં આવેલ સૂવર્ણ માર્કેટમાં આજરોજ સાંજે ૭:૩૦ વાગ્યાના અરસામાં દારૂડિયો ચિક્કાર નશો કરેલી હાલતમાં હાથમાં દારૂની ખુલ્લી બોટલ લઈ માર્કેટમાં ધૂસી જઈ વાણી વિલાસ આચર્યો હતો દેકારો થતા કોમ્પલેસના તમામ વેપારીઓ બહાર નીકળી ગયા હતા તેવામાં નશાખોર દારૂડીયો સૂવર્ણ કોમ્પલેકસના બીજા માળે ચડી જઈ મનફાવે તેવી ગાળો બોલી પાણાવારી કરી આંતક મચાવ્યો હતો  જેને લઈ વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો થોડીવાર ચાલેલા ફિલ્મી ડ્રામાનો કોઈ જાગૃત નાગરીકે વિડીયો ઉતારી લઈ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેતા ભારે ચકચાર જાગી છે. હાલતો દારૂડીયાના આંતકને લઈને શહેરભરમાં સારી એવી ચર્ચા જાગી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.