Saturday, October 17, 2026
Home Blog Page 245

રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ કાર્યક્રમ થકી જામનગરની દીકરીને મળ્યું નવજીવન

0

રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ કાર્યક્રમ થકી જામનગરની દીકરીને મળ્યું નવજીવન

  • હૃદયના કાણાનું ઓપરેશન વિનામૂલ્યે થતાં પરિવારે ડોકટરો તેમજ આરોગ્યતંત્રનો આભાર વ્યક્ત કર્યો

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૭ જાન્યુઆરી ૨૩ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાના ખડબા ગામમાં રહેતા પરિવારમાં તા. ૧૮-૯-૨૦૧૪ ના રોજ અલીભાઈ રુઝાને ત્યાં દીકરીનો જન્મ થયો હતો. બાદમાં ખડબા ગામે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ રૂટિંગ સર્વેલન્સ માટે ગયેલ ત્યારે જાણવા મળેલ કે સનમ નામની આ દીકરીને ચાલવા સમયે ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તેથી ડોકટરની ટીમ દ્વારા સનમના માતાપિતાને જી.જી હોસ્પિટલ જામનગર ખાતે યોગ્ય નિદાન કરાવવા માટે જણાવવામાં આવ્યું હતું. પરંતુ તેઓ ગભરાયેલ પરિક્ષિતિમાં હોવાથી તે સમયે હોસ્પિટલ ન ગયેલ. ૩૦-૦૩-૨૦૨૨ના રોજ સનમને વધારે તકલીફ પડતા શ્વાસ લેવામાં વધારે મુશ્કેલી ઉભી થઈ એટલે માતા પિતા ડોકટરો પાસે ગયા અને RBSK ડોક્ટર દ્વરા સંદર્ભ કાર્ડ ભરી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ-જામનગર ખાતે મોકલવામાં આવ્યા.

સનમની પ્રાથમિક તપાસ બાદ લોહીનું પરીક્ષણ, ECO તથા ECGમાં જાણવા મળ્યું કે તેને CHD Congenital Heart Disease એટલે કે હૃદયમાં કાણું છે. બાદમાં તેણીને ૩ દિવસ પ્રાથમિક સારવાર આપવામાં આવી અને સઘન સારવાર માટે યુ.એન. મહેતા હોસ્પિટલ-અમદાવાદ ખાતે મોકલવામાં આવતા નિષ્ણાતો દ્વારા ખૂબ જ કૂનેહથી ૧૮-૦૪-૨૦૨૨ ના રોજ શસ્ત્રક્રિયા અને જરૂરી સારવાર કરી ક્ષતિને દૂર કરી હૃદયના કાણાનું ઓપરેશન તદ્દન વિનામૂલ્યે કરી 15 દિવસ દાખલ રાખી હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી સનમ હાલ નોર્મલ જીવન જીવી રહી છે. પોતાની દીકરીને નવજીવન આપવ બદલ તેણીના માતા-પિતાએ ડૉકટરો અને આરોગ્ય તંત્રની કામગીરીની પ્રસંશા કરી સર્વ પ્રત્યે ખુબ ખુબ આભાર પ્રગટ કર્યો હતો

જામનગરની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલમાં “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ યોજાયો

0

જામનગરની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલમાં સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

  • શાળાના વિદ્યાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના તાલકટોરા સ્ટેડિયમ ખાતેના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું
  • વડાપ્રધાન સ્વયં બાળકોના ભવિષ્ય માટે, તેમની પરીક્ષા માટે ચિંતા વ્યક્ત કરે છે : પુનમબેન માડમ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૭ જાન્યુઆરી ૨૩ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના તાલકટોરા ઇન્ડોર સ્ટેડિયમમાં ‘પરીક્ષા પે ચર્ચા’ અંતર્ગત વાતચીતની છઠ્ઠી આવૃત્તિનું આયોજન આજે રોજ કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીને પરીક્ષાલક્ષી તણાવ અને અન્ય મુદ્દાઓને લગતા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. જામનગર શહેરની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ ખાતે સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો.૧૦ અને ધો.૧૨ના તેમજ અન્ય વિદ્યાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૧૮ થી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત વર્ષ ૨૦૨૩- પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશભરના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી રહ્યા છે. બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓ તણાવમુક્ત વાતાવરણમાં અને પ્રસન્નતા પૂર્વક રીતે પરીક્ષા પસાર કરે તેવા ઉમદા હેતુથી વડાપ્રધાને આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. આપણા દેશના ઇતિહાસમાં આવું પહેલી વખત બન્યું છે કે વડાપ્રધાને સ્વયં બાળકોના ભવિષ્ય માટે, તેમની પરીક્ષા માટે ચિંતા વ્યક્ત કરી હોય. પહેલા બોર્ડની પરીક્ષાના સમયગાળા દરમિયાન વાતાવરણ ખૂબ ભયમુક્ત જોવા મળતું હતું. આજે હકારાત્મક રીતે પરીક્ષાની તૈયારીનો માહોલ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો છે. બાદમાં સાંસદશ્રીએ શાળાના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષાલક્ષી ચર્ચા કરી હતી. અને ભયમુક્ત બનીને અભ્યાસ અને વાંચન કરવા જણાવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના માટે શુભકામના પાઠવી હતી.અંતે ઉલ્લેખનીય છે કે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પરિક્ષાના તણાવ અને વિદ્યાર્થીઓના અન્ય મુદ્દાઓને લગતા પ્રશ્નોના જવાબ આપે છે. આ પ્રોગ્રામની પ્રથમ આવૃત્તિ 16 ફેબ્રુઆરી 2018ના રોજ શરૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ 25 નવેમ્બરથી 30 ડિસેમ્બર, 2022 સુધી આ પ્રોગ્રામમાં જોડાવા માટે નોંધણી કરાવી હતી.આ કાર્યક્રમમાં ધારાસભ્ય રિવાબા જાડેજા,  દિવ્યેશભાઈ અકબરી,  વિમલભાઈ કગથરા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષ કનખરા, મહામંત્રી વિજયસિંહ જેઠવા, મેરામણભાઈ ભાટુ, જિલ્લા શિક્ષણ અધિકારી મધુબેન ભટ્ટ, શિક્ષણ સમિતિના સભ્યો, સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલના પ્રિન્સિપલ ફાધર જ્યોર્જ, શિક્ષકો તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જામનગરમાં બે યુવાનો પર હુમલો કરી જીપમાં તોડફોડ કરવા અંગેના પ્રકરણમાં 4 સામે ગુનો નોંધાયો.

0

જામનગરમાં બે યુવાનો પર હુમલો કરી જીપમાં તોડફોડ કરવા અંગેના પ્રકરણમાં ચાર સામે ગુનો નોંધાયો.

  • ગુલાબનગર પાસે ”રાજ ઓટો” નામની દુકાન પાસેનો બનાવ
  • આરોપી :-સુરેશ ઉર્ફે સુર્યો વિજયભાઇ સોનારા રહે.સુભાષપાર્ક જામનગર તથા ત્રણ અજાણ્યા ઇસમો .
  • બે દિવસ પહેલા સરાજાહેર હુમલો કરાયો હતો જેના CCTV ફૂટેજ પણ વાયરલ થયા હતા.
  • જૂની આદાવતનો ખાર કારણભૂત..

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૨૫ જાન્યુઆરી ૨૩ જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં બે દિવસ પહેલાં સાંજના સમયે બે યુવાનો પર હીચકરો હુમલો કરાયો હતો, અને નવી નકકોર જીપમાં તોડફોડ કરાઈ હતી. જે મામલામાં હુમલાખોરોની ઓળખ થઈ છે, અને જુની અદાવત ના કારણે આ હુમલો કરાયાનું સામે આવ્યું છે. જે મામલે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની વિગત એવી છે કે શહેરના ગુલાબ નગર વિસ્તારમાં બે દિવસ પહેલાં સાંજના સમયે એક નવી જીપમાં કામકાજ કરાવવા માટે આવેલા બે યુવાનો પર અજાણ્યા શખ્સસોએ હુમલો કરી દીધો હતો. મોઢા પર કપડું બાંધી ટોપી પહેરીને આવેલા અજાણ્યા શખ્સોએ લાકડીઓ વડે માર મારી ફેક્ચર કરી નાખ્યા ની અને જીપમાં તોડફોડ કર્યા ની ફરિયાદ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઈ હતી.

આ ફરિયાદના અનુસંધાને સીટી બી. ડિવિઝન પોલીસે હુમલાખોર આરોપી સુભાષ પાર્ક વિસ્તારમાં રહેતા સૂરજ ઉર્ફે સૂરિયો વિજયભાઈ સોનારા અને તેના ત્રણ અજાણ્યા સાગરીતો સામે ગુનો નોંધ્યો છે, અને તેઓની શોધખોળ હાથ ધરી છે. ફરિયાદી અને આરોપીને અગાઉ ઝઘડો થયો હતો. તેનું મન દુ:ખ રાખીને આ હુમલો કરાયાનું પોતે દલિત જ્ઞાતિના હોવાથી સમાજમાં હલકા પાડવા માટે હડધુત કર્યાનું પણ પોલીસમાં જાહેર કર્યું છે.

આથી સીટી એ ડિવિજન પોલીસે ઈ.પી.કો. કલમ- ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૪૨૭, ૧૧૪ તથા એટ્રોસીટી એક્ટ મુજબ ની કલમ ૩(૧)આર, ૩(૧) એસ, ૩(૨)(૫-એ)  તથા જી.પી એકટ કલમ ૧૩૫ (૧) મુજબ ગુનોં નોંધી વધુ તપાસ ACST સેલના Dysp અરુણ વસાવા ચલાવી રહ્યા છે.

જામનગરમાં પોલીસમેનને ફરજમાં રૂકાવટ કરી જાનથી મારી નાખવાની ધમકી

0

જામનગરના શાક માર્કેટ વિસ્તારમાં ટ્રાફિક પોલીસમેનની ફ૨જમાં રૂકાવટ કરી જાનથી મારી નાખવાની ધમકીથી ભારે ચકચાર : વાધેરવાડાના બે શખ્સો સામે રાવ

  • આરોપી : (૧) કાસમભાઇ ઉર્ફે કાસીમ સાજીદભાઇ મહુર ઉ.વ.૨૩ (૨) ફૈઝલ સલીમભાઇ ભગાડ રહે.વાઘેરવાડો જામનગર

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૫ જાન્યુઆરી ૨૩ જામનગર ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા નવીનદાન ગઢવી નામના પોલીસમેન ગઇકાલે બપારે એક વાગ્યાના અરસામાં સુભાષ માર્કેટ પાસે ટ્રાફિક ફરજ હતા ત્યારે વાધેરવાડા વિસ્તારમાં રહેતો કાસમભાઇ ઉર્ફે કાસીમ સાજીદભાઇ મહુર તથા ફૈઝલ સલીમભાઇ ભગાડ નામનો વાધેર શખ્સ દંડ ભરવા બાબતે પોલીસમેન સાથે માથાકુટ કરી ફરજમાં રૂકાવટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી હતી.

પોલીસ ચોપડે થી જાણવા મળતી માહિતી મુજબ ગઈકાલે બપોરે શાકમાર્કેટ વિસ્તારમાં ટ્રાફિકમેન અને બ્રિગેડ ફરજ પરની કામગીરી કરી રહ્યા હતા ત્યારે વાધેરવાડાના શખ્સને દંડ ભરવાની પાવતી આપી હતી જેને લઈ વાધેર શખ્સ એકદમ ઉશ્કેરાઈ જઈ મન ફાવે તેવી ગાળો બોલી પોલીસમેન તથા સાથે રહેલ બ્રિગેડ ઉપર હુમલો કરી ઢીકા પાટુનો માર મારતા લોકોના ટોળા એકઠા થયા હતા અને મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જ્યાં ટ્રાફિક પોલીસમેને વાધેરવાડાના બંને શખ્સો વિરૂદ્ધ ફરજ રૂકાવટજાનથી મારી નાખવાની ધમકી સબબની ફરિયાદ નોંધાવતા ભારે ખડભળાટ મચી જવા પામ્યો હતો.

આથી સીટી એ ડિવિઝન પોલીસે IPC કલમ-૩૩૨, ૩૫૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૮૬, ૧૮૯,૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ ASI ડી.એસ પાંડોર ચલાવી રહ્યા છે.

જામનગરમાં લેણું વધી જતા કડિયા યુવાને જિંદગી ટુંકાવી

0

જામનગર: લેણું વધી જતા કડિયા યુવાને જિંદગી ટુંકાવી.

  • ઘણા લેણદાર પરિવારને સાત્વના દેવા હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા 
  • બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

દેશ દેવી ન્યુઝ જામનગર તા.ર૩ જાન્યુઆરી ૨૩ : જામનગરના મોહનનગર વિસ્તારમાં રહેતા અને કડિયા કામ કરતા એક યુવાને પોતાની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે દેણું વધી જતાં જિંદગીનો અંત લાવવા માટે પોતાના ઘેર ગળાફાંસો ખાઈ લઈ જીવ દીધો છે. જેથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં મોહનનગર આવાસના બિલ્ડિંગ નંબર -, બ્લોક નંબર 10 માં રહેતા બે સંતાનોના પિતા અને કડિયા કામની મજૂરી કરતા જતીન જીતેન્દ્રભાઈ સોલંકી (ઉમર વર્ષ 34) એ ગઈકાલે પોતાના ઘેર પંખા ના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતક ના પિતા જીતેન્દ્ર જેઠાલાલ સોલંકી એ પોલીસને જાણ કરતાં સીટી એ. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે.પોલીસ ની પૂછપરચ દરમિયાન મૃતક યુવાન કે જે છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકળામણ અનુભવતો હતો, અને તેના ઉપર દેણું વધી જતાં આ પગલું ભરી લીધું છે. જેના બે સંતાનો નોંધારા બન્યા છે.

૫તિના “લફરા “એ પત્નિનો જીવ લીધો : પાંચ દિવસના લગ્નજીવનનો કરુણ અંજામ

0

જામજોધપુરમાં પતિના પરાઇ સ્ત્રી સાથેના “લફરા” એ પરણિતાને મરી જવા મજબૂર કરી

  • લાલબતી સમાન કિસ્સો: ફક્ત પાચ દિવસ ચાલેલ લગ્નજીવનનો કરુણ અંજામ
  • સિક્કામાં રહેતા માસીએ નોંધાવી ભાણેજ જમાઇ વિરૂદ્ધ મરી જવા મજબૂર કર્યાંની ફરિયાદ
  • આરોપી :-ચેતનભાઇ સ/ઓ ધીરજલાલ હીરજીભાઇ ચીત્રોડા રહે.એક્સીસ બેંક રોડ પુનમ હોટલ વાળી શેરી જામજોધપુર જી.જામનગર

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૨ જાન્યુઆરી ૨૩ જામનગર નજીકના સિક્કા હાઉસીંગ બોર્ડ શેરી નં-૧માં રહેતા ચંપાબેન મેઘજીભાઇ ધેડીયા નામની કુંભાર મહિલાએ જામજોધપુરના ચેતનભાઇ હીરજીભાઈ ચિત્રોડા સામે ફરીયાદ નોંધાવી છે કે પોતાની બહેનના દિકરીને અન્ય સ્ત્રીના ચક્કરમાં મરવા માટે મજબુર કરી મોતમાં મોમાં ધકેલી છે. દેનાર ભાણેજ જમાઇ સામે ફીટકાર વરસી રહ્યો છે.

પોલીસ ચોપડેથી જાણવા મળતી માહિતી મુજબ સિક્કા હાઉસીંગ બોર્ડ શેરી નં-૧માં રહેતા ચંપાબેન મેઘજીભાઇ ધેડીયાની ભાણેજ જ્યોત્સનાબેન ઉર્ફે જોશનાબેન ચેતનભાઇ ચીત્રોડાના લગ્ન તા. ૦૪/૧૨/૨૦૨૨ ના રોજ જામ જોધપુરના ચેતન ચીત્રોડા સાથે થયા હતા ચેતન ચિત્રોડાને અગાઉથી જ કોઈ પટેલ સ્ત્રી સાથે લફરુ હોય અને પટેલ સ્ત્રીને સાથે રાખવા માગતો હોય જેને લઇ તે અવાર-નવાર જ્યોત્સનાબેનને માનસિક ત્રાસ આપનો હોય, જેના માનસીક ત્રાસ ના કારણે ફરીયાદી ચંપાબેન ધેડીયાના બહેનના દીકરી જ્યોત્સનાબેનને ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર જાગી હતી.

આથી જામ જોધપુર પોલીસે મરણજનાર જ્યોત્સનાબેનના માસીની ફરિયાદ પરથી ચેતનભાઇ ધીરજલાલ ચીત્રોડા સામે ગુન્હો ઇ.પી.કો. કલમ ૩૦૬ મુજબ ગુનો નોંધી વધુ તપાસ PSI એમ.જી વસાવા ચલાવી રહ્યા છે.

જામનગરમાં યશપાલસિંહ જાડેજા વિરદ્ધ ફાઈરીંગની ફરિયાદ કરનાર નિશા ગોંડલિયા નિકળી આરોપી : ચોંકાવનારો ઘટસ્ફોટ

0

જામનગરના એડવોકેટ કિરીટ જોષીના ચકચાર ભર્યા મર્ડર કેસમાં પોતાની પર ફાયરીંગનો આરોપ મૂકનાર નિશા ગોંડલિયા જ આરોપી નિકળી.

  • નિશા ગોંડલિયાએ બિલ્ડર લાલા ગોરીયા સાથે મળી પ્લાન ઘડ્યો.
  • પોલીસે હાઇકોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો: નિશાએ જ રૂપિયા આપી ફાયરીંગ કરાવ્યું.
  • બીટકોઇન કાંડ-કિરીટ જોષી મર્ડર કેસમાં નિશાને ઝટકો: હાઇકોર્ટે નિશા ગોંડલિયાના આગોતરા જામીન ફગાવ્યા.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૨ જાન્યુઆરી ૨૩ અમદાવાદ: ગુજરાતભરમાં ભારે ચકચાર જગાવનાર જામનગરના જાણીતા એડવોકેટ કિરીટ જોષીના ધોળેદહાડે જાહેરમાં કરપીણ હત્યાના કેસમાં સાક્ષી એવી નિશા ગુલાબદાસ ગોંડલિયા ઉપર બે શખ્સો દ્વારા ફાયરીંગના ચકચારભર્યા પ્રકરણમાં ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો હતો.

પોલીસે આ પ્રકરણની તપાસનો બહુ મહત્ત્વનો રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ કર્યો હતો, જેમાં એવો ચોંકાવનારો ખુલાસો કરાયો કે, નિશા ગોંડલિયા પર ફાયરીંગ બીજા કોઈએ નહી પરંતુ તેણીએ જ આ બંને શખ્સોને રૂપિયા આપીને કરાવડાવ્યું હતું. તેની પાછળનું કારણ, બીટકોઈનકાંડમાં જામનગરના ખિલ્ડર જયેશ પટેલ સાથે થયેલી માથાફૂટ હતી અને તેને કિરીટ જોષી કેસમાં વધુ ફસાવવા પોતે આ કાવતરૂ ઘડયુ હતુ. જસ્ટિસ સમીર. જે દવેએ પોલીસ રિપોર્ટ ધ્યાને લઇ આકરા વલણ સાથે નિશા ગોંડલિયાના આગોતરા જામીન ફગાવી દીધા હતા.

જસ્ટિસ સમીર દવેએ ચુકાદામાં જણાવ્યું કે, પ્રસ્તુત કેસમાં આરોપી નિશા ગોંડલિયાએ પોતે જ ફાયરીંગનો બનાવ ઘડયો છે અને પોલીસ તપાસના રિપોર્ટમાં તેણી જ આરોપી હોવાનો ખુલાસો થયો છે ત્યારે આરોપીને આગોતરા જામીન ના આપી શકાય. દરમ્યાન નિશા ગુલાબદાસ ગોડંલિયાની આગોતરા જામીન અરજીનો સખત વિરોધ કરતાં અધિક સરકારી વકીલ એલ.બી.ડાભીએ જણાવ્યું હતું કે, ગત તા.29-9-2019 ના રોજ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાથી દસ કિલોમીટર દૂર આરાધના ધામ મંદિર નજીક એક હોટલ પાસે નિશા ગોંડલિયા નામની 28 વર્ષીય યુવતી પર એય્બુબ હરજાદા અને મુકેશ સિધી નામના બે આરોપીઓએ કિરીટજોષી મર્ડર કેસમાં જયેશ પટેલ અને યશપાલ જાડેજા વિરૂધ્ધ અરજી કરવાનો બહુ શોખ છે ને એમ કહી નિશા ગોંડલિયા તેની કાળા કલરની વર્ના કારમાં હતી ત્યારે તેણીની પર ફાયરીંગ કર્યું હતું. જેમાં એક ગોળી કારના બોનેટ પર વાગી હતી અને એક હવામાં ફાયર કરી હતી.

આરોપીઓએ નિશા ગોંડલિયાને કિરીટ જોષી મર્ડર કેસમાથી હટી જવા અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે નિશા ગોંડલિયાએ સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પોલીસે જેની વિરૂઘ્ધ નિશાએ ફરિયાદ આપી હતી તે, યશપાલ મહેન્દ્રસિંહ જાડેજાને પકડયો તો, તેની ઝીણવટભરી પૂછપરછમાં સમગ્ર કાવતરાંનો પર્દાફાશ સામે આવ્યો કે, જામનગરના બિલ્ડર જયેશ મૂળજીભાઈ પટેલ સાથે તેમના મિત્ર જીગર માડમે તેની ઓળખાણ કરાવી હતી. જયેશ પટેલ વિરૂઘ્ધ જમીન કૌભાંડ બાબતે ફરિયાદ દાખલ થઇ હતી. એ વખતે યશપાલ જેલમાં હતો. જેલમાંથી છૂટયા બાદ નિશા ગોંડલિયાનો તેની પર વોટ્સ અપ કોલ આવ્યો હતો અને તેણીએ જયેશ પટેલના કેસ બાબતે તેની સાથે વાતચીત કરી હતી પરંતુ યશપાલે વાત કરવાની ના પાડતાં નિશાએ તેને ગમે તે રીતે કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

તે જેલમાંથી છૂટયાબાદ નિશાને કયારેય રૂબરુમાં મળ્યો નથી કે તેણે કયારેય ફોન-મેસેજ પણ કર્યા નથી. પરંતુ તેને જાણવા મળેલ કે, જયેશ પટેલ અને નિશા ગોંડલિયા વચ્ચે બીટકોઇનને લઇ કંઇ બોલાચાલી અને માથાકૂટ થઇ છે અને જયેશ પટેલ મારા મિત્ર હોઇ નિશાએ અંગત દ્રેષભાવ રાખી તેમને ફસાવવા આ કાવતરૂ ઘડયુ છે. વાસ્તવમાં બનાવ બન્યાના ચાર દિવસ પહેલાંથી તેમના નાના ભાઇના લગ્ન હોઇ તેની તૈયારીમાં તેઓ રોકાયેલા હતા. આમ, યશપાલની વાતમાં સૌપ્રથમ પર્દાફાશ થયો અને પોલીસે નિશાને આરોપી તરીકે ખુલ્લી પાડવામાં બહુ મોટી સફળતા મેળવી હતી.

નિશાએ જ બિલ્ડર લાલાભાઈ સાથે મળી પ્લાન ઘડયો હતો સરકાર તરફથી જસ્ટિસ સમીર જે.દવે સમક્ષ સીલબંધ કવરમાં પોલીસ તપાસનો મહત્ત્વનો રિપોર્ટ રજૂ કરી ખુલાસો કરાયો કે, આરોપી નિશા ગોંડલિયાએ જ જામનગરના બિલ્ડર જીતેન્દ્ર ઉર્ફે લાલાભાઇ ગોરિયા સાથે મળી પોતાની પર ફાયરીંગનો આખો પ્લાન ઘડયો હતો. નિશા પર ફાયરીંગ કરનાર એય્યુબ હરજાદા એ બિલ્ડર જીતેન્દ્ર ઉર્ફે લાલાભાઇ ગોરિયાનો ડ્રાયવર હતો અને જયારે મુકેશ સિંધી જામનગરનો માથાભારે શખ્સ હોઇ બંનેને રૂપિયા આપી ફાયરીંગનું કામ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે કરાવડાવાયું હતું. આ નિશા અિલિયા એ ચકચારભર્યા સુરતના બીટકોઇન કાંડ કેસના ફરિયાદી/આરોપી શૈલેષ ભટ્ટની સગી થાય છે અને જામનગરના ચકચારભર્યા એડવોકેટ કીરીટ જોષી મર્ડર કેસમાં સાક્ષી બની ગઇ હતી. રિપોર્ટ ધ્યાને લઇ જસ્ટિસ સમીર દવેએ આરોપીની વર્તણૂંકની બહુ ગંભીર નોંધ લીધી હતી અને તેણીના આગોતરા જામીન ધરાર ફગાવી દીધા હતા.

કિરીટ જોષી મર્ડર કેસ…ગત તા.28-4-2018 ના રોજ જામનગરના જાણીતા એડવોકેટ કિરીટ જોષી સ્થાનિક ટાઉન હોલ સામે જયોત ટાવરમાં આવેલી તેમની ઓફિસમાંથી બહાર નીકળ્યા ત્યારે જાહેરમાં જ બે શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા ઝીંકી તેમની કમકમાટીભરી હત્યા કરી નાંખી હતી. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો કે, જામગરના બિલ્ડર અને જમીન લે વેચનું મોટાપાયે કામ કરતા જયેશ પટેલ (રાણપરીયા) એ રૂ.50 લાખની સોપારી આપી આ મર્ડર કરાવ્યું હતું. કારણ કે, કરોડોની જમીન પચાવી પાડવાના કેસોમાં એડવોકેટ કિરીટ જોષી આડખીલીરૂપ બનતા હતા, તેથી તેમનું કાસળકાઢી નાંખવામાં આવ્યું. હાલતો જામનગરમાં ફરી ચર્ચાએ ફરી જોર પકડ્યું છે

જામજોધપુર તાલુકાના “જુનિયર ક્લાર્ક” ની પરીક્ષાના સ્થળમાં ફેરફાર

0

જામજોધપુર તાલુકાના જુનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ) પરીક્ષાના ઉમેદવારો માટે પરીક્ષાના સ્થળમાં ફેરફાર થયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૧ જાન્યુઆરી ૨૩ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૧૨/૨૦૨૧૨૨ જુનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)ની સ્પર્ધાત્મક પરીક્ષા આગામી તા.૨૯ જાન્યુઆરીના રોજ યોજાશે. જે અંતર્ગત પરીક્ષા કેન્દ્ર ક્રમાંક: ૫૧૫૯૮, સંસ્કાર વિદ્યાલય, વિજય નગર- ૧, રિંગ રોડ બાયપાસ, ગીંગણી રોડ, તા. જામજોધપુર, જિલ્લા જામનગરની બદલે નવા સુધારેલ પરીક્ષા કેન્દ્ર ક્રમાંક: ૫૧૫૯૮, સંસ્કાર વિદ્યાલય, હીરો શો રૂમની સામે, ધ્રાફા રોડ, તા. જામજોધપુર, જિલ્લો જામનગર- આ પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારોએ પરીક્ષા આપવા માટે આવવાનું રહેશે.

તેથી, જુના પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષા આપવા આવનારા બેઠક ક્રમાંક ૧૨૪૫૭૫૧૫ થી ૧૨૪૫૭૭૫૪ સુધીના કુલ ૨૪૦ ઉમેદવારોએ ઉપરોક્ત જણાવેલ નવા સુધારેલ પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષા આપવા માટે આવવાનું રહેશે. કોલ લેટરની અન્ય તમામ વિગતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જેની સર્વે પરીક્ષાર્થીઓને નોંધ લેવા માટે મુખ્ય જિલ્લા કો-ઓર્ડીનેટર અને જિલ્લા વિકાસ અધિકારી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે..

જામનગર મોદી સ્કુલમાં મધરાત્રે 4 “બુકાનીધારી” ઘૂસ્યા : રોકડ તથા સ્માર્ટ વોચ ઠોકી ગયા

0

વસઈ નજીક મોદી સ્કુલને નિશાન બનાવતા બુકાનીધારી તસ્કરો: રોકડ અને મત્તાની ચોરી.

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૨૧ જાન્યુઆરી ૨૩ જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર વસઇ ગામ નજીક આવેલી મોદી સ્કૂલની દિવાલ ટપી ચાર બુકાનીધારી તસ્કરોએ દરવાજાની ગ્રીલનું તાળુ તોડી અંદર પ્રવેશી કરી તિજોરીમાંથી રાખેલી રૂા.20 હજારની રોકડ રકમ અને એક સ્માર્ટ વોચ સહિત રૂા.25 હજારની માલમતા ચોરી કરી ગયા હતાં.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર વસઈ ગામ નજીક આવેલી જે.પી. મોદી સ્કૂલમાં શુક્રવારની મધ્યરાત્રિના 02:05 થી 02:17 સુધીના 12 મિનિટના સમય દરમિયાન બુકાનીધારી ચાર અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતાં અને સ્કૂલની દિવાલ ટપી દરવાજાની ગ્રીલનું તાળુ તોડી અંદર પ્રવેશ કરી ઓફિસમાં રહેલી તીજોરીમાંથી રૂા.20 હજારની રોકડ રકમ અને રૂા. 5 હજારની કિંમતની સ્માર્ટ વોચ મળી કુલ રૂા.25 હજારની કિંમતની માલમતાની ચોરી કરી ગયા હતાં. આ ચોરીની જાણ થતા શાળાના પ્રિન્સીપાલ ઉન્નતીબેન જોશી દ્વારા જાણ કરવામાં આવતા પીએસઆઈ એ.વી. સરવૈયા તથા સ્ટાફે સીસીટીવી ફુટેજ મેળવી તસ્કરોનું પગેરૂ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

જામનગર લાખાબાવળ નજીકથી કારમાં શરાબની હેરાફેરી : 58 બોટલ સાથે ત્રિમૂર્તિ ઝડપાઇ

0

લાખાબાવળ નજીકથી કારમાં શરાબની હેરાફેરી : 58 બોટલ સાથે ત્રણ ઝડપાયા

  • પંચ-બીના PSI એમ.એ મોરી તથા સ્ટાફના નિર્મળસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા તથા સુમિત શિયારને બાતમી મળી હતી.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૧ જાન્યુઆરી ૨૩ જામનગર: જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં થી એક કારમાં લઈ જવાતો 58 નંગ ઇંગ્લિશ દારૂની બાટલી નો જથ્થો પોલીસે પકડી પાડ્યો છે, અને દારૂના જથ્થા અને કાર સાથે ત્રણ દારૂના ધંધાર્થીની અટકાયત કરી લેવામાં આવી છે.

જામનગરના પંચકોશી બી. ડિવિઝન ના પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે લાખાબાવળ ગામ પાસે કાચા રસ્તા પર એક કારમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે જે બાતમીના આધારે મોડી રાત્રે વોચ ગોઠવી ત્યાંથી પસાર થઈ રહેલી જી.જે.10 ટી.એક્સ. 4917 નંબરની એક બોલેરો ને અટકાવી હતી જેની તલાસી લેતાં અંદરથી 58 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો.

આથી પોલીસે કાર અને દારૂ સહિત રૂપિયા 4.29 લાખની માલમતા કબજે કરી લીધી છે, જ્યારે કારની અંદર બેઠેલા જામનગર તાલુકાના સિક્કા ગામના વતની દિવ્યરાજ સિંહ અનોપસિંહ કંચવા, ભગીરથ સિંહ રૂપસિંહ પરમાર અને વીરેન્દ્રસિંહ બહાદુરસિંહ કંચવા ની અટકાયત કરી લઈ ત્રણેયની વધુ પૂછપરછ હાથ ધરી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.