Saturday, October 17, 2026
Home Blog Page 244

જામનગરમાં નવજાતને ત્યજી દેનાર જનેતા સહિતનો પરિવાર સંકજામાં: ૪ સામે ફરીયાદ

0

જામનગરમાં નવજાત શિશુને તરછોડવાનો પ્રકરણનો ભેદ ઉકેલાયો : માતા સહિતનાઓની અટકાયત

  •  ‘દેશદેવી ન્યુઝે’ સૌ પ્રથમ રાત્રે ૨:૩૦ કલાકે અહેવાલ પ્રસિઘ્ધ કર્યોં હતો.
  • માવતરે રિસામણે બેઠેલ પરિણીતાને પરપુરૂષ સાથેના અનૈતિક સંબંધોમાં ગર્ભ રહી ગયા બાદ બાળકની જન્મ આપ્યો, પોતાનું પાપ છુપાવવા બાળકને નોધારૂ તરછોડી દેવાયું’તુ
  • સીટી-બી ડીવીઝનની સર્વેલન્સ સ્ક્વોડે બાળકની માતા અને તેના પરિવારજનોને ઝડપી લીધા

દેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર તા.૦૩ ફેબ્રુઆરી ૨૩ જામનગરમાં ગત તા. oર ફેબ્રુઆરીની વહેલી સવારે જામનગર જી.જી હોસ્પિટલના ગેટ બાજુમાં આવેલા પીસીઓ પાસે તાજુ જન્મેલ નવજાત બાળક ચૂંદડીમાં વીંટળાઈ લોહીથી નિતરતી હાલતમાં મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. જે અંગેનો અહેવાલ સૌ પ્રથમ ‘દેશદેવી ન્યુઝ’ દ્વારા પ્રસિઘ્ધ કરવામાં આવ્યો હતો અને બાદમાં સીટી-બીની સર્વેલન્સ સ્ક્વોડ દ્વારા આ પ્રકરણની ગંભીરતાથી તપાસ હાથ ધરતા આ પ્રકરણના આરોપીઓ એવી માતૃત્વને લાંછન લગાડનાર બાળકની જનેતા માતા અને તેના ચાર પરિવારજનોને અટકાયતમાં લઇ વધુ સઘન તપાસ હાથ ધરાઇ છે.સમગ્ર જામનગરમાં ચકચાર જગાવનાર આ કેસની વધુ વિગત મુજબ, તા.૦૩/૦૨/૨૦૨૩ ના રોજસીટી-બી સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે, જામનગર ન્યુ ઈદીરા કોલોની, ખેતીવાડી વિસ્તારમાં રહેતી જનેતાએ નવજાત બાળકને જન્મ આપેલ છે અને તેઓએ તથા તેમના પરીવારના સભ્યોએ રાત્રીના સમયે જામનગર જી.જી.હોસ્પીટલના કમ્પાઉન્ડ બાકડા પાછળ નવજાત બાળકને ત્યજી ત્યાંથી ફરાર થઇ ગયેલ છે. જેના આધારે પોલીસ દ્વારા ખાનગી તપાસમાં પરીવારની આગવી ઢબે પુછપરછ કરતા આ મહિલા સાસરેથી છેલ્લા અઢી ત્રણ વર્ષથી તેના માવતરે રીસામણે હોય અને આ સમય દરમ્યાન અન્ય એક પુરુષ સાથે તેને પ્રેમસબંધ થઈ જતા અને તેની સાથે શરીર સબંધ બંધાતા તે ગર્ભવતી થઈ ગયેલ હોવાનું જણાવેલ હતું.

આ બનાવ બનેલ તે દીવસે તેણીને એક રીક્ષામાં બેસાડી જામનગર જી.જી. હોસ્પીટલ સુધી લઈ આવેલ અને જી.જી. હોસ્પીટલ કમ્પાઉન્ડમાં પહોચતા ત્યાં પ્રસુતી થઈ જતા મેડીકલ સ્ટાફ કે અન્ય કોઈને જાણ કર્યા વગર બાળકને જી.જી.હોસ્પીટલના કમ્પાઉન્ડમા ત્યજી દઈને બધા જતા રહેલ હોવાનું જણાવ્યું હતું. અને તેઓએ કરેલ ગુન્હાની કબુલાત આપી હતી. ઉપરોકત્ત ચારેય આરોપીઓ એકબીજાની મદદગારી કરેલ હોય જેથી ચારેય આરોપીઓની અટકાયત કરી આ પ્રકરણના તપાસ કરનાર અધિકારી બી.બી કોડીયાતરને સોંપી દીધેલ છે.

આ કેસને ઉકેલવા માટે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલ તથા નાયબ પોલીસ અધીક્ષક વરુણ વસાવાની સુચના અને પોલીસ ઈન્સપેકટર એચ.પી.ઝાલાના માર્ગદશન મુજબ પો.સબ.ઇન્સ. ડી.એસ.વાઢેર તથા સર્વેલન્સ સ્ટાફ બી.બી.કોડીયાતર તથા પો.હેડ.કોન્સ ક્રિપાલસિંહ સોઢા, મુકેશસિંહ રાણા, પ્રધ્યુમનસિંહ જાડેજા તથા રાજેશભાઈ વેગડ તથા પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ જાડેજા,,બળભદ્રસિંહ જાડેજા, પ્રદીપસિંહ રાણા વિપુલભાઈ ગઢવી દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે.

ધાર્મિક કાર્યક્રમમાં ચોરીનો તરખાટ મચાવનારી ૧૦ મહિલા સહિત ૧૫ શખ્સોની ટોળકી પોલીસ પાંજરે પુરાઇ

0

જામજોધપુરમાં ધાર્મિક કાર્યક્રમમાં ચોરીનો તરખાટ મચાવનારી ટોળકી પોલીસ પાંજરે પુરાઇ

  • પાંચ મહિલાના ઘરેણાંની ચીલ ઝડપ કરનાર ગેંગના 10 મહિલા સહિત 15 ઝડપાયા : 17.55 લાખની માલમત્તા જપ્ત
  • LCBના હરદીપભાઈ ધાધલ, યશપાલસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા તથા હિરોજ ખફી તથા જામજોધપુર ટીમને મળી સફળતા

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૦૩ ફેબ્રુઆરી ૨૩  જામનગર જિલ્લાના જામજોધપુરમાં ચાલી રહેલા એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન નંદ મહોત્સવ સમયે ગિરદી નો લાભ લઈ પાંચ જેટલી મહિલાઓના ગળામાંથી સોનાના ચેન વગેરેની ચિલઝડપ થઈ હતી. જે અંગે જામજોધપુર પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા પછી જામજોધપુર પોલીસ અને એલસીબી ની ટુકડીએ સતર્કતા દાખવી તપાસનો દોર ચોટીલા સુધી લંબાવ્યો હતો, અને 10 મહિલાઓ સહિતના 15 સભ્યોને ઝડપી લીધા છે, અને તેઓ પાસેથી સોના ચાંદીના ઘરેણા- રોકડ રકમ તથા કાર વગેરે સહિત રૂપિયા 17.55 લાખની માલમતા કબજે કરી લીધી છે.

જામનગર જિલ્લાના જામજોધપુરમાં એક ભાગવત સપ્તાહ ચાલી રહી છે, જેમાં ગઈકાલે નંદ મહોત્સવ ઉજવાયો હતો, અને ખાસ કરીને બહેનો ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં ઉંમટી પડી હોવાથી ગીરદીનો લાભ લઈ અલગ અલગ પાંચ મહિલાના ગળામાંથી સોનાના ચેન ની ચીલ ઝડપ થઈ હોવાનું સામે આવ્યું હતું.જે અંગે જામજોધપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ પછી જામજોધપુરની પોલીસ ટુકડી અને એલસીબી ની ટીમ હરકતમાં આવી હતી, અને સંયુક્ત રીતે ટેકનિકલ સોર્સના આધારે તેમજ સીસીટીવી કેમેરાઓ વગેરે ના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, અને પોલીસને જાણવા મળ્યું હતું કે મૂળ રાજસ્થાનની એક ગેંગ કે જે ચોરી અને ચિલઝડપ ની પ્રવૃત્તિ માં સંકળાયેલી છે, જે જુદી જુદી બે કાર માર પોતે જામનગર તરફ અને જામજોધપુર પહોંચી હોવાનું ધ્યાનમાં આવ્યું હોવાથી ઇ-કોપ ની મદદથી તપાસ દોર શરૂ કર્યો હતો.

દરમિયાન એલસીબી ની ટીમને જાણવા મળ્યું હતું કે ઉપરોક્ત આરોપીઓ કાર રાજકોટ તરફ રવાના થયા છે, જેથી એલસીબી ની એક ટુકડી રાજકોટ રવાના થઈ હતી અને આરોપીઓનું લોકેશન મેળવવાનો પ્રયત્ન કરતાં તેઓ ચોટીલા સુધી પહોંચ્યાનું જાણવા મળ્યું હતું. જેથી સ્થાનિક પોલીસની પણ મદદ લેવાઈ હતી, અને ચોટીલા પાસેથી 10 મહિલા સહિતના 15 શખ્સોને દબોચી લેવાયા હતા.

તેઓ પાસેથી બે નંગ કાર, સોના ચાંદીના દાગીના રોકડ રકમ વગેરે રૂપિયા 17.55 લાખ ની માલમતા કબજે કરી લેવામાં આવી હતી, અને તમામને જામનગર એલસીબીની કચેરીએ લાવવામાં આવ્યા હતા.

પોલીસે પકડેલા મૂળ રાજસ્થાનના 15 શખ્સો સુનિલ સુરજપાલ બાવરીયા, શનિભાઈ બચુભાઈ બાવરીયા, સોનુભાઈ નરેશભાઈ બાવરીયા, જીતેન્દ્રભાઈ બહાદુરભાઈ બાવરીયા, સોનિયાબેન સનીભાઈ બાવરીયા, મોનીબેન દીપકભાઈ બાવરીયા, સુરેશનીબેન સુનિલભાઈ બાવરીયા, મોનાબેન જસમતભાઈ બાવરીયા, સરફીબેન નરેશભાઈ બાવરીયા, પુરીબેન પપ્પુભાઈ બાવરીયા ગુડિયાબેન રાકેશભાઈ બાવરીયા, સમોતાબેન મહાવીરભાઈ બાવરીયા, વિમલેશબેન અનિલભાઈ બાવરીયા, આશાબેન રાજેશભાઈ બાવરીયા, અને કોમલબેન બચુભાઈ બાવરીયા સહીત 15 આરોપીઓની અટકાયત કરી લીધી છે, અને તેઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

પોલીસ દ્વારા સમગ્ર મામલામાં છ નંગ સોનાના ચેન, સોનાનું મંગળસૂત્ર, બુટીયા, ચાંદીના સાંકળા, 18,000 રૂપિયાની રોકડ રકમ, 11 નંગ મોબાઈલ ફોન, અને બે ફોર વીલર વગેરે કબજે કરી લેવાયા છે.

ખીજડીયા બાયપાસે ” શ્રીરામ પેટ્રોલિયમ” માં પેટ્રોલ પુરાવી કારચાલક પલાયન : ૩ સામે ફરીયાદ

0

જામનગર ખીજડીયા બાપયાસ પાસે પેટ્રોલ પંપમાં કારચાલકે પેટ્રોલ પૂરાવી પલાયન : ૩ સામે ફોજદારી

  • પંપના માલિક સચીનભાઈ રબારીએ ત્રણ અજાણ્યા શખ્સો સામે છેતરપીંડી (૪૨૦) સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૩ ફેબ્રુઆરી ૨૩ જામનગર આજકાલ છેતરપિંડીના અવનવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે ગતરાત્રિએ ખીજડીયા બાયપાસ જામનગર રાજકોટ ધોરીમાર્ગ હાઇવે પર આવેલા શ્રીરામ પેટ્રોલીય નામના પેટ્રોલ પંપ ઉપર ગાડી ચાલકે પેટ્રોલ પંપના કર્મચારી પાસે રૂપિયા ૩૧૦૦ નું પેટ્રોલ ભરાવી બારોબાર ગાડી દબાવી મૂકવાની ઘટના સામે આવી છે.

આ અંગેની મળતી વિગતો પ્રમાણે જામનગરના ખીજડીયા બાયપાસે પાસે હાઇવે પર આવેલા શ્રી રામ પેટ્રોલ પંપ પર ગત રાત્રે એક ગાડી પેટ્રોલ ફરવા આવી હતી ત્યારે ચાલકે કર્મચારીને કુલ ટોકી કરવાનું જણાવતા પેટ્રોલ પંપ ના કર્મચારીએ ફોર્ડ ફીગો ગાડીની ફૂલટોકી કરતા રૂપિયા ૩૧૦૦ નું પેટ્રોલ આવ્યું હતું અને ગાડી ચાલકે કર્મચારીની નજર ચૂકાવી ગાડી બારોબાર દબાવી મુકી હતી કર્મચારીએ બૂમો પાડી પાછળ દોડ્યોપરંતુ ગાડી હાથમા આવી ન હતી ત્યારે પેટ્રોલ પંપ પર લગાવેલા સીસીટીવી કેમેર ના ફૂટેજ જોયા પરંતુ ગાડી નંબર પ્લેટ વગરની હતી આથી પેટ્રોલ પંપ માલિક અને કર્મચારીઓ છેતરપિંડીનો ભોગ બન્યા નો અહેસાસ થયો હતો.

જોકે આ અંગે મોડી રાત્રે પટ્રોલ પંપ કર્મચારીએ પંચ-બી પોલિસ મથકમાં ત્રણ અજાણ્યા શખ્સો સામે છેતરપીંડી સબબની ફરિયાદ નોંધાવી હતી ત્યારે જિલ્લામાં આવા તત્વો થી પેટ્રોલ પંપ ના કર્મચારીઓને પણ સાવચેત રહેવા ની જરૂર છે.

ધાર્મિક પ્રસંગે હવામાં ફાયરિંગ કરનારા “હરખુડો” પોલીસના શકંજામાં સપડાયો

ભાણવડમાં ધાર્મિક પ્રસંગે હવામાં ફાયરિંગ કરનારા શખ્સ પોલીસના શકંજામાં સપડાયો

  • ઉત્સાહમાં આવી લોકડાયરામાં હવામાં ફાયરિંગ કર્યું હતું

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૨ જાન્યુઆરી ૨૩ ખંભાળિયા: ભાણવડ તાલુકાના ઝરેરા ગામે ગત તા.23 મી જાન્યુઆરીના રોજ સંત દાસારામ બાપાની જન્મ જયંતીના પ્રસંગે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન એક વ્યક્તિ દ્વારા પોતાની પાસે રહેલા અગ્નિશસ્ત્ર (બંદૂક) માંથી હવામાં ફાયરિંગ થયાનો વિડીયો યુ-ટ્યુબની એક ચેનલ ઉપર અપલોડ થયો હતો.

જે બાબત એસ.ઓ.જી. પોલીસના ધ્યાને આવતા આ અંગે વીડિયોની કરવામાં આવેલી ઝીણવટભરી તપાસ અંતર્ગત એસ.ઓ.જી. વિભાગના એ ASI રાજેન્દ્રસિંહ જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ જીતુભાઈ હુંણને મળેલી ચોક્કસ બાતમીના આધારે આમ જનતામાં ભયનું વાતાવરણ ફેલાય અને બેદરકાર બની અને લોકોની હાજરીમાં ગેરકાયદેસર રીતે ફાયરિંગ કરવા સબબ પોરબંદર જિલ્લાના રાણાવાવ ખાતે રહેતા નાનજી મુરુભાઈ કરથીયા નામના શખ્સની અટકાયત કરી, વધુ તપાસ અર્થે આ શખ્સનો કબ્જો ભાણવડ પોલીસને સોંપવામાં આવ્યો છે.

આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સિંગરખીયા, એ.એસ.આઈ. રાજભા જાડેજા, હરદેવસિંહ જાડેજા, કાનાભાઈ માડમ, જીતુભાઈ હુણ, કિશોરસિંહ જાડેજા તથા દિનેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી.

જામનગરના ત્રણેય ડીવીઝનમાંથી ઝડપાયેલ એક કરોડથી વધુની કિંમતની દારૂની બોટલો ઉપર ફરી વળ્યું સરકારી બુલડોઝર

0

જામનગરના ત્રણેય ડીવીઝનમાંથી ઝડપાયેલ એક કરોડથી વધુની કિંમતની દારૂની બોટલો ઉપર ફરી વળ્યું સરકારી બુલડોઝર

દેશ દેવી ન્યુઝ જામનગર: તા ૦૨ ફેબ્રુઆરી ૨૩ જામનગર શહેરના ત્રણેય પોલીસ ડિવિઝન તેમજ રેલવે પોલીસ દ્વારા કબજે કરાયેલા 1 કરોડ 33 લાખ ની કિંમતના ઈંગ્લીશ દારૂના જથ્થા પર આજે બુલડોઝર ફેરવી દેવાયું હતું. શહેરના પ્રાંત અધિકારી તથા અન્ય પોલીસ અધિકારી અને નશાબંધી શાખાના અધિકારીઓની હાજરીમાં જામનગરની ભાગોળે નાઘેડી નજીક ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું, અને દારૂના જથ્થાનો સંપૂર્ણપણે નાશ કરી દેવાયો છે.

જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં થી 9547 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો કે જેની કિંમત 41 લાખ 22 હજાર 900 રૂપિયા થાય છે, આ ઉપરાંત સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી પકડાયલો 13162 નંગ દારૂની બાટલીનો જથ્થો કે જેની કિંમત 64,99,200 થાય છે. ઉપરાંત સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ પકડાયેલો 13181 દારૂની બાટલીનો જથ્થો કે જેની કિંમત 34,54,600 થાય છે જેનો જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર નાગેડી નજીક સરકારી ખરાબાની જગ્યામાં બુલડોઝર ફેરવી દેવાયું હતું.

જેમાં જામનગર શહેર વિભાગના પ્રાંત અધિકારી ડી ડી શાહ, ઉપરાંત જામનગર શહેર વિભાગના ડીવાયએસપી વરૂણ વસાવા, અને ત્રણેય પોલીસ ડિવિઝન ના પોલીસ અધિકારીઓ તથા નશાબંધી શાખાના અધિકારીઓ વગેરે હાજર રહ્યા હતા. જેઓની હાજરીમાં બુલડોઝર ફેરવી દઈ તમામ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

જામનગરમાં અડધી રાત્રે બાળકને ફેંકી માતા ફરાર : પાપ છુપાવા કૃત્ય

0

જામનગરની જી.જી હોસ્પિટલના ગેટ પાસેથી તાજુ જન્મેલું ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવતા ભારે ચકચાર

  • બાળકને રોડ ઉપર જન્મ આપી નવજાતને ફેંકી દેવાયું: થોડુ મોડુ થયું હોય તો જાનવર ફાડી ખાત
  • રાત્રે ચા પીવા આવતા યુવાનની નજર રડતા બાળક પર પડતા ગાયનેક વિભાગને સોંપાયું :
  • અડધી રાત્રીનો બનાવ : પાપ છુપાવા નવજાતને કડકડતી ઠંડી ત્યજી દઈ માતા ફરાર
  • રાત્રિના અંધકારમાં બાળકના કરુણ રુદનથી વાતાવરણ ગમગીન : યુવક બન્યો આર્શિવાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૨ ફેબ્રુઆરી ૨૩ જામનગર જી.જી હોસ્પિટલના ગેટ બાજુમાં આવેલા PCO પાસે તાજુ જન્મેલ નવજાત બાળક ચૂંદડીમાં વીંટળાઈ લોહીથી નિતરતી હાલતમાં મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે.

જામનગરની જી.જી હોસ્પિટલના ગેટ બાજુના PCO પાસે કોઈ મહિલા તાજા જન્મેલા નવજાત બાળકને કપડામાં વીંટેલી હાલતમાં ફેંકી ફરાર થઈ હતી રાત્રિના સમયે ચા પીવા આવેલ યુવાનની નજર રડતા બાળક પર પડતા તેને બાકડામાં લટકતા તાજા જન્મેલા નવજાત બાળકને તેડી લઈ ગાયનેક વિભાગમાં દોડી જઈ, હાજર ડોક્ટરને સુપ્રત કર્યું ત્યા હાજર ડોકટરની ટીમ દ્વારા તાત્કાલિક બાળકની સારવાર કરવામાં આવી અને બાળક દસ મીનીટ પહેલા જન્મેલું હોવાની પ્રાથમીક વિગત આપી પોલીસને જાણ કરવામાં આવી હતી.

સુત્રોમાંથી મળતી માહિતી મુજબ બે મહિલા છેલ્લા કલાકથી હોસ્પિટલની આજુબાજુ આંટાફેરા કરતી હતી અને અડધી રાત્રે રોડ ઉપર બાળકને જન્મ આપી પોતાનું પાપ છુપાવવા નવજાતને ત્યજી ફરાર થઈ હતી. અડધી રાત્રે બાળકને જન્મ આપી બંને મહિલા બાળકને ફેંકી દઈ ફરાર જવાની વાત વાયુવેગે પ્રસરી જતા માતા ઉપર ફિટકાર વરસ  રહ્યો હતો, આતો રાહદારીની નજર સમયસર રડતા નવજાત પર પડી નહીંતર બાળકને કુતરા ફાડી ખાધો હોત, હાલતો બાળક તંદુસ્ત છે અને નવજાત બાળકને આ રીતે મૂકીને જતાં રહેલાં માતા તથા સાથે રહેલ મહિલાને શોધવાનું શરૂ કરાયું છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં લાગેલા CCTV તપાસવાનું શરૂ કરાયું છે, જેના આધારે નવજાત બાળકને કોણ અને ક્યારે મૂકી ગયું છે એની માહિતી મળી શકે.

ઉલ્લેખનીય છે કે તાજા જન્મેલા ફૂલ જેવા માસૂમ બાળકને ત્યજી દેવાની ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી હતી. માસૂમ બાળકને ત્યજી દેનારી મહિલા સામે લોકોએ રોષ વરસાવ્યો હતો. હાલતો અડધી રાત્રે બાળકને ત્યજી દેવાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી છે.

ખંભાળીયાના ઝાકસીયામાં સહિયારા ફૂવામાંથી પાણી લેવા બાબતે પતિ પત્નીએ કૌટુંબિક ભાઈને ઢીંબી નાખ્યો

ઝાકસીયા ગામે સહિયારા કુવાના પાણી બાબતે કૌટુંબિક ભાઈઓ વચ્ચે મારમારી

  • મજમુ કુવામાં પાણી લેવા બાબતે કૌટુંબિક ભાઈઓ વચ્ચે ડખ્ખો.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૩૧ જાન્યુઆરી ૨૩ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના ઝાકસીયા ગામે રહેતા હરજીભાઈ કરશનભાઈ ભટ્ટ તથા આ જ વિસ્તારમાં રહેતા તેમના કૌટુંબિક ભાઈ વેલજીભાઈ માધાભાઈ ભટ્ટના સહિયારા કુવામાં પાણીના વારા બાબતે બોલાચાલી થયા બાદ વેલજીભાઈ તથા તેમના પત્ની મંજુબેન દ્વારા ઉશ્કેરાઈને બિભત્સ ગાળો કાઢી, લાકડાના ધોકા વડે માર મારી, ઈજાઓ કરવા તથા જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

આથી પોલીસે હરજીભાઈ ભટ્ટની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસ મથકમાં વેલજીભાઈ તથા તેમના પત્ની મંજુબેન સામે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. નાના એવા ગામમાં પાણી બાબતે ધોકા ફટકારતા ભારે ચકચાર મચી જવા પામી છે.

જામનગર જી.જી હોસ્પિટલમાં ”રાષ્ટ્રીય દીકરી દિવસ” નિમીતે ૮૫ વધામણા કીટ અર્પણ

0

જી.જી. હોસ્પિટલ ખાતે ‘રાષ્ટ્રીય દીકરી દિવસ’ની ઉજવણી કરવામાં આવી

  • ૮૫ નવજાત દીકરીઓના વાલીને ‘દીકરી વધામણાં કીટ’ અર્પણ કરવામાં આવી
  • જામનગરમાં મહિલા અને બાળ કલ્યાણ અધિકારીની કચેરી દ્વારા રાષ્ટ્રીય દીકરી દિવસ ઉજવણી

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૩૧ જાન્યુઆરી ૨૩ જામનગર મહિલા અને બાળ કલ્યાણ અધિકારીની કચેરી, જામનગર દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન અનેક જાગૃત્તિલક્ષી કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. બેટી બચાવો, બેટી પઢાવો અભિયાન, વ્હાલી દીકરી યોજના તેમજ દીકરી જન્મ વધામણાં જેવા અનેક કાર્યક્રમોનો ઉદ્દેશ્ય એક જ છે કે લોકોમાં જાગૃતિ વધે અને સમાજમાં દીકરા-દીકરી પ્રત્યે જોવા મળતા ભેદભાવો દૂર થાય. દર વર્ષે સમગ્ર દેશમાં તા. ૨૪ જાન્યુઆરીના રોજ ‘રાષ્ટ્રીય દીકરી દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત, જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ‘રાષ્ટ્રીય દીકરી દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.ગત તા. ૨૪ જાન્યુઆરીના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લાના ૮૫ જેટલા નવજાત દીકરીઓના વાલીને ‘દીકરી વધામણાં કીટ’ અર્પણ કરવામાં આવી હતી. નવજાત જન્મેલ બાળકીઓની માતાઓને સ્તનપાન વિષે માહિતી આપવામાં આવી હતી. તેમજ ધાત્રી માતાઓને વ્હાલી દીકરી યોજના વિષે માહિતી અપાઈ હતી. આ દીકરી વધામણાં કીટમાં નાના શિશુ માટેના કપડાં, જોહન્સન કંપનીની બેબી કેર કીટ, રમકડાં, મચ્છરદાની તેમજ બાળકને ઓઢાડવા માટેની ગોદડી- આમ બાળ સંભાળ માટેની જરૂરી વસ્તુઓ વાલીને અર્પણ કરવામાં આવે છે.કાર્ય્રક્રમના અંતે રાજ્ય સરકાર દ્વારા ચાલતી મહિલા અને બાળ કલ્યાણ અંગેની વિવિધ યોજનાઓ અંગેની માહિતી દર્શાવતા પેમ્ફલેટનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી સોનલબેન વર્ણાગર, હંસાબેન ટાઢાણી,  રુકસાદબેન ગજણ, જી.જી. હોસ્પિટલ સ્ત્રી રોગ વિભાગના વડા ડો. નંદિની આનંદ, સખી વન સ્ટોપ સેન્ટર, મહિલા શક્તિ કેન્દ્ર તેમજ જી.જી. હોસ્પિટલના અન્ય કર્મચારીઓ  તેમજ બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.

જામનગરમાં ઘટાદાર વૃક્ષોની હત્યાનું કાવતરું: સફેદ કોલરના કાળા કામ

0

જામનગરની જંયત સોસાયટી પાસેની પંકજ સોસાયટીમાં ઘટાદાર વૃક્ષોની હત્યાનું કાવતરું: સફેદ કોલરના કાળા કામ.

  • વૃક્ષોનું નિકંદન, શહેરનો વિકાસ કરશે કે પછી વિનાશ ?
  • પારકે ફળીયે ઉગેલા વૃક્ષો નું નિકંદન કાઢી નાખવાનો હિન પ્રયાસ
  • વૃક્ષના થડમાં ધીમીધારે ઝેર આપવામાં આવી રહ્યું છે : તંત્ર મૌન રાજનેતા હાવી
  • જામનગરમાં વિકાસના નામ આડેધડ વૃક્ષો કપાઈ રહ્યા છે. તંત્ર પાસે ફુરસત નથી.
  • રહિશોના આંગણે સ્વયંભૂ ઉછરેલા વૃક્ષ કાપવા પાછળ કોનું ભેજું કામ કરી ગયું
  • રસ્તાના વિકાસના ઓઠા હેઠળ આકાર લઇ રહેલ ઓવરબ્રિજમાં ૧૦૦ થી વધુ વૃક્ષનું નિકંદન

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૩૦ જાન્યુઆરી ૨૩ જામનગર શહેરના જંયત સોસાયટી પાછળ આવેલ પંકજ સોસાયટીમાં રોડસાઇડની ફુટપાથ પર સ્વયભૂ ઉછેરલા ઘટાદાર વૃક્ષોની હત્યાનું કાવતરું સામે આવતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. જ્યારે નિંભર તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા છે.

જામનગર શહેરની પંકજ સોસાયટી-૩ માં મહાનગર પાલિકાની ફુટપાથ પર ઉગેલા ઘટાદાર વૃક્ષ નડતરરૂપ બન્યા હોય તેમ કોઈ ભેજાબાજે વૃક્ષના થડમાં કુવાડાના ધા’ મારી તેની ઉપર એસિડ છાંટી કાપવાનો પ્રયાસ કર્યોં હતો છતાં વુક્ષ ‘ન’ મરતા તેના થડમાં ડિઝલથી બાળી નાખ્યું હોવાનો બનાવ પ્રકાસમાં આવતા જ પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો છે અને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

વિકાસ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે, વિકાસ કરવાની સાથે પર્યાવરણને નુકસાન પહોંચે નહીં એ તાલમેલ જાળવી રાખવો જરૂરી છે. પરંતુ જામનગરમાં ખૂણે- ખાચરે થઇ રહેલા આડેધડ બાંધકામમાં અવરોધરૂપ વૃક્ષોનું રાજકીય તાલમેલ સાથે નિકંદન કાઢી નાખવામાં આવે છે.તેની સામે વાવવાની પ્રક્રિયા માત્ર કાગળ ઉપર રહી ગઈ છે.

પર્યાવરણપ્રેમીઓના મતે, ‘વૃક્ષનું નિકંદન કરવું પડે તેવો વિકાસ કોઇ જ કામનો નથી. વૃક્ષનું નિકંદન કરવાનું થાય તો તેટલા જ વૃક્ષનું સામે વાવેતર અને તેની જાળવણીની પણ વ્યવસ્થા થવી જોઇએ. ‘ વિકાસ કે પોતાના અંગત સ્વાર્થ માટે શહેરમાં ગ્રીનરી સમાન વૃક્ષોનું પણ મોટાપાયે નિકંદન કઢાઇ રહ્યું છે. કેટલાક વૃક્ષો માવજત, સારસંભાળના અભાવે પડી ગયા, ગત ચોમાસામાં વરસાદ, વાવાઝોડમાં તૂટી પડેલા આ વૃક્ષોના કાટમાળ પ્રદર્શન ગ્રાઉન્ડમાં ઠલવાયો હતો જેનાં લાકડા બારોબાર પગ કરી ગયા હતા વૃક્ષોનો આ ખડકલો ઘણું બધું કહી જાય છે.

વૃક્ષોનું જનત, વૃક્ષારોપણ, ગ્રીનરી, પર્યાવરણ , ઇકો ફ્રેન્ડલી વગેરે શબ્દો માત્ર ભાષણો પુરતા સિમિત રહી ગયા હોવાનું પ્રતિત થઇ રહ્યું છે. સ્માર્ટસિટીના નામે જામનગરમાંથી વૃક્ષો ક્રમશઃ ઘટી રહ્યા હોવાનું શહેરીજનો અનુભવી રહ્યા છે. ચોમાસામાં વૃક્ષારોપણ માટે ફક્ત ઉદઘાટન સમારોહ પુરતા પાવડા-ખાતર-વૃક્ષો લઇને ફોટા પડાવીને નેતાઓ-અધિકારીઓ જતા રહે છે શહેરીજનોના માથે જવાબદારી નાંખીને હાથ અદ્ધર કરી દે છે, વિકાસ કામો પાછળ શહેરમાં વર્ષો જુના અનેક વૃક્ષો અત્યાર સુધી કાપી નંખાયા છે. એ તો ઠીક પરંતુ ચોમાસામાં દર વર્ષે વરસાદ, વાવાઝોડમાં જ હજારો વૃક્ષો પડી જતા હોય છે.

વૃક્ષને ઉછેરતા વર્ષોના વર્ષો વિતી જાય છે ત્યારે સામાન્ય તકેદારી, માવજત રાખીને વૃક્ષને પડી જતું બચાવી લેવાની મ્યુનિ.તંત્રની બેદરકારી શહેરને આવનારા વર્ષોમાં મોંઘી પડનારી છે.

પર્યાવરણના જતનની સાથે શહેરના વિકાસનું સમતુલન જાળવવામાં તંત્ર-સત્તાધીશો નિષ્ફળ રહ્યા હોવાની લાગણી શહેરીજનો અનુભવી રહ્યા છે. પંકજ સોસાયટીમાં બનેલી ઘટના નમુનો માત્ર છે. શહેરમાં જાણી જોઈને કપાયેલા આ વૃક્ષો શહેરના વિકાસની નિશાની છે કે વિનાશની નિશાની છે તે તો આવનારો સમય જ બતાવશે!

જામનગર સાધના કોલોનીમાં સરાજાહેર ”ધોકા ધારણ” પ્રકરણના વાયરલ CCTV માં ૬ સામે ગુનો નોંધાયો

0

જામનગર સાધના કોલોનીમાં જૂની અદાવતમાં યુવાન અને તેના પરીવાર પર હુમલો

  • ગુલાબનગર પાસે કારમાં તોડફોડ તથા હુમલો કારણભૂત
  • હુમલાખોરોએ મહિલાના હાથ પર ધોકો મારતા હાથમાં ફેક્ચર થયું
  • ગઇકાલે સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ વાયરલ થયા હતા.
  • આરોપી : (૧) અફજલ ગામેતી તથા (૨)મુકેશ સીંધી (૩) નીકુલસિંહ જાડેજા રહે.બધા જામનગર તથા ત્રણ અજાણ્યા ઇસમો

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૮ જાન્યુઆરી ૨૩ જામનગર સાધના કોલોનીમાં મહિલા પર અસામાજિક તત્વોએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે બે બાઈક પર આવેલા ઈસમોએ હુમલો કર્યો હતો ધોકા અને પાઇપ વડે હુમલો કરતા ચકચાર મચી ગઇ છે.

પોલિસ સુત્રોમાંથી મળતી વિગત અનુસાર હિતેશ રાઠોડ ઉર્ફે સાકીડાના ઘર ઉપર ૬ શખ્સોએ ધોકા પાઇપ વડે હુમલો કરી નાશી ગયા હતા હુમલામાં રમાબેન નામની મહિલાને ધોકો ફટકારી દેતા ઘાયલ મહિલાને હોસ્પિટલમાં ખસેડાઇ હતી જે મામલે પોલીસ કાફલો દોડી જઈ બનાવની વિગત મેળવી હતી

જામનગર સાધના કોલોની ગેટ નંબર – ૧ બ્લોક નં M/૫૧ રૂમ નંબર ૩૮૬૫ માં રહેતા ભારતીબેન ચાવડાએ પોતાના પરીવાર પર છ શખ્સોએ હુમલો કર્યાંની સીટી-એ પોલિસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી ફરિયાદમાં જણાવ્યા મુજબ થોડા દિવસ પહેલા તેના દેયર હિતેશ સોમાભાઈ રાઠોડ નામના વ્યક્તિ ઉપર ગુલાબનગર પાસે હુમલો થયો હતો જેનું મનદુઃખ રાખી ફરી હુમલો કર્યા હોવાનું બહાર આવ્યું છે.

સાધના કોલોનીમાં રહેતા સાકીડાના ઘરે સાંજના સમયે બાઈક પર આવેલા શખ્સો ધોકા અને પાઇપ પડે હુમલો કર્યો હતો અને ઘરની બાજુમાં પડેલી રીક્ષામાં પણ તોડફોડ કરી હોવાનું બહાર આવ્યું છે સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે. જેને લઇ પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી શખ્સોની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરી છ સામે ગૂનો નોંધ્યો છે.

સીટી એ ડિવિઝન પોલીસે IPC કલમ -૧૪૩, ૧૪૪, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩, ૩૩૭, ૫૦૪, ૫૦૬(૨), ૪૨૭, ૩૪ તથા એટ્રોસીટી એક્ટ મુજબ ની કલમ ૩(૧)આર,૩(૧) એસ,૩ (૨)(૫-એ) તથા જી.પી એકટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનોં નોંધી વધુ તપાસ Dysp વરૂણ વસાવા ચલાવી રહ્યા છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.