Saturday, October 17, 2026
Home Blog Page 243

જામનગર ઢોરવાડામાં ગાયોની દયનીય હાલત જોઈ વૃદ્ધા રડી પડ્યા : જુવો Video

0

જામનગરમાં ઢોર પકડવાની કામગીરીમાં બેદરકારીથી ગાયનું મોત થયાનો આક્ષેપ : માલધારી સમાજ અને હિન્દુ સેનામાં રોષ

  • જવાબદાર સામે પગલા લેવાની માંગ સાથે માલધારી સમાજે બળોહી સંખ્યામાં રેલી યોજી આવેદન પાઠવ્યું
  • ગઇકાલે ઢોર પકડતી વેળાએ ગાયના મોતને લઈ ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો
  • ઢોરવાડામાં ગાયોની દયનિય હાલત જોઈ વૃદ્ધા ચોધાર આંસુએ રડી પડ્યા

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૦ ફેબ્રુઆરી ૨૩ : જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાંથી રસ્તે રઝડતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે, જે કામગીરી દરમિયાન ઢોર પકડતી સમયે મહાનગર પાલિકાના વાહનમાં જ ગૌવંશના મૃત્યુ થઈ રહ્યા હોવાથી ગૌ પ્રેમીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે. આજે આવી જ એક ઘટનામાં એક ગાયનું મૃત્યુ નીપજ્યું હતું, જે મામલે માલધારી સમાજ અને હિન્દુ સેનાએ આક્રોશ વ્યક્ત કર્યો છે.

જામનગર શહેરમાં મહાનગરપાલિકાની જુદી જુદી ટુકડીઓ દ્વારા રસ્તે રઝળતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે, જે દરમિયાન દોરડાઓ નાખીને ગૌવંશ ને પકડી લઈ તેના વાહનોમાં ઢસડીને ખેંચવામાં આવી રહ્યા હોય છે, ત્યારે દરકારી દાખવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આજે બપોરે આવી જ એક કામગીરી દરમિયાન એક ગાયનું મહાનગરપાલિકાના વાહનમાં જ મૃત્યુ થયું હોવાથી ગૌ પ્રેમીઓમાં ભારે કચવાટ જોવા મળ્યો હતો. હિંદુ સેનાના કેટલાક કાર્યકરોએ આવી રીત રસમ સામે સ્થળ પર જ મહાનગરપાલિકાની ટુકડી સામે વિરોધ દર્શાવ્યો હતો, અને નારાજગી વ્યક્ત કરી હતી. જે મામલે આજરોજ માલધારી સમાજે બહોળી સંખ્યામાં રેલી યોજી  સુત્રોચ્ચાર કર્યાં હતા અને ઉચ્ચ અધિકારીઓને આવેદન પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.

વિવાદાસ્પદ ભાષણના કેસમાં ધારાસભ્ય હાર્દિક પટેલનો નિર્દોષ છુટકારો

0

જામનગરના ધુતારપુર-ધુળસીયા ગામે વિવાદાસ્પદ ભાષણના કેસમાં ધારાસભ્ય હાર્દિક પટેલનો નિર્દોષ છુટકારો

દેશ દેવી ન્યુઝ જામનગર: તા. ૧૦ ફેબ્રુઆરી ૨૩ જામનગર કોર્ટમાં ચાલી રહેલા વિગરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામેના કેસમાં ચુકાદો આવ્યો છે. 2017ના કેસમાં જામનગર કોર્ટમાં દલીલો પૂર્ણ થઈ હતી. જેમાં પાસ કન્વીનર અંકિત ઘેડિયા અને હાર્દિક પટેલ સામે ગુનો નોંઘાયો હતો, ત્યારે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ અને અંકિત ઘેડિયા નિર્દોષ જાહેર થયા છે.

આ કેસની વિગત એવી હતી કે, 4 નવેમ્બર 2017માં જ્યારે પાટીદાર આંદોલન ચાલી રહ્યું હતું તે દરમિયાન પૂર્વ પાસ નેતા હાર્દિક પટેલની આગેવાનીમાં જામનગરના ધૂળસીયામાં એક સભા યોજાઈ હતી. જે સભા શૈક્ષણિક હેતુથી મંજૂરી લીધેલી હતી અને તેમાં રાજકીય ભાષણ થતા આ મુદ્દે ફરિયાદ થઈ હતી. જેને લઇને હાર્દિક પટેલ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા હતો. રાજકીય ભાષણ કરવા બદલ પાસ કન્વીનર અંકિત ઘેડીયા અને હાર્દિક પટેલ સામે ગુનો દાખલ થયો હતો. જામનગર ચોથા એડી.ચીફ જૂડી.મેજીસ્ટ્રેટ એમ.ડી.નંદાણીની કોર્ટમાં ચુકાદો જાહેર કરાયો છે. આ કેસમાં હાર્દિક પટેલના વકીલ દિનેશભાઇ વિરાણી તથા રશીદભાઈ ખીરાની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે ચુકાદો આપ્યો છે.

જામનગરની પરણિતા આત્મહત્યા ”દુષ્પ્રેરણા” મામલો હાઇકોર્ટ પહોંચ્યો: અપીલ સ્વીકારાઈ

0

જામનગરની રાજપૂત પરણિતાને આત્મહત્યા દુષ્પ્રેરણાના કેસમાં સાસરિયાઓ વિરૂઘ્ધ ફરિયાદીની અપીલ સ્વીકારતી ગુજરાત હાઇકોર્ટ

  •  રાજપૂત પરણિતાએ સાસરિયાઓના મેણા-ટોણાં અને દહેજની માંગણીથી કંટાળી 2016 માં ગળેફાંસો આત્મહત્યા કરી હતી
  • નીચલી અદાલતે આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા હતા, જેને મૃતકની માતાએ હાઇકોર્ટમાં પડકાર્યો છે
  • ફરિયાદ પક્ષના વકીલની રજુઆતો ધ્યાને લઈ ફરિયાદી દ્વારા કરવામાં આવેલ અપીલ યોગ્ય હોય, જેથી હાઇકોર્ટે અપીલ સ્વીકારી
  • સાસરીયા પક્ષ વિરુઘ્ધ જામીન લાયક વોરંટ ઇસ્યુ કરવાનો હુકમ ફરમાવ્યો

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૯ ફેબ્રુઆરી ૨૩: જામનગરમાં વર્ષ 2016માં ક્ષત્રિય પરિણીતાએ પતિ સહિત તેણીના સાસરિયાઓના મેણાં-ટોણા અને દહેજની માંગણીથી કંટાળીને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી જે અંગે મૃતકની માતાએ સાસરિયાઓ વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવી હતી અને કેસ કોર્ટમાં ચાલી જતા આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા હતા જે ચૂકાદો મૃતકની માતાને મંજુર ન હોય જેથી તેઓએ ગુજરાત હાઇકોર્ટમાં ઉપરોકત્ત ચૂકાદાને પડકાર્યો હતો અને સાસરિયાઓ વિરૂઘ્ધ અપીલ કરી હતી જેને ગુજરાત હાઇકોર્ટે સ્વીકારીને સાસરીયા પક્ષ વિરુઘ્ધ જામીન લાયક વોરંટ ઇસ્યુ કરવાનો હુકમ ફરમાવ્યો છે.

આ ચકચારી કેસની હકીકત એવી હતી કે, આ કેસના ફરીયાદી ધરમબા ટેમુભા ઝાલા દ્વારા ફરીયાદ નોધાવવામાં આવેલ કે, તેમની દીકરી ભાવિકાબાના લગ્ન મયુરસિંહ પ્રવીણસિંહ જાડેજા સાથે થયેલા હતા અને લગ્ન બાદ ભાવિકાબા તેમના પતિ મયુરસિંહ, સસરા પ્રવીણસિંહ તથા સાસુ પ્રકાશબા સાથે એક સંયુક્ત પરિવારમાં રહેતા હતા. ફરિયાદીના દીકરી ભાવિકાબાને તેમના સાસરીયાઓ દ્વારા માવતરે આવવા-જવા ઉપર રોક-ટોક, દરરોજના મેણા ટોણા, ભાવિકાબાના સાસુ પ્રકાશબા સસરા પ્રવીણસિંહની ચડામણીથી પતિ મયુરસિંહ દ્વારા ભાવિકાબા સાથે મારકૂટ કરવું, અવાર-નવાર દહેજની માંગણી જેવા દરરોજના અસહ્ય દુ:ખ ત્રાસ ભાવિકાબાથી કંટાળી વર્ષ-2016 બેડ રૂમમાં ગળે ફાંસો ખાય આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું હતું.

જેથી ભાવિકાબાના માતા ધરમબા દ્વારા ભાવિકાબાના સાસરીયા વિરુઘ્ધ વર્ષ-2016 માં આઈ.પી.સી.ની કલમ-306, 498(એ) અને 114 મુજબની ફરિયાદ લખાવેલ હોય, ત્યાર બાદ સાસરીયા વાળા વિરુઘ્ધ ચાર્જશીટ બાદ સમગ્ર કેસ જામનગરની સેશન્સ કોર્ટમાં ચાલ્યા બાદ સાસરીયા વાળાને ટ્રાયલ કોર્ટ દ્વારા નિર્દોષ છુટકારાના ચુકાદા આપવામાં આવેલ હોય, જે ચુકાદો માનવાને લાયક ન હોય તેમજ કાયદાની દ્રષ્ટિએ ચુકાદો ભુલ ભરેલો હોય, જેથી ભાવીકાબાના માતા ફરીયાદી ધરમબા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં સી.આર.પી.સી.ની કલમ-372 હેઠળ ચુકાદાને પડકારેલ અને અપીલ કરેલ છે.

જેમાં ફરીયાદીના વકીલની ગુજરાત હાઇકોર્ટમાં મુખ્ય રજુઆત એવી કરવામાં આવેલ કે, ભારતીય પુરાવા અધિનિયમની કલમ-113 (એ) ની જોગવાઈ મુજબ જયારે લગ્ન જીવનનો સાત વર્ષના સમય ગાળાનો હોય અને પત્ની દ્વારા આત્મહત્યા કરવામાં આવે તો તેના કસુરવાર તેના સાસરીયા પક્ષને ગણવાનું તેવું અનુમાન કરવામાં આવેલ છે, અને સાસરીયા પક્ષ દ્વારા આત્મહત્યા કરનારને કોઈ દુ:ખ ત્રાસ આપેલ નથી તેવું સાબિત કરવાની જવાબદારી સસારીયા પક્ષની રહેલી છે, જેથી કહી શકાય કે, કાયદાની જોગવાઈ મુજબ અનુમાન સાસરીયા પક્ષના વિરુઘ્ધનું કરવામાં આવે છે. જયારે સદરહુ કેસમાં ભાવિકાબાનું લગ્નજીવન માત્ર 14 માસનું હોય તેમ છતાં નામદાર ટ્રાયલ કોર્ટ દ્વારા ભારતીય પુરાવા અધિનિયમની કલમ-113 (એ) ની જોગવાઈ ધ્યાને લીધેલ ન હોય, તેવું સ્પષ્ટપણે જણાય આવે છે, તેમજ સદરહુ ટ્રાયલમાં ફરિયાદ પક્ષ દ્વારા 17 સાહેદો અને 18 દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલ છે, જેમાં નજરે જોનાર સાહેદ તેમજ સ્વતંત્ર સાહેદની જુબાનીને પણ ટ્રાયલ કોર્ટ દ્રારા ધ્યાને લેવામાં આવેલ ન હોય, જેથી ટ્રાયલ કોર્ટ દ્વારા કાયદા અને હકીકતોની ગંભીર ભુલ ભરેલો ચુકાદો આપવામાં આવેલ છે.

ગુજરાત હાઇકોર્ટ દ્વારા ટ્રાયલ કોર્ટ દ્વારા આપેલ ચુકાદો, કાયદામાં નિર્દિષ્ઠ કરવામાં આવેલ જોગવાઈઓ તથા ફરિયાદ પક્ષના વકીલની રજુઆતો ધ્યાને લઈ ફરિયાદી દ્વારા કરવામાં આવેલ અપીલ યોગ્ય હોય, જેથી અપીલ સ્વીકારવામાં આવેલ છે અને સાસરીયા પક્ષ વિરુઘ્ધ જામીન લાયક વોરંટ ઇસ્યુ કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસમાં ફરીયાદી તરફે જામનગરના યુવા ધારાશાસ્ત્રી જયેન્દ્રસિંહ એન. ઝાલા તથા ગુજરાત હાઇકોર્ટમાં યુવા ધારાશાસ્ત્રી નિરલ વી. ઝાલા રોકાયેલા છે.

જામનગરમાં મસાલો માંગવા બાબતે યુવાનની હત્યાનો પ્રયાસ

0

જામનગર અંધાશ્રમ આવાસમાં પાન મસાલો માંગતા યુવાનની હત્યાનો પ્રયાસ : ચાર સામે ફરીયાદ 

  • જામનગર અંધાશ્રમ આવાસનો બનાવ : પાનની દુકાન બંધ હતી તેથી મસાલો માંગતા મામલો બિચક્યો
  • આરોપી : (૧) મુકેશભાઇ વિજયભાઇ થાપલીયા (૨) અન્ય ત્રણ અજાણ્યા શખ્સો

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૮ ફેબ્રુઆરી ૨૩ જામનગર અંધાશ્રમ આવાસમાં ગઇકાલે બપારે મસાલો માંગવા બાબતે યુવાન ઉપર ચાર શખ્સો લોખંડના પાઇપ ધોકા વડે ટુટી પડતા ભારે ચકચાર જાગી છે.

જામનગરના અંધાશ્રમ આવાસમાં રહેતા જીતુભા વકતાજી જાડેજા નામના યુવાને આવાસમાં આવેલ પાનની દુકાને મસાલો ખાવા ગયા હતા દુકાન બંધ હોવાથી મુકેશભાઇ વિજયભાઇ થાપલીયા ત્યા હાજર હોય અને માસાલો બનાવતા હોય જેથી ફરીયાદીએ મુકેશભાઇ પાસે મસાલો માંગતા તે ઉશ્કેરાય જતા ફરીયાદી ઉપર લોખંડના પાઇપ તથા છરી તથા તલવાર વડે મુકેશે તથા અજાણ્યા ત્રણ ઇસમોએ જીવલેણ હુમલો કરતા નાસભાગ મચી ગઈ હતી મસાલો માંગવા જેવી બાબતે બધડાટી બોલતા સ્થાનીકોના ટોળા એકઠા થયા હતા જેમાં જીતુભા જાડેજાને માથાના ભાગે ગંભીર ઇજાઓ કરી તથા ડાબા હાથની ટચલી આંગળીની બાજુની આંગળીમા ફેક્ચર કરી ઢીકાપાટુનો માર મારી ઇજાઓ પહોંચાડી ફરીયાદીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો યુવાનનેગંભીર ઇજાઓ પહોંચતાલોહી લુહાણ હાલતમાં સારવાર માટેજામનગરની જી.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ થતા સીટી-સી ડીવીઝન પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો અને બનાવની વિગત મેળવી હતી

આથી પોલીસે જીતુભાની ફરીયાદ પરથી મૂકેશ થાપલીયા સહિત ચાર શખ્સો સામે ૩૦૭, ૩૨૫, ૩૨૩, ૧૧૪, ૨૯૪(ખ) તથા જી.પી.એક્ટ ૧૩૫ (૧) મુજબ ગુનોં નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર પોસ્ટલ ડિવિઝન દ્વારા જનજાગૃતિ રેલી યોજાઇ

0

જામનગર પોસ્ટલ ડિવિઝન દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું

  • સુકન્યા સમૃદ્ધિ યોજનાની માહિતી આપવા જામનગર પોસ્ટલ ડિવિઝન દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું

દેશ દેવી ન્યુઝ જામનગર  તા. ૦૮ ફેબ્રુઆરી ૨૩ નવી દિલ્હી ખાતે ‘અમૃત પેક્ષ- ૨૦૨૩‘ અંતર્ગત સમગ્ર દેશમાં ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ ની સ્પેશિયલ ડ્રાઈવનું આગામી તા.૯થી ૧૦ ફેબ્રુઆરી દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. જે અંતગૅત, જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોની તમામ પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ બેન્ક ખાતા ખોલવામાં આવશે.

જામનગર પોસ્ટલ ડિવિઝન દ્વારા લોકોને જાગૃત કરવા તેમજ આ યોજનાની માહિતી આપવા માટે ‘સુકન્યા સમૃદ્ધિ યોજના જનજાગૃતિ રેલી’ નું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર શહેરના વિવિધ રાજમાર્ગો પર ફર્યા બાદ લખોટા તળાવ પાસે આ રેલીનું સમાપન થયું હતું.

જામનગર પોસ્ટલ ડિવિઝનના અધિક્ષક જી.પી. તલગાંવકર દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકાની સામાજિક સંસ્થાઓ તેમજ નગરજનોને આ યોજનાનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. આ યોજના અંગે વધુ માહિતી માટે કચેરીના સંપર્ક નં.૦૨૮૮-૨૬૭૬૫૯૨ પરથી મેળવી શકાશે, તેમ પોસ્ટ ઓફિસ સુપ્રીટેન્ડેન્ટ, જામનગર મંડળ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

ખંભાળીયા હત્યા કેસમાં આજીવન કેદનો ફરાર ”મહેબુબ ખીરા” ને LCB એ દબોચી લીધો

ખંભાળિયા: 2018 ના હત્યા કેસમાં આજીવન કેદનો ફરાર આરોપી ઝડપાયો

દેશ દેવી ન્યુઝ ખંભાળિયા: તા.૦૮ ફેબ્રુઆરી ૨૩ ખંભાળિયાના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલા નરશી ભુવન પાછળના ભાગે રહેતા મહેબૂબ જુસબ ખીરા નામના શખ્સે વર્ષ 2018 માં ઘરકંકાસમાં તેમની પત્ની અને હુસેનભાઈ દોસ્તમામદ (રહે. લાલપુર) ની પુત્રી અફસાનાબેનની હત્યા નીપજાવી હતી.

આ અંગેનો કેસ ચાલી જતા અદાલતે ઉપરોક્ત શખ્સને આજીવન કેદની સજા ફટકારી હતી. છેલ્લા આશરે એક વર્ષથી રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવી રહેલા ઉપરોક્ત આરોપી મહેબૂબ ખીરાએ ગત તારીખ 22 ઓગસ્ટ 2022 ના રોજ 15 દિવસની ફર્લો રજા મેળવી અને ગત તારીખ 6 સપ્ટેમ્બરના રોજ રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું. તેના બદલે આ શખ્સ જેલમાં પરત ન જતા ફરાર થઈ ગયેલા ઉપરોક્ત શખ્સ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ જિલ્લા LCB Pl કુષ્ણપાલસિંહ.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ તપાસ કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત ASI સજુભા જાડેજા, જેસલસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજા અને કુલદીપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉપરોક્ત શખ્સને અત્રે રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાંથી ઝડપી લીધો હતો.

આ શખ્સનો કબજો ખંભાળિયા પોલીસને સોંપી, તેને રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યવાહી LCB ના પી.આઈ. કૃષ્ણપાલસિંહ .કે. ગોહિલની રાહબરી હેઠળ પી.એસ.આઈ. એસ.એસ. ચૌહાણ, એ.એસ.આઈ. સજુભા જાડેજા, અજીતભાઈ બારોટ, વિપુલભાઈ ડાંગર, પ્રદિપસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

જામનગરમાં સ્પાની આડમાં કુટણખાનું ઝડપાયું : સંચાલકની ધરપકડ

0

જામનગરમાં સ્પા એન્ડ સલુનની આડમાં ચાલતા કૂટણખાના પર એલસીબીની તવાઇ: સંચાલકની ધરપકડ

  • સ્પા સંચાલક બીજા રાજ્યમાંથી મહિલાઓ બોલાવી દેહવ્યાપાર કરાવતો

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૮ ફેબ્રુઆરી ૨૩ : જામનગરના જોલી બંગલા વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી સ્પા એન્ડ સલુનની આડમાં મસાજના બહાને ચાલતાં ફૂટણખાનાનો પર્દાફાશ કરી માલિકને ઝડપી પાડી જામનગર એલસીબી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં દિગ્વિજય પ્લોટ-6, જોલી બંગલા પાસે આવેલ કોમ્પ્લેક્ષમાં બીજા માળે લક્સ બ્યુટી એન્ડ સલુન સ્પાના નામે છેલ્લા ઘણાં સમયથી મસાજની આડમાં રાજ્ય બહારની મહિલાઓ બોલાવી કૂટણખાનું ચાલતું હોવાની બાતમી એલસીબીના ભગીરથસિંહ સરવૈયા અને દોલતસિહ જાડેજાને મળતા હકીકતના આધારે દરોડો કરી વડોદરામાં માંજલપુર સાંઈનાથ સોસાયટીમાં રહેતો અમીત કમલેશભાઈ રામીમાલી નામના સંચાલકને ઝડપી લઈ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં ઘણી જગ્યાએ સ્પાની આડમાં ગોરખ ધંધાઓ ચાલે છે ત્યારે પોલીસ અવારનવાર દરોડાઓ કરી કૂટણખાનાનો પર્દાફાશ કરતી હોય છે, પણ સ્પામાં રૂટીંગ ચેકીંગ કરવું ફરજીયાત છે હજુ જામનગરમાં ઘણાં એવા સ્પા છે જ્યાં ચેકીંગની જરુર છે. આ કાર્યવાહી પીઆઈ જે. વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી. ગોહીલ, પંચ-બીના પીએસઆઈ પી.એન. મોરી તથા સ્ટાફના ધમભા ઝાલા, મહાવીરસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

જામનગરમાં પરોઠાની રેકડી ચલાવતો કુંભાર યુવાન જમીનના નામે છેતરાયો

0

જામનગરમાં પરોઠાની રેકડી ચલાવતો યુવાન જમીનના નામે છેતરાયો

  • ખીમલીયાના ખેડુતે વેચાણ કરાર કરી આપી મુદ્ત પહેલા જમીન બીજાને વેંચી મારતા મામલો પોલીસ મથકે
  • આરોપી :- વિરજીભાઈ રામજીભાઈ કટેશીયા સતવારા રહે. ખીમલીયા ગામ તા.જી.જામનગર 

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૮ ફેબ્રુઆરી ૨૩ જામનગર સટ્ટાબજારમાં પરોઠાની રેકડી ચલાવતા કુંભાર યુવાનને ખીમરાણા ગામનો ખેડૂતે વેંચાણ કરારની તારીખ પેલા બીજાને બારોબાર દસ્તાવેજ કરી છેતરી લેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જ્યા કુભાર યુવાને ખીમરાણા ગામના વિરજીભાઈ રામજીભાઈ કટેશીયા વિરૂદ્ધ વિશ્વાસધાત, છેતરપીંડી સબબની ફરીયાદ નોંધાવતા ભારે ચકચાર જાગી છે.

પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી હકીક્ત મુજબ જામનગરના સ્વામિનારાયણ નગરમાં રહેતા અને સટ્ટા બજાર વિસ્તારમાં પરોઠાની રેકડી ચલાવતા શૈલેશ નડીયાપરા નામના કુંભાર યુવાને ખીમલીયા ગામ રેવન્યુ સર્વે નંબર-૨૬ પૈકી ૪ જુના સર્વે નંબર-૧૫૪ પૈકી ૧ પાદરડુ તરીકે ઓળખાતી ખેતીની જમીન જેનુ ક્ષેત્રફળ ૦-૭૭-૯૯ હે.આરે.ચો.મીટર ની ૫ વીધા જમીન આવેલ હોય જે જમીનનો સોદો વિરજીભાઈ રામજીભાઈ કટેશીયા સાથે રૂપીયા ૧૨ લાખમા કરી અને તા.૧૨/૦૭/૨૦૨૨ ના રોજ રજીસ્ટાર કચેરીમા રજીસ્ટર કરાર કરી આપેલ અને છ માસમા જમીન સોદાની બાકી રકમ ચુકતે આપી ફરીયાદીને રજીસ્ટર દસ્તાવેજ કરી આપવાની લેખીત બાહેધરી આપેલ અને આ દરમ્યાન આરોપીએ ફરીયાદીની જાણ બહાર મુદત પહેલા તા.૦૯/૦૯/૨૦૨૨ ના રોજ અન્ય વ્યકિતને આ જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપી ફરીયાદી સાહેદ આરોપીના ગામે જતા આરોપીએ તેઓને ફરીપાછા અહી આવશો તો જીવતા જશો નહી તેવી મારી નાખવાની ધમકી આપી અને ફરીયાદીને આરોપીએ લીધેલ રકમ પરત ન આપી તથા દસ્તાવેજ નહી કરી આપી તેઓ સાથે વિશ્વાસધાત છેતરપીંડી આચરી હતી

આથી શૈલેશ નડિયાપરાએ ફરિયાદ નોંધાવતા પોલીસે IPC કલમ-૪૦૬,૪૨૦,૫૦૬(૨) મુજબ ગુનો નોંધી આગળની તપાસ પંચ-બીના PSI એમ.એ મોરી ચલાવી રહ્યા છે.

 

ભારે કરી..પડોશીઓના ઝઘડામાં ‘છકડો રિક્ષા’ સળગાવાયો: ફોજદારી

0

ઠેબામાં પડોશીઓ વચ્ચે બબાલ: રિક્ષા છકડો સળગાવાયો.

દેશ દેવી ન્યુઝ  જામનગર: તા. o૬ ફેબ્રુઆરી ૨૩ જામનગર તાલુકાના ઠેબા ગામમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા ચનાભાઈ અમરાભાઇ સરસિયાએ પોતાના ઘર પાસે પાર્ક કરેલો જી.જે.-3 વી.4155 નંબરનો રીક્ષા છકડો કે જેના ઉપર કોઈ જ્વલનશીલ પ્રવાહી છાંટી, દિવાસળી ચાંપી સળગાવી નાખી નુંકસાની પહોંચાડવા અંગે પોતાના પાડોધમાંજ રહેતા હેમંતભાઈ લખુભાઈ ગમારા સામે ફરિયાદ નોંધાવી છે. પીલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી ચનાભાઈ તથા આરોપી હેમંતભાઈ ના બાળકો ને રમવા અંગે ઝઘડો થયો હતો, જેથી તે બાબતે ચનાભાઈએ ઠપકો આપતાં પાડોશી આરોપી હેમતભાઈ ને માઠું લાગ્યું હોવાથી રાત્રિના સમયે તેનો રીક્ષા છકડો સળગાવી દીધો હતો. જે આરોપી હાલ ભાગી છૂટ્યો હોવાથી પોલીસ તેને શોધી રહી છે.

બર્ધનચોકમાં મહિલાનું પર્સ સેરવી લેનાર “રેખા”ની અટકાયત

0

જામનગર: મહિલાના પર્સમાંથી ચોરી કરનાર મહિલાની અટકાયત

  • બ્રાહ્મણ મહિલા બર્ધનચોકમાં ખરીદી કરતી વેળાએ રેખાએ પર્સ સેરવી લીધું હતું.
  • સીટી – એ ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ નાખ્યો.

દેશ દેવી ન્યુઝ જામનગર : તા.૦૬ ફેબ્રુઆરી ૨૩ જામનગરમાં શરૂ સેક્શન રોડ રાજનગર સોસાયટીમાં રહેતી કુસુમબેન વિરેન્દ્ર ભાઈ જાની નામની મહિલા ૨૧ જાન્યુઆરીના બપોરના સમયે જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં માલ સામાનની ખરીદી અર્થે આવ્યા હતા, જે દરમિયાન તેઓના પર્સમાંથી રૂપિયા એક લાખની કિંમતના સોનાના ચેનની કોઈ તસ્કર ચોરી કરી ગયું હતું. જે મામલે સિટી એ. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા પછી પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. જામનગરના ખેતીવાડી ફાર્મ પાસે રહેતી હંસાબેન રમેશભાઈ પરમાર નામની દેવીપુજક મહિલા, કે જે સોનાના ચેનની ચોરી કરી લીધા પછી ચાંદી બજાર વિસ્તારમાં ચેન વેચવા માટે આવતાં સીટી એ. ડિવિઝન પોલીસે તેની અટકાયત કરી લીધી છે, અને તેના કબજા માંથી રૂપિયા એક લાખની કિંમતનો સોનાનો ચેન કબજે કરી લીધો છે. બર્ધન ચોક વિસ્તારમાં ગીરદીનો લાભ લઈ તેણીએ ઉપરોક્ત ચેન પર્સમાંથી સેરવી લીધા નું કબૂલી લીધું છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.