Saturday, October 17, 2026
Home Blog Page 242

જામનગર અદાલતના સંકુલમાં પોલીસ સાથે ઝપાઝપી કરનાર બે સામે ગુનો નોંધાયો

0

જામનગર અદાલતના સંકુલમાં પોલીસ સાથે ઝપાઝપી કરનાર બે સામે ગુનો નોંધાયો

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૧૬ ફેબ્રુઆરી ૨૩ જામનગરની કોર્ટ લોબીમાં હાથકડી પહેરવાના મામલે એક કેદી અને તેના ભાઈ વગેરેએ પોલીસ પાર્ટી સાથે ઝપાઝપી અને ઝગડો કર્યા પછી આખરે મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પોલીસ જાપ્તા હેઠળ રહેલા આરોપી કેદી તેમજ તેની સાથે હાજર રહેલા અને અગાઉ જામીન પર છુટેલા આરોપી તેના ભાઈ સહિત બે સામે સિટી-એ ડીવિઝન પોલીસ મથકમાં પોલીસની ફરજમાં રૂકાવટ અંગેનો ગુનો દાખલ કરાયો છે, જ્યારે એક આરોપી દારૂના નશામા ચકચૂર હોવાથી તેની સામે દારૂબંધી ભંગ અંગેનો અલગથી કેસ કરાયો છે.જામનગરની જિલ્લા જેલમાં રહેલા 302ના આરોપી કેદી વિક્રમસિંહ ભુપતસિંહ કેશુર, જેની ગઈકાલે અદાલતમાં તારીખ હોવાથી પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા સહિતનો અન્ય પોલીસ સ્ટાફ કુલ 11 જેટલા કેદીઓને જામનગરની અદાલતમાં તારીખ માટે લાવ્યા હતા. જેમાં પોલીસ ઝાપતા હેઠળ આરોપી વિક્રમસિંહને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર રાખવા આવ્યો હતો.જ્યાંથી તેને બહાર લઈ જવાતાં હાથકડી પહેરવાના મામલે પોલીસ પાર્ટી સાથે ઝઘડો કર્યો હતો. આ સમયે તેનો ભાઈ પ્રકાશસિંહ કેસુર, કે જે પણ હાજર હતો, અને તેની સામે પણ કલમ 302નો ગુનો નોંધાયો હતો, પરંતુ તેને જામીન મુક્ત થયો હતો, અને તેને પણ અદાલતમાં હાજર રખાયો હતો. જે અદાલત પરિસરમાં દારૂનો નશો ભરેલી હાલતમાં આવ્યો હતો, અને પોલીસ પાર્ટી સાથે રકઝક કરી હતી. આ મામલો મેજિસ્ટ્રેટ સમક્ષ લઈ જવાયો હતો, અને મેજિસ્ટ્રેટ દ્વારા દારૂનો નશો કરેલા સામે ફરિયાદ નોંધવા અને પોલીસની ફરજમાં રૂકાવટ અંગે ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું.

જે મામલો આખરે સીટી- એ ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો. સૌપ્રથમ જેલમાં રહેલા કેદી વિક્રમસિંહ ભુપતસિંહ કે જેને ફરીથી જેલ હવાલે કરાયો હતો, જયારે પ્રકાશસિંહ ભુપતસિંહ ને સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયા પછી ફરજ પર રહેલા અજયસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા નામના પોલીસ કોન્સ્ટેબલે બંને ભાઈઓ વિરૂધ પોલીસમાં ફરજ રૂકાવટ અંગેની ફરિયાદ નોંધાવતાં સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં બંને ભાઈઓ સામે આઈ.પી.સી. કલમ 353,186,506,114, ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમજ આરોપી પ્રકાશસિંહ ભુપતસિંહ કેશુર રહે. નાઘુનાની વિરુઘ્ધ દારૂના નશામાં હોવાથી તેની સામે દારૂબંધી ભંગ અંગેનો પણ કેસ કરાયો છે.

જામનગર યોગેશ્વરધામ સોસાયટીમાં લગ્ન પહેલા યુવતિનો ગળાફાંસો

0

જામનગરની યોગેશ્ર્વરધામ સોસાયટીનો બનાવ: બે મહિના પહેલા સગપણ કરનાર યુવતીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરતા અરેરાટી

દેશ દેવી ન્યુઝ જામનગર: તા. ૧૫ ફેબ્રુઆરી ૨૩ જામનગરમાં તિરુપતિ સોસાયટી વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષની એક યુવતીએ ગઈકાલે પોતાના ઘેર રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત કરી લેતાં ભારે ચકચાર જાગી છે. સમગ્ર મામલે પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં યોગેશ્વર ધામ શેરી નંબર-પ માં તિરૂપતિ-૨ ની પાછળના ભાગમાં રહેતી જિજ્ઞાબેન કિરીટભાઈ કેસુર નામે ૨૩ વર્ષીય વાણંદ જ્ઞાતિની યુવતીએ ગઈકાલે પોતાના ઘેર પંખા ના હુકમાં ચુંદડી બાંધી ગળા ફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે. આ બનાવ અંગે મૃતકના પિતા કિરીટભાઈ ભીખુભાઈ કેસુરે પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી જામનગરની જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવાયું છે.

મૃતક યુવતીના પિતા કિરીટભાઈ, કે જે ડ્રાઇવિંગ કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, જયારે મૃતક જીજ્ઞાબેન કે જેનું આજથી બે મહિના પહેલાં જ સગપણ થયું હતું. હજુ લગ્ન થવાના બાકી હતા, તે પહેલાં જ તેણે કોઈપણ સંજોગોમાં આપઘાતનું પગલું ભરી લેતાં પરિવારજનો ભારે હતપ્રભ બની ગયા છે. સમગ્ર મામલે પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવે છે.

ધ્રોલમાં મમરા લેવા ગયેલ 20 વર્ષિય યુવતી રહસ્યમય રીતે ગૂમ

0

ધ્રોલમાં મમરા લેવા ગયેલ 20 વર્ષિય યુવતી રહસ્યમય રીતે ગૂમ

  • ધ્રોલના ચંદનવાસ વિસ્તારનો બનાવઃ પોલીસે CCTVની મદદથી તપાસ આરંભી

દેશ દેવી ન્યુઝ જામનગર ધ્રોલ તા.૧૫ ફેબ્રુઆરી ૨૩ : ધ્રોલ ટાઉનના ચંદનવાસ વિસ્તારમાં રહેતી એક યુવતી પોતાના ઘરેથી મમરા લેવા જવાનું કહી લાપત્તા થઈ જતાં ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધ નોંધાવવામાં આવી છે. પોલીસ સુત્રોએ જાહેર કરેલી વિગતો મુજબ ધ્રોલ ટાઉનના ચંદનવાસ વિસ્તારમાં રહેતા અને ડ્રાઈવીંગનો વ્યવસાય કરતાં જેઠાભાઈ ટપુભાઈ ચાવડાની 20 વર્ષિય પુત્રી અનિષાબેન ગત તા. 10.2 ના રોજ સવારના અગિયાર વાગ્યાના અરસામાં ગામમાં મમરા લેવા જવાનું કહી પરત ન આવતાં સૌ પ્રથમ તેમણે આડોશ પડોશ ઉપરાંત સગા સંબંધીઓમાં તપાસ કરતાં તેની કોઈ ભાળ ન મળતાં ધ્રોલ પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસે ગુમ નોંધ નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

ખંભાળીયા પંથકમાં જૂની અદાવતમાં ગઢવી યુવાનની ધાતકી હત્યા

0

ખંભાળિયા પંથકના બેહ ગામે જુની અદાવતમાં ગઢવી યુવાનની ઘાતકી હત્યા

  • એક વર્ષ પહેલા મકાનમાં થયેલ ચોરી સહિતનું મનદુખ કારણભૂત
  • ખંભાળીયા પોલીસે થારીયા ભાયા ગઢવી અને રણમલ ભાયા ગઢવી સામે હત્યાનો ગૂનો નોંધાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૩ ફેબ્રુઆરી ૨૩ ખંભાળિયા: ખંભાળિયા તાલુકાના બેહ ગામે શનિવારે સાંજે એક ગઢવી યુવાન પર જૂની બાબતનું મન દુ:ખ રાખીને બે શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા પ્રકરણમાં ગઈકાલે રવિવારે સવારે યુવાને અંતિમ શ્ર્વાસ ખેંચતા હુમલાનો આ બનાવ હત્યામાં પલટાયો હતો.

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયાથી આશરે 30 કિલોમીટર દૂર બેહ ગામથી આસોટા ગામ તરફ જતા રસ્તે નારણ પબુભાઈ વરજાંગવારા નામનો 22 વર્ષનો ગઢવી યુવાન શનિવારે સાંજે આશરે સાડા સાતેક વાગ્યાના સમયે જઈ રહ્યો હતો, ત્યારે આ યુવાનને માર્ગમાં અટકાવી અને બેહ ગામના થારીયા ભાયા ગઢવી નામના શખ્સે લોખંડના પાઈપ વડે તથા રણમલ ભાયા ગઢવીએ લાકડી વડે હુમલો કર્યો હતો.

આ જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા નારણ પબુ ગઢવીને ખંભાળિયાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી તેને વધુ સારવારની આવશ્યકતા જણાતા અમદાવાદ લઈ જતા પૂર્વે રાજકોટ નજીક રવિવારે સવારે તેણે અંતિમ શ્ર્વાસ લીધા હતા.

આજથી આશરે એક વર્ષ પૂર્વે આરોપીઓના રહેણાંક મકાનમાં રોકડ રકમની ચોરી થયેલી હોય, જે અંગેના આક્ષેપો વચ્ચે આ બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે મૃતકના પિતરાઈ ભાઈ સાજાભાઈ ડાવાભાઈ વારજાંગવારા (ઉ.વ. 29, રહે. બેહ)ની ફરીયાદ પરથી ખંભાળિયા પોલીસે થારીયા ભાયા અને રણમલ ભાયા સામે મનુષ્યવધની કલમ 302 તથા 114 અને જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, ગતરાત્રે બંને શખ્સોની ધરપકડ કરી હતી. આ સમગ્ર પ્રકરણ અંગે ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિ તથા પી.આઈ. ડી.એમ. ઝાલાના માર્ગદર્શન હેઠળ આગળની તપાસ પી.એસ.આઈ. એન.એચ. જોશી દ્વારા હાથ ધરવામાં આવી છે.

જામનગરના વતની રાજ્યના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બન્યા

0

રાજ્યના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બન્યા જામનગરના મહેમાન

  • ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરાયું: ટાઉનહોલમાં યોજાયા ત્રિવિધ કાર્યક્રમ

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૧૩ ફેબ્રુઆરી ૨૩ જામનગરના વતની અને બાર એસોસિએશનના સભ્ય સોનિયાબેન ગોકાણી ગુજરાત રાજ્યના ચીફ જસ્ટિસ બન્યા બાદ તેણીના વતન જામનગરમાં ગઇકાલે ટાઉનહોલમાં યોજાયેલા ત્રિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે ગાર્ડ ઓફ ઓનર આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.જામનગર બાર એસોસિએશન ડિસ્ટ્રીકટ અને સ્ટેટ લિગલ સર્વિસીસ ઓથોરીટીના સંયુક્ત ઉપક્રમે ગઇકાલે રવિવારે જામનગર શહેરના ટાઉનહોલ ખાતે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ સોનિયાબેન ગોકાણી પધાર્યા હતાં. ચીફ જસ્ટિસ બન્યા બાદ વતનમાં પ્રથમ કાર્યક્રમમાં હાજરી આપી રહેલા ચીફ જસ્ટિસ સોનિયાબેન ગોકાણીનું ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરાયું હતું. આ કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકો માટેની યોજનાનું લોન્ચીંગ તેમજ લિગલ સર્વિસની મિડીએશનની તાલિમ લીધેલા વડીલોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં.

આ કાર્યક્રમમાં સુપ્રિમ કોર્ટના જસ્ટિસ અરવિંદકુમાર અને એમ.આર. શાહ વર્ચ્યુઓલી જોડાયા હતાં અને પ્રાસંગિક ઉદ્બોધન સાથે યુવા વકીલોને પ્રેરણા આપી હતી. કાર્યક્રમમાં શહેરના આંગણે પ્રથમ વખત હાઇકોર્ટના 9થી વધુ ન્યાયાધિશ ઉપસ્થિત રહ્યાં હતાં. શહેર જિલ્લાના દિવ્યાંગ બાળકોને હાર્મોનિયમ, સ્માર્ટપેન ડિવાઇસ ભેટ આપવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં જામનગર બાર એસોસિએશનના પ્રમુખ ભરતભાઇ સુવા, ઉપપ્રમુખ ભરતસિંહ જાડેજા સહિતના સિનિયર તેમજ જુનિયાર એડવોકેટસ, જિલ્લા સરકારી વકીલ જમનભાઇ ભંડેરી, સિનિયર એડવોકેટ એચ.ઓ. ભટ્ટ, બિપીનભાઇ ઝવેરી, મનોજભાઇ અનડકટ, બિમલભાઇ ચોટાઇ, જયેન્દ્રસિંહ ઝાલા, વિરલભાઇ રાચ્છ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

નવાગામમાં પુત્રીના લગ્ન પહેલા પિતાનો આપધાત : જુવો Video

0

નવાગામ ઘેડમાં પુત્રીના લગ્ન પહેલા પિતાનો આપધાતથી ભારે અરેરાટી

  • આવતીકાલે પુત્રીની જાન આવવાની હતી : મધુરમ સોસાયટીનો બનાવ
  • ઘરની બાજુમાં બની રહેલ મકાનમાં ગળે ફાંસો ખાઈ લીધો : લગ્નનો માંડવો માતમમાં ફેરવાયો:

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૩ ફેબ્રુઆરી ૨૩ જામનગર શહેરના નવાગામ ઘેડ પાછળ આવેલ મધુરમ સોસાયટીમાં નરોતમભાઈ રાઠોડ નામના આધેડે વહેલી સવારે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ભારે ગમગીની છવાઈ હતી પુત્રીના લગ્ન હોય પરીવારમાં ખુશીનો માહોલ હતો તેવામાં પિતાના આપધાતથી પરિવાર ઉપર આભ ફાટી પડ્યું હતું અને લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો.

જામનગર નવાગામ ઘેડ મધુરમ સોસાયટીમાં રહેતા નરોતમ છગનભાઇ રાઠોડ નામના આધેડનો પોતાના ઘરની બાજુ બની રહેલ મકાનમાં ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા ભાર ચકચાર જાગી હતી ઘરમાં લગ્નપ્રસંગે ખુશીના ગીતો ગવાતા હતા અને આવતીકાલે પરણવા જાન આવવાની હતી તેવામાં પિતાના આપઘાતથી ભારે ચકચાર જાણી હતી બનાવના પગલે આજુબાજુના પાડોશી દોડી આવ્યા હતા પિતાની લટકતો મૃતદેહ જોઈ પરિવાર પર આભ ફાટી પડયું હતું બનાવની જાણ થતા સીટી-બી ડિવિઝન પોલીસ કાફલો દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળી પીએેમ માટે જી.જી  હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી હાલ તો આ બનાવે શહેરભરમાં સારી એવી ચર્ચા જગાડી છે.

જામનગરમાં મહેશ્વરી યુવાન પર હુમલા પ્રકરણમાં 4 સામે ફોજદારી

0

જામનગરના મોટા મહેશ્ર્વરીવાસના યુવાન ઉપર હિચકારો હુમલો

  • ધોકા વડે માર મારનાર ચાર શખ્સ સામે એસ્ટ્રોસિટી એકટની ફરિયાદ
  • આરોપી : (૧) અસગર ઉર્ફે અસુડો મોહમ્મદ હુસેન મકવાણા (૨) આફતાબ ઉર્ફે અકુડો મહંમદ હુસૈન મકવાણા (૩) ફિરોજ ઉર્ફે ફીરિયો મામદ હુસેન મકવાણા (૪) કરણ ઉર્ફે દેવો હસમુખ પરમાર

દેશ દેવી ન્યુઝ જામનગર : તા.૧૧ ફેબ્રુઆરી ૨૩ જામનગરમાં ત્રણ દરવાજા નજીક મહેશ્વરી ચોકમાં રહેતા ખેરાજભાઈ દેવશીભાઈ ચાવડા નામના 23 વર્ષના યુવાને પોતાના ઉપર ધોકા વડે હુમલો કરી હાથ પગ ભાંગી નાખવા અંગે તેમજ પોતે દલિત જ્ઞાતિ ના હોવાથી સમાજમાં હલકા પાડવા માટે હડધૂત કરવા અંગે અસગર ઉર્ફે અસુડો મોહમ્મદ હુસેન મકવાણા, આફતાબ ઉર્ફે અકુડો મહંમદ હુસૈન મકવાણા, ફિરોજ ઉર્ફે ફીરિયો મામદ હુસેન મકવાણા અને કરણ ઉર્ફે દેવો હસમુખ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે હુમલા અંગેની કલમ તેમજ એસ્ટ્રોસિટી એકટની કલમ હેઠળ ગુનો નોંધી ચારેય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

ખંભાળિયા નજીક ટોલનાકે મોટી બબાલ: 14 સામે હત્યાનો પ્રયાસ

0

ખંભાળિયા – જામનગર માર્ગ પર આવેલા ટોલનાકે મોટી બબાલ

  • કાર સવાર યુવાનો ઉપર જીવલેણ હુમલો: 14 શખ્સો સામે હત્યાના પ્રયાસ અને રાયોટીંગ સહિત ગુનો દાખલ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૧ ફેબ્રુઆરી ૨૩ખંભાળિયા: ખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાં આવેલી શિવમ સોસાયટી- 1 ખાતે રહેતા દેવુભાઈ ડાડુભાઈ ચાવડા નામના 38 વર્ષના યુવાન ગઈકાલે બપોરના સમયે ખંભાળિયા – જામનગર હાઇવે પર ધરમપુર – દાતા ટોલનાકા પાસેથી પોતાની જી.જે. 01 કે.એન. 8578 નંબરની સ્વીફ્ટ ડિઝાયર મોટરકાર લઈને જામનગરથી ખંભાળિયા તરફ આવી રહ્યા હતા, તે દરમિયાન તેમની કાર ફાસ્ટટેગ દ્વારા ટોલ ટેક્સ કપાવવા માટે આ સ્થળ ઉભી રાખી હતી.

આ દરમિયાન કોઈ કારણોસર કેટલાક શખ્સો હથિયારો સાથે તેમની પાસે આવ્યા હતા અને કિશન ગઢવી નામના શખ્સે ફરિયાદી દેવુભાઈ ચાવડાને ટોલટેક્સ આપવા કહેતા તેમણે ફાસ્ટટેગ વડે ટોલ ટેક્સ આપવાનું કહ્યું હતું. જેથી કોઈ કારણોસર ઉશ્કેરાયેલા નાગડા ગઢવી, સામરા ગઢવી, રાજદિપસિંહ, ધવલ ગઢવી, નિખિલ, સુનિલગીરી, અનોપ મેનેજર અને પ્રકાશ ગઢવી નામના શખ્સોએ દેવુભાઈ સાથે બોલાચાલી કરી તેમને બિભત્સ ગાળો કાઢી હતી. અને આરોપી કિશન ગઢવી, નાગડા ગઢવી અને સામરા ગઢવીએ દેવુભાઈને માર મારી તેમની મોટરકારની ચાવી કાઢી લીધા બાદ તેમને થોડે દૂર જઈ અને ઝપાઝપી કર્યા પછી ઓફિસની અંદર લઈ જઈને આરોપીઓએ ફરિયાદી દેવુભાઈ તથા તેમની સાથે રહેલા સાહેદ પરેશભાઈ લાખાભાઈ ચાવડા અને જયદીપસિંહ ચંદ્રસિંહ જાડેજાને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આરોપીઓએ ફરિયાદી દેવુભાઈ તથા તેમની સાથેના આક્ષીઓને મારી નાખવાના ઇરાદાથી અન્ય એક આરોપી હર્ષદ ગઢવીએ પરેશ ચાવડાને માથામાં ધોકો ફટકારી દીધો હતો. જ્યારે આરોપી અનોપ મેનેજરએ જયદીપસિંહને ધોકા વડે માર મારી, ફ્રેકચર સહિતની ઈજાઓ પહોંચાડી હતી. આ બનાવ દરમિયાન 0007 નંબરની થાર મોટર કારમાં આવેલા આરોપી ઉદય ગઢવી અને સાજા ગઢવીએ ફરિયાદી દેવુભાઈ તથા સાહેદોને ઓફિસમાં બંધ કરી કિશન ગઢવીએ મારી નાખવાના ઈરાદાથી ફરિયાદી દેવુભાઈને બેફામ માર મારતા તેમને ફ્રેક્ચર સહિતની ઈજાઓ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય આરોપી યાસીન અને મનોજ ગઢવીએ પણ માર માર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

આ બનાવના પગલે ટોલનાકે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય સહિતના અધિકારીઓ દોડી ગયા હતા અને સીસીટીવી કેમેરા કબજે લેવા અંગેની કાર્યવાહી કરી હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્ત યુવાનોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે દેવુભાઈ ચાવડાની ફરિયાદ પરથી ગેરકાયદેસર મંડળી રચી, મારી નાખવાના ઇરાદે હુમલો કરવા સબબ તમામ 14 આરોપીઓ સામે આઈ.પી.સી. કલમ 307, 143, 147, 148, 149, 323, 325, 504, 506 (2) તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિના વડપણ હેઠળ પી.આઈ. ડી.એમ. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે. બઘડાટીના આ બનાવે શહેરભરમાં ભારે ચકચાર જગાવી છે.

જામનગર હાપા નજીક કારે અડફેટે લેતા રાહદારીનું મોત : એક ઘાયલ

0

હાપા નજીક કારે હડફેટે લેતા રાહદારીનું મોત, એક ઘાયલ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૧ ફેબ્રુઆરી ૨૩ : જામનગર રાજકોટ ધોરી માર્ગ પર હાપા નજીક પુરપાટ વેગે દોડી રહેલી એક કારના ચાલકે રસ્તો ઓળંગી રહેલા એક યુવાનને હડફેટમાં લઈ કચડી નાખતાં સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું છે, જયારે કારમાં બેઠેલી એક વ્યક્તિ પણ ઘાયલ થઇ છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક હાપા ખારી વિસ્તારમાં રહેતો સોમાભાઈ ભુદરભાઈ નામનો 25 વર્ષનો કોળી પટેલ જ્ઞાતિનો યુવાન ગઈકાલે રાત્રિના 11.00 વાગ્યાના અરસામાં જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર હાપા નજીક રસ્તો ઓળંગી રહ્યો હતો, જે દરમિયાન જામનગર તરફથી પુરપાટ વેગે આવી રહેલી જી.જે.10 બી.જી. 7060 નંબરની કારના ચાલકે તેને અડફેટમાં લઈ લેતાં ગંભીર ઇજા થવાના કારણે તેનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું.

આ અકસ્માતમાં કારની અંદર બેઠેલી એક વ્યક્તિ પણ ઇજાગ્રસ્ત બની હતી, જેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અકસ્માતના બનાવની જાણ થતાં પંચકોશી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને કારના ચાલક સામે ગુનો નોંધી કાર કબજે કરી છે, જ્યારે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરને સ્માર્ટ સીટી બનાવવા ધારાસભ્ય રિવાબા જાડેજાની રજુઆતના પગલે નવા બસ ડેપો માટે થશે કાર્યવાહી

0

જામનગરને સ્માર્ટ સીટી બનાવવા ધારાસભ્ય રિવાબા જાડેજાની રજુઆતના પગલે નવા બસ ડેપો માટે થશે કાર્યવાહી

  • જામનગર શહેર 78 ઉત્તર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજાની રજૂઆતને 20 જ દિવસમા મળ્યો પ્રતિસાદ
  • મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનો આભાર વ્યક્ત કરતા ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા

દેશ દેવી ન્યુઝ જામનગર: તા. ૧૧ ફેબ્રુઆરી ૨૩ જામનગર સ્માર્ટ સીટી તરફ ખરા અર્થમા આગળ ધપી રહ્યુ છે કેમકે ધારાસભ્ય રિવાબા જાડેજાની રજુઆતના પગલે જામનગરમાં નવા બસ પોર્ટમાટે કાર્યવાહી હાથ ધરાનાર છે, આ અંગે રજુઆત કર્યાના 20 જ દિવસમા પ્રતિસાદ મળતા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનો ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાએ આભાર વ્યક્ત કર્યો છે.

જામનગર બસ ડેપોને વધુ સુવિધાસભર બનાવવાની તાતી જરૂર છે તે ધ્યાન ઉપર આવતા રિવાબા જાડેજાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇને લેખીત મુદાસર રજુઆત કરી હતી. ત્યારે જામનગર શહેરના બસ સ્ટેશનને આધુનિક બસ પોર્ટ બનાવવા આપવામાં આવેલી અરજીનો સ્વીકાર કરી, તે અંગેની કાર્યવાહી આગળ વધારવા બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરાયાનુ ધારાસભ્ય રિવાબા જાડેજાની અખબારી યાદીમા જણાવાયુ છે.

ગુજરાતના મુખ્યમંત્રીએ રિવાબાએ કરેલી રજુઆતનો સાનુકુળ અને ત્વરીત પ્રતિસાદ આપતા પત્ર લખ્યો કે, જામનગર ખાતેના બસ સ્ટેશનને આધુનિક બસ પોર્ટ બનાવવા બાબતનો આપનો પત્ર મળેલ છે. આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા સારુ અધિક મુખ્ય સચિવ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગને મોકલી આપવામા આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે જામનગર શહેરને હજુ વધુ સુવિધાસભર અને સ્માર્ટ સીટી તરફ લઇ જવા નાગરીક સુવિધાના અનેક વિકાસ કાર્યો સુખાકારીની યોજનાઓ વગેરે ચાલુ છે અને અનેકવિધ કાર્યો ના આયોજનો કરવામા આવી રહ્યા છે, ત્યારેજામનગર શહેરના બસ સ્ટેશનને આધુનિક બસ પોર્ટ બનાવવા આપવામાં આવેલી અરજીનો સ્વીકાર કરી, તે અંગેની કાર્યવાહી આગળ વધારવા બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો ખુબ ખુબ આભાર વધુ એક વખત 78 જામનગર ઉતરના ધારાસભ્ય શ્રીમતિ રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાએ વ્યક્ત કર્યો છે.

જામનગર બસ પોર્ટના આધુનિકરણના પગલે જામનગર સહિત હાલારની જનતા અને મુસાફરોને એક ઉત્તમ સુવિધા મળશે અને જેના પગલે એસટી બસનો ઉપયોગ કરતા લોકો અને મુસાફરોની સંખ્યામાં પણ વધારો થશે, ત્યારે ધારાસભ્ય રિવાબા જાડેજાનની રજૂઆતને તાત્કાલિક સફળતા મળી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.