Saturday, October 17, 2026
Home Blog Page 241

જામનગરમાં કોમ્પલેક્સના પાર્કિંગમાં સંસ્કારી યુવક ”બેટરી ચોર” તો CCTVમાં કેદ : જુવો VIDEO

0

જામનગરમાં ચોરોને મોકળું મેદાન : વધુ એક ચોરી CCTV કેમેરામાં કેદ :

  • અંબર સીનેમા રોડ પર આવેલા ન્યો સ્કેવરનો બનાવ
  • કોમ્પલેક્સના પાકિંગ લુખ્ખા તત્વોઓના અડ્ડા બની ચુક્યા છે. પોલીસ પેટ્રોલિંગ વધારવા લોકો માંગ કરી ર

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૨ ફેબ્રુઆરી ૨૩ જામનગર અંબર સીનમાં રોડ પરના ન્યો સ્કેવરમાં ચોરોની રંજાડથી કોમ્પલેકસ ધારકો ત્રસ્ત થયા છે. અવાર-નવાર પેટ્રોલ ચોરી, બેટરી ચોરી જેવી સમસ્યા હવે રોજીંદી બની ગઇ છે. પરિણામે કોમ્પલેક્સમાં આવતા લોકો પોતાના વાહનો પાકિંગની જગ્યાએ બહાર પાર્ક કરવા વધુ સેફ માને છે. કોમ્પલેક્સમાં કામ અર્થે આવતા લોકો પાકિંગમાં વાહન પાર્ક કર્યા બાદ વાહનોમાંથી પેટ્રોલ ચોરી, બેટરી ચોરી તથા નુકસાનની અનેક ફરીયાદ ઉઠવા પામી છે.

તેવામાં ઋતુરાજસિંહ જાડેજા નામના યુવકની બાઈકમાંથી અઠવાડીયામાં બે વાર ચોરી થતા પાકિંગ માં લાગેલ CCTV કેમેરા ચેક કરત સંસ્કારી ઘરનો યુવક બેટરી ચોરતો CCTVમાં કેદ થયો હતો જેને લઈ અજાણ્યા શખ્સ સામે ફરિયાદની તજવીજ હાથ ધરી છે. હાલ તો લેટેસ્ટ બેટરીચોરનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તે જોતા શહેરમાં ચોરોને મોકળું મેદાન હોય તેવું લાગી રહ્યું છે.

કલ્યાણપુર તાલુકાના માળી ગામનો શખ્સ દેશી તમંચા સાથે ઝડપાયો

0

કલ્યાણપુર તાલુકાના માળી ગામનો ગઢવી શખ્સ દેશી તમંચા સાથે ઝડપાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૦ ફેબ્રુઆરી ૨૩ ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લાની ગુના શોધક શાખા દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત હેડ કોન્સ્ટેબલ જેસલસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના માળી ગામે રહેતા રણમલ જીવણ જામ નામના ગઢવી શખ્સને દેશી બનાવટના તમંચા જેવા હથિયાર ઉપરાંત સાત નંગ ખાલી કેપ સાથે ઝડપી લીધો હતો.

આ પ્રકરણમાં પોલીસે રૂપિયા 5,000 ની કિંમતના હથિયાર સહિતના મુદ્દામાલ સાથે રણમલ જીવણ જામની અટકાયત કરી, આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી, વધુ તપાસ અર્થે તેનો કબજો કલ્યાણપુર પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કૃષ્ણપાલસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, સજુભા જાડેજા, વિપુલભાઈ ડાંગર, જેસલસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, સચિનભાઈ નકુમ તથા હસમુખભાઈ કટારા દ્વારા કરવામાં આવી હતી.

કાલાવડના પટેલ યુવાન સાથે ઓનલાઇન છેતરપીંડી: ખોટકાયેલી જીપ બટકાવી દીધી!

0

કાલાવડના યુવાન સાથે ઓનલાઇન છેતરપીંડી: ખોટકાયેલી જીપ બટકાવી દીધી!

  • મહારાષ્ટ્રના બે શખ્સોએ રૂા.5 લાખ 40 હજારની છેતરપિંડી આચયા ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૦ ફેબ્રુઆરી ૨૩: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામના એક યુવાનને ઓનલાઈન જીપની ખરીદી કરવામાં કડવો અનુભવ થયો છે, અને મહારાષ્ટ્રના બે શખ્સોએ ખામીવાળી જીપ પધરાવી દઈ રૂપિયા 5.40 લાખ ની રકમ પડાવી લઇ વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. આ ફરિયાદ ના બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતા ભાવેશભાઈ ગોવિંદભાઈ વિરડીયા નામના 38 વર્ષના પટેલ યુવાને મહારાષ્ટ્રના મુંબઈના શૈલેષ જૈન તેમજ દાનિશ અખ્તર અંસારી નામના બે શખ્સો સામે જીપની ખરીદીના બહાને પોતાની સાથે રૂપિયા પાંચ લાખ ચાલીસ હજારની છેતરપિંડી કર્યાની ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાવી છે. ફરિયાદી યુવાને બંને આરોપીઓ પાસેથી ઓનલાઈન શોપિંગના માધ્યમથી જૂની કમ્પાસ જીપ ખરીદી હતી. બંને વચ્ચે 10 લાખ રૂપિયામાં સોદો થયો હતો, અને તે રકમ ઓનલાઈન પેમેન્ટ કરી દીધા પછી જીપ મંગાવી હતી, પરંતુ તે જીપ ખામીવાળી આવી હોવાથી પરત મોકલાવી લીધી હતી.

જેની અડધી રકમ એટલે કે 4.60,000 આરોપીએ ચૂકવી દીધા હતા, પરંતુ હજુ પાંચ લાખ ચાલીસ હજારની રકમ આપવાની બાકી હતી. જે બે મહિનાથી આપતા ન હતા, અને છેતરપિંડી કરી હોવાથી આખરે મામલો પોલીસ મથકમાં લઈ જવાયો છે.

ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા શિવ શોભાયાત્રા નું સ્વાગત કરાયું

0

ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા શિવ શોભાયાત્રા નું સ્વાગત કરાયું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૦ ફેબ્રુઆરી ૨૩ જામનગર મહાદેવ મિત્ર મંડળ તથા હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા જામનગરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા બેડી ગેઈટ ખાતે આ શોભાયાત્રા નું સ્વાગત કરવામાં આવેલ. તથા આશુતોષ મહારાજ ની પાલખી ને વધાવી મહાદેવ ને પુષ્પહાર અને પુષ્પ અર્પણ કરવામાં આવેલ.

આ તબક્કે શહેર અધ્યક્ષ ડૉ. વિમલભાઈ કગથરા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રીવાબા જાડેજા, મહામંત્રી વિજયસિંહ જેઠવા, મેયર બીનાબેન કોઠારી, સ્ટે. કમિટી ચેરમેન મનીષ કટારીયા, સાસકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા, પૂર્વ મેયર અને પવન હંસ ના ડાયરેકટર અમીબેન પરીખ, દિનેશભાઈ પટેલ, વેપારી અગ્રણી જીતુભાઈ લાલ, મહાદેવ મિત્રમંડળના રાજુભાઈ મહાદેવ, કોર્પોરેટરઓ, શહેર સંગઠનના હોદેદારો, શીક્ષણ સમિતિના સભ્યો, વિવિધ મોરચા પ્રમુખ, પદાધિકારીઓ, વોર્ડ સમિતિના પદાધિકારી, હોદેદારો સહિત કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી શિવશોભા યાત્રાનું ભવ્ય સ્વાગત કરેલ. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકરની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.

જામનગરમાં પ્રેમ પ્રકરણમાં બઘડાટી:  પ્રેમિકાના પિતા ઉપર અને પ્રેમીના મામા પર હુમલો

0

જામનગરમાં પ્રેમ પ્રકરણમાં બઘડાટી:  પ્રેમિકાના પિતા ઉપર અને પ્રેમીના મામા પર હુમલો

  • પ્રેમપ્રકરણ કારણભૂત : સામસામી ફરીયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૨૦ ફેબ્રુઆરી ૨૩ જામનગરમાં ગોકુલ નગર શેરી નંબર-8 માં રહેતા અને કડિયા કામ કરતા અશોકભાઈ મનજીભાઈ આરઠીયા નામના 48 વર્ષના કોળી યુવાને પોતાના ઉપર જીવલેણ હુમલો કરવા અંગે ગોકુલનગર નજીક દલવાડી નગરમાં રહેતા જગદીશ જીવણભાઈ ડાભી અને તેના પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે, ત્યારે તેની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં રીફર કરાયો છે. જેને માથામાં કુહાડી નો ઘા વાગ્યો છે, તેમજ લોખંડના એંગલના ઘા લાગવાના કારણે તેની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર અશોકભાઈ આરઠીયા ની પુત્રી, કે જેણે આરોપી જગદીશ ડાભીના ભાણેજ રવિ સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા, જેના મનદુ:ખના કારણે આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.

જ્યારે સામા પક્ષે ગોકુલ નગર દલવાડી વાસમાં રહેતા અને રિક્ષા ડ્રાઇવિંગ કરતા જગદીશ જીવણભાઈ ડાભી એ પોતાના માથા ઉપર કુહાડાનો ઘા ઝીકી ગઈ ખૂનની કોશિશ કરવા અંગે અશોક મનજી આરઠીયા સામે વળતી ફરિયાદ નોંધાવી છે, અને તેને પણ જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે.

હુમલાખોર આરોપી અશોક આરઠીયાની પુત્રી કે જે ફરિયાદી જગદીશ ડાભી ની રિક્ષામાં અવજવર કરતી હતી, અને અગાઉ જગદીશના ભાણેજ રવિ સાથે આરોપીની પુત્રીનું સગપણ થયું હતું. પરંતુ તે સગપણ ફોક કરી નાખ્યું હોવાથી બંને વચ્ચે ગજગ્રાહ ચાલતો હતો. પરંતુ યુવક યુવતી બંનેએ પ્રેમ લગ્ન કરી લીધા હતા, જેના મન દુ:ખના કારણે પોલીસમાં જાહેર થયું છે. સીટી સી. ડિવિઝન પોલીસમાં બંને પક્ષે સામ સામે હત્યા પ્રયાસ અંગેની ફરિયાદો નોંધાવાઈ છે. સમગ્ર મામલે પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવે છે.

જોડીયા પાસે પોલીસની હત્યાનો પ્રયાસ: PSIએ કર્યું ફાઇરીંગ : જુવો Video

0

આરોપીઓ દ્વારા પોલીસની હત્યાનો પ્રયાસ PSI રવિરાજસિંહ ગોહિલ દ્વારા ફાયરીંગ

  • મોરબીના અપહરણકાંડમાં જોડિયાના ભાદરા ગામે સર્જાયા ફિલ્મી દ્રશ્યો
  • ફરજ પરના ફોજદારે સર્વિસ રિવોલ્વરમાંથી ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરતા કારચાલક ફરાર થયા બાદ પોલીસે પીછો કરી દબોચી લીધો

દેશદેવી ન્યુઝ જામનગર તા.૧૮ ફેબ્રુઆરી ૨૩ જોડિયા તાલુકાના ભાદરા ગામના પાટીયા નજીક ગઈકાલે સાંજના સમયે નાકાબંધી દરમિયાન પોલીસે મોરબી તરફથી આવતી સ્કોર્પિયો કારને અટકાવવાનો પ્રયાસ કરતાં કારચાલકે પોલીસ ઉપર કાર ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો

જામનગર મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ તથા સ્ત્રી અત્યાચારના ગુનાનો આરોપી તેની જીજે-36-એએફ-0786 નંબરની કાર લઇને નાશી ગયો હતો. આ આરોપી નાશી ગયાની જાણ થતા જોડિયા અને જામનગર જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી હતી. દરમિયાન જોડિયા તાલુકાના ભાદરા પાટીયા નજીક પીએસઆઈ આર.ડી. ગોહિલ તથા સ્ટાફે નાકાબંધી કરી હતી અને તે સમયે નાશી ગયેલો સ્કોર્પિયો કારચાલક મોરાણા થી ભાદરા પાટીયા તરફ પૂરઝડપે આવી રહ્યો હતો. પોલીસ દ્વારા રોકવાનો પ્રયાસ કરાતા બેખોફ કારચાલકે તેની કાર પીએસઆઈ ગોહિલ અને તેના સ્ટાફ ઉપર ચડાવી દઈ હત્યા નિપજાવવાનો પ્રયાસ કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતાં. જેથી પીએસઆઇ રવિરાજસિંહ ગોહિલે તેની સર્વિસ રિવોલ્વરમાંથી ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યા હતાં. જેમાંથી બે રાઉન્ડ ફાયર થયા હતા અને એક મીસ ફાયર થયું હતું. આરોપીઓએ ફાયરીંગ થતા તેની કાર મારી મૂકતા પોલીસે પીછો કર્યો હતો.

પોલીસ દ્વારા પીછો કરાતા આરોપીઓએ કાર કેશિયા ગામ તરફ મારી મૂકતા રોડ સાઈડમાં બનાવેલી સિમેન્ટની પાળી સાથે અથડાતા બંને આરોપીઓ નાશી ગયા હતાં. ત્યારબાદ પાછળ આવેલી પોલીસે કાર કબ્જે કરી નાશી ગયેલા સલીમ દાઉદ માણેક અને રફિક ગફુર મોવર નામના બંને આરોપીઓને કેશિયાથી હાડાટોડા તરફના માર્ગ પરના સીમ વિસ્તારમાંથી રૂા.40 હજારની કિંમતના બે મોબાઇલ સાથે દબોચી લીધા હતાં તેમજ પીએસઆઈ રવિરાજસિંહ .ડી ગોહિલ તથા એએસઆઈ અજીતસિંહ જાડેજા, હેકો જીતેશ મકવાણા, નિકુલસિંહ જાડેજા, પો.કો. અશોકસિંહ જાડેજા, રવિ જોશી સહિતના સ્ટાફે બંને આરોપીઓ વિરુધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી પૂછપરછ હાથ ધરતા સલીમ માણેક વિરુધ્ધ મોરબી બી ડીવીઝન, માળિયા, મોરબી તાલુકા, ભૂજ બી ડીવીજન, સુરેન્દ્રનગર એ ડીવીઝન, જોડિયા પોલીસ સ્ટેશન, મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે. ગુનાહિત ઈતિહાસ ધરાવતા બંને આરોપીઓની પોલીસે પૂછપરછ હાથ ધરી હતી.

જામનગરમાં બનાવટી તમાકુંની ફેકટરી ઝડપાઇ: જીતુ હિરાણીની અટકાયત

0

જામનગર શહેરમાંથી બનાવટી તમાકુ બનાવવાની ફેકટરી ઝડપી પાડતી એસ.ઓ.જી.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૮ ફેબ્રુઆરી ૨૩: જામનગર શહેરના રણજીતસાગર રોડ પર રહેતાં વેપારી શખ્સ દ્વારા બનાવટી બાગબાન તમાકુ બનાવતો હોવાની જાણના આધારે એસઓજીની ટીમે રેઈડ દરમિયાન બનાવટી તમાકુ બનાવવાની મિની ફેકટરી સાથે શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગત મુજબ, જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલી મંગલદીપ સોસાયટી શેરી નં.2 માં રહેતો અને વેપાર કરતા જીતેશ ઉર્ફે જીતુ દેવરાજ હીરાણી નામનો શખ્સ તેના ઘરે ડુપ્લીકેટ તમાકુ બનાવતો હોવાની એસઓજીને મળેલ બાતમીના આધારે પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ બી.એન. ચૌધરી અને પીએસઆઈ જયદિપસિંહ ડી.પરમારના માર્ગદર્શન હેઠળ સ્ટાફે રેઈડ દરમિયાન જીતેશ ઉર્ફે જીતુ દેવરાજ હીરાણીના મકાનમાંથી ડુપ્લીકેટ તમાકુ બનાવવાની મિની ફેકટરી ઝડપી લીધી હતી. એસઓજીની ટીમે રેઈડ દરમિયાન મકાનમાંથી બાગબાન તમાકુ 138 ના 900 નંગ પાઉચ અને લૂઝ 1 કિલો તમાકુ તથા બાગબાન તમાકુ 138 લખેલા પાઉચ પેકીંગ કરવાના પ્રિન્ટીંગ રોલ અને પાઉચ પેકીંગ કરવા માટેનું હાથ બનાવટનું ઈલેકટ્રીક મશિન સહિત રૂા.1,09,080 નો સામાન મળી આવતા એસઓજીની ટીમે જીતેશની ધરપકડ કરી તેના વિરુધ્ધ ગુનો નોંધી સિટી એ ડીવીઝન પોલીસને સોંપી આપ્યો હતો. જેના આધારે હેકો પી.ટી. જાડેજા તથા સ્ટાફે વધુ તપાસ હાથ ધરી હતી.

જામનગર ST બસ બની ધક્કા ગાડી : વીડીયો થયો વાયરલ : જુવો Live Video

0

જામનગર ST ડેપોમાં બસ ખોટકાઈ જતા થયો ટ્રાફિક જામ : મુસાફરો દ્વારા ધક્કા મારતો વિડીઓ થયો વાઈરલ

  • થોડી શણ તો’ ડ્રાઈવરને પણ ખબર ન પડી કે શું થયું : મુસાફરો અટવાયા
  • પેસેન્જરે ઉતરી ધક્કો મારતા રમુજી ફેલાઈ: ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૭ ફેબ્રુઆરી ૨૩ જામનગર શહેરના ST ડેપોમાં બસ અચાનક રોડ વચ્ચે બંધ થઈ જતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો બીજી બાજુ ડેપોમાં સતત બસની અવરજવર રહેતી હોવાના કારણે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા જેને લઈ ડેપોની બહાર ચક્કાજામ જોવા મળ્યું હતું, ટ્રાફીકથી ધમધમતા અને સદાને માટે શિરદર્દ બનેલા રોડ ઉપર અચાનક એસટી બસ બંધ પડી જતા મુસાફરો ધક્કો મારવાનો વારો આવ્યો હતો. એસટી વિભાગ દ્વારા અલગ અલગ રૂટમાં ફાળવેલી અનેક બસો ખખડધજ અવસ્થામાં છે. અવાર-નવાર એસ.ટી બસને ધક્કા મારતા વિડીયો સામે આવે છે. હમેશાને માટે લાંબા રૂટની બસોના પેસેન્જર ને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાની અવાર નવાર ફરિયાદ પેસેન્જરોએ ડેપો મેનેજરને કરી છે.

ત્યારે આ મામલે બસમાં મુસાફરો દ્વારા નીચે ઉતરી અને બસ શરૂ કરવા માટે ધક્કો મારવામાં આવ્યા હતા તેમ છતાં પણ બસ શરૂ થઈ ન હતી ત્યારે રોડ ઉપર ટ્રાફ્કિ જામ થઈ જવા પામ્યો હતો અને ભારે રમુજી ફેલાઈ હતી. તેવામાં કોઈ રાહદારીએ એસટી બસની ધક્કા મારતા હોય તેવો વિડીયો ઉતારી લઈ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેતા એસટીના તંત્ર ઉપર સવાલો ઉભા થયા છે.બીજી બાજુ ધક્કાનું ચિત્ર જોઈ હર-કોઈએ પેટ પકડીને આનંદ માણ્યો. હાલતો વાયરલ વિડીઓએ શોશિયલ મડીયામાં ધૂમ મચાવી છે.

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં ગોદામમાં ભિષણ આગ

0

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં ગોદામમાં ભિષણ આગ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૭. ફેબ્રુઆરી ૨૩ જામનગરના બેડેશ્વર વિસ્તારમાં સંજય ઓઇલ મીલની પાછળ આવેલા અરવિંદભાઈ હીરજીભાઈ ગોરી નામના વેપારીના ગોડાઉનમાં ખાલી બારદાન નો મોટો જથ્થો રાખવામાં આવ્યો છે, જેમાં વહેલી સવારે 7.15 વાગ્યાના અરસામાં અકસ્માતે આગ ભભૂકી ઉઠી હતી, અને જોત જોતામાં ખાલી બારદાન નો મોટો જથ્થો સળગવા લાગ્યો હતો.

આગના આ બનાવ અંગે જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખા ને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને સતત એકાદ કલાકની જહેમત પછી પાણીના ચાર ટેન્કરોનો ઉપયોગ કરીને આગને કાબુમાં લીધી હતી. જે આગ ના કારણે બારદાન નો મોટો જથ્થો બળીને ખાખ થયો હતો. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

જામનગરના ‘નટવરલાલે’ કારખાનેદાર સાથે આચરી ૨૪ લાખની છેતરપિંડી

0

જામનગરના ‘નટવરલાલ’નું વધુ એક મોટું કારસ્તાન: કારખાનેદાર સાથે આચરી રૂા.૨૪ લાખની છેતરપીંડી 

  • અગાઉ આવકવેરા ખાતામાં નોકરીની લાલચ આપી અનેકને છેતર્યા, આરોપી જેલમાં હોય અને નવું કાંડ બહાર આવ્યું

દેશ દેવી ન્યુઝ જામનગર : તા.૧૬ ફેબ્રુઆરી ૨૩ જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં રહેતા અને બ્રાસપાટ નો વ્યવસાય કરતા રવજીભાઈ પ્રાગજીભાઈ ધારવીયા નામના વેપારીએ પોતાની સાથે રૂપિયા 23.98 લાખની છેતરપિંડી કરવા અંગે જામનગરના વિશાલ હેમંતભાઈ કણસાગરા સામે ફરિયાદ નોંધાવી છે, જ્યારે આ કાર્યમાં મદદ કરી કરી તેને મૃત જાહેર કરવા અંગે તેના પિતા હેમતભાઈ કણસાગરા સામે પણ પોલીસે ગુનો નોંધ્યો છે.

પોલીસમાં જાહેર કરાયા અનુસાર ગત તારીખ o૧-૧-૨૦૧૯ ના દિવસે ફરિયાદી વેપારી પાસે આરોપી વિશાલ કણસાગરા આવ્યો હતો, અને પોતે ભારતની ખ્યાતનામ હેવલ્સ ઇન્ડિયા લિમિટેડ કંપનીના કર્મચારી તરીકે કામ કરે છે, અને બ્રાસ પાર્ટ નો માલ સામાન ખરીદવો છે, તેમ કહી ૨૩.૯૮ લાખ નો માલ સામાન ખરીદી લીધો હતો, અને પછી નાણા આપ્યા ન હતા. ત્યારબાદ વેપારી દ્વારા વિશાલ કણસાગરા ની શોધખોળ કરાવતાં તેના પિતા હેમંતભાઈ કણસાગરા ના નામથી પોતે મૃત્યુ પામ્યો છે તેવી જાહેરાત કરાવી દીધી હતી. જેથી વેપારીએ પોતાના નાણા ડૂબી ગયા હોવાનું અનુમાન લગાવ્યું હતું.

પરંતુ તાજેતરમાં વિશાલ કણસાગરા સામે જુદા જુદા પોલીસ મથકમાં લોકોને નોકરી અપાવી દેવાના બહાને ચીટીંગના ગુનાઓ નોંધાયા હતા, જેથી તેઓએ તપાસ કરી હતી. દરમિયાન હાલમાં વિશાલ કણસાગરા કે જે જેલવાસ ભોગીલ ભોગવી રહ્યો છે, જેથી જેલમાં જઈને તપાસણી કરતા પોતાની પાસેથી બ્રાસનો સામાન લઈને રફુચકકર થયેલો આરોપી હાલ જીવીત છે, તેવી જાણકારી મળી હતી. જેથી રવજીભાઈ ધારવીયા એ પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિશાલ હેમતભાઈ કણસાગરા અને તેના પિતા હેમંતભાઈ કણસાગરા સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને પોલીસે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે વિશાલ કણસાગરા નો જેલમાંથી કબજો મેળવવા માટેની કાર્યવાહી આરંભી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.