જામનગરમાં પુત્ર-પુત્રવધૂએ પિતાને ખાટલા સાથે બાંધીને ગળેટૂંપો દઈ હત્યા કરી નાખતા ખળભળાટ
- ખાટલા સાથે બાંધી ગળેટૂંપો દઈ કરી હત્યા
- હત્યા કરી ફરાર થઈ ગયેલા દંપતીની ધરપકડ
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૭ ફેબ્રુઆરી ૨૩ જામનગર ગોકુલનગર પાસેના સરદારનગર શેરી નં-૭ માં રહેતા પરપ્રાંતિય આધેડની ખાટલા બાંધી મોઢે ડૂચો દીધેલ હાલતમાં મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી બનાવની જાણના પગલે LCB તથા સીટી-સી ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો તપાસ આરંભી હતી જેમાં પરિવાર શંકાના દાયરામાં હોવાથી પુત્ર અને પુત્રવધુની શોધખોળ હાથ ધરી તેને દબોચી લીધા હતા અને હત્યાનો ભેદ ઉકેલાયો હતો.
પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગરમાં ચોરીના ટેવવાળા પુત્રને પિતાએ ઠપકો આપતા કપાતર પુત્ર અને પુત્રવધુએ મળીને પિતાને ખાટલા સાથે બાંધીને મોઢે ડુચો દઈને દોરી વડે ગળાફાંસો આપીને કરપીણ હત્યા નિપજાવી નાશી છુટતાં ચકચાર મચી જવા પામી છે. વેસ્ટ બંગાળના વતની અને હાલ જામનગર શહેરના ગોકુલનગર સરદારનગર શેરીનં-૭માં ભાડાના મકાનમાં રહેતા શંકરદાસ ભૂધરદાસ બાવાજી (ઉ.વ.૫૫) નામના આધેડ પોતાના પુત્ર સુનિલદાસ સાથે રહેતા હોય અને સુનિલ ચોરી કરવાની ટેવવાળો હોવાથી પિતા-પુત્રને અવાર-નવાર ઝગડા થતા હતાં. બે દિવસ પહેલા સુનીલે કોઈ જગ્યાએ ચોરી કર્યાની પિતાને શંકા જતાં ઠપકો આપ્યો હતો. જે બાબતનો ખાર રાખીને ગતરાત્રીના પુત્ર સુનિલદાસ શંકરદાસ બાવાજી અને પુત્રવધુ સુનૈના સુનીલદાસ બાવાજીએ ઉશ્કેરાઈ જઈને પિતા શંકરદાસને ખાટલામાં હાથ-પગ દોરી વડે બાંધી દઈને મોઢે ડુમો દઈને દોરીથી ગળાફાંસો આપીને હત્યા નિપજાવીને દંપતિ ત્રણ પુત્રી અને બે પુત્રો સાથે નાશી છુટ્યા હતાં બાદમા પોલીસે ઝડપી લીધા હતા. સવારે આ બાબતની જાણ થતાં આજુબાજુમાં જ રહેતા અન્ય પુત્રો તેમજ પત્ની સહિતના પરિવારજનો પહોંચી ગયા હતાં અને પોલીસને જાણ કરતાં
સીટી-સીના પીઆઈ પી.એલ.વાઘેલા તેમજ એલસીબી પીઆઈ જે.વી.ચૌધરી, પીએસઆઈ એસ.પી.ગોહિલ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. મૃતદેહનો કબ્જો સંભાળીને પીએમ માટે મોકલી દીધો હતો.મૃતકના પુત્ર અનિલદાસ શંકરદાસ બાવાજીએ પોલીસમાં મોટાભાઈ સુનિલદાસ અને ભાભી સુનૈના સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે પુત્ર અને પુત્રવધૂ સામે હત્યાની કલમ હેઠળ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ નોટીસમાં જણાવ્યા પ્રમાણે નીતિનભાઈ માડમ જામનગર મહાનગરપાલિકાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ભૂતપૂર્વ સભ્ય છે. સામાજિ કાર્યકર હોય, લોકોની સુરક્ષા, સુવિધા અને સુખાકારી અંગે અવારનવાર નોટીસ લેનાર રૂબરૂ તથા સ્ટાફ સમક્ષ રૂબરૂ પ્રશ્નો ઊઠાવી તેના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહે છે. તેમજ સામાજિક કાર્યકર હોવાથી લોકો પણ પોતાના પ્રશ્નોની રજૂઆત તેમને કરતા હોય છે.
આ હકીકત ધ્યાનમાં આવતા તેમના દ્વારા હકીકત જાણવા પ્રયત્ન કરતા જાણ થયેલ કે, આ પુલ બનાવવામાં કોઈ સરકારી ડિપાર્ટમેન્ટની મંજુરી લેવામાં આવેલ નથી. તેમ છતાં મ્યુનિ. કમિશનરને તા. ર૩-૧-ર૦ર૩ ના પત્ર લખી જાણ કરેલ છે, પરંતુ આ અંગે કોઈ જવાબ આજદિન સુધી પ્રાપ્ત થયેલ નથી, પગલાં લેવામાં આવેલ નથી. તેનો અર્થ એ કે મળેલ માહિતી મુજબ કોઈ ડિપાર્ટમેન્ટ પાસેથી મંજુરી વગર જ આ પુલનું બાંધકામ થાય છે. આ પ્રકારે જ યોગ્ય પ્રક્રિયા વગર કે સુરક્ષાના યોગ્ય પગલાં લેવાયા વગર મોરબીમાં ઝૂલતો પુલ બનાવવામાં આવેલ અને ઉતરતી ગુણવત્તાના કારણે અકસ્માત થયેલ, અને મોટી હોનારત થયેલ, અને તેના કારણે આશરે અનેક લોકોના મૃત્યુ થયા છે.આપના સત્તા ક્ષેત્રમાં અને તાબામાં આ મુજબ ગેરકાયદેસર સરકારી જગ્યા પર તથા નદી પર પુલનું બાંધકામ થતું હોય અને તેને કારણે સુરક્ષાના ગંભીર પ્રશ્નો ઉદ્ભવે તેમ હોય, આ અંગે તાત્કાલિક પગલાં લેવા માગણી છે. મ્યુનિ. કમિશનર જી.પી.એમ.સી. એક્ટની કલમ-૪૭૮ મુજબ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા સક્ષમ છે તેમજ જવાબદાર પણ છે.
આ નોટીસ અંગેનું કોઝ ઓફ એક્શન અસીલે તા. ર૩-૧-ર૦ર૩ ના નોટીસ લેનાર નંબર: ર મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખેલ ત્યારથી ઉત્પન્ન થયેલ છે.

જેની મદદથી સેમિનાર હોલમાં અન્ય ફેકલ્ટી તથા રેસિડેન્ટ ડોકટરો લાઈવ સર્જરી જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. જેનો લાભ ફેકલ્ટી ડોક્ટર્સ તથા રેસિડેન્ટ ડોકટરોએ લીધો હતો. આ સર્જરી યુટ્યુબ ચેનલમાં પણ હોવાથી વિશ્વમાં ગમે ત્યાં જોઈ શકાતી હોવાથી તબીબી શિક્ષણ હેઠળ ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી છે.
