જામનગરના ગુલાબનગર વિસ્તારમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી : લુખ્ખા તત્વોના ત્રાસથી ચોકીદારે ‘ઓલ આઉટ’ ગટગટાવ્યું
- હાજી શેરમામદ દોદાણી અગાઉ ગુલાબનગરમાં બાંધકામનું સુટીંગ કરવા ગયો હતો ત્યારે પણ બાંધકામ કરતા આસામીએ તેને લમધાર્યો હતો.
દેશ દેવી ન્યુઝ જામનગર: તા. o૪ માર્ચ ૨૩ જામનગરના ગુલાબનગર રવિ પાર્ક વિસ્તારમાં રહેતાં અને સંજયભાઈ પ્રજાપતિ નામના બિલ્ડરને ત્યાં ચોકીદારી કરતાં અબ્દુલભાઈ જોખીયા નામના યુવાન તેના ઘરે મચ્છર મારવાનું ઓલઆઉટ પી જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં આ અંગેની જાણ થતા પીએસઆઈ એસ.વી. સામાણી તથા સ્ટાફને ચોકીદાર અબ્દુલભાઈએ આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘’હાજી શેરમામદ દોદાણી ‘ નામનો શખ્સ બિલ્ડર સંજયભાઈ પ્રજાપતિ વિરૂધ્ધ મહાનગરપાલિકા અને કલેકટર ઓફિસમાં બાંધકામ બાબતની ખોટી અરજી કરતો હતો અને બિલ્ડરને ત્યાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા અબ્દુલભાઈને નોકરી મૂકી દેવાનું જણાવતા તેણે નોકરી મૂકવાની ”ના” પાડતા હાજી દોદાણીએ ચોકીદારને અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપી હતી.
જેના કારણે મનમાં ખોટું લાગી આવતા ચોકીદાર અબ્દુલએ મચ્છર મારવાનું ઓલઆઉટ પી ગયો હોવાનું જણાવ્યું હતું.’ જેના આધારે પોલીસે હાજી દોદાણી વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.ઉલ્લેખનીય છે કે હાજી શેરમામદ દોદાણીએ અગાઉ પાંચ મહિના પહેલા ગુલાબનગર વિસ્તારમાં બાંધકામ સાઇટનું શૂટિંગ કરવા જતા બિલ્ડરે લમધાર્યો હોવાનું પણ માલુમ પડેલ છે.

બનાવની વિગત મુજબ નાગેશ્વર વિસ્તારમાં ખેતાણી ટાઇલ્સ નામથી દુકાન ધરાવતા હરીશભાઈ ખેતાણી નામના વેપારી ઉપર સામાન્ય બાબતે માં દીકરો સહિત ત્રણ શખ્સોએ ઢીકાપાટુનો મુંઢ મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ભારે ચકચાર મચી જવા પામી છે.
બનાવના પગલે સીટી-બી ડિવિઝનના PSI વાઢેર તથા સ્ટાફ પોલીસ હોસ્પિટલ દોડી જઈ હરીશભાઈ ખેતાણીની ફરિયાદ પરથી
આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા, અને મોડી રાત્રે વાલ્મિકી સમાજનું ટોળું એકત્ર થયું હતું, અને મહાવીર નગર પેટા પંચાયત વાલ્મિકી સમાજના પ્રમુખ કાંતિભાઈ પાટડીયાની આગેવાનીમાં જિલ્લા પોલીસવડાને એક અરજી આપી આરોપી સામે તાત્કાલિક અટકાયત કરવા માંગણી કરી હતી.
પોલીસ તંત્ર દ્વારા કડક પગલાની હૈયા ધારણા અપાતાં આખરે મામલો થાળે પડ્યો હતો. આગામી દિવસોમાં આવા તત્વો સામે યોગ્ય કાર્યવાહી નહીં થાય, તો સમગ્ર વાલ્મિકી સમાજ વધુ ઉગ્ર બનશે તેવી ચીમકી પણ અપાઇ હતી. એક તરુણીના અપહરણ પછી મુસ્લિમ શખ્સ દ્વારા ગઈ કાલે મોડી સાંજે આવીને ધમાચકડી મચાવી હતી . આ મામલો પોલીસ તકે લઈ જવાયા પછી પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો છે, અને અટકાયત કરી લીધી છે.
