Sunday, October 18, 2026
Home Blog Page 238

જામગરમાં ભાજપ-અદાણીની સાંઠ-ગાંઠના આક્ષેપ સાથે શહેર કોંગ્રેસના ધરણાં

0

જામગરમાં ભાજપ-અદાણીની સાંઠ-ગાંઠના આક્ષેપ સાથે શહેર કોંગ્રેસના ધરણાં

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૧૧ માર્ચ ૨૩ દેશના ટોંચના ઉદ્યોગ ગ્રુપ અદાણી સાથે કેન્દ્ર સરકારની સાંઠગાંઠના વિરોધમાં જામનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે લાલ બંગલા સર્કલમાં ધરણાં યોજવામાં આવ્યા હતા. તેમજ અદાણી-મોદી ભાઇ-ભાઇ તેમજ બેન્ક બચાવો, દેશ બચાવોના નારા લગાવવામાં આવ્યા હતા.દેશની ગરીબ પ્રજાના નાણાં ડુબાડનાર અદાણી કૌભાંડના વિરોધમાં યોજાયેલાં આ ધરણાંના કાર્યક્રમમાં જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભરવડિયા, પૂર્વ ધારાસભ્ય પ્રવિણ મુસડીયા, જામ્યુકોના વિરોધપક્ષના નેતા ધવલ નંદા, કોર્પોરેટર જેનબબેન ખફી, કોંગ્રેસ મહિલા અગ્રણી સહારાબેન મકવાણા સહિતના કાર્યકરો જોડાયા હતા.

જામનગરમાં બ્યુટી પાર્લર સંચાલિકા પર મહિલા સહિત 4 શખ્સો ટુટી પડ્યા

0

જામનગરમાં બ્યુટી પાર્લર સંચાલિકા પર મહિલા સહિત ૪ શખ્સોનો જીવલેણ હુમલો

  • આરોપી :- (૧) ઈસ્માઈલભાઈ બોધુભાઈ સમા (૨) અલ્તાફભાઈ બોધુભાઈ સમા (૩) હારુનભાઈ હુસેનભાઇ રાવપુરા રહે ઉપલેટા જિલ્લો રાજકોટ (૪) હવાબેન બોધુભાઈ સમા રહે જામનગર.
  • જમીન બાબતનો ઝઘડો કારણભૂત

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૧ માર્ચ ૨૩ : જામનગરના ઢીચડા રોડ પર વાયુનગરમાં રહેતી અને બ્યુટી પાર્લર ચલાવતી સોનલબેન ફિરોજભાઈ નોતિયાર નામની યુવતીએ પોતાના ઉપર છરી વડે ઈજા પહોંચાડવા અંગે, તેમજ ધોકા પડે અને ઇંટનો ઘા કરી માર મારવા અંગે જામનગરમાં રહેતા ઈસ્માઈલભાઈ બોદુભાઈ સમા, અલ્તાફભાઈ બોદુભાઇ સમા, ઉપરાંત ઉપલેટાના હારૂન હુસેનભાઇ રાવપુરા અને જામનગરની હવાબેન બોદુભાઈ સમા સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી યુવતીના ભાઈને આરોપીઓ સાથે જમીન બાબતે ઝઘડો ચાલે છે, અને તે અંગે ફરિયાદ કરી છે. જે ફરિયાદ અંગેનું મન દુ:ખ રાખીને આ હુમલો કરાયા નું પોલીસમાં જાહેર થયું છે. સીટી – સી પોલીસે IPC કલમ ૩૨૪ ૩૨૩ ૨૯૪(ખ) ૧૧૪ તથા GP એક્ટ ૧૩૫ (૧) મુજબ ગુનોં નોંધી આરોપીની શોધખોળ આદરી છે.

 

મેગા ડીમોલીશન : દ્વારકા બાદ હર્ષદમાં ગેરકાયદેસર ખડકાયેલ બોધકામો દૂર કરાયા

દ્વારકા બાદ હવે હર્ષદમાં મેગા ડીમોલીશન 1200 જેટલા પોલીસ કર્મીઓની ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે હર્ષદમાં સરકારી જમીનો પરના ગેરકાયદે દબાણો દૂર કરાયા

દેશ દેવી ન્યુઝ તા.૧૧ માર્ચ ૨૩ ખંભાળિયા: દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ઐતિહાસિક ધર્મ સ્થળ હર્ષદ (ગાંધવી) ખાતે આજથી શરૂ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના વડપણ હેઠળ સ્થાનિક રેવન્યુ સ્ટાફ દ્વારા વિવિધ પ્રકારના દબાણો પર ડિમોલિશન કાર્ય કરવાની કામગીરીનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. થોડા સમય પૂર્વે આ વિસ્તારના દબાણકારોને 18 જાન્યુઆરીના રોજ લેખિત નોટિસ ઇસ્યુ થયા બાદ અનેક દબાણો યથાવત રહેતા આખરે આજે સવારથી જુદા-જુદા પ્રકારના દબાણો પર સરકારી મશીનો વડે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.આજે સવારથી હર્ષદ ગાંધવી વિસ્તારમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લામાંથી પોલીસ તથા એસઆરપી સહિતનો સુરક્ષા કાફલો ગત રાત્રિથી જ ગોઠવી દેવામાં આવ્યો હતો જેમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, ડીવાયએસપી સમીર સારડા, હાર્દિક પ્રજાપતિ, એમ.એન. પરમાર, સહીત પી.આઈ., પી.એસ.આઈ. સહિત આશરે 1200 જેટલા મહિલા કર્મીઓ, પોલીસ જવાનોની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે હર્ષદ (ગાંધવી) સ્થિત હર્ષદ માતાજી મંદિરથી થોડે દૂર કરવામાં આવેલા વિવિધ દબાણો પર જેસીબી જેવા મશીન વડે દબાણ હટાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

આ ઝુંબેશ દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવો ન બને તે માટે તમામ જરૂરી પગલાંઓ લેવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખીએ છે કે સરકારી તંત્ર દ્વારા અનધિકૃત દબાણકર્તાઓને ફટકારવામાં આવેલી નોટિસો સામે તેઓ કોર્ટમાં ગયા હતા અને તેઓની અરજી કોર્ટ દ્વારા નામંજુર કરવામાં આવી હતી. હર્ષદ ગાંધવી ધર્મસ્થળ ખાતે વ્યાપક દબાણ ઝુંબેશ પણ બેટ દ્વારકાની જેમ લાંબો સમય ચાલે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.

જામનગર નાગનાથ ગેટ પાસે કચરા ગાડી અને રીક્ષા વચ્ચે અકસ્માતના CCTV ફૂટેજ આવ્યા સામે: જુવો VIDEO

0

જામનગરમાં નાગનાથ ગેઇટ વિસ્તારમાં મુસાફર ભરેલી રીક્ષા અને મહાનગરપાલિકાના કચરાના કન્ટેનર વચ્ચે અકસ્માતના CCTV આવ્યા સામે

  • રીક્ષા માર્ગ પર પડખાભેર થઈ ને પડીકું વળી ગઈ: અંદર બેઠેલા બે બાળકો સહિત ચાર ને નાની-મોટી ઇજા

અકસ્માતના VIDEO જોવા માટે Facebook પેઇજ પર ક્લિક કરો 

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૦ માર્ચ ૨૩ , જામનગરમાં નાગનાથ ગેઇટ સર્કલ વિસ્તારમાં ધૂળેટીના બપોરના સમયે પેસેન્જર ભરેલી એક રીક્ષા અને કચરાના કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં રીક્ષા પડીકું વળી ગઈ હતી, અને અંદર બેઠેલા બે બાળકો સહિતના ચાર વ્યક્તિને નાની-મોટી ઇજા થઈ હતી.આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર માં નાગનાથ ગેઇટ સર્કલ વિસ્તારમાં ધૂળેટીના બપોરના સમયે પસાર થઈ રહેલી જીજે ૨૩ ડબલ્યુ ૨૦૭૮ નંબરની ઓટો રીક્ષા ને સામેથી આવી રહેલા જામનગર મહાનગરપાલિકાના કચરા ના કન્ટેનર જી.જે.૧૦ ટી.એક્સ. ૩૧૫૩ ના ચાલકે ઠોકર મારી દેતાં પડીકું વળી ગઈ હતી, અને માર્ગ પર આડે પડખે થઈ હતી.જે રિક્ષામાં બેઠેલા નરેશ પરમાર અને ચિરાગ સારીયા સહિત ચાર વ્યક્તિને નાની-મોટી ઇજા થઈ હતી, જે તમામને જામનગરની જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે. અકસ્માત ના બનાવ પછી લોકોનું ટોળું એકત્ર થયું હતું. સીટી- બી. ડિવિઝનનો પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને અકસ્માતના બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં પૂર્વ કોર્પોરેટરના પુત્ર ઉપર પૂર્વ કોર્પોરેટરનો જીવલેણ હુમલો

0

જામનગર દેવુભાના ચોક પાસે ગાડી ધીમે ચલાવવા બાબતે પિતા પુત્રોનો જીવલેણ હુમલો

આરોપી :- (૧) ચેતન નરેન્દ્રભાઇ પરમાર (૨) ભાવિન નરેન્દ્રભાઇ પરમાર (૩) નરેન્દ્રભાઇ પરમાર રહે બધા- સુભાષમાર્કેટ, દેવુભાનો ચોક જામનગર

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૯ માર્ચ ૨૩ જામનગર દેવુભાના ચોકમાં પૂર્વ કોર્પોરેટર અરવીંદભાઈ ચૌહાણના પુત્ર ક્શિન પર પૂર્વ કોર્પોરેટર નરેન્દ્ર પરમાર અને તેના પુત્રોના હુમલાથી ભારે ચકચાર જાગી છે.

જામનગર દેવુભાના ચોક ચારણ ફળીમાં રહેતા કરણ ઉર્ફે કિશન અરવિંદભાઇ ચૌહાણ નામનો યુવાન ગઇકાલે રાત્રે મોટર સાઇકલ લઇને જતો હોય ત્યારે ચેતન નરેન્દ્રભાઈ પરમાર મોટર સાઇક્લ લઇ સામેથી આવતો હોય જેથી બન્નેનુ મો.સા સામસામે થતા આરોપી ચેતન પરમારે ફરીયાદી કિશનને મોટર સાયકલ જોઇને ચલાવવાનુ કહીને જેમ ફાવે તેમ ગાળો આપી જાપટોનો માર મારતા સામસામી બધડાટી બોલી ગઇ હતી તેવામાં ચેતનનો ભાઈ ભાવીન પરમારે તેના પિતા નરેન્દ્રભાઇને બોલાવતા નરેન્દ્રભાઇ હાથમા તલવાર તથા ભાવિન હાથમા લાકડાનો ધોકો લઇ લઇ આવી નરેન્દ્રભાઇએ કિશનને વાસમા તલવારનો હાથો મારી મુઢ ઇજા કરતા ફરીયાદી પડી જતા આરોપી ભાવીને ફરીયાદીને પેટના ભાગે ધોકાનો એક ધા મારી મુઢ ઇજા કરી શરીરે ઢીકા પાટુનો માર મારી ફરીયાદી ઉભા થવા જતા ચેતને ધકો મારતા રીક્ષા સાથે ભટકાતા લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

મોટર સાયકલ ભટકાવા જેવી નજીવી બાબતે હથીયાર ધારણ કરતા લોકોના ટોળા એકઠા થયા હતા બનાવની જાણના પગલે સીટી-એ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કિશનની ફરીયાદ પરથી પિતા પુત્રો ઉપર IPC કલમ.૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધી વધુ તપાસ સીટી – એના બી. જે જાડેજા ચલાવી રહ્યા છે.

જામનગરના મસીતીયા ગામે યોજાઈ અશ્વદોડ: સૌરાષ્ટ્રના નામાંકીત અશ્વોએ ભાગ લીધો

0

જામનગરના મસીતીયામાં હજરત કમરૂદ્દીન શાહ બાબાના 125 માં ઉર્ષ મુબારક નિમિત્તે યોજાણી અશ્વ રેસ.

  • જામનગરના મસીતીયા ગામમાં અશ્વ દોડની રેસ યોજાઈ અલગ અલગ ગામના નામાંકીત અશ્વો સાથે ઘોડેસવારોએ ભાગ લીધો
  • અશ્વોની રેસ સાથે ઉંટગાડીની દોડનું આયોજન બન્યું આર્કષણનું કેન્દ્ર
  • વિજેતા ઘોડેસવારને સાફો પહેરાવી સન્માન કરવામા આવ્યું

દેશ દેવી ન્યુઝ જામનગર તા. o૯ માર્ચ ૨૩ જામનગર શહેર નજીક આવેલ મસીતીયા ગામમાં ગઈકાલે વહેલી સવારે હઝરત કમરૂદ્દીન શાહ બાબાની 125 માં ઉર્ષ મુબારક નિમિત્તે અશ્વરેસ નું આયોજન કરાયું હતું જેમા સૌરાષ્ટ્રના નામાંકીત અશ્વો સાથે ધોડેસવારોએ ભાગ લીધો હતો અને ખાસ કરીને ઉંટગાડી દોડે ખાસુ આકર્ષણ જમાવ્યું હતું.મસીતીયા ગામના અશ્વ પ્રેમીઓએ ઉત્સાહ ભર ભાગ લીધેલ મસીતીયા ગામમાં છેલ્લા ઘણા વર્ષથી હઝરત કમરૂદ્દીન શાહ બાબાની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે અને મસીતીયા ગામના અશ્વ પ્રેમીઓએ ઉત્સાહ ભર ભાગ લીધેલ.મસીતીયા ગામમાં છેલ્લા ઘણા વર્ષથી હઝરત કમરૂદ્દીન શાહ બાબાની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે અને ખાસ કરીને ધૂળેટીના દિવસે યોજાતી રેસમાં દાતાશ્રીઓ દ્વારા ન્યાજ- સરબતનું પણ આયોજન રાખવામાં આવતું હોય છે.

જામનગરમાં બે ઠગનું રૂ. 55 લાખનું કૌભાંડ :મકાનમાં બેંક લોનનો ઉલ્લેખ કર્યાં વગર બારોબાર વેચી માર્યું

જામનગરમાં બે ઠગે આચર્યું કૌભાંડ: મકાનમાં બેંક લોનનો ઉલ્લેખ કર્યાં વગર બારોબાર વેચી માર્યું

  • આરોપી: (૧) નિલેષભાઇ માધવજીભાઇ પરમાર રહે. રાજરાજેશ્વરી સોસાયટી,ગોકુલનગર જામનગર ૯૯૦૯૫૧૧૦૫૬ (૨) ભાવેશ રામજીભાઇ સચદેવ રહે. નંદાણા તાઃકલ્યાણપુર જી.દેવભુમીદ્વારકા
  • નિલેષ પરમારે ભાવેશ સચદેવના નામે લોન લઈ સાત દિવસમાં મકાન બીજાને વેંચી માર્યું.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૭ માર્ચ ૨૩ જામનગર ગોકુલનગર વિસ્તારમાં રહેતા નિલેષભાઇ પરમાર અને દ્વારકાના નંદાણા ગામના ભાવેશ સચદેવે પુર્વયોજીત કાવત્રુ રચી આચર્યું કૌભાંડ મકાન ઉપર બેંક પાસેથી લોન લઈ સાત દિવસમાં ભગવતસિંહ જાડેજાને વેંચી મારતા ભોડો ફૂટી ગયો પોલીસે પૂર્વ આયોજીત કાવતરૂંની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી છે.

પોલીસ ચોપડેથી જાણવા મળતી વિગત મુજબ જામનગર ગોકુલનગર રાજરાજેશ્વરી સોસાયટીમાં રહેતા નિલેષભાઇ માધવજીભાઇ પરમાર પોતાની માલીકીનુ સોહમનગરમાં આવેલું મકાન નં.૪૨/૫ ઉપર તેના મીત્ર ભાવેશ સચદેવના નામે બેંક ઓફ બરોડામાં મોર્ગેજ લોન રૂ.૫૫,૧૦,૧૦૭/- ની મેળવી હતી આ લોન ભરપાય કર્યા વગર આ મકાનનો દસ્તાવેજ નં. ૧૨૮૩/૨૦૨૦ માં બેંક લોન ઉલ્લેખ કર્યા વગર તાઃ ૧૯/૨/૨૦૨૦ ના રોજ નિલેષભાઇએ ભાવેશભાઇને કરી આપ્યો હતો અને ત્યાર બાદ આઠ જ દિવસમાં ભાવેશ સચદેવએ આ મકાન મયુરનગર પ્રજાપતિની વાડી પાસે રહેતા ભગવતસિંહ જાડેજાને દસ્તાવેજમાં બેંક લોન નો ઉલ્લેખ કર્યા વગર વેચાણ દસ્તાવેજ નં. ૧૪૩૮/૨૦૨૦ તાઃ૨૭/૦૨/૨૦૨૦ થી બેંક લોન ભરપાઈ કર્યાં વગર વેંચી માયું હતું સત્ય વિગત છુપાવી હતી

જે બાબતની જાણ ભગવતસિંહ જાડેજાને થતા આરોપીઓ એ ફરીયાદી ને મકાન વેચતા પહેલા બેંક લોનના નાણા મેળવી લઇ તે ભરપાય ન કરવા પડે તે સારૂ પુર્વયોજીત કાવત્રુરચી, બદદાનત થી બેંક લોનની હકિકત છુપાવી ફરીયાદી ને વેચાણ દસ્તાવેજ કરી આપી છેતરપીંડી, વિશ્વાસઘાત, અને ઠગાઇ કરી ગુનો આચર્યો હતો આથી ભગવતસિંહ જાડેજાએ સીટી-સી ડિવિઝન પોલીસનો સંપર્ક સાધી નિલેષ પરમાર અને નંદાણાના ભાવેશ સચદેવ વિરૂદ્ધ IPC કલમ ૧૨૦ (બી), ૪૦૬, ૪૨૦, ૪૨૩ મુજબ ગુનોં નોધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે વધુ તપાસ Pl પી.એલ વાધેલા ચલાવી રહ્યા છે.

ખંભાળિયામાં માતાને જાનથી મારી નાખવાની ધમકી આપતો પુત્ર

ખંભાળિયામાં માતાને મારી નાખવાની ધમકી આપનાર નરાધમ પૂત્ર સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર ખંભાળિયા તા. ૦૬ માર્ચ ૨૩ ખંભાળિયામાં તાલુકા પંચાયત કચેરીની પાછળ રહેતા અને હાલ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ગામના પ્રજ્ઞાબેન ભરતભાઈ ભાનુશંકર મહેતા નામના 66 વર્ષના વૃદ્ધાએ પોતાના પુત્ર અમિત (ઉ.વ. 44) સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે અમિતને કોર્ટમાં હાજર રહેવાનું હોય, માતા-પુત્ર ધ્રાંગધ્રાથી ખંભાળિયા આવ્યા હતા. અહીં તાલુકા પંચાયત કચેરી પાછળ આવેલા તેમના મકાને તેઓ હતા, ત્યારે શનિવારે સાંજના ચારેક વાગ્યાના સમયે અમિતે પોતાના માતા પ્રજ્ઞાબેન પાસે વાપરવાના પૈસા માગતા તેણી પાસે ન હોવાનું જણાવ્યું હતું. જેથી અમિત ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાના માતાને બિભત્સ ગાળો કાઢી હતી. આટલું જ નહીં, અમિતે પોતાના માતાને મારી નાખવાની ધમકી આપી, ઘરમાં રહેલી વસ્તુના છૂટા ઘા તેણી ઉપર ફેંક્યા હતા. આ દરમિયાન પ્રજ્ઞાબેનનો પૌત્ર હરદિપ વચ્ચે પડતા તેને પણ અમિતે બિભત્સ ગાળો કાઢી હતી.

માતાની પાસે પૈસા માંગી અને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ પ્રજ્ઞાબેન ભરતભાઈ મહેતાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે અમિત ભરતભાઈ મહેતા સામે આઈ.પી.સી. કલમ 504 તથા 506 (2) મુજબ ગુનો નોંધી, આરોપી પુત્રની અટકાયત કરી લીધી હતી.

જામનગરમાં સતવારા શખસે ”મ્યુચ્યુઅલ ફંડ”ના નામે મહિલાઓ પાસેથી રૂા.1.50 કરોડ ખંખેર્યા.!

0

જામનગરમાં સતવારા શખસે મ્યુચ્યુઅલ ફંડના નામે મહિલાઓ પાસેથી રૂા.1.50 કરોડ ખંખેર્યા…!

  • મહિલાઓ રણચંડી બનીને શીશામાં ઉતારનાર શખસને ઝડપી લઇ પોલીસને સોંપ્યો 
  • ઠગાઇ કરનારે જામનગર સહિત બીજા શહેરોમાં પણ કારસ્તાન આચર્યાના અહેવાલ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૪ માર્ચ ૨૩: જામનગર નજીક નવા નાગના ગામમાં રહેતો દિનેશ સવજીભાઈ રાઠોડ નામનો શખ્સ કે જેને લઈને ગઈકાલે રાત્રે સ્થાનિક મહિલાઓનું ટોળું સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં પહોંચ્યું હતું, અને દિનેશ રાઠોડને પોલીસ સમક્ષ રજૂ કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે પોતાને રોકાણના બહાને એજન્ટ બનાવી અનેક લોકો પાસેથી પૈસા ઉઘરાવ્યા છે અને પોતે છેલ્લા કેટલાક સમયથી રફુચક્કર થઈ ગયો છે. જેથી પોલીસે દિનેશ રાઠોડ ને બેસાડીને પૂછપરછ શરૂ કરી છે. નવા નાગના ગામ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારના મહિલાઓ, કે જેઓના જણાવ્યા અનુસાર દિનેશ રાઠોડ મહિલા એજન્ટો મારફતે રોકાણના નામે પૈસા ઉઘરાવતો હતો. તેણે એસ.ટી. ડેપો સામે ઓફિસ ખોલી હતી, અને રોકાણના નામે પૈસા ઉઘરાવવાનું શરૂ કર્યું હતું, અને એજન્ટોની નિમણૂક કરી હતી. જેણે જામનગર શહેરના કેટલાક લોકો, ઉપરાંત ખંભાળિયા, રાજકોટ સહિતના અન્ય વિસ્તારોમાં પણ રોકાણના નામે પૈસા ઉઘરાવી લીધાનું જાણવા મળી રહ્યું છે.અંદાજે દોઢેક કરોડ રૂપિયા ઉઘરાવીને પોતે લાપતા બની ગયો હતો. દરમિયાન નાગના ગામની સ્થાનિક મહિલાઓએ તેને શોધી કાઢી સીટી બી. ડીવિઝન પોલીસમાં સુપ્રત કરી લીધો હતો. સિટી બી. ડિવિઝનના પી.આઈ. એચ.પી. ઝાલા તેમજ ડી.સ્ટાફ ના પી.એસ.આઇ વાઢેર, તથા અન્ય પોલીસ સ્ટાફ દ્વારા દિનેશ રાઠોડની વિશેષ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે, અને આ પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ નું માર્ગદર્શન મેળવાઈ રહ્યું છે.

પ્રાથમિક તપાસમાં તેની સામે અગાઉ સીટી એ! ડિવિઝન પોલીસમાં ચીટીંગ અંગેની અરજી પણ કરાઈ છે. જે સમગ્ર બાબતે ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.

જામનગરના મોટીખાવડીમાં વધુ એક ‘’મુન્નાભાઇ MBBS “ઝડપાયો

0

મોટીખાવડીમાં વધુ એક ‘મુન્નાભાઇ એમ.બી.બી.એસ.’ ઝડપાયો

  • દવા સહિતના મેડીકલ સાધનો કબજે કરતી એસઓજી

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૪ માર્ચ ૨૩: જામનગર નજીક મોટી ખાવડીની મેઇન બજારમાં પશ્ર્ચિમ બંગાળનો એક શખ્સ દવાખાનું ખોલીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે એવી બાતમીના આધારે એસઓજીએ દરોડો પાડીને ડીગ્રી વગરના ડોકટરને દવાઓ તથા મેડીકલના સાધનો સાથે પકડી લીધો હતો. બંગાળનો શખ્સ કોમર્સનો અભ્યાસ કરેલ હોય અને મેડીકલની ગેરકાયદે દુકાન ખોલીને બેઠો હતો. જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચના તથા એસઓજી પીઆઇ બી.એન. ચૌધરી તથા પીએસઆઇ જ્યદિપસિંહ.ડી. પરમારના માર્ગદર્શન મુજબ એસઓજી સ્ટાફના માણસો ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન એસઓજીના સ્ટાફને બાતમી મળેલ કે, મોટી ખાવડી, ગામ લાલપુર જી. જામનગર દિપક શાહ નામનો ઇસમ મેડીકલ ડોકટરને લગતી ડિગ્રી ધરાવતા ના હોવા છતા મજકુર ઇસમ દર્દીઓને તપાસી તે દર્દીઓને અલગ અલગ પ્રકારની દવાઓ આપી પૈસા વસુલ કરે છે.

તેવી હકિકત આધારે રેઇડ કરી ઇસમના કબ્જામાંથી સ્ટેથોસ્કોપ, બીપી માપવાનુ મશીન, ઇન્જેકશન તથા અલગ અલગ કંપનીઓની દવા મળી કુલ કિ. 1662ના મુદામાલ કબ્જે કરી આરોપી વિરુઘ્ધ ગુજરાત મેડીકલ પ્રેકટીશનર્સ એકટ હેઠળ મેઘપર પડાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી, ઇસમએ બીકોમ સુધીનો અભ્યાસ કરેલ છે.
મુળ પશ્ર્ચિમ બંગાળના નદીયા જીલ્લાના ક્રિષ્નનગરના વતની અને હાલ જામનગરના પ્રગતિ સોસાયટીમાં રહેતો દિપકકુમાર દુલાલચંદ્ર શાહ (ઉ.વ.53) નામનો શખ્સ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા પકડીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

error: Copying and use of the content of the website is considered as illegal activity.