Sunday, October 18, 2026
Home Blog Page 237

જામનગર સહિત 3 જિલ્લાને ઠગનાર ”નવા નાગના” ગામના ઠગના કારનામાં ખૂલ્યા

0

જામનગરના નવાનાગનાના ઠગના વધુ કારનામા ખૂલ્યા

ખંભાળિયાના મહિલા એજન્ટ સહિતના રોકાણકારોની રૂા.15.31 લાખની રકમ પડાવી લઈ છેતરપિંડી આચરવા અંગે જામનગરના ઠગ વિરૂધ્ધ : જામનગર – ખંભાળિયા- રાજકોટ સહિતના અનેક લોકો ને સીસામાં ઉતારી દોઢેક કરોડનું ફુલેકુ ફેરવ્યાનું અનુમાન

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૦ માર્ચ ૨૩ : જામનગર નજીક નવાનાગના ગામમાં રહેતા એક શખ્સે રોકાણના નામે અનેક લોકોને શીસામાં ઉતાર્યા હતા, અને રફુ ચક્કર થઈ ગયો હતો, જે શખ્સ એકાએક પ્રગટ થતાં સ્થાનિક રહેવાસી મહિલાઓએ એકત્ર થઈને પોલીસ મથકમાં રજૂ કર્યો હતો. મહિલા એજન્ટો મારફતે અનેક લોકો પાસેથી રોકાણના બહાને પૈસા ઉઘરાવી લીધા પછી મહિલા એજન્ટ ની ફરિયાદના આધારે તેની સામે 15.31 લાખની રકમ ની ઉચાપત કર્યા અંગેનો ગુનો નોંધાયો છે. ઉપરાંત અન્ય ભોગ બનનાર ના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક નવાનાગના ગામમાં રહેતો દિનેશ સવજીભાઈ રાઠોડ નામનો શખ્સ કે જેને લઈને થોડા દિવસો પહેલાં સ્થાનિક મહિલાઓનું ટોળું સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં પહોંચ્યું હતું, અને દિનેશ રાઠોડને પોલીસ સમક્ષ રજૂ કર્યો હતો.જેમાં જણાવ્યું હતું કે પોતાને રોકાણના બહાને એજન્ટ બનાવી અનેક લોકો પાસેથી પૈસા ઉઘરાવ્યા છે અને પોતે છેલ્લા કેટલાક સમયથી રફુચક્કર થઈ ગયો છે. જેથી પોલીસે દિનેશ રાઠોડ ને બેસાડીને પૂછપરછ શરૂ કરી હતી, અને આ બનાવ સીટી એ. ડિવિઝન વિસ્તારમાં બન્યો હોવાથી સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેને સુપ્રત કરી દેવાયો હતો. જયાં તેની ઊંડાણપૂર્વકની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી જે પૂછપરછ ના અંતે ખંભાળિયા ની વતની અને દિનેશ રાઠોડની ઓફિસમાં એજન્ટ તરીકે કામ કરતી કાનનબેન સુરેશભાઈ નકુમ નામની મહિલાએ પોતાની પાસેથી તથા અન્ય કેટલાક લાભાર્થીઓ પાસેથી લોભામણી સ્કીમની લાલચના બહાને કુલ 15 લાખ 31 હજાર જેટલી રકમ મેળવી લઈ પરત નહીં આપી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે.જે પ્રકરણમાં આરોપી દિનેશ રાઠોડ સામે પોલીસે આઈપીસી કલમ 406, 420 અને 114 તેમજ ગુજરાત થાપણદારોના હિતના રક્ષણની બાબતો અધિનિયમ 2003 ની કલમ -3 મુજબ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં હજુ અનેક લોકો ભોગ બન્યા છે, જેઓ સીટી એ. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક કરી રહ્યા છે અને તેઓના નિવેદન નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે.

જામનગર મ્યું કમિશ્નરની બદલીથી અનેક તર્કવિર્તકો : શું ઝોનફેર નડી ગયું.?

0

જામનગર મ્યુનિસિપલ કમિશનર વિજયકુમાર ખરાડીની રાજ્ય સરકારએ અચાનક સીંગલ ઓર્ડરથી બદલી મનપાના વર્તુળમાં ભારે ચકચાર

  • વિજયકુમાર લાલુભાઈ ખરાડીને સ્પીપાના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે અમદાવાદ બદલી કરીને કલેક્ટર ડો. સૌરભ પારધીને કમિશ્નરનો ચાર્જ સોંપતો આદેશ કર્યો છે.
  • ઝોન ફેરનો મુદ્દો નડી ગયો હોવાની વ્યાપક ચર્ચા.!!
  • ફાયરમાં પટ્ટાવાળા કક્ષાના મેકેનિકલને ડે. ચીફ ફાયર ઓફિસર બનાવી દેવાયા: નિતીન માડમ
  • જામનગર મનપા છેલ્લા ઘણા વર્ષોથી એક જ જગ્યાએ ચીપકેલા કર્મચારી ઉપર લટકતી તલવાર : સરકારમાં જાણ કરાઈ
  • મનપામાં મહત્વની જગ્યામાં ”રીટાયર્ડ” થયા બાદ ”બિચારા” બનેલા વૃદ્ધોની હકાલપટ્ટી થશે.!!

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૦ માર્ચ ૨૩ જામનગર મ્યુનિસિપલ કમિશ્નર વિજયભાઈ લાલુભાઈ ખરાડીની સિંગલ ઓર્ડરથી સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA) ખાતે બદલી કરી નાખતા રાજકીય વર્તુળમાં સોંપો પડી ગયો છે. મનપાના કર્મચારી આલમમાં ભારે ખુશ-ફુસ શરૂ થઈ છે.

જામનગર મ્યું કમિશ્નર વિજયકુમાર લાલુભાઈ ખરાડીની શનિવારે બપોરે સરકારના સિંગલ ઓર્ડરથી ગાંધીનગર “સ્પીપા” ખાતે બદલી કરતા આદેશથી ભારે ખળભળાટ મચી ગયો છે. જાડાનો ઝોન ફેરનો મુદ્દો નડી ગયો હોવાની વ્યાપક ચર્ચાઓ ઉઠવા પામી છે. બીજી બાજુ સામાન્ય રીતે IAS કક્ષાના અધિકારીની બદલીના ઓર્ડર સામુહીક રીતે નીકળતા હોય છે. પરંતુ મ્યુ કમિશનર વિજયકુમાર લાલુભાઇ ખરાડીની સીંગલ ઓર્ડરથી ગાંધીનગર સ્પીપાના ડે.ડાયરેક્ટર તરીકે અચાનક બદલીનો આદેશ કરતા રાજકીય વર્તુળમાં ચર્ચા વ્યાપી ગઈ છે.

છેલ્લા ઘણા સમયથી જામનગરમાં ઝોન ફેરનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો જેને લઇ RTI એકટીવીસ્ટ અને શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય નિતીનભાઇ માડમે લડતના મંડાણ કર્યા હતા અને ઝોન ફેરને લગત વિગત પણ માંગી હતી સાથો-સાથ રંગમતિ નદી પર ખડકાયેલ ગે. પૂલને લઈ તંત્રને પોતાના વકીલ મારફત લીગલ નોટીસ ફટકારતા શહેરભરમાં મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો

જામનગરમાં પરિવારના ત્રાસથી કંટાળી યુવાનનો આપધાતનો પ્રયાસ: વાંચો સ્યુસાઈટ નોટ

0

જામનગરમાં પરિવારના ત્રાસથી યુવાને ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા ભારે ચકચાર

  • સ્યુસાઈટ નોટમાં પરિવારના સભ્યોનો કર્યો ઉલ્લેખ: યુવાનની હાલત ગંભીર

દેશ દેવી ન્યુઝ જામનગર તારીખ 17 માર્ચ 2022 જામનગર દિગ્વિજય પ્લોટ પાણીના ટાંકા પાસે રહેતા જીતેન્દ્ર લાલજી મંગે નામના કચ્છી ભાનુશાળી યુવાને પરિવારના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા ભારે ચકચાર જાગી છે.સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા જીતેન્દ્ર મંગે નામના 35 વર્ષે યુવાને પરિવારના ત્રાસથી દવા પી લેતા ગંભીર હાલતમાં 108 મારફત જી.જી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો બનાવના પગલે પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી ગયો અને યુવાને લખેલ સુસાઇડ નોટ કબજે કરી આગળની તપાસ આરંભી છે.અને યુવાનની હાલત ગંભીર ગણાવાઈ રહી છે યુવાને લખેલ સ્યુસાઈટ નોટ પરિવારના સભ્યોનો ઉલ્લેખ કરતા ભારે ચકચાર જાગી છે

જામનગરમાં વિદ્યાર્થીની ઉપર ખૂની હુમલો કરનાર કોળી શખ્સે અગાઉ પણ હુમલો કર્યાનું સામે આવ્યું : જુવો VIDEO

0

જામનગર રામેશ્વર વિનાયક પાર્કમાં કોલેજીયન યુવતિ પર ખૂની હુમલો કરનાર યુવકે અગાઉ પણ હુમલો કર્યાંનું સામે આવ્યું

  • રોડ છાપ રોમીયો અડધી રાત્રે છરી સાથે યુવતિના ઘરમાં ધૂસ્યો હતો: બાજુમાં રહેતા દરબાર પરિવારના કારણે મોટી દુર્ધટના ટળી હતી
  • કોલેજીયન યુવતિને અજય કોળી ઘણા સમયથી ત્રાસ આપતો હોવાનું પણ સામે આવ્યું છે.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૬ માર્ચ ૨૩ જામનગર રામેશ્વરનગર વિનાયક પાર્કમાં કોલેજીયન યુવતી ઉપર ખુની હુમલો કરનાર અજય કોળીએ અગાઉ પણ બે વાર હુમલો કર્યાં હોવાનું સામે આવ્યું છે. જેમાં અજ્યના ભાઈની મધસ્તીથી સમાધાન કર્યું હોવાનો વિડીયો સામે આવ્યો છે, બે દિવસ પહેલા વિદ્યાર્થીનીએ પ્રેમ સંબધની ના પાડતા સડકછાપ રોમીયોએ સરાજાહેર  છરી વડે હુમલો કરી નાશી છુટ્યો હતો જેની ફરિયાદ પણ નોધાવામાં આવી છે પરંતુ સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ અજ્ય કોળએ અગાઉ પણ બેથી ત્રણ વાર હુમલો કર્યો હતો પરંતુ વિનાયકમાં રહેતા દરબાર પરિવારના કારણે યુવતિનો જીવ માંડ બચ્યો હતો.તેમાં અજ્યના ભાઈએ માફી માંગી હવે પછી ક્યારેય નહી કરે અને જો કરે તો પોલીસ ફરિયાદમાં કરજો જેથી મામલે થાળે પડ્યો હતોઅજ્ય કોળી છેલ્લા ઘણા સમયથી હુમલાની ફિરાકમાં હતો પરંતુ યુવતિના ઘરની બાજુમાં રહેતા દરબાર પરિવારના કારણે અજય વિસ્તારમાં નિકળવાનું ટાળતો હતો. તેવામાં બે દિવસ પહેલા યુવતિ ટીયુશન ક્લાસ જતી વેળાએ કેપી શાહની વાડી પાસે રોકી સરાજાહેર છરી વડે હુમલાને અંજામ આપી નાશી છૂટ્યો હતો.

જામનગર પોલિસકર્મીની હત્યાનો પ્રયાસ કરનાર પિતા પુત્રોની ”ત્રિપુટી” સંકજામાં

0

જામનગરમાં લુખ્ખા તત્વો બેફામ, પોલીસકર્મી ઉપર કાર ચડાવી દઈ હત્યાનો પ્રયાસથી ચકચાર

  • પોલીસ સ્ટેશને આવવા માટે સમજાવતા ત્રણ શખ્સોએ પોલીસકર્મીની ફરજમાં રૂકાવટ કરી અપશબ્દો બોલી ત્રણ શખસોનું ‘કારનામું’
  • પિતા પુત્રો ઉપર વધુ ત્રણ ફરીયાદ નોંધાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૫ માર્ચ ૨૩ : જામનગર શહેરના સિટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી ગઇકાલ મંગળવારે સાંજના સમયે રવિ પાર્ક વિસ્તારમાં તપાસ માટે ગયા હતાં ત્યાં આરોપીઓને પોલીસ સ્ટેશને આવવા માટે સમજાવતા ત્રણ શખ્સોએ પોલીસકર્મીની ફરજમાં રૂકાવટ કરી અપશબ્દો બોલી પોલીસકર્મી ઉપર સ્કોર્પિયો કાર ચડાવી હત્યાનો પ્રયાસ કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. ઉપરાંત આ ત્રણ પૈકીના બે શખ્સો વિરૂઘ્ધ વધુ ચાર પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

હત્યાના પ્રયાસના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જાવેદભાઈ વજગોળ નામના પોલીસકર્મી મંગળવારે સાંજના સમયે રવિ પાર્ક વિસ્તારમાં તપાસ સબબ ગયા હતાં અને ત્યાં કાના કેસુર ભુતિયા અને સંજય કાના ભુતિયા નામના બે શખ્સોને પોલીસ સ્ટેશને આવવા માટે સમજાવતા હતાં ત્યારે કાના ભુતિયા અને સંજય ભુતિયા એ પોલીસ સ્ટેશને આવું નથી એમ કહી અપશબ્દો કહ્યા હતા અને અમે અમારી રીતે પોલીસ સ્ટેશને આવશું તેમ કહી તેની જીજે-10-એસી-8183 નંબરની સ્કોર્પિયો કારમાં બેસી ગયા હતાં ત્યારે કાના ભુતિયા અને ભાવેશ કાના ભુતિયાએ ‘પોલીસવાળા ઉપર સ્કોર્પિયો ચડાવી દે એટલે આડા આવતા મટે’ તેમ કહ્યું હતું. જેથી સંજય ભુતિયાએ સ્કોર્પિયો કાર પોલીસકર્મી ઉપર ચડાવી દઈ હત્યા નિપજાવવાનો પ્રયાસ કરતાં સ્કોર્પિયો પોલીસકર્મીના પગ ઉપર ચડાવી દીધી હતી. જેના કારણે પોલીસકર્મીને ઈજા પહોંચી હતી.

ત્યારબાદ ઘવાયેલ પોલીસકર્મીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડડવામાં આવ્યાં હતાં. જ્યાં પીઆઈ પી.એલ. વાઘેલા તથા સ્ટાફે પોલીસકર્મીની હત્યા નિપજાવવાનો પ્રયાસ કરી સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ કર્યાના બનાવ અંગે કાના કેસુર ભુતિયા, સંજય કાના ભુતિયા અને ભાવેશ કાના ભુતિયા નામના ત્રણ શખ્સો વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ અને પોલીસ કર્મીની હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

ગુજરાતની વિકાસયાત્રાને દેશ-દુનિયા સમક્ષ ઉજાગર કરવામાં માહિતી વિભાગનો સિંહફાળો

ગુજરાતની વિકાસયાત્રાને દેશ-દુનિયામાં સમક્ષ ઉજાગર કરવાનું કામ માહિતી વિભાગ કરી રહ્યો છે: મંત્રી રાઘવજીભાઈ પટેલ

  • પ્રગતિ, પ્રતિતિ, પરિણામ અને પ્રત્યાયનના મંત્રને સાચા અર્થમાં ચરીતાર્થ કરતો માહિતી અને પ્રસારણ વિભાગ
  • સત્યને તોડી મરોડીને જનતાને ગુમરાહ કરતાં મુદ્દાઓ સામે જનહિતલક્ષી સત્ય રજૂ કરતો માહિતી વિભાગ
  • ગુજરાત પાક્ષિક, રોજગાર સમાચાર અને ધ ગુજરાત જેવા પ્રકાશનોનું લોકોમાં અનેરું આકર્ષણ
  • સોશિયલ મીડિયાના યોગ્ય ઉપયોગથી રાજ્ય સરકારની યોજનાઓ નાગરિકોના આંગળીના ટેરવે પહોંચી

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૫ માર્ચ ૨૩ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ‘ગુજરાત મારો આત્‍મા, ભારત મારો પરમાત્મા’ મંત્રને માહિતી ખાતાની અસરકારક અને પરિણામલક્ષી પ્રચાર પ્રસારની કામગીરીથી રાજ્ય સરકારે સુપેરે સિધ્ધ કર્યો છે, તેમ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું. પ્રચાર-પ્રસારના સાધનોનો સમૂચિત ઉપયોગ કરીને રાજ્યનું માહિતી ખાતું જનતાને વિકાસલક્ષી યોજનાઓ અને જનહિતને વરેલી મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારના મહત્વપૂર્ણ કાર્યક્રમોની જાણકારી લોકોને સમયસર, ઝડપથી અને વિશ્વસનીય રીતે પૂરી પાડે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

વિધાનસભા ખાતે માહિતી અને પ્રસારણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓનો મુખ્યમંત્રી વતી જવાબ આપતા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ઉમેર્યું હતું કે, ઇન્ફોર્મેશન બ્લાસ્ટ અને આદાન-પ્રદાનના આ યુગમાં ગુજરાતની વિકાસયાત્રાની છબી દેશ અને દુનિયામાં ઉજાગર કરવાની દિશામાં ગુજરાત અને ગુજરાતીઓના ગૌરવને સુપેરે રજૂ કરવામાં રાજ્યના માહિતી વિભાગની ભૂમિકા સરાહનીય રહી છે. જેના પરિણામે આજે દેશ અને દુનિયાના લોકો ગુજરાત અને ગુજરાતીઓને સન્માનપૂર્વક જૂએ છે.

મંત્રી એ વધુમાં જણાવ્યું હતું કે, પ્રગતિ, પ્રતિતિ, પરિણામ અને પ્રત્યાયનના મંત્રને સાચા અર્થમાં ચરીતાર્થ કરવા માહિતી વિભાગે વિવિધ માધ્યમોના સમુચિત સમન્વય થકી રાજ્ય સરકારની વાત યથા-તથા સ્વરૂપે સમાજ સમક્ષ મૂકીને પ્રજા અને સરકાર વચ્ચે કડીરૂપ ભૂમિકા ભજવી છે. તેમણે ઉમેર્યું હતું કે, સત્યને તોડી મરોડીને જનતાને ગુમરાહ કરતાં અને ખોટા મુદ્દા ઊભા કરી કાગારોળ મચાવતાં તક સાધુઓની મનધડંગ વાત સામે માહિતી વિભાગે હંમેશા જનહિતલક્ષી સત્ય રજૂ કરીને ડંકાની ચોટ ઉપર જડબાતોડ જવાબો આપ્યા છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, માહિતી વિભાગે સમાચાર યાદી દ્વારા વધુને વધુ પ્રચાર પ્રસિદ્ધિ થાય તે માટે ગુજરાતી ઉપરાંત હિન્દી અને અંગ્રેજી એમ ત્રણેય ભાષામાં નિયમિત રીતે સમાચાર યાદીઓ પ્રસિદ્ધ કરીને માધ્યમોમાં બહોળી સ્વિકૃતિ મેળવી છે. આ ઉપરાંત માહિતી વિભાગ દ્વારા જ પ્રસિદ્ધ થતાં ગુજરાત પાક્ષિક, ગુજરાત રોજગાર સમાચાર અને અંગ્રેજીમાં પ્રસિદ્ધ થતું ધ ગુજરાત ત્રિમાસિક જેવા પ્રકાશનોએ લોકોમાં અનેરું આકર્ષણ જમાવ્યું છે.

મંત્રી પટેલે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારના માહિતી વિભાગે ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના માધ્યમોનો યોગ્ય ઉપયોગ કરીને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ નાગરિકોના આંગળીના ટેરવે મૂકી છે. આ ઉપરાંત કુદરતી આફતોના સમયે પણ માહિતી ખાતાએ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો અસરકારક અને પરિણામલક્ષી ઉપયોગ કરીને બચાવ, રાહત અને સહાયની કામગીરીમાં અમૂલ્ય યોગદાન આપે છે.

વધુમાં મંત્રી એ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારની જાહેરખબરોને વધુ અસરકારક બનાવવા માહિતી નિયામકની કચેરી ખાતે જ ઇનહાઉસ ડિઝાઇનીંગ અને મેટર તૈયાર કરવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેના કારણે જાહેરખબર વધુ અસરકારક અને વૈવિધ્યસભર બની શકી છે. માહિતી નિયામકની કચેરી દ્વારા તસવીર પ્રદર્શનો દ્વારા પણ રાજ્ય સરકારની પ્રચાર પ્રસિદ્ધિ કરી પ્રજાલક્ષી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

મંત્રી પટેલે માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળ પ્રચાર અને પ્રસાર માટે રૂ. ૧૮૫.૫૫ કરોડની માગણી ગૃહ સમક્ષ રજૂ કરી હતી.

જામનગરમાં કોલેજીયન યુવતિએ પ્રેમ સંબધ રાખવાની ”ના” પાડતા લુખ્ખાની છરી બાજી

0

જામનગરમાં કોલેજીયન યુવતિએ પ્રેમ સંબધ રાખવાની ”ના” પાડતા લુખ્ખાએ કરી મારી

  • જામનગરમાં લુખ્ખાઓ બન્યા બેફામ :રામેશ્વર નગરમાં કોલેજીયન યુવતી ઉપર જીવલેણ હુમલો
  • વિનાયક પાર્ક વિસ્તારમાં રહેતા અજય સરવૈયા નામના કોળી શખ્સનું કારસ્તાન
  • છેલ્લા ઘણા સમયથી યુવતિની પજવણી કરતા શખ્સને ટપારતા છરી હુલાવી: યુવતિનો પરીવાર ભયના ઓથાર હેઠળ

દેશ દેવી ન્યુઝ જામનગર તારીખ ૧૫ માર્ચ ૨૩ જામનગર શહેરના રામેશ્વર નગર પાછળ વિનાયક પાર્ક વિસ્તારમાં રહેતી કોલેજીયન યુવતી ઉપર અજય સરવૈયા નામના કોળી શખ્સે છરી વડે જીવલેણ હુમલો કરતા યુવતીને લોહી લુહાણ હાલતમાં જી.જી હોસ્પિટલ ખાતે સારવાર લેવાનો વારો આવ્યો હતો

બનાવની વિગત મુજબ શહેરના રામેશ્વરનગર પાછળ આવેલ વિનાયક પાર્ક પાસે રહેતી દેવાશીં મનોજભાઈ પરમાર નામની ઓગણીસ વર્ષીય યુવતિ ઉપર તે જ વિસ્તારમાં રહેતો અજય કોળી નામનો શખ્સ છેલ્લા ઘણા સમયથી યુવતિને હેરાન- પરેશાન કરી માનસિક ત્રાસ આપી પરાણે પ્રેમ સંબધ રાખવા દબાણ કરતો હતો તેવામાં ગઇકાલે દેવાશી પરમાર પોતાની ફઈની દિકરી સાથે ટીવશન કલાસમાં જતી વેળાએ અજય કોળી નામના લુખ્ખાએ યુવનિને રસ્તામાં રોકી તારે મારી સાથે પ્રેમ સંબધ રાખવો છે કે નહી તેમ કહી દબાણ કરતો હતો યુવતિએ ‘ના’ પાડતા લુખ્ખો ઉશ્કેરાઈ જઈ મનફાવે તેવી ગાળો આપી નેફામાંથી દરી કાઢી યુવતીને કપાળના ભાગે એકધા મારી નાશી છૂટ્યો હતો

લુખ્ખાના અચાનક હુમલાથી નાસભાગ મચી ગઈ હતી અને યુવતિ લોહીલુહાણ હાલતમાં ત્યાજ પડી ગઈ હતી આથી પરીવારને જાણ કરી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યા તેને ચારથી પાંચટાકા લેવાનો વારો આવ્યો હતોબનાવની જાણ ના પગલે સીટી-બી ડિવિઝન પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી જઈ યુવતીની ફરિયાદ પરથી અજય સરવૈયા નામના કોળી શખ્સ વિરુદ્ધ IPC કલમ-૩૫૪, ૩૨૪, ૩૨૩, ૫૦૪, તથા જી.પી.એકટ કલમ-૧૩૫(૧) મુજબ ગુનોં નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે હાલ યુવતી ઉપર લુખ્ખાના હુમલાને લઈશેરભરમાં સારી એવી ચર્ચા જાગી છે.

જામનગરમાં લોકોને વ્યાજના ચક્રમાંથી ઉગારવા લાભાર્થીઓને ચેક અર્પણ કરાયા

0

કૃષિ મંત્રી  રાઘવજીભાઈ પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા જિલ્લા પોલીસ આયોજિત લોન ધિરાણ કેમ્પના લાભાર્થીઓને ચેક અર્પણ કરાયાં

  • જામજોધપુર ખાતે રૂ. 6.12 કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત 32 પોલીસ આવાસોનું ઇ-લોકાર્પણ કરતાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ
  • નશાકારક દ્રવ્યો ગુજરાતમાં પહોંચાડવાના નેટવર્કને તોડી સમાજને નશામુક્ત બનાવવાની દિશામાં ગુજરાત પોલીસે નક્કર કામગીરી હાથ ધરી છે – કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ
  • 3500 થી વધુ લોક દરબાર યોજી પોલીસે રાજયના હજારો પરિવારોને વ્યાજના દુષણમાંથી મુક્ત કર્યા છે – ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી
  • જામનગર જિલ્લામાં 141 લોક દરબાર યોજી વ્યાજખોરો વિરુદ્ધ 37 ગુના દાખલ કરી 69 આરોપીઓની અટકાયત કરાઈ
  • પોલીસ તથા બેંકના સહયોગથી જિલ્લાના 89 લાભાર્થીઓની રૂ. 2.35 કરોડથી વધુની લોન મંજૂર થઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૩ માર્ચ ૨૩ શહેરના ધન્વંતરી ઓડિટોરિયમ ખાતે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ગેરકાયદેસર વ્યાજખોરી પ્રવૃત્તિઓ અટકાવવાના પ્રયાસરૂપે જામનગર જિલ્લા પોલીસ દ્વારા યોજવામાં આવેલ લોન ધિરાણ કેમ્પના લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ જામનગર જિલ્લાના જામજોધપુર ખાતે રૂપિયા 6,12,75,000 ના ખર્ચે નવનિર્મિત બી કક્ષાના 32 પોલીસ આવાસોનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે લોકોની આર્થિક જરૂરિયાત પૂરી પાડવા જુદી જુદી બેંકો સાથે સંકલન કરી લોકોને મદદરૂપ થઈ પોલીસ પ્રજાનો મિત્ર છે તે વિભાવના ખરા અર્થમાં ચરિતાર્થ થઈ છે તેમજ ડ્રગ્સ માફીઆઓ વિરુદ્ધ ખાસ ઝુંબેશ હાથ ધરી નશાકારક દ્રવ્યો ગુજરાતમાં પહોંચાડવાના નેટવર્કને તોડી સમાજને નાશમુક્ત બનાવવાની દિશામાં ગુજરાત પોલીસે નક્કર કામગીરી કરી છે.આ તકે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ચાર્જ સંભાળતાની સાથે જ વ્યાજના દૂષણને ડામવાની શરૂઆત કરી.ગુજરાત પોલીસે રાજ્યમાં 3500 થી વધુ લોક દરબાર યોજી એક હજારથી વધુ વ્યાજખોરોને જેલ હવાલે કર્યા અને હજારો કેસમાં પોલીસની મધ્યસ્થીના કારણે વ્યાજખોરોએ સમાધાનકારી વલણ અપનાવું પડ્યું. આમ ગુજરાતના હજારો પરિવારોને વ્યાજના દુષણમાંથી પોલીસે મુક્ત કર્યા છે. જામનગર જિલ્લામાં પણ વ્યાજખોરોથી પીડાતા લોકોની વ્હારે આવી પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે. જામનગર જિલ્લામાં આજ દિન સુધીમાં 141 લોક દરબાર યોજી વ્યાજખોરો વિરુદ્ધ કુલ 37 ગુના દાખલ કરી 69 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે જેમાંના 25 આરોપીઓ હાલ જેલ હવાલે છે ઉપરાંત અનેક કેસો ઇન્કમટેક્સ વિભાગ, ઇ.ડી. તથા જિલ્લા રજિસ્ટ્રારને જાણ કરી જિલ્લા પોલીસ દ્વારા એક અનેરી પહેલ કરવામાં આવી છે. તેમજ આગામી સમયમાં નાગરિકો વ્યાજના વિષચક્રમાં ન ફસાય તે હેતુથી બેંકના માધ્યમથી લોન અપાવવાનું ઉમદા કામ હાથ ધરાયું છે જે અન્વયે 89 લાભાર્થીઓની રૂ. 2,35,57,400 ની લોન પોલીસ તથા બેંકના સહયોગથી મંજૂર થઈ છે.પોલીસ જવાનને સુવિધા યુક્ત આવાસ મળે તેમજ નિશ્ચિત થઈ પોલીસ ફરજ બજાવી શકે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા આધુનિક પોલીસ આવાસોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જે અન્વયે જામજોધપુર ખાતે રૂ.6,12,75,000 ના ખર્ચે બી કક્ષાના 32 આવાસોનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે તેમજ આગામી સમયમાં શંકર ટેકરી વિસ્તાર તથા જોડીયા ખાતે પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવશે તેમ પણ મંત્રી એ ઉમેર્યું હતું.આ પ્રસંગે ધારાસભ્ય રીવાબા જાડેજાએ પ્રાસંગિક ઉદબોદન કર્યું હતું તેમજ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવે સ્વાગત પ્રવચન વડે સૌને આવકાર્યા હતા જ્યારે કાર્યક્રમની આભાર વિધિ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા કરાઈ હતી.આ પ્રસંગે મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી, મ્યુનિસિપલ કમિશનર વિજયકુમાર ખરાડી, જિલ્લા ભાજપ પ્રમુખ  રમેશભાઈ મૂંગરા, શહેર ભાજપ પ્રમુખ  વિમલભાઈ કગથરા તથા બહોળી સંખ્યામાં લાભાર્થી ભાઈઓ બહેનો તથા પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જામનગર નજીક યુવાનને પૂંઠમાં છરી મારી કારમાં તોડફોડ : 3 સામે રાવ : જુવો VIDEO

0

જામનગર ગાડી સાઇમાં ચલાવા જેવી નજીવી બાબતે યુવાનને પુઠના ભાગે છરી મારી કારમાં તોડફોડ કર્યાની ત્રણ સામ સામે રાવ

  • ગઇકાલ રાત્રે સપડા મંદિર નીચે રેસ્ટોરન્ટ પરનો બનાવ
  • આરોપી:- (૧) છત્રપાલસીંહ મહેંન્દ્રસીંહ જાડેજા (૨) જયદીપસીંહ મહેંન્દ્રસીંહ જાડેજા રહે બન્ને મુંગણીગામ તા જી જામનગર (૩) યુવરાજસીંહ કરણસીંહ રાઠોડ રહે સીક્કા તા જી જામનગર

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૩ માર્ચ ૨૩ જામનગરના સપના મંદિર પાસે ગઈકાલ રાત્રે રોંગ સાઈડમાં આવતી ગાડીને સાઈડમાં ચલાવવાનું કહેતા બધડાટી બોલી ગઈ હતી જેમા કુપાલસિંહ જયેન્દ્રસિંહ જાડેજા નામના યુવાન ઉપર ત્રણ શખ્સોએ હુમલો કરી કારમાં તોડફોડ કર્યાની પોલિસ ફરિયાદ નોંધાવાઈ છે.

પોલીસ ચોડેથી જાણવા મળતી વિગત મુજબ ગઈકાલ રાત્રે જામનગરના સપડા મંદિર નીચે કુપાલસિંહ જયેન્દ્રસિંહ જાડેજા નામનો યુવાન પોતાની સ્વીફ્ટ ગાડી નં જી જે ૧૦ ડી એન ૦૨૯૧ ની લઈ કાવ્યા રેસ્ટોરંન્ટએ નાસ્તો કરવા જતાં ત્યારે આરોપીઓ કાળા કલરની ગાડી લઈ સામે આવતાં સાઈડમાં ગાડી ચલાવવા કહેતાં નજીવી બાબતે બોલાચાલી થઈ હતી બાદમાં કુપાલસિંહ જાડેજા રેસ્ટોરન્ટ પાસે પહોંચતા તમામ આરોપી રેસ્ટોરન્ટ પાસે આવી કુપાલસિંહને કહેલ કે તું કોણ છો ગાડી સાઈડમાં ચલાવવા કહેવા વાળો તેમ કહી એકદમ ઉશકેરાઈ જઈ જેમ ફાવે તેમ ગાળો કાઢી હુમલો કરતા નાસભાગ મચી ગઈ હતી.

તેવામાં કુપાલસિંહ કાઈ સમજે તે પહેલા છત્રપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજાએ છરીનો એક ધા પુંઠના ભાગે મારી દઈ સાથે રહેલ અન્ય બે શખ્સોએ ધોકા, મુઠ વડે હુમલો કરી દેતા લોહીલુહાણ હાલતમાં સારવાર લેવાનો વારો આવ્યો હતો ઉશ્કેરાયેલ આરોપીએ જી જે ૧૦ ડી એન ૦૨૯૧ સ્વીફ્ટ કારમાં તોડફોડ કરી નાશી છૂટ્યા હતા બનાવની જાણના પગલે પોલિસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

પોલીસે યુવાનની ફરીયાદ પરથી ત્રણેય આરોપી વિરૂદ્ધ આઈ પી સી કલમ -૩૨૩,૩૨૪ .૫૦૪,૪૨૭, ૧૧૪ . તથા જી પી એકટ કલમ ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં ”પ્રેમ સબંધ” પ્રેમીકાના ભાઈની ધોકાવારી : પ્રેમીના હાથ પગ ભાંગી નાખ્યા

0

જામનગરના દરેડ વિસ્તારમાં પ્રેમ સંબધમાં યુવતિના ભાઈએ યુવાનના હાથપગ ભાંગી નાખ્યા

  • યુવાનને પ્રેમ કરવો ભારે પડ્યોઃ પ્રેમિકાના ભાઇએ હાથ-પગ ભાંગી નાખ્યા
  • પ્રેમ સંબંધ ચાલુ રાખશે તો મારી નાખવાની આપી ધમકી

દેશ દેવી ન્યુઝ જામનગર, તા.૧૩ માર્ચ ૨૩ જામનગર નજીક દરેડ વિસ્તારમાં રહેતા અને ચાની હોટલ ચલાવતા એક યુવાનને પ્રેમ સંબંધના કારણે પ્રેમિકાના ભાઈ સહિત બે શખ્સોએ સંબંધ તોડી નાખવા માટે દબાણ કરી હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યાની ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે, જામનગરમાં રહેતા અને હોટલ ચલાવતા મહેશ મોમાભાઈ ઝાપડા નામના ૨૧ વર્ષના યુવાને પોતાના ઉપર લોખંડના પાઇપ ધોકા વડે હુમલો કરી હાથ પગ ભાંગી નાખવા અંગે દરેડમાં જ રહેતા સાગર ભોજાભાઇ ગમારા અને ભરત ભરવાડ સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી મહેશ મોમાભાઈ ઝાપડા નામના યુવાન કે જે આરોપી સાગરની બહેન સાથે પ્રેમ સંબંધ ધરાવતો હોવાથી તે પ્રેમ સંબંધ તોડી નાખવા માટે દબાણ કરી બંનેએ હુમલો કર્યો હતો, અને ફરીથી જો પ્રેમ સંબંધ ચાલુ રાખશે. તો તેને જાનથી મારી નાખશે, તેવી ધમકી આપી જીવલેણ હુમલો કર્યો હતો, હુમલામાં યુવાનને હાથ પગમાં ફેકચર થઈ જતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો બનાવની જાણના પગલે પંચ-બી ડિવિઝન દોડી જઈ યુવાનની ફરીયાદ પરથી દરેડના સાગર ગમારા અને વિજરખી ગામના ભરત ભરવાડ વિરૂદ્ધ IPC કલમ -૩૨૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) ,૧૧૪ તથા જી.પી.એક્ટ -૧૩૫ (૧) મુજબ ગુનોં નોંધી વધુ તપાસ ASI ડીસી ગોહિલ ચલાવી રહ્યા છે. તથા સ્ટાફના ધમભા ઝાલા, મહાવીરસિંહ જાડેજા તથા નિર્મળસિંહ જાડેજાએ શોધખોળ આરંભી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.