Sunday, October 18, 2026
Home Blog Page 231

જામનગરના લોકોને લાલચી આપી શીશામાં ઉતારનાર પાટણના સગીર સામે ફરિયાદ

0

જામનગરના લોકોને લાલચી આપી શીશામાં ઉતારનાર પાટણના સગીર સામે ફરિયાદ

  • ફિલ્મ અભિનેતાઓ અને ટેલિવિઝનના કલાકારોની શુભેચ્છા અપાવવાની લાલચ આપી નાણાં પડાવ્યાની ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૬ એપ્રિલ ૨૩ : જામનગરમાં આવેલી લવલી વેડિંગ મોલ નામની કંપની કે જેઓ દ્વારા જુદા જુદા નાગરિકોને જન્મદિવસથી પાર્ટી અથવા અન્ય સામાજિક પ્રસંગો માટે ડિજિટલ ગ્રુપ, ગુજરાતી મુવી, અને ટેલિવિઝનના સેલિબ્રિટી અથવા તો સિંગર પાસેથી બર્થડે વીસ અંગેના વિડીયો બનાવી આપવાનું કામ કરવામાં આવે છે, અને તેઓ દ્વારા પોતાની કંપની માટે ડિજિટલ પ્લેટફોર્મ પર સેલિબ્રિટી ના વિડીયો વગેરે બનાવી આપવા ની પ્રક્રિયા ચલાવવામાં આવે છે.

જે કંપની નો લોગો અને વેબસાઈટનો ઉપયોગ કરીને પાટણના એક સગીર વયના પોતાના મોબાઈલ નંબર નાખીને મીડિયામાં લોકોને છેતરવાનું શરૂ કર્યું હતું, અને જામનગર શહેરના ઉપરાંત અન્ય વિસ્તારના કેટલાક નાગરિકો કે જેઓને સેલિબ્રિટી નો સંપર્ક કરી વિડીયો બનાવી આપવાના ડિજિટલ માધ્યમથી પૈસા ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારબાદ કોઈ ગ્રીટીંગ્સ બનાવી આપ્યા ન હતા, અથવા તો આડીઅવળી પોસ્ટ તૈયાર કરીને આપી હતી, અને લોકોના નાણા ખંખેરવાનું શરૂ કર્યું હતું.

જામનગરની લવલી વેડિંગ મોલ કંપનીને આ અંગેની જાણ થતાં તેમણે તરત જ જામનગરના સાઇબર ક્રાઇમ સેલનો સંપર્ક સાધ્યો હતો, અને અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના અનુસંધાને ઊંડાણપૂર્વકની તપાસના અંતે અને સોશિયલ મીડિયાના જુદા જુદા સોર્સ મારફતે આરોપીનું લોકેશન શોધી કાઢ્યું હતું, અને તેનું લોકેશન પાટણ જિલ્લાના સમી તાલુકાના ભદ્રડા ગામનું મળ્યું હતું. જ્યાં રહેતો અને અભ્યાસ કરતો એક સગીરવય નો વિદ્યાર્થી કે જેના દ્વારા આ અપલોડ કરવામાં આવતું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી સાઇબર સેલ ની ટીમે તેને જામનગર લઈ આવ્યા પછી અદાલતમાં રજૂ કર્યો હતો. જામનગરની અદાલતે તેને જામીન પર મુક્ત કર્યો છે. જેણે 6 થી વધુ વ્યક્તિ પાસેથી નાણા પડાવી લીધા હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

જામનગરના યાદવનગર વિસ્તારમાં વીજચેકીંગ ટીમ ત્રાટકી: રૂા. 6.97 લાખની વિજ ચોરી ઝડપાઇ

0

જામનગરના યાદવનગર વિસ્તારમાં વીજચેકીંગ ટીમ ત્રાટકી: રૂા. 6.97 લાખની વિજ ચોરી ઝડપાઇ

દેશ દેવી ન્યુઝ જામનગર ર૬ એપ્રિલ ૨૩ જામનગરમાં વુલનમિલ રિંગ રોડ પર યાદવ નગરમાં ફ્લોર મિલ ચલાવતા ભીમશીભાઈ હાજાભાઈ કંડોરીયા ના ભાડા ના મકાન અને ફ્લોર મીલમાં વીજ ચોરી થતી હોવાની માહિતીના આધારે જામનગર પીજીવીસીએલ ની ટુકડીએ વિજ પોલીસ સ્ટેશનના પી.આઇ.જે.પી.વરિયા તથા વીજ પોલિસ સ્ટેશનના PSI એમ.કે.અપરનાથી તેમજ સ્ટાફ રણજીતસિંઘ લુબાના ને સાથે રાખીને દરોડો પાડવામાં આવ્યો હતો, અને ફ્લોર મિલમાં વિજ મીટરના આંતરિક ભાગમાં વાયર સાથે ચેડાં કરીને વીજ ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

જેથી ફ્લોર મિલના સંચાલકને 6,97,533 વીજ બિલ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેને 1.88 લાખનો કમ્પાઉન્ડ ચાર્જ ભરવાનું જણાવ્યું હતું, પરંતુ તે રકમ જમા કરાવી ન હોવાથી જામનગરના વિજ પોલીસ મથકમાં પાવર ચોરી કરવા અંગેની ફરિયાદ નોંધવામાં આવી હતી.જેને અદાલત રજૂ કરવામાં આવ્યો હતો, અને રિમાન્ડ પર લેવાની માંગણી કરવામાં આવી હતી. કઈ રીતે પાવર ચોરી કરાતી હતી, અને વિજ મીટર માં આંતરિક ભાગમાં વાયર પસાર કરાવી લીધા પછી વિજચોરી કરવામાં આવી રહી હોવાની વિગતો ના આધારે રિમાન્ડ મેળવાયા હતા.

જામનગરમાં કોલેજ નજીક સરાજાહેર વિદ્યાર્થી ઉપર હુમલો : જુવો VIDEO

0

જામનગરમાં લુખ્ખા તત્વો બન્યા બેફામ : કોલેજ કેમ્પસ બહાર વિદ્યાર્થી ઉપર હુમલો

  • ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થી ઉપર હુમલો થતા નાસભાગ મચી ગઇ: ટોળાઓ એકઠા થયા
  • સમગ્ર ઘટનાના CCTV થયા વાયરલ : વિદ્યાર્થીની હાલત ગંભીર હોવાનું મનાય રહ્યું છે.

દેશ દેવી ન્યુઝ તા. ૨૫ એપ્રિલ ૨૩ જામનગરની નામાંકીત કોલેજમાં ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થી ઉપર પાંચથી છ શખ્સો હુમલો કરતા ભારે ચકચાર જાગી છે. હુમલો કરનાર લુખ્ખા તત્વો કોલેજ વિસ્તારમાં આટાફેરા કરી રોમીયોગીરી કરી સીનસપાટા નાખતા હોવાનું ચર્ચાય રહ્યું છે.

સૂત્રમાંથી જાણવા મળતી માહિતી મુજબ જામનગરની નામાંકિત કોલેજ પાસે વિદ્યાર્થી ઉપર લુખ્ખા તત્વો દ્વારા જીવલેણ હુમલો કરતા યુવાનને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો ભોગ બનનાર વિદ્યાર્થીના પરિવારને જાણ થતા કોલેજ ખાતે દોડી જતા લુખ્ખા ભાગી છૂટ્યા હતા સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ ખુબજ વાયરલ થયા છે. બનાવના પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લુખ્ખાઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.

જામનગરના જાંબુડા નજીક અકસ્માતમાં નવાનાગના ગામના યુવાનનું કરુણ મોત

0

જાંબુડા નજીક ગમખ્વાર અકસ્માતમાં યુવાનનું કરૂણ મૃત્યુ

  • મોગલ માતાના મંદિરે દર્શનાર્થે જતી વેળાએ કાર-બાઇક અથડાતા સર્જાઇ કરૂણાંતિકા
  • સાથે રહેલ યુવાનની હાલત ગંભીર : રાજકોટ સારવાર બાદ અમદાવાદ ખસેડાયો

દેશ દેવી ન્યુઝ તા. રપ એપ્રિલ ૨૩ જામનગર તાલુકાના નવા નાગના ગામમાં રહેતો ઋત્વિક રઘુભાઈ રાઠોડ નામનો 27 વર્ષનો યુવાન તેના જ કુટુંબી પિતરાઈભાઈ પ્રશાંત રાઠોડ ને પોતાના બાઈકની પાછળ બેસાડીને જામનગર થી જોડિયા તાલુકાના ખીરી ગામે આવેલા મોગલમાના મંદિરે દર્શનાર્થે જઈ રહ્યા હતા.

દરમિયાન જામનગર – રાજકોટ ધોરીમાર્ગ પર જાંબુડા ગામના પાટીયા નજીક સામેથી પુરપાટ વેગે આવી રહેલા જીજે. -10 ડી.જે. 2336 નંબરના ઇકો કાર ના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં ઋત્વિક રઘુભાઈ રાઠોડને ગંભીર પ્રકારની ઈજા થઈ હોવાથી તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત તેની સાથે બાઈકમાં બેઠેલા પ્રશાંત રાઠોડને પણ ગંભીર પ્રકારની ઈજા થઈ હોવાથી સૌ પ્રથમ જામનગરની જી.જી. હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.આ અકસ્માતના બનાવની જાણ થતાં પંચકોશી એ. ડિવિઝનના પોલીસ કર્મચારી દિનેશભાઈ રાઠોડ ઘટના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતના બનાવને લઈને નવા નાગના ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

જામનગર દરેડમાં મહિલાની હત્યાથી ભારે ચકચાર

0

દરેડમાં પરપ્રાંતિય યુવતીની ઘરમાં જ હત્યાથી ચકચાર

  • હત્યાના આરોપીને ઝડપી લેવા પોલીસે હાથ ધરી સઘન તપાસ 

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૪ એપ્રિલ ૨૩ :જામનગર નજીક દરેડમાં એક ખોલીમાં રહીને મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લાના બાબુપુર ગામના વતની કમલસિંગ બલરામસિંઘ બધેલ કે જેના પત્ની મીનાબેન (45 વર્ષ) ગઈકાલે મોડી સાંજે પોતાના ઘરે એકલા હતા, જે દરમિયાન તેણી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.

જેથી આ બનાવ અંગે પતિ કમલસિંગ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી પંચકોષી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહ નો કબજો સંભાળી જામનગરની જી.જી. હોસ્પિટલમાં તબીબોની પેનલ મારફતે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.

જે પોસ્ટપોટમના રિપોર્ટમાં મીનાબેન ની ગળે ટુંપો દઇ હત્યા નીપજાવી હોવાનું તારણ નીકળ્યું હતું. જેથી પંચકોશી બી. ડિવિઝન ના PSI એમ.એ. મોરી તેમજ રાઇટર દિગુભા જાડેજા વગેરેએ કમલસિંઘ બલરામસિંઘ ની ફરિયાદના આધારે અજાણ્યા વ્યક્તિ સામે આઇ.પી.સી. કલમ 302 અને 447 મુજબ ગુન્હો નોંધ્યો છે, અને તપાસ નોંધમધમાટ શરૂ કર્યો છે.

મૂળ મધ્યપ્રદેશના વતની પરપ્રાંતિય પરિવાર કે જેમાં મીનાબેન, પતિ કમલસિંઘ અને તેના ત્રણ સંતાનો જેઓ છેલ્લા કેટલાક વર્ષથી દરેડ વિસ્તારમાં રહે છે, અને પતિ તથા ત્રણેય સંતાનો એક કારખાનામાં મજૂરી કામે જાય છે, જ્યારે મીનાબેન પોતાના ઘેર એકલા હતા. જે દરમિયાન તેઓના ઘરમાં કોઈ અજ્ઞાત વ્યક્તિ આવ્યો હતો, અને મીનાબેન ની સાડી વડે ગળે ટૂંપો આપી દીધો હતો. કયાં સંજોગોમાં આ હત્યા નીપજવાઇ છે, અથવા તો હત્યાર પાછળનું કારણ શું છે, જે સમગ્ર મામલે પોલીસ દ્વારા ઊંડાણ પૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે, અને આડોશી પડોશીઓના પણ નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે.

જામનગરના સિદ્ધાર્થનગર વિસ્તારમાં ઘરમાં ઘુસી દંપત્તિની હત્યાનો પ્રયાસ

0

જામનગરના સિદ્ધાર્થનગર વિસ્તારમાં ઘરમાં ઘુસી દંપત્તિની હત્યાનો પ્રયાસ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૪ એપ્રિલ ૨૩  જામનગરમાં સિદ્ધાર્થ નગર શેરી નંબર 4 માં રહેતા દેપાળભાઈ સોમાભાઈ મકવાણા (46) અને તેના પત્ની હીનાબેન (40) કે જેઓ ગઈકાલે રાત્રે પોતાના ઘેર ટીવી જોઈ રહ્યા હતા, જે દરમિયાન પાડોશમાં જ રહેતો કાનો ઉર્ફે ભૈયો પરમાર નામનો શખ્સ ઘરમાં ઘુસી આવ્યો હતો, અને રસ્તે ચાલવા જેવી જૂની અદાવતનું મનદુ:ખ રાખીને દંપત્તિ પર છરી વડે આડેઘડ હુમલો કરી દીધો હતો.

જેમાં હીનાબેનને ગળાના ભાગે તેમ છાતિના ભાગે છરીના ઘા વાગ્યા હતા, જયારે દેપાળ ભાઈ ને પણ ચ4રી ના ઘા વાગ્યા હતા, જેથી બંનેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હીનાબેન ની તબિયત લથડતાં વધુ સારવાર માટે અમદાવાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ બનાવની જાણ થતાં સીટી સી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે, તેમ જ જી.જી. હોસ્પિટલે દોડી ગયો હતો, અને દેપાળભાઈ ની ફરિયાદના આધારે આરોપી કાના ઉર્ફે ભૈયા પરમાર વિરોધ હત્યા પ્રયાસ અંગેની કલમ 307 ઉપરાંત 452 અને 324 હેઠળ ગુનો નોંધ્યો છે અને આરોપી ભાગી છૂટ્યો હોવાથી તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

જામનગર સર્કીટ હાઉસના ”રાજાશાહી” દ્વાર પર ”લોકશાહી” ના હથોડા ઝીંકાયા

0

ગુજરાત સ્થાપના દિનની તૈયારીમાં કોન્ટ્રાક્ટરો ભાન ભૂલ્યા : રાજાશાહી કોતરણી પર હથોડા ચલાવ્યા

જામનગરના સર્કિટ હાઉસમાં જુના કલા સ્થાપત્ય ના નમુના ને દૂર કરવાના પ્રયત્નો થઈ રહ્યા હોવાથી કલા પ્રેમીઓમાં ભારે રોષ

  • સરકીટ હાઉસના દ્વારની કોરતણીનું નખોદ વાળી નાખ્યું.!!
  • રાજાશાહી વિરાસતોની જાળવણીની જગ્યાએ હથોડા ચાલ્યા :જૂનું સ્થાપત્ય યથાવત રાખવા ખાત્રી

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૩ એપ્રિલ ૨૩ જામનગરમાં રાજાશાહી વખતના સ્થાપત્યના બેનમૂન એવા સર્કિટ હાઉસના મુખ્ય પ્રવેશ દ્વાર સહિતના સ્થાપત્યમાં કલાકૃતિ વગેરેને લૂણો લાગી ગયો હોવાના બહાને દૂર કરવાની પ્રક્રિયાઓ ચાલી રહી હતી, જેનો જામનગરના કલા પ્રેમીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, અને જૂનું સ્થાપત્ય જાળવી રાખવાની ઉગ્ર રજૂઆત કરાતાં આખરે તંત્ર દ્વારા સ્થાપત્યને દૂર કરવાની કામગીરી અટકાવી દેવામાં આવી છે, તેમજ આગામી દિવસોમાં તે પ્રકારની ફરીથી કોતરણી સહિતની કલાકૃતિઓ ને જાળવી રાખવાનો પ્રયત્ન કરાશે તેવી હૈયા ધારણા અપાઇ છે.

જામનગર પોતાના સ્થાપત્ય માટે અહીંના રાજવીઓ એ પોતાની કલા રસિકતા અને લોકોની સુખાકારી માટે હંમેશા પ્રયત્ન શીલ રહ્યા છે. જામ વિભાજી સમયે અહીં મ્યુનિસિપાલટીની રચના કરવામાં આવી હતી અને ઘણા વિકાસના કાર્ય કરી રોડ રસ્તા સાર્વજનિક કર્યો કર્યા, તએ સમયે ઝંડુભટ્ટે મ્યુનિસિપાલટીના અધ્યક્ષ તરીકે શોભા વધારી, ત્યાર બાદ જામ રણજીએ પણ અંગ્રેજ આર્કીટેક પાસે જામનગરનું ટાઉન પ્લાનિંગ કરાવ્યું જેમાં દરબારગઢ કરેસન્ટ ,શાકમાર્કેટ, ચંદીબજાર હવાઈચોક,થઈ સજુબા હાઈસ્કૂલ અને બેડીગેઇટ સુધીનું પ્લાનિંગ કરી અનેક બિલ્ડીંગના બહારના એલિવેશનું ખાસ એક આકર્ષણ ઉભું કર્યું હતું. સાથે સાથે અહીંની પ્રજા પણ કલા પ્રેમી રહી છે.પરંતુ ઘણા સમયથી જામનગરની પ્રજા જોઈએ રહી છે કે અહીંના સરકારી બાબુ ઓને જૂની ઇમારત માટે કોઇ ભાવ કે સંવેદના રહી નથી. આજે એક એવો જ કિસ્સો જયારે લાલબંગલા તરીકે ઓળખતા અતિથિ ગૃહ, જે રાજાશાહીના વખતનું સ્થાપત્ય છે. અને જામનગરના રાજા દ્વારા બાંધવા માં આવેલું,આજે તે સુંદર સ્થાપત્યના બારસાખમાં વેલબુટા, પરી,ગણેશ અને કિનારોની ભાત ઉપસવેલી છે અને હવે આવે હતી. આજે તેને છીણી હથોડા વડે દૂર કરવામાં આવે છે. નિંભરતંત્રના અધિકારી એ ઉડાવ જવાબ આપી કહે છે, કે જૂનું બાંધકામ છે એટલે તોડી નાખી છીએ.

અમસ્તું અહીંની પ્રજા હવે તેના વતન માટે ની આત્મીયતા રહી નથી. પહેલા રસ્તા પહોળા કરવાના બાને અનેક સ્થાપત્યો ને તોડી નાખ્યા છે, એવી જ રીતે સજુબા ગર્લ્સ સ્કૂલના સ્થાપત્ય આગળ નવા બિલ્ડીંગના ટોયલેટ બનાવી કરી જુના સરસ સ્કૂલ બિલ્ડીંગ ના સ્થાપત્યનું એલિવેશન ને ઢાંકી દીધું આવા અનેક કિસ્સા લખી શકાય તેમ છે. હવે આ પ્રજા સ્વાર્થ માં ઘેરાય અને કઈ દેખતી નથી, જામનગર હવે તારું શું થશે? તેવો લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે.આગામી ૧લી મેના શહેરમાં યોજાનારા રાજ્ય કક્ષાના કાર્યક્રમ બાદ તે જ પ્રકારેનું કોતરણીકામ ફરિથી સ્થાપિત કરીને જૂનું સ્થાપત્ય જાળવવાનો પ્રયત્ન કરાશે, તેમ જાણવા મળી રહ્યું છે.

જામનગરની મહિલા ઉપર ધ્રોલમાં વકીલે શારીરિક અડપલા કર્યાની રાવ

0

ધ્રોલના વકિલ સામે શારીરીક અડપલાં કર્યાની યુવતિની ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૨ એપ્રિલ ૨૩ ધ્રોલ માં રહેતી એક યુવતી, કે જે ગઈકાલે રાત્રિના નવેક વાગ્યાના અરસામાં ધ્રોલમાં મામલતદાર કચેરીની સામે આવેલી એડવોકેટ હેમતભાઈ ઘેલાભાઈ ચાવડા ની ઓફિસે ગઈ હતી, જ્યાં મહિલા ને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા પછી એડવોકેટે નજર બગાડી હતી, અને તેણી ની મરજી વિરુદ્ધ શારીરિક અડપલાં કર્યા હતા, અને ખરાબ નજરે શરીરે સ્પર્શ કર્યો હતો. જેથી મહિલાએ ના પાડતાં એડવોકેટ ઉશ્કેરાયા હતા, અને મહિલા પર આડેધડ હુમલો કરી દીધો હતો, અને જાનથી મારી નાખવાની ધમકી આપી, સમાજમાં બદનામ કરવાની ધમકી આપવા અંગે એડવોકેટ હેમતભાઈ ઘેલાભાઈ ચાવડા સામે ધ્રોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

જે ફરિયાદના અનુસંધાને ધ્રોલ પોલીસે એડવોકેટ સામે IPC કલમ 354, 323, 504, અને 506 (2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ફરિયાદને લઈને ધ્રોલ પંથકમાં ભારે ચકચાર જાગી છે.

જામનગરમાં ભગવાન પરશુરામ જન્મ જયંતિ ઉજવવા થનગનાટ: આવતીકાલે શોભાયાત્રા

0

જામનગરમાં ભગવાન પરશુરામ જન્મ જયંતિ ઉજવવા થનગનાટ: આવતીકાલે ભવ્ય શોભાયાત્રાનું આયોજન

  • પરશુરામ શોભાયાત્રા માં હરિયાણા જૂથ આકર્ષણ જગાવશે
  • વિરાટ શિવજી હનુમાનજી 35 ફ્લોટ્સ તેમજ અધોરી નૃત્ય શોભા વધારશે

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૧ એપ્રિલ ૨૩ જામનગર ‘છોટી કાશી’નું બીરુદ પામેલા જામનગર શહેરમાં જામનગર જીલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મસમાજ પરીવાર દ્રારા છેલ્લા ધણા વર્ષોથી પરશુરામ જન્મ જયંતિના દિવસે ભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આવતી તા. 22 એપ્રિલ 3023 ને શનિવાર રોજ અખાત્રીજના શુભ દિને પરશુરામ જન્મ જયંતિના દિવસે પરંપરાગત ભવ્ય શોભા યાત્રા નિકળશે. શોભાયાત્રામાં અલગ-અલગ કુલ 35 જેટલા ફલોટસ જોડાશે. જેમાં 11 બ્રહ્મસમાજની વિવિધ પેટાજ્ઞાતિઓ અને ધટકો ફલોટસમાં વિવિધ ભગવાન શ્રી પરશુરામજીના વિવિધ સ્વરૂપો રજુ કરશે. જેમાં 18 ખુલ્લા ફલોટસમાં વિવિધ અવતારોમાં આશરે 151 બાળકો વેશભુષા સાથે જોડાશે. બ્રહ્મસમાજની દિકરીઓ દ્વારા નવદુર્ગાના અવતાર સાથેનો ફલોટસ આકર્ષણનુ કેન્દ્ર રહેશે.આ સાથે જ સણગારેલા, ઘોડા, શણગારેલી સાયકલ, ટ્રકમાં ખાસ બ્રાહ્મણોના સંત, મહાપુરૂષના ફલોટસ, 4 ડીજે સાઉન્ડ સાથે રહેશે. આ શોભાયાત્રાના ક્ધવીર તરીકે રૂપેશ કવેલિયા, સહક્ધવીનર તરીકે નિલેશ ઓઝા તથા દિલીપ વ્યાસ, તેમજ યુવા ટીમ શોભાયાત્રા વધુ સારી રીતે પસાર થાય, અને વધુમાં વધુ લોકો જોડાય તે માટે પ્રયત્ન કરાઈ રહ્યા છે.

પરશુરામ જયંતિના દિવસે સવારે બ્રાહ્મણોના ઈષ્ટદેવ શ્રીપરશુરામજીની સોડસોપ્ચાર પુજા શ્રીમાળી બ્રાહ્મણ સામવૈદી શાખાની વાડી, પંચેશ્વર ટાવર ખાતે સવારે 9.00 વાગ્યે થશે. જેનો દરેક ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે. પરશુરામ શોભાયાત્રા બાલા હનુમાનજી મંદિર તળાવની પાળથી પ્રસ્થાન કરીને હવાઈ ચોક, સેન્ટ્રલ બેંક, માંડવી ટાવર ચોક, ચાંદી બજાર, દિપક ટોકીઝ, પંજાબ બેંક, વંડા ફળી થઈ પંચેશ્વર ટાવર પહોંચશે, જયાં પુર્ણાહુતી થશે.
પરશુરામ શોભાયાત્રાનું શનિવારના સાંજે 5.00 કલાકે શ્રી બાલા હનુમાનજી મંદિર તળાવની પાળેથી નગરના સંતો-મહંતો દ્વારા પ્રસ્થાન કરાવાશે. જેમાં બ્રહ્મસમાજના વિવિધ ક્ષેત્રેના અગ્રણીઓ અને આગેવાન મોટી સંખ્યામાં હાજર રહેશે. સાથે શહેરના આગેવાનો, શાસકો લોક-પ્રતિનિધીઓ હાજરી આપશે. બ્રહ્મસમાજના યુવા કોર્પોરેટ અને સક્રિય મહિલા કોર્પોટરો સ્વયંસેવક બનીને સાથે જોડાશે. તેમજ સમસ્ત બ્રહ્મસમાજના તબીબો, એડવોકેટ, પત્રકાર, સીએ. એન્જીનિયર, શિક્ષકો, પ્રધ્યાપકો, યુવાનો, વિધાર્થીઓ વગેરે બહોળી સંખ્યા માં જોડાશે. અને ધર્મપ્રેમી જનતા દ્વારા ઠેર-ઠેર સ્વાગત કરાશે.

સહજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અલ્પેશ ત્રિવેદી દ્રારા શોભાયાત્રાનુ સ્વાગત ઠંડાપાણીનુ વિતરણ કરાશે. સેન્ટ્રલ બેન્ક પાસે ત્યાંના ભુદેવ મિત્ર મંડળ, ઓદિચ્ય ગઢીયા બ્રહ્મસમાજ અને સ્થાનિક વેપારીઓ દ્રારા શોભાયાત્રાનુ સ્વાગત તથા શરબત વિતરણ કરાશે. અશોક કેટરર્સના અશોક ભટ્ટ દ્રારા ભવ્ય આતશબાજીથી શોભાયાત્રાનુ સ્વાગત કરાશે. જાયન્ટસ ગ્રુપ દ્વારા ચાંદી બજાર માંડવી ટાવર પાસે શોભાયાત્રાનુ સ્વાગત તેમજ ઠંડાપીણાનું વિતરણ કરાશે. દિપક ટોકીઝ નજીક ખીમામામા યુવક મંડળ (ચારણફળી) તેમજ મુસ્લિમ સમાજ દ્રારા શોભાયાત્રાનુ સ્વાગત સાથે ધર્મપ્રેમી જનતા માટે સરબત વિતરણ કરાશે. કડીયાવાડ ખાદીભંડાર પાસે સમસ્ત બ્રહ્મવિકાસ પરીષદ દ્રારા શોભાયાત્રાનુ સ્વાગત કરાશે. બેડીગેટ નજીક લીંબડી બજરવાળા જાનીમહારાજ મિત્રમંડળ દ્રારા શોભાયાત્રાનુ સ્વાગત તેમજ સરબત વિતરણ કરાશે. તેમજ સમસ્ત બ્રહ્મસમાજ સેવાગ્રુપ દ્વારા શોભાયાત્રાનુ સ્વાગત કરાશે. વંડાફળી મિત્ર મંડળ દ્વારા પંચેશ્વર ટાવર પાસે ફટાકડા ફોડીને ભવ્ય આતશબાજી સાથે શોભાયાત્રાનુ સ્વાગત કરી મહાઆરતી કરી મહેમાનોનુ અભિવાદન કરાશે.
પંચેશ્વર ટાવર ખાતે શોભાયાત્રાની પુર્ણાહુતિ વખતે કોર્પોરેટ ડિમ્પલબેન જગત રાવલ તેમજ સી.વી. ઠાકર બુક સ્ટોર દ્વારા વેશભુષામાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહક ઈનામો આપવામાં આવશે.વેશભૂષામા ભાગ લેનાર બાળકોને ડો. કુશ દર્શન ઠાકર અને ડો સાગરીકા ઉપાધ્યાય તરફથી ફુડ પેકેટ અને એનર્જી ડ્રિંક આપવામાં આવશે. શ્રીમાળી બ્રહ્મણ જ્ઞાતિની વાડીમાં બ્રહ્મસમાજ માટે મહાપ્રસાદનુ આયોજન કરવામાં આવ્યુ છે. પરશુરામ શોભાયાત્રામાં જીલ્લા તેમજ શહેરના સમસ્ત બ્રહ્મસમાજના ભુદેવ મોટી સંખ્યામાં જોડાશે. શહેરના વિવિધ ધટકો અને પેટાજ્ઞાતિના બ્રાહ્મણો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં ઉત્સાહ સાથે જોડાશે. પરશુરામ શોભાયાત્રામાં સમસ્ત બ્રહ્મસમાજ અને ધર્મપ્રેમી જનતાએ જોડાવવા જીલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મસમાજના ટ્રસ્ટી નરેન્દ્ર ત્રિવેદી, જીલ્લા પ્રમુખ પ્રફુલભાઈ વાસુ અને શહેર પ્રમુખ આશિષ જોષી દ્વારા અનુરોધ કરાયો છે. પરશુરામ શોભાયાત્રામાં બ્રાહ્મણો સાથે શહેરના અન્ય સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકો ઉત્સાહ સાથે સહભાગી બનશે.

નગરમાં યોજાતી પરંપરાગત ભગવાન શ્રી પરશુરામજીની શોભાયાત્રામાં છેલ્લા ધણા વર્ષોથી કોમી એકતા અને ભાઈચારાનો સંદેશ સાથે અન્ય ધર્મ,જ્ઞાતિના લોકો પણ સાથે જોડાય છે. શહેરના દિપક ટોકીઝ નજીક શોભાયાત્રાનુ સ્વાગત મુસ્લિમ ભાઈ દ્વારા કરવામાં આવે છે. આ વર્ષે ઈદ અને પરશુરામ જંયતિ સાથે હોવાથી હિન્દુ ભાઈઓ ઈદ પર્વની શુભેચ્છાઓ પાઠવશે. અને મુસ્લિમ ભાઈઓ પરશુરામ શોભાયાત્રામાં સહભાગી બનશે.

જામનગરમાં ST બસમાંથી બે વિદ્યાર્થી કાચ તોડી બહાર ફેગોળાયા : જુવો ખતરનાક VIDEO

0

જામનગર ગુલાબનગર પાસે એસ ટી બસમાંથી નીચે પટકાયા વિધાર્થીઓ…જુઓ CCTV

  • બસમાં ૧૦૦ થી વધુ મુસાફરો ભર્યા હોવાનો વિદ્યાથીઓનો આક્ષેપ.
  • વિદ્યાથીઓ બસના કાચ તોડી બહાર પટકાયાનો VIDEO થયો વાયરલ

દેશ દેવી ન્યુઝ તા.૨૦ એપ્રિલ ૨૩ જામનગરમાં ગુલાબનગર પાસે આજરોજ એસટી બસમાંથી બે વિદ્યાર્થી કાચ તૂટતા નીચે ખાબકીયા હતા જેના સીસીટીવી સામે આવતા ભાર ચકચાર જાગી છે.

સુત્રોમાંથી મળતી માહિતી મુજબ જામનગર શહેરના ગુલાબનગરમાં નવાનગર બેંક પાસે મસ મોટું સ્પીડબ્રેકર પરથી બસ પસાર થઈ ત્યારે અચાનક પાછલા ગ્લાસમાંથી બે  વિદ્યાર્થી બહાર એસટી બસમાંથી નીચે પટકાયા છે હોવાના સીસીટીવી ખૂબ જ વાયરલ થયા છે.  જોકે બંને વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે જી.જી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ત્યાં તેમની તબિયત સ્થિર હોવાનું ડોક્ટર જણાવી રહ્યા છે. ધ્રોલ જોડીયા જામનગર રૂટની બસમાં 125 જેટલા મુસાફરો ખીચોખીચ ભરેલા હોવાના કારણે સમગ્ર અકસ્માત સર્જાયો હોવાનું લોકો જણાવી રહ્યા છે…. સીસીટીવી માં દેખાઈ આવે છે કે બમ્પર પરથી પસાર થતી બસ માંથી બંને વિદ્યાર્થી નીચે પટકાય છે.હાલ તો આ વિડીઓએ પ્રસાસન ઉપર અનેક  સવાલો ઉભા કર્યા છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.