Sunday, October 18, 2026
Home Blog Page 230

જામનગર રણજીતસાગર ડેમમાંથી ”કડીયા” યુવાનનો મૃતદેહ સાંપડ્યો

જામનગરના રણજીતસાગર ડેમમાંથી યુવાનનો મૃતદેહ સાંપડ્યો

દેશ દેવી ન્યુઝ જામનગર: તા. o૩ મે. ૨૩ જામનગરના રણજીતસાગર ડેમમાંથી ગઈકાલે બપોર બાદ એક મૃતદેહ પાણીમાં તરતો હોવાની માહિતીના આધારે દડીયાના ગ્રામજનોએ મૃતદેહ ને બહાર કાઢી પંચકોષી બી. ડિવિઝન પોલીસને સુપ્રત કર્યો હતો, જે મૃતકનું જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવાયા પછી મૃતદેહને ઓળખ કરવા માટે જી.જી. હોસ્પિટલના ફોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો હતો.

દરમિયાન મૃતકની ઓળખ થઈ છે, અને મૃતક યુવાન નું નામ હિરેન વસંતભાઈ ખેતાણી ઉંમર વર્ષ 32 અને જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. મૃતક યુવાન માનસિક રીતે અસ્થિર હોવાનું અને તેની દવા ચાલતી હોવાનું જાણવા મળ્યું હતું. જે રવિવારે સવારે પોતાના ઘેરથી નીકળ્યા પછી લાપત્તા બન્યો હતો. દરમિયાન ગઈકાલે તેનો મૃતદેહ સાંપડ્યો છે.

જામનગરમાં ખવાસ યુવાનની હત્યાનો પ્રયાસ: અન્યનો કાન કપાયો

જામનગરના રણજીત સાગર રોડ પર બે યુવાન પર હુમલો

  • પિતા પુત્ર સહિતના ચાર આરોપીઓ સામે હત્યા પ્રયાસ અંગે ગુનો નોંધાયા
  • ગોવાળની મસ્જીદ તળાવ ફળીમાં રહેતા રવી ઝાલાને ઢસડી -ઢસડી ધરીના ‘ધા” માર્યા અને કિશનનો કાન કપાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૩ મે. ૨૩: જામનગરમાં રણજીત સાગર રોડ પર સુભાષ પાર્કમાં રહેતા કિશનભાઇ ગભાભાઈ ગુજરીયા નામના 31 વર્ષના યુવાનપર તેમજ તળાવ ફળીના રવિ ઝાલા નામના અન્ય એક યુવાન પર લોખંડના પાઇપ- ધોકા- છરી જેવા હથિયારો વડે હુમલો કરાયો હતો. જે બંને ની હાલ જામનગરની જી.જી. હોસ્પિટલના સારવાર ચાલી રહી છે.તેમાં રવી ઝાલાની હાલત નાજુક ગણાઈ રહી છે. બનાવની જાણના પગલે સીટી-એના PSI ભગીરથસિંહ વાળા તથા સ્ટાફના બસીરભાઈ મલેક સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

ઉપરોક્ત હુમલાના બનાવ અંગે કિશનભાઇ ગુજરીયાએ સીટી એ. ડિવિઝન ના પી.એસ.આઇ એન. એ. ચાવડા સમક્ષ પોતાની તેમજ રવિ ઝાલા નામના અન્ય યુવાન ની હત્યા નો પ્રયાસ કરવા અંગે સંજય સવજીભાઈ બારૈયા, જગદીશ સવજીભાઈ બારૈયા, શૈલેષ સવજીભાઈ બારૈયા અને સવજીભાઈ પુનાભાઈ બારૈયા નામના પિતા પુત્રો સામે ફરિયાદ નોંધાવી છે. નવરાત્રી સમય થયેલી જૂની માથાકૂટ ના મનદુ:ખ ના કારણે આ હુમલો કરાયા નું પોલીસમાં જાહેર થયું છે.

આથી સીટી-એ ડિવિઝન પોલીસે IPC કલમ ૩૦૭, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા જીપીએક્ટ ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે

સલાયામાં ધો – ૧૦ ની ડુપ્લીકે માર્કશીટનું કૌભાંડ ઝડપાયું

સલાયામાંથી ધો. 10 ની ડુપ્લીકે માર્કશીટ બનાવવાનું કૌભાંડનો પર્દાફાશ

  • 66 બનાવટી માર્કશીટ સાથે સલાયાના એક શખ્સની અટકાયત: મુંબઈના એક શખ્સનું નામ ખૂલ્યું 

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨ મે ૨૩: ખંભાળિયા તાલુકાના સલાયામાં બારાઈ ફળિયુ વિસ્તારમાં આવેલી એક દરગાહની બાજુમાં રહેતા અને પરોડીયા રોડ ઉપર અલ ફેઝે કાસીમ નામની દુકાન ધરાવતા તથા અહીં કોમ્પ્યુટર જોબવર્ક કરતા અજીમ અકબર સાલેમામદ કુંગડા (ઉ.વ. 21) નામના શખ્સ પાસેથી થોડા સમય પૂર્વે ગુજરાત સેક્ધડરી એન્ડ હાયર સેક્ધડરી એજ્યુકેશન બોર્ડ – ગાંધીનગર ની 66 જેટલી માર્કશીટ મળી આવી હતી. પોલીસ તપાસમાં આ તમામ સર્ટિફિકેટ ડુપ્લીકેટ હોવાનું ખુલવા પામ્યું હતું. વર્ષ 2010 થી માર્ચ 2020 સુધીના સમયગાળા દર્શાવતી ધોરણ 10 ની ગુજરાત સેક્ધડરી એન્ડ હાયર સેક્ધડરી એજ્યુકેશન બોર્ડ – ગાંધીનગરની ઉપરોક્ત માર્કશીટમાં અસ્પષ્ટ રાઉન્ડ શીલ તથા એક્ઝામિનેશન સેક્રેટરીની ડિજિટલ સહી પણ જોવા મળી હતી.

ડુપ્લીકેટ માર્કશીટ સાથે ઝડપાયેલા અજીમ અકબર સાલેમામદ કુંગડાની પૂછપરછમાં સલાયા તથા અન્ય વિસ્તારના રહીશો કે જેને વિદેશમાં સારા પગારથી વહાણ કે બોટમાં નોકરી મેળવવી હોય, તેઓને અનિવાર્ય એવા સ્ટાન્ડર્ડ ઓફ ટ્રેનિંગ સર્ટિફિકેટ એન્ડ વોચ કીપિંગ (એસ.ટી.સી.ડબલ્યુ.) નું સર્ટિફિકેટ મેળવવા માટે ધોરણ 10 નું ગુજરાત માધ્યમિક બોર્ડનું સર્ટિફિકેટ અનિવાર્ય હતું. જેથી ઉપરોક્ત શખ્સ દ્વારા આ રીઝલ્ટ સ્કેન કરી અને કોમ્પ્યુટરના પીક્સ આર્ટ એપ્લિકેશનની મદદથી ધોરણ 10નું ખોટું સર્ટીફીકેટ બનાવી આપવામાં આવતું હતું.

આ સર્ટિફિકેટ માટે તેના દ્વારા થોડા સમય પૂર્વે તેના પરિવારજનની ભલામણથી મુંબઈ ખાતે રહેતા અને રમન્ના ઇન્ડસ્ટ્રીઝના એમ.પી. સિંઘ નામના એક શખ્સનો સંપર્ક કરી, તેઓએ મિલીભગત હાજરી અને અહીંથી ધોરણ 10 નું ડુપ્લીકેટ સર્ટિફિકેટ બનાવી અને અલગ અલગ એકેડેમીમાં એડમિશન લેવા માટે એસ.ટી.સી.ડબલ્યુ. (જ.ઝ.ઈ.ઠ.) નું સર્ટિફિકેટ મળે તે માટે જે-તે આસામીઓ પાસેથી પાસપોર્ટની નકલ, ધોરણ 10 નું પ્રમાણપત્ર, ફોટા જેવા ડોક્યુમેન્ટ લઈ અને મુંબઈ ખાતે એમ.પી. સિંધને મોકલી આપવામાં આવતા હતા.

ગુજરાત સેક્ધડરી એન્ડ હાયર સેક્ધડરી એજ્યુકેશન બોર્ડ – ગાંધીનગર દ્વારા આવા કોઈ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં ન આવ્યા હોવાનું ખુલવા પામતા ઝડપાયેલા અજીમ અકબર તથા મુંબઈના એમપી. સિંઘ દ્વારા મિલીભગત આચરીને ધોરણ 10 ની ડુપ્લીકેટ માર્કશીટ બનાવી STCW સર્ટિફિકેટ માટે જે-તે આસામીઓ પાસેથી રૂપિયા 35 થી 40 હજાર લેવામાં આવતા હોવાનું પણ જાણવા મળ્યું છે. આથી પોલીસે 66 ડુપ્લીકેટ માર્કશીટ, રૂ. 15,000 નું કોમ્પ્યુટર તથા રૂપિયા 8,000 ની કિંમતનું કલર પ્રિન્ટર કબજે લઈ, આરોપી અજીમ કુંગડાની અટકાયત કરી, મુંબઈના એમ.પી. સિંઘની શોધખોળ હાથ ધરી છે.

આ પ્રકરણમાં એસ.ઓ.જી. વિભાગના હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ બી. જાડેજાની ફરિયાદ પરથી બંને શખ્સો સામે સલાયા મરીન પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ 120 (બી), 465, 468 તથા 471 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. અને વધુ તપાસ ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સિંગરખીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર કાર્યવાહી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સિંગરખીયા, એ.એસ.આઈ. હરદેવસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહાવીરસિંહ ગોહિલ, દિનેશભાઈ ચાવડા વગેરે દ્વારા કરવામાં આવી હતી.

લ્યો બોલો..એકસપાયરી વારી દવા ખાવાથી કાઈ થાય નહી : હોસ્પિટલ કર્મચારી: જુવો VIDEO

જામનગરની જી.જી હોસ્પિટલમાં મહિલા દર્દીને એકસપાયરી ડેટવારી દવા પધરાવી દેતા ભારે દેકારો

  • એક્સપાયરી ડેટ વારી દવા પીવાથી કાઈ ન થાય : દવા બારીના હાજર કર્મચારી
  • દવા બારીમાં હાજર કર્મચારીએ ઉડાવ જવાબ આપ્યાની મહિલાના પતિની રાવ
  • તંત્રની ધોર બેદરકારી સામે આવી : વિડિયો થયો વાયરલ : ભારે ચકચાર

દેશ દેવી ન્યુઝ તારીખ 1 મે. 2023 જામનગરની જી.જી હોસ્પિટલ હંમેશા ને માટે કોઈના કોઈ કારણસર વિવાદમાં રહેવા ટેવાયેલી છે તેવામાં મહિલા દર્દીને એક્સપાયરી ડેટ વાળી દવા પધરાવી દેતા ભારે દેકારો થયો હતો સાથે મહિલાના પતિને દવા બારી પર હાજર સ્ટાફ દ્વારા ઉડાવ જવાબ આપતા ભારે રોષ ફેલાયો હતો બીજી બાજુ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી ધોર બેદરકારી સામે આવતા હોસ્પિટલમાં ચાલતા વધુ એક ભોપાળાનો પર્દાફાસ થયો છે.!

સૂત્રોમાંથી મળતી વિગત મુજબ શહેરના લીમડા લાઇન વિસ્તારમાં રહેતા કાજલબેન ચૌહાણ નામની શિક્ષીકા ગઇકાલ રાત્રે જી.જી હોસ્પિટલ ખાતે સારવાર માટે ગયેલ હોય ત્યાં હાજર ડોક્ટરે અંદરથી દવા લખી આપી હતી જે દવા શિક્ષીકાએ દવા બારીમાંથી મેળવી ઘરે પહોંચ્યા હતા, શિક્ષીકા ઘરે આવીને દવા ખાવા જતા તેની નજર એકસપાયરી વાળી દવા પર પડતા તેને પતિને જણાવ્યું કે દવાની તારીખ જતી રહી છે.તેના પતિ મીલન ચૌહાણ હોસ્પિટલ ખાતે દોડી જઈ હાજર કર્મચારીને એક્સપાયરી દવા આપી હોવાની વાત કરી હતી હાજર કર્મચારીએ ઉડાવ જવાબ આપતા જણાવ્યું કે એકસપાયરી વારી દવા ખાવાથી કઈ ન થાય.! જેથી દેકારો બોલી ગયો હતો, તેવામાં સાથે હાજર રહેલા યુવાને વાતચીતનો વિડીઓ ઉતારી લઈ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેતા ભારે ચકચાર જાગી છે.અને હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડીનો વધુ એક પર્દાફાસ થયો છે જેને લઈ લોકોમાં રોષ ફાટી નિકળ્યો છે. હાલ તો આ મુદે શહેરભરમાં સારી એવી ચર્ચા જગાડી છે.

રાજપૂત સમાજ સામે વીર શિરોમણી મહારાણા પ્રતાપની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરાયું

આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે વીર શિરોમણી મહારાણા પ્રતાપની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરાયું

  • શહેરના ગૌરવપથ પર ૭.૪ ફૂટ ઊંચી અને ૧૧૦ કિલો વજનની વીર શિરોમણી મહારાણા પ્રતાપની ભવ્ય પ્રતિમા શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરશે
  • તલવાર રાસ તથા હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરી રાજપૂત સમાજે આયોજનને અંતરના ઉમળકાથી વધાવી લીધું
  • રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા મંત્રી ઋષિકેશભાઈ પટેલ સહિતના મહાનુભવોનું અભિવાદન કરાયું

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧ મે ૨૦૨૩ જામનગરમાં જાજરમાન ગુજરાત ગૌરવ દિનની ઉજવણીના શુભ પ્રસંગે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે વીર શિરોમણી શ્રી મહારાણા પ્રતાપની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

અનાવરણ પહેલા કાર્યક્રમમાં ધારાસભ્ય રીવાબા જાડેજાએ તલવાર તેમજ સાફો અર્પણ કરી મંત્રીનું સ્વાગત કર્યું હતું. રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું મંત્રીએ પ્રતિમાનું અનાવરણ કરીને ચેતક પર અસવાર મહારાણા પ્રતાપને નમન કર્યા હતા તેમજ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે હેલિકોપ્ટર માંથી પ્રતિમા પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ક્ષત્રિય પરંપરા મુજબનો તલવાર રાસ રજૂ કરવામાં આવ્યો હતો.

મંત્રી દ્વારા ઉદઘાટિત આ પ્રતિમા ૭.૪ ફૂટ ઊંચી છે તેમજ ૧૧૦ કિલો વજન ધરાવે છે. મેવાડના મહારાણા ઉદયસિંહ બીજા તેમજ મહારાણી જયવંતાબાઈના પુત્ર અને મુગલોને પરાજિત કરનારા સિસોદિયા રાજવંશના મહાન યોદ્ધા મહારાણા પ્રતાપની પ્રતિમા જામનગરમાં ગૌરવ પથ પર કોર્ટ બિલ્ડિંગ સામેના સર્કલ ખાતે પ્રસ્થાપિત કરવામાં આવી છે. આ સર્કલને મહાનગરપાલિકા દ્વારા ૧૫ માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી મહારાણા પ્રતાપ સર્કલ તરીકે વિકસાવવામાં આવ્યું છે, જે શહેરના મુખ્ય માર્ગોમાંના એક એવા ગૌરવ પથની શોભામા અભિવૃદ્ધિ કરશે. ઉલ્લેખનિય છે કે, ઉદઘાટન પ્રસંગે આ પ્રતિમા રાત્રે વિશેષ લાઈટિંગથી ઝળહળી ઉઠશે.

આ પ્રસંગે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય શ્રીમતી રીવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તેમજ  મેઘજીભાઈ ચાવડા, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર, કલેકટર બી. એ. શાહ,જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, મ્યુનિ. કમિશનર  ડી.એન. મોદી, ડીડીઓ વિકાસ ભારદ્વાજ, અગ્રણી વિમલભાઈ કગથરા, પ્રકાશભાઈ બાંભણિયા, મેરામણ ભાટુ, વિજયસિંહ જેઠવા તથા બહોળી સંખ્યામા રાજપૂત સમાજના અગ્રણીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

લાલપુરના હરીપરમાં ચાલુ ભાગવત સપ્તાહે ડોમ ધરાશાયી : જુવો VIDEO

0

જામનગર લાલપુર તાલુકાના હરીપર ગામે ચાલી રહેલ ભાગવત સપ્તાહમાં ડૂમના માચડો ધરાશાઇ થતા નાસભાગ 

  • ૬ લોકોને ઇજા થતા પ્રાથમિક સારવાર અપાઈ
  • ચાલુ ભાગવત સપ્તાહે અચાનક ડોમનો માચડો ખાબકતા મોટી દુર્ધટના સહેજમાં અટકી
  • ડોમ તુટ્યાનો VIDEO થયો સોશિયલ મીડિયામાં વાયરલ

દેશ દેવી ન્યુઝ જામનગર તારીખ 30 એપ્રિલ 2023 જામનગરના લાલપુર તાલુકાના હરીપર ગામે ચાલુ સપ્તાહ દરમિયાન ડોમનો માચડો ધરાસાઇ થતા કથા શ્રવણ કરી રહેલા ૬ ભાવીકોને ઇજાગ્રસ્ત થતા પ્રાથમિક સારવાર અપાય હતી.

સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગરના લાલપુર તાલુકાના હરીપર ગામે ચાંગાણી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં અચાનક ડોમ ધરાસાઇ થતા ભારે નાસભાગ મચી ગઇ હતી જેને લઈ લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી જે અંગેનોવિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચકચાર જાગી છેતો બીજી તરફ સગા વાલા દ્વારા ફોન કરી હાલચાલ પુછાયા હતા

પ્રધાનમંત્રી મોદીના ‘મન કી બાત’નો આવતીકાલે 100 મો એપીસોડ : વર્લ્ડ રેકોર્ડ બનશે

0

આવતીકાલે પ્રધાનમંત્રી મોદીના ‘મન કી બાત’નો 100 મો એપીસોડ, વર્લ્ડ રેકોર્ડ બનશે

  • શહેર ભાજપ દ્વારા અનોખી તૈયારીઓ…

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૯ એપ્રિલ ૨૩  મન કી બાત કાર્યક્રમ થકી નરેન્દ્રભાઈ મોદી એ જન-જન સાથે સંવાદની શરૂઆત કરેલ છે. 3 ઓક્ટોબર 2014 ના રોજ પ્રથમ સંવાદ કરવામાં આવેલ. લોકો સાથે પ્રધાનમંત્રી નિયમિત પ્રતિમાસ દ્વિપક્ષીય સંવાદ કરે તેવી આ પ્રથમ ઘટના બની રહી છે. અને સતત 100 મહિના કે 100 વખત આ સંવાદ કરવાની ઘટના એક વર્ડ રિકોર્ડ બનવા જઈ રહી છે 30-એપ્રિલ-2023ના રોજ 100 મોં એપિસોર્ડ પ્રસારિત થવા જઈ રહ્યો છે, જેને ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોટ્સ માં સ્થાન પ્રાપ્ત થશે.

આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા અર્થે જામનગર 78 વિધાનસભાના તમામ બુથ, 79 વિધાનશભાના તમામ બુથમાં મન કી બાત સાંભળવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવશે.

જામનગર શહેરમાં આજે શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, મહામંત્રી મેરામણભાઈ ભાટુ, ગોપાલભાઈ સોરઠીયા, ભાર્ગવભાઈ ઠાકર અને દિપાબેન સોની દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, જામનગર – દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ, 79 વિધાનસભાના બુથ ન. 62, કચ્છી ભાનુશાલી વાડી, 58, દિગ્વિજય પ્લોટ (મહામંત્રી વિજયસિંહ જેઠવા ઉપસ્થિત રહેશે), 78 વિધાનસભા ના ધારાસભ્ય રિવાબા જાડેજા 78 વિધાનસભા બુથ ન. 97 સરલાબેન ત્રિવેદી આવાસ ખાતે (મહામંત્રી મેરામણભાઇ ભાટુ), 79 વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, 79 વિધાનસભા ના બુથ ન. 74 સોની સમાજ ની વાડી (મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા), મેયર- 78 વિધાનસભા ના બુથ ન. 121, સ્વીટ હોમ એપાર્ટમેન્ટ ખાતે (શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા) ઉપસ્થિત રહેશે. જ્યાં કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં મન કી બાત સંભાળવા ઉપસ્થિત રહેશે.

ઉપરોક્ત સ્થળે મન કી બાત કાર્યક્રમ 11 થી 11.30 વચ્ચે નિહાળવામાં આવશે, આ વર્લ્ડ રેકોર્ડ ના સાક્ષી બનવા અર્થે જામનગર મહાનગર નવતમામ બુથો ઉપર કાર્યકર્તા અને લોકો સાભળવા જોડાશે, દરેક શક્તિકેન્દ્ર માં આવતા પકીનું એક બુથ પર વિશેષ કાર્યક્રમ આયોજિત થશે જેમાં અંદાજિત 100 લોકો એકત્રિત થઈ, 100 બુથ પર વિશેષ કાર્યક્રમ યોજાશે. ભાજપ મીડિયા વિભાગ, આઇ.ટી, તથા સોશિયલ મીડિયાની ટીમ વિશેષ જહેમત ઉઠાવી મન કી બાત અંતર્ગત કાર્યક્રમો ની ડિજિટલ માહિતી પ્રસાર ની કામગીરી સંભાળશે તેવું ભાજપા મીડિયા વિભાગ ક્ધવીનર ભાર્ગવ ઠાકરની યાદીમાં જણાવાયું છે.

જામનગર નિરાધારને સુરક્ષીત આશ્રય આપતું સખી વન સ્ટોપ સેન્ટર

0

નિરાધાર અને માનસિક અસ્વસ્થ બહેનને સુરક્ષિત આશ્રય અપાવતું જામનગર સખી વન સ્ટોપ સેન્ટર

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૭ એપ્રિલ ૨૩ જામનગર એક નિરાધાર અને માનસિક અસ્વસ્થ મહિલા માટે જામનગરનું સખી વન સ્ટોપ સેન્ટર સુરક્ષિત આશ્રયસ્થાન અપાવી મદદરૂપ બન્યું છે,વિગત મુજબ એક નિરાધાર અને માનસિક અસ્વસ્થ બહેન જામનગરના એસ.ટી. રોડ પરથી એક જાગૃત નાગરિકને મળી આવેલ. બહેનની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી જાગૃત નાગરિક દ્વારા બહેનને જામનગર “સખી” વન સ્ટોપ સેન્ટરને જાણ કરેલ અને જાણવા મળેલ કે આશરે ૪૪ વર્ષના બહેન ઘણા સમયથી ફૂટપાથ પર એકલા રહી રખડતું-ભટકતું જીવન જીવી રહ્યા છે.

સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક હેતલબેન અમેથીયા દ્વારા કાઉન્સેલીંગ કરતા બહેને જણાવેલ કે બહેનને સંતાનમાં ચાર બાળકો છે જે બહેનને સાથે રાખતા ન હોય અને બહેનના ઘણા સમય પહેલા છૂટાછેડા થઇ ગયેલ છે, ત્યારબાદ બહેનને સેન્ટર દ્વારા સાનુકુળ વાતાવરણ આપવામાં આવેલ તેમજ સેન્ટર દ્વારા આપવામાં આવતી સહાયો વિશે પરિચિત કરી રખડતું-ભટકતું જીવન જીવવું યોગ્ય નથી તે બાબતની સમજ આપેલ.સેન્ટર દ્વારા બહેનને વિશ્વાસ અપાવેલ કે બહેનને રેહવાની વ્યવસ્થા કરી આપશું.ત્યાર બાદ સેન્ટરના કેન્દ્ર સંચાલક દ્વારા વિવિધ મનોરોગી સંસ્થાઓનો સંપર્ક કરેલ જેમાં જુનાગઢ જિલ્લાના સમઢીયાળા ગામે આવેલ શ્રી દેવંગી આશ્રમ, નકલંગ ધામે તૈયારી દર્શાવવતા બહેનને કેન્દ્ર સંચાલક હેતલબેન અમેથીયા અને કેસ વર્કર અસ્મિતાબેન સાદીયા દ્વારા જુનાગઢ જિલ્લાના સમઢીયાળા ગામ ખાતે આવેલ  દેવંગી આશ્રમ, નકલંગ ધામ ખાતે આશ્રય અપાવેલ આશ્રય સ્થાનની વ્યવસ્થા બદલ બહેને જામનગર “સખી” વન સ્ટોપ સેન્ટરનો આભાર વ્યકત કર્યો હતો : વિરેન્દ્રસિંહ પરમાર

જામનગરમાં કોલેજીયન યુવાન પર હુમલો કરનારા 8 શખ્સો સામે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો

0

જામનગરમાં કોલેજીયન યુવાન પર હુમલો કરનારા 8 શખ્સો સામે ગુનો નોંધાયો

  • કોલેજીયન યુવાનને માર મારવા અંગેનો વિડીયો વાયરલ થયા પછી પોલીસ દ્વારા ગુનો દાખલ કરાયો: આરોપીઓની શોધખોળ
  • હુમલાખોર ટોળકી અવાર-નવાર કોલેજ વિસ્તારમાં લુખ્ખાગીરી કરતા હોવાની અનેક ફરીયાદો ઉઠી છે.
  • ભોગ બનનાર યુવાને પરિવારને જાણ કરતા મોટી સંખ્યામાં પરીવારજનો દોડી આવ્યા હતા : સદ્દનસીબે હુમલાખોર ભાગી છૂટતા મોટી ”તકરાર’ સહજમાં ટળી હતી.

દેશ દેવી ન્યુઝ તા.૨૭ એપ્રિલ ૨૩ જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં આવેલી એક ખાનગી કોલેજના દ્વારા કોલેજીયન યુવાન પર હુમલો કરવા અંગે નો વિડીયો વાયરલ થયો હતો, જેના અનુસંધાને સીટી બી. ડિવિઝન પોલીસે કોલેજીયન યુવાનની ફરિયાદના આધારે આઠ શખ્સો સામે ગુનો નોંધ્યો છે, અને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

આ બનાવની વિગતો એવી છે કે જામનગરમાં ગાંધીનગર નજીક મોમાઈનગર શેરી નંબર -૨ માં રહેતો અને પટેલ કોલોની આવેલી એક ખાનગી કોલેજમાં અભ્યાસ કરતો અજયસિંહ દિલીપસિંહ જાડેજા કે જે યુવાન પર આજથી બે દિવસ પહેલાં કોલેજના દ્વારે હુમલો કરાયો હતો, અને આઠેક જેટલા શખ્સોએ આવી ને તું કોલેજમાં બહુ પેતરા કરે છે. તેમ કહી તકરાર કરી હતી, અને કોલેજ યુવાનને મારકુટ કરી હતી. ધવાયેલ યુવાને પરીવારને જાણ કરતા મોટી સંખ્યામાં પરિવારજનો તેમજ યુવાનો દોડી ગયા હતા સદનશીબે હુમલાખોર ભાગી છુટ્યા હતા નહીતર બહુ મોટી ઘટના ઘટી જાત, યુવાન પર હુમલાનો સમગ્ર બનાવ CCTV કેમેરામાં કેદ થયો હતો.

જે વિડીયો સમગ્ર શહેર ભરમાં વાયરલ થયા પછી પોલીસે તપાસમાં ઝુકાવ્યું હતું, અને કોલેજીયન યુવાન અજયસિંહ દિલીપસિંહ જાડેજાએ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં આરોપી સાવન ચાવડા, સાહિલ તથા તેના અન્ય છ સાગરીતે સામે ગુનાઓ નોંધવામાં આવ્યો છે.

સીટી બી. ડિવિઝનના મહિલા PSI સોનલબેન સામાણીએ તમામ આરોપીઓ સામે આઇપીસી – ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (ર) તેમજ રાથોટીંગ અંગેની કલમ મુજબ ગુનો નોંધ્યો છે અને તમામ ની શોધખોળ હાથ ધરી છે.

જામનગરના મેઘપરમાં પ્રેમી સાથે વાત કર્યા બાદ પ્રેમીકાએ જીવનલીલા સંકેલી

0

લાલપુરના મેઘપરમાં પ્રેમી યુવક સાથે વાતચીત કર્યા બાદ પ્રેમીકાએ જિવનલીલા સંકેલી..

  • આત્મહત્યાના વધતા જતા ચિંતાનો વિષય

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૭ એપ્રિલ ૨૩: જામનગર લાલપુર તાલુકાના મેઘપર ગામમાં બાપા સીતારામની મઢુલી પાસે રહેતાં અને મજૂરી કામ કરતા ધર્મેશભાઈ પરમાર નામના કુંભાર આધેડની પુત્રી ચાંદનીબેન પરમાર (ઉ.વ.20) નામની યુવતીને જોગવડ ગામમાં રહેતાં ધર્મરાજસિંહ માધુભા કેર નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો. દરમિયાન બુધવારે બપોરના સમયે યુવક સાથે ફોનમાં વાતચીત કરતી હતી. ત્યારબાદ કોઇ કારણસર તેના રૂમમાં પીઢીયાની પાપડીમાં સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા યુવતીને પ્રથમ મોટી ખાવડીની હોસ્પિટલ અને ત્યારબાદ જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં ફરજ પરના તબીબોએ તેમનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું.આ અંગેની મૃતકના પિતા ધર્મેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો વી.સી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા પૂછપરછ હાથ ધરી હતી.

error: Copying and use of the content of the website is considered as illegal activity.