Sunday, October 18, 2026
Home Blog Page 229

જામનગર પટ્ટણીવાડમાં સુમરા યુવાન ઉપર હોટલ સંચાલક સહિત 4 શખ્સો ટુટી પડ્યા

જામનગરના પટ્ટણી વાડમાં બબાલ : ગ્રાહક પર હુમલો કરનાર રેસ્ટોરન્ટ સંચાલક સહિત ચાર શખ્સોએ તલવાર સાથે કર્યો હિચકારો હુમલો

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૬ મે ૨૩: જામનગરમાં પટણીવાડ વિસ્તારમાં આવેલા એક રેસ્ટોરન્ટ માં ગઈ રાત્રે લાલપુરનો એક યુવાન જમવા માટે ગયો હતો, જ્યાં સામું જોવા બાબતે એક શખ્સ સાથે બોલાચાલી થયા પછી હોટલ સંચાલક યુસુફભાઈ અને તેના બે સાગરીતોએ માર મારી હોટલમાંથી બહાર કાઢી મૂક્યો હતો, જ્યારે ઝુંબેર વાઘેરે તલવાર વડે હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.

લાલપુરમાં રહેતો અકરમ અલ્લા રખાભાઈ ખફી નામનો 25 વર્ષ નો યુવાન ગઈકાલે જામનગર આવ્યો હતો, અને રાત્રિના સમયે પટણીવાડ વિસ્તારમાં આવેલા સદામ રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયો હતો, ત્યાં જમી રહેલા જુબેર વાઘેર નામના શખ્સ સાથે સામું જોવા બાબતે બબાલ થઈ હતી, ત્યાર બાદ રેસ્ટોરન્ટ ના સંચાલક યુસુફભાઈ તથા તેના અન્ય બે સાગરીતો એ ફરિયાદી યુવાનને હોટલની બહાર કાઢી મૂક્યો હતો. જ્યારે સામુ જોવા બાબતે ઝઘડો થયો હતો તે જુબેર વગેરેએ તલવાર વડે હુમલો કરી દીધો હતો. આથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. આ બનાવવા અંગે પોલીસને જાણ કરતાં સિટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર પ્રેમપ્રકરણમાં કોળી યુવાનના હાથ-પગ ભાંગી નાખ્યા

જામનગર: પ્રેમપ્રકરણમાં યુવાન ઉપર ધારિયા વડે હુમલો, યુવતિના પિતા સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૬ મે ૨૩: જામનગરમાં ગુલાબનગર મેઈન ઢાળી પાસે રહેતા, અને હાલ મોટી ખાવડી રહેવા માટે ભાગી છુટેલા અજય નારણભાઈ મકવાણા નામના 30 વર્ષના યુવાને પોતાના ઉપર ધારીયા વડે હુમલો કરી ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજાઓ પહોંચાડવા અંગે ગુલાબ નગર વિસ્તારમાં જ રહેતા અકબર વલીમામદ બાબવાણી નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે, જ્યારે તેને ફ્રેકચર સહિતની ઇજા થઈ હોવાથી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે. તેને બંને પગમાં ફ્રેકચર થયા છે, ઉપરાંત ધારિયા ના હુમલા થી ઈજા થઈ હોવાથી ટાંકા પણ લેવા પડ્યા છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન કે જે આરોપીની પુત્રી સાથે પ્રેમ સંબંધ ધરાવતો હતો, અને આજથી એકાદ માસ પહેલાં પોતાની પ્રેમિકાને ભગાડી ગયો હતો. પરંતુ પાછળથી પ્રેમિકા તેના માતા પિતાને ઘેર ચાલી ગઈ હતી. જ્યારે પ્રેમિકા ના પિતા પોતાને મારશે, તેવા ડરના કારણે તેણે ગામ છોડી દીધું હતું, અને મોટી ખાવડી રેવા ચાલ્યો ગયો હતો પરંતુ તેની પાસે પૈસા ખૂટી જતાં પોતાનું બેંક ખાતુ ગુલાબ નગર વિસ્તારમાં હોવાથી ગુલાબ નગરની એસ.બી.આઈ. ની બ્રાન્ચમાં ખાતામાંથી પૈસા ઉપાડવા આવ્યો હતો, જ્યાંથી પૈસા ઉપાડીને રિક્ષામાં પરત જવા નીકળ્યો હતો. પરંતુ પ્રેમિકાના પિતા અકબર બાબવાણીને જાણકારી મળી જતાં તેણે પોતાની રીક્ષા લઈને પીછો કર્યો હતો, અને રાજપાર્ક વિસ્તારમાં જ રીક્ષા ને રોકાવી લઇ ધારીયા વડે હુમલો કરી દીધો હતો. આ બનાવ અંગેથી સીટી બી. ડિવિઝન પોલીસે હુમલા અંગેની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને આરોપીની શોધખોળ હાથ ધરી છે.

જામનગરમાં દલવાડી યુવકને યુવતિની લાલચ આપી ૪૦ હજાર પડાવી લીધા: ૬ સામે ફરિયાદ

જામનગરમાં નાસ્તા ની રેકડી ચલાવતાં શખસ પાસેથી યુવતીની લાલચ આપી રૂા.40 હજાર પડાવી લેવાયા, છ શખ્સો સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર: તા. ૬.મે ૨૩ જામનગરમાં યુવતિ ને મળવા ની લાલચ આપી ને યુવાનો ને ખંખેરવા, લુંટવા માટે કારસ્તાન થઈ રહ્યા છે. આવો જ એક કિસ્સો જામનગર નાં યુવાન સાથે બન્યો છે.શહેર નાં કાલાવડ નાકા બહાર તરમામાદ સોસાયટી મા રહેતા અને નાસ્તા ની રેકડી ચલાવતા દેવેન્દ્ર વશરામભાઇ નકુમ (31) ને ગત તાં 1/5/23 નાં રાત્રે બ્લડ લાઈવ એન્ડ મેલ ડેટિંગ નામની વિશાલ પટેલ નામની આઇ ડી બનાવી તેમાંથી એક મેસેજ મળ્યો હતો.ત્યાર પછી એક શખ્સ બાઈક લઈ ને તેની પાસે આવ્યો હતો.અને મળવા લઇ જવાનું જણાવી બંને અલગ અલગ બાઈક મા રવાના થયા હતા તેઓ જોલી બંગલા વિસ્તાર મા પોચ્યા ત્યારે એક રિક્ષા મા પાંચ શખ્સો આવ્યા હતા.અને રોકડ અને ઘરેણા ની માંગણી કરતા આનાકાની કરવા મા આવતા ઢિકા પાટુ નો માર મારી રૂ. 3500 ની રોકડ રકમ ઝૂંટવી લીધી હતી.ત્યાર બાદ ધોકા વડે માર મારી બળજબરી થી ગૂગલ પે મારફત રૂ. 37,000 ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ પછી તમામ આરોપી ઓ નાસી ગયા હતા.

આ બનાવ અંગે આજે દેવેન્દ્ર નકુમ એ અજાણ્યા છ શખ્સો સામે IPC કલમ – ૩૯૫, ૩૮૪, ૩૮૫, ૩૨૩, ૧૨૦ (બી) તથા જીપીએક્ટ ૧૩૫ (૧) મુજબ પોલીસ મા ફરિયાદ નોંધાવતા પોલીસે કાવતરા સહિત ની કલમ મુજબ ગુનો નોંધ્યો છે. આ અંગે ની તપાસ PSI  ટી.ડી બુડાસણા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

ખંભાળીયા સલાયા મરીન પોલીસ સ્ટેશનના 3 પોલીસકર્મી સસ્પેન્ડ

દરિયાનો વીડિયો વાયરલ થતા સલાયા મરીન પોલીસ સ્ટેશનના ત્રણ કર્મી સસ્પેન્ડ

  • GRD જવાન અને અન્ય શખ્સ દરિયામાં ન્હાવા પડ્યાનો વિડીયો વાયરલ થતા કાર્યવાહી

દેશ દેવી ન્યુઝ જામનગર તા. 06 મે 23 સલાયા: ખંભાળિયા પંથકમાં આવેલા દરિયામાં કાળુભાર ટાપુ નજીક પોલીસ સ્ટાફને સરકારી બોટ મારફતે પેટ્રોલિંગની જવાબદારી સોંપવામાં આવી હતી. આ માટે સલાયા મરીન પોલીસ મથકના ત્રણ પોલીસકર્મી દ્વારા સરકારી બોટ મારફતે એક જી.આર.ડી.ના જવાન તથા અન્ય એક સ્થાનિક શખ્સને બોટમાં લઈ જવામાં આવ્યા હતા.

દરિયામાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કર્મચારીઓ બોટમા હતા ત્યારે જી.આર.ડી.નો જવાન તથા અન્ય એક શખ્સ દોરડું બાંધી અને બોટમાંથી દરિયામાં નહાવા પડ્યા હતા. જે અંગેનો વિડીયો વાયરલ થઈ ગયો હતો. આ કૃત્યથી કાયદાનું ઉલ્લંઘન થતું હોવાનું ખુલવા પામતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એમ.એમ. પરમાર દ્વારા તાકીદની કાર્યવાહી કરી, ઉપરોક્ત ત્રણેય હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલને ફરજ મુક્ત કરવા માટેનો હુકમ કરાયો છે.

આ સમગ્ર પ્રકરણ અંગેની વધુ ઊંડાણપૂર્વકની તપાસ કરવા માટે LCB વિભાગને પણ હુકમ કરવામાં આવ્યો છે. જેથી એલસીબીના પી.આઈ કૃષ્ણપાલસિંહ  ગોહિલ દ્વારા આ પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સલાયા મરીન પોલીસ મથકના ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાના આ સમગ્ર પ્રકરણથી જિલ્લાના પોલીસ બેડામાં પણ ભારે ચકચાર મચી જવા પામી છે.

જામનગર ખીરીમાં ખુલ્લા વિજવાયરની પ્લેટને ભંગાર સમજી ઉપાડી લેતા મહિલાનું મોત

જોડિયા પંથકના ખીરી ગામે વીજશોક લાગતા યુવતિનું મોત

  • શ્રમિક મહિલા વાયરની પ્લેટને ભંગાર સમજી અડી જતા પ્રાણ પેખેરું ઉડી ગયું.
  • ખુલ્લા હેવી વિજ વાયર, લાઇનો, ખુલ્લી પેટીઓ ધોર બેદરકારી.! તંત્રના પાયે શ્રમિક મહિલાએ જીવ ગુમાવ્યો.!

દેશ દેવી ન્યુઝ જામનગર તા.પ મે ૨૩: જામનગર નજીક જાંબુડા પાસે રહેતી અને ભંગાર વીણવાનું કામ કરતી નિર્મળાબેન વાલજીભાઈ ગોગિયા નામની 35 વર્ષની શ્રમિક યુવતી, કે જે ગઈકાલે જોડીયા તાલુકાના ખીરી ગામ પાસે આવેલા 66 કેવી ના સબ સ્ટેશન પાસે ભૂલથી એક લોખંડ ના વાયરની પ્લેટને ભંગાર સમજીને ઉપાડવાની કોશિશ કરતાં તેણીને તેમાંથી એકાએક વિજઆંચકો લાગ્યો હતો, અને ચોટી જવાના કારણે તેણીનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજયું હતું.

આ બનાવ અંગે જાંબુડા માં રહેતી લક્ષ્મીબેન રમેશભાઈ ધૈયડા નામની એક મહિલાએ જોડિયા પોલીસને જાણ કરતાં જોડીયા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત મૃતક યુવતીને કયા સંજોગોમાં વીજ આંચકા લાગ્યો છે, તે સમગ્ર બનાવ મામલે ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.

જામનગરમાં મહિલાની હત્યા પ્રકરણમાં હત્યારા પતિની મઘ્યપ્રદેશથી ધરપકડ

દરેડમાં પરપ્રાંતિય મહિલાની હત્યા પ્રકરણમાં આરોપી પતિની મઘ્યપ્રદેશથી ધરપકડ

  • LCBના ASI સંજયસિંહ વાળા, યશપાલસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા તથા પંચ – બીના નિર્મળસિંહ જાડેજા, કેસી જાડેજાઓની સયુંકત બાતમી

દેશ દેવી ન્યુઝ જામનગર તા. o૪ મે ૨૩: મૂળ મધ્યપ્રદેશના ગ્વાલિયરના વતની અને હાલ જામનગર વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા કમલ સિંગ બલરામ સિંઘ બધેલ ની પત્ની મીનાબેન કે જે 22.4.2023 ના દીને પોતાના ઘેર એકલી હતી, દરમિયાન તેણીને ગળે ટૂંપો દઈ હત્યા નીપજાવાઈ હતી. જે તે વખતે મહિલાનું ગળાફાંસો ખાઈ લઇ મૃત્યુ નીપજ્યું હોવાનું તારણ નીકળ્યું હતું, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ દરમિયાન તેણીને ગળે ટૂંપો દઈને હત્યા નિપજાવાઈ હોવાનું તારણ નીકળતાં પોલીસ દ્વારા આ બનાવમાં અજાણ્યા શખ્સ સામે હત્યા અંગેના ગુનો નોંધવામાં આવ્યો હતો, અને હત્યારા ને શોધવા માટે ચો તરફ તપાસનો દોર લંબાવાયો હતો.

દરમિયાન એલસીબી ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલ દરેડ વિસ્તારમાં જ રહીને મજૂરી કામ કરતો જવારસિંગ ખુશીરામ જાટવ કે જે હત્યાના બનાવના દિવસે દરેડ વિસ્તારમાં દેખાયો હતો, અને ત્યાર પછી એકાએક લાપતા બન્યો હતો. તેથી એલસીબી ની ટીમ તથા પંચકોશી બી. ડિવિઝનની પોલીસ ટીમે સંયુક્ત રીતે જુદા જુદા વિસ્તારના કેમેરાઓ નિહાળ્યા હતા, અને છેક મધ્યપ્રદેશ સુધી તપાસનો દોર લંબાવી એક સંયુક્ત પોલીસ ટુકડી મધ્યપ્રદેશના દતિયા જિલ્લાના ઇન્દ્રગઢ તાલુકાના ચોખરા ગામ સુધી પહોંચી હતી, અને ત્યાંથી જવારસિંગ ખુશીરામ જાટાવ નામના શખ્સને ઉઠાવી લીધો હતો.

જેની યુક્તિ પ્રયુક્તિ વાપરીને ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતાં તેણે આખરે હત્યા કર્યાનું કબૂલી લીધું હતું, અને પૈસાની લેતી દેતી ના મામલે આવેશમાં આવી જઈ મીનાબેન ને સાડી વડે ગળે ટૂંપો આપી દીધો હોવાનું કબૂલ કર્યું હતું  જેથી પોલીસ ટુકડી આરોપીને લઈને જામનગર પરત ફરી હતી, અને પંચકોશી બી. ડિવિઝનમાં સુપ્રત કરી દીધો છે. પંચકોશી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન નો સ્ટાફ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવે છે.

જામનગર ગોકુલનગરમાં વાણંદ પરણીતા અઢી વર્ષના બાળક સાથે ગુમ

જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાંથી મહિલા અને અઢી વર્ષની બાળકી ગુમ થયાની ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૪ મે ૨૩ જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતી 27 વર્ષે એક પરણીતા પોતાની અઢી વર્ષની પુત્રી સાથે એકાએક લાપતા બની જતાં પરિવારજનો દ્વારા સીટી સી. ડિવિઝન પોલીસમાં ગુમ નોંધ કરાવવામાં આવી છે, અને માતા પુત્રી ની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. જામનગરમાં ગોકુલ નગર સાયોના શેરી નંબર -2 માં રહેતા અને વાળંદ કામ કરતા અશોકભાઈ દામજીભાઈ બગથરીયા નામના 36 વર્ષના યુવાને જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસમાં પોતાની પત્ની નિશાબેન (ઉંમર વર્ષ 27) અને પુત્રી સોનાલીબેન (અઢી વર્ષ) કે જેઓ પોતાના ઘેરથી એકાએક 1 તારીખે નીકળ્યા પછી લાપતા બની ગયા હોવાની જાહેરાત કરી છે. પોલીસ દ્વારા નિશાબેન અને પુત્રી સોનાલી ની ગુમ નોંધ કરી તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. નિશાબેન પાતળા બાંધાની છે, અને તેણીએ જમણા હાથના પોંચા પર ઓમ ત્રોફાવેલું છે, જ્યારે લાલ કલરની સાડી પહેરેલી છે. અને તેણી ગુજરાતી ભાષા જાણે છે. જે અંગેની કોઈને જાણકારી હોય તો સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એમ. એમ. જાડેજા નો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.

જામનગર બર્ધનચોકમાં એસ્ટેટ શાખાની ટીમ અને પથારાવાળા વચ્ચે ઘર્ષણ : જુવો VIDEO

જામનગર બર્ધનચોકમાં એસ્ટેટ શાખાની ટીમ અને પથારાવાળા વચ્ચે ઘર્ષણ : ઉગ્ર બોલાચાલી

  • વારંવાર એક જ વિસ્તારને ટાર્ગેટ કરતી એસ્ટેટ શાખાની કામગીરી સામે ઉઠતા પ્રશ્ન.!
  • સાસકપક્ષના નેતા કુસુમબેન પંડ્યાની પથારા હટાવા માટે થોકબંધ ફરીયાદો હતી : એસ્ટેટ ઓફિસર નિતીન દિક્ષીત
  • પોલીસ સમયસર ન આવી હોત તો મોટી ઘટના ઘટી જાત : દબાણ નિરીક્ષક યુવરાજસિંહ ઝાલા

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૩ મે. ૨૩ જામનગર બ્રર્ધન ચોક વિસ્તારમાં એસ્ટેટ શાખા અને પથારાવાળા વચ્ચે દબાણ હટાવ કામગીરી વેળાએ ડખ્ખો થતા વાતાવરણ તંગ બન્યું હતું, અને ચકમકના દ્રશ્યો સર્જાયા હતા. વારંવાર એક જ વિસ્તારને ટાર્ગેટ કરતી એસ્ટેટ શાખાની કામગીરી સામે વેપારીઓએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો તેવામાં દેકારો બોલી જતા એસ્ટેટ ઓફિસર સહિતના કર્મીઓનો ધેરાવ થતા ભારે અફડાતફડી મચી ગઈ હતી.

સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગર શહેરના બ્રધન ચોક વિસ્તારમાં એસ્ટેટ શાખાની કામગીરીને લઈ પથારાવાળા અને એસ્ટેટ ઓફિસર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી ક્ષણવારમાં લોકોના ટોળાઓ એકઠા થતા વાતાવરણ તંગ બન્યું હતું તેવામાં દબાણ નિરીક્ષક યુવરાજસિંહ ઝાલાએ સમય સૂચકતા દાખવી સીટી-એ ડિવિઝન પોલીસને જાણ કરતા કાફલો દોડી આવ્યો હતો જેને લઈ મોટી ધટના સહજમાં અટકી હતી વારંવાર એક જ વિસ્તારને ટાર્ગેટ કરતી એસ્ટેટ શાખાની કામગીરી સામે અનેક પ્રશ્ન ઉઠ્યો છે.! તો બીજી તરફ પેટીયુ રડી ગુજરાન ચલાવતા નાના વેપારી ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને ભારે કચવાટ ફેલાયો હતો એક તરફ કેન્દ્ર સરકાર લારી ગલ્લા ધારકોને પગભર કરવા સ્વ નિધિ યોજના અમલમાં મૂકી રહી છે. તો બીજી તરફ આડેધડ લારી- પથારાઓ જપ્ત કરાતા નાના વેપારીઓમાં નારાજગી જોવા મળી છે.

વેપારીઓનું કહેવું છે કે મોંઘવારીના સમયમાં વ્યાજથી રૂપિયા લાવી ધંધો કરી રહ્યા છે. છતાં બર્ધનચોક ને જ ટાર્ગેટ કરવામાં આવે છે. ફક્ત આજ વિસ્તારમાં ભેદભાવ રાખી કોર્પોરેશન કાર્યવાહી કરાતા પડતા પર પાટુ સમાન ઘાટ સર્જાય છે. તંત્ર એ આ બાબતની ગંભીરતા સમજી રાહત આપવી જોઈએ.

ગળાડૂબ પ્રેમમાં ફૈઇ-ભત્રીજાનો સજોડે આપધાત

દેવ ભૂમિ દ્વારકાના કુરંગા નજીક ફૈઈ-ભત્રીજા એ સજોડો આપઘાત કર્યો

  • કલ્યાણપુર તાલુકાના દુધિયા ગામે રહેતા યુવાને અને રાવલ ગામે રહેતી પરિણીત મહિલાએ સંગાથે જીંદગીનો અંત આણ્યો 

દેશ દેવી ન્યુઝ જામનગર જામખંભાળિયા તા.૦૩મે ૨૩ :કલ્યાણપુર તાલુકાના ગામોમાં રહેતા ફૈઈ અને ભત્રીજાએ દ્વારકા તાલુકાના કુવરંગા ગામે જઈને ઝેર ગટગટાવી આપઘાત કરી લીધાનું જાહેર થયું છે.

ખંભાળિયાના શક્તિનગર વિસ્તારના રહીશ અને હાલ કલ્યાણપુર તાલુકાના દુધિયા ગામે રહેતા વિજયભાઈ રામાભાઈ વાઘેલા નામના 21 વર્ષના દેવીપુજક યુવાન તથા કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા શારદાબેન મેરૂભાઈ ચૌહાણ 30 નામના પરિણીત મહિલાઓ વચ્ચે પ્રેમ સંબંધ હોય, જેથી આ બંને યુવાન-યુવતી થોડા દિવસ પૂર્વે ભાગી ગયા હતા. આ બંને ફોઈ-ભત્રીજો થતા હોય, તેથી તેઓના લગ્ન થઈ શકે તેમ ના હોવાથી સમાજમાં નીચું જોવાનું થશે તેમ તેવી પરિસ્થિતિ હોવાથી વિજયભાઈ તથા શારદાબેને દ્વારકાથી આશરે 32 કિલોમીટર દૂર કુરંગા ગામે આવેલા એક મંદિર પાસે ઝેરી દવા પી લેતા બંનેના મૃત્યુ નીપજ્યા હતા. આ અંગેની જાણ ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા કનુભાઈ રામાભાઈ વાઘેલા (ઉ.વ. 24) એ દ્વારકા પોલીસને કરી છે. જે સંદર્ભે પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરના ફલ્લામાં સરાજાહેર ખૂની ખેલ : પિતાની હત્યા : પુત્ર ગંભીર

ફલ્લાની સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક પાસે ધોળે દિવસે હત્યા

  • બેંક કર્મચારીએ પિતા-પુત્ર પર હુમલો કર્યો, પિતાનું મોત; પુત્રની હાલત ગંભીર

દેશ દેવી ન્યુઝ જામનગર તા 03 મે ૨૩:  જામનગર જિલ્લાના ફલ્લા ગામમાં ગઇકાલેે ધોળે દિવસે હત્યાનો બનાવ બનતા ચકચાર મચી છે. ફલ્લા ગામમાં આવેલી સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના કર્મચારી દ્વારા બેંક સંકુલમાં કોઈ કારણોસર પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કરતા પિતાનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું છે. જ્યારે પુત્રને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યો છે.

જામનગર-રાજકોટ હાઈવે પર આવેલા ફલ્લા ગામની સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની શાખા પર ગોવિંદભાઈ ઓધવજીભાઈ ઘેંટિયા અને તેમના પુત્ર મિલન ઘેંટિયા આજે આવ્યા હતા. ત્યારે બેંકમાં ફરજ બજાવતા ધવલ પટેલે કોઈ કારણોસર છરી વડે પિતા-પુત્ર પર હુમલો કરી દીધો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા ગોવિંદભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે મિલનને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યો છે.

ઘટનાની જાણ થતા જામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ સોઢા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને આરોપીની શોધખોળ હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. ઘટનાના પગલે બેંક પર લોકોના ટોળા એકઠા થયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળતી વિગત મુજબ મૃતક ગોવિંદભાઈના પુત્રવધૂ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં નોકરી કરે છે. તેની સાથે જ આરોપી ધવલ પટેલ પણ નોકરી કરે છે. આરોપી સાથે મૃતકના પુત્રવધૂને કોઈ માથાકૂટ થઈ હોય ગોવિંદભાઈ અને તેમના પુત્ર બેંક પર આવ્યા હતા. આ સમયે કોઈ બાબતે બોલાચાલી થયા બાદ મામલો હત્યા સુધી પહોંચ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.