Sunday, October 18, 2026
Home Blog Page 228

પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા જામનગર સહિત ૧૮૪ ગુજરાતી માછીમારોની વતનવાપસી

પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા ૧૮૪ ગુજરાતી માછીમારોની વતનવાપસી

  • વાઘા બોર્ડરથી વડોદરા આવેલા જીંદાદિલ સાગર ખેડૂઓને મંત્રી રાઘવજીભાઇ પટેલે મ્હોં મીઠા કરાવી વતનમાં આવકાર્યા
  •  કોરોનાનો મહત્વનો તબક્કો પાકિસ્તાનની જેલમાં પસાર કરનારા આ માછીમારોને બસ મારફત પોતાના વતન મોકલાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૫ મે ૨૩ પાકિસ્તાનની જેલમાં રહેલા ભારતીય માછીમારોના એક સમુહને મુક્ત કરવામાં આવતા તે વાઘા બોર્ડરથી આજે વહેલી સવારે વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા. ચારેક વર્ષના અંતરાલ બાદ ગુજરાત પરત ફરેલા આ માછીમારોએ શ્વાસમાં વતનની સુગંધનો દરિયો ભરી લીધો હતો. વડોદરા ખાતે આ સમુહનું ટ્રેન મારફત આગમન થતાં મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ સહિતના આગેવાનો દ્વારા હારતોરા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ માછીમારોએ કોરોનાનો મહત્વનો તબક્કો પાકિસ્તાનની જેલમાં પસાર કર્યો છે.અરબી સમુદ્રમાં ભારતીય જળસિમામાં માછીમારી કરવા જતાં સાગર ખેડૂઓને પાકિસ્તાન દ્વારા પકડી લેવામાં આવે છે અને તેનાં પર ત્યાંના કાયદાનુસાર કેસ ચલાવીને જેલમાં પૂરી દેવામાં આવે છે. ભારતીય જળ સિમામાંથી પકડાયેલા મોટા ભાગના માછીમારોને કરાંચી નજીક આવેલી લાટી જેલમાં રાખવામાં આવે છે. પાકિસ્તાનની જેલમાં રહેલા ગુજરાતી માછીમારોને છોડાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ ઉપરાંત કેન્દ્રીય રાજ્યમંત્રી પુરુષોત્તમભાઇ રૂપાલાએ કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્ક સાધ્યો હતો.ગુજરાત સરકારના ઉક્ત પ્રયત્નોને પરિણામે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનની જેલમાં રહેલા ભારતીય માછીમારોને છોડાવવા માટે રાજદ્વારી પ્રયાસો કરતા તેને સફળતા મળી હતી અને પાકિસ્તાનના સત્તાધિશો દ્વારા ૧૯૮ ભારતીય માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.મુક્ત કરવામાં આવેલા માછીમારો પૈકી ગુજરાતના ૧૮૪, આંધપ્રદેશના ૩, દિવના ૪, મહારાષ્ટ્રના ૫ અને ઉત્તરપ્રદેશના ૨ નો સમાવેશ થાય છે. ગુજરાતની ૧૮૪ વ્યક્તિમાં ગિર સોમનાથ જિલ્લાના ૧૫૨, દેવભૂમિ દ્વારકાના ૨૨, જામનગર, જુનાગઢ, કચ્છ, વલસાડ અને નવસારીના એક-એક, પોરબંદરના પાંચ માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્તિ મળી છે.સામાન્ય રીતે સુરક્ષાની દ્રષ્ટિએ માછીમારોનું વેરિફિકેશન કરવામાં આવે છે. ભારતીય માછીમારોને પાડોશી દેશ દ્વારા પકડવામાં આવે ત્યારે તેમાં રહેલા ખલાસીઓની વિગતો મત્સ્ય ઉદ્યોગ દ્વારા મેળવવામાં આવે છે. સર્વ પ્રથમ તો વિદેશી એજન્સી દ્વારા પકડાયેલી ભારતીય બોટની નોંધણી રદ્દ કરવામાં આવે છે.

આ બોટની નોંધણી મહત્વની એટલા માટે છે કે, તેના આધારે તેની ઓળખ પ્રસ્થાપિત કરવામાં આવે છે અને રાજ્ય સરકાર દ્વારા તેને સબસિડીયુક્ત ડિઝલ આપવામાં આવે છે. વળી, સાગરખેડૂ પકડાઇ એટલે તેના પરિવારને રાજ્ય સરકાર દ્વારા હમદર્દી દાખવીને રૂ. ૩૦૦ પ્રતિદિન લેખે જીવાઇ આપવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની નેતૃત્વની ગુજરાત સરકાર દ્વારા આટલી સંવેદનશીલતા રાખવામાં આવે છે.

પકડાયેલા માછીમારોની ઓળખ પ્રસ્થાપિત કરીને મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા રાજ્ય સરકાર મારફત વિદેશ મંત્રાલયને યાદી મોકલવામાં આવે છે. જેના આધારે એમ્બેસી મારફત તેના વેરિફિકેશન કરવામાં આવે છે. હવે, આ માછીમારો વાઘા બોર્ડર ઉપર આવે ત્યારે ફરી તેનું વેરિફિકેશન કરવામાં આવે છે. આટલું જ નહીં, તેના આરોગ્યની તપાસણી પણ કરવામાં આવે છે. બાદમાં તેના માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરવામાં આવે છે. હાલમાં છૂટેલા આ માછીમારો અમૃતસરથી ટ્રેન મારફતે વડોદરા આવી પહોંચ્યા હતા. તેમના માટે ખાસ બે ડબ્બાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આજે વહેલી સવારે રેલ્વે સ્ટેશન ખાતે મંત્રી રાઘવજીભાઇ પટેલ ઉપરાંત ધારાસભ્ય  કેયુરભાઇ રોકડિયા,  ચૈતન્યભાઇ દેસાઇ, અગ્રણી ડો. વિજયભાઇ શાહ, કલેક્ટર  અતુલ ગોર, મત્સ્ય ઉદ્યોગ કમિશનર નીતિન સાંગવાન, અધિક પોલીસ કમિશનર  મનોજ નિનામા દ્વારા માછીમારોનું હારતોરા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રી કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો.

મુક્ત થયેલા સાગરખેડૂઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. બાદમાં તેમને નાસ્તો કરાવી ચાર ખાનગી બસો મારફત ગિરસોમનાથ તરફ રવાના કરવામાં આવ્યા હતા.

જામનગર હોસ્પિટલમાં ”શબરી ઘર” પર તોતિંગ વૃક્ષ ધરાશાયી : દર્દીના સગાનો આકસ્મિક બચાવ : જુવો VIDEO

0

જામનગર જીજી હોસ્પિટલ ના શબરી ઘર પર વૃક્ષ પડતા દોડધામ

  • વિશ્રામ કરી રહેલા દર્દીના સગા સંબધીઓ ભાગદોડ :સદનશીબ જાનહાની ટળી

દેશ દેવી ન્યુઝ તા.૧૩ મે. ૨૩ જામનગર જીજી હોસ્પિટલમાં ગાયનેક ર્વોડ પાસેના શબરી ઘર પર તોતિંગ વૃક્ષ ધરાસાયી થતા ભાગદોડી મચી ગઈ હતી અચાનક ઘડાકાભેર વૃક્ષ ધરાસાયી થયાની સાથે વોર્ડમાંથી લોકો દોડી આવ્યા હતા સદનશીબે કોઈ જાનહાની ન થતા હાશકારો થયો હતો.

શહેરની સિવિલ હોસ્પિટલના ગાયનેક વોર્ડ પાસેના સબરી ઘરમાં બપોરના ભાગે દર્દીના સગા સ્નેહીઓ જમવાનું, તેમજ આરામ ફરમાવી રહ્યા હતા તેવામાં બાજુનું ઘટાદાર વૃક્ષ અચાનક સબરી ઘર પર ધરાસાયી થતા દોડધામ મચી ગઈ હતી અને લોકોમાં ભાગાભાગી થઈ હતી વૃક્ષ પડ્યાનો ઘડાકો એટલો પ્રચંડ હતો કે સબરી ઘર કાટમાણમાં ફેરવાઈ ગયું હતું આજુબાજુ વોર્ડના લોકો દોડી આવ્યા હતા સદનસીબે કોઈ જાનહાની ન થતા હાશકારો થયો હતો બનાવના પગલે ફાયર શાખા ટીમ સાથે દોડી આવી કાટમાણ હટાવાની કામગીરી હાથ ધરી હતી

જામનગર સરકારી હોસ્પિટલમાંથી મળ્યું ”ધૂલ કા ફૂલ” જનેતાની શોધખોળ

0

જામનગર જી જી હોસ્પિટલના પીએમ વિભાગ સામેથી નવજાત શિશુ મળી આવ્યું

  • કોઈ અજાણી સ્ત્રીએ પોતાનું પાપ છુપાવવા ત્યજી દીધાનું પ્રાથમિક તારણ
  • નવજાત શિશુએ ટૂકી સારવાર બાદ દંમ તોડ્યો : પોલીસ તપાસનો ધમધમાટ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૨ મે ૨૩ જામનગરની જી.જી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ વિભાગ પાસે ગઈકાલે સાંજે કોઈ અજાણી મહિલાએ પોતાનું પાપ છુપાવવા નવજાત શિશુને ત્યજી દઈ ફરાર થઈ જતા દોડધામ મચી ગઈ હતી હોસ્પિટલ ખાતે સારવાર માટે આવેલા દર્દીની નજર થેલી ઉપર જતા તેને ખોલીને જોયું તો અંદર જીવંત અવસ્થામાં નવજાત શિશુ મળી આવતા તાત્કાલિક લગત વિભાગને જાણ કરી હતી ગાયનેક વિભાગના ડોક્ટર સ્ટાફ દ્વારા તાત્કાલિક બાળકની સારવાર હાથ ધરી હતી પરંતુ ટુકી સારવાર બાદ બાળકે અંતિમ શ્વાસ લીધા હતા, હાલ તો નવજાત ને ત્યજી દેનાર માતા વિરૂદ્ધ ફીટકાર વરસી રહ્યો છે.

કોઈ અજાણી સ્ત્રી બાળક ત્યજી દઈને ફરાર થઈ ગયાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા લોકોની ભીંડ જામી હતી બનાવની જાણના પગલે સીટી-બી ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને માતાની શોધખોળ આદરી હતી હાલતો નવજાત શિશુને હોસ્પિટલમાં ત્યજી દીધાની બીજી ઘટના પ્રકાશમાં ભારે ચકચાર જાણી છે.

જામનગર માતા પર દુષ્કર્મ ગુજારનાર આરોપી પુત્રનો જેલમાં આપધાતનો પ્રયાસ

0

જામનગરચકચારી બનેલા માતા પર દુષ્કર્મ ગુજારનાર આરોપી પુત્ર એ જેલમાં કર્યો આપઘાત નો પ્રયાસ

  • પોલીસ દ્વારા તાત્કાલિક જીજી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો : ગળાના ભાગે ઇજા થતા પ્રાથમીક સારવાર અપાઇ
  • જામનગરનો ચકચારજનક બનાવ મા ઉપર બળાત્કાર ગુજાર્યાની નરાધમપુત્ર સામે ફરિયાદ થઈ હતી

દેશ દેવી ન્યુઝ જામનગર: તા. ૧૧ મે. ૨૩ જામનગર સહિત રાજ્યભરમાં ચકચારી બનેલા માતા પર દુષ્કર્મ ગુજારનાર પુત્ર એ જેલમાં દોરી વડે ગળે ફાંસો ખાય આપઘાત નો પ્રયાસ કરતા ભારે ચકચાર જાગી છે.બનાવની જાણ ના પગલે જેલ પ્રશાસને તાત્કાલિક પોલીસને જાણ કરી આરોપીને પોલીસ ઝાપટા સાથે જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો ત્યા પ્રાથમિક સારવાર અપાઇ હતી

જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં સ્લ્મ એરિયામાં રહેતી આઘેડ વયની એક મહિલા પર શનિવારે મોડી રાત્રે તેના જ નરાધમ પુત્રએ દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. દારૂના નશામાં ચકચુર બની પોતાની માતાને જ હવસ નો શિકાર બનાવી લીધી હોવાનું સામે આવતાં ભારે હલચલ મચી ગઈ છે. સૌપ્રથમ હતપ્રભ બની ગયેલી માતા ખૂબ જ રડતી રહી હતી, અને મૌન રહી હતી. પરંતુ પોતાના નરાધમ પુત્ર ને સબક શીખવાડવા માતા મક્કમ બની હતી, અને ગઈકાલે રાત્રે હિંમત કરીને ફરિયાદ કરવા માટે સીટી બી. ડિવિઝન પોલીસ મથકે પહોંચી ગઈ હતી, અને પોતાના પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે દુષ્કર્મ ગુજારનાર પુત્ર સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે. જે સૌ પ્રથમ ભાગી છુટ્યો હતો, પરંતુ પોલીસે તેને શોધી કાઢ્યો છે. અને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે. આરોપીના આડોશ પાડોશમાં રહેતા લોકો પણ ઉસ્કેરાયા હતા, અને સમગ્ર વિસ્તારમાં ભારે હલચલ મચી ગઈ છે. પોલીસ પણ સગા પુત્રના આવા દુષ્કૃત્યને લઈને અચંબામાં પડી ગઈ હતી, અને આરોપીની વિશેષ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે. અને રીમાન્ડની તજવીજ હાથ ધરી હતી જે બાદ સીટી ઇન્સ્પેક્ટર હરદીપસિંહ પી. ઝાલા તેમજ ડી. સ્ટાફના પી.એસ.આઇ. ડી.એસ.વાઢેર અને તેમની ટિમ ઊંડાણ પૂર્વકની તપાસ કરી આરોપીને જેલહવાલે કર્યો હતો

પરંતુ આજરોજ દુષ્કર્મીએ જેલ ખાતે પોતાની બરેકમાં દોરી વડે ગળે ફાંસો ખાઇ આપઘાત નો પ્રયાસ કરતા ભારેચાર જાગી હતીઅને પ્રાથમિક સારવાર બાદ આગળની તપાસ હાથ ધરી છે.

જામનગર : કાલાવાડના બેડીયા ગામે ધરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

0

કાલાવડ તાલુકાના બેડીયા ગામમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : ૧ પકડાયો : ૨ ફરાર

  • LCBના દોલતસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા તથા કાલાવડ ગ્રામ્યના પોલીસ સ્ટાફને અંગત બાતમી મળી હતી
  • મધ્યપ્રદેશનો તસ્કર ચાંદી બજારમાં ઘરેણાં વેચલા આવ્યો ત્યારે પોલીસે દબોચી લીધો : ૧.૯૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો.

દેશ દેવી ન્યુઝ જામનગર તાં. ૧૧ મે ૨૩ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા ના બેડીયા ગામમાં લગભગ એકાદ માસ પહેલા થયેલી રૂપિયા પોણા આઠ લાખ ની રોક્ડ અને ઘરેણા ની ઘરફોડ ચોરી નો ભેદ ઉકેલવા મા પોલીસ ને સફળતા સાપડી છે. એક આરોપી ને ઝડપી લઇ તેની પાસેથી રૂપિયા ૧,૯૪,૫૦૦ ની કિંમત નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.જયારે અન્ય ત્રણ આરોપીઓ ને ફરારી જાહેર કરી તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

કાલાવડ તાલુકાના બેડીયા ગામમાં રહેતા ભગીરથસિંહ મહિપતસિંહ જાડેજા ના મકાન માં ગત તારીખ ૧૪ એપ્રિલના રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને મકાન માંથી સોના ચાંદી ના ઘરેણા તથા રોકડ રકમ મળી કુલ રૂ. ૭ લાખ ૭૬ હજાર ની કિંમત ની માલમત્તા ચોરી કરી લઇ ગયા હતા. આ અંગે પોલીસ મા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

દરમિયાન જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સૂચનાથી એલસીબી તથા ગ્રામ્ય કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટાફ તપાસ લાગ્યો હતો. જેમાં આજે પોલીસને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે આ ચોરી કરનાર એક શખસ ચોરાઉ ઘરેણા વેચવા માટે જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં આવ્યો હોવાની બાતમી મળતા વોંચ ગોઠવી ને ચાંદીબજાર માંથી મૂળ મધ્યપ્રદેશના મુકેશ છગન આલવાને ઝડપી પાડ્યો હતો.તેના કબજામાંથી ચોરાઉ મુદામાલ જપ્ત કર્યો હતો. આરોપીની પૂછપરછમાં ચોરીના આ બનાવ માં અન્ય ત્રણ શખ્સો જેમાં સૂકારાયસંગ મકવાણા, ભુરા મકવાણા અને એક શખ્સ પણ સામેલ હતા. જેઓચોરીનાં બાકી મુદ્દામાલ સાથે નાસી ગયા હોય પોલીસે તેની ફરારી જાહેર કરી તેની શોધખોળ આદરી છે.

આ કાર્યવાહી પો.ઇન્સ. જે.વી.ચૌધરીના માર્ગદર્શન મુજબ PSI આર.કે કરમટા તથા PSI એસ.પી.ગોહિલ PSI પી.એન.મોરી તથા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના PSI એચ.વી પટેલ તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, ધાનાભાઇ મોરી, વનરાજભાઇ મકવાણા, અશોકભાઇ સોલંકી, ધમેન્દ્રસિંહ ડી.જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ધનશ્યામભાઇ ડેરવાળીયા, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, રાકેશભાઇ ચૌહાણ બળવંતસિંહ પરમાર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, બીજલભાઇ બાલસરા તથા ભારતીબેન ડાંગર તથા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો વિગેરે દ્વારા કરવામા આવેલ છે

મોટા આસોટામાં પ્રેમ લગ્ન મામલે ગઢવી યુવાનની કરપીણ હત્યા

મોટા આસોટામાં પ્રેમ લગ્નના મામલે યુવાનની કરપીણ હત્યા : મારામારીને બનાવ હત્યામાં પલટાયો

  • ધારિયું, લોખંડના પાઇપ ધોકા તથા પથ્થર વડે પ્રાણઘાતક હુમલો કરનાર સાત શખ્સો સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૯ મે ૨૩ ભાટિયા: કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામે રહેતા ગઢવી ડાવાભાઈ રણમલભાઈ સંધીયા (ઉ.વ. 47) તથા નાગાજણભાઈ રણમલભાઈ સંધીયા નામના બે ભાઈઓના યુવાનો દ્વારા આજથી આશરે દોઢેક વર્ષ પૂર્વે આ જ વિસ્તારમાં રહેતા હરદાસભાઈ રાયદે ગઢવીના પરિવારની યુવતીઓ સાથે ભાગીને પ્રેમ લગ્ન કર્યા હોવાથી આ બાબતે છેલ્લા ઘણા સમયથી જોગાણી તથા સંધીયા પરિવાર વચ્ચે મનદુ:ખ ચાલ્યું આવતું હતું.

આ દરમિયાન રવિવારે રાત્રિના સમયે મોટા આસોટા ગામના ભોલા વરજાંગ જોગાણી, કારૂ વારજાંગ જોગાણી, જીવા ભીખા જોગાણી, જગુ ભીખા જોગાણી, કુંભા વીરા જોગાણી, દેવીયા કુંભા જોગાણી અને પોલા કુંભા જોગાણી નામના સાત શખ્સો લોખંડના પાઇપ, ધારીયા, લાકડીના ધોકા તથા પથ્થર જેવા હથિયારો સાથે ધસી આવી, ગેરકાયદેસર રીતે મંડળી રચી અને સામાન ઇરાદો પાડવાના ઇરાદે નાગાજણભાઈ રણમલભાઈની વાડીએ ઘસી આવ્યા હતા અને આ સ્થળે રહેલા ડાવાભાઈ રણમલ સંધીયા અને નાગાજણભાઈ રણમાલભાઈ સંધીયા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.

આ ઘાતક હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ડાવાભાઈનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે નાગાજણભાઈને વધુ સારવાર અર્થે જામનગરથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ બનાવ બનતા અહીંના ઇન્ચાર્જ એસ.પી. એમ.એમ. પરમારની સુચના મુજબ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ, સ્થાનિક પીએસઆઈ તથા સ્ટાફ તાકીદે ઘટના સ્થળે દોડી ગયા હતા અને જરૂરી વ્યવસ્થા કરી હતી. આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે મૃતકના ભત્રીજા નગાભાઈ ખેરાજભાઈ રણમલભાઈ સંધીયા (ઉ.વ. 28) ની ફરિયાદ પરથી સાતેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 302, 307, 325, 323, 143, 147, 148, 149 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ કલ્યાણપુરના પી.એસ.આઈ. એમ.આર. સવસેટા દ્વારા હાથ ધરવામાં આવી છે.

જામનગરમાં “ધ કેરેલા સ્ટોરી” પરિણીત મુસ્લિમે હિન્દુ નામ રાખી યુવતીને હવસનો શિકાર બનાવી

જામનગરમાં ”લવજેહાદ” પરિણીત મુસ્લિમે હિન્દુ નામ રાખીને યુવતીનું‎ શારીરિક શોષણ કર્યુ‎

  •  યુવતિ હપ્તે AC લેવા મોલમાં ગઈ ત્યા વિર્ધમી નોકરી કરતો હતો : મોબાઈલ નંબર મેળવી ડોક્યુમેન્ટ જમા કરાવાના બહાને પરીચય કેળવ્યો.
  •  હિન્દુ તરીકેની ઓળખ આપી પ્રેમજાળમાં ફસાવી શારીરિક શોષણ કર્યું.
  • સૈફુલાખાન આરીફખાન લોહાણી નામનો વિર્ધમી અગાઉથી પરણિત હતો છતાં હિન્દુ નામ ધારણ કરી પોતાની હવસ સંતોષી.
  • જેલમાં રહેલા સૈફુલાખાન આરીફખાન લોહાણીએ જામીન પર છૂટવા માટે અરજી કરી હતી: યુવતિ દ્વારા વિધર્મી યુવકની જામીનનો વિરોધ કરી લવજેહાદની ગાથા કોર્ટને વર્ણવી

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૯ મે ૨૩ જામનગર રણજીત રોડ નદીપામાં રહેતો અને ખોડીયાર કોલોની પાસેના મોલમાં નોકરી કરતો સૈફુલાખાન આરીફખાન લોહાણી નામના વિર્ધમી યુવાને હિન્દુ નામ ધારણ કરી હિન્દુ યુવતિને પ્રેમજાળમાં ફસાવી હવસનો શિકાર બનાવી અત્યંત પીડા જન્માવે તેવો કિસ્સો સામે આવતા જામનગર સહિત ગુજરાત ભારે ચકચાર મચી છે.

હાલ ભારતભરમાં હાલ “ધ કેરેલા સ્ટોરી” નામની ફિલ્મની ચોતરફે ચર્ચાઓ ચાલી રહી છે, આ ફિલ્મમાં લવ જેહાદનો મુદ્દો ઉઠાવવામાં આવ્યેા છે, આવો જ કિસ્સો જામનગરમાં બનતા ભારે ખળભળાટ મચી ગયો છે. ચોંકાવનારી બાબત તો એ છે કે, વિધર્મીએ હિન્દુ બનીને યુવતિને ફસાવી અને તેનું સતત શારીરિક શોષણ કર્યુ ત્યાં સુધી કે, યુવતિને આની ખબર ન પડી, યુવતિને ખબર પડી જતાં તે ભાંગી પડી હતી અને વિધર્મી સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે પણ ગુપ્તરાહે કાર્યવાહી કરી તેને જેલ હવાલે કર્યાે છે,

જામનગર શહેરના પોશ વિસ્તારમાં રહેતી હિન્દુ પરીવારની 22 વર્ષીય યુવતિને ખોટા નામ ધારણ કરી હિન્દુ બનીને વિધર્મી સૈફુલાખાન આરીફખાન લોહાણી નામના શખસે વિશ્વાસમાં લઇ પ્રેમસંબંધ બાંધેલો અને હિન્દુ જ્ઞાતિના રીવાજ મુજબ ખોટા લગ્નની વીધી પણ કરેલી તે પછી તેની સાથે શારીરીક સંબંધ બનાવ્યો છે. પોતે હિન્દુ હોવાની ઓળખ આપી તેના ખોટા આધાર-પૂરાવા બનાવી યુવતિને વિશ્વાસમાં લીધી હતી, આ બાદ યુવતિને જાણ થઇ હતી કે, તે વિધર્મી છે તો યુવતિ પર આભ ફાટી પડયું હતું, પરંતુ તેને ફરી યુવતિને વિશ્વાસમાં લઇ પોતે હિન્દુ ધર્મ અંગીકાર કરી લેશે તેમ કહી અવાર-નવાર સૈફુલાખાન આરીફખાન લોહાણીએ ફરી શોષણ કર્યુ, આ બાદ તે યુવતિ સાથે પતિ-પત્ની તરીકે રહેવા લાગ્યો હતો.

થોડા સમય બાદ યુવતિને જાણ થઇ કે તે વિધર્મી યુવક પરિણીત છે, જેથી યુવતિએ તરત જ તેનું ઘર છોડી દીધું હતું, આ આખું ષડયત્રના ભાગરૂપે કરવામાં આવ્યું હતું, જેથી યુવતિ ભાંગી પડી હતી અને તેના પરીવારને જાણ થતાં જ તેઓએ આ સૈફુલાખાન આરીફખાન લોહાણી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેને પોલીસ દ્વારા અત્યંત ગુપ્તરાહે રાખવામાં આવી હતી અને સૈફુલાખાન આરીફખાન લોહાણી નામના વિધર્મીને પકડીને જેલમાં પણ ધકેલી દીધો છે. પરંતુ આ ચકચારી પ્રકરણ બહાર ન આવે તે માટે પોલીસ દ્વારા પુરતી મહેનત અને કવાયત કરવામાં આવી હતી. પરંતુ જામનગરનો આ લવજેહાદનો કિસ્સો બહાર આવતા જ ભારે ખળભળાટ મચી જવા પામી છે.

જામનગર અંધાશ્રમ આવાસમાં કુખ્યાત મહિલા સંચાલિત કુટણખાનું ઝડપાયું : બે અધુરા આશિક પાંજરે

જામનગરના અંધાશ્રમ નજીક આવાસ કોલોનીમાં એલસીબી ત્રાટકી: મહિલા સંચાલીત કુટણખાનું ઝડપાયું

  • અંધાશ્રમ પાસેના આવાસની કુખ્યાત મહિલા અને બે પુરૂષ ગ્રાહકો પકડાયા
  • અચાનક LCBએ દરોડા પાડતા આવાસમાં રહીશોનો મેળો ભરાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૮ મે ૨૩ જામનગર શહેરના અંધાશ્રમ, આવાસ કોલોની બ્લોક નં. 45 માં પોલીસે રાત્રે આઠ વાગ્યે રેડ પાડતાં નીતાબેન મહેન્દ્રભાઇ વાળા લુહાર નામની મહિલા પોતાના મકાનમાં બહારના રાજયમાંથી મહિલાઓને બોલાવી તેમની પાસેથી દેહવિક્રયનો ધંધો કરતી હોવાનું માલુમ પડયું હતું. પુછપરછ દરમિયાન સલીમભાઇ ઇકબાલભાઇ મનસુરી (સીલ્વર સોસાયટી) અને નીખીલ ઓટા કુઝહીયલ મુળ અર્નાકુલમ હાલ મોટી ખાવડી નામના બંન્ને શખ્સો ગ્રાહકો તરીકે મહિલાઓ સાથે દેહ સંબંધ બાંધવા આવ્યા હતાં. પોલીસે તેમની પાસેથી રોકડ રકમ રૂા. 1700 બે સેલફોન સહિત રૂા. 16,700ના મુદામાલ સાથે ધરપકડ કરી ઇ.પી.કો. કલમ 370 (3) તથા ઇમોરલ ટ્રાફીક પ્રીવેન્શનની અલગ-અલગ કલમો લગાડી વધુ તપાસ હાથ ધરી છે.

દેવભૂમિ દ્વારકાના બે પોલીસ કર્મચારીની જિલ્લાફેર બદલી, અનેક તર્ક વિતર્કો

કલ્યાણપુરના બે પોલીસ કર્મચારીની જિલ્લાફેર બદલી, અનેક તર્ક વિતર્કો

  • બનેપોલિસકર્મીને જુગાર પ્રકરણ નડી ગયું હોવાની જોરશોર ચર્ચા.
  • દેવસી ગોજીયાને બરોડા ગ્રામ્ય અને વીંજાભાઈ ઓડેદરાને અમદાવાદ ગ્રામ્યમાં જીલ્લા ફેર બદલી

દેશ દેવી ન્યુઝ જામનગર : તા.૦૭ મે. ૨૩ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં હાલ ફરજ બજાવતા અને અગાઉ એલસીબીમાં ફરજ બજાવી ચૂકેલા દેવશીભાઈ ગોજીયાની બરોડા ગ્રામ્યમાં તેમજ વીંજાભાઈ ઓડેદરાની અમદાવાદ ગ્રામ્યમાં ડીજી દ્વારા બદલી કરાતા પોલીસ બેડામાં ખળભળાટ સાથે અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે. મહત્વનું છે કે, થોડા સમય પહેલાં કલ્યાણપુર તાલુકામાંથી એલસીબી દ્વારા મોટી જુગારની રેડ કરી હતી જે બાદ આ પ્રકરણ આજદિન સુધી ગાજતું રહ્યું છે. જેને લઇ સમગ્ર પ્રકરણ ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા બાદ બંને કર્મીને જિલ્લાફેર બદલી કરી નાખતા પોલીસબેડામાં ભારે ચકચાર જાગી છે.

જામનગર જોલી બંગલા પાસે ગેરેજ સંચાલકને 3 શખ્સોએ ઢીંબી નાખ્યો

જામનગરના જોલી બંગલા વિસ્તાર ગેરેજ સંચાલક પર હુમલો : ત્રણ સામે ફરિયાદ 

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૬ મે ૨૩ જામનગર તાલુકાના ગોરધનપર ગામનો વતની અને જામનગરમાં જોલી બંગલા વિસ્તારમાં અજય ઓટો સર્વિસ નામનું ગેરેજ ધરાવતો અજય અમૃતલાલ સોનગરા ગેરેજમાં કામ કરી રહ્યો હતો. ગેરેજ ની બાજુમાં જ બાઈક પર બેસીને કેટલા શખ્સો ઠઠા મશ્કરીકરી રહ્યા હતા જેથી ગેરેજ સંચાલકે મશ્કરી કરવાની ના અને અહીંથી ચાલ્યા જવાનું જણાવતા આ આરોપી હેમત ભાનુશાલી ઉશ્કેરાયો હતો, અને પોતાના અન્ય બે સાવિત્રી બોલાવી લઇ લોખંડ ધોકા પડે ફરિયાદી યુવાન પર જીવલણ હુમલો કરી દીધો હતો. જેને ગંભીર પ્રકારની ઇજાઓ થઈ હતી, અને નાકના ભાગે તેમન અન્ય જુદા જુદા ભાગોમાં ફ્રકર થયા છે ઉપરાંત તેને માથાના ભાગે ઈજા થઈ હોવાથી સાત ટાંકા લેવા પડ્યા છે, જ્યારે કાનમાં પણ ગંભીર ઇજા થઈ હોવાથી કાનમાં પાંચ ટાંકા લેવા પડ્યા છે, અને હાલ સારવાર હેઠળ છે.

પોલીસે હુમલાખોર આરોપી હેમંત ભાનુશાળી અને તેના બે સાગરીતો સામે હુમલા અંગેની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી ત્રણેય ની શોધખોળ હાથ ધરી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.