Sunday, October 18, 2026
Home Blog Page 227

જામનગરમાં ગોડાઉનમાં ચાલતા જુગારના અખાડા પર પોલીસની તવાઇ : ૬ ઝડપાયા

0

જામનગરમાં ગોડાઉનમાં ચાલતા જુગારના અખાડા પર પોલીસની તવાઇ, 6 ઝડપાયા

  • સીટી-સીના હરદીપ બારડ તથા યુવરાજસિંહ જાડેજાની બાતમી

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૧૮ મે. ૨૩ જામનગરમાં સત્યમ કોલોની વિસ્તારમાં રહેતો અશ્વીનભાઇ રમણીકભાઇ નંદા નામનો શખ્સ પોતાના અન્ય સ્થળ શંકરટેકરી, ઉદ્યોગનગર, જકાતનાકા વાળી ગલીમાં પોતાના ક્બજા ભોગવટાના ગોડાઉનમાં બહારથી જુગાર રસિકોને બોલાવી જુગાર રમાડતો હોવાની ચોકકસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.

આ દરોડા દરમિયાન ગોડાઉનમાં જુગાર રમતા અને રમાડતા અશ્વિનભાઈ નંદા ઉપરાંત પ્રવિણભાઇ ગોવિંદભાઇ કરંગીયા, વિપુલ શંકરલાલ દામા, અશ્વીનસિંહ વિક્રમસિંહ ગોહીલ, મનુભા ભુરૂભા ચુડાસમા, જીતુભા બચુભા ચુડાસમા આબાદ પકડાઈ ગયા હતા. પોલીસે તમામના કબ્જા માંથી રૂપિયા 57500ની રોકડ કબજે કરી ધરપકડ કરી હતી.

જામજોધપુર તાલુકાના સતાપરમાંથી જુગાર રમતાં 3 પકડાયા

જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં ગઈકાલે રાત્રે પોલીસે દરોડો પાડી ગંજીપાના વડે હારજીત નો જુગાર રમી રહેલા વિક્રમભાઈ રામાભાઈ ગોજીયા સહિત-૬ પત્તાપ્રેમીઓની પોલીસે અટકાયત કરી લઇ તેઓ પાસેથી 10,150 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

જામનગરની પંચવટીમાં શિક્ષીકાની રહસ્યમય આત્મહત્યા: સ્યુસાઇડ નોટમાં ત્રણ શખસના ત્રાસનો ઉલ્લેખ

0

જામનગરની પંચવટી સોસા.માં શિક્ષીકાનો રહસ્યમય આત્મહત્યા: સ્યુસાઇડ નોટમાં ત્રણ શખસના ત્રાસનો ઉલ્લેખ..!

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૮ મે. ૨૩: જામનગરમાં પંચવટી વિસ્તારમાં રહેતી અને ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી નુરજહાંબેન ઈબ્રાહીમભાઈ નામની યુવતીએ તાજેતરમાં પોતાના ઘરે ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જીવતર ટૂંકાવતા પૂર્વે તેણીએ અંગ્રેજીમાં એક સુસાઈડ નોટ લખી હતી. આ સુસાઈડ નોટ તેણીના ભાઈ ઇશાકભાઈએ સીટી બી. ડીવીઝન પોલીસને આપી હતી. જેમાં પોતાની બહેનને અફરોજ તૈયબ ચમડિયા, અખ્તર ચમડિયા અને રજાક સાયચા નામના ત્રણ શખ્સો ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કરાયો હતો. આ ત્રણેય શખ્સો જ મૃત્યુ પાછળ જવાબદાર છે એમ તેણીએ સ્પષ્ટ કર્યું છે.

આ ત્રણેય શખ્સો કોઈ પણ કારણ વગર ખોટી રીતે તેણીનું નામ ખરાબ કરતા હતા. આ ખોટી બદનામીથી તેણીના લગ્ન થશે નહી, અને આગળ પણ જીવવા દેશે નહી, એમ વિચારી તેણીએ ત્રણેય શખ્સોના ત્રાસથી આપઘાત કરી લીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

આ ત્રણેય શખ્સો સામે પોલીસે તેણીને મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધી ત્રણેયની ધરપકડ કરવા તજવીજ શરુ કરી છે. મૃતક યુવતી કે જે પંચવટી વિસ્તારમાં એકલી રહેતી હતી. તેણીના માતા પિતા અને બહેન કે જેઓ કોરોનામાં મૃત્યુ પામ્યા હતા, જ્યારે તેમના ભાઈ સિક્કામાં રહે છે.જેઓએ જામનગર આવીને ઉપરોક્ત શુસાઇડ નોટ અંગેની જાહેરાત કરી હતી.

આજે વિશ્વ સંગ્રાલય દિવસ : ૯ થી ૧૯ મી સદીના જામનગરના ઐતિહાસિક વારસાનું વર્ણન કરતું પુરાતત્વીય સંગ્રહાલય

0

૧૮ મે- વિશ્વ સંગ્રહાલય દિવસ – ‘‘સસ્ટેઇનીબિલિટી એન્ડ વેલ બીઇંગ’’

  • ૯ થી ૧૯ મી સદીના જામનગરના ઐતિહાસિક વારસાનું વર્ણન કરતું પુરાતત્વીય સંગ્રહાલય
  • લાખોટા તળાવની મધ્યમાં આવેલ પુરાતત્વીય સંગ્રહાલયમાં પથ્થર અને ધાતુના શિલ્પો, તોપ, તામ્રપત્ર, પેનલ(વુડન) ચિત્રોનું રિસ્ટોરેશન અને કન્ઝર્વેશન વર્ક, પ્રાકૃતિક ઇતિહાસના અવશેષો અને રાજવી શસ્ત્રાગાર તેમજ વ્હેલ માછલીનું હાડપિંજર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

દેશ દેવી ન્યુઝ તા ૧૮ મે ૨૩.જામનગર : દર વર્ષે ૧૮ મી મે ના રોજ વિશ્વ સંગ્રહાલય દિવસ ઉજવવામાં આવે છે. ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ દ્રારા 1992થી દરવર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભવ્ય ઐતિહાસિક વારસો સાચવવા માટે મ્યુઝિયમ ઉપયોગી છે. આપણા સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને સુરક્ષિત રાખવા અને તેના પ્રચારમાં સંગ્રહાલય ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવે છે. ગુજરાતમાં કુલ ૧૮ જેટલા સંગ્રહાલયો આવેલા છે. જે પૈકીનું એક છે જામનગરમાં આવેલું પુરાતત્વીય સંગ્રહાલય.ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને વિકાસ કાર્યમાં જામ શ્રી દિગ્વિજય સિંહજીના રસ અને પ્રોત્સાહનનું ઉત્તમ ઉદાહરણ છે, પુરાતત્વીય સંગ્રહાલયની સ્થાપના. જામનગર ખાતે સંગ્રહાલય સ્થાપિત કરવા માટે તેઓએ લાખોટા કોઠાને રાજ્યના પુરાતત્વીય વિભાગને ફાળવ્યો હતો અને આ માટે તેમનું અંગત સંગ્રહ પણ આપ્યું હતું. લાખોટા તળાવની વચ્ચોવચ આવેલ પુરાતત્વીય સંગ્રહાલયની સ્થાપના વર્ષ ૧૯૪૬માં કરવામાં આવી હતી. આ સંગ્રહાલય ૧૯૬૦ થી ગુજરાત રાજયના પુરાતત્વ અને સંગ્રહાલય ખાતા હેઠળ કાર્યરત છે.લાખોટા કોઠાની નવી જીર્ણોદ્ધાર થયેલી ઇમારતને ૨૦૦૧ ના ધરતીકંપ દરમિયાન નુકસાન થયું હતું. તેથી ગુજરાત રાજય પુરાતત્વીય વિભાગ અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત પ્રયાસ દ્વારા જરૂરી તથા નોંધપાત્ર જીર્ણોદ્ધાર, રખરખાવ અને સંરક્ષણ યોજના હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ ૫ મી મે ૨૦૧૮ના રોજ પ્રસિદ્ધ લાખોટા કોઠા અને પુનઃપ્રદર્શિત સંગ્રહાલયનું લોકાર્પણ કરાયું હતું. અને જાહેર જનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. રૂ.૧૮ કરોડના ખર્ચે લાખોટા મ્યુઝિયમને રીનોવેટ કરી તેમાં જુદા જુદા ઐતિહાસિક વારસાઓનું વર્ણન કરતાં લાઇટ એન્ડ સાઉન્ડ શો સહિતની સુવિધાઓ ઊભી કરી સુંદર અને આકર્ષક પર્યટન સ્થળ તરીકે વિકાસ કરાયો છે.લાખોટા કોઠામાં પુરાતત્વીય સંગ્રહાલયને પુન:પ્રદર્શિત કરાયું તેમાં નવા આકર્ષણોનો ઉમેરો કરવામાં આવ્યો છે. જેથી કરીને મુલાકાતીઓ સ્થાપત્ય વૈભવને માણી શકે, તેમજ એક સાંસ્કૃતિક ધરોહર તરીકે, તે શિક્ષણ, અભ્યાસ અને જાહેર જનતા માટે જ્ઞાન સાથે ગમ્મતનું સ્થળ પૂરવાર થાય.સંગ્રહાલયમાં પથ્થર અને ધાતુના શિલ્પો, તોપ, લઘુચિત્રો, કાષ્ઠ ચિત્રો, કાચનાં વાસણ, સિક્કા, ચલણી નોટ છાપવા માટેના ધાતુના બીબાં, તામ્રપત્ર, તમામ ભીત ચિત્રો તેમજ પેનલ(વુડન) ચિત્રોનું રિસ્ટોરેશન અને કન્ઝર્વેશન વર્ક, ભરતકામ અને મોતીકામ વાળી પ્રાદેશિક વસ્ત્રકલા, પ્રાકૃતિક ઇતિહાસના અવશેષો અને રાજવી શસ્ત્રાગારનો સમાવેશ થાય છે. જે ઈતિહાસની ઝાંખી તેમજ ૯ થી ૧૯મી સદીના જામનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે. મ્યુઝીયમમાં તમામ ઐતિહાસિક વસ્તુઓને તેમના નામ અને લખાણ સાથે પ્રોપર ડિસ્પ્લે કરવામાં આવ્યા છે. તેમજ જામનગરના એક માત્ર સંગ્રહાલયમાં વ્હેલ માછલીનું વિશાળ હાડપિંજર મૂકવામાં આવ્યું છે. આ મ્યુઝિયમ સંગ્રહાયેલી વસ્તુઓ તો ઠીક, પરંતુ તેના ભવનનિર્માણની વાસ્તુકલા માટે પણ અજોડ છે.પુરાતત્વીય સંગ્રહાલય ૧૧ વિભાગોમાં જામનગરનો સાંસ્કૃતિક વારસો અને પ્રાદેશિક ઇતિહાસને ૩૨૧ કલાકૃતિઓના પ્રદર્શન દ્વારા રજૂ કરે છે. જે આપણા વારસાની ઉજવણી અને અર્થપૂર્ણ સંદર્ભમાં અધિકૃત અને નોંધપાત્ર કલાકૃતિઓનો અનુભવ કરાવે છે. જો બીજા શબ્દોમાં કહીએ તો, પુરાતત્વીય સંગ્રહાલય, જામનગર જિલ્લાની ઓળખની સંક્ષિપ્ત પરિચયની ગાથા પ્રદર્શિત કરે છે.

ખાસ લેખ.. પારૂલ કાનગળ ફોટો: ગજેન્દ્રસિંહ જાડેજા

જામનગર જિલ્લા RSS દ્વારા નારદ જયંતિ નિમિતે પત્રકાર મિલન અને સંઘ શિક્ષા વર્ગની મુલાકાત કાર્યક્ર્મ યોજાયો

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જામનગર જિલ્લા દ્વારા નારદ જયંતિ નિમિતે પત્રકાર મિલન અને સંઘ શિક્ષા વર્ગ ની મુલાકાત કાર્યક્ર્મ યોજાયો.

  • સૌરાષ્ટ્ર કચ્છના ૨૫૦ થી વધુ સ્વંયસેવકો અભ્યાસવર્ગમાં જોડાયા,૨૦ દિવસ ચાલશે કેમ્પ.
  • ધ્રોલ આજુબાજુના પરિવારો પણ ભોજન વ્યવસ્થામાં મદદરૂપ થઇ અભ્યાસવર્ગમાં પરોક્ષ સામેલ થયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૭ મે ૨૩: જામનગર: નારદ જયંતિ ના સંદેશ રૂપ આદિ પત્રકાર એવા નારદજી ના જીવન અને સંદેશ વ્યવહાર માં આદિકાળ થી તેમની ભૂમિકા અને તેમના દ્વારા સ્થાપિત આદર્શો ના પુનઃ સ્મરણ કરવા માટે દર વર્ષ ની જેમ આ વર્ષે પત્રકાર મિલન યોજાયું. આ સાથે સાથે સૌરાષ્ટ્ર કચ્છ ના વિવિધ જીલ્લાઓ માથી મહાવિદ્યાલય અને વ્યવસાયી સ્વયંસેવકો સંઘ ના પ્રથમ વર્ષ ના 20 દિવસીય અભ્યાસ વર્ગ ની તપ સાધના માં જોડાયા તેનું પ્રત્યક્ષ દર્શન કરવાં માટે પત્રકાર બંધુઓ ને આમંત્રીત કરાયા હતા.

દેવેન્દ્રભાઈ દવે કે જેઓ આ વર્ગ ના કાર્યવાહ તથા સૌરાષ્ટ્ર પ્રાંતના સહ કાર્યવાહની જવાબદારી સંભાળે છે તથા ચંદ્રકાંતભાઈ ઘેટિયા જેઓ સૌરાષ્ટ્ર પ્રાંત ના સહ બૌદ્ધિક પ્રમુખ ની જવાબદારી સંભાળે છે તેઓ સાથે રહી પત્રકાર બંધુઓ ને વર્ગ ને મેદાન પર અને સ્થાનિક નિવાસ સહિત પ્રબંધન ની મુલાકાત કરવી તથા વર્ગ માં ઉપસ્થિત ૨૫૦ શિક્ષાર્થી, ૨૫ શિક્ષકો તથા ૫૦ પ્રબંધકો ની ઉપસ્થિતિ વ્યવસ્થા, દિનચર્યા કેવી રીતે યોજાય છે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

આ વર્ગ ની વ્યવસ્થા માટે ધ્રોલ ગામ અને આસપાસ ના ગામ ના પરિવારો દ્વારા રોજ રોજ રોટલી ભાખરી બનાવી ને વર્ગ માટે યથાશક્તિ સહયોગ આપી રહ્યા છે. ૨૧ તારીખ ના રોજ માતૃ ભોજન નું આયોજન છે જેમાં ધ્રોલ અને જામનગર ના પરિવારો ઘરે થી ભોજન લઈ જશે અને શિક્ષાર્થીઓ સાથે બેસી પરિવાર ભોજન કરશે.

આ વર્ગ માં શારીરિક , બૌદ્ધિક અભ્યાસ, યોગ , સમાજ સેવા, સંસ્કૃત, સ્વદેશી તથા વિવિધ લોક ઉપયોગી વિષયો માટે ના પ્રબોધન થતા પ્રાયોગિક અભ્યાસ ની વ્યવસ્થા હોય છે. દરેક શીક્ષાર્થી, શિક્ષક તથા પ્રબંધક સ્વ ખર્ચે , નિશ્ચિત શુલ્ક આપી ને વર્ગ માં ભાગ લે છે. સંઘ વર્ગ માં કોણ અપેક્ષિત હોય છે અને આવા વર્ગો ક્યારે થાય છે એ પૂરી માહિતી વર્ગ અધિકારી દ્વારા આપવામાં આવી હતી.

આ સાથે સમાજ ને વર્ગ ના સમાપનના દિવસે દિનાંક ૨૭-૦૫-૨૦૨૩ ના સાંજે ૬-૧૫ કલાકે વર્ગ સ્થાન બી એમ પટેલ હાઈસ્કૂલ, વાંકીયા, ધ્રોલ ખાતે પધારી ને સ્વયંસેવકો આ ર૦ દિવસ માં શું પ્રશિક્ષણ મેળવ્યું છે તેનું સંક્ષિપ્ત સ્વરૂપ જોવા માટે આમંત્રિત કરેલ છે. સંઘ શિક્ષા વર્ગની મુલાકાતે જામનગર , ધ્રોલ, ખંભાળિયા સહિત ના સ્થાનો પરથી પત્રકાર બંધુઓ, જામનગર નગર અને જિલ્લા ના પ્રચાર પ્રમુખ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

જામનગર વિદ્યાર્થીની પર દુષ્કર્મ કેસમાં “નફ્ટ શિક્ષક” ના જામીન નામંજુરઃ જુવો VIDEO

0

જામનગરના ચકચારી વિદ્યાર્થીની પર દુષ્કર્મ કેસમાં આચાર્યના જામીન નામંજુર

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૧૭. મે ૨૩ જામનગરના લાખાબાવાળ પાસેની નર્સિંગ અને બીએડ કોલેજ કેમ્પસના ડાયરેક્ટર અને આચાર્ય મનિષ બુચ સામે હાલ યુવાન વયની થઈ ચુકેલી સત્યસાંઈ શાળાની પુર્વ વિદ્યાર્થીની દ્વારા શાળાના તત્કાલિન આચાર્ય મનિષ બુચ દ્વારા પોતે સગીર હતી ત્યારે તેના સાથે શાળામાં અને હવાઈ ચોક નજીક આવેલા જુના ઘર ખાતે દુષ્કૃત્ત કરાયાના આરોપ સાથે ફરિયાદ સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.

એનએસયુઆઈ દ્વારા ઠેર-ઠેર આવેદન આપવામાં આવ્યા હતા. બાદમાં હાલ નર્સિંગ અને બીએડ કોલેજના કેમ્પસ ડાયરેક્ટર અને આચાર્ય એવા મનિષ બુચની વડોદરાથી ધરપકડ થઈ હતી. જે પછી રીમાન્ડ પુરા થતાં તેને જેલમાં મોકલાયો હતો. જ્યાંથી તેણે રેગ્યુલર જામીન અરજી મુકી હતી. જેમાં બંને પક્ષે બે ત્રણ મુદ્દતોમાં લંબાણ પુર્વકની દલીલો થઈ હતી. આ કેસમાં જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરીએ અદાલત સમક્ષ રજુઆતો કરી હતી કે, આ હજારો વિદ્યાર્થીઓના શિક્ષણ જગતને સ્પર્શતો કેસ છે. હાઈકોર્ટ દ્વારા આવા જ કેસમાં આરોપીને જામીન અપાયા નથી. આવા કેસમાં આરોપીને જામીન મુક્ત કરવામાં આવે તો તેની સમાજ ઉપર અસર પડે તેમ છે. આરોપી સામે અગાઉ પણ એક પરીક્ષામાં પેપર વહેલું ખોલી નાંખવાના આક્ષેપ સાથેનો કેસ સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં નોધાયેલો છે. ઉપરાંત તેઓએ વિવિધ ચુકાદાઓ ટાંક્યા હતા. બાદમાં આ કેસમાં અદાલતે બંને પક્ષોને સાંભળીને આજે ચકચારી કેસના આરોપી પુર્વ આચાર્યની જામીન અરજી રદ કરી હતી.

જામનગરનો ગુરૂદ્વારા ચોકડીથી હોસ્પિટલ તરફનો માર્ગ ફરી શરૂ

0

જામનગરનો ગુરૂદ્વારા ચોકડીથી હોસ્પિટલ તરફનો માર્ગ ફરી શરૂ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૭ મે ૨૩ જામનગર શહેરમાં ગુરુદ્વારા ચોકડી પાસે ફલાયઓવર ના નિર્માણ દરમિયાન પાણીની કેનાલ નવી બનાવવા માટે ગુરુદ્વારા થી જી.જી. હોસ્પિટલના માર્ગને છેલ્લા દોઢ માસથી બંધ કરવામાં આવ્યો હતો, અને તે માટેનું મ્યુનિ. કમિશનર દ્વારા વિશેષ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. તળાવની વેસ્ટ વિયર કેનાલ, કે જેને ગુરુદ્વારા તરફથી અંબર ચોકડી તરફ જવા માટે નવી કેનાલ બનાવવાની હોવાથી જી.જી. હોસ્પિટલ થી ગુરુદ્વારા ચોકડી તરફ જવાના માર્ગને બંધ કરી દેવાયો હતો, અને પતરા ની આડશ મૂકી દેવાઇ હતી.

જે કેનાલની કામગીરી આજે પૂર્ણ થઈ ગઈ હોવાથી મહાનગરપાલિકા દ્વારા જાહેરનામાની અમલવારી પૂર્ણ કરી દેવામાં આવી છે, અને રસ્તો ખુલ્લો કરી દેવાયો છે. આજે સવારથી જ જી.જી. હોસ્પિટલથી ગુરુદ્વારા તરફ જવા માટેનો વાહન વ્યવહાર પૂર્વવત બની ગયો છે. છેલ્લા દોઢ માસથી લોકોને આ માર્ગ પરથી પસાર થવા માટે અનેક ચક્કર લગાવવા પડતા હતા, જેમાંથી આખરે આજે મુક્તિ મળી છે. અને માર્ગ ખુલ્લો થયો છે.

જામનગર સાધના કોલોનીમાં પુત્રની દુશ્મનીમાં પિતા ઢીબાઈ ગયા : 4 નામીચા સામે ફરિયાદ

0

જુના મનદુખમાં બાઈકમાં તોડફોડ: નામીચા ચાર શખ્સો સામે ફરિયાદ

  • આરોપી :-દિવ્યરાજસિંહ ચૌહાણ ઉર્ફ દિવાલો ડોન, હર્ષ ઉર્ફે ટકો પરેશ મહેતા, મુકલો સીંધી, અને અજય મહેતા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૭ મે. ૨૩ સાધના કોલોનીમાં ક્લર કામની મજૂરી કરતા બીપીન કરશનભાઈ ઘણીદાર નામના વૃદ્ધ ઉપર નામીચા શખ્સ સહિત ચાર શખ્સો હુમલો કર્યાંનું પોલીસ ચોપડે નોંધાયું છે.પોલીસ સૂત્રમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગર શહેરના સાધના કોલની વિસ્તારમાં કલર કામ કરતા બીપીન કરસનભાઈ દાણીધાર નામના 56 વર્ષના આધેડે પોતાના ઘરમાં પોતાના ઉપર લાકડાના ધોકા, દાતરડા વડેહુમલો કરી ગંભીર ઈજા પહોંચાડવા અંગે તેમજ પોતાના બાઈકમાં તોડફોલ કરી નાખવા અંગે નામચીન દિવ્યરાજસિંહ ચૌહાણ ઉર્ફ દિવાલો ડોન, હર્ષ ઉર્ફે ટકો પરેશ મહેતા, મુકલો સીંધી, અને અજ્ય મહેતા સામે ફરીયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કર્યા અનુસાર ફરિયાદીના પુત્ર પુનિત સાથે ગત રામનવમીના તહેવારના દિવસે આરોપી હર્ષ ઉર્ફે ટકો પરેશભાઈ મહેતા સાથે ઝઘડો થયો હતો, તેનું મન દુઃખ રાખીને આરોપીઓએ હુમલો કર્યાનું પોલીસમાં જાહેર કરાયું છે. જે આરોપીઓ મારામારીના કેસમાં હજૂ જામીન પર છૂટ્યા હતા, અને ફરીથી તકરાર કરી હોવાથી સિટી એ. ડિવિઝન પોલીસ ચારેય આરોપીઓને શોધી રહી છે.

જામનગર નવાગામ ઘેડમાં શ્રમિક કોળી યુવાનનો આપધાત

0

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા શ્રમિક યુવાનને અગમ્ય કારણોસર કર્યો આપઘાત 

દેશ દેખી ન્યુઝ જામનગર તા.૧૬ મે ૨૩, જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા એક શ્રમિક યુવાને ગઈકાલે સાંજે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં પંચાયત ઓફિસ ની પાછળના ભાગમાં રહેતા અને મજૂરી કામ કરતા રમેશભાઈ મકવાણા નામના 35 વર્ષના શ્રમિક યુવાને ગઈકાલે સાંજે પોતાના ઘેર લાકડાની આડસમાં ચુંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહ ને નીચે ઉતાર્યા પછી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. જયારે તેણે ક્યાં સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું છે, તે જાણવા માટે પરિવારજનોના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે.

જામનગર હોસ્પિટલના માનસિક વોર્ડમાં ગાંડાનું તાંડવ : સીક્યોરીટી,સ્ટાફ ઉપર છૂટી ખુરશીના ‘ધા : જુવો VIDEO

0

જામનગરની જી.જી હોસ્પિટલમાં ઓફિસમાં ગાંડો વિફર્યો: સ્ટાફને ફુદેળી ફેરાવી

  • સિકયુરીટી ગાર્ડ સહિતના સ્ટાફને ખૂડશીઓ ફટકારી : સ્ટાફ બચાવની મુન્દ્રામાં
  • સીક્યોરીટીને ચકરડી ફેરાવી : ટીંગાટોળી કરી બહાર લઈ જવાયો : VIDEO થયો વાયરલ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૫ મે ૨૩ જામનગરની જી.જી હોસ્પિટલના માનસીક વોર્ડની ઓફિસમાં અચાનક ગાંડો વિફરતા સ્ટાફ સહિતનાને ખુડશીઓ ફટકારતા દેકારો થઈ ગયો હતો અને વોર્ડ ઓફિસમાં બચાવો- બચાવોની બૂમો ઉઠતા સીક્યોરીટી ગાર્ડ દોડી આવ્યા હતા તેવામાં ગાર્ડ દ્વારા સમજાવા જતા તેના ઉપર પણ છૂટા હાથની માર મારી કરી હતી

માનસિક બેકાબુ થતા અને ભારે દેકારો બોલી જતા લોકોના ટોળા એકઠા થયા હતા સીક્યોરીટી ગાર્ડદ્વારા મહા-મુસીબતે ગાંડા ઉપર કાબુ મેળવ્યો હતો અને ટીંગાટોળી કરી બહાર લઇ જવાયો હતો તેવામાં હાજર દર્દીએ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી લઈસોશિયલ મીડિયામાં વાયરલ કરી દેતા ભારે ચકચાર જાગી હતી ઉલ્લેખનીય છે કે જામનગરની જીજી હોસ્પિટલકોઈને કોઈ કારણસર સતત વિવાદમાં રહેતી હોય છે તેવામાં ગાંડાએ માનસિક વોર્ડ ઓફિસમાં ધમાચકડી બોલાવતા હોવાનો મુદ્દો શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.હાલ લોકોમાં વાયરલ વીડિયોને જોઈ રમુજી ફેલાઈ છે.

જામનગર નાની રાફુડદના ચકચાર હત્યા પ્રકરણના આરોપીને ઝડપી લેતી LCB

0

નાની રાફુડદના ચકચાર હત્યા પ્રકરણના આરોપીને ઝડપી લેતી એલસીબી

  • ચેલાની યુવતીને મોતને ઘાટ ઉતારનાર પ્રેમિને ગૌહાટીથી પકડી પાડતી પોલીસ

દેશ દેવી ન્યુઝ જામનગર: તા ૧૫ મે. ૨૩ જામનગર તાલુકાના ચેલા ગામમાં રહેતા મનસુખભાઇ રણછોડભાઇ કણજારીયાએ પોતાની પુત્રી અર્ચનાબેન કણજારીયાનું અપહરણ કરીને લાલપુર તાલુકાના રાફુદડ ગામે લઈ ગયા પછી કોઇપણ કારણે વાદવિવાદ થતાં ભાવેશ રણછોડભાઇ સોનગરા એ અર્ચનાબેન કણજારીયા ને ગળાના ભાગે બોથડ પદાર્થ તેમજ તિક્ષ્ણ હથિયાર વડે ધા મારી ગંભીર ઇજાઓ કરી હત્યા નિપજાવી નાશી જવા અંગેની ફરીયાદ લાલપુર પોલીસ સ્ટેશન માં નોંધાવી હતી. જેથી લાલપુર પોલીસે ઇપીકો કલમ-302 મુજબનો ગુનો નોંધ્યો હતો.

જે ફરારી આરોપીને પકડી પાડવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક  પ્રેમસુખ ડેલૂએ જામ ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડી.પી.વાધેલાને સંકલનમા રહી, ત્વરીત પકડી પાડવા એલ.સી.બી. પોલીસ ઇન્સ જે.વી.ચૌધરી ને સૂચના આપી હતી. જેથી એલ.સી.બી.ના પો.સ.ઇ. આર.કે.કરમટા,પો.સ.ઇ એસ.પી.ગોહિલ તથા પો.સ.ઇ પી.એન.મોરી તથા એલ.સી.બી. ના સ્ટાફ ની ટીમો કાર્યરત કરી, ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોસનો ઉપયોગ કરી, જરૂરી વર્કઆઉટ કરવામા આવ્યું હતું. દરમ્યાન એલ.સી.બી.ના સંજયસિંહ વાળા, દિલીપભાઇ તલાવડીયા, યશપાલસિંહ જાડેજા ઓને ખાનગી રાહે હકિકત મળી હતી કે, અર્ચનાબેન કણજારીયાની હત્યા માં સંડોવાયેલો આરોપી ભાવેશ રણછોડભાઇ સોનગરા આસામ રાજયના ગુહાહાટી શહેરમા હોવાની હકિકત મળી હતી.

જેથી આરોપી ભાવેશ સોનગરા ને હસ્તગત કરવામાટે તપાસનો આસામ રાજ્ય સુધી લંબાવ્યો હતો, અને ત્યાંથી આરોપીને ઝડપી લેવાયો હતો. જે આરોપીની યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતાં પ્રેમ સબંધ બાબતે મરણજનાર સાથે બોલાચાલી થતાં આરોપીએ આવેશમા આવી અર્ચનાબેન ને ગળાના ભાગે બોથડ પદાર્થ તેમજ તિક્ષ્ણ હથિયાર વડે ધા મારી શરીરે ગંભીર ઇજાઓ કરી,હત્યા નિપજાવ્યાની કબુલાત આપી હતી, અને તેનો લાલપુર પોલીસને સોપી દીધો છે. ચેલા ગામની સતવારા યુવતી અર્ચનાબેન ની હત્યા કરનાર આરોપી ભાવેશ રણછોડભાઇ સોનગરા (ઉવ. 33 રહે. મોટી રાફુદળ -લાલપુર) કે જે અર્ચનાબેન સાથે પ્રેમ સબંધ ધરાવતો હોય, અર્ચનાબેન ના જન્મ દિવસની કેક કાપવા માટે નાનીરાફુદળ ગામે સાથે લઇ જઇ,દરમ્યાન મરણજનાર સાથે, લગ્ન કરવા બાબતે બોલાચાલી-તકરાર થતાં આવેશમા આવી, અર્ચનાબેન ને ગળાના ભાગે તિક્ષ્ણ હથિયાર તથા પથ્થર વડે ધા કરી ઇજા કરી હત્યા નિપજાવી પોતે નાશી ગયો હતો.

જે હત્યા પછી પીરલાખાસર, જામખંભાળીયા, દ્રારકા, પોરબંદર, અમદાવાદ, મુંબઇ,ગોવા, પુના, મુંબઇ, દિલ્હી, ગૌહાટી (આસામ) વિગેરે અલગ અલગ સ્થળે સંતાતો ફરતો હતો, દરમ્યાન LCB દ્રારા, ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોસનો ઉપયોગ કરી,આસામ ના ગૌહાટી શહેરમાથી ઝડપી પાડયો છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.