Sunday, October 18, 2026
Home Blog Page 226

જામનગરમાં પ્રૌઢ પર હુમલો: પૂત્રવધુ અને તેના માતવર સામે ફરિયાદ

0

જામનગરમાં પ્રૌઢ પર હુમલો: પૂત્રવધુ અને તેના માતવર સામે ફરિયાદ

  • આરોપી : (૧) રાજ કાંતિલાલ નાખવા (૨) પ્રિન્સ ચંદ્રકાંતભાઈ ભદ્રા (૩) લખન ચંદ્રકાંતભાઈ ભદ્રા (૪) નીશા શકેશભાઈ નાખવા
  • કેસ ચાલતો હોવાનું મન દુખ રાખી ચાર શખ્સો છરી, ધોકા સાથે ટુટી પડ્યા
  • જી.જી હોસ્પિટલના આઉટસોર્સિંગમાં કામ કરતો લખન ભદ્રા વૂદ્ધ ઉપર હુમલો કરી નાઈટની નોકરીમાં બેખોફ હાજર થઈ ગયો’ તો, : લખન ભદ્રા વિરૂદ્ધ હોસ્પિટલમાં અનેક ફરીયાદો હોવાનું મનાય રહ્યું છે.

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૫ મે ૨૩ : જામનગરમાં કિસાન ચોક બાવાવાડ વિસ્તારમાં રહેતા કાંતિલાલ લક્ષ્મીદાસ નાખવા નામના 65 વર્ષના બુઝુર્ગે પોતાના ઉપર છરી લાકકડાના ધોકા અને ઇંટ વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પોતાની પુત્રવધુ નિશાબેન રાકેશભાઈ, તેમજ તેના પરિવારના રાજ કાંતિલાલ નાખવા, પ્રિન્સ ચંદ્રકાંતભાઈ ભદ્રા અને લખન ચંદ્રકાંતભાઈ ભદ્રા સામે ફરિયાદ નોંધાવી છે. જયારે તેને ઈજા થઈ હોવાથી જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

પોલિસ ચોપડેથી જાણવા મળતી વિગત મુજબ ગઇકાલે તળાવ પાળ પાસે ૬૫ વર્ષીય વૃદ્ધ પર જી જી હોસ્પિટલમાં આઉટસોર્સિંગમાં નોકરી કરતા લખન ભદ્રા સહિત ચાર શખ્સો છરી ,ધોકા વડે ટુટી પડતા ભારે અફડાતફડી મચી ગઈ હતી અને તેઓને 12 ટાંકા લેવા પડ્યા છે. ફરિયાદીના પુત્ર રાકેશ સાથે આરોપી પુત્ર વધુ નીશા એ છૂટાછેડા લીધા હોવાથી છેલ્લા પાંચ વર્ષથી કોર્ટ કેસ ચાલી રહ્યો છે. જેનું મન દુ:ખ રાખીને આ હુમલો કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. જે મામલે સીટી એ. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.

સીટી – એ ડિવિઝન પોલીસે જીજી હોસ્પિટલ આઉટશોશિગમાં નોકરી કરતા લખન ભદ્રા સહિત ચાર શખ્સો સામે IPC – કલમ ૩૨૪, ૩૨૪,૧૧૪ તથા જીપીએક્ટ ૧૩૫ (૧) મુજબ ગુનોં નોંધી આરોપીની શોધખોળ આદરી છે. વધુ તપાસવી જે જાદવ ચલાવી રહ્યા છે.

ખંભાળિયાની યુવતી સાથે દુષ્કર્મ આચરી પતાવી નાખવાની ધમકી

ખંભાળિયાની યુવતી સાથે દુષ્કર્મ આચરી પતાવી નાખવાની ધમકી

દેશ દેવી ન્યુઝ ખંભાળિયા તા. ૨૫ મે ૨૩ : ખંભાળિયામાં ધરાનગર વિસ્તારમાં રહેતા નથુ નારણ કાંબરીયા નામના શખ્સ દ્વારા ખંભાળિયા પંથકની એક અપરણિત યુવતીને પોતાના ઘરમાં બેસાડવાની વાત કરી, તેણીના ઘરે અવારનવાર શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો. ફરિયાદી યુવતીને આરોપી નથુ કાંબરીયા દ્વારા લખાણ કરી આપવાનું કહીને આ શખ્સ તેની વાતથી ફરી ગયો હતો. અને તેણે ફરિયાદી યુવતી સાથે સંબંધ રાખવાનું કહેતા તેણીએ ના કહી દીધી હતી. તેમ છતાં પણ આરોપી દ્વારા બળજબરીપૂર્વક દુષ્કર્મ આચારવામાં આવ્યું હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આટલું જ નહીં, આરોપી દ્વારા ફરિયાદી યુવતીને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું પણ વધુમાં જાહેર થયું છે.

આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે આઈ.પી.સી. કલમ 376, 504, 506 (2) વિગેરે મુજબ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના પી.એસ.આઈ. એન.એચ. જોશી દ્વારા હાથ ધરવામાં આવી છે.

જામનગર આવાસમાં યુવાન ચોથા માળેથી પટકાતા મોત: ધક્કો માર્યો હોવાનો પરિવારનો આક્ષેપઃ જુવો VIDEO

0

જામનગરના મોહનનગર આવાસમાંમાં ચોથા માળેથી પટકાતા યુવાનનું ટૂકી સારવાર બાદ મોત

  • યુવાનને ધક્કો માર્યો હોવાનો પરીવારનો આક્ષેપ: પોલિસે તપાસ આરંભી

દેશ દેવી ન્યૂઝ જામનગર: તા.૨૫ મે ૨૩ જામનગરમાં ગુલાબ નગર નજીક નારાયણ નગર પાસે આવેલા આવાસના બ્લોક નંબર 103 માં રહેતો ચંદ્રેશ લાલજીભાઈ ઇડરીયા નામનો પ્રજાપતિ યુવાન કે જે ગઈકાલે મોડી સાંજે પોતાના બ્લોકમાં ચોથા માળની આગાસી પરથી પટકાઈ પડ્યો હતો, અને ગંભીર ઈજા થવાથી તેનુ મૃત્યુ નીપજયું હતું. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ અતુલભાઇ લાલજીભાઈ ઇડરીયાએ પોલીસને જાણ કરતાં સિટી એ ડિવિઝન ના PSI ઘટના સ્થળે દોડી ગયા હતા, અને સમગ્ર બનાવ માટે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરીછે. પરિવારજનો દ્વારા કોઈએ ધક્કો મારી દીધો હોવાનો આક્ષેપ કર્યો હતો. સમગ્ર મામલામાં પોલીસ ઉંડાણ પૂવર્ક તપાસ ચલાવી રહી છે.

જામનગર સાસકપક્ષના નેતાના પુત્રનો દાદાગીરી કરતો વિડીયો વાયરલ : જુવો VIDEO

0

જામનગર સાસકપક્ષના નેતા કુસમબેન પડ્યા અને હિતેન્દ્ર ચોટાઇ ઉર્ફ ચીનાભાઈના સુપુત્રનો ધોકાધારી CCTV ફૂટેજ થયા વાયરલ

  • બર્ધનચોક વિસ્તારમાં મળતીયાઓ સાથે મળી ઉધરાણા કરતો હોવાનો આક્ષેપ : વેપારી આલમ લાલધૂમ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૫ મે.૨૩ જામનગર બર્ધનચોક વિસ્તારમાં સાસકપક્ષના નેતાના દિકરાનો દાદાગીરી કરતો વિડીયો હાલ શોશિયલ મીડીયામાં ખુબજ વાયરલ થઈ રહ્યો છે. જેને લઇ શહેરભરમાં સારી એવી ચર્ચા જગાડી છેજામનગર બર્ધનચોક વિસ્તારમાં સાસક પક્ષીના નેતા કુસુમબેન પંડ્યાના દિકરો વેપારીને ધોકો લઈ દુકાનમાં ધૂસીને મારવા જતો હોવાનો દાદાગીરી ભર્યો વિડીયો શોશિયલ મીડીયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

લોકમુખે એવુ પણ ચર્ચાય રહ્યું છે કે  સાસક પક્ષના નેતાનો વેપારી દિકરો નાના-નાના વેપારી, પથારાવાળા પાસે ઉધરાણા કરતો હોવાની અનેક ફરીયાદો ઉઠી છે. જેને લઇ વેપારીઓ ત્રાહીમામ પોકારી ગયા છે. સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ વેપારી એશોશિયસન દ્વારા ખોટી હેરાનગતી અને હપ્તાખોરીથી કંટાળી બંધ બારણે ખાનગી મીટીંગ યોજી હોવાનું જાણવા મળેલ છે,

બીજી બાજુ મનપાની દબાણ હટાવ શાખા એક જ વિસ્તારને ટાર્ગેટ બનાવી એસ્ટેટની ટીમોને ફરજીયાત પથારાવાળાને હટાવવાના નાટકો યોજવામાં આવે છે બાદમાં સેટિંગનો ખેલ પાડતા હોવાની અનેક લોક ફરિયાદ ઉઠી છે.? સાથોસાથ ગૂગલ -પે થી પૈસાની ઉઘરાણી થતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. હાલતો વાયરલ વિડીયોને લઈ શહેરભરમાં સારી એવી ચર્ચા જાગી છે દેશ દેવી ન્યુઝ વાઇરલ વીડીયો અંગે કોઈ પણ જાતની પુષ્ટિ કરતું નથી.

જામનગરમાં જૈન સાધવીઓના ઉતારામાંથી વાસણોની ચોરી કરનાર ઝડપાયો

0

જામનગરમાં ત્રાંબાના આઠ નંગ ત્રાંસની ચોરી કરનાર ઝડપાયો

  • સીટી-સીના યુવરાજસિંહ, હરદીપ બારડ તથા હોમદેવ ર્સિહ જાડેજાને બાતમી મળી હતી
  • સીક્કાના ભીમા કુશભાઈ રાઠોડ નામના દેવીપુજક શખ્સને મુદામાલ સાથે ઝડપી પાડ્યો

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૪ મે ૨૩  : જામનગરમાં કામદાર કોલોની શેરી નંબર -8 માં એક રહેણાક મકાન કે જે સાધ્વીજીઓને રહેવા માટે અને ઉતારા માટે અપાયું હતું, જે મકાનમાં થી કોઈ તસ્કરો આઠ નંગ ત્રાંબાના ત્રાસની ચોરી કરી લઇ ગયા ની ફરીયાદ પોલીસમાં નોંધાવાઈ હતી જે ચોરી નાં બનાવ નો ભેદ ઉકેલવા મા પોલીસ ને સફળતા સાપડી છે.અને એક તસ્કર ને પોલીસે ઝડપી લીધો છે.

જામનગરમાં કામદાર કોલોની શેરી નંબર એકમાં રહેતા મહેન્દ્રભાઈ અમૃતલાલ શાહ નું કામદાર કોલોની પાસે મકાન આવેલું છે, કે જે મકાન હાલ તેઓએ જામનગર મા પધારેલા જૈન સાધ્વીજીઓને ઉતારા માટે આપેલું છે. જે મકાન માં ગત તાં. 3/5/23 નાં કોઈ તસ્કર એ પ્રવેશ મેળવી લીધો હતો, અને મકાનમાંથી રૂ.6500 ની કિંમત નાં આઠ નંગ ત્રાંબા ના ત્રાસ ની ચોરી કરી લઈ ગયા હતા.જે બનાવ અંગે મહેન્દ્રભાઈ એ પોલીસમાં ફરિયાદ નોંધવી હતી.જે.બનાવ મા પોલીસે આજે સિક્કા ગામ નાં ભીમા કુશભાઈ રાઠોડ ને દિગજામ માર્ગે થી ચોરાઉ મુદ્દામાલ સાથે ઝડપી પાડયો છે.

જામનગરમાં PI અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરતા જિલ્લા પોલીસ વડા

0

જામનગર જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટરના પોલીસ ઈન્સ. અને ૧ – કોન્સટેબલ સસ્પેન્ડ કરાયા :ફરજમાં બેદરકારી અંગે કડક પગલું લેવાયું

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૩ મે ૨૩: જામનગરના પોલીસ હેડક્વાર્ટર માં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર જી. એસ. પુવાર તેમજ કોન્સ્ટેબલ ગીતેશ, જેને ગત મોડી સાંજે જિલ્લા પોલીસવડા દ્વારા તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવાયાનો ઓર્ડર કાઢતાં પોલીસ બેડા માં ભારે ચકચાર જાગી છે. જામનગર શહેર વિભાગના ડીવાયએસપી દ્વારા પીઆઇ જી..એસ. પુવાર તેમજ પોલીસ કોન્સ્ટેબલ ગિતેશ ને સસ્પેન્ડ કરવાનો ઓર્ડર બજાવી દેવામાં આવ્યો છે. પોતાની ફરજમાં બેદરકારી દાખવવા બદલ આ ઓર્ડર કાઢવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જામનગરના પોલીસ બેડમાં ખળભળાટ મચી ગયો છે.

જોડિયાના આણંદા ગામમાં માવતરે રોકાવા આવેલી પરિણીતાની આત્મહત્યા

0

જોડિયાના આણંદા ગામમાં માવતરે રોકાવા આવેલી પરિણીતાની આત્મહત્યા

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૩ મે ૨૩ જામનગર  જોડિયા તાલુકાના આણંદા ગામમાં માવતરે રોકાવા આવેલી યુવતીએ અગમ્ય કારણોસર ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

ધ્રોલ તાલુકાના સગાડિયા ગામમાં રહેતાં જલ્પાબેન ભૂપતભાઈ બાંભવા (ઉ.વ.23) નામની પરિણીત યુવતી તેણીના માવતરે જોડિયા તાલુકાના આણંદા ગામમાં રોકાવા આવી હતી. તે દરમિયાન સોમવારે સાંજના સમયે અગમ્યકારણોસર ચૂંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતાં યુવતીને નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે કિશનભાઈ ઝાપડા દ્વારા જાણ કરાતા પીએસઆઈ રવિરાજસિંહ.ડી.ગોહિલ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી કારણ જાણવા તપાસ આરંભી હતી.

જામ ખીરસરા ગામના મહિલા તલાટી મંત્રી 1.25 લાખની લાંચ લેતા ઝડપાયા

જામ ખીરસરા ગામના મહિલા તલાટીકમ મંત્રી રૂપિયા સવા લાખની લાંચ લેતા ઝડપાયા

  • તલાટી વતી પૈસા લેનાર વચેટીયા દુકાનદારની ધરપકડ:
  • ગામ નમુના નંબર-૨ કઢાવવા માટે યુવાન પાસે લાંચ ની માંગણી કરી હતી

દેશ દેવી ન્યુઝ જામનગર તા. 22 મે 23 દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે પ્લોટ ધરાવતા યુવાનને ગામ નમુના નંબર બે કઢાવવા માટે તલાટી મંત્રીને અરજી આપી હતી જે કાઢવા માટે તલાટી મંત્રીએ રૂ.બે લાખની માંગણી કરી હતી જે રકઝક બાદ 1.25 લાખમાં નક્કી થતા યુવાને ACB માં ફરિયાદ કરતાં તલાટી વતી રૂપિયા સ્વીરકાર નાર દુકાનદાર અને તલાટી બને ઝડપાઇ ગયા હતા

પોલીસ સુત્રમાંથી જાણવા મળતી વિગત મુજબ ફરિયાદીના પિતાને સને 1979 ની સાલમાંગ્રામ પંચાયત તરફથી ખીરસરા ગામમાં પ્લોટ નંબર 29 ફાળવેલ હોય, અને તેની સનદ પણ ફરિયાદી પાસે હોય આ પ્લોટનો નમુના નંબર બે કઢાવવાનો હોય ફરિયાદીએ તલાટી મંત્રીને અરજી આપેલ હતી

તલાટી કમ મંત્રીએ બે નંબર કઢાવવા માટે રૂપિયા 2 લાખની માંગણી કરી હતી બાદ અંતે 1.25 લાખમાં આપવાનું નક્કી થયેલ હોય આથી ફરીયાદીએ દ્વારકા ACBનો સર્પક કરી ફરિયાદ આપી હતી ફરિયાદના આધારે ACBએ લાંચ નું છટકું ગોઠવ્યું હતુ છટકામાં તલાટી વતી પૈસા લેવા રાવલ ગામે જયસુખ ઉર્ફે જલોઅરજણ પી૫રોતરની દુકાને આપવા નક્કી કરેલ અને વાયદા મુજબ 1.25 લાખ આપવા જતા જયસુખ ઉર્ફે જલો સ્થળ ઉપર પકડાઇ ગયેલ અને તલાટી હર્ષાબેન આલાભાઈ કારેણા તેના રહેણાંક મકાનેથી મળી આવતા દ્વારકા ACBએ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગરમાં અનેકને શિશામાં ઉતારનાર “મહાઠગ” ની દિલ્હી એરપોર્ટથી ધરપકડ

0

જામનગર: લોભામણી સ્કિમ થકી અનેકને છેતરનારા શિક્ષક અને તેના પત્નીની દિલ્હીથી ધરપકડ

  • લાલબંગલા સ્થિત લસ્સીવાળા સાથે અનેક લોકોને શિશામાં ઉતારી ચીટીંગ કરનાર દંપત્તિ દિલ્હી એરપોર્ટ પરથી પકડાયું

દેશ દેવી ન્યુઝ જામનગર: તા ૧૯ મે ૨૩ જામનગરના લાલ બંગલા સ્થિત લસ્સીના વેપારીએ જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તક ની શાળા ના નિવૃત્ત શિક્ષક નિઝાર આડતિયા એ રોકાણ ના બહાને જામનગરના અનેક લોકો પાસેથી નાણા એકત્ર કરીને ભાગી છૂટ્યા હતા અને ચીટીંગ કર્યું હતું. આ ચિટિંગ ટોળકીનો ભોગ બનનારા જામનગર જિલ્લાના જામજોધપુરના એક વ્યક્તિએ જામજોધપુર પોલીસમાં મથકમાં ચીટીંગ અંગેની ફરિયાદ નોંધાવ્યા પછી અગાઉ પોલીસે લસ્સીવાળા ની અટકાયત કરી હતી અને તેને જેલ હવાલે કર્યો હતો. દરમિયાન આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર ગણાતા મૂળ જામનગરના જ વતની અને વિદેશ ભાગી છૂટેલા નિઝાર સમસૂદ્દીન આડતિયા અને તેની પત્ની તન્જીલા આડતીયા વિદેશથી ભારત આવી રહ્યા છે, તેવી માહિતી જામજોધપુર પોલીસને મળી હતી.આ દંપતિ દુબઈમાં રહીને એચ.યુ.એફ. પેઢી, તન્જિલા ટ્રેડિંગ કંપની, ગોલ્ડ ટ્રેડિંગ કંપની તથા કરન્સી ટ્રેડિંગ નામની જુદી જુદી પેઢીઓ ઊભી કરીને નાણા એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. અને તમામ પૈસા દુબઈમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.

તેઓ દુબઈથી પણ અન્ય ખાડીના દેશોમાં ભાગતા ફરતા હતા, અને બંને સામે ભારત સરકાર દ્વારા રેડ કોર્નર નોટિસ જારી કરી દેવામાં આવી હતી. આ દંપતિ સુદાન નજીકના એક દેશથી હવાઇ માર્ગે દિલ્હી આવી રહ્યા છે, તેવી માહિતી મળતાં જામજોધપુરના પી.એસ.આઇ એમ. જી. વસાવા તેમજ સ્ટાફના પ્રજ્ઞરાજસિંહ જાડેજા અને માનસિંગભાઈ ઝાપડિયા સહિતની પોલીસ ટુકડી દિલ્હી એરપોર્ટ પહોંચી હતી, અને દંપતિ નિજાર આડતિયા અને તન્જિલા આડતિયા ની અટકાયત કરી લીધી હતી. આ બંનેને જામજોધપુર લઈ આવ્યા પછી રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવી રહ્યા છે.

આ દંપતિની તલાસી દરમિયાન હાલમાં તેઓ પાસેથી કોઈપણ પ્રકારની રોકડ રકમ મળી ન હતી. તેઓ પાસે માત્ર મોબાઇલ અને થોડા ઘણા કપડાં સાથેની બેગ વગેરે સામાન હતો, મોબાઈલ ફોન સહિતની સામગ્રી જામજોધપુર પોલીસ દ્વારા જપ્ત કરી લેવામાં આવી છે, અને દંપતી ની ઊંડાણપૂર્વકની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જામનગરના અનેક લોકોના નાણાં કે જેઓએ દુબઈ ટ્રાન્સફર કરાવી લીધા હતા, આ અંગે પોલીસ દ્વારા ખુલાસાઓ માંગવામાં આવી રહ્યા છે. જોકે દંપતિ દ્વારા હાલમાં કોઈ ખુલાસા કરાયા નથી, તેથી પોલીસ દ્વારા રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ખંભાળિયામાં જુગારની ક્લબ પર દરોડો: દોઢ લાખની મત્તા સાથે 10 પકડાયા

ખંભાળિયામાં જુગારની ક્લબ પર દરોડો: દોઢ લાખની મત્તા સાથે 10 પકડાયા

દેશ દેવી ન્યુઝ ખભાળિયા: તા.૧૮ મે ૨૩ ખંભાળિયા શહેર નજીક આવેલા ધરમપુર વિસ્તારમાંથી ગતરાત્રે એલસીબી પોલીસે જુગાર અંગેની કાર્યવાહીમાં ધમધમતા જુગારધામમાંથી દસ શખ્સોને કુલ રૂપિયા દોઢ લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સુચના મુજબ એલસીબી પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીમાં એલસીબીના હેડ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ જાડેજા તથા કુલદીપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના મહિના આધારે ખંભાળિયાના જામનગર રોડ માર્ગ પર ધરમપુર વિસ્તારમાં આવેલી જી.આઈ.ડી.સી. ખાતે અત્રે રાવલપાડા વિસ્તારમાં રહેતા લાલજી ઉર્ફે લાલો દીપકભાઈ રાવલદેવ નામના શખ્સ દ્વારા અહીં બનતા નવા મકાનો પૈકી પોતાના કબજાના એક રહેણાંક મકાનમાં અંગત ફાયદા માટે બહારથી માણસો બોલાવી અને તેઓને લાઈટ, પાણી અને જુગારના સાધનોની સુવિધા પૂરી પાડી, તેના બદલામાં નાલ ઉઘરાવી અને ગંજીપત્તા વડે રમાતા જુગાર પર ગત મોડી રાત્રે એલસીબી પોલીસ ત્રાટકી હતી.

આ દરોડા દરમિયાન પોલીસે લાલજી ઉર્ફે લાલા દિપક સોઢા, દિનેશ ડાહ્યાભાઈ રાઠોડ, દિનેશ સુરેશ સોલંકી, અશોક ઉર્ફે અજય કરસન પરમાર, અજય ધીરુ ચૌહાણ, મયુર મનુભાઈ ચૌહાણ, હેમુ મનસુખભાઈ ચૌહાણ, વિપુલ સુરેશભાઈ ચૌહાણ, વેરશી વીરજી ચૌહાણ અને રમેશ નારણ રાઠોડ નામના 10 શખ્સોને દબોચી લીધા હતા ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 27,100 રોકડા, રૂપિયા 42,500 ની કિંમતના નવ નંગ મોબાઈલ ફોન, તેમજ રૂ. 80,000 ની કિંમતના ચાર મોટર સાયકલ મારી કુલ રૂપિયા 1,49,600 ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત શખ્સોની જુગારધારાની કલમ મુજબ અટકાયત કરવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કૃષ્ણપાલસિંહ ગોહિલ, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી અને એસ.વી. ગળચર, એ.એસ.આઈ. સજુભા જાડેજા, જેસલસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, ગોવિંદભાઈ કરમુર, સચિનભાઈ નકુમ, વિશ્વદિપસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

error: Copying and use of the content of the website is considered as illegal activity.