Sunday, October 18, 2026
Home Blog Page 225

જામનગરમાં પ્રથમ વખત ખાનગી સિઝન બોલની ટર્ફ વિકેટ બની

0

જામનગરમાં પ્રથમ વખત ખાનગી સિઝન બોલની ટર્ફ વિકેટ બની

  • શહેરના સીમાડે પંચાયત નગરમાં 30 લાખના ખર્ચે નિર્માણ થયું
  • સિઝન બોલની પ્રેકટીસ અને મેચ રમવા માટે ફકત ક્રિકેટ બંગલો અને પોલીસ હેડકવાર્ટર હતું હવે નવું નજરાણું: દેવેન્દ્રસિંહ પરમાર

દેશ દેવી ન્યુઝ જામનગર ૩૧ મે ૨૩: ક્રિકેટ માટેનું મક્કા ગણાતું જામનગર શહેરમાં એકમાત્ર ક્રિકેટ બંગલા અને પોલીસ હેડકવાર્ટરમાં સિઝન બોલ સાથે રમવાની ટર્ફ વિકેટ હતી, પરંતુ હવે બાયપાસ પાસે આવેલી કર્મચારી નગરમાં ટર્ફ વિકેટ ક્રિકેટના લોકો માટે બનાવવામાં આવી છે. જેઓ તેનો કયારેય પણ ઉપયોગ કરી શકે, આ વિક્રેટ અને મેદાન બનાવવામાં આવ્યું છે એવી રીતે કે, તેનો ઉપયોગ રાત્રીના સમયમાં પણ થઇ શકે.જામનગર શહેરના લાલપુર બાયપાસ પાસે આવેલ જિલ્લા પંચાયત કર્મચારી નગરમાં રૂા. 30 લાખના ખર્ચે સિઝન બોલની ટર્ફ વિક્રેટ બનાવવામાં આવી છે. આ ઉપરાંત અહીં ફુટબોલ ગ્રાઉન્ડ પણ બનાવવામાં આવ્યું છે. જામનગર શહેરમાં સિઝન બોલની પ્રેકટીસ અને મેચ રમવા માટે ફકત ક્રિકેટ બંગલો અને પોલીસ હેડકવાર્ટર જ હતાં, જે બન્ને સરકારી હોવાથી અહીં ખાનગી પ્રેકટીસ કરવાનો કોઇ અવકાશ રહેતો ન હતો.

જે લોકોએ ખાનગી પ્રેકટીસ કરવી હોય તેમના માટે કોઇ અવકાશ ન હતો. પરંતુ હવે જિલ્લા પંચાયત નગરમાં આ વિક્રેટ બનતા ક્રિકેટ રમતા ઉગતા ક્રિકેટરો માટે એક વિકલ્પ બની રહેશે. આ વિક્રેટ બનાવવા માટે કર્મચારી નગરના પ્રમુખ દેવેન્દ્રસિંહ પરમાર, સેક્રેટરી એન.યુ. સોરઠીયા અને વાઇસ ચેરમેન બી.બી. પરમાર તથા કારોબારી સભ્યો વગેરેએ જહેમત ઉઠાવી હતી.

જામનગર લંધાવાડના ”ઓરંગઝેબ”ને નકલી પોલિસનો ભેટો : તોડ થતા બચી ગયો

0

જામનગરમાં ‘એસ.ઓ.જી’ના નકલી પોલીસના નામે ‘તોડ’ કરવાનો વધુ એક પ્રયાસની ફરિયાદ

  • ટ્રાવેલ્સ એજન્ટ પાસે દિલ્હીની ટિકિટોનું બુકિંગ કરાવ્યા પછી પોતાના ખાતામાં દોઢ લાખ જમા કરાવવા માટે કારસો રચ્યાની ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૩૦ મે. ૨૩: જામનગરમાં રણજીત રોડ પર રહેતા અને ટ્રાવેલ એજન્ટ તરીકે નો વ્યવસાય કરતા ઔરંગઝેબ બસીર ભાઈ એરંડિયા નામના યુવાને પોતાની સાથે મહેશ જાડેજા નામના એસ.ઓ.જી. ના પોલીસ કર્મચારીની ઓળખ આપનાર 7984735858 નંબરના મોબાઈલ વપરાશકર્તા સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ઉપરોક્ત આરોપીએ પોતે એસ.ઓ.જી. માં નોકરી કરે છે તેવી ઓળખ આપ્યા પછી ફરીયાદી પાસે મોબાઈલ ફોન મારફતે રાજકોટ થી દિલ્હીની ફ્લાઈટની ટિકિટોનું બુકિંગ કરી આપવા જણાવ્યું હતું. જેથી તેનું બુકિંગ કર્યા પછી તેની 1,35,000 ની રકમ ફરિયાદી દ્વારા માંગણી કરવામાં આવી હતી.

દરમિયાન ચીટીંગ કરનાર શખ્સે પોતાના ખાતા નંબર અને બારકોડેડ નંબર આપીને જણાવ્યું હતું કે તમે મારા ખાતામાં દોઢ લાખ ટ્રાન્સફર કરી આપો, ત્યારબાદ હું તમને તે રકમ અને ટીકીટ ની રકમ જમાં કરાવી આપીશ, તેમ જણાવી છેતરપિંડી નો પ્રયાસ કર્યો હતો. પરંતુ એજન્ટ સમજી ગયા હતા અને તેઓએ દોઢ લાખની રકમ જવા કરાવી ન હતી, અને સિટી એ. ડિવિઝન પોલીસમાં આ મામલે નકલી પોલીસ સામે ફરિયાદ નોંધાવી હતી, અને તેની મોબાઈલ નંબરના આધારે શોધખોળ શરૂ કરાઇ છે.

જામનગરના 3 PI સહિત રાજ્યના 47 PI ની બદલી: જુવો લિસ્ટ

રાજ્યના 47 પોલીસ ઈન્સપેક્ટની આતરીક બદલીનો ગંજીફો ચીપતા DG

  • જામનગરના LIB PI એમ.એન ચૌહાણને છોટાઉદેપુર તથા કાલાવડના બી.એમ.કાતરીયા તથા આર.એમ રાઠવાને અમદાવાદ મુકાયા
  • દેવભૂમિ દ્વારકા જિલ્લાના કે.બી યાજ્ઞિકને ClD ક્રાઇમ તથા એ.એમ પટેલને DGP ઓફિસમાં મુકવામાં આવ્યા છે. જ્યારે CID ક્રાઇમના જે, જે ચૌહાણને દેવભૂમી દ્વારકા મુકવામાં આવ્યા છે.

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૯ મે ૨૩ જામનગર સહિત રાજ્યના 47 બિનહથિયાર પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી નો ગંજીફો ચીપાયો તેમાં જામનગર LIB શાખામાં ફરજ બજાવતા એમ.એન ચૌહાણને છોટાઉદેપુર તથા કાલાવડના બી.એમ.કાતરીયાને અમદાવાદ શહેરમાં મુકવામાં આવ્યા છે. જયારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કે.બી યાજ્ઞિકને ClD ક્રાઇમ તથા એ.એમ પટેલને DGP ઓફિસમાં મુકવામાં આવ્યા છે. જ્યારે CID ક્રાઇમના જે, જે ચૌહાણને દેવભૂમી દ્વારકા મુકવામાં આવ્યા છે. હાલતો બદલીને લઇ પોલીસબેડામાં કહી ખુશી કહી ગમ જેવી સ્થિતી જોવા મળી રહી છે.

જામનગર મોરકંડા પાસે બાઇકને બચાવા જતા ટેક્ટર પલ્ટી ખાઈ જતા ચાલકનુ મોત

0

મોરકંડા ગામના પાટીયા નજીક રોંગ સાઈડમાં આવી રહેલા બાઈક ચાલકને બચાવવા જતાં ટ્રેકટર પલ્ટી જતાં ચાલકનું મોત 

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૯ મે ૨૩ : જામનગરના કાલાવડ બાયપાસ થી લાલપુર બાયપાસ જવાના માર્ગે મોરકંડા ગામના પાટીયા પાસે આજે સવારે સાડા નવેક વાગ્યાના અરસામાં એક હોન્ડા ચાલક રોંગ સાઈડમાં આવી રહ્યો હતો. દરમિયાન સામેથી ખાતર ભરીને આવી રહેલા ટ્રેક્ટરના ચાલકે બાઇક ચાલકને બચાવવા જતાં ટ્રેક્ટર પરથી કાબુ ગુમાવી દીધો હતો, અને ટ્રેકટર નીચે ઉતરીને ખાડામાં પલટી મારી ગયું હતું. આ અકસ્માતમાં ટ્રેક્ટરના ચાલક કે જેનું ટ્રેક્ટરની ટ્રોલી નીચે દબાઈ જવાથી ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ થતા પંચકોષી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અકસ્માત બાદ લોકોના ટોળા એકઠા થયા હતા, અને થોડો સમય માટે ટ્રાફિક અવરોધાયો હતો. પોલીસે તાત્કાલિક અસરથી વાહન વ્યવહાર ને પૂર્વવત બનાવ્યો હતો, જ્યારે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરમાં નકલી પોલીસ બની વેપારી પાસે 2 લેપટોપ માંગ્યા

0

જામનગરમાં નકલી પોલીસ બની વેપારી પાસે 2 લેપટોપ માંગ્યા :ફોનપર ગાળો ભાડી ડાટી મારી

  • SOG એરફોર્સ શાખા હોવાની ઓળખ આપી : ઠગાઈની કોશીશ કરી
  • દેવભૂમિ દ્વારકામાં પણ ફરિયાદ નોંધાઈ હોવાનું મનાય રહ્યું છે.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૯ મે ૨૩ જામનગર શહેરના તિરૂપતી પાર્ક, બેડી રીંગરોડ પાસે રહેતા અને કોમ્પયુટર લે-વેચનો ધંધો કરતા હિતેશ તેજાભાઈ ચૌહાણ નામના વેપારીને ગત તા. 10 મે ના બપોરના સમયે મહેશ જાડેજા નામના શખસે તેના મોબાઇલમાંથી ફોન કરી પોતે એસઓજી એરફોર્સ શાખામાં નોકરી કરતો હોવાની ઓળખ આપી બે એપલ લેપટોપની માંગણી કરી જે બાબતે હિતેશભાઇએ ખરાઇ કરતા તે ખોટું હોવાનું સામે આવતા તેણે મહેશ જાડેજા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

પોલીસની ખોટી ઓળખ આપી ઠગાઇ કરવાની કોશિષ કરી ગાળો કાઢી, ઘરેથી ઉપાડી જઇ, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે સીટી-સી પોલીસમાં ગુનો નોંધાતા પીએસઆઇ ડી.પી. ચુડાસમાએ નકલી પોલીસની શોધખોળ હાથ ધરી છે.

જામનગર મામાના ઘેર આવેલી તરૂણીનું શંકાસ્પદ મોત

0

પીપરટોડામાં મામાના ઘેર આવેલી તરૂણીનું શંકાસ્પદ મોત

  • તરૂણીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો
  • કારણ જાણવા પોલીસે તપાસ આરંભી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૨૭ મે ૨૩ : જામનગર નજીક રણજીતસાગર રોડ પર આવેલા પીપરટોડા ગામમાં રહેતા પટેલ પરિવારના મકાનની અગાશી પર સુવા ગયેલી સુરતથી આવેલા ભાણકીનું શંકાસ્પદ મોત નિપજતાં ચકચાર જાગી છે. સુરતમાં રહેતી જેનીશા પંકજભાઈ અભંગી નામની ધો. 7 માં અભ્યાસ કરતી 13 વર્ષની તરૂણી પરિવાર સાથે લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં મોસાળે આવી હતી.

દરમિયાન આ બાળા રાત્રે મામાના ઘરની અગાશી પર સુવા ગઈ હતી. જયારે તેનું શંકાસ્પદ મોત નિપજયું છે. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની વિધી હાથ ધરી હતી  અને આ તરૂણીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો. હાલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે

જામ્યુકોની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલતી ‘ટીમ કોંગ્રેસ’: જુવો VIDEO

0

જામ્યુકોની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલતી ‘ટીમ કોંગ્રેસ’

  • શહેર કોંગ્રેસ પ્રમુખ, જામ્યુકો વિપક્ષી નેતા અને કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા કેનાલોનું જાત નિરીક્ષણ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૨૭ મે ૨૩: જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલતી પ્રિ-મોન્સૂન કામગીરી અંગે કોંગ્રેસ શહેર પ્રમુખ દિગુભા જાડેજા, કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા જાત નિરીક્ષણ કરી કેનાલોમાં સફાઈના અભાવ હોવાનું જણાવી પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી હતી. જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, કોર્પોરેટર અલ્તાફ ખફી, જેનબબેન ખફી, રચનાબેન નંદાણિયા, આનંદ રાઠોડ સહિતના કોંગે્રસી કોર્પોરેટરો વોર્ડનં.12,13,16 ને જોડતી કેનાલોનું જાત નિરીક્ષણ કરવા પહોંચ્યા હતાં. આ કેનાલોમાં પ્રિ-મોન્સૂન કામગીરી થઈ ન હોવાનું જણાવી રોષ વ્યકત કર્યો હતો.

શહેરમાં ગઈકાલે તા.26.05.2023 ના દિવસે કમિશ્નર ડી. એન. મોદી દ્વારા દરેડ ફીડીંગ કેનાલ, દિ. પ્લોટ 49 કેનાલ, રામનગર કેનાલ, દિગ્જામ સર્કલ થી સોનલ નગર, રામેશ્વનગર કેનાલ, કેવડી નદી, ભીમવાસ કેનાલ, ખોડીયાર કોલોની કેનાલ, સત્યમ કોલોની વિગેરે વરસાદી પાણી નિકાલની કેનાલોની પૂર્ણ થયેલી કામગીરી તથા ચાલુ કામગીરીનું જાત નિરીક્ષાણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બાકી રહેતી કામગીરી નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે જે તે વિભાગના અધિકારીને તાકીદ કરવામાં આવી હતી.

જામનગર હોસ્પિટલ સામેની દુકાનો દૂર કરવામાં કર્યું ગ્રહણ નડે છે: નિતીન માડમ

0

જામનગર હોસ્પિટલ સામેની દુકાનને લઈને નિતીન માડમની કમિશનરને સણસણતી રજૂઆત

  • સુપ્રિમ કોર્ટના ચુકાદો છતા રોડ પહોળો કરવામાં આવ્યો નથી.
  • પંદર વર્ષથી લીઝ પુરી થઈ છે : છતાં રીન્યું વગર દુકાનો ધમધમે છે.
  • મંજૂરી વગર એક માંથી બે દુકાનો થઈ: તંત્રને જાણવામાં રસ નથી

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૬ મે ૨૩ જામનગર જી.જી  હોસ્પીટલન સામે વર્ષોથી અનેક દુકાનો આવેલ હોય અમારી જાણ મુજબ આ દુકાનો બહુ લાંબા સમયથી મહાનગરપાલિકા દ્વારા લીઝ પર આપેલ હોય તે લીઝ ગુલાબ કુંવરબા આર્યુવેદિક સોસાયટી તથા જામનગરપાલિકા વચ્ચે થયેલ હોય તે અંદાજે ૧૫ વર્ષથી પુર્ણ થયેલ હોય પરંતુ આ લીઝ રીન્યુની કોઈ પ્રક્રિયા કરવામાં આવેલ ન હોય તેને લઈને નીતીન માડમે મ્યુ કમિરનરને રજૂઆત કરી છે.

રજૂઆતમાં નિતીન માડમે જણાવ્યું હતું કે મહાનગર પાલિકાના નિયમ વિરૂદ્ધ હાલ આ દુકાનદારો દુકાનો ચલાવે છે. આ અંગે સુપ્રિમ કોર્ટના ચુકાદા મુજબ તે દુકાનો દુર કરી તે રસ્તાને પહોળો કરવાનો ચુકાદો પણ થયેલ હોય તેમ છતાં મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં ન આવેલ હોય તેથી ટ્રાફીકની ગંભીર સમસ્યાઓ સર્જાય છે. અમારી જાણ મુજબ કોઈ જાતની વહીવટી મંજુરી વગર મહાનગરપાલિકા તથા દુકાનદારો વચ્ચે કોઈ મૌખિક સમજુતી (ભ્રષ્ટ્રાચાર) થયેલ હોય તેવું ઉમેર્યું હતું.

શરૂઆતમાં હોસ્પિટલ સામે દુકાનોની સંખ્યા ઓછી હોય પરંતુ જેમ જેમ સમય ગયો તેમ તેમ તે દુકાનોની સંખ્યા વધવા માંડી (એક દુકાનમાંથી એક થી વધુ ) દુકાનો બની ગયેલ છે. આ અંગે લીઝ એગ્રીમેન્ટનો ઉલાળીયો થઈ ગયો છે.અને નિયમને ધોળીને પી ગયા છે.

નિર્દયતાએ હદ વટાવી: ગોકુલનગરમાં સગર્ભા મહિલાને પેટમાં લાતો મારી

0

જામનગરમાં સગર્ભા મહિલા અને અને તેના પતિ ઉપર હિચકારો હુમલો, ચાર સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૬ મે ૨૩: જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતી પ્રફુલાબા સંજયસિંહ ચુડાસમા નામની 23 વર્ષની સગર્ભા મહિલાએ પોતાને પેટના ભાગે લાત મારી ગંભીર ઇજા પહોંચાડવા અંગે તેમ જ પોતાના પતિ સંજયસિંહ ચુડાસમા ઉપર હુમલો કરવા અંગે રામદેવ ચાવડા અને તેના ત્રણ અજાણ્યા સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાને પેટના ભાગે ઇજા થઈ હોવાથી દુ:ખાવો ઉપડતાં તેણીને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં તેણીની સારવાર ચાલી રહી છે.

આ બનાવની જાણ થતાં સીટી સી. ડિવિઝન નો પોલીસ સ્ટાફ જી.જી. હોસ્પિટલે દોડી ગયો હતો, અને પ્રફુલાબા ની ફરિયાદના આધારે રામદેવ ચાવડા અને તેના અન્ય ત્રણ સાગરીતો સામે ગુનો નોધ્યો છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અને પ્રફુલાબા તેના પતી સંજય સિંહ સાથે ગઈકાલે રાત્રે પોતાના ઘરના દરવાજા પાસે બેઠા હતા, તે દરમિયાન આરોપી રામદેવ ચાવડા પોતાનું બાઈક ફુલ સ્પીડમાં લઈને પસાર થતાં તેને ઠપકો આપ્યો હતો જેથી મનદુ:ખ રાખીને અન્ય ત્રણ સાગરીતોને લઈને ફરીથી પાછો આવ્યો હતો, અને આ હુમલો કરી દીધા નું પોલીસમાં જાહેર કરાયું છે.

આથી સીટી-સી પોલીસે IPC કલમ-૨૭૯, ૩૨૩, ૨૯૪(ખ), ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી  ચારેય આરોપીઓને શોધી રહી છે.

રેંજ IG અશોકકુમાર યાદવ જામનગરની મુલાકાતે 

0

વાર્ષિક ઇન્સ્પેકશન માટે રાજકોટ રેંજ આઈજી અશોકકુમાર યાદવ જામનગરની મુલાકાતે 

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૬ મે ૨૩: રાજકોટ રેંજ આઇજી અશોકકુમાર યાદવ આજરોજ જામનગરની મુલાકાતે આવ્યાં હતાં. જામનગરમાં પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓર્નર સાથે તેમનું સ્વાગત કરાયું હતું. રેંજ આઈજી દ્વારા ઈન્સ્પેકશન કરી વિવિધ મુદ્દાઓ અંગે જિલ્લા પોલીસવડા સાથે ચર્ચા વિચારણા કરી હતી.રાજકોટ રેંજ આઈજી અશોકકુમાર યાદવ જામનગર જિલ્લાની મુલાકાતે છે. ગઈકાલે જોડિયામાં પોલીસ ચોકીનું ઉદઘાટન કર્યા બાદ આજરોજ રેંજ આઈજી દ્વારા જામનગર શહેર ખાતે ઈન્સ્પેકશન કર્યુ હતું. જામનગર આવી પહોંચેલા રેંજ આઈજીને પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા ગાર્ડ ઓફ ઓર્નર આપવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. રેંજ આઈજી દ્વારા ઈન્સ્પેકશનની સાથે-સાથે જિલ્લા પોલીસવડા સાથે વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા-વિચારણાઓ પણ કરી હતી.

error: Copying and use of the content of the website is considered as illegal activity.