Sunday, October 18, 2026
Home Blog Page 224

જામનગર સજુબા ગર્લ્સ સ્કુલમાં મધરાતે ધાર્મિક સ્થળનું મેગા ડિમોલિશન : SP ખડેપગે

0

જામનગરના વિવાદીત ધાર્મિક સ્થળ પર પોલીસે રાતો-રાત બુલડોઝર ફેરવી દીધું :

  • સજુબા ગર્લ્સ હાઇસ્કૂલમાં આવેલી દરગાહનું દબાણ દૂર કરાયું: એસ.પી. સહિતનો પોલીસ કાફલાએ કરેલી કામગીરી નિર્વિઘ્ને પૂર્ણ

દેશ દેવી ન્યૂઝ જામનગર: તા. o૩ જૂન ૨૩ જામનગર શહેરમાં સજુબા ગર્લ્સ હાઇસ્કૂલમાં આવેલી દરગાહનું મોડી રાત્રે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું અને એસ ડી એમ સહિતના ઉચ્ચ અધિકારીનો કાફલો સજુબા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે હાજર રહ્યો હતો.જામનગર શહેરમાં મોડી રાત્રિના પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સજુબા ગર્લ્સ હાઇસ્કૂલની ઐતિહાસિક ઇમારતમાં આવેલું વિવાદિત ધાર્મિક સ્થળ દૂર કરાયું હતું અને વહેલી સવારમાં ઓપરેશન પૂરું કરવામાં આવ્યું હતું. જ્યારે સ્થળની આસપાસ કે અન્ય જગ્યાએ કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઐતિહાસિક ઇમારતમાં આવન-જાવનના ચારેય તરફના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યાં હતા. ઓપરેશન પૂર્ણ કર્યા બાદ રસ્તા ખુલ્લા મુકવામાં આવ્યાં હતા. હાલ તો સમગ્ર ધાર્મિક સ્થળ દૂર કરાયા પછી કોઈપણ અનિચ્છનીય બનાવ બન્યો નથી અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. મોડી રાત્રિના શહેરમાં આવેલી સજુબા ગર્લ્સ હાઇસ્કલ અંદર આવેલી દરગાહ પર ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવી દેવાયું હતું અને ધાર્મિક સ્થળનું દબાણ ડિમોલિશન કરી તોડી પાડવામાં આવ્યું હતું. સ્કૂલની અંદર અને બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, દબાણ દૂર કરવામાં આવ્યું ત્યારે વહીવટી તંત્રના અધિકારીઓ અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યો હતો. ઐતિહાસિક સજુબા ગર્લ્સ હાઇસ્કૂલની અંદર બુલડોઝર, ટેકટર સહિતના વાહન તેમજ સાધનો વડે વિવાદિત ધાર્મિક જગ્યા દૂર કરવામાં આવી હતી. મોડી રાત્રેથી જ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને વહેલી સવારે ઓપરેશન પૂર્ણ થયું હતું. સમગ્ર ઘટના દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય બનાવ બન્યો નથી. હાલ શહેરમાં રાબેતા મુજબ જનજીવન ચાલી રહ્યું છે.

નકલી પોલીસનો વધુ એક કાંડ: PSIની ઓળખ આપી કલ્યાણપુરના યુવાન સાથે છેતરપીંડી

“નકલી પોલીસ વધુ એક કાંડ: પોલીસ અધિકારી તરીકે ઓળખ આપી કલ્યાણપુરના યુવાન સાથે છેતરપીંડી

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૦૩ જૂન ૨૩ ખંભાળિયા: કલ્યાણપુરના નારણપુર ગામ ખાતે રહેતા સોમાતભાઈ મારખીભાઈ ગોજીયા નામના 36 વર્ષના વેપારી યુવાનને ***** 09742 મોબાઈલ નંબર ધરાવતા એક શખ્સે ફોન કરી અને તેમને વિશ્વાસમાં લઈ, બોલેરો વાહનના ટાયર મંગાવવાના બહાને ફરિયાદી સોમાતભાઈના એકાઉન્ટમાં રૂપિયા 1.55 લાખ ટ્રાન્સફર કરી અને તેમાંથી રૂપિયા 59,000 તેમને ખોટા કેસમાં ફસાવી દેવા માટે બળજબરીપૂર્વક ધમકી આપી અને અન્ય એકાઉન્ટમાં આ રકમ ટ્રાન્સફર કરાવી હતી.

એટલું જ નહીં, ફરિયાદીના એકાઉન્ટમાં જમા થયેલી રૂપિયા 1.55 લાખની રકમને પણ આ મોબાઈલ નંબર ધારક શખ્સ દ્વારા પોતાનું બેન્ક એકાઉન્ટ બ્લોક કરાવી, છેલ્લું ટ્રાન્ઝેક્શન રદ કરાવીને રૂપિયા 1.55 લાખ પરત મેળવી લેવામાં આવ્યા હતા. ફરિયાદીના એકાઉન્ટમાંથી પોતાના એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરાવી અને પરત જમા નહીં આપી, વિશ્વાસઘાત કરવા બદલ આ મોબાઈલ નંબરધારક શખ્સે બળજબરીપૂર્વક પૈસા કઢાવવા માટે આઉટ પોસ્ટના પી.એસ.આઈ. તરીકેની ખોટી ઓળખ આપી હોવા અંગેની બાબત પોલીસ ફરિયાદમાં જાહેર કરવામાં આવી છે.

આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે આ મોબાઈલ નંબર ધારક સામે આઈ.પી.સી. કલમ 406, 420, 384, 170 તથા આઈ.ટી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ સાયબર સેલ ક્રાઈમ વિભાગના પી.આઈ. અક્ષય પટેલ દ્વારા કરવામાં આવી રહી છે.

જામનગર ‘જાડા’ દ્વારા પ્લોટની હરાજીનો ઠરાવ રદ કરતી રાજ્ય સરકાર

0

‘જાડા’ દ્વારા પ્લોટની હરાજીનો ઠરાવ રદ કરતી રાજ્ય સરકાર

  • નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય નીતિન માડમે રાજયના શહેરી વિકાસ વિભાગમાં રજૂઆત કરી હતી

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૩ જૂન ૨૩: જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા ટીપીસ્કીમ હેઠળના પ્લોટની હરરાજીમાં ટેન્ડરની શરતોનો તેમજ લેન્ડ ડિસ્પોઝલ પોલીસીની જોગવાઇઓનો ભંગ કરવામાં આવતાં આ હરાજી રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા રદ કરવામાં આવી છે. જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા ટીપી સ્કીમ નંબર ૧ અને ૩ ના જુદા-જુદા કોમર્શિયલ રહેણાંક અને શૈક્ષણિક હેતુના પ્લોટની હરાજી કરવામાં આવી હતી.

આ હરાજીમાં બિલ્ડરોને પ્લોટના કબજા સોંપયાની તારીખથી ૬૦ દિવસમાં લ્હેણી રકમ ચૂકવી આપવાની થતી હતી. પરંતુ આ રકમ ભરપાઇ કર્યા વગર જ જાડાએ આ અંગે વેચાણ માટેના ઠરાવ કરી દીધા હતા. આ રીતે લેન્ડ ડીસ્પોઝલ પોલિસી ર૦૦રની જોગવાઇઓનો ભંગ કરવામાં આવ્યો હતો જે અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય નીતિન માડમે રાજયના શહેરી વિકાસ વિભાગમાં રજૂઆત કરી હતી. અને સંપૂર્ણ પ્રક્રિયા રદ કરવાની માંગણી કરી હતી. આ અંગે કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાને લઇ તેમજ નિયમોના ઉલ્લઘંનને ધ્યાનમાં રાખી શહેરી વિકાસ વિભાગે આ પ્રકરણમાં ટેન્ડરની શરતોનો ભંગ થયો હોવાનું માની જાડાની પ માર્ચ ર૦રરની બેઠકમાં કરવામાં આવેલ ઠરાવ રદ કરવાનો હુકમ કર્યો હતો.

જામનગર તાલુકાના તમાચણ ગામે ત્રણ વર્ષનું બાળક ખુલ્લા બોરવેલમાં ફસાયું : જુવો VIDEO

0

જામનગર તાલુકાના તમાચણ ગામે વાડી વિસ્તારમાં ત્રણ વર્ષનું માસુમ બાળક ખુલ્લા બોરવેલમાં ફસાયુ: બચાવ કાર્ય શરૂ

  • ફાયરબ્રિગ્રેડ ઘટનાસ્થળે દોડી જઈ રેસ્કયું હાથ ધર્યું 

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૩ જૂન ૨૩ જામનગર તાલુકાના તમાચણ ગામે વાડી વિસ્તારમાં આવેલ ખુલ્લા બોરવેલમાં ત્રણ વર્ષનું બાળક પડી જતા અફરા-તફરી મચી ગઈ હતી બનાવની જાણના પગલે ગ્રામજનો દોડી આવ્યા હતા વાડી માલિકે જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ અને ઈમરજન્સી 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બોરવેલમાં કેમરા દ્રારા બાળકની સ્થિતિ પર નજર કરવામાં આવી રહી છે.

જામનગર લાલપુર બાયપાસે નિર્માણ થનાર ઓવરબ્રિજના નડતરરૂપ દબાણો હટાવતું તંત્ર

0

લાલપુર બાયપાસે નિર્માણ થનાર ઓવરબ્રિજના નડતરરૂપ દબાણો હટાવતું તંત્ર

  • ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે એસ્ટેટ શાખા દ્વારા ડિમોલિશન કાર્યવાહી

દેશ દેવી ન્યુઝ તા.૨ જૂન ૨૩ જામનગર: જામનગરમાં લાલપુર બાયપાસ પાસે ઓવરબ્રિજનું નિર્માણકાર્ય શરુ કરવામાં આવ્યું છે. ત્યારે આ ઓવરબ્રિજના નિર્માણમાં અવરોધરૂપ દબાણો હટાવવાની કામગીરી આજરોજ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા હાથ ધરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે રાખી એસ્ટેટ શાખાના અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા આ ડિમોલિશન કાર્યવાહીનો સવારથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.

જામનગર શહેરની ભાગોળે લાલપુર બાયપાસ ચોકડી નજીક અવાર-નવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે. ત્યારે લાલપુર બાયપાસ નજીક ટ્રાફિક સમસ્યામાંથી લોકોને મુક્તિ મળે અને અકસ્માતના પ્રમાણ ઘટાડી શકાય તે માટે ઓવરબ્રિજનું નિર્માણકાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જેને લઇ ઓવરબ્રિજની કામગીરીમાં અવરોધરૂપ દબાણો હટાવવા જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીની સૂચનાથી નાયબ કમિશનર બી.એન.જાનીના માર્ગદર્શન હેઠળ જામ્યુકોની એસ્ટેટ શાખા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

આજે સવારથી જ એસ્ટેટ શાખા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે લાલપુર બાયપાસ ચોકડીથી ખંભાળિયા બાયપાસ તરફ જતાં રસ્તા પર એપલ ગેઇટ સુધી નડતરરુપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એસ્ટેટ અધિકારી એન.આર. દિક્ષીતએ જણાવ્યું હતું કે, ઓવરબ્રિજ કામગીરી માટે નડતરરૂપ દિવાલો, રેંકડીઓ, કેબિનો દૂર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ કેટલાંક દબાણકારોને આપેલ નોટિસને ધ્યાને લઇ તેઓ દ્વારા આગામી બે દિવસની અંદર જાતે જ દબાણો દૂર કરી લેવાની પણ ખાતરી આપી હતી.

કેન્દ્રમાં મોદી સરકારના નવ વર્ષના શાસનની ઉપલબ્ધિ વર્ણવતા સાંસદ પૂનમબેન માડમ

0

કેન્દ્રમાં મોદી સરકારના નવ વર્ષના શાસનની ઉપલબ્ધિ વર્ણવતા સાંસદ પૂનમબેન માડમ

  • ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર પુલનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ઉદઘાટન થાય તેવા પ્રયાસો : સાંસદ
  • તા. ૩૦/પ થી તા. ૩૦/૬ સુધી એક મહિના માટે તેઓ ‘સાંસદ જનસંપર્ક અભિયાન’ કરશે
  • હાલારના બન્ને જિલ્લામાં આ નવ વર્ષના સમયગાળામાં થયેલા સિમાચિન્હરૃપ વિકાસકામો તેમજ વિવિધ સુવિધાઓ અંગે વિસ્તૃત જાણકારી હાલારના સાંસદ પૂનમબેન માડમે સેવન સીઝન્સ રીસોર્ટમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કરી

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ર જૂન ૨૩ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે સેવા, સુશાસન, ગરીબ કલ્યાણના સંકલ્પ સાથે સફળતાપૂર્વક નવ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભારત દેશના તમામ ક્ષેત્રોમાં વિકાસ, ઉપલબ્ધિઓ તેમજ ખાસ કરીને હાલારના બન્ને જિલ્લામાં આ નવ વર્ષના સમયગાળામાં થયેલા સિમાચિન્હરૃપ વિકાસકામો તેમજ વિવિધ સુવિધાઓ અંગે વિસ્તૃત જાણકારી હાલારના સાંસદ પૂનમબેન માડમે સેવન સીઝન્સ રીસોર્ટમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કરી હતી.આ પ્રેસ કોન્ફરન્સમાં સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે સમગ્ર વિશ્વના વિકસીત રાષ્ટ્રો સહિતના દેશોમાં એક સન્માનિય નેતા તરીકે પ્રસ્થાપિત થયા છે. સમગ્ર વિશ્વમાં તેમના કાર્યોની અને ભારતના વિકાસની પ્રશંસા થઈ રહી છે.દેશમાં કેન્દ્ર સરકારના મહત્ત્વપૂર્ણ અનેક પ્રોજેક્ટો હાથ ધરાયા અને નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. દેશના છેવાડાના દરેક વર્ગના, દરેક ક્ષેત્રના લોકોને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ મળી રહ્યો છે.હાલારના જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ નવ વર્ષમાં કેન્દ્ર સરકારના વિકાસકામો અને સુવિધાઓ અંગે સાંસદ પૂનમબેને જણાવ્યું હતું કે, રેલવે સુવિધાઓમાં અનેકગણો આ નવ વર્ષમાં થયો છે.રાજકોટથી ઓખા સુધી અને પોરબંદરથી કાનાલૂસ સુધી ઈલેક્ટ્રીફિકેશનનું કામ પૂર્ણ થઈ ગયું છે. રાજકોટથી કાનાલૂસ સુધી ડબલ ટ્રેકનું કામ શરૃ થશે. આગામી દિવસોમાં ડબલ ટ્રેક અને ઈલેક્ટ્રીફિકેશનના કારણે હાલારના બન્ને જિલ્લાને વધુને વધુ લાંબા અંતરની ઝડપી નવી ટ્રેઈનો મળશે અને તેમાંય વંદે ભારત જેવી ગૌરવસમાન ટ્રેઈનની સુવિધા પણ વ્હેલીતકે મળે તેવા મારા પ્રયાસો છે. રેલવે સ્ટેશનોના આધુનિકરણ થઈ રહ્યા છે અને સ્ટેશનો પર યાત્રિકોમાટે એક્સલેટર, લીફ્ટ, ફૂટ ઓવરબ્રીજ, શેડ વાળા વધુ વિશાળ પ્લેટફોર્મની સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દેશભરના મરીન કમાન્ડો માટેના નેશનલ એકેડેમી ફોર કોસ્ટલ પોલીસીંગ સેન્ટર મોજપમાં નિર્માણાધિન છે. જ્યારે દ્વારકાધીશ મંદિરમાં કોરીડોરનું નિર્માણ થનાર છે.વિશ્વમાં જામનગરની નોંધ લેવાય તે રીતે વડાપ્રધાનના આગ્રહ પ્રમાણે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગ્લોબલ ટ્રેડીશનલ મેડીસીન સિસ્ટમ રિસર્ચ સેન્ટર જામનગરમાં સ્થાપવા મંજુરી આપી છે અને આ ભવ્ય અને અત્યંત મહત્ત્વપૂર્ણ ગ્લોબલ સેન્ટરનું કામ પૂરજોશમાં ચાલું છે.પૂનમબેન માડમે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારની વિવિધ યોજનાથી જામનગર જિલ્લાને ખુબ જ લાભ થયો છે, હાલમાં ભારતના આઝાદી કા અમૃત મહોત્સવની દેશભરમાં ઉજવણી થઇ રહી છે, જેના ભાગરુપે તા.30 એપ્રિલથી તા.30 જુન સુધી આ ઉજવણી કરવામાં આવશે, બેટ-દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણના મંદિરમાં હજારો દર્શનાર્થીઓ આવે છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા દરિયામાં બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે જેનું કામ નજીકના ભવિષ્યમાં પૂર્ણ થશે અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે આ સિગ્નેચર બ્રિજનું ઉદઘાટન થાય તેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

સાંસદે જનધન યોજના, કિસાન કલ્યાણનિધિ સહાય યોજના, ઉજ્જવલા યોજના, ઉજાલા યોજના, કેન્દ્ર સરકારની આવાસ યોજનાઓનો ઉલ્લેખ કરી હાલારના બન્ને જિલ્લામાં લાભાર્થીઓને તેનો સીધો લાભ મળી રહ્યો હોવાની વિગતો આંકડાઓ સાથે રજૂ કરી હતી.

તેમણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો ખાસ ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, કોરોના કાળથી શરૃ કરાયેલી આ યોજના આજે પણ ચાલુ છે અને હાલારમાં લાખો ગરીબ પરિવારોને દર મહિને વિનામૂલ્યે સરકાર તરફથી રાશન મળી રહ્યું છે, જેનાથી ગરીબ પરિવારોને મોટી રાહત મળી છે.

નવ વર્ષમાં નવા ભારતના નિર્માણનો સંકલ્પ સિદ્ધ થયો છે અને વડાપ્રધાનના વિધાન પ્રમાણે ભારત આગામી રપ વર્ષમાં વિશ્વમાં સંપૂર્ણ વિકસીત રાષ્ટ્ર બની રહેશે.

સાંસદ પૂનમબેન માડમે કેન્દ્ર સરકારની સિદ્ધિઓ અને વિકાસ કામો માટે ખાસ કરીને હાલારના બન્ને જિલ્લાઓના સંદર્ભમાં લોકોની જાગૃતિ અને પત્રકારોના સૂચન-રજૂઆતોને કારણભૂત જણાવી સૌનો આભાર માન્યો હતો.આયુષ્યમાન કાર્ડ વિશે બોલતા સાંસદે કહ્યું હતું કે, સીએલએસમાં માલિકીના મકાનો માટે મકાનદીઠ રુા.2.67 લાખ સહાય મળે છે જેમાં લાભાર્થીઓને 77.38 કરોડની સહાય આપવામાં આવી છે.

જામનગરમાં આયુષ્યમાનના લાભાર્થીઓ 118053, મો યોજનાના લાભાર્થી 275288 કુલ લાભાર્થી 394143ને રુા.82.04 કરોડ ચુકવાયા છે, દેવભુમિ દ્વારકા જિલ્લામાં પીએમજેવાયમાં 57634 લાભાર્થી, માઁ યોજનામાં 122606, કુલ લાભાર્થી 280140ને કુલ સહાય ચુકવાઇ છે.

જામનગરમાં કરોડોના ખર્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અંગત રસ લઇને રીચર્સ સેન્ટર બનાવવા ઉદઘાટન કર્યુ છે અને વિશ્ર્વ આરોગ્ય સંસ્થા દ્વારા માન્યતા પણ અપાઇ છે, તેનું નિર્માણ કાર્ય ચાલું છે, ચીન, જાપાન અને અન્ય દેશોમાં પ્રચલીત ચિકિત્સા પઘ્ધતિ દ્વારા સંશોધન કાર્ય થશે. 9 વર્ષમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને અનેક લાભો મળ્યા છે, આગામી દિવસોમાં બાકી રહેલા પ્રશ્ર્નો અંગે પણ અમો સતત કાર્યરત રહીશું.

આ પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આભારદર્શન શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરાએ કર્યું હતું. ધારાસભ્યો રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, મેઘજીભાઈ ચાવડા, જિ.પં. પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, મેયર બિનાબેન કોઠારી, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, પ્રશાંતભાઈ પરમાર, જીતુભાઈ લાલ, વિપુલભાઈ કોટક ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત બન્ને જિલ્લાના ભાજપના હોદ્દેદારો, મીડિયા સેલના ભાર્ગવ ઠાકર તેમજ હોદ્દેદારો, બન્ને જિલ્લાના પ્રિન્ટ અને ઈલે. મીડિયાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતાં, પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થયા પછી સુપ્રસિદ્ધ કલાકાર ભાષ્કર શુક્લ, વિદીતા શુક્લ, હેમન દવેનો સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો.

જામનગરની જી.જી હોસ્પિટલમાં સર્ગભા સ્ત્રીઓ સાથે અમાનવીય વર્તન : જુવો VIDEO

0

જામનગરની જી.જી હોસ્પિટલમાં સર્ગભા સ્ત્રી સાથે અમાન્ય વર્તન

  • મહિલા સીક્યોરીટી ગાર્ડ દ્વારા સર્ગભા સ્ત્રીના ચંપલને લાતો મારી ફેંકી દીધાની ઘટનાથી ચકચાર
  • સમગ્ર ઘટનાનો Video સોશિયલ મીડિયામાં થયો વાયરલ
  • એકબાજુ જનની સુરક્ષા યોજના હેઠળ સરકાર ગર્ભવતી સ્ત્રીઓને લઇ સતત ચિંતિત અને બીજી બાજુ સરકારી હોસ્પિટલમાં અમાનવીય વર્તન.!

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧ જૂન ૨૩ સતત વિવાદોમાં ઘેરાયેલી રહેતી જામનગરની જી જી હોસિપટલમાં સર્ગભા સ્ત્રીના ચંપલોને સીક્યોરીટી ગાર્ડ દ્વારા લાતો મારી બહાર ફેંકી દીધાની ઘટના પ્રકાશમાં આવતા ભારે ફિટકાર વરસી રહ્યો છે. બીજી બાજુ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરની સરકારી હોસ્પિટલમાં સોનોગ્રાફી માટે આવતી મહિલાઓ દ્વારા વોર્ડ બહાર પોતાના ચંપલ ઉતારવામાં આવે છે. પરંતુ સોનોગ્રાફી બુથ માં ફરજ બજાવતા મહિલા સીક્યોરીટી ગાર્ડ દ્વારા સર્ગભા સ્ત્રીઓના ચંપલો ને લાતો મારીને બહાર ફેંકી દેવામાં આવતી હોવાની તથા અમાન્ય વર્તનની અનેક ફરિયાદ ઉઠવા પામી હતી જેને લઈ સર્ગભા સ્ત્રી અને સગાઓ સિક્યોરીટી ગાર્ડના રૂઆબથી ત્રસ્ત થઈ ગયા હતા તેવામાં આજરોજ સોનોગ્રાફી માટે આવતી સગર્ભા સ્ત્રીએ બહાર ઉતારેલા ચંપલને લાતો મારી દૂર દૂર ફેંકી દીધાની ઘટના સામે આવતા ભારે ફિટકાર વરસી રહ્યો છે.

બીજી બાજુ જનની સુરક્ષા યોજનાને લઇ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન અંતર્ગત એક સુરક્ષિત માતૃત્વ કાર્યક્રમ હેઠળ હેતુ ગરીબ ગર્ભવતી મહિલામાં સુરક્ષિત પ્રસવને પ્રોત્સાહન આપવાનો છે પરંતુ જી.જી હોસ્પિટલમાં સીક્યોરીટી ગાર્ડના ગેર વર્તન, માર મારવાની અનેક ધટના ભૂતકાળમાં બની ચૂકી છે હાલતો સર્ગભા મહિલાનો બનાવને લઇ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મોટી ખાવડીમાં ખાનગી ટાઉનશીપમાં અધિકારીના ફલેટમાંથી રૂા. 3 લાખથી વધુની મત્તાની ચોરી

0

મોટી ખાવડીમાં ખાનગી ટાઉનશીપમાં અધિકારીના ફલેટમાંથી રૂા. 3 લાખથી વધુની મત્તાની ચોરી

દેશ દેવી ન્યુઝ જામનગર: તા. ૧ જૂન ૨૩ જામનગર નજીક મોટી ખાવડી સ્થિત ખાનગી કંપનીની ટાઉનશિપમાં રહેતા અને મૂળ ભાવનગર જિલ્લાના તળાજા ના વતની રાહુલભાઈ જગદીશભાઈ ફટાણીયા કે જેઓ ગત 28મી તારીખે પોતાના મકાનને તાળા મારીને બહારગામ ગયા હતા, જે દરમિયાન 29મી તારીખના રાત્રી ના સમયગાળા દરમિયાન કોઇ તસ્કરોએ ટાઉનશિપમાં પ્રવેશ કરી તેમના રહેણામ મકાનનું તાળું તોડી નાખ્યું હતું, અને અંદરથી 40,000 ની રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના વગેરે મળી કુલ 3 લાખ 41 હજારની માલમતા ની ચોરી કરી લઈ ગયા હતા.

તસ્કરોએ આસપાસના અન્ય બે મકાનોના પણ તાળા તોડીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં સફળ થયા ન હતા, મકાન માલિક ગઈકાલે પરત ફર્યા ત્યારે તેમના મકાનમાં ચોરી થઈ હોવાનું ધ્યાનમાં આવતાં રાહુલભાઈ ફટાણીયા એ મેઘપર- પડાણા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના આધારે તસ્કરોને પકડવા માટે કવાયત શરૂ કરી છે. વધુ તપાસ મેઘપર પડાણાના PSI યશપાલસિંહ રાણા ચલાવી રહ્યા છે.

જામનગરમાં શ્રમ આયુકત્ત કચેરીના પટ્ટાવાળાએ રૂા.5.40 લાખની ઉચાપત કર્યાની ફરિયાદ

0

જામનગરમાં શ્રમ આયુકત્ત કચેરીના પટ્ટાવાળાએ રૂા.5.40 લાખની ઉચાપત કર્યાની ફરિયાદ

  •  બે ચેક ચોરી કરી તેમાં બનાવટી સહીઓ કરી ઉચાપત કરી

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧ જૂન ૨૩: જામનગર શહેરમાં ડાયમન્ડ માર્કેટમાં આવેલી શ્રમ આયુકત્તની કચેરીમાં આઉટ સોર્સીંગથી ભરતી થયેલા પટ્ટાવાળા કિરણ સુરેશભાઇ મકવાણાએ ગત તા.02/03 પહેલા કોઇપણ સમયે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેક નં. 394619 અને 394620 ના બે ચેકની ચોરી કરી હતી અને તેમા સક્ષમ ખોટી સહી કરી રૂા.5.40 લાખની ઉચાપત કરી છે.

આ અંગે ઇન્ચાર્જ મદદનીશ શ્રમ આયુકત્ત અધિકારી આનંદકુમાર કાનજીભાઇ શિહોરાની ફરિયાદના આધારે સીટી-બી ડીવીઝન પોલીસે પટ્ટાવાળા કિરણભાઇ સુરેશભાઇ મકવાણા વિરૂઘ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કોલકત્તામાંથી સગીરાનું અપહરણ કરનાર બે આરોપીઓ જામનગરમાંથી ઝડપાયા

0

કોલકત્તામાંથી સગીરાનું અપહરણ કરનાર બે આરોપીઓ જામનગરમાંથી ઝડપાયા

દેશ દેવી ન્યુઝ જામનગર: તા. ૩૧ મે ૨૩  પશ્ચિમ બંગાળના કલકત્તા માંથી બે યુવકો સગીરા નું અપહરણ કરી ને લાવ્યા પછી જામનગર માં આવ્યા છે.તેવી બાતમી નાં આધારે એસ ઓ જી પોલીસ ની ટીમે.દરોડો પાડી ને બંને આરોપીઓ ને ઝડપી લીધા હતા. અને સગીરા નો પણ કબજો મેળવ્યો હતો. આ બનાવ અંગે જામનગર પોલીસે બંને આરોપીઓ નો કબજો કલકત્તા પોલીસ ને સુપ્રત કર્યો છે.

જામનગર પોલીસની એસોજી શાખા ના પો.ઇન્સ.બી એન ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જયદિપસિંહ ડી પરમાર ની સુચના થી એસ. ઓ જી નો પોલસ સ્પેટાફ પેટ્રોલિંગ માં હતો .ત્યારે બાતમી મળી હતી કે પશ્ચિમ બંગાળના કલકત્તાના બે શખ્સો એક સગીરા નુ અપહરણ કરી ને જામનગર લાવ્યા છે અને દરેડ નજીક ની પ્રણામી સોસાયટી માં સુરજભાઈ નામના વ્યક્તિ.ના મકાન માં ભાડે થી રહે છે .આથી પોલીસે દરોડો પાડી મૂળ ઝારખંડ નાં મહંમદચાંદ મોહમ્મદઅફઝલ શેખ અને ઝરારખાન શકીલખાન ને ઝડપી લીધા હતા તેમજ સગીરા નો પણ કબજો લીધો હતો.અને તમામ ને કલકત્તા પોલીસ ને સુપ્રત કરી દેવા મા આવ્યા છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.