Sunday, October 18, 2026
Home Blog Page 223

જામનગરમાં જુગારની મોજ માણતી 10 મહિલાઓ ઝડપાઇ

0

જામનગરમાં જુગારના બે દરોડા : 10 પતાપ્રેમી મહિલાઓ ઝડપાઇ

  • સીટી-એ ડિવિઝન હાથે 6 લાગી અને LCBના હાથે 4 પકડાઇ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૧ જૂન ૨૩ જામનગર શહેરના હવાઈચોક જોઇસર કોમ્પલેકસમાં ત્રીજા માળે બ્લોક નંબર-૭માં રહેતી વૈશાલી અમિતભાઈ ગોપિયાણી નામની મહિલા બહારથી મહિલાઓને બોલાવી જુગાર રમાડતી હોવાની બાતમીને આધારે રેડ કરતા રૂ. ૧૨૧૫૦/-ની રોકડ સાથે ઝડપાઇ ગઇ હતી બીજો દરોડો વુલરમીલ ભક્તિનગર-૨માં સિદ્દીક ખફીના રહેણાંક મકાનની દિવાલના છાયામાં ગંજીપતાના પાના વડે જાહેરમાં જુગારની મોજ માણતી ચાર મહિલાઓ રૂપિયા -૧૯૭૦૦/- મતા સાથે LCBના હાથે ઝડપાઇ ગઇ હતી

સીટી-એના દરોડામાં ઝડપાયેલ:-(૧) વૈશાલીબેન અમીતભાઇ વિજયભાઇ ગોપીયાણી જાતે બ્રાહ્મણ ઉ.વ ૩૮ ધંધો ધરકામ રહે હવાઇ ચોક જોઇસર કોમ્પલેક્ષ પુરષોત્તમ મંદીરની બાજુમા ફલેટ નબર -૭ જામનગર (૨) શીલ્પાબેન હુશેનભાઇ નુરાલીભાઇ હીરજી જાતે ખોજા ઉ.વ ૩૭ ધંધો ધરકામ રહે. પટેલ કોલોની વીકાસગ્રુહ ઇન્દ્રદીપ સોસાયટી સી-૩૫૯ જામનગર. (૩) પ્રવીણાબેન હરીશભાઇ જમનભાઇ ચીખલીયા જાતે પટેલ ઉ.વ૪૩ ધંધો ધરકામ રહે, પટેલ પાર્ક શેરી નંબર ૧૦ કાંતીભાઇ પટેલના મકાનમા ભાડેથી જામનગર (૪) જાગ્રુતીબેન નીતીનભાઇ વલ્લભભાઇ નારીયા જાતે પટેલ ઉ.વ૪૮ ધંધો ધરકામ રહે. નંદનવન સોસાયટી શેરી નંબર ૧ મકાન નંબર ૯ એ રણજીતસાગર રોડ જામનગર (૫) વસંતબેન અજયભાઇ ધીરજલાલ પણસારા જાતે પટેલ ઉવ ૪૧ ધંધો ધરકામ રહે ભાનુ પેટ્રોલપંપ પાસે યુવા પાર્ક ૨ સીધી વીનાયક એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૫૦૧ જામનગર (૬) ગીતાબેન કીરીટભાઇ બાબુભાઇ ડોબરીયા જાતે પટેલ ઉ.વ ૪૪ ધંધો ધરકામ રહે. હરીયા સ્કૂલ સામે મકવાણા સોસાયટી વીનાયક ટેનામેન્ટ જામનગર

LCBના દરોડામાં ઝડપાયેલ :– (૧) મુમતાજબેન સીદીકભાઇ ખફી રહે-ભક્તિનગર-૨ દિગ્ગજામ મીલની સામે જામનગર (૨) ભારતીબા રાજેન્દ્રસિંહ ઝાલા રહે-સરદાર વલ્લભભાઇ આવાસ, રોઝી પેટ્રોલપંપ પાસે જામનગર (૩) સવિતાબેન મલદેભાઇ નંદાણીયા રહે-ગોકુલનગર મુરલીધર નગર શેરી નં-૫, જામનગર (૪) મેરૂનબેન મામદભાઇ ખફી રહે-નાગેશ્વર રોડ, સોનાપુરી પાછળ જામનગર

આ કાર્યવાહી સીટી-એ ડિવિઝન પોલીસ અને ગુન્હા શોધક શાખા દ્વારા કરવામાં આવી હતી

જામનગર : પતિને મરી જવા મજબૂર કરનાર પત્નિ સામે ફરીયાદ

0

લાલપુરના આરબલુસમાં પતિને મરી જવા મજબુર કરનાર પત્ની સામે ફરિયાદ મૃતકની પત્ની સામે મૃતકના મોટાભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી

  • ગત મહિને પતિએ શરીરે ડીઝલ છાંટીને સળગીને આપઘાત કરી લીધો હતો.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૧ જૂન ૨૩ જામનગર લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં પત્નીએ ઘરખર્ચના પૈસા બાબતે પતિને ત્રાસ આપીને મરી જવા મજબુર કર્યાની મૃતકના ભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મૃતકના પત્નીની ધરપકડ કરવાની તજવીજ હાય ધરી છે. આરબલુસ ગામમાં રહેતા અજયભાઈ ભાવેશભાઈ સાપરીયા (ઉ.વ.૩૪) નામના યુવાને ગત તા.૧૭ ના રોજ પત્ની સાથે ઘરખર્ચના પૈસા બાબતે થયેલી બોલાચાલીમાં શરીરે ડીઝલ છાટી સળગી જઈને આપઘાત કરી લીધો હતો.

આ બનાવમાં મૃતક અજયભાઈના મોટાભાઈ સંજયભાઈ ભાવેશભાઈ સાપરીયા (રે.જામનગર શહેર ખોડીયાર કોલોની જડેશ્વર મંદિર પાસે) એ લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમના ભાઈ મૃતક અજયભાઈને તેમની પન્ની પરીતબેન અજ્યભાઈ સાપરીયા છેલ્લા સાનેક વર્ષથી ધરખર્ચના પૈસા બાબતે અવાર-નવાર બોલાચાલી કરીને ઝગડો કરીને માનસિક ત્રાસ આપતા હતાં. પત્નીના ત્રાસના કારણે તેમના ભાઈ અજયએ આપઘાત કરી લીધો છે. જેથી પોલીસે પત્ની સામે પતિને મરી જવા મજબુર કપિનો ગુનો નોંધીને PSI એમ.એન જાડેજાએ તપાસ હાથ આરોપી પત્નીની ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે.

ભારે કરી: પત્નીનો ફોટો મોબાઈલમાં રાખવા બાબતે યુવાનને હત્યાની ધમકી

ભાણવડ પંથકમાં પત્નીનો ફોટો મોબાઈલમાં રાખવા બાબતે યુવાનને હત્યાની ધમકી

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૯ જૂન ૨૩ ખંભાળિયા: ભાણવડ તાલુકામાં રહેતા રામદે જેઠાભાઈ પરમાર નામના 19 વર્ષના ડફેર યુવાનને રાણપર ગામના સીદીયા ભીમા તથા ટીંબડી ગામના રામકા રાયદે સોલંકી નામના બે શખ્સોએ ફોન કરીને કપુરડી ગામના પાટીયા પાસેના ચેકડેમ નજીક બોલાવ્યો હતો. જ્યાં આરોપી શખ્સોએ ફરિયાદી રામદે જેઠાભાઈને બિભત્સ ગાળો કાઢી, છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપતા ભાણવડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પોલીસ સૂત્રમાંથી જાણવા મળતી વિગત મુજબ ફરિયાદી રામદેભાઈના પત્નીનો ફોટો આરોપી રામકા સોલંકીએ પોતાના મોબાઈલમાં રાખ્યો હતો. જેથી ફરિયાદી રામદેભાઈએ આરોપી રામકાની પત્નીનો ફોટો પોતાના મોબાઈલમાં રાખ્યો હતો. આ બાબતે થયેલા મનદુ:ખમાં ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.

જામનગર વીજ અધિકારીની ફરજમાં રૂકાવટ કરી માર માર્યાની 5 સામે ફરીયાદ

0

જામનગર : કાલાવડ પંથકના ભાયુ ખાખરીયામાં વીજ અધિકારીની ફરજમાં રૂકાવટ કરી માર માર્યાની એક જ પરિવારનાં પાંચ સામે ફરિયાદ

  • આરોપી :- (૧) માવજી પોપટ કપુરીયા (ર) ભાવેશ માવજી કપુરીયા (૩) હર્ષિદાબેન ભાવેશ કપુરીયા (૪) જયેશ માવજી કપુરીયા (પ) ઋત્વિક કપુરિયા

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૯ જૂન ૨૩ જામનગર કાલાવડ તાલુકાના ભાયુ ખાખરીયા ગામના જુના સર્વે નં. 66 તથા પ્રમોલગેશન નવા સર્વે નં. 85 વાળીમાં એસડીએમ ગ્રામ્ય વિભાગના હુકમ મુજબ જેટકો કંપનીની ટીમ દ્વારા વીજપોલ ઉભા કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી દરમિયાન તા. 1જૂન ના સવારે વાડી માલિક કપુરીયા પરિવારના પાંચ વ્યક્તિઓએ પોતાના વાડી-ખેતરમાં વિજપોલ ઊભા કરવાની ના પાડી હતી. અને ગેરકાયદે મંડળી રચી અલગ અલગ વાહનોમાં ત્યાં ઘસી ગયા હતા અને બબાલ કરી હતી.

દરમિયાન જયેશ માવજી કપુરીયાએ સરકારી કર્મચારીને પ્લાસ્ટિકના પાઇપથી માર માર્યો હતો અને અહીં થાંભલા નાખશો તો તમને મારી નાખીશ એવી ધમકીઓ આપી હતી. આ અંગે જેટકોનાં અધિકારી બંસીભાઈ કિશોરભાઈ ગોહેલએ પોતાની સરકારી ફરજ માં રૂકાવટ ઊભી કરી માર મારવા અંગે બાવા ખાખરીયાના માવજી પોપટ કપુરીયા, ભાવેશ માવજી કપુરીયા, હર્ષિદાબેન ભાવેશ કપુરીયા, જયેશ માવજી કપુરીયા અને ઋત્વિક કપુરિયા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરની સરકારી પોલીટેકનીક કોલેજમાં વિદ્યાર્થીઓે સાથે થતા અભદ્ર વ્યવહારના વિરોધમાં યુવા કોંગ્રેસ-NSUI મેદાને

0

જામનગરની સરકારી પોલીટેકનીક કોલેજમાં વિદ્યાર્થીઓે સાથે થતા અભદ્ર વ્યવહારના વિરોધમાં યુવા કોંગ્રેસ-એનએસયુઆઇ મેદાને

  • વિદ્યાર્થીઓને માર મારવો, અપશબ્દો અને ધમકી આપવા અંગે સંખ્યાબંધ વિદ્યાર્થીઓ સાથે પ્રિન્સીપાલને આવેદનપત્ર પાઠવાયું: નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૯ જૂન ૨૩ જામનગરની સરકારી પોલીટેકનીક કોલેજમાં વિદ્યાર્થીઓે સાથે થતા અભદ્ર વ્યવહારના વિરોધમાં યુવા કોંગ્રેસ-એનએસયુઆઇ મેદાને આવ્યું છે. વિદ્યાર્થીઓને માર મારવો, અપશબ્દો અને ધમકી આપવા અંગે સંખ્યાબંધ વિદ્યાર્થીઓ સાથે પ્રિન્સીપાલને આવેદનપત્ર પાઠવાયું હતું. અને આ અંગે જો કોઇ નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.સરકારી પોલીટેકનીક ખાતે વિદ્યાર્થીઓની સાથે મળીને યુવા કોંગી અને એનએસયુઆઇ દ્વારા રજૂઆત રૂપે ફરિયાદ કરવામાં આવી છે, પ્રિન્સીપાલને આવેદનપત્ર અપાયું છે, સરકારી પોલીટેકનીક કોલેજમાં આવો અમાનવીય વ્યવહાર વિદ્યાર્થીઓ સાથે થતો હોવાનો ધડાકો થયો છે અને આ સંબંધે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવે એવી પૂરી સંભાવના છે.

સરકારી પોલીટેકનીકલ કોલેજ ખાતે સંખ્યાબંધ વિદ્યાર્થીઓ રેલી સ્વરુપે ઘસી આવ્યા હતા અને અગાઉ જાહેર કર્યા મુજબ સરકારી પોલીટેકનીકલ કોલેજના પ્રિન્સીપાલને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં આ સમગ્ર બાબત સામે આવી છે કે, વિદ્યાર્થીઓ સાથે કેવો ખરાબ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, કોલેજમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ સાથે અણછાજતું વર્તન કરવામાં આવે છે, કલાસમાં અતિ ગંદા પ્રકારના અપશબ્દો બોલવામાં આવે છે, માર મારવામાં આવે છે, ઇન્ટર્નલ માર્કસ નહીં મૂકવાની ધમકીઓ આપવામાં આવે છે, માનસિક રીતે હેરાન કરવામાં આવે છે.

યુવા કોંગી દ્વારા પાઠવવામાં આવેલા આ આવેદનમાં એવો પણ રોષ પ્રગટ કરાયો છે કે પોલીટેકનીક કોલેજમાં જે વિદ્યાર્થીઓ આવ્યા છે તે મેરીટના આધારે એડમીશન મેળવીને આવ્યા છે, કોઇની ભલામણથી કે લાગવાગથી નથી આવ્યા, આવા સંજોગોમાં શિક્ષકો દ્વારા જ વિદ્યાર્થીઓને ખોટી રીતે હેરાન કરવામાં આવે તે બાબત ખૂબ જ ગંભીર છે, અમારી પાસે શિક્ષકોના નામ પણ છે, જે વિદ્યાર્થીઓને હેરાન કરે છે, પરંતુ હાલ એવા શિક્ષકોનું મોરલ ડાઉન ન થાય તે માટે નામ આપવામાં આવ્યા નથી, આ સંબંધે તાત્કાલિક અસરથી કમિટી બનાવીને વિદ્યાર્થીઓની ફરિયાદો સંબંધે તપાસ કરવામાં આવે, સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવે એવી માંગણી કરાઇ છે, જો નિવારણ નહીં થાય તો યુવા કોંગી અને એનએસયુઆઇ દ્વારા જામનગરની કોલેજ થતાં જીટીયુમાં જઇને ધરણાં અને આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.

આ આવેદનપત્ર આપતી વખતે યુવા કોંગી પ્રમુખ ડો. તૌસીફખાન પઠાણ, યુવા કોંગી ઉત્તરના મંત્રી શક્તિસિંહ જેઠવા, એનએસયુઆઇના મહામંત્રી મહિપાલસિંહ જાડેજા, એનએસયુઆઇના જામનગરના પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ, જામનગરના જિલ્લા પ્રમુખ સનીભાઇ આચાર્ય ઉપરાંત સંખ્યાબંધ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જોડિયા પંથકની ‘લુંટેરી દુલ્હન’ અમદાવાદમાંથી ઝડપાઇ

0

જોડિયા પંથકની ‘લુંટેરી દુલ્હન’ અમદાવાદમાંથી ઝડપાઇ

  • બાલંભા ગામના યુવાનને લગ્નની લાલચ આપી છેતરપીંડી-ઠગાઇ આચરી હતી

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૮ જૂન ૨૩: જામનગર જિલ્લાનાં જોડિયા તાલુકા ના બાલંભા ગામ ના એક યુવક ને લગ્નના નામે છેતરી ગયેલી યુવતીને પોલીસને અમદાવાદ ના નવા વાડજ માંથી અટકાયતમાં લેવાઈ છે. અદાલતે તેણીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે આ ગુનાંના અન્ય આરોપી ઓ અંગે પૂછપરછ શરૂ કરી છે. જોડિયા તાલુકાના બાલંભા ગામમાં રહેતા એક યુવાનના લગ્ન પરપ્રાંતીય યુવતી સાથે કરાવી આપવાનો વિશ્વાસ ઉભો કરી ઠગાઈ કરાઈ હતી. તે યુવક સાથે લગ્ન કરનાર યુવતી વિશ્વાસઘાત કરી ચાલી જતાં તે યુવકે પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી. આ ગુન્હાની તપાસ પીએસઆઈ  રવિરાજર્સિહ ગોહિલ તથા સ્ટાફ દ્વારા કરવામાં આવતી હતી.

દરમિયાન આ ગુન્હામાં સંડોવાયેલી મહિલા દીપા ઉર્ફે નિશા જીતેશભાઈ મોદી અમદાવાદના નવા વાડજમાં હોવાની બાતમી મળી હતી. આથી અમદાવાદ દોડી ગયેલી પોલીસ ટીમે નવા વાડજમાં હરીહોમ એપાર્ટમેન્ટ માંથી દીપા ઉર્ફે નિશા મોદીની અટકાયત કરી હતી.આ મહિલાનેે જોડિયા લાવવામાં આવ્યા પછી તેની ધરપકડ કરી પોલીસે રિમાન્ડની માંગણી કરતા કોર્ટે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ગુન્હામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ ની પણ પોલીસ દ્વારા શોધખોળ ચલાવવામાં આવી છે.

જામનગરના ‘માધવ રેસ્ટોરન્ટ’ના સંચાલક ભાઇઓ ઉપર હિચકારો હુમલો, એક ગંભીર

0

જામનગરના ‘માધવ રેસ્ટોરન્ટ’ના સંચાલક ભાઇઓ ઉપર હિચકારો હુમલો, એક ગંભીર

  • 6 શખસો છરી-ધોકા જેવા ઘાતકી હથિયારો વડે તુટી પડ્યા: પોલીસ તપાસ શરૂ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૭ જૂન ૨૩ : જામનગરમાં જૂની અનુપમ સિનેમા ની જગ્યા ની બાજુમાં જ આવેલી માધવ રેસ્ટોરન્ટના સંચાલક બંધુઓ જીગ્નેશ જોગલ અને દર્શન જોગલ કે જેઓ પર ગઈ રાત્રે સાડા ત્રણેક વાગ્યાના અરસામાં હીચકારો હુમલો કરાયો હતો. પોતાના રેસ્ટોરન્ટ ની બહાર નીચેના ભાગે છ જેટલા શખ્સો બાઈકમાં આવ્યા હતા, અને છરી ધોકા વડે હુમલો કરી દેતાં જીગ્નેશભાઈ ને સાથળમાં છરી નો ઊંડો ઘા વાગ્યો હોવાથી રક્ત સ્રાવ થયો છે, અને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે, અને તેના પર સર્જરી થઈ રહી છે.

ઉપરાંત તેના ભાઈ દર્શન ઉપર પણ આડેધડ હુમલો કરાયો હોવાથી તેને જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. આ હુમલા ના બનાવની જાણ થતા મોડી રાત્રે પરિવારજનો જી.જી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. ઉપરાંત પોલીસને જાણ થવાથી સીટી બી. ડિવિઝનનો પોલીસ કાફ્લો પણ ઘટના સ્થળે અને જી.જી. હોસ્પિટલ દોડી ગયો હતો. હોટલ રેસ્ટોરન્ટ ની આસપાસની દુકાનના સીસીટીવી કેમેરાઓની મદદથી પોલીસે હુમલાખોર આરોપીઓ ને પકડવા માટેની કવાયત શરૂ કરી છે. છ જેટલા શખ્સો બાઇકમાં બેસીને આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. સમગ્ર મામલામાં હુમલા અંગેની ફરિયાદ નોંધવા તેમજ આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કરાયા છે.

જામનગરના પૂર્વ નગરસેવિકાના પૂત્રની આત્મહત્યાથી અરેરાટી

0

જામનગરના પૂર્વ નગરસેવિકાના પૂત્રની આત્મહત્યાથી અરેરાટી

  • હત્યાના ગુનામાં સામા પક્ષ દ્વારા ખોટી ફરિયાદ કરીને ફસાવી દીધો હોવાનો પરિવારજનોનો આક્ષેપ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૭ જૂન ૨૩: જામનગરમાં ત્રણ દરવાજા મોટાવાસ વિસ્તારમાં રહેતા જામનગર મહાનગર પાલિકાના પૂર્વ નગરસેવિકા નયનાબેન ખેંગારભાઈ ચાવડાના પુત્ર વિજય ખેંગારભાઈ ચાવડા (33 વર્ષ) એ ગઈકાલે રાત્રે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે.

જે બનાવની પોલીસને જાણ કરાતાં સીટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. છ મહિના પહેલાં તેની સામે હત્યા અંગેનો કેસ નોંધાયો હતો, અને તે કેસમાં જામીન પર મુકત થઈને બહાર આવ્યા પછી ગઈ રાતે પોતાના ઘેર ગળાફાંષા દ્વારા આપઘાત કરી લીધો હતો. મૃતકના પરિવારજનો દ્વારા એવો આક્ષેપ કરાયો હતો, કે તેની સામે ખોટી ફરિયાદ કરીને ફસાવી દેવામાં આવ્યો છે. જે સમગ્ર મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.

જામનગર લાલપુર પંથકના નવાગામમાં પ્રૌઢની હત્યાથી ચકચાર

0

લાલપુર પંથકના નવાગામમાં પ્રૌઢની હત્યાથી ચકચાર

  • જમીના પશ્ર્ને ગામના જ ત્રણ શખ્સો કૃત્ય આચર્યુ હોવાની ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૬ જૂન ૨૩ : જામનગરમાં જિલ્લાના લાલપુર તાલુકાના નવાગામમાં રહેતા ભીખાભાઈ બધાભાઈ કેશવાલા નામના 65 વર્ષના ખેડૂત બુઝુર્ગ કે જેઓ પોતાના ફઈબા કે જેઓ લંડનમાં રહેતા હતા અને તેઓની ખેતીની જમીનની સાર સંભાળ રાખીને પરિવાર સાથે ત્યાં જ રહેતા હતા. પરંતુ હાલ તેઓ મૃત્યુ પામ્યા હતા, અને જમીનનો કબજો ભીખાભાઈ પાસે છે.

જે જમીન ના કબજાના મામલે નવાગામમાં જ રહેતા બલદેવ સવદાસભાઈ ગોરાણીયા, સંજય સવદાસભાઈ ગોરાણીયા અને તેનો એક સાગરીત જમીન નો કબ્જો મેળવવાના પ્રશ્ને તકરાર કર્યા પછી ગઈ રાતે બે વાગ્યાના અરસામાં એક જીપમાં આવ્યા હતા, અને ભીખાભાઈ પર આડેધડ હુમલો કર્યો હતો. જે હુમલાના કારણે ભીખાભાઈ ઇજાગ્રસ્ત થઈને નીચે પટકાઈ પડ્યા હતા. જે દરમિયાન ત્રણેય આરોપીઓએ જીપમાં બેસીને ભીખાભાઈ પર થાર જીપ ફેરવી દીધી હતી. જેથી ભીખાભાઇનું મૃત્યુ નીપજ્યું હતું, અને બનાવ હત્યામાં પલટાયો હતો. જે ત્રણેય આરોપીઓ હાલ ભાગી છૂટ્યા છે. જ્યારે સમગ્ર બનાવ મામલે મૃતક ભીખાભાઈ ના પુત્ર ભરત ભીખાભાઈ કેશવાલા દ્વારા મેઘપર પોલીસને જાણ કરી હતી, અને ત્રણેય આરોપીઓ સામે પોતાના પિતાની હત્યા નિપજાવવા અંગેની ફરિયાદ નોંધાવી હતી.

જે ફરિયાદના અનુસંધાને પોલીસે ત્રણેય આરોપીઓ સામે હત્યા અંગેનો ગુનો નોંધ્યો છે, જ્યારે આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. ભીખાભાઈ કે જેમના મૃતદેહ નું જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવાયું છે. જેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

જામનગર સાત રસ્તા પાસે ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા દિવાળી જેવો માહોલ : જુવો Live Video

0

જામનગર સાત રસ્તા પાસે શોર્ટસર્કિટ થતા ટીસીમાં આગ : જુવો Live Video

  • ટીસીમાં દિવાળીના ફટાકડાની જેમ કડાકા-ભડાકા થતા રાહદારીઓના જીવ તારવે
  • આગની સમગ્ર ઘટના વાહનચાલકે મોબાઇલમાં કેદ કરી લીધી

દેશ દેવી ન્યુઝ જામનગર તા. 5 જુન 23 જામનગર સાત રસ્તા પાસે વિજ કંપનીના ટ્રાન્સફોર્મર શોર્ટસર્કિટના કારણે ઘડાકા સાથે આગ ભભૂકી ઉઠતા દોડધામ સાથે અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા, જેને લઇ આજુ-બાજુના વિસ્તારમાં લાઈટ ગુલ થઈ હતી અચાનક આગના પગલે રાહદારી અને વાહનચાલકોમાં નાશભાગના દ્રશ્યો સર્જાયા હતા અને દિવાળીના ફટાકડા જેવો માહોલ સર્જાયો હતો, તેવામાં સમગ્ર ઘટના વાહન ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ છે.

વિજતંત્ર અને ફાયરને જાણ કરાઈ હતી અને વિજ કાફલો દોડી આવી પાવર સપ્લાય બંધ કરી યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી વિજ પુરવઠો પુનઃ શરૂ કર્યોં હતો.સદ્સનશીબે જાનહાની ટળી હતી

error: Copying and use of the content of the website is considered as illegal activity.