Sunday, October 18, 2026
Home Blog Page 221

જામનગરઃ ધ્રોલ નજીક છેતરપીંડીથી લીધેલ કાર સાથે 4 ને દબોચી લેતી SOG

0

છેતરપીંડીથી લીધેલ કાર સાથે ચારને દબોચી લેતી જામનગર એસ.ઓ.જી.

દેશ દેવી ન્યુઝ જામનગર તા. 20 જૂન 23: જામનગરની એસ.ઓ.જી. શાખા ની ટીમને ચોક્કસપણે બાતમી મળી હતી કે જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ નજીક જાયવા ગામના પાટીયા પાસે આવેલા એક હાઈવે રેસ્ટોરન્ટના પાર્કિંગમાં એક કાર સાથે ચાર શખ્સો ઉભેલા છે, અને તેઓએ કાર ચોરીની અથવા તો છળકપટ થી મેળવી છે. તેવી બાતમીના આધારે ગઈકાલે મોડી સાંજે એક આઈ ટ્વેન્ટી કાર મળી આવી હતી

જે કાર મામલે ચારેય પાસેથી કારના કાગળોમાંગતા કોઈ પણ પ્રકારના કાગળો ન હોવાનું અને ચોરી કરીને કાર મેળવી હોવાનું જણાવ્યું હતું . તેથી કાર કબજે કરી લેવામાં આવી છે, ઉપરાંત કારની અંદર બેઠેલા મૂળ ભાવનગરના વતની અને હાલ સુરત રહેતા જય ભરતસંગ રાઠોડ, ભાવનગરમાં સરદાર નગર વિસ્તારમાં ચાની હોટલ ધરાવતા હાર્દિક વિજયભાઈ પરમાર ઉપરાંત ભાવનગરના સરદાર નગરમાં રહેતા અને અભ્યાસ કરતા જય દિનેશભાઈ દવે, તેમજ સુરેશ ઉર્ફે અંકુશ લાલાભાઇ અલગોતર નામના વેપારી ની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી. જે ચાર શખ્સોની વધુ પુછપુરછ ચલાવવામાં આવી રહી છે જેમાં આરોપી સુરત સામે અગાઉ ભાવનગર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ધાકધમકી, મારામારી, સહિત પ્રિઝન સહિતના પણ અનેક ગુનાઓ નોંધાયા છે. તેમજ ભાવનગર પોલીસને પણ જાણ કરવામાં આવી છે.

જામનગર 181ની ટીમે ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું

0

જામનગર 181ની ટીમે ઘરેથી નીકળી ગયેલ મહિલાનું કુશળ કાઉન્સિલિંગ કરી પરિવાર સાથે મિલન કરાવ્યું

  • અમદાવાદમાં રહેતી મહિલા જામનગર આવી પહોંચતા 181ની ટીમે પરિવારને સોંપતા તેઓએ આભાર વ્યક્ત કર્યો

દેશ દેવી ન્યુઝ તા.તા 19 જૂન 23 જામનગર એક જાગૃત નાગરિકે 181 મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને જણાવેલ એક મહિલા અહીંયા સવારથી બેઠા છે. અને તેઓ ખૂબ જ ગભરાયેલા છે. અને પોતાનું નામ કે સરનામું જણાવતા નથી. તેથી જામનગરની 181 ટીમે ઘટના સ્થળ પર પહોંચી મહિલા સાથે કાઉન્સિલિંગ કર્યું હતું.

કાઉન્સેલિંગ કરતા મહિલાએ જણાવ્યું હતું કે તેઓ અમદાવાદ જિલ્લાના છે અને તેમના પતિ સાથે ઝઘડો થતાં ત્રણ દિવસથી ઘરેથી નીકળી ગયા હતા. અને ચોટીલા મંદિરે દર્શન કરવા ગયેલા દર્શનાર્થીઓ સાથે જામનગર આવી ગયા હતા. અને આજુબાજુના વિસ્તારમાં રાત્રિ ગુજાર્યા બાદ સવારે તેઓ ખીજડીયા બાયપાસ રાજકોટ હાઇવે રસ્તા પરથી ગભરાયેલી હાલતમાં મળી આવ્યા હતા. 181ની ટીમને તેમણે જણાવ્યું કે હું ત્રણ દિવસથી ઘરેથી નીકળી ગયેલ છું અને મારે ઘરે પરત જવું નથી હું મારા બાળકોને લઈને મારું જીવન અહિયાં ગુજારીશ.

ત્યારબાદ બે કલાકના લાંબા ગાળાના કાઉન્સેલિંગ બાદ મહિલાએ તેમના પતિનો નંબર આપતા મહિલાના પતિએ જણાવેલ કે તેમની માનસિક સ્થિતિ અસ્વસ્થ હોય નાની નાની વાતમાંથી ગુસ્સે થઈને ઘર છોડીને નીકળી જતા હોય છે. બાદમાં મહિલાના પતિને જામનગરનું એડ્રેસ જણાવી વિડીયોકૉલમ મહિલા સાથે વાત કરાવતા તેમનો પતિ અને ભાઈ તેને લેવા આવ્યા હતા. 181 ટીમે મહિલા સાથે વાતચીત કર્યા મુજબ એક ચાંદીનુ પગનું પાયલ મહિલાએ રિક્ષાવાળાને આપી દીધેલ હોય, તેમજ પાંચ જોડી કપડાં તેઓએ રસ્તામાં જ ફેંકી દીધા હતા તે અંગે તેના પરિવારને જાણ કરવામાં આવી હતી. બાદમાં 181ની ટીમે મહિલાનું તેના પરિવાર સાથે મિલન કરાવતા તેઓએ સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

જામનગરના આમરા ગામે કુવામાં રોટલો મૂકી વરસાદનો વરતારો જોવાની અનોખી પરંપરા

0

જામનગરના આમરા ગામે રોટલાને કુવામાં નાખી દિશા પરથી વરતારો નક્કી કરવાની અનોખી પરંપરા

  • જામનગરના આમરા ગામના ખેડૂતો માટે તો અષાઢ મહિનાના પ્રથમ સોમાવરે થતી આગાહી જ મહત્વની હોય છે : ગ્રામજનોએ સારા વર્ષની આશા વ્યક્ત કરી
  • રોટલાને કુવામાં નાખી દિશા પરથી વરતારો નક્કી કરવાની પ્રથા  400 કરતાં વધુ વર્ષથી ચાલી આવે છે.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૯ જૂન ૨૩ જામનગર નજીકના આમરા ગામમાં ચોમાસું કેવું રહેશે તેને લઈ ૪૦૦ વર્ષ જૂની પરંપરા ચાલી આવે છે, હાલના સમયમાં વરસાદ માટે હવામાન ખાતા દ્વારા ભલે આગાહીઓ થતી હોય, પરંતુ ઘણા ગામડાઓમાં આજે પણ પ્રાચીન પદ્ધતિઓથી વરસાદનો વરતારો નક્કી કરવામાં આવે છે. જામનગર નજીક આવેલા આમરા ગામના ખેડૂતો આજે પણ એક પરંપરાગત રીતથી વર્ષ કેવું રહેશે તે નક્કી કરે છે. અહીં ગામમાં આવેલા એક કુવામાં બે રોટલાઓ ફેંકી રોટલાની દિશા નક્કી કરવામાં આવે છે અને રોટલા જે દિશામાં જાય તેના પરથી નક્કી થાય છે કે વર્ષ કેવું રહેશે.જામનગર નજીક આવેલા આમરા ગામે કોઈપણ જાતના આયોજન કે જાહેરાત વગર અષાઢ મહિનાના પ્રથમ સોમવારે આ રીતે ગામ લોકો એકઠા થઈ જાય છે. ચોમાસાને લઈ હવામાન ખાતું જે કંઈ પણ આગાહીઓ કરતું હોય પરંતુ, આમરા ગામના ખેડૂતો માટે તો અષાઢ મહિનાના પ્રથમ સોમાવરે થતી આગાહી જ મહત્વની હોય છે. રોટલાને કુવામાં નાખી દિશા પરથી વરતારો નક્કી કરવાની પ્રથા આમરા ગામમાં છેલ્લા 400 કરતાં વધુ વર્ષથી ચાલી આવે છે.
આ પ્રથા મુજબ ગામ લોકો અષાઢ મહિનાના પ્રથમ સોમવારે ગામમાં એકઠા થાય છે. ત્યારબાદ રોટલા તૈયાર કરી ગામ લોકો વાજતેગાજતે ગામમાં આવેલા વેરાઈ માતાજીના મંદિરે પહોંચે છે. જયાં જે વ્યકિત રોટલાને કુવામાં પધરાવે છે તે વ્યકિતને સ્નાન કરાવવામાં આવે છે. ત્યારબાદ રોટલાને ઉપરથી કુવામાં પધરાવવામાં આવે છે. રોટલા કુવામાં પધરાવ્યા બાદ ગામના વડીલો રોટલા કઈ દિશામાં જાય છે તેના પર નજર રાખે છે. ગામના વડીલોનું માનીએ તો જો રોટલા પૂર્વ કે ઈશાન બાજુ જાય તો વર્ષ સારૂ રહે છે અને આથમણી દિશામાં જાય તો વર્ષ થોડું નબળું પડે છે. રોટલાના વરતારો વિશે જાણવા મોટી સંખ્યામાં એકઠા થાય છે.હાલ જ્યારે વરસાદ ખેંચાયો છે, ત્યારે સૌ કોઈને ઈંતજાર છે કે વરસાદ કયારે આવશે અને વર્ષ કેવું રહેશે. જો આમરાના ગ્રામજનો દ્વારા આજના દિવસે કરવામાં આવેલા વરતારાનું માનીએ તો આજે જે રોટલા ફેંકવામા આવ્યા તેમાં એક રોટલો ઉગમણી દિશામાં ગયો છે. ગામલોકોના મતે આ વર્ષ સારુ રહેશે.

એક સમય હતો કે આમરા ગામમાં અષાઢ મહિનાના પ્રથમ સોમવારે જ્યારે રોટલાથી વરતારો થતો ત્યારે આસપાસના 20 ગામના લોકો આ વરતારો જાણવા અહીં આવી પહોંચતા. જો કે, આજે વર્ષો બાદ આસપાસના ગામલોકો અહીં નથી પહોંચતા, પરંતુ, આમરા ગામના લોકોએ તો આજે પણ આ પ્રથાને જાળવી રાખી છે. જેઓ આજે પણ જે રીતે વરતારો થાય છે તેના આધારે જ શેની વાવણી કરવી તેનો નિર્ણય કરે છે.. ….

જામનગરના બંદર ઉપરથી 3 નંબરનું સિગ્નલ ઉતારી લેવામાં આવ્યું

0

જામનગરના બંદર ઉપરથી 3 નંબરનું સિગ્નલ ઉતારી લેવામાં આવ્યું

દેશ દેવી ન્યુઝ જામનગર તા. 19 જૂન જામનગર ભારતીય હવામાન વિભાગ તરફથી મળેલી પોર્ટ ચેતવણી મુજબ, જામનગર ગ્રુપ ઓફ પોર્ટ્સના બંદરો પરથી લોકલ કોશનરી સિગ્નલ નં. 3 (LCS – 3) ઉતારી લેવામાં આવ્યું છે.

જેની તમામ પોર્ટ યુઝર્સ અને સરકારી એજન્સીઓએ નોંધ લેવા માટે બંદર અધિકારી, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, જામનગર ગ્રુપ ઓફ પોર્ટ્સની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

જામનગર ખંભાળિયા ગેટ પાસે ડોક્ટર ની કાર અડફેટ આધેડનું મોત

0

જામનગરમાં બેકાબુ બનેલી ડોકટરની કાર અડફેટ આધેડનું મોત

  • ખંભાળીયા ગેટ પાસેનો બનાવ : બેકાબુ કારે આધેડનો જીવ લીધો
  • જામનગરના નામાંકીત ડૉ. આર્ચાયનાપુત્રના નામે કાર RTOમાં નોંધાયેલ છે.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૯ જૂન ૨૩ જામનગર શહે૨માં કામ પરથી પરત ફરી રહેલા આધેડને કયાં ખબર હતી કે, તેની જીંદગીનો છેલ્લો દિવસ છે, શહેરના ખંભાળિયા ગેઇટ પાસે પહેાચતાની સાથે જ પુરઝડપે આવેલી ડોકટરની કારે વૃદ્ધને હડફેટે લેતા તેને ગંભીર હાલતમાં 108 મારફતે જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ થતાં ભારે અરેરાટી ફેલાઇ ગઇ છે. શહેરના નામાંકિત ડોકટરની કારે આધેડને આ રીતે હડફેટે લઇ મૃત્યુ નિપજાવતા શહેરભરમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

જામનગર શહેરના કિશાન ચોક નજીક રહેતા અને કારખાનામાં મજૂરી કામ કરતા નારણભાઇ જીવાભાઇ વારસાખીયા (ઉ.વ.55) નામના આધેડ કારખાનેથી કામ પુરુ કરીને સાંજના સમયે ઘરે સાયકલ પર પરત ફરતા હતાં ત્યારે ખંભાળિયા નાકા બહાર આવેલા ત્યારે અચાનક પુરઝડપે આવેલી કાર GJ-10-CN-1386 ના ચાલકે તેમને હડફેટે લઇ થાંભલા સાથે ભટકાડતા આધેડને ગંભીર ઇજાઓ પહોચી હતી, તાત્કાલિક 108 ને બોલાવી આધેડને હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના ડોકટરે તેમને મૃત પામેલા જાહેર કર્યા હતાં. જેના કારણે ગરીબ પરીવાર પર આભ ફાટી પડયું હતું. પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને કાર માલિકની તપાસમાં લાગી છે. પરંતુ ત્યાં હાજર લોકોનું કહેવું છેકે, ડોકટ૨ની કાર હતી અને આધેડને હડફેટે લીધા હતાં. આ બનાવના પગલે આ વિસ્તારમાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં.

જામનગર ખોજાનાકા પાસે જર્જરીત મકાન ધરાશાયી થતાં ભાઇ-બહેન દબાણા: બંને સલામત

0

ખોજાનાકા પાસે જર્જરીત મકાન ધરાશાયી થતાં ભાઇ-બહેન દબાણા

  • ફાયર બ્રિગેડે રેસ્ક્યું કરી બન્ને સહી સલામત રીતે બહાર કાઢતા હાશકારો
  • મકાન ધરાસાયી થયાની જાણના પગલે પોલિસ કાફલો દોડી ગયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૧૯ જૂન ૨૩ જામનગરના ખોજા નાકા પાસે આવેલા હજામ ફળીમાં એક જર્જરીત મકાનમાં વૃદ્ધ ભાઇ- બહેન મોસીન ફીદાઆલી કપાસી અને જેતુનબેન ફીદાઆલી કપાસી રહેતા હતાં તે મકાન પવન અને વાવાઝોડાના કારણે અત્યંત જર્જરીત થતાં રવિવારના મોડીરાત્રે તે ધરાશાયી થતાં આખા વિસ્તારમાં અફડાતફડી મચી ગઇ હતી હાજર લોકોએ ફાયર બ્રિગેડ અને મહાનગર પાલિકાને જાણ કરતા કાર્યપાલક ઇજનેર મૂકેશ વરણવાના માર્ગદર્શન હેઠળ એસ્ટેટ ઓફિસર નિતિન દિક્ષીત, દબાણ નિરક્ષિક યુવરાજર્સિહ ઝાલા સહિતની ટીમના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં અને તાત્કાલિક રેસ્કયુ ઓપરેશન શરૂ કરી બન્ને વૃદ્ધ ભાઇ-બહેનોને સહી સલામત બહાર કાઢયા હતાં. બન્ને કંઇ ન થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

જામનગર મોટીખાવડીમાં ગાંજા સાથે મહિલા ઝડપાઈ 

0

જામનગર મોટીખાવડીમાં 140 ગ્રામ ગાંજા સાથે મહિલા ઝડપાઈ 

  • ગાંજો મંગાવી તેનું છૂટક વેચાણ કરતી હતી.

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૧૯ જૂન ૨૩ જામનગર નજીક સિકકા પાસે મોટીખાવડી ગામે ઝાડ નીચે બેસી ગાંજાનું છૂટક વેચાણ કરી રહેલ મહિલાને એસઓજીએ 140 ગ્રામ ગાંજો તથા અન્ય મુદ્દામાલ સાથે પકડી પાડી ગુનો દાખલ કર્યો છે.

સિકકા નજીક આવેલ મોટીખાવડી ગામ મેઇન બજારમાં ગુલમોહરના ઝાડ નીચે એક મહિલા ગાંજાનું છૂટક વેચાણ કરતી હોવાની બાતમી એસઓજીને મળતા તેમણે ત્યાં રેઇડ કરી શેરબાનુ ઓસમાણ સુભાણીયાને 140 ગ્રામ ગાંજો તથા અન્ય મુદામાલ મળી રૂ.2390 સાથે પકડી પાડી NDPS એક્ટ મુજબ ગુનોં દાખલ કર્યો છે, આ મહિલા બહારથી ગાંજો મંગાવી તેનું છૂટક વેચાણ કરતી હતી. પોલીસ હવે આ ગાંજો કયાંથી મંગાવતી હતી તે અંગેની તપાસ શરૂ કરી છે.

જામનગર : વાવાઝોડા બાદ સલામતી અંગેની તકેદારી રાખવા તંત્રની અપીલ

0

સાવચેતી એ જ સલામતી,વાવાઝોડા બાદ રાખવાની તકેદારી

દેશ દેવી ન્યુઝ તા.૧૬ જૂન ૨૩ બિપરજોય વાવાઝોડા દરમિયાન અગમચેતીના પગલાં ભરવા જેટલા આવશ્યક છે તેટલી જ આવશ્યક છેવાવાઝોડા બાદની તકેદારી. આવી વિકટ પરિસ્થિતિમાં કેટલાક સૂચનોનું પાલન કરવું જરૂરી છે.

  • સૂચના મળ્યા પછી જ ઘરની બહાર નીકળો.

ભરાયેલ વરસાદી પાણી, ઉંચા વૃક્ષો, વીજ થાંભલા, વીજ તારોથી દૂર રહો.

વાવાઝોડાને લીધે થયેલ કાટમાળને વહેલી તકે દુર કરો.

બચાવ કામગીરી માટે : ફાયર બ્રિગેડ, પોલીસ, કંટ્રોલ રૂમ તથા વહીવટી તંત્રનો સંપર્ક કરો.

અસરગ્રસ્તોની મદદ કરવીઃ જરૂર હોય તો દવાખાને કે સલામત સ્થળે લઈ જવા.

જર્જરિત અને ભયજનક મકાનો ખાલી કરી દેવા અને તેની આસપાસ રહેવાનું ટાળો.

પાણી ઉકાળીને પીવું શક્ય હોય તો ક્લોરીનયુક્ત પાણીનો ઉપયોગ કરવો

  • ગંદા ભરાયેલા પાણીમાં દવાનો છંટકાવ કરવો.

વાવાઝોડામાં મૃત્યુ પામેલા પશુનો નિકાલ સ્થાનિક સત્તામંડળના સંપર્કમાં રહીને સત્વરે કરવો.

સ્થાનિક હવામાન અંગેની અધિકૃત જાણકારી રાખો અને અફવાઓથી દૂર રહો.

વિકટ પરિસ્થિતિમાં એક બીજાને મદદરૂપ થઈને જાનમાલનું નુકશાન ઘટાડી શકાય છે.

જવાબદાર બનો : તમારી અને તમારા આસપાસના લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરો.

  • વહીવટી તંત્રને સહકાર આપો

જેથી ભેગા મળી વહેલી તકે સમસ્યાઓનું સમાધાન થઈ શકે.

  • સ્થળાંતર કરવાનું થાય ત્યારે

કપડાં, જરૂરી દવાઓ, કિંમતી ચીજ વસ્તુઓ, અંગત દસ્તાવેજો વગેરેને વોટરપ્રુફ પેકિંગમાં બાંધી સાથે રાખો

પૂરના પાણી ગટર દ્વારા ઘરમાં ન ઘૂસે તે માટે રેતીની કોથળીઓ મૂકી ગટરો બંધ રાખો

ફર્નિચર, ઘર ઉપયોગી સાધનો વગેરેને પલંગ કે ટેબલ જેવા ઊંચા સ્થાન ઉપર રાખો

લોકો અને પશુઓ સલામત આશ્રય લઈ શકે તેવા ઊંચા સ્થળે સ્થળાંતર કરો

ઘરને તાળું મારી બંધ કરો અને દર્શાવેલા માર્ગે સલામત સ્થાને પહોંચો

ઘર છોડતા પહેલાં વીજ પુરવઠો અને ગેસ સિલિન્ડર બંધ કરો

  • અજાણ્યા અને ઊંડા પાણીમાં ઉતરવાનું ટાળો

મીણબત્તી,દીવાસળીની પેટીઓ, કેરોસીન, ફાનસ, મજબૂત દોરડા, બેટરી તેમજ સેલ હાથવગા રાખો.

પૂર દરમિયાન : પૂરના પાણીમાં ઉતરવાનું ટાળોઃ આવા પાણીમાં ઉતરવાની જરૂરિયાત હોય તો યોગ્ય પગરખાં પહેરવા

  • ગટર અને પાણીના નિકાલ માર્ગોથી દૂર રહો

બાળકોને ભૂખ્યાં ના રાખો તેમને પૂરના પાણીમાં કે પૂરના પાણીની નજીક જવા દેશો નહિં.

તાજો રાંધેલો અને સૂકો ખોરાક આરોગો, ખોરાકને ઢાંકીને રાખોઃ પૂરના પાણીથી પલળેલો ખોરાક આરોગો નહીં.

  • ક્ષતિગ્રસ્ત વીજ ઉપકરણોનો ઉપયોગ ટાળો.

આપાતકાલિન સંપર્ક (લેન્ડલાઈન ફોન માટે)જિલ્લા કંટ્રોલરૂમ – ૧૦૦૦ / રાજ્ય કંટ્રોલરૂમ – ૧૦૦૦ મોબાઇલથી સંપર્ક કરવા માટે ડિસ્ટ્રીક્ટ કોડ જોડવો

જામનગર સેતાવાડ પાસે ફાયરનું દિલધડક ઓપરેશનઃ 2 મહિલા સહિત 5 ને બચાવાયા : જુવો VIDEO

0

જામનગર ફાયર બ્રિગેડનું દિલધડક રેસ્ક્યું ઓપરેશન: પાંચને બચાવી લેવાયા

  • ધરાશાયી થયેલ મકાનને કારણે ફસાયેલા પરિવારને ગણતરીની મિનિટોમાં હેમખેમ બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડાયા
  • ભાજપના સ્થાનિક કોર્પોરેટર કેતન નાખવા ખડેપગે
  • કંટ્રોલમાં હાજર જયવીરસિંહ રાણાને મેસેજ મળ્યાની સાથે સમય ગુમાવ્યા વગર ટીમ કરી રવાના
  • સીટી – એ ડિવિઝન Pl સહિતનો પોલિસ કાફલો ચાલુ વરસાદે મદદમાં જોડાયો

દેશ દેવી ન્યૂઝ તા.૧૬ જૂન ૨૩ જામનગર બિપરજોય વાવાઝોડાના કારણે જામનગરમાં વહેલી સવારથી ભારે પવન ફૂંકાવાનો શરૂ થયેલ જેના કારણે શહેરના સેતાવડ વિસ્તારમાં આવેલ એક મકાનનો ભાગ ધરાશાયી થયેલ અને આ ધરાશાયી થયેલ ભાગ બાજુમાં રહેતા પરિવારના દાદરા તરફ પડતા તે પરિવારનો ઘરની બહાર નીકળવાનો માર્ગ સદંતર બંદ થયેલ.ત્યારે ફસાયેલ પરિવારજનો દ્વારા કંટ્રોલરૂમમાં જાણ કરાતાં તુરંત જ જામનગર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યાં હતા અને પરિવારના 2 પુરુષો અને 3 મહિલાઓ સહિતના સમગ્ર પરિવારનું દિલધડક રેસ્ક્યુ કરી હેમખેમ બહાર કાઢી સુરક્ષિત સ્થળે પહોંચતા કરાયાં હતા.

આ કામગીરીમાં જામનગર ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર કે કે બિશ્નોઈના સીધા માર્ગદર્શન હેઠળ, સ્ટેશન ઓફિસર સર્વ જસમીન ભેંસદળીયા, ઉપેન્દ્ર સુમાર, વાળા હિતેન્દ્રસિંહ, અર્જુનસિંહ ગોહિલ સહિત ફાયર બ્રિગેડના તાલીમાર્થીઓ જોડાયા હતા અને સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન સલામત રીતે પાર પાડ્યું હતું અહેવાલ: વિરેન્દ્રસિંહ પરમાર (માહિતી ખાતુ)

જામનગરના કુંવર અને ભારતના પ્રથમ ચીફ ઑફ આર્મી જનરલ રાજેન્દ્રસિંહજી જાડેજાની 124 મી જન્મજંયતિ નિમીતે પુષ્પાંજલિ અર્પણ

0

જામનગરના કુંવર અને ભારતના પ્રથમ ચીફ ઑફ આર્મી જનરલ રાજેન્દ્રસિંહજી જાડેજાની 124 મી જન્મજંયતિ નિમીતે પુષ્પાંજલિ અર્પણ

  • માજી સૈનિક મંડળ દ્વારા લાલબંગલા સર્કલ સ્થિત તેમની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા
  • રાજપૂત સમાજની વિવિધ પાંખ દ્વારા ફૂલહાર કરી શ્રદ્ધાજંલિ અર્પણ કરવામાં આવી

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૫ જૂન ૨૩ જામનગર : દેશના પ્રથમ જનરલ ઓફિસર કમાંન્ડીગ ઇન ચીફ રાજેન્દ્રસિંહજી જાડેજાની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. લાલ બંગલા સર્કલ ખાતે આવેલા મહારાજની પ્રતિમાને હારતોરા કરી માજી સૈનિકના પ્રમુખ ભરતસિંહ જાડેજાએ સલામી આપી હતી.

જનરલ રાજેન્દ્રસિંહજીએ આર્મીમાં દ્વિતીય કમાન્ડર એન્ડ ચીફ તરીકે સેવા આપી હતી.વર્ષ 1995 ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે ફરજ બજાવી તેવો નિવૃત્ત થયા હતા. જનરલ જાડેજા 1921માં બ્રિટીશ ભારતીય આર્મીની રોયલ રાઇફલસમાં કમિસન્ડ ઓફિસર તરીકે જોડાયા હતા.

ત્યારબાદ દ્વિતીય વિશ્વ યુદ્ધમાં ઉત્તર આફ્રિકામાં પલટન સાથે ફરજ નીભાવી હતી, હિમ્મતવાન નીડર અને એક આક્રમક લીડર તરીકેની ભૂમિકા નીભાવનાર રાજેન્દ્રસિંહે અમેરિકન આર્મીમાં પણ ફરજ બજાવી હતી વર્ષ 1899 માં 15 મી જૂને તેઓએ જામનગરના રાજવી પરીવારમાં જન્મ લીધો હતો. જામનગરમાં રંગચંગે આજે તેમની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

error: Copying and use of the content of the website is considered as illegal activity.