Sunday, October 18, 2026
Home Blog Page 220

જામનગરમાં જર્જરીત ઇમારતો દૂર કરતી એસ્ટેટ શાખા ખુદ જર્જરીત ઇમારતમાં

0

જામનગરમાં જર્જરીત અને જોખમી ઇમારતો દૂર કરતી ખૂદ ”દબાણ શાખા” જર્જરીત ઇમારતમાં!!

  • મનપાની દબાણ શાખાની ઇમારત જર્જરિત બની : અકસ્માતનો સતત ભય
  • દબાણ શાખાને અન્ય બિલ્ડીંગમાં ખસેડવામાં આવશે : ડે.મ્યુ કમિશ્નર ભાવેશભાઈ જાની

દેશ દેવી ન્યુઝ જામનગર તા. 23 જૂન 23 જામનગર શહેરમાં જોખમી અને જર્જરિત ઈમારત દૂર કરતી દબાણ શાખા ખૂદ જ જર્જરીત બિલ્ડીંગમાં ચાલતી હોય, અને કર્મચારીઓ સતત ભયના ઓથાર હેઠળ કામ કરી રહ્યા હોવાનું સામે આવતા તંત્ર સામે સવાલો ઉભા થયા છે. બીજી બાજુ શહેરમાં જીવના જોખમે રેસ્કયું કરી લોકોના જીવ બચાવતા કર્મીઓની હાલત કફોડી બની છે.ચોમાસુ માથે દસ્તક દઈ રહ્યું છે. ત્યારે કોઈ અકસ્માતની ઘટના ન બને તે માટે હવે સરકારી તંત્ર આગોતરા આયોજનના ભાગરૂપે તૈયારીમાં લાગ્યું છે. ખાસ કરીને શહેરમાં જૂની તેમજ જર્જરિત બિલ્ડિંગને ચોમાસા પહેલા સ્વેચ્છિક દૂર કરવા અથવા રીપેર કરવા તાકીદ કરવામાં આવી છે.જેને લઈ જામનગર મહાનગર પાલિકા દ્વારા પણ નોટિસો ફટકારવામાં આવી છે. જે બિલ્ડીંગો રીપેર થઇ શકે છે તેવી જર્જરિત બિલ્ડીંગોના માલિકોને રીપેરીંગ માટે પણ સૂચના આપવામાં આવી છે.હાલમાં આવેલ બિપોરજોય વાવાઝોડામાં ઘણી ઇમારતો જોખમી સાબિત થઈ છે. તંત્ર લોકોનો જીવ બચાવવા ધંધે લાગ્યું હતુંપરંતુ શહેરનું દબાણ દૂર કરતી દબાણ શાખા ખૂદ જોખમ તળે જીવી રહી છે. કારણ કે હાલ દબાણ શાખાની ઇમારત પણ ખુબજ જોખમી છે.!! તેવામાં ચોમાસામાં દબાણ શાખાના કર્મચારી ઉપર બિલ્ડીંગનો જર્જરીત કાટમાણ પડે તે અને કોઈ નિર્દોષ કર્મીનો ભોગ લે તે પેહલા તેનું નિરાકરણ લાવવું ખુબ જરૂરી છે, ભારે વરસાદ કે પવન દરમ્યાન આવી ઇમારતો દબાણકર્મી અને કચેરીમાં કામ અર્થે આવતા લોકો માટે જોખમરૂપ સાબિત થઇ શકે છે.ત્યારે ચોમાસા પહેલા દબાણ શાખાને અન્ય બિલ્ડીંગ ફાળવવામા આવે તેવી લોક માંગણી જોવા મળી રહી છે.

જામનગર : લાલપુરના રંગપરની 20 લાખની શંકાસ્પદ લૂંટમાં ફરીયાદીનો ભાંડો ફૂટી ગયો

0

જામનગર : લાલપુરના રંગપરની ચકચારી લુંટમાં ફરિયાદી જ નિકળ્યો આરોપી :કરજ વધી જતા વેપારીએ કર્યુ રૂા.20 લાખની લુંટનું તરકટ

  • એલસીબી,એસઓજી અને સ્થાનિક પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો
  • જમીનમાં દાટેલા રૂા.10 લાખ પંચની હાજરીમાં કબ્જે કર્યાં

દેશ દેવી ન્યુઝ જામનગર: તા. 22 જૂન 23 જામનગરના લાલપુર તાલુકાના રંગપરની ચકચારી રૂા.20 લાખની લુંટ પ્રકરણમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો છે, કરજ વધી જતા વેપારીએ કર્યુ રૂા.20 લાખની લુંટનું તરકટ આચર્યુ હતું. જામનગર એલસીબી,એસઓજી અને સ્થાનિક પોલીસે ગણતરીની કલાકોમાં આ લુંટનો ભેદ ઉકેલી દીધો છે.

લાલપુર તાલુકાના રંગપર ગામમાં રહેતાં બિયારણનો કમિશનથી ધંધો કરતા યુવાનને બુધવારે બપોરના સમયે બે અજાણ્યા શખ્સોએ આંખમાં મરચાની ભૂકી છાંટી રૂા.20 લાખની રોકડ ભરેલો થેલો લૂંટી ગયાના બનાવમાં પોલીસને પ્રાથમિક તપાસમાં જ ફરિયાદી ઉપર શંકા જતા અને ઘટનાક્રમની વિગતો મેળવતા આકરી પૂછપરછ કરતા ફરિયાદીએ આર્થિક સંકળામણને કારણે દેવુ વધી જતા લૂંટનું નાટક રચ્યાની કેફિયત આપી હતી.ગુરૂવારે બપોરે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ યોજયેલી પ્રેસ કોન્ફરન્સમાં આપેલી વિગતો મુજબ લાલપુર તાલુકાના રંગપર ગામમાં સુમરા વિસ્તારમાં રહેતો અને ખેત પેદાશની વસ્તુઓ તથા બિયારણનો કમિશનથી વ્યવસાય કરતો અવેશ દોસમામદ ખીરા નામનો યુવાન બુધવારે બપોરના પોણા ત્રણ વાગ્યાના અરસામાં તેના ગામ નજીક કાચા રસ્તા પરથી બાઈક પર જતો હતો તે દરમિયાન બે અજાણ્યા શખ્સોએ યુવાનને આંતરીને આંખમાં મરચાની ભૂકી છાંટી તેની પાસે રહેલ 20 લાખની રોકડ ભરેલો થેલો લૂંટી ગયાની જાણ કરાતા મેઘપર પીએસઆઈ વાય.બી. રાણા તથા સ્ટાફે તાત્કાલિક સ્થળ પર પહોંચી જઇ યુવાનના નિવેદનના આધારે ગુનો નોંધી નાકાબંધી કરી હતી. પરંતુ પોલીસને પ્રાથમિક તપાસમાં ફરિયાદીના નિવેદનમાં શંકા જતા આ તપાસ Dysp ડી.પી. વાઘેલા, પ્રોબેશન Dysp એન.બી. ગોરડિયા, એલસીબી પીઆઈ જે.વી. ચૌધરી, એસઓજી પીઆઈ બી.એન. ચૌધરી, મેઘપર PSI યશપાલસિંહ બી. રાણા તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

પોલીસની તપાસમાં ફરિયાદીના નિવેદનમાં જ પ્રાશ મળતો ન હોવાથી પોલીસે અવેશની પૂછપરછ હાથ ધરતા પોલીસ પાસે ભાંગી પડયો હતો અને લૂંટનો બનાવ બન્યો જ ન હોવાથી કેફીયત આપી હતી. જેમાં અવેશે આર્થિક સંકળામણના કારણે દેવું વધી જવાથી ઉઘરાણી કરનારા લોકોને રૂપિયા ન આપવા પડે તે માટે લૂંટનો બનાવ ઉપજાવી કાઢેલ હતો અને પોતાની જાતે જ થેલો બનાવ વાળી જગ્યાએ ફેકી દીધો હતો તથા પોતાની હાથે જ આંખમાં મરચાની ભુકી જાય નહીં તે રીતે છાંટી હતી અને તેની પાસે થેલામાં 20 લાખ રૂપિયા હતા જ નહીં. થેલામાં રૂા.10 લાખ હતા તે જમીનમાં ખાડો કરીને સંતાડી દીધા હતાં. પોલીસની આકરી પૂછપરછમાં 20 લાખના લૂંટના ફરિયાદીએ જ જમીનમાં દાટેલા રૂા.10 લાખ પંચની હાજરીમાં કબ્જે કરી તપાસ આરંભી હતી.

વાડીનારમાં જમાઈ વિર્ફ્યો : સમાધાન માટે ગયેલા સસરાને પાઈપ ફટકાર્યા

વાડીનારમાં સસરા પર હિચકારો હુમલો કરનાર જમાઇ સામે ફરિયાદ

  • પત્ની સાથે ઝઘડો થતા સસરા જમાઈને સમજાવવા ગયા ત્યારે જમાઈ સહિતના બે શખ્સોએ સસરા ઉપર લોખંડના પાઈપ વડે તુટી પડ્યા...

દેશ દેવી ન્યુઝ જામનગર ખંભાળિયા તા.21 જૂન 23: ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા ઈકબાલભાઈ તાલબભાઈ સુંભણીયાના વાડીનાર ખાતે રહેતા જમાઈ ઈબ્રાહિમ ઉમરભાઈ ભાયાને પોતાના પત્ની સાથે ઝઘડો થયો હોય, જેથી ફરિયાદી ઈકબાલભાઈ ઈબ્રાહિમને સમજાવવા જતા આ બાબતનું મનદુ:ખ રાખી, આરોપી દ્વારા જ્યારે ફરિયાદી ઈકબાલભાઈ આશાબા પીરની દરગાહના કમ્પાઉન્ડમાં હતા, ત્યારે આરોપી ઈબ્રાહીમ ભાયા તથા તેની સાથે આવેલા હુસેન તાલબ ભાયા નામના બે શખ્સોએ એકસંપ કરી અને ફરિયાદી ઈકબાલભાઈ ઉપર લોખંડના પાઇપ તથા છરી વડે હુમલો કરીને તેમની સાથે રહેલા સાહેદ ઈમરાનને પણ લોખંડના પાઇપનો ઘા મારી, ઈજાઓ કરવા સબબ વાડીનાર મરીન પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જે અંગે પોલીસે આઈપીસી કલમ 323, 324, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર રણજીત સાગર ડેમમાં માછલાઓના ટપોટપ મોત : જુઓ VIDEO

0

જામનગરના રણજીત સાગર ડેમમાં માછલાઓના ટપોટપ મોત : તંત્ર અંધારામાં

  • જામનગર શહેરને પાણી પુરુ પાડતા રણજીત સાગરમાં માછલાના મોતને લઈ લોકોના આરોગ્ય પર સંક્ટ
  • કાંઠા ઉપર મૃત માછલાઓની થરથી દુર્ગંધ ફેલાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. 21 જૂન 23 જામનગર શહેરને પીવાનું પાણી પુરૂં પાડતા રણજીતસાગર ડેમમાં હજારોની સંખ્યામાં ભેદી રીતે માછલાઓના મોત નિપજતાં જીવદયા પ્રેમીઓમાં રોષ વ્યાપ્યો છે. ડેમના કિનારે મરેલા મોટા માછલાઓનો થર જામી ગયી હોવાથી દુર્ગંધથી આજુબાજુના રહેવાસીઓમાં પણ પરેશાન થઈ ગયા છે. હજુ પણ કરેલા માછલાઓ કાંઠે આવી રહ્યા હોવાની લોકોમાં ફરિયાદ ઉઠી રહી છે.

શહેરને પીવાનું પાણી પુરૂં પાડતા રણજીતસાગર ડેમમાંથી દૈનિક ૨૫ એમએલડી પાણી મહાનગર પાલિકાના વોટર વર્કસ વિભાગ દ્વારા લેવામાં આવી રહ્યું છે. રણજીતસાગર ડેમમાંથી પાણી પંપ હાઉસ ખાતે ફીલ્ટર થયા બાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં વિતરણ કરવામાં આવે છે. શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા આ રણજીતસાગર ડેમમાં છેલ્લા અઠવાડીયામાં ભેદી રીતે માછલાઓના ટપોટપ મોત નિપજી રહ્યા છે. ડેમમાં છેલ્લા અઠવાડીયામાં હજારોની સંખ્યામાં મરેલા માછલાઓ પાણીના મોજાઓથી નવા મોખાણા ગામ પાસે ડેમના કાંઠે એકઠા થઇ રહ્યા છે.

કિનારે મરેલા માછલાઓનો થર જામી ગયો હોવાથી દુર્ગંધ આવતી હોવાથી કુતરાઓ કે, પંખીઓ પણ માછલા ખાવા માટે આવતા નથી. મરેલા માછલાઓની સંખ્યા વધતી જતી હોવાથી દુર્ગંધ પણ ધીમે ધીમે વધી રહીછે અને ગામ લોકો તેમજ નજીકમાં જ રહેતા માલધારીઓમાં રોગચાળો ફેલાવાની દહેશત ફેલાઈ ગઈ છે. મરેલા માછલાઓની દુર્ગંધથી નવા મોખાણા ગામમાંથી કપડા ધોવા આવતી મહિલાઓ પછા આવતી બંધ થઈ ગઈ છે. તો માલધારીઓ પણ ઢોરને પાણી પીવડાવવા માટે દૂર લઈ જાય છે. સાગરમાં ભેદી રીતે માછલાના મોતથી લોકોમાં પણ રોષ સાથે અનેક ચર્ચાઓ ઉઠી રહી છે. મહાનગરપાલિકાના અધિકારીઓ જો કે, માછલાના આટલા મોટા પ્રમાણમાં માછલાના મૃત્યુની ઘટનાથી અજાણ છે.

જામનગર : લાલપુર તાલુકાના રંગપર નજીક ફિલ્મી સ્ટાઇલમાં 20 લાખની લૂંટ

0

લાલપુર તાલુકાના રંગપર નજીક ફિલ્મી સ્ટાઇલમાં 20 લાખની લૂંટ

  • બે અજાણ્યા બાઈકચાલકોએ યુવાનને આંતરીને આંખમાં મરચાની ભૂકી છાંટી તેની પાસે રહેલી રૂા.20 લાખની રોકડ ભરેલા થેલાની લૂંટ ચલાવી ફરાર: પોલીસે કરી નાકાબંધી: સઘન તપાસ શરૂ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. 21 જૂન 23 જામનગર લાલપુર તાલુકાના રંગપર ગામમાં રહેતો બિયારણનો વેપારી કમિશન એજન્ટ અવેશ દોસમામદ ખીરા (ઉ.વ.28) નામનો યુવાન મંગળવારે બપોરના સમયે તેના બાઈક પર રૂા.20 લાખની રોકડ ભરેલો થેલો લઇને કાચા માર્ગ પરથી પસાર થતો હતો તે દરમિયાન રસ્તામાં સ્પ્લેન્ડર જેવા બાઈક સાથે ઉભેલા બે અજાણ્યા શખ્સોએ અવેશને આંતરીને તેની આંખમાં મરચાની ભૂકી છાંટી અને હાથમાં રહેલી રૂા.20 લાખની રોકડ ભરેલો થેલો લૂંટી લઇ બાઈક પર પલાયન થઈ ગયા હતાં. રોકડની લૂંટ તથા યુવાને બુમાબુમ કરી હતી. જેથી આજુબાજુના વિસ્તારના લોકો દોડી આવ્યાં હતાં અને ત્યારબાદ પોલીસમાં જાણ કરવામાં આવતા પીએસઆઇ વાય.બી.રાણા સહિતનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને પોલીસે જિલ્લામાં નાકાબંધી કરી બાઈક પર રોકડની લૂંટ ચલાવી નાશી ગયેલા લૂંટારુઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. લૂંટના બનાવનો ભેદ ઉકેલવા એલસીબી-એસઓજીની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. પોલીસે અવેશ ખીરાના નિવેદનના આધારે બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ રૂા.20 લાખ રોકડ ભરેલા થેલાની લુંટનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં તેમજ પોલીસે લૂંટના બનાવમાં ફરિયાદીની પણ પૂછપરછ આરંભી હતી.

જામનગર : ગાંધીનગર શાળા નં 50 ને નિશાન બનાવતા તસ્કરો

0

જામનગરના મોમાઇનગરની શાળામાં દિન દહાડે ચોરી લેપટોપ, કેમેરા, ટેબલેટ સહિતના રૂા.82,500 ની કિંમતનો સામાન ચોરી થયાની ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. 21 જૂન 23: જામનગરના મોમાઈનગર શેરી નં.3 ના છેડે આવેલ નગરપ્રાથમિક શિક્ષણ સંચાલિત શાળા નં.50 માં મંગળવારે બપોરના 1:30 વાગ્યાથી 4:15 વાગ્યાના સુધીના સમયમાં અજાણ્યા તસ્કરોએ બારીની ગ્રીલ તોડી શાળાના રૂમમાં પ્રવેશ કરી લોખંડના તથા સનમાઈકાના દિવાલ કબાટમાંથી બે નંગ લેપટોપ, છ નંગ હેડફોન, 10 નંગ વેબકેમ, એક નંગ ટેબલેટ અને એક નંગ કેમેરો સહિત કેબલ વાયર અને વાયફાયનું બોકસ મળી કુલ રૂા.82,500 ની કિંમતનો સામાન ચોરી કરી ગયાની ઘટનાની જાણ થતા કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, શિક્ષણ સમિતિના વાઈસ ચેરમેન પ્રજ્ઞાબા સોઢા સહિતના આગેવાનો દોડી ગયા હતાં અને પોલીસમાં જાણ કરાતા પીએસઆઈ એસ.વી. સામાણી તથા સ્ટાફે શાળાના આચાર્ય જયેશભાઈ વ્યાસના નિવેદનના આધારે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

Рабочее зеркало Vavada для доступа к казино онлайн



Рабочее зеркало Vavada для казино онлайн доступа


Рабочее зеркало Vavada для доступа к казино онлайн

Для пользователей, стремящихся влиться в развлекательную сферу, воспользуйтесь альтернативной ссылкой на Vavada сайт. Этот путь обеспечивает стабильный доступ к необходимым услугам, не зависимо от блокировок.

Пользователи могут легко обойти ограничения, предлагая быстрые решения. Простой переход по указанному ресурсу гарантирует, что вы всегда будете в курсе последних предложений и акций.

Писать о его достоинствах можно бесконечно, однако наличие актуального доступа лежит в основе полноценного опыта. Пользуйтесь возможностью без лишних заминок. Следите за обновлениями, чтобы не пропустить важные изменения в сервисе.

Как найти актуальное зеркало Vavada для безопасного доступа

Следует обращаться к официальным источникам, где размещены ссылки на альтернативные платформы. Часто такие данные можно найти в социальных сетях или на блогах крупных азартных порталов. Убедитесь, что информация поступила от проверенных источников, избегая подозрительных ссылок.

Рекомендации по проверке безопасности

  • Проверьте наличие SSL-сертификата на сайте, чтобы обезопасить свои данные.
  • Изучите отзывы пользователей, размещенные на независимых форумах.
  • Обратите внимание на частоту обновлений информации и актуальность ссылок.

Важно, что методы защиты могут варьироваться, поэтому используйте VPN для дополнительной безопасности. Это поможет скрыть вашу активность и гарантирует обращение к шикарным сервисам даже в условиях блокировок.

Пошаговая инструкция по регистрации на зеркале Vavada

Чтобы открыть учетную запись, перейдите на основную страницу ресурса и нажмите кнопку регистрации. Обычно она выделяется ярким цветом и расположена на видном месте.

Заполнение личных данных

Вам необходимо заполнить форму, указав актуальную информацию. Главное – это адрес электронной почты и пароль. Учтите, что пароль должен быть надежным, включать цифры и символы.

После ввода данных обязательно проверьте их правильность. Ошибки могут привести к проблемам с доступом к аккаунту в будущем.

Подтверждение учетной записи

После отправки формы вам на почту придёт сообщение с ссылкой для активации профиля. Откройте письмо и следуйте инструкциям, чтобы подтвердить свою регистрацию.

Иногда может потребоваться подтверждение личности. Это делается через загрузку документов. Подготовьте сканы паспорта или другого удостоверения личности в случае запроса.

При успешном завершении всех шагов, вы сможете войти на платформу и использовать все доступные возможности. Если возникнут трудности, обратитесь в службу поддержки за помощью.

Особенности использования зеркала Vavada на мобильных устройствах

Для любых мобильных гаджетов важно обеспечить стабильное соединение с интернетом. В этом контексте рекомендовано использовать Wi-Fi или надежные мобильные данные, чтобы избежать разрывов и задержек в процессе игры. Современные браузеры поддерживают адаптивный дизайн, что позволяет удобно просматривать интерфейс и взаимодействовать с функциями приложения. Меню и кнопки оптимизированы для сенсорных экранов, что значительно упрощает навигацию и управление.

При загрузке альтернативного адреса рекомендуется проверить, поддерживают ли ваши настройки мобильного устройства необходимые версии браузеров. Иногда версия операционной системы может влиять на функциональность, поэтому обновление софта часто является полезной практикой. Хорошая производительность зависит от наличия свободного места в памяти устройства, что также стоит учесть перед стартом игры.


જામનગરમાં ચોરાઉ સ્કૂટરની નંબર પ્લેટ બદલી બીજાને વેંચાવાના કૌભાંડનો પર્દાફાશ

0

જામનગરમાં ચોરાઉ સ્કૂટરની નંબર પ્લેટ બદલી બીજાને વેંચાવાના કૌભાંડનો પર્દાફાશ

દેશ દેવી ન્યુઝ જામનગર: તા. 20 જૂન 23 જામનગરમાં શક્તિ સોસાયટીમાં રહેતા અને સોપારીનું ચુરણ કરવાનું કામ કરતા એક શખ્સ સામે એક સ્કૂટર ની ચોરી કરી લીધા પછી તેની નંબર પ્લેટ બદલાવી બારોબાર વેચાણ કરી નાખવાના સંદર્ભમાં પોલીસે ગુન્હો નોંધી અને તેની અટકાયત કરી છે.

આ બનાવની વિગત એવી છે કે શક્તિ સોસાયટી 41 માં રહેતા અને સોપારી ચૂરવાનું કામ કરતા રવિભારથી ભગવાનજીભાઈ ગોસ્વામી નામના શખ્સ સામે સીટી સી. ડિવિઝનના પી.એસ.આઇ. વી.એ. પરમાર જાતે ફરિયાદી હતા અને તેની સામે 379 તેમજ 406,420,465,467 સહીતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. આરોપીએ પોતાના પાડોશી છગનભાઈ જેઠાભાઈ ગજરાનું સ્કૂટર કે જેના નંબર પ્લેટ કાઢી નાખ્યા પછી ખોટી નંબર પ્લેટ લગાવી જામનગરના કિશોરભાઈ ત્રિવેદી નામના વ્યક્તિ વેચી નાખ્યું હતું. આથી પીએસ.આઈ. વી એ. પરમારે ચોરાઉ વાહન કબજે કરી લીધું છે. અને વધુ પૂછપરછ હાથ ધરી છે.

જામનગર : ધ્રોલ યાર્ડમાં10.85 લાખની ચોરી: શંકાસ્પદ બુકાનીધારીઓ CCTV માં કેંદઃ જુવો VIDEO

0

ધ્રોલ યાર્ડમાં ત્રાટકતા તસ્કર: દુકાનમાંથી અધધધ…રૂા.10.85 લાખની ચોરી

  • શંકાસ્પદ બુકાનીધારીઓ CCTV માં થયા કેદ : ખેડૂત વેપારીઓમાં ફફડાટ : પોલીસે આરંભી સઘન તપાસ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. 20 જૂન 23: ધ્રોલમાં રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં ખેત જણસની લે વેંચની પેઢી ચલાવતા રાકેશભાઇ મનહરલાલભાઈ શેઠે વેપારની રકમ પોતાની મહાવીર ટ્રેડીંગ નામની પેઢીમાં તીજોરીમાં રાખ્યા હતા.તેઓ ગત તા. 18ના રોજ સાંજે પેઢી બંધ કરીને ઘેર ચાલ્યા ગયા હતા.ત્યારબાદ રાત્રે કોઇ અજાણ્યા ઇસમોએ પેઢીની દુકાનની પાછળની એલ્યુમીનીયમની બારીનાં સળીયા તોડી અંદર પ્રવેશ કરી તિજોરીનો લોક તોડીઅંદાજે દશેક લાખની માતબર રકમ ચોરી કરી લઇ ગયા હતા.જે બાદ વેપારીએ બીજા દિવસે સવારે પેઢી ખોલતા બારીની ગ્રીલના સળીયા તૂટેલા અને તીજોરી પણ ખુલ્લી જોતા રાકેશભાઇ હતપ્રભ બની ગયા હતા.આ બનાવની જાણ કરતા PSI પી.જી.પનારાએ સ્ટાફ સાથે ઘટના સ્થળ દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી.

ધ્રોલ માર્કેટિંગ યાર્ડનાં સી.સી. ટીવીમાં રાત્રીનાં સમયે યાર્ડના પાછળનાં ભાગે મોઢે બુકાની બાંધેલા ત્રણ ઇસમો શંકાસ્પદ હાલતમાં આંટાફેરા કરતા કેદ થયાનું બહાર આવ્યુ છે.પોલીસે સી.સી.ટીવી ફુટેજની પણ મદદ મેળવી માતબર રોકડ રકમ ઉઠાવી જનારા તસ્કરોને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

જામનગરની પટેલ કોલોનીમાં વિસ્તારમાં પાના ટીચતા 6 ખેલંદા LCB ની ઝપટે ચડ્યા

0

જામનગરની પટેલ કોલોનીમાં કોમ્પ્લેક્ષમાં જુગારની મોજ માણતા છ ખેલંદા એલસીબીની ઝપટે ચડ્યા

દેશ દેવી ન્યુઝ જામનગર: તા. 20 જૂન 23 રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવએ પ્રોહી, જુગારના કેસો શોધી કાઢવા અંગેની ડ્રાઇવનું આયોજન કરેલ હોય, જેથી જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ જામનગર જીલ્લામાંથી દારૂ, જુગારની બદી નેસ્ત નાબુદ કરવા એલસીબીને સુચના કરતા પીઆઇ જે.વી. ચૌધરીના માર્ગદર્શન મુજબ એલસીબી પીએસઆઇ એસ.પી. ગોહિલ તથા પીએસઆઇ પી.એન. મોરી તથા સ્ટાફના માણસો જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહી-જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન સ્ટાફના દોલતસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા તથા યોગરાજસિંહ રાણાને મળેલ ખાનગી હકીકત આધારે જામનગર પટેલ કોલોની શેરી નં. 3માં ગેલેરીયા કોમ્પ્લેક્ષ પાસેથી 6 ઇસમો જાહેરમાં ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા મળી આવતા તેના કબ્જામાંથી રોકડા 52400 કબ્જે કર્યા હતા.

રેઇડ દરમ્યાન પકડાયેલા જુગારીઓમાં મુળ હાથલાના હાલ રાંદલનગર ચોકમાં રહેતા વેપારી રાજેન્દ્રસિંહ બળદેવસિંહ જેઠવા, રાંદલનગરના છેડે રહેતા મુકેશ રામા સોલંકી, રામેશ્ર્વરનગર પુલીયા પાસે રહેતા ડ્રાઇવર ભુપેન્દ્રસિંહ પ્રભાતસિંહ જાડેજા, રાંદલનગર હાઉસીંગ કવાર્ટર બાજુમાં રહેતા ધર્મેન્દ્રસિંહ મંગળસિંહ જાડેજા, બેડી બંદર રોડ પ્રભુકૃપા સોસાયટીમાં રહેતા પરેશ નાનજી મંડલી અને બેડી રામમંદિર ચોકમાં રહેતા ઇશાક ઓસમાણ ચમડીયાને પકડી લીધા હતા.

error: Copying and use of the content of the website is considered as illegal activity.